Shri Jain Swetamber Khartargacch Sangh, Jaipur

Avati Kalno Purush

Maganbhai · 2011/03

PDF Proofread

Front matter

No text on this page.

શ્રી પૂજાભાઈ જૈનગ્રંથમાલા-૧૭
જગતને
આવતી કાલનો પુરુષ
(સર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું “The World's Unborn soul'
અનુવાદક
માનભાઈ પ્રભુદાસ દેસાઈ
જન સાહિત્ય પ્રકાશન સઅિતિ
c/o ગૂજરાત વિદ્યાપીઠ
અમઢાવાદ

પ્રકારક
પાલદાસ જીવાભાઈ પટેલ
મંત્રી, શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ
' મુદ્રક
જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ
ખાર આતા
આવૃત્તિ પહેલી, એપ્રિલ, ૧૯૩૯
પ્રાપ્તિસ્થાન
નવજીવન કાર્યાલ
અમદાવાદ અને મુંબઈ, ૨

= નિવેદન શ્રી. રાધાકૃષ્ણનના The World's Unborn Soul . નામના વ્યાખ્યાનનો આ ગુજરાતી અનુવાદ છેક ૧૯૩૭માં આ વ્યાખ્યાન પત્રિકારૂપે પ્રસિદ્ધ થયું ત્યારે મારા જેવામાં . આવ્યું, ને મને થયું કે તેને ગુજરાતીમાં ઉતારવું જોઈએ. ઈતિહાસ, સમાજવિદ્યા, ધર્મશાસ્ત્ર અને તત્વદર્શનને .. જીવનની સમગ્ર દષ્ટિએ વિચારતું આ વ્યાખ્યાન એક નવી જ ભાત પાડે છે એમાં શંકા નથી. એનો પૂરેપૂરો આસ્વાદ લેવા એ બધાં શાસ્ત્રોનું તે પૂરતું જ્ઞાન હોવું જોઈએ એ પણ ખરું. તેથી કદાચ દલીલ કરી શકાય કે, આ પુસ્તક અઘરું ન પડે? વળી, તે પુસ્તકમાં ચર્ચે ઈતિહાસ યુરોપનો છે, તેને કોણ સમજે છે, એમ પણ પૂછી શકાય. મને લાગે છે કે, આ જ કારણે તો, ઊલટું, તે પુસ્તક ગુજરાતીમાં ઉતારવા , જેવું ગણવું જોઈએ. આજ જ્યાં ત્યાંથી સૌ કોઈ કહે છે, કે, જગત એક થઈ ગયું છે; કાળ અને અંતરના ફાસલા વ્યાખ્યાનમાં જે પ્રારંભિક બે બેલ છે તે છેડી દઈ આખું વ્યાખ્યાન ઉતાર્યું છે. પ્રકરણો પાડી તેમને મથાળાં આપવાનું મેં ઉમેરેલું છે. પુસ્તકને અંતે જે ટિપ્પણે આપ્યાં છે તેમના સ્થાન- નિર્દેશ મુળ નિબંધમાં નથી કર્યો, એટલે વાચકે તે કરી લેવા. ઈરો.

કમી થઈ ગયા છે; જગતના એક ખંડના બના બીજા
ખંડ સુધી અસર કરે છે; ઈ. ઇ.
આ તે છે
પરંતુ, એક એથી ઊંડા અર્થમાં પણ આપણે સૌ એક
છીએ, અને તે એ કે, આજનું અર્વાચીન હિંદી માનસ,
આજને શિક્ષિત કહેવાતા હિંદી પણ, અમુક અંશે, યુરોપની
સંસ્કૃતિનું ફરજન છે. આપણા દેશમાં સૈકા ઉપરથી ચાલતી .
અંગ્રેજી કેળવણીએ આપણાં મન તથા વિચારણાને પેટેસ્ટંટ
વૃત્તિનાં અને યુરોપીય રંગે તરબોળ કરી મૂકેલાં છે. આપણું
જીવનમાં પણ એ અસર ઓછી ભાંગડે નથી કરી.
સારાંશમાં, આપણે ત્યાં યુરેપીય સંસ્કૃતિનું મોજું ફરી વળ્યું
છે. એટલે, તે સંસ્કૃતિ અને તેના ઊગમને વિચાર્યા વગર
ચાલશે નહિ.
એટલું જ નહિ, ગમે તેમ કરીએ તો આપણે
આપણી સંસ્કૃતિને ભૂલી નથી શકતા. યુરોપીય સંસ્કૃતિ.
ગમે તેમ તોયે, પરાયી ચીજ છે. જે તેમાંનું કાંઈ કે
કાયમી રહેનાર હશે તો, આપણા પ્રાચીન ભૂતકાળની
જ ભૂમિકામાં એને રોપાવું પડશે, તો જ તે ફલદાયી
થશે. એટલે, જાણ્યે અજાણ્ય, મને કમને, આપણા
માનસમાં પૂર્વ પશ્ચિમનો જે શંભુમેળ થયો છે, તેમાંથી
સમન્વય-માર્ગ શોધે જ પડશે. શ્રી. રાધાકૃષ્ણનનું આ
વ્યાખ્યાન એવા સમન્વયના ઉદયકાળનું સૂચક છે. અને
એથી જ એ કીમતી છે. વળી એમાં જે ચર્ચા છે તે ભૂખી
તત્વચર્ચા નથી. પરંતુ આખી ચર્ચાની પાછળ આપણું
માનવ જગતનો જે મહાન પ્રશ્ન – શાંતિસ્થાપન–છે તે
રહે છે.

એટલે, આશા રાખું છું કે, ગુજરાતી વાચકને આ
અનુવાદ આવકારપાત્ર થશે. વ્યાખ્યાનમાં આવતા ઇતિહાસના
સંદભ વગેરે સમજાવવા અંતે મદદરૂપ ટિપ્પણે આપ્યાં છે.
અને મૂળ નિબંધને અંતે રાધાકૃષ્ણનનો પરિચય આપતો એક
લેખ તૈયાર કરીને આપ્યું છે. રાધાકૃષ્ણન ગુજરાતમાં પધાર્યા
તે વખતે ગુજરાતના ચિત્રકાર શ્રી કનુભાઈએ તેમનું રેખા-
ચિત્ર પાડી લીધેલું તે અમદાવાદ મ્યુનિસિપાલિટીની “આરોગ્ય
પત્રિકાના સૌજન્યથી મળ્યું છે, તેને માટે હું છે. હરિપ્રસાદને
આભારી છું. ટિપ્પણે તૈયાર કરવામાં મારા સહાધ્યાયી
મિત્ર શ્રી. જમિયતરામ પંડ્યાની મદદ અહીં સાભાર તૈધું
છું. ડો. રાધાકૃષ્ણને અનુવાદ કરવા માટે પરવાનગી આપી
તે બદલ હું ખરેખર એમને આભારી છું.
આચાર્ય શ્રી ધ્રુવન મારે ખાસ આભાર માનવો ઘટે.
તેમણે લખી આપેલા આમુખમાંથી જ તેનું કારણ વાચક
સમજશે. શ્રી. રાધાકૃષ્ણન અમદાવાદ આવ્યા ત્યારે મેં
તેમને વિનંતી કરી કે, આપે વ્યાખ્યાનનો અનુવાદ કરવાની
રજી આપી છે તો ગુજરાતી પુસ્તક માટે કાંઈક આદિવચન
ન લખી આપે? તેમણે કહ્યું કે, આચાર્ય શ્રી ધ્રુવ છે
પછી મારા જ વ્યાખ્યાનમાં ભારે શું લખવું? તે પરથી મેં
આચાર્યશ્રીને આમુખ માટે વિનંતી કરી, તે તેમણે તરત
સ્વીકારી. અણધારી પિતાની તબિયત બગડવા છતાં તેમણે
તે લખી આપે તે બદલ હું એમને આભારી છું.
ગૂજરાત વિદ્યાપીઠ,
મગનભાઈ દેસાઈ
અમદાવાદ
તા. ૧-૪-'૩૯

અનુક્રમણિકા
રે ,
૩
નિવેદન ,
દષ્ટિબિંદુ
આ આનન્દરકર ધ્રુવ
૧. જગતને આવતી કાલને પુરુષ
૧. આ વિકટ પ્રશ્ન
૨. ગ્રીસમની ગળથી
2. મધ્યયુગની મહત્તા
૪. પુનરુત્થાનને પ્રવાહ
૫. યુગાત્માની શોધ .
૬. હિંદુ જીવનદષ્ટિ ને તસ્વસાક્ષાત્કાર
૭. અમરતાને ઉષ:કાળ
૪૩
तपो ब्रह्म
---
૨. સર્વધર્મ સમભાવને પંડિત
રાધાકૃષ્ણનનું જીવન
૩. ટિપણે
રિપત્ર
સર સર્વપલ્લી રાધાકૃષ્ણન
૩-૧ર
૧૧૮
કનુભાઈ

દષ્ટિબિન્દુ
હાલમાં કેટલાક માસથી મારી તબિયત સારી રહેતી
નથી; એનું સ્વરૂપ તપાસી દાક્તર એવા નિર્ણય ઉપર
આવ્યા છે કે, ચિહ્નો જોતાં એ બિમારી ગંભીર રૂ૫
પકડવાનો સંભવ છે, તેથી મારે અત્યારે આરામ, ખોરાક
વગેરેને આવશ્યક નિયમે દઢતાથી પાળવા. આમ હું આ
નિબંધને ચગ્ય ઉપદ્યાત મન માને તેવી રીતે લખી
શકું એવી સ્થિતિમાં નથી, તે માટે હું દિલગીર છું. તથાપિ
બે ચાર લીટીઓ તે હું લખીશ જ, જેથી વચન પાળ્યાને
મને થાક સંતાપ થાય.
સર સર્વપલ્લી રાધાકૃષ્ણને આ નિબંધના સ્વરૂપથી મને
અમારા અભ્યાસકાળનું અને મારી પોતાની આ વિષયને
અભ્યાસની પદ્ધતિનું સ્મરણ આપ્યું. અમારા અભ્યાસકાળમાં
એમ. એ.ની પરીક્ષામાં ઈતિહાસ અને તત્ત્વજ્ઞાન બેને એક
વૈકલ્પિક વિષય બનતો. ત્યાર પછી જેમ જેમ એ વિષયના
જ્ઞાનનો અને તેને લગતી શોધનો ભાર વધતો ગયો,
તેમ તેમ એ વિષયોને છૂટા પાડવાની જરૂર જણાવા
લાગી. અને કોઈ કાઈ વિદ્યાર્થી એક વિષયમાં અસાધારણ
સારો હોઈને બીજા વિષયમાં અસાધારણ નબળો જોવામાં

આવતો, એથી પણ આ બે વિવોને પૃથક કરવાનું અધિકારીઓને ઈષ્ટ લાગ્યું. પણ મૂળ એ બે વિયોને જોડ્યા હતા એ અકારણ નહોતું. ઈતિહાસ એ તત્વજ્ઞાનનું મૂર્ત રૂપ છે, અને તત્વજ્ઞાન એ ઈતિહાસનો અર્ક છે. બીજા શબ્દોમાં બીજી રીતે કહીએ તો, ઇતિહાસ તત્ત્વજ્ઞાનની કરી છેઅને તત્ત્વજ્ઞાન એ ઇતિહાસની કુંચી છે, ખરા ધર્મ અને ખરા તત્વજ્ઞાનનો એવો જ ગાઢ સંબંધ છે. ધર્મને રાખનાર તત્વજ્ઞાન છે. તત્ત્વજ્ઞાનને જીવતું રાખનાર ધર્મ છે. યુરોપનું તત્વજ્ઞાન ગ્રીસમાંથી ઉતરી આવ્યું છે, એના ધર્મ પાલેસ્ટાઈનમાંથી આવ્યું છે. આ કારણથી બંને વચ્ચે વિરોધને પ્રસંગે પણ ઘણી વાર ઉત્પન્ન થયા છે. પણ ધર્મ અને તત્વજ્ઞાન સામાન્ય રીતે એવાં ગૂંથાયેલાં છે કે એ બે એકબીજાને શોધી લે છે, અને એકબીજા ઉપર અસર કર્યા વિના રહેતાં નથી. સંત પિલ, સંત ઓગસ્ટાઈન વગેરે અનેક ખ્રિસ્તી ઉપદેશકાના ઉપદેશ ગ્રીક તત્વજ્ઞાનમાં તરબોળ થયા છે, અને એરિસ્ટોટલના અનુયાયીઓનું તત્ત્વજ્ઞાન ખ્રિસ્તી ધર્મથી જ જીવંત રહ્યું છે. આ સર્વ ઈતિહાસ, ધર્મ, તત્ત્વજ્ઞાન અને સામાન્ય યુગ- ધર્મની હકીકત, સર સર્વપલ્લી રાધાકૃષ્ણનના આ ભાષણમાં બહુ સારી રીતે વ્યાપક અને હદયગ્રાહી રીતે – રજૂ કરવામાં આવી છે. હું દિલગીર છું કે આવા આકર્ષક વિષયને હું વિસ્તારથી નિરૂપી શકતો નથી. વરસેવા, આન- દકર બાપુભાઈ ધ્રુવ એપ્રિલ ૫, ૧૯૩૯ * જગતનો આવતી કાલનો પુરુષ - ܢ

૧
આજને વિકટ પ્રશ્ન
પિતાના જમાનાની ખૂબી સમજવી એ એક
ભારે કપરું કામ છે. એમાં જ ઊછરેલો માણસ
એને અનાસક્ત વિચાર શી રીતે કરી શકે ? છતાં,
આપણે બુદ્ધિવિશેષ પ્રાણી રહ્યાં; એટલે, અર્વાચીન
જગતમાં પ્રવતી રહેલાં અવિરત કિયા, ત્વરાબંધ
પરિવર્તને – એ બધું શું છે, એમનો અર્થ છે
છે, એ પ્રશ્ન આપણને ઊઠયા વગર રહેતું નથી.
અને એ યોગ્ય છે. કેમ કે, સોક્રેટીસે નથી કહ્યું કે,
પરમાં પર વિદ્યા હોય તે, માણસે કેવા થવું
જોઈએ, એ છે?
માનવ ઇતિહાસ પાર્થિવ બનાવેની એક
માત્ર નથી; એ તે અર્થપૂર્ણ પ્રવાહ છે,
સૂચક વિકાસ છે. બહારથી જ તેને નિહાળનારા
સાળા

જગત આવતી કાલનો દુરુ
સપાટી પરનાં લડાલડી ને યુદ્ધો, આર્થિક વ્યવસ્થા
અને રાજકીય વિશ્લે જોઈને તેમાં તણાઈ જાય
છે. પણ, તેમાં ઊંડે ઊતરીએ તે જણાય કે, આ
તે સાક્ષાત્ એક અદ્ભુત ખેલ છે; વિશ્વનો મહાન
હેતુ અને માનવને મર્યાદિત પુરુષાર્થ એ બે
વચ્ચેની રસાસ્ત્રી–ગજગ્રાહ છે.
ગજગ્રાહ છે. માનવ પ્રાણું
કદી અણઊક વિસંવાદ સહી જ નથી શકતું.
ત્યાં એ સંગીતિ – સુવ્યવસ્થા શેધવાનું જ કાંઈકે
ગડ બેસાડવા તે મથશે જ. આ કરવાની એની
પદ્ધતિનું લક્ષણ એ છે કે, તે કેમે ક્રમે આગળ
વધે છે. અમુક સમજ મૂળરૂપે લે છે અને તેને
પક્ષ તરીકે લઈને વધારે વ્યાપકતા તરફ આગળ
વધે છે. આમ કરતાં જ્યારે અમુક સમજ નવી
પરિસ્થિતિમાં બંધબેસતી નથી, ત્યારે તે એને
છેડી દઈએથી વિસ્તૃત સમજ તરફ વળે છે.
પ્રમાણે સંસ્કૃતિ-પ્રવાહ હમેશ વહેતો રહ્યો છે.
તેમાં અમુક સમયે અતિ ભારે પરિવર્તનવાળા
તરીકે તરી આવે છે. જેમ કે, યુરેપમાં ઈ. પૂ૦
છઠું સૈકું, પ્રાચીન યુગમાંથી મધ્યયુગને ઉદય, ને
તેમાંથી આજને યુગ. પરંતુ આ સમયે પણ આજે
વર્તતા યુગની સરખામણીમાં ઊતરતા છે. આજને
કેયડે અને એને અંગેની ચિંતા
તથા તેગ
આ

આજને વિકટ પ્રશ્ન
---
અવસ્થાનાં લક્ષણ જગવ્યાપી અને જીવનનાં અંગે-
અંગને આવરનારાં છે. આપણને જાણે એમ લાગે
છે કે, સંસ્કૃતિના એક યુગને અંત ભજવાઈ રહેવા
આવ્યું ન હોય !
જગતના ઈતિહાસમાં પહેલી જ વાર આપણ
તેના નિવાસીઓ એકસમૂહ બન્યા છીએ, તેના
એકેએક અંગની અસર અન્ય બધાં અંગોમાં પ્રસરે.
છે. વિજ્ઞાન અને તેના વિનિગની એવી ધારણા
નહોતી, છતાં તેમણે આ પ્રકારની એકતા સાધી છે.
રાજદ્વારી અને આર્થિક બનાવો દિવસે દિવસે એવા
બનતા જાય છે કે, જગત એક અવિભાજ્ય એકમ
છે એ રીતે એને વિચાર કરવાની આપણને ફરજ
પડે. ચલણ-પદ્ધતિઓ એકમેકમાં સાંકળાઈ છે.
વેપાર આંતરરાષ્ટ્રીય બન્યા છે અને સૌનાં
રાજદ્વારી સુખદુઃખે પરસ્પરાવલંબી બન્યાં છે. આમ
છતાં, “વસું છું”.
2. ની ભાવના, માનવમાત્ર
એક કુટુંબ છીએ એવું દર્શન, એ એક આકસ્મિક
ઝાંખીમાત્ર જેવું રહ્યું છે, એના સાક્ષાત્કાર માટે
એવી કશી તાલાવેલી નથી જણાતી. એ ભાવના
આપણો એક સર્વસાધારણ જીવંત આદર્શ નથી
બનીઃ આજે વ્યવહારમાં અતિ અગત્યની એ વસ્તુ
છે એવી સમજણ નથી જાગી. એટલે, આપણ સૌ
:

૬
જગતને આવતી કાલને પુષ્ય
જેમ જ,
વિશ્વબંધુજન છીએ અને તેના ધમે આપણે
સામાન્યપણે આચરવા જોઈએ, એવી પ્રવર્તક ભાવના
પણ નથી ઊઠતી. આવી એક્યભાવના યાંત્રિક રીતે,
રાજકીય ઘડભાંગ કરીને આણવાના યત્નો થયા
તે નિષ્ણાણ નીવડયા છે. કાયમી એવી કઈ પણ
એકતા આવી યુક્તિઓ કયે ન આવે:- ઓછામાં
ઓછું, એ એકલે જ માગે તે ન જ આવે.
વ્યક્તિની જેમ સમગ્ર માનવજાતનું
હિતાહિત તેના જીવનમાં પ્રવર્તક બળ પર, તેની
જીવનજ્યોતરૂપ આદર્શ પર, અને તેને ઘડનારા
કાયદાઓ ઉપર અવલંબે છે. માનવજીવનમાં
મન અને તનની પાર પ્રવર્તતી પણ એક ઉચ્ચ
ભૂમિકા છે, જ્યાં આત્મતિ ઝળહળે છે, જ્યાં
આગળ ધારાધોરણનાં સૂત્રોનો નહિ પણ આત્માને
આવિર્ભાવ થાય છે. જેમ કે, પ્લેટે જ્યાં એની
આખ્યાયિકાઓ ગૂંથે છે તેવી મભૂમિકા. એને
સ્વત્વનું હાર્દ આપણે મૂળ સ્વભાવ કહેવાય, જેને
લઈને આપણું તન અને મન સ્વરૂપ પામે છે
ઘડાય છે. આજે માનવીઓનાં હૃદયમાં રંગ અને
કેમ, રાષ્ટ્ર અને ધર્મનાં એકમેકમાં આખડતાં જ
લહરી રહ્યાં છે. તેને લઈને પરસ્પર દ્વેષ, વિરોધ,
ગેરસમજ ને કુકલ્પનાઓના બુટ્ટા ઊડ્યા કરે છે;
+

આજ વિકટ પ્ર
ક
અને તેથી માનવ-કુટુંબમાં ભાગલા પડી ગયા છે.
અને આજના માણસની સામાન્ય મનોવૃત્તિ સ્થિતિ-
ચુસ્ત છે. કાંઈ મોટું સાહસ ખેડવાને તેને અણગમે
છે. કેમ કે, નવું સાહસ ખેડવા જતાં આજનું
સ્થિર સુખ જતું કરવું પડે અને ભૂતકાળને અળગે
રાપગે ન પાલવે. આજની તંત્રવ્યવસ્થાની નીતિમત્તા
તૂટી ગઈ છે તેનાથી પણ એને બરાબર સાન નથી
આવતી. કેમ કે, આજની તંત્રબદ્ધતા એટલે શું ?
દેશ દેશના સંકુચિત અભિમાનવાળા લોકોની એક
ટેળી, કે જે પરસ્પર બીએ છે ને તેથી સામસામાં
ગળાં પકડતાં પાછી પડે છે અને તેથી કરીને તથા
આંતરરાષ્ટ્રીય કેટલાક કેડી મૂલા ઠરાવ ને કાંઈ ન
સાધતા કોલ-કરાને લઈને જ જે કાબૂમાં રહી છે.
પ્લેટે એના “રિપબિલક” ગ્રંથમાં પૂછે છે, “તમને
એમ લાગે છે કે રાજકારી બંધારણે પથ્થર ને
પાણુ કે ઝાડમાંથી ફૂટે છે, ને નહિ કે શહેરીઓના
સ્વભાવમાંથી ? . . . . . જેવાં માણસ તેવાં તેમનાં
રાજદ્વારી બંધારણે તેમના જ ચારિત્ર્યમાંથી તે
જન્મે છે.”? કેઈ પણ સમાજની પુનર્ઘટના તેનાં
માણસેનાં મન ને હૃદયનાં પરિવર્તન કરવાથી જ
૧. viii, ૫૪૪ જુઓ જૉવેટને અંગ્રેજી અનુવાદ.

જગતને આવતી કાલને પુરુષ
થઈ શકે. સમાજની આખી સિકલ જ ફેરવી
નાખવા આપણે તે બહુ બહુ ઈચ્છીએ; પરંતુ
આપણે આપણું ભૂતકાળમાં નંખાયેલાં મૂળિયાંને
ઉખેડીને તેમ ન કરી શકીએ. એટલે, આજ વર્તમાન
પર સામ્રાજ્ય જોગવતા વિચારોના ઊગમ શોધતા,
ડુંક ભૂતકાળમાં આપણે ડોકિયું કરી આવીએ,

૨ ગ્રીસમની ગળથુથી અર્વાચીન સંસ્કૃતિને ઘડનારાં ત્રણ બળ તે આ ૧. વિજ્ઞાન અને બુદ્ધિવાદ; ૨. હિક હિતરુણિને માનવધર્મ, ૩, સમ્રાટ રજિસત્તા. આ ત્રણે બળનો ઊગમ ગ્રીસમના પ્રાચીન- કાળમાં નિહાળી શકાય છે. - ૧ યુરેપમાં ભૌતિક વિજ્ઞાનને પા ગ્રીક લોકેએ નાં. ગ્રીક માનસની મહાકાંક્ષા જ એ હતી કે, બુદ્ધિને જે વસ્તુમાત્રને તપાસવી અને તારવવી, કસી જેવી ને સાબિત કરવી. જીવનનું એકે અંગ આ વ્યાપક સંશોધનમાંથી છૂટવા પામતું

જાતને આવતી કાલનો પુછ
પ્રશ્ન
નહિ. રાજસત્તા કે શાસ્ત્રના વિધિનિષેધો પણ તેમાં
આડ નહિ નાંખી શકતા. જીવનવ્યવસ્થા તર્કશુદ્ધ
કરવા મથવું, કયું જીવન માનવને માટે ચગ્ય છે એ
વિચાર, અને પ્રાથમિક માન્યતાઓના
ગોટાળાને તર્કશુદ્ધિ અને સુવ્યવસ્થાના સિદ્ધાંતના
નિષ પર ચડાવે,– આમ કરવામાં ગ્રીક લેક
પહેલપ્રથમ હતા. તર્કની કસોટીએ અણચડેલા
જીવન વિષે સેક્રેટીસે આપણને ચેતવ્યા છે; અને
એણે પિતાના જમાનાના અણતપાસાયેલા પિકારે
અને ઉડતા વિચારોની ઝીણવટથી છણણી કરી હતી.
એનો એ પાકે વિશ્વાસ હતો કે, સત્ય આચરવું અને
અણનમ ચાલવું એ માનવી સ્વભાવ છે; મનુષ્યસ્વભાવ
મૂળે સારે છે અને જ્ઞાનપ્રકાશ પડે તો અસત્યમાત્રનું
અંધારું ઊડી જાય; દુર્ગુણ–પાપ – તે એક ભૂલ,
સરતચૂક જ છે; આપણે સાધુતા શીખી શકીએ?
તે કેળવણીને વિષય બની શકે છે.
પ્લેટે કહે છે કે, સાર્વભૌમ કે વ્યાપક ચિંતન
કઈ પણ વ્યક્તિનો સ્વભાવ ઘડે છે, અને તેથી તેની
સત્યતા તે વ્યક્તિ કરતાં પણ વિશેષ છે. ફિલસૂફ
એટલે એવો માણસ કે જે ક્ષણિકના સામ્રાજ્યમાંથી
મુક્ત થવા મથે છે, અને કોઈ પણ અવ્યવસ્થા કે
દોષમાંથી મુક્ત તથા રેનિંદા અનુભવની વસ્તુ કે

*
.
ચીસની ગળથુથી
૧૬
વિગતેને રંગનાર એવી સત્યની સનાતન ભેમનું
ચિંતન કરે છે. અને આવી સનાતન ભોમ કે
ત્યાં મનુષ્ય, મતમતાંતર કે શસ્યાશક્યતાની દુવિધા
વગર, સ્થિરતાપૂર્વક વસી શકે, તે તે ચિંતનસૃષ્ટિ જ
છે. આ સત્યતાનું સ્પષ્ટમાં સ્પષ્ટ ઉદાહરણ જોઈએ
તે ગણિતના વ્યાપક સિદ્ધાંતો છે,
છે.
છતાં, ગ્રીક લોકે એ વીસરી શકયા નહોતા
કે, પિતાનું મુખ્ય કામ તે પ્રત્યક્ષ મનુષ્ય અને એના
સ્થલ સંસાર વ્યવહાર જોડે છે. એના સ્થલ શરીરને
પૂરેપૂરું ખીલવા દેવું જોઈએ; એની મનઃશક્તિને
પૂ છું વિકાસક્ષેત્ર મળવું જોઈએ, એના સત્ત્વની
એકેએક બાજુ એવી સંગત રૂપે ખીલવવી જોઈએ
જેથી એમાંની કેાઈ પણ એકલી બાકીની બધી
પર મેંમાર ન થઈ પડે, પણ બધી એકરાગ બની
વિકસે. સેલને આપેલી કહેવાતી, અને જેની સાથે
હિરડેટસ સંમત હતે એવી સુખની એક વ્યાખ્યા
છે કે, “તે માણસ (એટલે કે, સુખી) જાતે નર્યો
હાય, રોગનું નામ ન જાણે, આપત્તિથી મુક્ત હોય,
છોકરાં તરફથી સુખી હોય, અને જે ગમે તે
રૂપવાન હોય. બધા ઉપરાંત જે તે પિતાની
જિદગી સારી રીતે વિતાવે, તો, ખરેખર, જેની
આ

૧૨.
જગતને આવતી કાલનો પુરુષ
ધમાં તું છે તે માણસ –જેને સાચા અર્થમાં
સુખી કહેવાય તે માણસન્તે છે.” ધર્મ કે નીતિની
બાબતમાં ખાસ પ્રતિભા કે ઉદ્દેક ધરાવનાર તરીકે
ગ્રીકેની ખ્યાતિ નહોતી. શાશ્વતની શોધ માટે કશી
ખાસ તમન્ના કે અન્યાય સામે એ કઈ ખાસ
પુણ્યપ્રકેપ એમનામાં ક્યારેય પણ હતો એમ
આપણને નથી જોવા મળતું. તેમને મુખ્ય ધર્મ
ઍલિંપિયાના દેવતાઓની ઉપાસના એ હતું. આ
દેવેની કલ્પના માનવને મૂળ આધારે કરાઈ હતી.
ડાનિસસ, એફોડાઈટ, હમીઝ, આર્ટિમીસ – આ
દરેક જણ એકાદ માનવ-ગુણનું પ્રતીક છે. કેઈ
ધર્મ એના અનુયાયીઓ પર પરમ ગૂઢત્વની કેવી
છાપ પાડે છે એ જે એનો પ્રકાર તોલવાની નિર્ણાયક
વસ્તુ ગણીએ તે, એ કસોટીથી ગ્રીક લોકની
દેવકથાઓનાં પુરાણમાં ઉચ્ચ કોટિને ધર્મ નથી.
ધર્મ માનવ આચારમાં જે સંયમ શીખવે છે એની
સત્યતા વિષે “સોફિસ્ટ લેકે શંકા ઉઠાવતા. એમને
મન, બહુ બહુ તે તે એક માનવરૂઢિ માત્ર છે."
૧. સેફિસ્ટનો આ મત પ્રોટેરાસે નીચેના વાકયમાં
સ્પષ્ટ કહ્યો છે: “ઈશ્વર છે કે નથી કે એ કેવો છે એ મને
ખબર નથી. આ જાતની જ્ઞાનપ્રાપ્તિમાં ઘણાં વિઘો નડે છે.
જેમ કે, વિષયની અસ્પષ્ટતા ને બીજું ટૂંકું માનવજીવન.

થીમની ગળથુથી
૧૩
પરંતુ, ધાર્મિક માન્યતાઓ રાજકીય હેતુઓ
સાધવામાં કામમાં આવતી. દરેક શહેર માટે અમુક
કે તમુક દેવ ખાસ રક્ષક હોતે. ધાર્મિક તહેવારોમાં
ઝીક લેક જ ભાગ લઈ શકતા, બીજ નહિ.
પરંપરીણ માન્યતાઓ પર હુમલે કરવા માટે
સોક્રેટીસને જાન લીધો કે એનેસે રાસને દેશપાર
કર્યો, તે તે એટલા માટે કે દેશાભિમાનના રાષ્ટ્રધર્મ
સામે એ પાપકર્મ હતું. એ કાર્યમાં ધાર્મિક
બળાત્કાર કરતાં રાજકીય જુલમ વધારે હતો.
લોકોની ધર્મભાવના પર લાંબા વખત “સેફિસ્ટ”
લોકેએ કુઠારાઘાત ન કર્યા કે એપિક્યૂરસ,
જગતંત્રમાં દેને કાંઈ કરવાપણું નથી એમ કહેવા
છતાં, એમના અસ્તિત્વને સ્વીકારતો હતો; અથવા
તે, સ્ટેઈક લોકે, ભારેમાં ભારે કટ્ટર બુદ્ધિવાદી
હોવા છતાં, જૂની ધાર્મિક પ્રણાલીની શક્તિદાયિતા
આ વિસંવાદી લાગતા બધામાં કારણ
એ હતું કે, ધર્મની સામાજિક કિંમતની એમને
ખબર હતી.૧
વાપરતા :
૧. ગ્રીક જીવનદષ્ટિમાં ધર્મને મૂળે જ ગણ સ્થાન હતું,
એને દાખલો જે હોય તો એમની સાંપરાય વિષેની
માન્યતામાંથી મળી શકે છે. પ્લેટો પણ કેક કોક વાર
ભરણેત્તર જીવન વિષે સાશંક થતો હતો કે, એ તે અમરત્વ

૧૪
જગતને આવતી કાલને પુરુષ
પાઈથાગોરસ અને પ્લેટે, “ઓફિક” લોક અને.
નવલેટવાદીઓમાં ધર્મગૂઢત્વનું વલણ દેખાતું હતું,
એ વાત ખરી. પરંતુ, એ વલણ ઝીક સ્વભાવના
પ્રતિનિધિરૂપ હતું એમ કઈ રીતે નહોતું. પિંડાર ને
પિરિદિલસ, થિસિડિડાસ ને સોક્રેટીસ ગ્રીક પ્રતિભાના
ઉત્તમોત્તમ પ્રતિનિધિઓ છે. તેઓએ કળા અને
વિજ્ઞાનસૃષ્ટિમાં નજર દોડાડી, નાગરિક જીવન અને
તેના ધર્મો તથા મહેચ્છાઓ વિષે વિચાર કર્યા
આમ તેઓ મુખ્યત્વે એહિક માનવધર્મના વિચારો
હતા. ગૂઢવાદી ધર્મો માણસને દેવાંશી માની તેના
હશે કે નિઃસ્વમ નિશસ્થિતિ હશે. એરિસ્ટોટલ આ વિષ
સ્પષ્ટ નથી; કારણ કે, એ એમ સૂચવે છે કે, માણસના મરી
ગયા પછી એને પાપપુણ્ય રહેતાં નથી–એને અડતાં બંધ
થઈ જાય છે. ટેઈક કે વ્યક્તિનું અમરત્વ નહિ માનત;
જોકે સર્વસામાન્ય પ્રલયની ઘડી સુધી જીવાત્મા ટકી રહે
છે એમ કઈ વાર કહેતા. (ટૂંકમાં, ) ગ્રીક લોકો સાંપરાયની
કલ્પનાથી મનોરંજન કરતા, પણ તેનાથી તેમના જીવન પર
ભારે અસર નહિ થતી.
૧. “માને કે હેટ અને પિંડારમાં “ઝિમીનું કાંઈક
હતું, કે પાઈથાગોરાસે અંક વિષે વિચિત્ર કલ્પનાઓ બાંધેલી,
કે એસ્ટાઈલસને ગૂઢવાદનો કાંઈક સંપર્ક હતો, યા યુરિપિડીઝમાં
ગૂઢવાદ અને માનસચિવ્યા હતાં – તે પણ ગ્રીક પ્રતિભાની
ખાસિયતના અભ્યાસીને આ એમની ખાસ વિશેષતાઓને

ચીમની ગળથુથી
દેવત્વનાં દર્શન સાધવા તાકતા હતા. પણ,
નમૂનારૂપે એક ગ્રીકનું વલણ તમે જુઓ તે તેને
એવી કશી પરવા નહોતી. પિંડાર લખે છે, “બે જ
વસ્તુઓ છે કે જેને લીધે સમૃદ્ધિનાં સુંદર લે ,
મણે જીવન પુરબહાર ખીલે છે અને તેની
સંપૂર્ણ
મધુરતા
પ્રગટાવે છે : જીવનમાં
બરાબર ફાવવું
જોઈએ અને તેથી કરીને
સારી નામના
મળવી જોઈએ. દેવ બનવાનું
નહિ તાતા. કેમ કે, પિલાં બે માનવંતાં ફલેમાંથી
તું કાંઈ હિ પામે, તે જાણે કે તું સંપૂર્ણ
પામ્યો છે. મરણધમ માણસની વસ્તુઓ મર્યત્વને
જ વધારેમાં વધારે બંધબેસતી હોય છે.” લેટેનાં
લખાણમાં કેટલાક ભાગો એવા છે કે ત્યાં તે
આપણને કહે છે કે, મનુષ્યને સ્વભાવ પાપમૂલ છે,
તેનાથી સંભાળીને ચાલજો; અને આપણને અનુરોધ
કરે છે કે, અદશ્ય એવા પર–લેકની દૃષ્ટિએ
જીવન વહાવ. પણ આ લખાણમાં લેટે જેને
અવગણીને ચાલવાને હક છે,–જે એને એમ લાગે કે તપાસી
જોતાં શ્રી જીવનનું મુખ્ય લક્ષણ છે અને આ મળે છે અને
તેની જોડે પિલું બધું બંધબેસતું નથી તો.” (લિવિંગસ્ટનના
'The Greek Genius and its Meaning to us'
પુરત માંથી)

જગત આવતી કાલને પુરુષ ખાસ ગ્રીક પ્રતિભા કહેવાય, તે વ્યક્ત કરતાં નથી.૧ S ૩ શીક માનસમાં જે આધ્યાત્મિક ઊણપ હતી તેની ભરપાઈ તેમની પુરરાજસત્તા પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠાથી થતી હતી. ગ્રીક સમાજરચનામાં પુર તેને ઘટક-એકમ હતું અને તે પુરવાસીઓની ભક્તિ ને નિષ્ઠાનું અધિકારી હતું. બીજા પુરના નેતૃત્વને સાંખવા કેઈ ગ્રીક પુર ખુશી નહોતું. પિરિલિસના કબર 31990 (Funeral oration) Hi એવી ઘોષણા કરેલી છે કે, રાજસેવા એ સર્વોત્તમ ધર્મ છે. દરેક ગ્રીક શહેર પોતપોતાની સર્વશ્રેષ્ઠતાનું ૧. રેડ એના પુસ્તકમાં કહે છે કે, પ્લેટવાદ ગ્રીસમાં એક અલાયદો પોતે જ કુણગો હતો. સર રીચર્ડ લિંવિગ- સ્ટન લખે છે, “પ્લે ગ્રીકામાં પણ ખરો ગ્રીક હતો, છતાં એના વિચારમાં જે વસ્તુ ખાસ એની જ તરીકે નિરાળી પડે છે, તેની અંદર એ ગ્રીક પ્રવાહથી ઊલટો જ જનાર છે.” ૨. ગ્રેટ લખે છે, “રાજદ્વારી સત્તાધીશતાની બાબતમાં પૂરેપૂરું અનૈશ્ય એ એમને વહાલામાં વહાલા સિદ્ધાંત હતો. જે એકમાત્ર સર્વસત્તાધીશતાને શ્રીકનાં માન કે મળતાં તે મેળવું હોય તો તે તેના પિતાના પુરની દીવાલેમાંથી ભળે.” મમતા શ્રી રામની ગળથુથી અભિમાની હતું. એટલે બન્યું એવું કે, સમસ્ત ગ્રીક જગતના એણ્યની વ્યાપક ભાવના અને તે પ્રત્યે વફાદારી કેળવવાનું ગ્રીક લેકે ચૂયા. તેઓ એક સમવાય સંગઠી શક્યા નહિ; અને તેથી એક સાથે કાર્ય ન કરી શક્યા, પરંતુ પરસ્પર વિરોધી એવાં વસત્તાક પુરાએ પિતાનું આયુષ માંહોમાંહે લડી લડીને જ ખપાવ્યું. અને એમ, છીક સંસ્કૃતિએ દેશાભિમાન-ધર્મના પિતાના ભૂલ- ભરેલા પ્રખ્યાલને વળગી રહીને, આત્મઘાત કર્યો ગ્રીસે સુરેપને શુદ્ધ જ્ઞાને પાસનાને વારસે આપ્યોર તેની સાથે આ નિષેધાત્મક બોધનો પણ વાર આપ્યો કે, દેશાભિમાન એ સર્વશ્રેષ્ઠ ગુણ છે એ નહિ નભી શકનારી વાત છે. ગ્રીસ વચ્ચે રમ ચડતી પર આવ્યું. કેટલોક વખત તેનું જોર ટક્યું. પરંતુ તેના ભિન્ન ભિન્ન --- ૧. “રાષ્ટદેવની આ ઉપાસના ગ્રીક જગતને વળગેલી એક રોગ –બલા હતી, જેનું ભાથું તે નાશ પામ્યું.” છે. ટોયલ્મી ભાણસ અને પશુ વચ્ચે અને ગ્રીક પ્રજા અને જંગલી અર્બર વચ્ચે જે ભેદ છે તે આ કે, પહેલો વર્ગ વિચારશક્તિ મેળવી શકે છે અને તેને શબ્દબદ્ધ કરી શકે છે.” આઈસોક્રેટસ છે. - - - છે.

જગતને આવતી કાલને પુરુષ પ્રાંતને એક સાથે ગાંઠી શકે એવી આધ્યાત્મિક અય- ભાવના એનામાં નહોતી. દરેક પ્રાંતને પોતપોતાના ધાર્મિક રીતરિવાજો અને વિધિપ્રણાલીઓ હતાં, અને દરેક પ્રાંત પિતપોતાના પડોશીનાં તે બધાને ધિક્કારતે. એટલે રોમ માટે કોટીનો સમય આવ્યો ત્યારે આ પ્રાંતીયતાનો અલગભાવ ફાવ્યો અને રામ ગબડ્યું. અને જૂની પ્રણાલી તૂટી પડી તેટલામાં તો ખ્રિસ્તી ધર્મને ન સંસ્કાર-પ્રવાહ યુરોપમાં વહેવા લાગી ગર્યો હતો.

હ
અધ્યયુગની મહત્તા
મધ્યયુગીન સંસ્કૃતિ પિતાની સર્વોચ્ચ અને
સુંદરતમ કેટિએ ૧૨ મા અને ૧૩ મા સિકામાં
પહોંચી. તેની એ ખિલવણીની જીવંત પ્રેરણા તેને
ચહૂદી-ખ્રિસ્તી જીવનદ્રષ્ટિમાંથી મળી હતી. કેટલાક
ગ્રીક સંસ્કૃતિના અભિમાનીઓ એવું સૂચવવા
તરફના વલણના છે કે, માનવ પ્રગતિમાં આ યુગ
એક કમનસીબ આડ–ફાટે છે. એમ કહેવાય છે
કે, ટેઈક, લેકની મૂળ બુદ્ધિવાદિતા અને
(Cosmopolitanism) વર્ણાવણ વગરની દૃષ્ટિને
યુરોપીય માનસ પર બરાબરૂ જમવા દેવામાં
આવ્યાં હોત, જે માર્કસ ઓરેલિયને ખ્રિસ્તી
ધર્મને જડમૂળથી નાબૂદ કરી દીધો હોત, તો
આજ યુરોપ જુદી જ જાતનું હાતઃ તે વધારે
:

જગતને અાજતી કાલને પુરુષ
દયામ, વધારે શક્તિપ્રિય હોત, અને રાષ્ટ્રીય
તથા પ્રજાકીય વિગ્રહોમાં આમ ન રાચતું હોત.
પણ આવા કપનાના ઘેડા નિરર્થક છે, કેમ કે
ઇતિહાસે તેથી અલગ દિશા લીધી છે. સ્પષ્ટતઃ,
કુદરતે કાંઈક બીજું ધાર્યું હતું.
રામ બીજી પ્રજાઓનાં યુદ્ધોમાં જીતતું ગયું
તેથી તે એમની જોડે સંસર્ગમાં આવ્યું અને
પિતાની આધ્યાત્મિક ઊણપ કરીને, પરધર્મોની
અસર તેના પર વ્યાપવાનાં દ્વાર ખુલ્લાં હતાં એટલે,
કેટલોક સમય ખેંચાખેંચીને ગયા પછી, ખ્રિસ્તી
ધર્મ તેમાં છે. જેમ જટીનિયને એથેન્સની
શાળાઓનાં દ્વાર બંધ કર્યા તેના અર્થ પ્રાચીન
જગતનો અંત આવ્યો એમ
કહેવાયું, તેમ
કોન્સ્ટન્ટાઈનનું ધર્માન્તર એ ખ્રિસ્તી ધર્મની જીતને
જાહેર એકરાર હતો. ખ્રિસ્તી ધર્મ એક તરફથી
યહૂદી ધર્મની સાક્ષાત્ ઈશ્વરની માન્યતા અને
પરમાર્થભાવના સંઘર્ચા, તો બીજી તરફથી તેણે
ગ્રીક વિચારરસૃષ્ટિ અને રેમની રૂઢિપરંપરામાંથી
પણ ઘણું અપનાવ્યું.
૧
યુરોપીય વિચારસૃષ્ટિમાં ખ્રિસ્તી ધર્મે બે મુખ્ય
વસ્તુઓ ઉમેરી : (૧) માત્ર બુદ્ધિ પૂરતી નથી એ

અદયયુગની મહત્તા
વસ્તુ પર ભાર મૂ, અને (૨) ઇતિહાસ-પ્રવાહનું
મહત્વ બતાવ્યું. યહૂદી તથા ખ્રિસ્તી બેઉ ધર્મનો
પાયે ઈશ્વરે પ્રગટાવેલી વાણીની માન્યતા પર છે.
ભારેમાં ભારે આધ્યાત્મિક ગ્રીક વિચારકને મન,
ઈશ્વર એટલે શિવ-તત્વ, આદિશક્તિ, વિશ્વના
કાયદો, બુદ્ધિતત્વ કે શબ્દબ્રા. યહૂદી તથા
ખ્રિસ્તીને મન ઈશ્વર એટલે પુરુત્તમ, જે પિતાની
છા એના ચતુઓ અથવા પેગંબરો દ્વારા પ્રગટ
આ ઉપરાંત વધુમાં ખ્રિસ્તી એમ માને
છે કે, ઈશ્વરે મનુષ્યરૂપે અવતરી દુનિયામાં માનવ
જીવન ગાળ્યું.
આ ઉપરાંત, મેટામાં મેટા ગ્રીક વિચારકોને
એ ખ્યાલ નહોતું કે, ઇતિહાસ એ એક ઉદ્દેશ પૂર્ણ
પ્રક્રિયા છે, તેના પ્રવાહને દિશા છે અને પહેચવાનું
લક્ષ્ય છે. તેઓ એને એક ચટ્ટીય ગતિ જ માનતા.
પણ યહૂદીઓને ઐતિહાસિક લક્ષ્ય અને નિષ્પત્તિમાં
શ્રદ્ધા હતી. તેમનું માનસ એક એવી તીવ્ર શ્રદ્ધા
અને આશા ઉપર નિર્ભર રહેતું હતું કે, કેઈક
મહાન બનાવ બનશે, જે આ ઐતિહાસિક પ્રશ્નનો
આખરી ફેંસલ કરશે. આવી અવતારવાદની કલ્પના
ચહૂદીઓના ઈતિહાસની એક પ્રધાન નિર્ણાયક વસ્તુ
છે, અને તે ખ્રિસ્તી ધર્મમાં પણ આવી હતી.

૨૨
જગતને આવતી કાલને પુરુષ
એટલે ખ્રિસ્તી દૃષ્ટિમાં ગ્રીક તેમ જ યહૂદી બેઉ
લોકની ઈતિહાસ વિષેની કલ્પનાઓનું સંમિશ્રણ
થયું છે.
:
સંત ઑગસ્ટાઈન શ્રી રામના અને ખ્રિસ્તી
ધર્મના જમાનાની સંધિ વખતે થયા. એમનાં
લખાણોમાં તમને આ બે ઐતિહાસિક કલ્પનાઓ
વચ્ચેનો વિગ્રહકાળ જોવા મળે. એમણે પિતાની
આખે એક મહાન પ્રલયવત્ ઘટના–રોમને નાશ
અને અંત આવેલાં જોયાં: જગતે કદી નહિ જોયેલું
એવું ભારે ધ્રુવતમ લાગતું તે તંત્ર ઊખડી જતું
તેમણે જોયું. ત્યારે તેમણે સર્વાતીત એવા ઈશ્વરી
સત્ય તરફ આંગળી ચીંધી; જીવનની ચડતી પડતી
અને પરિવર્તનશીલતાથી પર એવું સનાતન સત્ત્વ
બતાવ્યું. એમના આત્મનિવેદન (Confessions)
આ મધ્યવર્તી સૂર છે. ઈશ્વર-તત્ત્વ આત્યંતિક અને
ઈતિહાસથી પર છે, એ વસ્તુને યહૂદી લોકની દૃઢ
ઇતિહાસદૃષ્ટિ સાથે કે ખ્રિસ્તીઓના અવતારવાદ સાથે
મેળ ખવડાવવું એ અઘરે કોયડે છે. મધ્યયુગની
પ્રખર બુદ્ધિશક્તિ આ કેયડાના ઉકેલ પાછળ અને
પિતાના ધર્મના બીજા સિદ્ધાંતોની શ્રદ્ધાજનક અર્થો
બેસાડવા પાછળ લાગી હતી. ટોમસ ઍવિનાનાં
ધાર્મિક લખાણો જોઈએ તો તેમાં આપણને

મધ્યયુગની મહત્તા
એરિસ્ટોટલના શુષ્ક તર્કશાસ્ત્રને આધારે, ખ્રિસ્તી
ધર્મતની યુક્તિબદ્ધ રચના કરવાનો માનનીય
પ્રયત્ન જોવા મળે છે. પરંતુ, આવા બધા મોટા
પ્રયત્નો થયા છતાં, એ કેયડે હજી પણ અણુક
૧
- -
- - -
- -
-
૧. રશિયાના મહાન ધર્મતત્ત્વજ્ઞ (Theologian)
નિકોલસ બર્ડિચેવે આ મુશ્કેલીને આમ વર્ણવી છે?
ખ્રિસ્તી ધર્મસંપ્રદાયના સિદ્ધાંત અને તેની ચાલુ
ફિલસૂફી પ્રમાણે, દિવ્ય જીવનના સુક્ષ્મ ડાણમાં વિકાસગતિ
હોઈ શકે કે તેમાં અતિહાસિક પ્રક્રિયા હાઈ શકે એ વસ્તુ,
ખ્રિસ્તી ધર્મ માનસ સાથે અસંગત હોય એમ લાગશે. અને,
ખરેખર, સારી પેઠે પ્રચલિત એ એક ખ્રિસ્તી સિદ્ધાંત છે
કે, ધરતત્વ પર વિકાસગતિને કે કરુણાન્ત નિયતિને
સિદ્ધાંત અસર કરી શકે એ માન્યતા ખોટી છે. પરંતુ,
અને પાકી ખાતરી છે કે, ઈશ્વર અને આત્યંતિક સત્યની
અચલતા અને ગતિરહિતતા વિષેનો ખ્રિસ્તી સિદ્ધાંત, તથા તે
અચલ તત્વથી તત્ત્વતઃ ભિન્ન એવું જે આ સાપેક્ષ ને
સર્જક જગત તેમાં જ માત્ર અસરકારક પેલે ઐતિહાસિક
પ્રગતિનો ખ્રિસ્તી સિદ્ધાંત –આ એક માત્ર લૌકિક, બાહ્ય
ને પરચેટિયા જ માન્યતા છે. અને ઈશ્વર વિના
સિદ્ધાંતમાં અનુશ્રુત રહેલું જે અતિ ઊંડું ને ગૂઢ મંત્ર–
રહસ્ય છે તે એ માન્યતાની ધ્યાન બહાર રહેલું છે.”
:

૨૪
જગતને આવતી કાલને પુરુષ
મધ્યયુગે વિચારેની જે ઇમારત ખડી કરી તે
એવી તે પૂર્ણ હતી કે, તેમાં કાંઈ અજાણ હકીકતે
રહી જાય કે વિચારને પક્ષાઘાત લાગે, એવા કશાને
સ્થાન જ રહ્યું નહોતું.
2
જ્યારે પુણ્યાચારનું પાલન, તે કરવું સ્વતઃ
ઈષ્ટ છે એમ સમજીને નહિ, પણ ઈશ્વર એમ ઈચ્છે
છે એવી સમજથી કરવામાં આવે છે, ત્યારે તે એવા
ઉદ્રક અને આગ્રહથી કરાય છે કે, કેટલીક વાર તે
આગ્રહ અને ઉદ્દેકમાં ખુદાઈ નથી રહેતી. ઈશ્વરની
શી ઈચ્છા છે એ જાણું એટલે એ આગળ
ધપાવવાનું આપણને મન થઈ જાય છે, ને પછી
કેઈ તે ન માને એ આપણને અસહ્ય લાગે છે.
“ઈશ્વરવા જ નીકળી, પછી વળી બીજો કેણ
પેગંબર થઈ શકે ??? આવી માન્યતાથી નીતિના
આવેશમાં જે એકસાઈ, શ્રદ્ધાજનકતા, અને અમલ
કરવાની ઉતાવળ આવે છે, તે બધું શુદ્ધ તર્કશક્તિ
તે કદી ન નિપજાવી શકે. પણ, તેની જ સાથે,
એ માન્યતા એ પણ કરે છે કે, પછીથી પરિવર્તન
કે પ્રગતિમાત્રનાં તે બારણાં બંધ કરી દે છે.
એક જ ધર્મ સાચે હોઈ શકે એ અસત્યની
પહેલપ્રથમ શેધ ચહૂદીઓએ કરી. પરંતુ, પિતાને

અધ્યયુગની ચહેરા માટે તેઓએ માન્યું કે, અમે ઈશ્વરની ૮ વાલી પ્રજા છીએ, એટલે આખી દુનિયાને પિતાનામાં આણવાનું ધર્મઝનૂન એમને ન ચડ્યું. ખ્રિસ્તી ધર્મને યહૂદીઓએ બે વસ્તુ આપી : (૧) નીતિ માટે આગ્રહ, (૨) મેટાઈને ખ્યાલ. ગ્રીક લોકેએ એની અસ્પણ ઝંખનાઓ અને આત્માની વૃઢતાને તબદ્ધ રૂપ આપ્યું – એમને સિદ્ધાંતના ચોકઠામાં ગોઠવી આપી. અને વ્યવહારદક્ષ તથા સંગઠનપ્રિય રિમન લોકે ધર્મને તન્નબદ્ધ કરવામાં તેને મદદ કરી; અને આખા જગતના સામ્રાજ્યની એમની ઈરછાએ જીસસ ક્રાઈસ્ટની સરળ ધર્મશ્રદ્ધાને એક જાર ધર્માતર કરનારું ધર્મતત્વ બનાવી મૂક્યું. કૅઅંટાઈનના સમય પછી, ધર્મગુરુઓ અને રાજ- સત્તાધારીઓ ધર્મની માન્યતાનાં બીજાં રૂપ પ્રત્યે વ્યવસ્થિત અસહિષ્ણુતા બતાવતા થયા અને તે - બાઈબલના આ વાક્યના ઓઠા હેઠળ કે, “જે મારી સાથે નથી તે મારી સામે છે, અને જે મારી સાથે (ધર્મ-) સંગ્રહમાં નથી તે (ધર્મ-) ફેડણીમાં છે.” અને આ સ્થિતિમાં આ વિચાર ઉમે કે, ઈશ્વરી જ તે ઐહિક– આ જગતનું નહિ અને ઓગસ્ટાઈને પાડી બતાવેલો બે શહેરને ભેદ, એટલે દુનિયા એક ક્ષણિક ખેલ ગણાય, સૌંદર્ય જગતને આવતી કાલને પુરુષ ફસામાં ખપે, અને આનંદ આકર્ષક પ્રલોભન લેખાય. સર્વોચ્ચ ગુણ એટલે ઇદ્રિયનિગ્રહ અને દેહદમન. કોઈ મારે શરણે આવે ને પિતાનાં માબાપ, પુત્રપરિવાર, ભાઈભાંડુ ને સગાંસોંદરને ન છાંડે, અરે પિતાને જીવનલભ પણ ન નિંદે, તો તે મારે શિષ્ય ન થઈ શકે.” આ મહાભિનિષ્કમણની છાયામાં સામાજિક પ્રેરણાઓ સુકાઈ ગઈ અને બૌદ્ધિક. જિજ્ઞાસા મંદ પડી. ૩ રાજસત્તા એ ઈશ્વરી બનાવટ છે એ સિદ્ધાંતને, જીસસને, તેના ફિરસ્તાઓનો ને આદિ ખ્રિસ્તી ધર્મ- તંત્રને ટેકે હતો. “સીઝર પ્રત્યેનું ઋણ તેને અદા કરો.” “જે રાજસત્તા હોય તે ઈશ્વરની મરજીથી છે.” રાજાઓ અને અન્ય સત્તાવાળાઓને માટે પ્રાર્થના કરવી એ ખ્રિસ્તીઓની એક પ્રાથમિક ફરજ હતી. આમ, સરકાર સર્વસમર્થ છે, એ વસ્તુને ધર્મને ટેકો મળે. રોમન લોકોના દિગ્વિજયથી યુરેપના મોટા ભાગમાં સ્થપાઈ અને કાયદાઓ અને ભાષાઓની ખાસિયતવાળી એક વિલક્ષણ સંસ્કૃતિ જન્મી. અનેક યુપીય દેશના કાયદા જુઓ તે, રોમન કાયદે આજ પણ એમના પાયારૂપ છે. એકતા

અદચયુગની હત્તા
૨૯:
સામ્રાજય
કે
પાંચમા સૈકાના અંત પહેલાં પશ્ચિમ યુરોપનું મન
ઉત્તર યુરોપનાં વિજયી આક્રમણથી
ગબડી ગયું હતું, અને રેમની પ્રાચીન નામના અને
સત્તાના લિસોટા હજી કેટંટિનોપલમાં રહ્યા હતા,
છતાં યુરેપની પહેલાંની રાજદ્વારી એકતા તો તે
વખતે નામશેષ જ થઈ ગઈ હતી. પરંતુ, સાંસ્કૃતિક
એકતાનો ખ્યાલ કાંઈક
કાંઈક અંશે પવિત્ર મન
સામ્રા’ સાચવી રાખ્યો હતો. મધ્યયુગમાં
મહામહે સારી પેઠે લડવેડ ચાલતી અને સ્થાનિક
ઠાકર-ઠકરાતી અરાજક પણ હતું, તે પણ
એના ઉત્તમોત્તમ પ્રતિનિધિરૂપ એવા શાર્લમેન ને
ઓટ્ટો, બાબાસા અને હિડેબ્રાન્ડ, એડિવના અને
ડેન્ટ એક ધર્મસંસ્થા અને એક સામ્રાજ્યસત્તામાં
માનનારા હતા. ઈ. સ. ૧૪૫૩માં તુર્ક લેકે
કેટંટિનેપલ કબજે કર્યું તેની સાથે પૂર્વમાં
રહ્યાહ્યા રોમન સામ્રાજ્યને પણ અંત આવ્યો,
અને નવા યુગની નોબત વાગવી શરૂ થઈ
જમાબાજૂ પર, ખ્રિસ્તી ધર્મે યુરોપને સૂક્ષ્મ
અદેશ્યની સત્યતાની પાકી ખાતરી બક્ષી.
ખાતરીમાં માનવસાફલ્યની ચાવી અને સદાચારની
જડ રહેલી છે. એટલે, એ વસ્તુએ બુદ્ધિ અને
કલા- પ્રધાન
અખ્રિસ્તી લેકેને પણ તેમના
આ

જગતને આવતી કાલને પુરુષ
ઈન્ડિયારામ, સ્વરત અને સ્વપર્યાપ્ત છીછરા જીવનમાંથી
ઉગાર્યા. પણ ઉધાર પાસે ખ્રિસ્તી ધર્મે એ કર્યું કે,
તેણે યુરેપને ધર્મઝનૂન ને મૂઢાગ્રહ વળગાડ્યાં,
જેને લઈને સ્વતંત્ર બૌદ્ધિક સંશોધન-શક્તિ
ડિંગળાઈ ગઈ અને સંકુચિતતા તથા અપ્રગતિશીલતા
જમ્યાં. પરંતુ, જે પ્રજાની શારીરિક ને માનસિક
શક્તિ ખતમ થઈ નથી હોતી, તે આવી સ્થિતિમાં
સંતુષ્ટ રહી શકતી નથી. એટલે, સ્વતંત્ર જીવનનાં
તો પાછાં ધીમે ધીમે પિતાનું માથું ઊંચું કરવા
લાગ્યાં. જોકે મધ્યયુગીન જીવન પુરાણ યુગના
વણકામાં જ ઊછર્યું હતું અને તેના આત્માના
કરતાં તેના સ્થલ રૂપ સાથે તે વધારે પંચાતમાં
પડ્યું હતું, છતાં ધીમે ધીમે મનઃશક્તિ અંદરથી
પાકતી ગઈ તેની સાથે, જૂના ગ્રીક લોકની સરળ
ને સ્વાભાવિક વિચારણા, ખ્યાલની એકસાઈ, અને
પ્રગશીલતા એ બધાએ પાછું લેકનું ધ્યાન
ખેંચ્યું: શુષ્ક પંડિતાઈને આવી ગયેલા યુગે જ
પાછો બુદ્ધિયુગના પુનર્જીવનને માર્ગ મોકળે કર્યો.
પ્રખર બુદ્ધિશક્તિવાળા માણસને ઊંડાણમાં પ્રતીતિ
થઈ હતી કે, દૈવી અને માનુષી ક્ષેત્રે પરસ્પર
સંબંધ ધરાવનારું છે. ડેન્ટે આપણને જણાવે છે
કે, ઈશ્વરે માણસ આગળ બે વાત મૂકી છેપિતાની
:

મધ્યયુગની મહત્તા
સર્ગિક શક્તિઓ વાપરીને આ જીવનને ધન્ય કરવું;
અને ઈશ્વરનાં દર્શન મેળવીને શાશ્વત જીવનસિદ્ધિની
ધન્યતા મેળવવી. પારલૌકિક ધર્મ અને એહિક
માનવધર્મ સામસામાં વિરોધી નથી. બેઉને
પિતપોતાની ખાસિયત અને ખૂબીઓ છે, અને તે
બેઉને અન્ય જરૂરી છે. આ સમજણમાંથી
એવી માન્યતા જામવાનો માર્ગ તૈયાર થયેલ કે,
મનુષ્ય અને માનવસમાજને પૂર્ણત્વ તરફ લઈ જઈ
શકાય. આ જ માન્યતાને આગળ ઉપર એક સિદ્ધાંત
તરીકેનું ઉચ્ચ પદ અપાયું.

૪
પુનરુત્થાનનો પ્રવાહ
પુનરુત્થાનના મહાન યુગનું લક્ષણ, “જૂનું લય
પામ્યું ને નવું જપું” એ છે. મધ્યયુગમાં
કેળવાયેલી ધર્મદષ્ટિને પરિણામે નીપજેલી, ત્યારના
આખા જીવનની જીવંત એકતા આ નવા યુગમાં
નાશ પામી (આ સારા કે ખોટા સારું થયું એ
વિચાર અલગ છે.); અને તેને સ્થાને કોપનિકસ
અને કેલંબસ, ભૂથર અને કાતિવન, ગેલીલિયો
અને ડેકાર્ટ, મેકિયાવેલી ને આઠમો હેરી–એ
લોકની નવી દુનિયા જન્મી. યુરોપનાં છેલ્લાં ૪
સૈકાને ઇતિહાસ જુએ છે, ત્યાં એકસાથે રાજકીય
સ્વાતંત્ર્ય, આર્થિક આબાદી, બૌદ્ધિક પ્રગતિ, અને
સમાજસુધારે થયાં છે. પરંતુ તેની જ સાથે,
-ત્યાંનાં પરંપરીણ ધમ, નીતિ અને સમાજની

પુનરુત્થાનને પ્રવાહ
વ્યવસ્થામાં મંદ અને અચૂક સડે પણ પેઠે છે.
એટલે, એક અર્થમાં પ્રગતિ થઈ છે, તો બીજી
રીતે પરાગતિ પિઠી છે, અને તેનું લક્ષણ એ કે,
મૂલભૂત ગણાય એવા જીવનસિદ્ધાંતો આજ ફગાવી
દેવાયા છે. ગ્રીસની સંસ્કૃતિના ત્રણ આદર્શે –
બુદ્ધિવાદી ફિલસૂફી, માનવધર્મ નીતિશાસ્ત્ર અને
રાષ્ટ્રીય રાજકારણ – એ ત્રણના પાયા પર આજ
એક નવીન સંસ્કૃતિની ઈમારત રચાઈ રહી છે.
૧
પુનરુત્થાન-યુગમાં યુરોપ અને ગ્રીક લેકની
સ્વતંત્ર જિજ્ઞાસાવૃત્તિ – કોઈ પણ શાસ્ત્રના મૂળ
સિદ્ધાંત શેધવાની ઉત્સુકતા, તથા રોમન લોકની
"વિશાળ વ્યવહારદક્ષતા અને સમાજહિતની દષ્ટિએ
જીવનવ્યવસ્થા કરવાની સમજ –આ વસ્તુઓ પુનઃ
પ્રાપ્ત થઈ અને એની પાછળ યુરેપ ભારે લગની તથા
આવેશ સાથે સંડ્યું; એવાં ભારે કે તેમને લગભગ
ધર્મઝનૂન પણ કહી શકે. અને આ વસ્તુઓની
તાલીમ તેને મધ્યયુગના લાંબા કાળ દરમ્યાનની
ધર્મ તંત્રની શિસ્ત અને સંચમે ખરેખર આપી જ
હતી.
આ નવી હિલચાલને ઉદ્દેશ માનવ આત્માને
પૂરેપૂરે તેને સ્વતંત્ર સ્થાને પાછો બેસાડવાનો હતો.

જગતને આવતી કાલને પુરુષ
અને તેના આશરા નીચે વિજ્ઞાને પિતાની સ્વતંત્ર
કામગીરી શરૂ કરી. કેપનિકસે નવું જ ખગોળ નિર્યું
અને જગત–વિચરનારાઓએ નવી જ દુનિયા દેખાડી.
વિજ્ઞાનની અને તેના વિનિયોગની શોધોથી જગત
આખું સંકળાઈને એક ભોમ જેવું બની ગયું, અને
ધીમે ધીમે અર્વાચીન ઈતિહાસ એટલે આખા
જગતનો ઇતિહાસ, એ કક્ષા એને મળી.
ફિલસૂફીના વિચારોનું સ્વરૂપ વિજ્ઞાનની ઢબે
અને ધાકથી ઘડાતું થયું. ગ્રીસ અને રેમની
વિચારપદ્ધતિની પુનઃસ્થાપના ડેકાર્ટથી શરૂ થઈ
બુદ્ધિમાં જે નહિ પેસે તે બધાને એ અમાન્ય
કરનાર છે. મતમતાંતરની ભરમાર અને સ્વચ્છેદિતાના
અરાજકને મટાડવા તે શાસ્ત્રશુદ્ધ વિચારપદ્ધતિ
અખત્યાર કરે છે. એટલે, સત્ય એ જ હાઈ
શકે કે જે સાફ ને સ્પષ્ટ રીતે સ્વીકારી શકાય એવું
હાયઃ જે કાંઈ અસ્પષ્ટ અને ગૂઢ છે તે સત્ય નથી.
બધા જ માણસના વિચારમાં જે સરખી રીતે બેસી
શકે એવું હોય તેમાં જ સત્યતા હોઈ શકે; એટલે
કે, જે વસ્તુની સાર્વભૌમ પ્રતીતિ પડતી હોય તેમાં
સત્ય છે એમ કહેવાય. આ પ્રકારના સત્યને આદર્શ
હોય તે ગણિતશાસ્ત્ર એનો ઉત્તમ દૃષ્ટાંત છે. કાન્ટની
પેકે, સ્પિનેઝાને ઉદ્દેશ બિલકુલ શાસ્ત્રશુદ્ધ તત્વદર્શન

પુનરુસ્થાન પ્રવાહ
રસ
રડવાને હ; એટલે એણે પિતાના વિચારોને
ભૂમિતિના સિદ્ધાંતોની શૈલીમાં મૂક્યા છે. એને
મન, તત્ત્વદંન એક ચેકસ શાસ્ત્ર હોવું જોઈએ,
નહિ કે નિરંકુશ કે ગમે તેવું અધ્ધરિયું.
એના નીતિશાસ્ત્ર માં એક જગાએ પિઝા
કહે છે, “ગણિતશાસ્ત્ર અમુક નિગમને ગૃહીત લઈ
બેઠેલી વિદ્યા નથી, પણ તે તે આકૃતિના ગુણધર્મો
અને સ્વરૂપથી કામ લે છે. એટલે, એણે મનુષ્યને
સત્યની પારખનું એક ધારણ બતાવ્યું છે. એ જે
તેણે ન બતાવ્યું હોત તો મનુષ્યજાત માટે સત્ય
તે સદાકાળ સંતાયેલું જ રહેત.” એટલે, ઈશ્વર,
સમજશકિત અને માનવ વાસનાઓ જાણે ત્રિકેણે
ને વતું હોય એમ ગણી એ ચાલે છે. એ
લેખામાં કુદરત એક મહાન શાંત યંત્ર જેવું બની
જાય છે, કે જેને માનવી મૂલ્યાંકનની કાંઈ પડી નથી.
એવી કુદરતનું તમે ઈશ્વર નામ પાડે તોય તે
માનવપ્રાણુ સાથે ક્યાંય મળતી આવતી નથી. .
“પ્રત્યક્ષ ભસતો કૂતરે ને હરણાને આકાશીય
કૂતરે, એ બે વંચ્ચે એક નામ સિવાય શું
મળતાપણું છે? તેમ જ આપણું બુદ્ધિ-સત્વ, ને
ઈશ્વરનું ખાસ ઐશ્વર્ય જેમાં સમાયું છે એવી તેની
જે સર્વજ્ઞ અને સર્વસમર્થ શિશક્તિ એ બે વચ્ચે

३४
જગતને આવતી કાલને પુરુષ
હોય. ??
આકાશ જે અફાટ ભેદ હોવાનો જ, અને એક
નામ સિવાય બેમાં કશું બીજું મળતાપણું નહિ.
પિઝાની માન્યતાના એક વિશ્વને
લાઈબનીઝ અનંત ખંડે પાડીને જુએ છે; તે ખંડે
પિતપોતાના શાશ્વત કાયદાઓ પ્રમાણે ચાલે છે, અને
પિતાથી પર અને અતીત એવી વ્યવસ્થા પ્રમાણે,
કે જેનો જરા વાળ સરખે વાંકે કરવાની નથી
તેમને શક્તિ કે નથી તેમને હક, કાન્ટ એ
પ્રશ્ન ઉઠાવે છે કે, ગણિતશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાનની
ચેકસ વર્કરચનાવાળું તત્વશાસ્ત્ર રચી શકાય
નહિ. આ શાસ્ત્ર, સર્વમાન્ય સાર્વભૌમ નિયમોને
આધારે અને સળંગ ને સટ અનુમાનપદ્ધતિએ
કામ કરે છે, તેથી તે વિજ્ઞાનશુદ્ધ બન્યાં છે. આ
નિયમે અનુભવગમ્યતાની મર્યાદામાં જ લાગુ પડી
શકે એવા હેવાથી, સર્વાતીત એવા હેતુઓવાળું
તવદર્શન એ રીતે ઘડવું અશક્ય છે. એકધારે
કાયદે, એક નિયમસૂત્રતા એ કાન્ટની ફિલસૂફીને *
પ્રધાન સૂર છે. નિયમસૂત્રતા સત્યનું લક્ષણ છે
અને આચારનું પ્રમાણ છે. જે આચારને સિદ્ધાંત
બધા માટે સરખે લાગુ પાડી શકાય ને તેનો
સાર્વત્રિક કાયદો બની શકે, તે સાચા હોઈ શકે.
તત્ત્વદર્શન વિજ્ઞાન જેવું શાસ્ત્રીય હેવું જોઈએ કે
ક

પુનરુત્થાનને પ્રવાહ ૩૨ કેમ, એ સવાલ હેગલ ઉઠાવતા નથી, પરંતુ બુદ્ધિની સત્તામાં માન્યતાને તે મજબૂત કરે છે. એને મન, ફિલસૂફી એટલે આત્માને સ્વયંવિકાસ, એનું નૈસર્ગિક અને અનિવાર્ય આવિષ્કરણ. ઇંગ્લેન્ડની પ્રોગવાદી ફિલસૂફી (Empiricism) એમ માનનારી હતી કે, જે વિચારે પ્રત્યક્ષ હકીકતો જોડે બંધબેસે નહિ, કે જે વિધાનો અનુભવની કસોટીએ ઊણાં ઊતરે, તે બધાંને રદ ગણવાં. અરેય કે અચિત્ય વિષે વિચારવાનાં નકામાં ફાંફાં મારવામાંથી ફિલસુણીને ઉગારી લેવાના મતનો લોક હતો. એના હાથમાં ભૌતિક વિજ્ઞાન પણ અકસ જાતનું બની જાય છે. તે કહે છે, “ભૌતિક વસ્તુઓનું વિજ્ઞાન- શુદ્ધ જ્ઞાન પણ આપણી મર્યાદા બહાર રહેશે. જ્ઞાનપ્રાપ્તિનો એક જ રસ્તે ઇંદ્રિય છે, અને તે આપણને ખાતરી નથી આપી શકતી. લોકના પ્રગવાદના વારસદાર બર્કલેએ તે વાદને કાંઈક 'ધાર્મિકતાની દિશામાં ગતિ આપી, અને માનવી તથા દૈવી આત્માઓની સત્યતા તે સ્વીકારતે. પરંતુ, હામ આવ્યો તેણે પ્રયોગવાદી દષ્ટિ અને તકની છેલી હદ દેખાડી. તેણે કહ્યું કે, વિચારે અને વૃત્તિઓનું જગત છે તે ખરું, પણ એમનાં મૂળ તથા અર્થ આપણે નહિવત્ જ જાણીએ છીએ.

જગતને આવતી કાલનો પુરુષ
બુદ્ધિવાદ અને પ્રયોગવાદ એ બે ફિલસૂફીની
શાખાના વર્તમાન વાસે પર આજ વૈજ્ઞાનિક
પદ્ધતિની ભારે શેહ પડેલી છે. તે પ્રત્યક્ષવાદીઓનાં
કેટલાંક લખાણે જોતાં ધૂમનું પૃથક્કરણ અને
શંકાવાદ યાદ આવે છે. હસેલ કરીને એક આધુનિક
જર્મન વિચારક કહે છે કે, મારી ઇચ્છા “ફિલસૂફીને
એ તો મૂલગત પાયે શોધવાની છે કે જેથી,
કાન્ટ કહેતો હતો તેમ, ફિલસૂફી એક વિજ્ઞાનની
ઢબે નિરૂપી શકાયઃ ફિલસૂછીને વિજ્ઞાનપૂત પાયા પર
મૂકી દેવાય.” આમ, પૂર્વની જે માન્યતા હતી
કે ધર્મતંત્ર ભૂલથી પર છે, તે હવે વૈજ્ઞાનિક પદ્ધતિ
પર ચેટી કે, વિજ્ઞાનપૂત બુદ્ધિ ભૂલ ન કરે. પણ
ધર્મ તંત્ર પછી હવે વિજ્ઞાનની ભૂલપાત્રતા જેવા
વારો આવ્યો છે, એટલે જ આજ આપણે હવે
એની વિરુદ્ધ ઊઠતા જુવાળમાં પડ્યા છીએઃ માનવ
વિકાસના પ્રધાનતઃ બુદ્ધિવાદી યુગમાંથી આજ
આપણું વહન-દિશા બદલાઈ છે. અને એનાં સૂચક
ચિહ્નો જેવાં હોય તે, પુરુષાર્થવાદ, માનવહિતવાદ,
અને ચેતનવાદ જેવા ફિલસૂફીના ભિન્ન ભિન્ન
ઉપક્રમે છે.

પુનરુત્થાનને પ્રવાહ રક માનવધર્મને મુખ્ય વિચારનારા, ૧૫મા-૧૬મા ચિકાના ફિલસુકાની મહાકાંક્ષા એ હતી કે, પ્રાચીન (ગ્રીસમના) જ્ઞાનભંડારને સંઘરી રાખવા અને તેમાં વિહિત સદાચારને જીવનમાં ઉતારો. ધર્મતંત્રની પરંપરાની સકસ ચોકઠાબંધ જીવનરીતિમાંથી નીકળી જઈ, આનંદમય મુનિ અને અનિયમિત સહજ- તિથી જીવન ઘડવું એ એમને હેતુ હતો. પરિણામે, ઐહિક જીવનસિદ્ધિ પુરુષાર્થનું એકમાત્ર પ્રયોજન અને છે. બુદ્ધિથી કસી જવાની વૃતિથી એ જોવા મળે છે કે, બધા નીતિનિયમ સાપેક્ષતાવાળા છે. આ ખરું ને આ ખોટું એવા પ્રકારનાં માત્ર વિધિ- નિષેધાત્મક વાથી સંતોષ માનવો આપણે તૈયાર નથી, પણ તેનાં કારણે પૂછીએ છીએ; રૂઢિનાં બંધનમાંથી છૂટવાની ઈચ્છા રાખીએ છીએ અને એને જ સાચી સ્વતંત્રતા માની બેસવાની ભૂલ કરીએ છીએ. રૂઢિ એટલે ગમે તેમ કરીને કરાત નિગ્રહ, અને ટેવ એટલે જુનવાણીપણું, એમ કહેવામાં આવે છે. જે ગીરગંભીર વસ્તુઓ પર નિર્ભર રહી મનુ જિંદગી ગાળતા આવ્યા છે તેમને બુદ્ધિની શુષ્ક નિષ્ઠુરતાથી છણવા જતાં પરિણામ એ આવે છે કે, નીતિને નામે રાચારી પ્રયોગ ૪. જગત આવતી કાલનો પુષ્ય જમાવવામાં પુનરુત્થાન-કાળની અસરે મદદ કરી. ભૂલથી પર મનાતા ધર્મતંત્રને સ્થાને ભૂથરે બાઈબલ આપ્યું અને એ જીવાત્મા–પરમાત્માના સંબંધ વિષે અચૂક સત્યનિરૂપણ કરનાર ગ્રંથ છે એમ મનાવ્યું. યુરોપી ધર્મોદયમાં ભાર દઈને કહેવાયું છે કે, ઈશ્વરેન શાસ્ત્રને અર્થ પિતાની બુદ્ધિ અનુસાર કરવાનો દરેકને વૈયક્તિક હક છે. આમ, તવતઃ બાઈબલનો અર્થ કરવાનું દરેકની બુદ્ધિ પર છોડાયું હતું, છતાં વ્યવહારમાં એમ ઊતર્યું કે, ભિન્ન ભિન્ન જાગેલા ધર્મસંપ્રદાય બાઈબલના વસ્તુના જે નિરનિરાળા પિતાના અર્થો કરતા તે જ તેમના અનુયાયીઓને માનવા પડતા. અને આ સંપ્રદાય માનતો કે, ઈશ્વરની વાણીના સંપૂર્ણ ને એકમાત્ર અર્થનિરૂપણના ખાસ ખાં કે માલિક પિતે જ છે. ફિલસૂફીએ પરંપરાના ધર્મ પર આક્રમણે આ વિશ્વ જે એક કાયદાનું બાહ્ય રૂપ હોય, તેનું લક્ષણ યંત્રવત્તા હોય, તો ઈશ્વરની જરૂર કદાચ એટલા પૂરતી રહે છે, સ્વયં ચાલતા એ યંત્રને પ્રથમ ગોઠવવું. એટલે બહુ બહુ તે, ઈશ્વર એક વિશ્વકર્મા માત્ર થશે.' આમ, મધ્યયુગને એકેશ્વર- વાદ ફૂલી જઈને તેને સ્થાને દેવવાદ રહ્યો. જે યંત્ર કર્યો.

પુનરુથાનને પ્રવાહ
આપોઆપ ચાલી શકે તે આપોઆપ શેઠવાઈ જઈ
પણ શકે ને કામ પણ કરવા લાગી જઈ શકે.
જ્ઞાનપ્રકાશયુગ (Enlightenment) ના અને
જર્મનીના આદર્શવાદના ફિલસૂનો પ્રયત્ન ખ્રિસ્તી
ધર્મની વસ્તુને બુદ્ધિની સાથે મેળ ખવડાવવાને હવે;
અને સ્ત્રીરમેકર (Schleiermacher) એવું સાબિત
કરવામાં લાગ્યું કે, તે ધાર્મિક મનોદશાને અનુકૂળ
છે. રિક્કલ એ સ્થાપિત કરવા સાથે
કરવા મથે છે કે, તે
અર્વાચીન સંસ્કૃતિના આત્માની સાથે સંગત છે.
આમ, એક વખત જે ખ્રિસ્તી ધર્મતત્વ માનવશક્તિને
સાવ અાચર ને ઇન્દ્રિયાતીત એવા ઈશ્વરની સર્વસમર્થ
વાણ પર રચાયું હતું, તે ધીમે ધીમે બુદ્ધિપ્રમાણ પર
આવતું ગયું, અને એની સિફારસ એવી દલીલની
સાથે કરાવા લાગી કે, તે વૈજ્ઞાનિક સત્ય અને
નીતિશાસ્ત્ર સાથે સંગત છે. એટલે કે, વિજ્ઞાન
અને નીતિશાસ્ત્ર ઈશ્વરી આદેશ કરતાંય વધારે
મહત્વ ભેગવતાં થયાં. પુનરુત્થાનને જે તે જુસ્સો
ધર્મનાં પરંપરાગત રૂપ તથા ઈશ્વર અને મનુષ્ય
વચ્ચેની પાદરીની મધ્યસ્થીને પડકારતે થયો હતો,
તે, આગળ વધીને, ખુદ ધર્મશાસ્ત્રને જ અને પછી
ઇદ્રિયાતીત કઈ પણ કલ્પનાને પણ પડકારવાનું કેમ
કે ?

જગતને આવતી કાલને પુરુષ માનવધર્મ એ આજના ભણેલ લેકેના ધર્મનું સ્વરૂપ છે. અમે ધાર્મિક છીએ એવો દાવો કરનારા આપણામાંના ઘણાખરા તેવા હોઈએ તે તે ટેવ, ખ્યાલ કે પૂર્વગતિને જે જ છીએ. બેંક ઑફ લંડ કે પ્રગતિવાદની કલ્પના પાછળ અપનાવટની જેવી ભાવના છે, તેવી જ ભાવનાથી આપણે આપણે ધર્મ પણ અપનાવીએ છીએ. અમે ઈશ્વરમાં આસ્તિય- વાળા છીએ એમ આપણે કહીએ છીએ, પણ તે અનુસાર વર્તવા તૈયાર નથી. વિચારનું બહિરંગ આપણે જાણીએ છીએ, પરંતુ તેના અંતરંગરૂપ ચેતનદાયી શ્રદ્ધા આપણામાં નથી. જૂની ધર્મશ્રદ્ધા નાશ પામી છે, અને એને સ્થાને ગોઠવવા અન્ય સંગીન કશું હજી મળ્યું નથી એટલે વહેમ ફાલે છે. લાંબા કાળને શ્રદ્ધાભૂખ્યો આત્મા રાક માટે કકળે છે અને માનસમાં મૌલિક ફેર કરી નાખે છે. નબળા મનના ઘવાયેલા કે થાકેલા જીવો પછી સુસમાનસશાસ્ત્ર (“સાઈક–એનેલિસીસ”) તરફ વળે છે. આ શાસ્ત્ર, વિજ્ઞાનની પ્રતિષ્ઠા ધારણ કરીને તથા બુદ્ધિપ્રામાયના ઓઠા નીચે, આત્માને અંગેના પ્રશ્નો ચર્ચે છે. તે આપણને કહે છે કે, માણસ અમુક અંશે જ બુદ્ધિવિશેષ છે. જેમને કેવળ બુદ્ધિપ્રામાણ્યનું જીવન સાવ મૂંઝવનારું લાગે

પુનરુત્થાનનો પ્રવાહ
નવા નવા
છે તેઓને પુનરુત્થાનકાળની પૂર્વનાં, શબ્દપ્રામાણ્યવાળાં
શાશ્વત સુચતાં થાય છે.
ધર્મના
નુસખાઓ આપણી ઉપર ચડી આવે છે, અને નહિ
મામા કરતાં કાણો મામો સારો એ ન્યાયની શ્રદ્ધાએ
આપણે તેમને વશ થઈએ
થઈએ છીએ. નવીન જ્ઞાન
અને જુની માન્યતા, બુદ્ધિવાદી ભણેલાઓને
નિરીશ્વરી સહેલે સસ્તો નિસર્ગવાદ અને પ્રાચીનને
જાગ્રત કરવાના પ્રાચીનવાદીઓના કઢંગા પ્રયત્નો –
આ બે બળો વચ્ચે આજના યુગ અસ્તવ્યસ્ત થાય
છે. જેને ખરી ધર્મભાવના કહી શકાય તેને
લોકની મોટી સંખ્યામાંથી સફળતાપૂર્વક
નાબૂદ કરવામાં આવી છે. એટલે, તેમની સામાજિક,
ધાર્મિક અને નૈતિક શક્તિ તથા ઊર્સિના વેગન
બધે ઉપગ પ્રજાકીય રાજસત્તાને મળે છે.
અાજ
સરકાર સૌથી જબરદસ્ત સંસ્થા થઈ પડી છે.
અંદરના વિવેક કે બહારના બળનું – એકે નિયમન
એને જરાય અડતું નથી. આજ સમાજમાં રહેલા
માણસ તે અધેય સંસ્કૃત થયે છે; પરંતુ સરકાર
તે હુજી પ્રાથમિક દશાની અસંસ્કૃત જ છેઃ એને
આત્મા મેટા શિકારી પશુને જ મળતો છે.
હલ્લાર સરકાર સત્તાને રોકવા માટે, નથી આપણું

જાતને આવતી કાલને પુરુષ પાસે પૂરતો મજબૂત લોકમત કે નથી અસરકારક આંતરરાષ્ટ્રીય કાયદે. પરાજયની બીક કે સાવ ભેંયભેગા થઈ જઈશું એ ધાસ્તી– આ જ એકમાત્ર વસ્તુથી ભડાકે તે રોકાઈ રહે છે. રાષ્ટ્રો એક એવાં અગમ્ય પ્રતીક થઈ પડ્યાં કે, જંગલીઓ જેમ તેમનાં દેવદેવીની મૂર્તિઓને વળગતા, તેમ આપણે તેમને શરણે દેડી જઈએ છીએ. સ્વયંસંપૂર્ણ અને બીજા કશાને પરવશ નહિ એવી ચિરંતન વસ્તુઓ હોવાને તે દાવો ધરાવે છે. એવું માનવાનું એમને શીખવવામાં આવ્યું છે કે, પોતે એકલું રહે ને બીજાં રાષ્ટ્ર પાયમાલ થાય તે તેથી જગતને ખેટ જવાની નથી. એથેન્સ વિષે કહેતાં પિરિડિલસ જણાવે છે, આ જમાનાના આપણે લોકેએ આપણી નગરીને, યુદ્ધ છે કે શાંતિ હિ, ગમે તે સ્થિતિમાં સર્વ વાતે સ્વાવલંબી બનાવી છે.” આજ શ્રેન્ચ, જર્મન કે અમેરિકન પ્રામાણિક- પણે, “કાયદા વગરની હલકી ઓલાદે” કરતાં પોતાને કયાંય ચડિયાત માને અને જાહેર કરે છે. જગતની સંસ્કૃતિને આદિ ને અંત છું, તે તેમાં કાંઈ નવાઈ નથી; કેમ કે તેમાં તે ગ્રીક અને યહૂદી લેકે સીધે આધ્યાત્મિક વાર જ ગાય છે. પ્લેટેને ખબર હતી કે, દેશાભિમાન એ પૂરતું

:
પુનરુથાન પ્રવાહ
માનવગુણ-ભાથું નથી, પવિત્રાઈન ડાળ ઘાલતા
છળ જેવું છે; છતાં સમાજની વ્યવહારુ જરૂરિયાત
આગળ કરીને એની વિહિતતા એ બતાવત.
જંગલી લેકે તેને સહજ-શત્રુ લાગતા હતા, અને
એમને ગુલામ બનાવવાની કે નામશેષ કરી દેવાની
હદ સુધી લડાઈ કરવામાં એને કશું અજુગતું નહિ.
લાગતું. યહૂદી લેને આ વાતનું અતિ ભારે.
ઊંડું ભાન હતું કે, અમે બીજા માણસ જેવા
સામાન્ય નથી; અને આ પ્રકારની, એક ધર્મભાવના
જેવી થઈ પડેલી પ્રજાભિમાનવૃત્તિને પિષવામાં એમણે.
સંદ કરી. પિલે ધર્મના ખ્યાલથી આવા બે
વિભાગો પાડ્યાઃ એકમાં એણે “રાશ માટે પૂર્વથી
નિર્માયેલાં કૃપાપાત્ર ને મૂક્યાં અને બીજામાં
પામવા પાત્રને. અને આમ એણે જે
હૈતભાવ પર ભાર મૂક્યો તેને દેશાભિમાને પિતાના
કામમાં વાપરી ખાધેગ્રીક અને બર્નર, યહૂદી
અને અયહૂદી, દેવના દીધેલા ને દેવના શાપેલા,
નાડિક (ઉત્તર ગ્રુપની પ્રજાના લોહીને) અને
નહિ-નેડિક –આ બધાં હેત એક જ
કુટુંબને
૮
નાશ પામવા
૧. જુઓ એના “રિપબ્લિક”માં ૧૪.
૨. જુઓ એનું “રિપબ્લિક” ૪૭ -૧.

જગતને આવતી કાલને પુરુષ
પરિવાર છે. પેલે દહાડે જ આપણે એક મહાન
નેતાને કહેતો સાંભળે કે, “જર્મન રાષ્ટ્ર એ
અમારે ધર્મ છે” “એ સનાતન જર્મન રાષ્ટ્રની
ભૂમિની અને તેનાં ફરજની કીર્તિ થાય
એ
અમારા જીવતરનું સર્વસ્વ છે; તેને ખાતર વૈયક્તિક
વિચાર કે સ્વાતંત્ર્યને ભોગ આપ એ લેખે છે.
અમારું રાષ્ટ્ર આગળ થાય, અમારી પ્રજા સર્વોપરી
બને – આવા પ્રકારની ઘોષણાઓ અને પ્રેરણાઓ
એક જ મૂળ અને એક જ ભાવ તથા ભારથી

5
પ
-
યુગાત્માની શોધ,
ત્યારે આજે શી સ્થિતિ છે? એ જ કે, આપણે
ગેટાળામાં પડ્યા છીએ અને ઝપાટાબંધ કેાઈ અજ્ઞાત
દિશા તરફ દેડી રહ્યા છીએ એ જાતની અકસતા,
મૂલગત અયતા, અને તેથી એક પ્રકારની અમૂંઝણ.
સૈકસ બિરમે પિલું પ્રખ્યાત નર્મચિત્ર દોર્યું છે-
“ વીસમી સદીની ભવિષ્ય-દષ્ટિ”; તેમાં એણે એક
ઊંચો, સુસજજ ને કાંઈક ઝૂકતો માણસ ચીતર્યો છે,
જે સામે પડેલા વિશાળ પ્રદેશ પર નજર કરે છે,
ને દૂર ક્ષિતિજ પર એક અપશુકનિયાળ ગ્રહ જેવું
* ઝઝુમતું મોટું પ્રશ્નચિહ્યું છે તે જુએ છે. ભવિષ્ય આજ
એવું જ ન આંકાય – ન સમજાય એવું છે. આપણે શું
ચાહીએ છીએ એની આપણને ખબર નથી. અગાઉના

૪૮
જગતને આવતી કાલને પુરુષ
જમાનાના લોકોને આટલી
લોકેને આટલી વાતનું તે સ્પષ્ટ ભાન
હતું કે, પિતે કયાં પહોંચવા માગે છે કે તે
બુદ્ધિવાદી જીવન, કે ધર્મ સંસ્થાપન, કે પ્રાચીન
કલ્પનાના પૂર્ણ ત્વની સાધના. આજ આપણને આટલી
ખબર પડે છે કે, આપણું જીવન લક્ષ્યહીન શૂન્યકાર
જેવું થયું છે અને અનુદાત્ત તથા એહિક ક્ષુદ્રતામાં
પડી ગયું છે, પણ એમાંથી ઊગરવું કેમ કરીને એ
માલુમ નથી. કેટલાક એવી શિખામણ આપે છે કે,
બુદ્ધિ માટે જે માનવૃત્તિ આજ આપણામાં છે તેને
સંભાળી રાખી નસીબને આશરે રહેવું. બીજા કહે
છે કે, કાંઈ કરવું એ માનવશક્તિના ગજા બહારનું
કામ છે, એટલે આપણે તે માત્ર ઈશ્વરી અવતારની
રાહ જોતા બેસવું આજ આખી વસ્તુસ્થિતિના
મૂળમાં જ ગરબડ પેઠેલી છે, તેને તે તે જ આવીને
કાઢી શકે. વળી કેટલાકના અંતરમાં ૧૯મા સિકાની
ઔદ્યોગિક આબાદી, સંસ્થાને વિસ્તાર, અને
ઉદારમતવાદી દયાધર્મનીતિ યાદ આવી ગદબદિયાં
થાય છે, અને તેઓ પ્રામાણિકપણે માનતા થાય છે
કે, કુલીન અને અભિજાત લોકેના નેતૃત્વ નીચે
જગતનાં સૌ સારાં વાનાં થશે એટલે અમીરાઈ અને
તેની સંસ્કૃતિના પુનઃસ્થાપન માટે છેવટનું જોર કરી
લેવા તેઓ કમર કસે છે. કેટલીક વાર આપણી

યુગાત્માની શોધ
૪૯
આગળ મધ્યયુગીન આદર્શનું ચિત્ર પણ મૂકવામાં
આવે છે. તેનાં ધર્મવ્યવસ્થા અને ધર્મરાજ્યની
કલ્પના, યુદ્ધવાદ, અને પોતાના સિદ્ધાંત માટે કરતે
જોરજુલમ તરણપાય છે, એવી રજૂઆત થાય છે.
આ બધા પ્રયત્ન આપણા યુગને માટે કશા કામના
નથી. દરદીને અફીણ આપી દુઃખ ભુલાવાય છે,
પણ તેથી કાંઈગ ટળતું નથી, ઊલટું તબિયતને
કાયમી નુકસાન થાય છે. આ ઉપાયે તેના જેવા છે.
આપણે આજ આપણા યુગાત્માની શોધમાં પડ્યા
છીએ જગતમાં જે ચાલે છે તેને ઊંડે અર્થ આપણે
સમજે છે. શાહમૃગ જેવા સંતાપને નિયતિવાદ
પશે કે અવતારપ્રતીક્ષામાં પડે કે પ્રાચીન યુગને પાછો
જીવતે કરવા માગે તે વસ્તુ આપણે નથી લાભવાના.
જૂની સંસ્કૃતિ ધીમે ધીમે અસ્ત પામતી જાય છે તેથી
નિરાશ થવાનું કશું કારણ નથી, કેમ કે, કુદરતને
એ તે સર્વવ્યાપક કાયદે છે કે, ખાતર સડીને વિલીન
થાય તેમાંથી જ જીવન પ્રગટે. દરેક સંસ્કૃતિ
'જીવનને એક પ્રયોગ છે, નવસર્જનને એક પ્રયત્ન
છે. તે પૂરી થાય એટલે તેને પોતાને માગે પડવા
દેવો જોઈએ. કુદરતની વિજયયાત્રા એ જ પ્રકારે
આગેકૂચ કરે છેઃ નિરવધિ કાલ અને અમર્યાદ
સાધનસામગ્રી જેની પાસે પડી છે એ માણસ જેવી

થક
જગતને આવતી કાલને પુરુષ
અપાર ધીરજથી વતે તેમ, કુદરત ધીમે ધીમે,
અમચાતી ખમચાતી, ને કેક વાર ઉડાઉપણે પણ,
પિતાને રસ્તે કાપે છે. એક વિચારો બુટ્ટો તે હાથમાં
લે છે, તે પ્રમાણે જીવન ઘડવા પાછળ તે લાગી જાય
છે. એમ કરતાં કરતાં તે એટલી હદે જાય છે કે,
જ્યારે બુટ્ટાને સંપૂર્ણ અમલ થવા આવે છે તે જ
ઘડીએ તેમાંથી કશીક મૌલિક ક્ષતિ તરી આવે છે,
એટલે પછી એને એ ફગાવી દઈ પાછું નવેસર
મંડાણ કરે છે. છતાં, આમ ભૂતકાળમાં ફગાવી
દેવાતા બધા પ્રયત્નોનું રહસ્ય અને સમાજ તથા
ડહાપણું, કેઈ ને કઈ રીતે, તેમની પાછળ થતા નવા
પ્રયત્નોમાં પેસે છે, અને ઇતિહાસના ઉદેશના કેમિક
વિકાસમાં પ્રેરક બને છે.
અત્યારનું બધે વ્યાપેલું દુઃખ, ખરું જોતાં, એક
પ્રકારની પ્રસવવેદના જેવું છે. નવી જન્મનાર દુનિયા
હજી ગર્ભાવસ્થામાં છે.
આ ઉપમાને પૂર્ણ કરનારાં
બધાં જ અંગે એ ઉપમેયમાં છે., ખૂટે છે માત્ર
એ બધાંનું એકીકરણ, ભિન્ન પડેલાં એ બધાં
અંગોને એકત્રિત કરી એક શરીર બનાવી તેમાં ચેતન
ફેંકવાનું ને જીવંત કરવાનું. આપણે માત્ર સહજબુદ્ધિ,
ટેવનું બળ કે લાગણી પર ન નભી શકીએ. આપણને
જોઈએ છે બુદ્ધિ સાથે સંવાદી એવી શ્રદ્ધા, કે જે
૧

યુગાત્માની શોધ
નવી જીવનવ્યવસ્થાને જીરવી શકે અને આપણી
આત્મિક ભૂખ તથા માનસિક નિીરસ વેઠને ફેડે.
માનવઇતિહાસના મહાન યુગો જુઓ તે તેમનું
એક સમાન લક્ષણ એ દેખાશે કે, મૂળની રાષ્ટ્રીય
સંસ્કૃતિમાં પરરાષ્ટ્રીય અસરે રેડાઈને તેમાંથી
બનતા નવા રસાયનરૂપ આત્મિક ચેતનબળો બહોળે
ઉમેરે થાય છે. યહૂદી સંસ્કૃતિનો દાખલો લે?
આપણે જોઈએ છીએ કે ઇબ્રાહિમ મેસેપેટેમિયાથી
અને જોસફ તથા મૂસા ઇજિસથી આવ્યા હતા.
અને પછીનું તેનું રૂપ ગ્રીક સંસ્કૃતિની અસરવાળું
છે. એશિયામાઈનર ને ઈજિતે ગ્રીસના વિકાસ પર
ઓછી અસર નથી પાડી. મધ્યયુગીન સંસારની
સર્જક પ્રતિભા પેલેસ્ટાઈનની હતી. અને તેમાંથી
અર્વાચીન દુનિયાનો ઉદય ગ્રીસમના પુરાતત્ત્વના
પુનઃસંપાદનનું પરિણામ હતું. આમ, આપત્તિને
સમયે ભારે મેટી અસરકારક પ્રેરણા આપણને બાહ્ય
ઊગમસ્થાને એથી – પુરાતત્વની પુનઃપ્રાપ્તિમાંથી કે
પર સંસ્કૃતિમાં ઊછરેલા પુરુષનાં કાર્યોમાંથી મળે
છે. એટલે, કદાચ પૌર્વાત્ય સંસ્કૃતિઓ, તેમના
ધર્મો ને તેમનું નીતિશાસ્ત્ર આજ આપણું સામે જે
વિઘો ખડાં છે તેમને વિદારવામાં કાંઈક મદદ કરે.
મધ્યયુગમાંથી નીકળીને યુપી બહાર આવ્યા

પર
જગતને આવતી કાલનો પુરુષ
ત્યારે એમને એક જ ભૂતકાળ માલૂમ હતો, અને તે
બાઈબલ અને તેની સંસ્કૃતિ તથા ગ્રીસમ. એટલે
ત્યારની સ્થપાયેલી વિદ્યાપીઠમાં આ ભૂતકાળનું શિષ્ટ
સાહિત્ય ભણાય છે. હવે આપણી સંસ્કૃતિને પાચ
આખા જગત જેટલો વ્યાપક બન્યો છે. એટલે, માત્ર
ઈસાઈ ને પાલ, સોક્રેટીસ અને સીસના જ
અધ્યયનથી, આપણા શિષ્ટ સાહિત્યનો અભ્યાસ તથા
પુનર્જીવનના ઘડતરની પ્રક્રિયા પૂરાં થવાં જોઈએ
નહિ. એમ થાય તો તે અભ્યાસવિષયક ભૂલ
કહેવાય, દષ્ટિમર્યાદાને દોષ ગણાય. કેમ કે જમાના-
ઓનાં મહાન કાર્યો કરવામાં ભાગ લેનારા બીજા પણ
છે જેમકે, સંસ્કૃતિમાર્ગના સીમાસ્તંભ સમા ઇજિપ્તના
પિગંબા, ચીનના જ્ઞાનીઓ, અને હિંદના ઋષિઓ.
યુરેપ બહારની સંસ્કૃતિઓમાં આજ વિદ્યમાન એવી
મુખ્ય આ છે – ઈસ્લામી, ચીની, અને ભારતી.
ઈસ્લામી સંસ્કૃતિની ઐતિહાસિક પૂર્વ પીઠિકા યહૂદી
અને ખ્રિસ્તી ધર્મો જેવી જ છે, જેને પશ્ચિમને ઠીક
પરિચય છે. ચીનની માનવધર્મદષ્ટિવાળી સંસ્કૃતિ પર
હિંદની ભાવનાઓ ખાસ કરીને બૌદ્ધ ની ભારે
મોટી અસર હતી. પણ, ધર્મભાવના એ હિંદુ માનસની
સર્વશ્રેષ્ઠ લગની છે; એના જીવનપથને દીવો છે,
એની સંસ્કૃતિની પૂર્વભાવના અને પા તથા પ્રેરક
:

યુગાત્માની શોધ
પહ
બળ છે; અને એમના જીવનમાં કરુણાભરી
નિષ્ફળતાઓ, અસંગતતાઓ, પક્ષાપક્ષી, અને અધોગતિ
આવી ગયા છતાં, એ તેમની ઈશ્વરશ્રદ્ધાને વ્યક્ત કરે
છે. હિંદુ વિચાર અને ભાવનાઓ માટે પશ્ચિમના
લોકમાં, તેમના વધારેમાં વધારે સમભાવી વર્ગોમાં
પણ, સામાન્ય રીતે એક જાતને જે આદર છે તે દૂરથી
તેમનું દર્શન કરવા પૂરત, નહિ કે જીવનસાથી જાણ
તેમને નિકટ સંઘરવારૂપે. શ્રીસ્પેડિંગ-દંપતીની
દૂરદશી ઉદારતાથી ઍકસફર્ડ વિદ્યાપીઠમાં આ
અધ્યાપક-પદ સ્થપાયું છે, અને એ પદ માટે
ઑકસફર્ડ વિદ્યાપીઠમાં અપૂર્વ એવી એક એશિયા-
-વાસીની નિમણૂક થઈ છે; તે પરથી હું માનું છું કે,
તેને હેતુ પૌવંત્ય વિચાર અને ભાવનાઓને આજના
અલગતાના પડદા પાછળથી બહાર
કાઢી, અર્વાચીન મનુષ્યના આત્માને ઘડવામાં, જીવન
ઘડવાની જીવંત શક્તિની તેમની જે કાયમી કિંમત
છે, તે બતાવવાનો છે.
તેમના પરના

૬. હિંદુ જીવનદષ્ટિ ને તત્ત્વસાક્ષાત્કાર ૧ ધર્મતત્તવિચાર બાબતમાં હિંદુધર્મ બુદ્ધિપ્રધાન દષ્ટિ રાખે છે. વિજ્ઞાનશુદ્ધ દષ્ટિ રાખીને તે મનુષ્ય- જીવનની હકીકતોને અભ્યાસ કરવા મથે છે, અને તે હકીકતે એટલે ચડી પડેલી બાહ્ય હકીકતો જ માત્ર, કે આધ્યાત્મિક નિદ્રામાં પડેલા લેકના જયાજયની જ વાતે માત્ર નહિ, પરંતુ જીવનના ઊંડાણુની હકીક્ત સુધ્ધાં. ધર્મ એટલે શ્રદ્ધા રાખતાં રાખતાં પામી જવાને અમુક આવિષ્કાર, એમ નથી. વધારે સાચું તે, ધર્મ એ હૃદયગુફાના ઊંડામાં ઊંડા થર ઉકેલી, તેમની સાથે સ્થાયી સંબંધ બાંધવાનો પ્રયત્ન છે.

હિંદુ જીવનદષ્ટિ ને તરવસાક્ષાત્કાર ૫૫ જગતના ધર્મોના બે ભાગ પાડી શકાય : એક એ વર્ગ કે જેમાં શ્રદ્ધેય વસ્તુ પર વધારે જોર દેવાય છે, અને બીજું એ કે જેમાં અનુભવ પર ભાર દેવાય છે. પહેલા વર્ગને મતે, ધર્મ એટલે કે બાહ્ય શક્તિને સમર્પિત અમુક શ્રદ્ધા અને આચાર- વિધિ, બીજા વર્ગને મતે, ધર્મ એક એવો અનુભવ છે કે જેને વ્યક્તિ પરમ મહત્ત્વ આપે છે. હિંદુ અને બૌદ્ધ ધર્મ આ બીજા વર્ગના છે. તેમને મતે, ધર્મ એટલે મુક્તિઃ અમુક પ્રકારની ઈશ્વરવિષયક માન્યતા એટલે ધર્મ એમ નહિ, પણ ધર્મ એટલે એક જીવનપરિવતી અનુભવ સાચે ધર્મ ઈશ્વરતત્વ વિષે કેઈકસ મત પણ હોઈ શકે છે, પરંતુ આત્મિક અને અનાત્મિક, લૌકિક અને પારલૌકિક, એના વિવેક વગરને તે ન હોઈ શકે. જંતરમંતરના લક્ષણવાળા પ્રાથમિક દશાના ધર્મમાં પણ, આ અર્થમાં, ધર્મતત્ત્વ રહેલું છે; જેકે ઈશ્વરતત્વ વિષેની કશી માન્યતા તેમાં નથી. ઈશ્વરવાદી સંપ્રદામાં મુખ્ય વસ્તુ ઈશ્વરનું અસ્તિત્વ એ નથી, પરંતુ મનુષ્યને પલટાવવાની તેની શક્તિ એ છે. બુદ્ધે પ્રાપ્ત કરેલું ને બૌદ્ધોનું જે પ્રાપ્ય છે તે બોધિ એક અનુભવ એક સાક્ષાત્કાર છે. બુદ્ધના અષ્ટાંગમાર્ગને હેતુ ને મેચ વગર જગતને આવતી કાલનો પુરુષ સંપૂર્ણ સંધિ છે. હિંદુ પ્રજાની વિચાર-સૃષ્ટિમાં, સાંખ્ય ને જેન જેવી શાખાઓ પડેલી છે કે જે ઈશ્વરનું અસ્તિત્વ નથી માનતી, પણ આત્મદર્શનની સત્યતાનું સમર્થન કરે છે; અને રામાનુજ જેવા ઈશ્વરવાદીઓ પડેલા છે કે જેમને મન ઈશ્વર પિતે જ નહિ તેય આત્મદર્શન એ જ એક ઈશ્વરને જાણું શકવાનો માર્ગ છે. પણ મેક્ષનું લક્ષણ આત્મપ્રાપ્તિ છે એ વિશે બધા એકમત છે. 있 અને આચાર, અર્ચનપૂજન અને વિધિ, શબ્દ- પ્રામાણ્ય અને સિદ્ધાંત આ બધાને આત્માની ધની કે ઈશ્વર સાથેના વેગની કળાથી ઊતરતું સ્થાન અપાયું છે. હિંદુ ધર્મની આ વિશેષતા યુરોપના પ્રાચીન લોકના ધ્યાનમાં પણ આવી હતી. ફિલોસ્ટેટસે ટિયેનાના વતની એપેલેનિયસના મુખમાં નીચેના શબ્દો આપ્યા છે: “ઈશ્વર- સાંનિધ્ય સેવવા તે સી ઈ છે છેપણ માત્ર હિંદુઓ જ તે સાધે છે.” જ આધ્યાત્મિક અનુભવ બાબત સર ચાર્લ્સ ઇલિયટ (“હિંદુધર્મ અને બૌદ્ધધર્મ' ગ્રંથ ૧, પા. ૬૨; ૧૯૨૧ની આવૃત્તિમાં) લખે છે કે, “જેમનાં લખાણ પરથી એમની બૌદ્ધિક શક્તિનું પ્રમાણ મળે છે અને જેઓ લોકોનાં આદરમાન પામ્યા છે, એવા લોકોના અનુભવ પરથી એ S

હિંદુ જીવનદષ્ટિ ને તાક્ષાત્કાર
પાક
છે.
નિરપેક્ષ આત્યંતિક સત્ય માટે સંસ્કૃત શબ્દ
બ્રહ્મ છે. તે સાધ્ય અને સાધના બેઉનો વાચક છે.
પ્રેરક આદર્શ અને એની પ્રાપ્તિ બેઉને એ સૂચવે છે.
આત્માને પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રયત્ન તેય બ્રહ્મ
કહેવાય છે. જે પ્રેરક ભાવના આપણને સત્ય વિષે,
દેવ વિશે પ્રશ્ન કરવા ગોદાવે છે, તે પિતે જ દિવ્ય
બ્રહ્મ એટલે પ્રાણઃ “wisdom of Solomonમાં
કહ્યું છે તેમ, “ઈશ્વરશક્તિનું નિઃશ્વસિત.” માણસમાં
રહેલી દિવ્યતાની ભાવના અને દિવ્યતા બેઉ એ છે
અને એ બેઉ અર્થો એકમેકમાં મળી જાય છે. એમ
જાણે કે, પરમાત્મા નીચે વળીને, સુષ્ટિની માયાથી
મુગ્ધ થયેલા જીવાત્માનાં ચર્મચક્ષુને ચૂમે છે. ત્યારે
માણસ પ્રત્યાહારપૂર્વક ધારણું સાધીને અંતર્મુખ
થઈ ધ્યાનસ્થ થવા પ્રયત્ન કરે છે, ત્યારે એક વિચિત્ર
અદ્દભુત અને ગૂઢ અનુભવ એનામાં પ્રગટે છે;
તેનાથી એનામાં નવચેતન પ્રગટ થાય છે, એને જ
આખો ને આખે તે આવરી લે છે, અને એ જ
અનુભવનું સમર્થન મળે છે. આપણું સ્વભાવને એ ન
રુચતા હોય તે પણ, એ અનુભવ આપણે માટે પણ
આદરણીય હોવો જોઈએ; કેમકે એક મહાન પ્રજાએ જેનું
સતત અનુશીલન કરેલું છે એવું એ ધ્યેય છે; તેને એક
દષ્ટિભ્રમ, વહેમ કે ધતિંગ કહીં ઉતારી પાડી નહિ શકાય.”

જગતને આવતી કાલને પુષ એનું સ્વત્વ બની જાય છે. એમ જે માને કે, ઈશ્વર એક કલ્પિત ભાવ છે. આપણું ભાવનાથી ભિન્ન સત્યતા એમાં નથી, તો પણ ઈશ્વરને એ ભાવ , ક૯૫નાર અને એને સાક્ષાત્કાર કરવા મથનાર તત્તવ પોતે જ ઈશ્વરી છે. પૂર્ણત્વની આપણી ભૂખ, ઊણપનું આપણું ભાન, અનંતને ઓળખવાની. આપણી મથામણ, આદર્શની સિદ્ધિ માટે આપણે સહુજ ઉમળકે આ બધાં બ્રહ્મદર્શનનાં ઊગમ- સ્થાને છે; અને ઓછેવત્તે અંશે વસ્તુમાત્રમાં એ હોય છે. આપણે ઈશ્વરને ખોળીએ છીએ એ હકીકત જ સ્પષ્ટ સિદ્ધ કરે છે કે, એના વિના જીવન શક્ય નથી, ઈશ્વર જીવનશક્તિ છે. આ સત્યની સમજ અને સ્વીકાર એ જ આધ્યાત્મિક્તામાં પ્રયાણ છે. ઈશ્વર છે” એમ કહેવાનો અર્થ જ એ છે કે, આધ્યાત્મિક અનુભવ એ મેળવી શકાય એવી વસ્તુ છે. એ અનુભવની શક્યતા એ જ ઈશ્વરના * આ વિરોધાભાસનું ઉત્તમ નિરૂપણ પેલે નીચે પ્રમાણે કરેલું છે – પાપભીરુને નમ્ર બની તમે તમારી મુક્તિ સાધો; કેમ કે, મુક્તિની ઇચ્છા તેમ જ તેની સાધના એ બેઉ તમારામાં નિપજાવનાર પણ એ જ ઈશ્વરની કૃપા છે.” (Phil. ii ૧૨-૧૩)

હિંદુ જીવનદષ્ટિ ને તરવસાક્ષાત્કાર
પટ.
અસ્તિત્વની ભારેમાં ભારે આખરી સાબિતી છે.
ઈશ્વર એમાં અનુસ્મૃત છે, અને આત્માનુભવમાં
હકીકતરૂપે રહેલી વસ્તુ છે. આ સિવાયની બીજી
બધી સાબિતીઓ ઈશ્વરનાં વર્ણનમાત્ર છે, શાબ્દિક
વ્યાખ્યાઓ કે ભાષામાં જ છે. ઈશ્વર સત્ય છે
એ વરતુ માત્ર કેઈમાનવી પુરાવા પર કે ચમત્કારી
કહેવાતા બનાવોના આધાર પર નિર્ભર નથી..
શાસ્ત્ર પ્રમાણે, ધર્મસંપ્રદાયની પરંપરીણ માન્યતાઓ,
કે જેરથી ઈશ્વર વહુ પિકારવા છતાં તે પુરવાર નહિ
કરતા પંડિતોને તાર્કિક વાગ્વિલાસ– આ બધાથી.
બુદ્ધિ અને વિજ્ઞાનના જમાનામાં આપણામાંનાં ઘણાંને
કદાચ શ્રદ્ધા નહિ બેસે; પરંતુ, મૌલિક અને નક્કર
હકીકતરૂપ જે આધ્યાત્મિક અનુભવરૂપી સત્ય છે.
તે તો આપણે કબૂલ કર્યું જ છુટકો. ધર્મના વાદે
વિષે આપણે વાદવિવાદ કરીએ, પણ પ્રત્યક્ષ.
હકીકતોને ઈન્કારી ન શકીએ. પ્રત્યક્ષ જવલંત.
જીવનજ્યોત તે પ્રતીતિ કરાવે જ; તેની આસપાસ ,
ટાયા કરતા તર્કના ધુમાડા ભલે ન કરાવી શકે.
આત્મસાક્ષાત્કાર સત્ય હકીકત છે, અને સત્ય.
વિપેને સિદ્ધાંત એ તે એક બુદ્ધિવાદ છે. સત્ય
સાથે સંબંધ અને તે વિષેને મત, એ બેમાં
ભેદ છે. ઈશ્વરમાં માન્યતા અને ઈશ્વરમચતાની,
.

જગતને આવતી કાલને પુરુષ
ગૂઢ અનુભૂતિ એ બે એક નથી. ધર્મશાસ્ત્ર વિષે
માણસ ઘણુંય જાણતો છતે ધર્મને આત્મા પામ્યા
વગર રહેલો હોઈ શકે. એટલે, હિંદુ વિચાર
આપણને આવા પ્રકારના બૌદ્ધિક આત્મસંતોષના
ખાડાથી ચેતવે છે: અજ્ઞાન અંધારા ઉલેચવામાં
પ્રાકૃતજન કરતાં પંડિતો વધારે લખદાઈ પડવાની
ધાસ્તીમાં છે. આત્મવંચનામાં બે રસ્તે પડાય છેઃ
એક તે પ્રાકૃતજનને માગે કે, દશ્ય જે જગત એમાં
જ બધું સત્ય આવી ગયું એમ માનવું અને બીજે
પંડિતને દ્રાવિડી માર્ગ કે, પ્રકૃતિવાદને સત્ય સ્થાપિત
કરો અને પછી એ નિશ્ચિત નકકરતામાં જ
ફસાઈ પડવું. આ બેઉ માર્ગો આપણને આપણા
આધ્યાત્મિક સત્યથી દૂર રાખવામાં આબાદ ફાવે છે.
આત્મસંશાધન એ કઈ બૌદ્ધિક પૃથક્કરણનું
પરિણામ નથી. એ તે, આપણા સ્વભાવ પર સંપૂર્ણ
સંયમ મેળવવા દ્વારા સધાતી સંપૂર્ણ માનવતાનું
* अन्धं तमः प्रविशन्ति येऽविद्यामुपासते ।
ततो भूय इव ते तमो य उ विद्यायां रताः ॥
“અવિદ્યાની ઉપાસના કરનારા દર્શનરહિત અંધકારમાં
પ્રવેશ કરે છે; પરંતુ જેઓ વિદ્યામાં રત રહે છે, તેઓ
તેનાથી પણ વધારે અંધકારમાં પ્રવેશે છે.” બૃહદારણ્યક
ઉપનિષદ, ૪–૪–૧૦; તથા ઈશાવાસ્ય ૯)

-
હિંદુ જીવનદષ્ટિ તત્ત્વસાક્ષાત્કાર
2.
ફળ છે. જે આપણા વિચાર સાચા હોય તો આપણે
આચાર એગ્ય થાય, એવી માત્ર બુદ્ધિમાં જે શ્રદ્ધા
પહેલાં હતી તે સાચી નથી. એકલું કેરું જ્ઞાન એ તે
એક આભરણ જેવું, દેખવા માત્ર છે. એનાથી ચિત્તને
મુક્તિ નથી મળતી. છાંદેપનિષદમાં નારદ એકરાર
કરે છે કે, શાના મારા મેટા જ્ઞાનભાર છતાં મને
આત્માનું સત્ય સ્વરૂપ ન સમજાયું. વળી એ જ
ઉપનિષદમાં કહ્યું છે કે, શ્વેતકેતુ પિતાના વિદ્યાભ્યાસની
અવધિ પૂરી કરવા છતાં માત્ર ગર્વિષ્ટ બન્યું છે અને
સાચું જ્ઞાન પામ્યો નથી. અધ્યાત્મપ્રાપ્તિ એ કાંઈ
માણસની બુદ્ધિના પરિપાકનું ફળ નથી, પરંતુ એ તે
એથી પર એવા ચેતનાનો સંચાર છે, કે જેને લઈને
બુદ્ધિ પણ ચેતન પામે છે. કઠોપનિષદમાં કહ્યું છે કે,
१. त ह पितोवाच, 'श्वेतकतो! तमादेशमप्राक्ष्यः येनाश्रुत
श्रुतं भवति.
. . .” "कथं नु भगवः स आदेशो भवतीति!
તેને પિતાએ પૂછ્યું, હે શ્વેતકેતુ ! તું એ ભણતર
ભય છે કે જેનાથી ન ભણેલું, ન વિચારેલું, ન જાણેલું
જાણી શકાય છે?
ત–“ભગવાન ! એ ભણતર
વળી કેવું !”
(છાંદોગ્ય૦૬-૧-ક)
२. पराञ्चि खानि व्यतृणत्, स्वयंभूस्तस्मात् पराङ् पश्योत"
नान्तरात्मन् । कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षदावृत्तचक्षुरमृतत्वमिच्छन् ।
(કઠ૫૦ ૫-૧).
t

જગતને આવતી કાલનો પુરુષ
“સ્વયંભૂએ ઇંદ્રિના છેદ બહિર્મુખ કર્યો છે, તેથી
પુરુષ બહાર જ જુએ છે; પોતાની અંદર નહીં.
પરંતુ અમૃતત્વને ઈચ્છતે કેઈ ધીર પુરુષ
-આંખને અંદર વાળીને અંતરાત્માને જુએ છે.”
જેમણે પોતાનું ચિત્ત શુદ્ધ કર્યું છે, એટલે કે, લેભ
અને ઈર્ષ્યા, વેર અને વિકલ્પબુદ્ધિ જીત્યાં છે, એ
માણસ પ્રજ્ઞા-ચક્ષુથી અંતરમાં જોઈ શકે, તે વસ્તુ
ઉપર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. આમાં
મનુષ્યજીવનની પરિપૂર્ણતા છેઃ તે દ્વારા મનુષ્ય
પિતાના પ્રત્યેક અંતરંગને પૂર્ણપણે ખીલવે છે; ત્યાં
તેની બધી ઈદિયે એકત્ર થાય છે, અને સમગ્ર
ચિત્ત સમાહિત બની, એક કુદકાની સાથે તે એક
ક્ષણમાં, એવી વસ્તુઓનો સાક્ષાત્કાર કરે છે કે
જેમને શબ્દમાં વર્ણવવી સહેલી નથી.
કે આ અનુભવ અનિર્વચનીય અને ચિત્તવ્યાપારથી
પર છે, છતાં આટલું કહી શકાય કે, તે દિશામાં
જઈને જીવાત્માની ઝંખના, એની અનંત ખોજ,
એની તૃષ્ણા અને અજંપ, એનો તલસાટ ને
વિચારભાર–એ બધું પરમાત્મમય થઈ જાય છે. આવું
જ્ઞાન કે આ આત્માનુભવ મનુષ્ય મેળવી શકે છે
અને એમાં એના જીવનને અર્થ રહેલો છે. એ
ધર્મ છે; એને વિષે વાદવિવાદ કર એ નહિ.
આમ જે-

હિંદુ જીવનદષ્ટિ ને તત્ત્વસાક્ષાત્કાર
33
એમાં, જીવન- કે ઈશ્વર-વિષયક વિચારોની આખરી
સાબિતી ને સમર્થન રહેલું છે. ઈશ્વર એ કે ઈ
બૌદ્ધિક વિચાર કે નૈતિક સિદ્ધાંત નથી; ઈશ્વર
એટલે તો ત્યાંથી વિચારો અને નીતિનિયમના સિદ્ધાંત
પિતે જ જન્મે છે તે ઊંડામાં ઉડી અનુભૂતિ છે.
એ તર્કથી રચેલી કપના નથી; એ તે સાક્ષાત્
જોયેલું સત્ય છે, કે જે આપણ દરેકમાં આપણા જીવન
આધાર તરીકે રહેલું છે. તેથી, આપણો ઉદ્ધાર ધર્મને
વાદથી નથી, પણ આવા જ્ઞાનથી છે; અને એ જ્ઞાન
મનુષ્યને આખો ને આખો નવો બનાવ્યાથી – દ્વિજત્વથી
નીપજે છે. કેઈને કશી વસ્તુ બતાવવા આંગળી
કરે ને પેલે તે જુએ એટલે આંગળી બતાવતી મટે
તર્કજ્ઞાન એના જેવું છે. ત્યારે, સત્ય જ્ઞાન તે
એક અનુભવ છે; આત્મા પરમાત્માના એક્યનું દર્શન
છે; શુદ્ધ –ઋતંભરા પ્રજ્ઞા છે; ત જેને અનુમાને
છે ને શાસ્ત્ર જેનું પ્રતિપાદન કરે છે, તેના દર્શનની
એ ઝાંખી છે. સંયમી જીવન તકનું પ્રજ્ઞામાં
અને પંડિતનું બિરમાં પરિવર્તન કરે છે.
* तमेव धीरो विज्ञाय प्रज्ञां कुर्वीत ब्राह्मणः । नानुयायादवहू-
ઝાન્વી વિનં હિ તિિત ! (બૃહદા. ૪-૪-૨૧)
તે આત્માને જ (શાસ્ત્રાદિથી) જાણીને બુદ્ધિશાળી
બ્રાહ્મણ પ્રજ્ઞા (સાક્ષાત અનુભવ) પ્રાપ્ત કરે; બહુ શબ્દનું

૬૪
જગતને આવતી કાલને પુરુષ
પણ તેથી હું એમ નથી કહેતા કે, લાગણીમાંથી
શક્તિ સાંપડે છે કે
કે અંધારામાંથી અજવાળું
નીપજે છે. આત્માનુભવની જે સત્યતા
તે તેના ઊગમની ગૂઢતા કે તેનાથી આપણને થતા
આનંદમાંથી નથી નીપજતી. તે નીપજે છે એ
સંગીન હકીકતમાંથી કે, તે અનુભવ આપણું
ઝંખનાઓ અને વાસનાઓને – આપણું તૃણુને
શમાવે છે, અને તેમાં આપણું બૌદ્ધિક અશાંતિ
જાય છે; અને આમ કરીને તે
આત્માનુભવ વ્યક્તિને ચિત્તપ્રસાદ આપે છે તથા
સમૂહનાં સામાજિક સુલેહશાંતિ અને સુમેળમાં
ઉમેરે કરે છે. જેને સત્યની પ્રતીતિ થવા લાગે
છે તે પૂર્ણાત્મા બને છે, એટલે કે, તેનું ચિત્ત
પ્રશાંત થાય છે અને તે આત્મસંતુષ્ટ બને છે.
પણ આવી
અનુચિંતન ન કરે; કારણ કે તેનાથી માત્ર વાચિંદ્રિયને શ્રમ જ
પ્રાપ્ત થાય છે.”
ઈઝબ્રોક કહે છે, જે આપણે ઈશ્વરને રસ
આપણામાં સાક્ષાત ચાખવો હોય તે આપણે બુદ્ધિ પાર
જવું જોઈએ.
નામરૂપાત્મક માત્રથી છૂટા થઈ રહેવું
જોઈએ. ઈશ્વરનું રૂપ નિહાળવા, અક્ષરબ્રહ્મનું ઉચ્ચ
જ્ઞાન મેળવવા આપણે અજ્ઞાન અને અંધકારની દશામાં
(જાણે કે) જઈએ છીએ.” (The Ring પૃ. ૯)
9

હિંદુ જીવનદૃષ્ટિ તે તરવસાક્ષાત્કાર
ઉ૫
વિરોધાભાસ જેવી ગૂંચ જોતાં તેમાં જણાતી
નવીનતાને સત્ય શેધ માની બેસવું, કે રૂપકને
સાબિતી માની લેવી, કે માત્ર શબ્દને સત્યરૂપ
ગણી બેસવું – સત્યદર્શનના માર્ગમાં આવી જાતનાં
ભયથાને આપણે, ખરેખર, ગંભીરતાથી વિચારવા
જેવાં છે. એટલે, આપણને પડતી પ્રતીતિને ખૂબ
છણને તથા ચાળી ચાળીને લેવી એ આપણે માટે
બહુ મહત્વનું છે. બુદ્ધિશક્તિ વિષે જો સાશક
થઈશું તે આપણે સ્વસંતેષના અંધારપમાં જ જઈ
પડવાના. સિદ્ધ જ્ઞાન સાથે બંધ ન બેસે એવા કેઈ
પણ અનુભવને, જાદુઈ કરામતની જેમ, ફેંકી દેવો
જોઈએ. આધ્યાત્મિક થવામાં બુદ્ધિને ફેંકી દેવાની
નથી, પણ તેનેય વટાવીને પાર જવાનું છે. તેમાં
વિચારની માત્રા એટલી બધી વધારી મૂકવાની હોય
છે કે જેથી વિચાર જ જ્ઞાન કે દનરૂપ બની જાય;
અર્થાત, તેને આપણે સર્જનાત્મક વિચાર કહી
શકીએ. આધ્યાત્મિક થવું એટલે, કહો કે, સર્જક
વિચારશક્તિ ખીલવવી એ છે. એ રીતે, તત્ત્વજ્ઞાન
અને ધર્મ એ બે એક જ જીવનસાધનાનાં બે પાસાં
જેવાં છે.

જગતને આવતી કાલને પુરુષ
૨
ધર્મની આવી વ્યાખ્યા એક અતિ સૂક્ષ્મ
અર્થમાં માનવતાવાદી (humanistic) છે. તે
અનુસાર, ધર્મ એટલે માનવી જીવનને ખરેખર
નૈસર્ગિક વિકાસ. અલબત્ત, તેમાં બધી વસ્તુનું મૂલ્ય
માનવ પોતાની દષ્ટિએ આંકે છે ખરો, પણ તેમાં
સ્વાથી એકાંગીપણું નથી, કેમ કે એના સ્વભાવમાં
જડથી માંડીને ઈશ્વર સુધીના બધા સત્યાને
સમાવેશ થાય છે, કે તેમાં તેઓ પ્રતિબિંબિત થાય છે.
માણસ અનેક અંશધારી પ્રાણી છે. તે પશુવતુ પાર્થિવ
અને શારીરિક જ અંશ સાથે એક થઈ શકે કે
ચેતન એવી સ્વભાવવાળી બુદ્ધિ સાથે પણ એક થઈ
શકે. પણ, ગમે તેમ તોયે, આખરે માણસ માત્ર
પશુ જ નથી, કે ન તે તે થઈ પણ શકે. એટલે
બુદ્ધિ-તત્વથી નીચેના જીવનના અંશે પિતપિતાના
સ્થાનમાં ગમે તેટલા કીમતી કે અનિવાર્ય હોય,
છતાં, તે માનવપ્રાણીને આપે કબજો જે લે તે
તેથી ધબડકે વન્યા વગર તે ન જ રહે. અર્વાચીન
મનુષ્યના જીવન અને વિચારસૃષ્ટિમાં સ્વભાનવાળી
બુદ્ધિએ સર્વોત્તમ સ્થાન પચાવ્યું છે. તેની તેવી
બુદ્ધિ અમુક મર્યાદિત લક્ષ્ય બાંધી તેમાં સ્પષ્ટતાથી
પૃથક્કરણ કરે છે. ઇંદ્રિયગમ્ય અનુભવો અને તર્કસિદ્ધ

હિંદુ જીવનદષ્ટિ તે સાક્ષાત્કાર કે અનુમાનસિદ્ધ જ્ઞાન તે સ્વીકારે છે; પણ સુમ અંતરણાઓને તે આત્મલક્ષી ને જુઠી છું રદ કરે છે, ત્યારે હોવું તે એમ જોઈએ કે, સત્યશેક બુદ્ધિએ તેમને પણ ગૃહીત લેવી જોઈએ. અને પરિણામે આત્મઘાતક શંકાશીલતા જન્મી છે. વિતર્ક- પ્રધાન બુદ્ધિમાં શ્રદ્ધા હોવી એ અપર્યાપ્ત અહંકારને આત્માને કટ્ટરમાં કટ્ટર દુશ્મન બનાવનાર અહંભાવનાનું જ બીજું પાડ્યું છે. સાચે માનવતાવાદ આપણને એમ શીખવે છે, સામાન્યતઃ પ્રતીત થાય છે એના કરતાં માણસમાં વધુ કાંઈક છે, કે જેનાથી વિચારે અને આદર્શો ઘડાય છે; તેનામાં એક પ્રકારનું એવું સૂક્ષ્મ અધ્યાત્મ તત્વ રહેલું છે, જેથી કરીને માત્ર ભૌતિક પુરુષાર્થથી તેને સંતોષ વળતો નથી. મનુષ્યની સામાન્ય સ્થિતિ એ તેનું અંતિમ સ્વરૂપ નથી; તેનામાં એક સુકમ સત્ત્વ પણ રહેલું છે, જેને તમારે પ્રાણ, દિવ્યાંશ, આત્મા કે જે કહેવું હોય તે કહે. પણ, મનુષ્યની બુદ્ધિમાં ઊતરેલી જૂનામાં જૂની માન્યતા હોય તો તે એક છે. દરેકમાં એક એવી તિ રહેલી છે કે જેને કેઈ પણ શકિત નાબૂદ કરી શકે એમ નથી. તે અમર આત્મા છે, જે કુટરૂપે દરેકના હૃદયમાં કરાંત બિરાજેલો છે. અને દુનિયાના મેટામાં મોટા વિચારકે, “એને

જગતને આવતી કાલનો પુરુષ
ઓળખો, એમ એકમતે આપણને કહે છે. મેસિયસ
કહે છે, “જેણે સ્વાત્માને ઓળખ્યો છે તે ઈશ્વરને
પામ્યો છે.” સંત ઑગસ્ટાઈને કહે છે, “હે પ્રભુ,
ટેળામાંથી વિખૂટા પડેલા ઘેટાની પેઠે, હું તને ઓળ
બહાર ભટકતો હતો પણ તું તો મારી અંદર
જ બિરાજેલા હતા.
તને ખોળ હું જગતના
રસ્તા અને ચકલાં ખુંદી વળે. પણ તું ત્યાં હોય
ત્યારે મને મળે ને! તું તો મારી અંદર રહેલે
છે.” વધામ જ પહોંચવા જાણે આખું જગત બુંદી
વળીએ છીએ ! જગતનું જૂનામાં જૂનું જ્ઞાન
આપણને શીખવે છે કે, આ શરીરે આપણે ઈશ્વર
સાથે ઐક્ય સાધી શકીએ છીએ. એ સાધવા માટે
તે માણસને જન્મ છે. આ એનું નિયત કાર્ય એ
વીસરે, તો તેથી કુદરતને કાંઈ મોડું નથી થતું;
કેમ કે, આગળ કોક દહાડે તે એને પાછો પકડશે
અને આ જે એનું ગૂઢ સાર્થકય છે તે ફરજિયાત
તેની દ્વારા સધાવશે. સત્ય, સૌંદર્ય, શાંતિ, શક્તિ
અને જ્ઞાન એ બધાં આપણી શોધના વિષયરૂપ જે
દિવ્યાત્મા, તેનાં જ લક્ષણ છે.
આપણું સત્ય સ્વરૂપ તે કર્યું? આપણું સ્થળ
શરીર પરિવતી છે, આપણા વિચારે આકાશનાં
વાદળની જેમ ઘેરાઈ પાછા તેમની જ પિઠે વેરાઈ જાય

હિંદુ જીવનદષ્ટિ ને તત્વસાક્ષાત્કાર
છે; પરંતુ આત્માનો કદી નાશ નથી થતું. બધામાં
તે છે, છતાં તેમનાથી ભિન્ન છે. બનાવની
ઘટમાળથી એનું સત્વ બદલાતું નથી. અનેક
પરિવર્તનમાં એકરૂપતા લાગવી તે એને આભારી
છે. વસ્તુમાત્રને દ્રષ્ટા છતાં, તે એક રૂપે સ્થિર રહે
છે. વિશ્વમાં સતત અને અપાર કિયા ચાલે છે;
જીનાં શરીરમાં ધીરે ધીરે ફેરફાર થાય છે,
વૃત્તિઓમાં ગતિ ને આવેગ હોય છે; વિચારે
આવીને વિલીન થતા હોય છે; સ્મૃતિઓ સરી
જતી હોય છે. આમ સંસારવ્યાપી અસ્થિરતામાં
આત્મા જ એક છે કે જે સ્થિર એકરૂપ રહે છે.
આપણા વ્યક્તિત્વને સામાન્યતઃ આપણે આપણું
સવ આત્મા માનીએ છીએ, પરંતુ આપણું
વ્યક્તિત્વ આપણને અવિચ્છિન્ન અને એકધારું
પ્રતીત નથી હોતું. એમાં વચ્ચે મેટાં ગાબડાં હોય
છે કે જેનું આપણને ભાન નથી હોતું. પરંતુ દ્રષ્ટા
હમેશ હાજર હોય છે. મૃત્યુ આવે તોય તે દ્રષ્ટા
મરી શક્તો નથી. “આદિત્ય અસ્ત પામી જાય,
ચંદ્રમા અસ્ત પામી જાય, અગ્નિ શાંત થઈ જાય,
વાણ શાંત થઈ જાય, ત્યારે હે યાજ્ઞવલ્કય ! માણસ
તિ વડે પોતાને વ્યવહાર કરે છે?
આત્મારૂપી તિની સહાયથી.
આત્માના
છે.

જગતને આવતી કાલનો પુલ
તિથી જ તે બેસે છે, બહાર જાય છે, કામકાજ
કરે છે અને પાછા ફરે છે. દશ્ય પાસાનું કશું
દિષ્ટાને સ્પર્શી શકતું નથી. વૃત્તિઓ અને વિચારે
તથા વસ્તુઓ અને ઘટનાઓ એક સરખી જ કક્ષાનાં
છે, કેમ કે તે બેઉ દક્ય કેટિનાં જ છે. આત્મા
અન્યરૂપ થયા વિના, વસ્તુઓમાં પરિવર્તન થઈ શકે
છે. સર્વને દ્રષ્ટા એવા આ અમર આત્મા એવી
સ્થિતિ છે કે જેને કશું દાબી શકતું નથી, જે
અજન્મા અને અમર છે. જ્ઞાનમાત્રને – અરે મૂછ
ને સ્વપ્રને પણ – જે મૂળ આધાર છે. શંકરાચાર્ય
કહે છે કે, તેનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય એમ
નથી; એને સિદ્ધિની જરૂર પણ નથી, કેમ કે તે
સ્વસિદ્ધ છે. પિતે અકલ્પનીય છે; પરંતુ વસ્તુ-
માત્રની કલ્પના કે જ્ઞાનની ક્રિયામાત્રની શક્યતાને
એ આધાર છે. એનું અસ્તિત્વ ઈન્કારનારે પણ,
પિતે વિચાર કરે છે એટલા દ્વારા તે, એને
સ્વીકારીને જ ચાલે છે. આત્મા કોઈ ઇન્દ્રિય કે
ચિત્તની શક્તિ નથી, પરંતુ, એ આત્મા તે દરેક
* अस्तमित आदित्ये याज्ञवल्क्य चन्द्रमस्वस्तमित शान्तेऽनो
शान्तायां वाचि कि ज्योतिरेवायं पुरुष इति,
आत्मवास्य
ज्योतिर्भवतीत्यात्मनेवायं ज्योतिषास्ते पल्ययते कर्म कुरुते विपल्येतीति ।
થઉંદા ૪-૨-૬

હિંદુ જીવનદષ્ટિ ને તાક્ષાત્કાર
ઉ૬
ઇદ્રિય તથા શક્તિને ચેતન દેનાર, જેમાં આપણું
બધી ઇદ્રિ, બુદ્ધિ અને ઈચ્છાશક્તિ સમાઈ રહેલાં
છે, તેવું વિસ્તૃત અધિકાન છે. શરીર, મન અને
સંસાર એ તે આ ચિશક્તિ પર
પર લદાયેલાં,
,
લગભગ અયુક્તિ – મનસ્વીપણે લાદેલાં બંધનો છે.
આપણા રોજિંદા જીવનમાં આ સર્વાત્મા
મનના મેલ અને વૃત્તિઓથી ઢંકાયેલા હોય છે અને
તેની તથા જીવાત્માની વચ્ચે ગૂંચવાડે પડે છે.
જીવાત્મા તે માનસિક અને તાર્કિક શક્તિઓનું એક
તંત્ર છે, તે પિતાને માટે પરિપૂર્ણ વ્યક્તિત્વ અને
સ્વાતંત્ર્યનો દાવો કરે છે; પણ એટલુંય એને ભાન
નથી કે, પિતાને તે સતત પરિવર્તન દ્વારા જ
કાયમ રાખી શકે છે. આપણે માનીએ છીએ કે,
આપણું વ્યક્તિત્વ આપણું નજીકમાં નજીકનું અને
સૂક્ષ્મતમ ધન છે
આપણું સર્વોત્તમ શ્રેય છે. પરંતુ
તે દૃશ્ય પદાર્થોમાંનું જ એક છે: આત્માની
સરખામણીમાં તે ક્ષણિક અને આકસ્મિક છે;
સાપેક્ષ ઘટનાઓથી તેનું સ્વરૂપ ઘડાય છે. આપણે
એને વિચારગોચર કરી શકીએ, એનાં હિતાહિતની
ગણતરી કરી શકીએ, પ્રસંગોપાત્ત તેમનો ભોગ
આપી શકીએ. તે તે એક પ્રકારનું ચૈતસિક
સવ છે, કે જેને નામ દઈને બોલાવતાં જવાબ
- -

ફર
જગતનો આવતી કાલને પુરુષ
આપે છે, જેને દર્પણમાં પડછાયે પડે છે (નામરૂપ)
ગણતરીપત્રટેનો એક નંબર જાણે કે છે. તે
સુખદુઃખને ભાગી છેઃ સ્તુતિથી ફેલાય છે. નિંદાથી
સંકેચાય છે; અને માયાથી લેવાય છે. મુંડકેપનિષદ
એક વૃક્ષનાં વાસી બે પક્ષીઓ વચ્ચે ભેદ બતાવે
છે કે, એક તે મિષ્ટ ફળ ખાય છે ને બીજું તે
ખાતું નથી પણ જોયા કરે છે, પહેલું પક્ષી
જીવાત્મા છે, બીજું પરમાત્મા છે.
જીવાત્મા અને જગતની દશ્ય નામરૂપાત્મકતાને
વાચક' શબ્દ
છે. માયા એટલે વિશ્વની
ક્ષણભંગુરતા. દૃશ્ય જગત અને તેમના જીવો
આભાસમાત્ર છે એ માયાને અર્થ નથી, કેમ કે
સૃષ્ટિની સમગ્ર ગતિ અને આધાર એક પરમાત્મા
જ છે, જે વસ્તુમાત્રથી પર હોવા છતાં વસ્તુમાત્રમાં
ઓતપ્રેત રહેલા છે. હિંદુ તત્ત્વ અનેકેશ્વરવાદી છે
એવી ટીકા કરાય છે, પણ એને સાર એટલો જ
નીકળે છે કે, પૂર્ણ અને અગાધ એવું જે પરમ
સત્વ તેમાં પણ, પિતપોતાના સ્વભાવ અનુસાર
१. द्वा सुपर्णा सयुजा सखाया समान वृक्षं परिषस्वजाते ।
तयोरन्यः पिप्पलं स्वाद्वत्त्यनननन्योऽभिचाकशीति ॥
મુંડકટ ૩–૧–૧

હિંદુ જીવનદષ્ટિ ને તત્ત્વસાક્ષાત્કાર જીવતાં અને હરતાંફરતાં સ ભરેલાં છે. આ પરમ સત્ત્વના અધિકાન વગર, કશા પણ નામરૂપ કે દેશકાળ નહિ હોઈ શકે, કથાનું જન્મમરણ કે જીવન ન સંભવી શકેઃ વસ્તુમાત્રનું એ પરમ અધિષ્ઠાન છે. જાજા શબ્દ બીજ એક અર્થમાં પણ વપરાય : આપણે બાહ્ય જીવ એ જ આપણું સાચું - સ્વરૂપ છે એમ માનવું અને આપણું આધ્યાત્મિક -સ્વભાવથી ને તેની પ્રજ્ઞા અને સ્થિરતાથી દૂર થવું એવું જે જીવનું વલણ હોય છે, તે પણ માયા "કહેવાય છે. આ વલણ અંતઃકરણના અહંકાર- અંશનો આવિષ્કાર છે. ચિત્ત વ્યાપારે મૂળ નહિ ' પણ વ્યુત્પન્ન દેહન જેવા છે; એમનું નિગૂઢ પ્રભવસ્થાન વિદ્યારૂપ જે આત્મા, તેનાથી અંતરિત થવાથી તે અવિદ્યારૂપ બને છે, જેનું સ્વાભાવિક પરિણામ સ્વાર્થ રતિ આવે છે. માનવજીવનમાત્રને હેતુ સ્વરૂપની નિશ્ચિતિ છે. વ્યક્તિમાં નિવૃઢ રહેલી જે સત્ત્વપૂર્ણ અચલતા તેને નામરૂપાત્મક વિચ્છેદેના ઝઘડામાંથી અલગ કરવી એ છે. આપણે જે જ્ઞાન- ક્ષેત્રમાં સામાન્ય રીતે વિચારીએ છીએ તેની મર્યાદા વિસ્તારી શકીએ તેમ છીએ. મનુષ્ય પિતાનું શરીર, ઊર્મિઓ અને વાસનાઓ, અરે, માનસ-સર પર •

૯૪
જગતનો આવતી કાલને પુરુષ
મેજ સમાન ઊઠતા વિચાર પણ
આ બધાથી
પિતાનું સત્વ અલગ પાડી શકે છે, અને પિતાના
શુદ્ધ સ્વરૂપ જેવી જે ચિઘન અવસ્થા છે તેને.
પહોંચી શકે છે. દ્રારૂપ એનું જે શુદ્ધ-સ્વરૂપ
સ્વધામ, ત્યાં તે, સ્થિરતાપૂર્વક સંયમ કરતો કરતો,
પાછો જઈ શકે છે, અને એવી પ્રત્યક્ષ અનુભૂતિ
અને અભેદાવસ્થાને પામે છે કે જ્યાં પરિવર્તી
સંસાર લય પામે છે. આત્માને આવરતા ધુમાડાના
કવચને – તેની પરનાં અવિદ્યાનાં આવરણોને જ્યારે
આપણે ભેદીએ છીએ, ત્યારે અહીં ને આ શરીરે
જ આપણે આપણા જીવતરની નિયતિ સમાન છે
સ્વરૂપદર્શન તે પામીએ છીએ. “હું, આત્મા, તદ્દન
સરળ એવું જે બ્રહા, તે સત્-ચિત્—આનંદરૂપ
ત્રિમૂર્તિ છે. આપણું સામાન્ય જ્ઞાન જેનાથી દૂર રહે
છે એવું જે આપણું શુદ્ધ સત્ય સ્વરૂપ એને વિષે
બુદ્ધિથી ભાષાપ્રયોગ કરે હોય તો એ પ્રમાણે
કહીએ છીએ. આ સત્ય બીજાઓને પણ બતાવીએ
છીએ કે, તે શુદ્ધ અવ્યક્ત
- બ્રહ્મ અથવા તે આ
વિશ્વરૂપે આવિષ્કૃત થતે વિશ્વાત્મા છે. તેને.
પહોંચવા આપણે આપણાં ત્રિગુણાત્મક એવાં જે
શારીરિક તથા માનસિક લક્ષણે તેમને ગાળી નાખી,
ધીમે ધીમે, જ્યાં અભેદાવસ્થા છે ત્યાં
ગી..

હિંદુ જીવનદષ્ટિ ને સાક્ષાત્કાર
૬૫.
અાભના
કહું તો
નીકળી જવાનું છે. આ પ્રકારની નિષેધાત્મક સાધના
કરવાથી એવો અનુભવ પ્રગટે છે કે જેનું પવિત્ર્ય.
અવર્ણનીય છે. આ ઉન્મની, આ સમાધિ, આખા
ઓળા ઝીલતા શાંત મહાસાગર સમી
ગંભીર ને પવિત્ર વિશાળ શાંતિ, ગીતાની ભાષામાં
यथा दीयो निवालस्थः નિર્વાયુ દેશમાં સ્થિર
બળતી ત સમી, જાણે તેના સાગરમાં સ્નાન
કરતી આ સ્થિતિ, – તેનું વર્ણન કરવું અઘરું છે. ત્યાં
આગળ તે ગંભીર મૂકતા કે નિષેધાત્મક વર્ણન જ
આપણે માટે શકય છે. પરંતુ, આ દશામાંથી
ઉત્થાન પામી આપણી સાધારણ ચેતન દશામાં
આવીએ છીએ ત્યારે, પરમ આત્માના સર્વાતીત
ગૌરવને આપણે આપણાથી ભિન્ન વર્ણવીએ છીએ.
તેના તરફ આશ્ચર્યવત્ આકાંક્ષિત નજરે જોતા આપણે
કંપીએ છીએ, કરગરીએ છીએ ને કકળીએ છીએ.
આંખ ઊંચી કરવાની હિંમત સરખીય નથી થતી. આ
ઝઘડાળુ જગતની જંજાળમાંથી ભાગવાની આપણને.
ઈચ્છા થઈ આવે છે. આ ભાવમાં હોઈએ ત્યારે,
આપણે, આ સચરાચરમાં સભર ભરેલે જે પુરુષોત્તમ,
જે આપણું અને આ જગતની દ્વારા “વસુધૈવ
કુટુંબકમના ભાવને સાક્ષાત્કાર સિદ્ધ કરવાનું કામ
કરે છે, તે રૂપે તે પરમ તત્ત્વને રજૂ કરીએ છીએ.

જગતને આવતી કાલને પુરુષ
ઈશ્વર સાકાર છે એ ખ્યાલ જે આગળપડતો
હોય, તે તે માણસ પિતાને વિકાસ નમ્રતાપૂર્વક
ઈશ્વરપ્રણિધાન દ્વારા સાવવા મથે છે. અનાત્મનાં
બંધનમાંથી છૂટી આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપને
પામે એટલા સારુ, આપણે ભક્તિમાર્ગ અનુસરીએ
કે, જોઈએ તો, જ્ઞાનમાર્ગ. આ સ્વરૂપ પ્રાપ્તિને
જ્યારે આપણા બુદ્ધિક્ષેત્રમાં વિચારીએ છીએ,
કાર્યકારણભાવની સૃષ્ટિમાં જોઈએ છીએ, ત્યારે તે
ઈશ્વરકૃપાથી થઈ એમ આપણને લાગે છે.
બ્રહ્મ, પુરુષોત્તમ અને જીવ એમની વચ્ચે
ભેદ શંકરે સ્પષ્ટ બતાવ્યું છેઃ
આમ, નિરુપાધિક આત્મા વાણુને વિષય
ન હોવાથી, નિર્ગુણ હોવાથી તથા અદ્વિતીય હોવાથી,
તેને ઉલ્લેખ “આ નહીં, “આ નહીં” એ રીતે જ
કરી શકાય. તે જ આત્મા અવિદ્યા, કામ * તથા
તજનિત કર્મ વિશિષ્ટ દેહઇક્રિયાદિ ઉપાધિવાળા
થાય છે, ત્યારે તે સંસારી જીવ કહેવાય છે. પરંતુ
તે જ આત્મા નિત્ય તથા નિતિશય જ્ઞાનશક્તિની
ઉપાધિવાળ હોય, ત્યારે તે અંતર્યામી ઈશ્વર કહેવાય
છે, અને તે જ આત્મા
જ્યારે સર્વ ઉપાધિથી
હિત, પિતાના કેવળ તથા શુદ્ધ સ્વરૂપમાં સ્થિત
:

હિંદુ જીવનદષ્ટિ ને સાક્ષાત્કાર Sા. હોય, ત્યારે અક્ષર અને પર (આત્મા) કહેવાય છે. ત્યારે આપણે વસ્તુતાએ નિર્ગુણ, પણ સૃષ્ટિ તરફની દષ્ટિએ જોતાં સગુણ, એવા સત્યને સમજવા મથીએ છીએ, ત્યારે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે, તર્કશુદ્ધ ને સ્પષ્ટ કથને પણ બહુ બહુ તો અધૂરાં અને કામચલાઉ જ છે. જે વાચકે વાપરીએ તેમની એકસાઈ અને શુદ્ધતા પરથી એમ અર્થ નથી નીકળતો કે, તેથી વાચ્ય વસ્તુ પૂરેપૂરી સમજાઈ છે. જેમણે સત્યને પર્યું નથી, તેની ઝાંખી જેમને નથી, તેઓ સાપેક્ષ વાચક–શબ્દને નિરપેક્ષ સત્ય તરીકે સ્વીકારે છે, અને એના આત્મ- વિશ્વાસથી શબ્દ અને વ્યાખ્યાઓની વિકપાળ ગૂંથી વસ્તુને જ વીસરે છે. જે સત્યની ભૂમિકા હાચ તે જ શબ્દનો ખાલી અવાજ સત્યનો અર્થ સૂચક થઈ શકે. નિર્ગુણ અને સગુણ એવો ભેદ * "तस्मानिरुपाधिकस्यात्मनो निरुपाख्यत्वानिर्विशेषत्वादेकत्वाच्च नेति नेतीति व्यपदेशो भवति । अविद्याकामकर्मविशिष्टकार्यकरणोपा- धिरात्मा संसारी जीव उच्यते । नित्यनिरतिशयज्ञानशक्तयुपाधिरात्मा न्तर्यामीश्वर उच्यते । स एव निरुपाधिः केवलः शुद्धः स्वेन स्वभावेनाक्षरम् पर उच्यते । બૃહદારણ્યક. ૩, ૮, ૧૨ 19 જગતને આવતી કાલને પુરુષ તે કારણ પૂર્વ પશ્ચિમના ગૂઢવાદ માત્રમાં જોવા મળે છે. શંકર બ્રહ્મ અને ઈશ્વરનો ભેદ બતાવે છે, તો એકટ દેવાધિદેવ અને દેવને બતાવે છે. દેવ” અથવા ઈશ્વર એટલે જે થાય છે અને માટે છે? એવો, “ચર્ચની માન્યતાને, સગુણ, ત્રિમૂર્તિરૂપ પુરુષ. જ્યારે દેવાધિદેવ” અથવા પરમેશ્વર તે આ ઈશ્વર કરતાં ક્યાંય પર છે; ઈશ્વરની સત્તા • હયાતીનું અધિષ્ઠાન છે, સત્તા અને સાત્વિકતા બધાથી તે પર છે; ઈશ્વર–દેવ તેની અંદર સમાઈ રહેલે છે. હિંદુ તત્વવિચાર પર બે પરિચિત ટીકાઓ એ છે કે, તે વિશ્વને માયા માને છે, અને તેને દિવ્ય- અનેક દેવાળું –માને છે. ટીકાને ભેગી વિચારે તે તે પરસ્પર પિતાનું નિરસન કરી નાખે છે, અને એ વસ્તુને બતાવે છે કે, હિંદુ બે પ્રકારની વિચારગતિ ધરાવે છે એક ઉચ અને બીજી અવગઃ દિવ્ય જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ દ્વિમુખી નકારાત્મક અને હકારાત્મક, નકારાત્મકે. સાધના આપણને એવા આત્મજ્ઞાને લઈ જાય છે કે, જ્યાં નામરૂપ કે વિચારમાત્ર ઓગળી જઈ દશ્ય- માત્રના દ્રષ્ટારૂપ અધિદેવ બિરાજે છે, જે પ્લેટિનસ, એકહાર્ટ, રાઈઝબૂકનું લક્ષ્ય છે, – “દિવ્ય તમસ્', આ એ

હિંદુ જીવનદષ્ટિ તે તસ્વસાક્ષાત્કાર
અ.
- અનામી નિરાકાર શૂન્યત્વ. પણ, હકારાત્મક
સાધના-પ્રકાર પણ છે. એને અનુસરનાર ઓલિયે
એ એકરાર કરે છે કે, અનંતતાને શાંત
મહાસાગર, કે જેમાં વ્યક્તિ પિતાનાં નામરૂપ સાથે
વિલીન થઈ જાય છે, તે મહાસાગર સર્વનું વિભુ,
સર્વમાં વ્યાપક એવું જીવનતત્વ પણ છે.
છાંદેગેપનિષદનું ધ્રુવ સૂત્ર છેઃ
આ સર્વ જગત તાત્મક છે; તે જ સત્ય છે,
તે જ આત્મા છે; હે તકેતુ! તું તે જ છે.”
આત્મા જીવનનું હાર્દ છે, વિશ્વના વૈવિધ્યને
મણિગણવત્ પવી રાખનાર સૂક્ષ્મ સૂત્રાત્માં છે.
સત્યનું પણ તે સત્ય છે. દશ્ય જગત આભાસમાત્ર
નથી; પરંતુ, અનિત્ય, વધતું અને ઘટતું, ખીલતું
અને ચીમળાતું, એમ અપર હોવા છતાં, તેને
પણ સત્તા છે. બૃહદારણ્યક ઉપનિષદનું આ સૂત્ર
પણ જુઓઃ “જે પૃથ્વીમાં રહેલો હાઈ, પૃથ્વીને
અંતર્યામી છે; જેને પૃથ્વી નથી જાણતી, પણ
પૃથ્વી જેનું શરીર છે; જે પૃથ્વીનું અંદર રહીને
નિયંત્રણ કરે છે, તે તારે આત્મા, અંતર્યામી, અમૃત
* 'एतदात्म्यमिदं सर्व, तत् सत्यं, स आत्मा, तत्त्वमसि श्वेतकेतो'
– છાંદેગ્ય૦ ૬-૧૦, ઈ.

જગતને આવતી કાલનો પુરુષ
છે. અને આ કથન જગતની સ્થલ તથા સૂક્ષ્મ
સર્વ વસ્તુઓને લાગુ પડે છે, કે જે બધી જ ઉપર
કહેલા અદશ્ય એવા અંતર્યામીનાર વ્યક્ત-શરીરરૂપ
છે. શંકર પણ કબૂલ કરે છે કે, “નામરૂપાદિ વિકારરૂપ
આ આખું જગત (જેટલે અંશે
પરમાત્મા તેના આત્મારૂપે છે તેટલે અંશે) સત્ય છે;
પણ સ્વતા, પોતાની સત્તાએ, અમૃત છે. સર્વત્ર
સર્વ વસ્તુઓનું આસ્પદ આશ્રયસ્થાન સત્ છે."હિંદુ
સતુ એ
તે
-----
થઉંદી૩-૭,
१. 'यः पृथिव्यां तिष्ठत् पृयिव्या अन्तरो यं पृथिवी न
वेद यस्य पृथिवी शरीरं यः पृथिवीमन्तरो यमयत्येष त
आत्माऽन्तर्याम्यमृतः ।
૨. ઉપરની નોંધમાં ટાંકેલા કોકમાં આગળ ગણાવેલી
પ્રાણ, વાણી, આંખ, કાન, મન, વિજ્ઞાન, રેતમ્ એ બધી
સૂક્ષ્મ વસ્તુઓ; અને પાણી, અગ્નિ, અંતરિક્ષ, વાયુ, ઘ,
આદિત્ય, દિશાઓ, ચંદ્ર, તારા, આકાશ, તમન્ – તેજ,
સર્વ
ભૂતો એ બધી સ્કૂલ વસ્તુઓ છે.
૩. એટલે ઉપરના લેકમાં કહ્યું છે તેમ, “જેને પૃથ્વી
નથી જાણતી, પણ જે પૃથ્વીને જાણે છે;” તે અંતર્યામી.
४. सर्व च नामरूपादि विकारजातम् सदात्मना एव सत्यम् ,
વસ્તુ અમૃતમ્ | શંકરાચાર્ય, છાંદેગ્ય૦ ૬–૩–૨ ઉપરના
ભાગમાં.
૫. સાપમ્ સ સર્વત્ર શંકરાચાર્ય, ભગવદ્ગીતા
૧૩-૧૪ ઉપરના ભાષ્યમાં.

હિંદુ જીવનદષ્ટિ ને સાક્ષાત્કાર આભાસમા - થયા જ વિચારોની દષ્ટિએ, શૂલ જગત સત્ છે, તે – માયા નથી. તે આત્યંતિક સત્ય હોવાથી સત્ છે એમ નહિ, પણ આત્યંતિક સત્યનું વ્યક્ત રૂપ છે તે તરીકે એની સત્તા છે. જગત એ આત્યંતિક સત્ય છે એમ માનવું એ મેહ છે. આમ, જો “જગત એ માયા છે એ પરની ટીકા બતાવે છે કે, સર્વશ્રેષ્ઠ પરમ તત્વ અવ્યક્ત, આકારરહિત અને નિશ્ચલ છે, તે હિંદુ તત્વવિચાર પરની બીજી ટીકા (કે તે દિવ્ય છે, અનેક દેવામાં માને છે) એ બતાવે છે કે, એ પરમ તત્ત્વ નિરંતર પિતે વ્યક્ત કરે છે–તે ચલ સર્જક શક્તિ પણ છે. દેશકાલથી પર અને સંપૂર્ણ એવા શુદ્ધ આત્માનો અનુભવ થયાથી તેના કરતાં વધુ અનુભવાતા એવા આ જગત્તત્ત્વ (અફસ, એ અપૂર્ણતાથી ભરેલું તો છે જ.) પ્રતિ તુચ્છકાર જમે છે એમ દલીલ કરવી કરવી એ ખબર નથી. સત્ય અને સત્તાધારી એ એને તાવિક અસંગતતાઓ તરીકે સામસામે ન ઠેકવવાં જોઈએ. જેમણે સંપૂર્ણતાનાં દર્શન કર્યા છે તેઓ સંપૂર્ણતા વધારવા અને અપૂર્ણતા ઘટાડવા સતત મળે છે. ઉત્તરોત્તર પિતાની સર્જનશક્તિનો સર્વદા આવિષ્કાર કરતા જ રહેવું એ જ જીવન છે. જેણે / પરમ જગત wr * *

જગતનો આવતી કાલને પુરુષ
પરમ તત્વ જોયું છે તે માણસને જીવન, વ્યક્તિત્વ
અને ઈતિહાસ મહત્ત્વનાં થાય છે. ઈશ્વરી જીવન
એ આપણા જીવનની પરિપૂર્ણતા છે.
માણસ પરમાત્માની પ્રતીતિ પામે, ત્યાંથી
સ્થૂલ પ્રતિ પાછા વળીને આવે, અને એ સત્યદર્શન
પ્રમાણે પોતાના જીવનને નિયમે, ત્યારે એ પૂર્ણ
પુરુષ થાય
છે; લગભગ અકલ્પનીય એવી
સાર્વભૌમતાને તે પામે છે. અત્યાર સુધી એની
બધી શક્તિઓ સંકુચિતાર્થોની સિદ્ધિમાં બંધાઈ
રહી હતી તે હવે વિશાલાર્થો પાછળ વપરાવા માટે
મુક્ત થાય છે. માયાવાદ આપણને એમ શીખવે
છે કે, દેશકાલબાધિત વસ્તુઓના જગતમાં અને
તેની વાસનાઓમાં જે આપણે ફસાયા અને એમને
સત્તા દેનાર એકમાત્ર જે તેનું સત્ય અધિષ્ઠાન તે
તરફથી આપણું નજર ચૂક્યાતે આપણે આપણા
સત્ય સ્વરૂપથી ટ્યુત થઈશું. જગતની વસ્તુઓ
એવી તો આકર્ષક છે કે તેઓ આપણામાં
તીવ્ર તૃણુઓ જગાડે છે. પરંતુ આંતર
સર્વને સંતોષવાની તેમનામાં તાકાત નથી, અને
બાહ્ય જગતમાં તે ભયંકર ગોટાળારૂપ નીવડીને
ઊભી રહે છે. પણ આ કહેવાને એવો અર્થ નથી
કે, આપણે જગતના હિત પ્રત્યે બેદરકાર બનીએ કે

હિંદુ જીવનદષ્ટિ ને સાક્ષાત્કાર
હ
શરીર તથા મનને વિષે તુચ્છકારબુદ્ધિ ધરીએ.
શરીર આત્માની એક જરૂરિયાત છે. પુનર્જમમાં
માનનાર દર્શનશાસ્ત્ર શરીરજીવનને એમ તુચ્છકારી
ન શકે, કેમ કે દરેક આત્માને શરીર તો જોઈએ.
સાધનાની સફળતાને માટે વૈયક્તિક
વૈયક્તિક જીવનને
દબાવવાનું નથી, પણ પરમ સત્યની દષ્ટિએ તેને
ઉન્નત અને શુદ્ધ કરવાનું છે. જેનામાં આત્મત
જાગી છે તે પુરુષ નવે અવતારે જાણે આવે છે
બ્રિજ બને છે, તેને પલટે જ થઈ જાય છે, તે
ઈશ્વરને એલિયે બને છે. દિવ્ય ઈશ્વરશક્તિ એના
અંતરમાં પ્રવેશે છે, ત્યાં સભર ભરાય છે ને તેની
દ્વારા ઊભરાય છે, જેથી તે તેમાં તન્મય થઈ રહે
છે અને તેમાં રહ્યો સમૃદ્ધ બને છે. એને માટે
ઈશ્વર પિતાથી જુદે નથી; પરંતુ પિતાનો
અહંભાવ તેના કરતાં પણ વધારે નિકટ એવું તેનું
સાચું આત્મસ્વરૂપ છે. “હું જીવું છું, પણ તે હું
નથીઃ તે તો મારામાં રહેલો ક્રાઈસ્ટ છે.” પ્રાકૃત
અપર દૃષ્ટિથી, તે તેનું અલગ વ્યક્તિત્વ રાખે છે,
આત્માની – પરમાર્થ – દષ્ટિએ, ઈશ્વરે એનો કબજે
લીધે છે ને એના વ્યક્તિત્વને તે નવું ઘડે છે.
અભિમાની જીવાત્માને અહંકાર જતો રહીને તેને
સ્થાને પ્રભુમય ઓલિયા પુરૂષની નમ્રતા એનામાં

જગતને આવતી કાલ પુરા
આવે છે. જગતમાં તે પુરુષ વિચરે છે–કામ કરે
છે, અને તે એ શ્રદ્ધાથી કે, પરમ શુદ્ધ જીવન સદા
ઉમદા અને સુંદર હોય છે એની નિષ્ફળતા કે
વૈફલ્ય એ જ અશુભ છે.
છે, તેને
અધ્યાત્મમૂલક ધર્મનાં મૂળભૂત સત્ય એ છે
કે, આપણું ખરું સ્વરૂપ પરમાત્મતત્વ છે,
ખોળવું અને જ્ઞાનપૂર્વક તદ્રુપ બનવું એ આપણું
કર્તવ્ય છે, અને એ સ્વરૂપે આપણ સૌ એક છીએ.
જેણે પિતાનું સત્ય સ્વરૂપ ચીન્યું છે તેને, પિતે અલગ
કાંઈક સત્ત્વ છે, એવું ભાન નથી થતું. તેને તો,
ઊલટું, સાર્વભૌમ સર્વવ્યાપક જીવનનું ભાન થાય છે,
કે જે જીવનના
જીવનના બધી
બધી વ્યક્તિઓ, બધી પ્રજાએ
અને બધાં રાષ્ટ્રો વિશિષ્ટ આવિષ્કારે છે. મનુષ્યના
સર્વ પુરુષાર્થ અને મહેચ્છાઓની પાછળ એક જ
પ્રેરણા રહેલી છે. અને તે છે જીવનમાત્રના ઐક્યની
–આત્મક્યની અંતરમાં રહેલી અનુભૂતિ, જેને આ
શબ્દથી વર્ણવાય છે કે “તું મારામાં છે,
તારામાં છું.” બંધુતા જીવન છે, એને અભાવ મરણ
છે. સમગ્ર માનવજાત સૂક્ષ્મરૂપે એક છે, એ સત્ય
આપણને કદી છેડનાર નથી. જગત અવારવાર
ગાંડપણ કરી બેસે છે, પણ તે તો આગંતુક માત્ર
હું

હિંદુ જીવતદષ્ટિ તે સાક્ષાત્કાર
છે; એનાથી એ સત્ય નાબૂદ નહિ થઈ શકે.
પિતાની માનવ–નિ અને બીજી એનિમાત્ર જોડે
હળીમળીને રહેવા ઈચછનારાઓ, અમુક લોક પિતાના
દેશના કે પિતાની કેમ નથી, એટલે તેઓની
તલે ભલે થતી, એમ માની મનમાં મજા નહિ
માણું શકે. તેઓ વધારે વિશાળ અને વ્યાપક
દૃષ્ટિ જમાવવા મથતા હોઈને, સ્વાભાવિક જીવનનાં
મૂલ પ્રભવસ્થામાંથી આપણને આકષી જતા
કૃત્રિમ જીવનપથને ભેદીને તેમની પાર નીકળી જાય
છે. બીજી કો તથા દેશ પ્રત્યેની આજની
આપણી સાધારણ બનેલી મનોવૃત્તિઓ કૃત્રિમ
વેશપલટા માત્ર છે; કૃત્રિમ વેશ ધારણ કરવાની,
જ્ઞાનપૂર્વક અને કાળજીથી કેળવાતી આવેલી, લાંબા
કાળના અભ્યાસથી ઘડાઈ ગયેલી, વિચાર અને
લાગણની ટેવો જ એ મનોવૃત્તિઓ છે. મનુષ્યની
ખરી સમાજવૃત્તિ તદ્દન વિચિત્ર જ બની ગઈ છે
એના લોહીમાં ઝેર રેડાયા કરવાથી તે શિકારી પશુ
બની ગયેલ છે. કેમવાદ અને રાષ્ટ્રવાદ આપણી
ઊતરતી વૃત્તિઓને કામમાં લે છે. સામાને
ધમકાવ ને ધૃત, મારો ને લુંટ; અને એ
અધું એવી લાગણી સાથે કે, આપણે પૂરાપૂરા ગુણવાન
છીએ ને ઈશ્વરી કામ કરીએ છીએ ! આ પ્રકારનું

જાતને આવતી કાલનો પુલ
કાર્ય એ બે વાદો આપણી પાસે માગે છે.
જેઓનો આત્મા જાગ્રત થયે છે તેમને આ વાદે
તિરસ્કારપાત્ર લાગે છે. તેમને મન બધી પ્રજાએ
અને રાષ્ટ્ર એક જ આકાશછત્ર નીચે રહેતું કુટુંબ
છે. તેઓ નવા જ સામાજિક સંબંધની ઘોષણા
કરે છે, અને જે સમાજમાં દરેક વ્યક્તિને નાગરિક
સ્વાતંત્ર્ય હાય તથા નાના કે મોટાં સો રાષ્ટ્રોને
રાજકીય સ્વાતંત્ર્ય હોય, એવા નવા સમાજનિર્માણની
એવામાં તેઓ કાય છે.

અમરતાને ઉષ:કાળ ધૃષ્ટતાભર્યો તાર્કિક શંકાવાદ, ઉપરછલે નીતિધર્મ, અને કેમ તથા રાષ્ટ્રની વિકરાળ અને વગર સમજની ઉત્સાહાર્મિઓ—એની પર રચાયેલી સંસ્કૃતિ તૂટી પડે તેથી આપણે ધીરજ ખાઈ બેસવાની જરૂર નથી; કારણ કે એની અંદર સમાજ- વિરોધી અને નીતિવિધી એવાં તો પડેલાં છે કે તે નાશ પામવા જેવો જ છે. આખા માનવ- સંસારના હિતને નહિ, પણ કેટલીક જબરી અને સત્તાધારી વ્યક્તિઓ અને કેટલાંક એવાં રાષ્ટ્રના જ હિતમાં એ સંસ્કૃતિ સમર્પિત થયેલી છે. એમાં જે કાંઈ કીમતી છે તે, જન્મવાને મથી રહેલી નવી દુનિયામાં ઊતરશે. આમ ઉપરના

જગત આવતી કાલે પુરુષ
દેખાવો પરથી તો ઊલટું લાગે છે; છતાં, વર્તમાન
અસ્થિરતામાં આપણે જોઈએ છીએ કે, ઉપઃકાળ
ધીમે ધીમે જળહળતો જાય છે, એકાગ્ર પુરુષાર્થ
જાગવા લાગ્યો છે. એ પણ પ્રત્યક્ષ થતું જાય છે કે, ગુપ્ત
આત્મતત્વ જેવી વસ્તુ છે, કે જ્યાં આગળ આપણે સૌ
એક છીએ અને જેને આ જગતમાં સર્વોચ્ચ આવિષ્કાર
સનુષ્યજાત છે; અને આ જ્ઞાન જીવનમાં ઉતારી, જગતમાં
આત્માનું રાજ્ય સ્થાપવાની ઈચ્છા વધતી જાય છે.
માણસના અવરજવર માટે અને વિચારોના વિનિમય
માટે વિજ્ઞાને જરૂરી સાધને સંપાડ્યાં છે. બૌદ્ધિક
ક્ષેત્રમાં, આખું જગત સમાન વિરાર અને પરસ્પર
જ્ઞાનની લેવડદેવડને તાંતણે એતત થતું જાય છે.
સાંપ્રદાયિક તાત્વિક માન્યતાઓનાં ભૂતકાળમાં જે
વિડ્યો હતો તે પણ હવે એટલાં બધાં અજેય નથી
રહ્યાં.
વિચાર અને સમાલોચના-શક્તિ એવી
પ્રગતિ કરી રહી છે કે, તેનાથી જુદા જુદા ધર્મોને
અનંતતાની, સાર્વભૌમતાની, તથા સદા સર્વદા અને
સર્વત્ર જીવન જેને અનુસરે છે, બળે છે, અને પામીને
રા
છે એવું જે આત્મયનું
મહત્તા જાહેર કરવામાં મદદ થઈ રહી છે?
આપણે વધારે સ્પષ્ટતાથી જોઈ શકીએ છીએ કે,
કેઈ પણ ધર્મનું સત્ય તે ધર્મનું જ
સત્ય, તેની
ખાસ કે

અસરતાનો ઉષ:કાળ ક --- “ઘડાય. ખાનગી નથી, એના પૂજારીઓ જેના પર કદાચ ખાસ જેર દે, કે એના અનુયાયી જેને માટે જેહાદ ખેડવા કદાચ કમર કસે, એવા વિધિનિષેધનો શબ્દ માત્ર તે નથી; ધર્મનું સત્ય તે તે ધમને એ અંશ છે કે જે સૌને સો આપી શકાય. માનવજાતે જગતના તથા પોતાના સ્વરૂપને અંતિમ -સાક્ષાત્કાર કરવો હોય તો તે એક જ રસ્તે બની શકનાર છે. અને તે છે સાર્વત્રિક અને માનવતા- પૂર્ણ ભાવનાઓને પ્રચાર. માનવજાત હજી તે છે. જે વર્તમાન માનવજીવન આપણે જોઈએ છીએ એ તે આવતી કાલે બનનાર નવજીવનની કાચી સામગ્રી માત્ર છે. જે આપણે સો સાથે મળીને એક જોર કરીએ અને ઉચય આશય - તથા સુંદર નિશ્ચયથી આગળ વધીએ, તો અત્યાર સુધી નહિ કપેલી એવી પરિપૂર્ણતા, સ્વતંત્રતા અને સુખ આપણું મનુષ્યજાતના હાથમાં આવી મળનાર છે. એને સારુ જરૂર એની નથી કે આપણે અમુક માન્યતાઓ કે કાર્યકમ ઘડીએ; જરૂર એની છે કે, આપણા હૃદયમાં આત્માની શક્તિ ઝળકેઃ કે જે શક્તિ આપણું લોભ, સ્વાર્થ વગેરેની વૃત્તિઓને સંયમિત કરવામાં અને આપણી સાથે એક ઈચ્છા ધરાવતા જગતને સંગઠિત કરવામાં મદદ કરશે. : -* કે तपो ब्रह्म ઝઘડા લે ખાસ યથા પિંડે તથા બ્રહ્માંડે છે. ગતમાં જે છે, રાજકારણી વિચારોમાં જે અરાજક વર્તે છે, નીતિનાં રણમાં જે ગોટાળા ઊભા થયા છે, આ બધાનું મૂળ કારણ એ છે કે, મનુષ્યની સર્વાગી કેળવણને ભેગે માત્ર બુદ્ધિની તાલીમ પર મહત્ત્વ અપાયું છે. સત્યના અમુક-તમુક અંશનું અનંત સત્ય છે કે આપણે અનુસંધાન નથી કરી શકતા. કે અનંત સત્ય બુદ્ધિચક્ષુથી નથી જોઈ શકાતું, છતાં આપણા માનવ જીવન માટે એનું દર્શન એટલું તો મહત્ત્વનું છે કે, તેને માટે આપણે લડવા તૈયાર થઈ જઈએ છીએ, અને તેની ખાતર ભૂટા થઈ જવામાંથી પણ પાછા નથી પડતા. જગતમાં અર્થહીન બની છેઆપણે ભટકવું ન હોય તે આપણા સમાજ-જીવનમાં જે પરસ્પર વિગ્રહમાણ આવે છે, તે બધાને એકમેકમાં મેળ ખવડાવો જોઈએ. માનવ આચારતું. ધ્યેય શોધવામાં, તથા માનવ ચિત્તના ઉચ્ચ પુરુષાર્થોનું ઐક્ય સાધવામાં, વિજ્ઞાનની પ્રત્યક્ષ વિદ્યાઓના કરતાં ધર્મ અને ફિલસૂફી આપણને વધારે મદદ કરે છે. વિચારનું એકાગ્ર સેવન, નહિ કે તાર્કિકતા, ધ્યાનબળ, નહિ કે પ્રાર્થના આપણા સત્ત્વને ખીલવે છે, ઉન્નત કરે છે, અને પલટાવે છે, જેને પરિણામે જગત નવજીવન પામે છે. આંખ મીંચી, અંતર્મુખ થવાથી, ધારણાપૂર્વક ચિંતન કે ધ્યાનથી આપણું અંત:કરણ પલટાય છે. સ્વર્ગ મળવાની કે પોતાની ભૂમિકા એ આપણા અંતરાત્માના પરિવર્તનમાં રહેલી છે. વિચારને એકાગ્રપણે સેવવામાંથી આપણે ઘડતર કરીએ છીએ. આપણે શક્તિ પામીએ છીએ ને નવસર્જન કરીએ છીએ.. આધશજલ પર પ્રભુએ એકાગ્રપણે વિચારસેવન કર્યું ને જીવન પ્રગટાવ્યું. એકાગ્ર વિચારસેવન સર્જક શક્તિ છે: છે તો બ્રહ્મ છે એમ.

સર સર્વપલ્લી રાધાકૃષ્ણન સર્વધર્મસમભાવનો પંડિત સર સર્વપલ્લી રાધાકૃષ્ણન સર્વધર્મસમભાવનો પંડિત तपो ब्रह्म ખાસ ચયા પિર તથા બ્રહ્માંડે . જગતમાં જે ઝઘડા ચાલે છે, રાજકારણી વિચારામાં જે અરાજક વતે છે, નીતિનાં રણમાં જે ગોટાળા ઉભા થયા છે, આ બધાનું મૂળ કારણ એ છે કે, મનુષ્યની સર્વાગી કેળવણીને ભોગે માત્ર બુદ્ધિની તાલીમ પર મહત્વ અપાયું છે. સત્યને અમુક અશોનું અનંત સત્ય છે. આપણે અનુસંધાન નથી કરી શક્તા. જોકે અનંત સત્ય બુદ્ધિ-ચક્ષુથી નથી જોઈ શકાતું, છતાં આપણા માનવ જીવન માટે એનું દર્શન એટલું તો મહત્ત્વનું છે કે, તેને માટે આપણે લડવા તૈયાર થઈ જઈએ છીએ, અને તેની ખાતર ભકા થઈ જવામાંથી પણ પાછા નથી પડતા. જગતમાં અર્થહીન બની ને આપણે ભટકવું ન લેવાય તે આપણા સમાજ-જીવનમાં જે પરસ્પર વિગ્રહમાણ આવે છે, તે બધાને એકમેકમાં મેળ ખવડાવવો. જોઈએ. માનવ આચારનું ધ્યેય શોધવામાં, તથા માનવ ચિત્તના ૩ પુરુષાર્થોનું એક્ય સાધવામાં, વિજ્ઞાનની પ્રત્યક્ષ વિદ્યાઓના કરતાં ધર્મ અને ફિલસૂફી આપણને વધારે મદદ કરે છે. વિચારનું એકાગ્ર સેવન, નહિ કે વાજિંતા, ધ્યાનબળ, નહિં કે પ્રાર્થના પણ સવને ખીલવે છે, ઉન્નત કરે છે, અને પલટાવે છે, જેને પરિણામે જગત નવજીવન પામે છે; ખ મીંચી. અંતર્મુખ થવાથી, ધારણાપૂર્વક ચિંતન કે ધ્યાનથી આપણું અંતઃકરણ પલટાય છે. સ્વર્ગ મળવાની કે ખોવાની ભૂમિકા એ આપણા અંતરાત્માના પરિવર્તનમાં રહેલી છે. વિચારને એકાગ્રપણે સેવવામાંથી આપણે ઘડતર કરીએ છીએ. એમ. આપણે શક્તિ પામીએ છીએ ને નવસર્જન કરીએ છીએ. આકાશજલ પર પ્રભુએ એકાગ્રપણે વિચારસેવન કર્યું ને જીવન પ્રગટાવ્યું. એકાગ્ર વિચારસેવન સર્જક શક્તિ છેઃ ત વૈદ્ધ છે સર સર્વપલ્લી રાધાકૃષ્ણન સવધર્મસમભાવને પંડિત hanetine

પરંપરાગત
સર્વધર્મસમભાવને પંડિત
આજ રાધાકૃષ્ણન જે કામ, જે અદ્વિતીય કામ કરી રહ્યા
છે તે (પૂર્વ પશ્ચિમનું) અનુસંધાન કરવાનું છે. પૂર્વને
જ્ઞાનભાર અને પશ્ચિમનું નવજ્ઞાન અને નવજોશ,
એ બે વચ્ચે પુલ બાંધવા તે મથે છે, જેથી કરીને બેઉ પરસ્પર
ગુણેની આપલે કરીને સમૃદ્ધ થાય.”
સી. ઈ. એમ. જેડ.
શ્રી. સર્વપલ્લી રાધાકૃષ્ણનને છાપાં વાંચનાર ગુજરાતી
કદાચ જાણતો હોય. બાકી સામાન્ય ગુજરાતી આપણા
દેશના એ જગપ્રસિદ્ધ વિદ્વાનને નથી ઓળખતા. એમનું
આ એક નાનકડું પરંતુ અદ્વિતીય વ્યાખ્યાન ગુજરાતી
વાચકવર્ગ આગળ રજૂ કરતી વખતે, તેમને ટૂંક પરિચય
આપું તે આવકારપાત્ર થશે એમ માનું છું.
છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન અર્વાચીન હિંદના એક
અદ્વિતીય અભ્યાસ અને વિચારક તથા ફિલસૂફ છે. હિંદની.
સંસ્કૃતિને તે સમર્થ અર્થવાહક છે. પશ્ચિમે તેમને તે રીતે
જ પહેલા ઓળખ્યા; અને એમ કરીને આપણું જવાહિરને

- ૬
જગતને આવતી કાલને પુરુષ
તેમણે મૂલવી દેખાયું ત્યારે આપણી નજર તેમને ભણું
વળી. હિંદની સંસ્કૃતિના તે પરમ અભિન્ન અભિમાની છે.
અને આ એમનું અભિમાન, કેટલાંક વર્ષો પર જોવામાં
આવતા છીછરા પ્રકારના જેવું નથી કે સંકુચિત નથી. તે
વસુધૈવ કુટુંબકમ્ ના આદર્શવાળા જગજજન છે. છતાં પોતે
હિંદી છે, તે એ વીસરી નથી જતા. વિરાટમાં વ્યાપેલાં
અનેક ભુવનોની પેઠે, એ આ વસુધાની પ્રજાઓને નિહાળે છે.
અને આ એમની દૃષ્ટિ એમને હિંદની સંસ્કૃતિમાંથી મળી છે
અને એ તેઓ જગત આગળ મૂકે છે. એક જણે કહ્યું છે
કે, “વિવેકાનંદ પછી હિંદની એમના જેવી અજોડ સેવા
કરનાર બીજું કોઈ નથી થયું. પશ્ચિમ-જગતને પિતાની
અનનુકરણીય ભાષામાં એમણે હિંદુ ધર્મ અને વિચારતત્વને
સત્યતમ, સર્વ અને ઉદાત્તતમ સાર આપ્યો છે.
જન્મે તે આંધ્રદેશના છે.
સપ્ટેબરની પમી તારીખે તિરુતની ગામમાં તેમનો જન્મ થયો
હતો. મદ્રાસથી ૪૦ માઈલ દૂર આ ગામ દક્ષિણનું એક.
- તીર્થસ્થાન ગણાય છે. તેમના પિતા જૂની ઢબના બ્રાહ્મણ
હતા. ત્યાંના જમીનદારના તહેસીલદારનું કામ તે કરતા.
૧૯૩૧માં લખેલા ડે. મજુમદારના હેવાલમાં છે કે, તેમનાં
માતા હજી જીવે છે, પિતા ગુજરી ગયા છે.
ઈ. સ.
૧૮૮૮ના
સર રાધાકૃષ્ણનના જીવનની હવે પછી આવતી હકીકત
મેં ડે. મજુમદારે “The Heart of Hindustan” એ પુસ્તકની
પ્રસ્તાવનામાં લખેલા નિબંધમાંથી લીધી છે. તેને માટે હું
તેઓશ્રીને આભારી છું.

--
८५
સર્વધર્મસમભાવને પંડિત
શ્રી. રાધાકૃષ્ણનનું મોટા ભાગનું શિક્ષણ ખ્રિસ્તી
મિશનરીઓની સંસ્થામાં થયું છે. એને લીધે એક વસ્તુ તે
આજ એમના જીવનમાં જોઈ શકાય છે કે, તેમને બાઈબલનો
અભ્યાસ સારી પેઠે ઊંડે છે. જેમ ઉપનિષદ અને અન્ય
હિંદુ ધર્મગ્રંથે તેમની વાણીમાંથી વારંવાર ઝરે છે, તેમ જ
ને તેવી જ સહજતાથી બાઈબલનાં સુવાક્ય પણ તેમની
વાણુમાં ઝળકતાં હોય છે. ખ્રિસ્તીઓના
હાથ નીચે
ભણવાથી એમના મનમાં તે પ્રત્યે વિરોધભાવ ઊપજે એવા
તે નથી. ખ્રિસ્તી ધર્મના જ્ઞાનથી એમણે પોતાના હિંદુત્વને
વધારે શણગાર્યું છે. ભાવ્યું છે, અને એના અર્થનું અનેરું
ઊંડાણ પણ જોયું છે.
વેલેરની અમેરિકન મિશન કૅલેજમાંથી ૧૯૦૩માં તે
મેટ્રિક થયા અને ૧૯૦૫માં પ્રથમ પસાર કરી. પરીક્ષામાં
તેમને પ્રથમ વર્ગ મળે એ નોંધવું જોઈએ. વેલેરથી તે
મદ્રાસ ક્રિશ્ચન કેલેજમાં ગયા અને ૧૯૦૭માં બી. એ. થયા.
બે વર્ષ બાદ એમ. એ. પણ પૂરું કર્યું. બેઉ પરીક્ષામાં
પ્રથમ નંબરે ઉતીર્ણ થયા હતા. એમ.એ. માં એમને
વિષય દર્શનશાસ્ત્ર – ફિલસૂફી હતો અને એ વિષયમાં પાસ
થનાર તે વર્ષે તે એકલા જ વિદ્યાર્થી હતા.
જ ઇંગ્લંડમાં અનેક વાર એમને દેવળમાં પ્રવચનો કરવામાં
નોતરવામાં આવ્યા છે. ત્યારનાં તેમનાં કેટલાંક પ્રવચનો એમના
એક પુસ્તકમાં જોવા મળે છે, તે પરથી પણ એમને ખ્રિસ્તી ધર્મ
તથા તેનાં શાસ્ત્રનો કે ઊંડે અભ્યાસ છે તે જણાય છે.
ખૂબી એ છે કે, તે ગ્રંથોમાંથી પણ તે, પોતાને જે ધર્મ રહસ્ય
લાવ્યું છે તે જ જુએ છે અને બતાવે છે.

જગતને આવતી કાલને પુરુષ
ઓ
૧૯૦૯માં તે એમ.એ. થયા કે તરત તેમને મદાસની
સરકારી કેલેજમાં ફિલસૂફીને ઉપાધ્યાપકની જગા મળી ગઈ
૧૯૧૧માં તે જગાએ તેમની કાયમી નિમણુક થઈ, તે
દરમિયાન ૧૯૧૦માં તેમણે શિક્ષણશાસ્ત્રની એલ.ટી. ઉપાધિ
પ્રાપ્ત કરી લીધી. ૧૯૧૬માં તેમને ઉપાધ્યાપકમાંથી
ફિલસૂફીના અધ્યાપકપદે નિયુક્ત કરવામાં આવ્યા,
.
વર્ષોમાં તેમનું કામ કર્યું સંગીન અભ્યાસપૂર્ણ અને વિદ્યાર્થી પ્રિય
થયું હશે તે તેમના ત્યાર પછીના ઉત્કર્ષ પરથી સ્પષ્ટ દેખાય
છે. સતત અભ્યાસી સ્વભાવના તો તે હાવા જ જોઈએ,
કેમ કે આપણે આગળ તેમની લેખનપ્રવૃત્તિ જોતાં જોઈશું કે,
લગભગ ૧૯૧૧ થી જ તેમની એ પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતીઃ
તે સાલમાં ઓક્ષફર્ડ યુનિવર્સિટી પ્રેસે એમનું માનસશાસ્ત્રનાં
મૂળતો’ પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. અને અધ્યાપક થયા
બાદ ૧૯૧૮ માં જ એમણે “રવીન્દ્રનાથ ટાગોરની ફિલસૂફી”
એ નામથી કવિવરના લેખનનો અભ્યાસ પૂર્ણ નિબંધ બહાર
પાડ્યો હતો.
શ્રી. રાધાકૃષ્ણનની પ્રતિભાને પહેલવહેલી પારખવાનું
ભાન ભાઈચૂર યુનિવર્સિટીને મળે છે. તે વિદ્યાપીઠે તેમને
૧૯૧૮માં પિતાના ફિલસૂફીના અધ્યાપક થવા નોતર્યા અને
તે પદ પર પાંચ વર્ષની તેમની નિમણૂક કરી. અત્યાર સુધી
રાધાકૃષ્ણન માસની પ્રાંતિક સરકારની નોકરીને નીચલે દરજજે
હતા; ૧૯૨૦ માં સરકારે તેમને “આઈ ઈ એસ.”, એટલે
કે, કેળવણીની ઉચ્ચતમ કક્ષાની નોકરીમાં લીધા. આ જ
વર્ષમાં એમને એક નવો ગ્રંથ પણ બહાર પડે
“The Reign of Religion in Contemporary

.
સર્વધર્મસ્યભાવને પડિત
Philosophy.” આની અસર યુરોપ અમેરિકા પર પણ
પડી અને ત્યાં પણ રાધાકૃષ્ણનની એક ઊંડા અભ્યાસી
તરીકેની ગ્રંથમ ઓળખ પહોંચી.
રાધાકૃષ્ણન ભાઈચૂરમાં હતા ત્યાં જ કલકત્તાના સર
આસુધ મુકરજીની તાર્ઘિદૃષ્ટિ આ ઊગતા તારા પર
પડી. અને તે અરસામાં કલકત્તા યુનિવર્સિટીનું ફિલસૂફીનું
અધ્યાપકપદ ખાલી પડવાથી મુકરજીએ રાધાકૃષ્ણનને ત્યાં
આવવા ખેંચ્યા. અને ૧૯૨૧માં તે પોતાને નવે કામે પહોંચી
ગયા, અને ત્યારથી તેમની જાણ હિંદની અન્ય વિદ્યાપીમાં
પણ થવા મંડી. સર આસુ એમને સારી પેઠે ઉત્સાહ અને
અનુકૂળતા આપ્યાં હશે, જેની કદર એમણે હિંદનાં દર્શનશાસ્ત્રો
પરના પિતાના મહાન ગ્રંથમાં (પ્રથમ ગ્રંથ ૧૯૨૩માં ને
બીજે ૧૯૨૬માં બહાર પડ્યો હતો.) નોંધી છે.
હવે પરદેશી વિદ્યાપીઠે પણ રાધાકૃષ્ણનને પોતાને
ત્યાં વ્યાખ્યાન આપવા નોતરવા લાગી. પરંતુ પહેલવહેલું
એમનું યુરોપ–ગમન ૧૯૨૬માં થયું. તે વર્ષે કેબ્રિજમાં
યુનિવર્સિટીઓનું સંમેલન હતું, તેમાં કલકત્તા યુનિવર્સિટીના
પ્રતિનિધિઓમાંના એક તરીકે રાધાકૃષ્ણનને મોકલવામાં
આવ્યા. અને ત્યારથી આજ આપણે જોઈએ છીએ એ
એમની ઉજ્વળ કારકિદીને પ્રારંભ થાય છે.
વિલાયતમાં શ્રી રાધાકૃષ્ણન આવે છે એ ખબર
પડતાંવેંત ત્યાંની વિદ્યાપીઠ, વિકસભાઓ વગેરેએ તેમને
પિતાને ત્યાં પધારવા નિમંત્રણ મોકલવા માંડ્યાં. તે
બધાંમાંથી અને ટ્રસ્ટ”ના વહીવટદારનું નિમંત્રણ ખાસ
યાદ કરવા જેવું છે. કેમ કે, આ ટ્રસ્ટના આશરા તળે જે
છે.

જગતને આવતી કાલને પુરુષ
:
મશર વ્યાખ્યાનમાળા એમણે આપી, તે જ માત્ર પણ
શ્રી. રાધાકૃષ્ણનને ફિલસૂફી-ક્ષેત્રમાં અમર કરવાને માટે બસ
થાય એવી છે. આજ એ માળા The Hindu View, ,
of Life” (હિંદુ જીવનદૃષ્ટિ) એ નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ
થઈ ચૂકી છે. હિંદુધર્મની વ્યાપક અને વિશાળ જીવનદષ્ટિ
જગત આગળ આ પુસ્તક જે છટા અને ગૌરવથી અવાચીન
પરિભાષામાં મૂકી છે, તે જોઈને કોઈ પણ મુગ્ધ થાય એમ
છે. આ વ્યાખ્યાનમાળા પૂરી થયે પ્રખ્યાત અંગ્રેજી વિચારક
શ્રી. જોસે વ્યાખ્યાતાનો આભાર માનતાં કહેલાં કેટલાંક
વાક્યો જેવાથી આ માળાની કેવી ભવ્ય અસર થઈ હતી એ
જરામાં જણાશે. તેમણે કહ્યું:
આ વ્યાખ્યાનો દ્વારા રાધાકૃષ્ણને આપણી આગળ
હિંદુ માનસની વિશાળ આતિથ્યશીલતાનું અદ્ભુત ચિત્ર રજુ
કર્યું છે. એમનાં વ્યાખ્યાન સાંભળતાં સાંભળતાં એક
શબ્દ જે અનેક વાર મને યાદ આવતો હતો તે
“આતિથ્યશીલતા” હતો. હું એને “દાય' કહેત; પરંતુ,
મને લાગે છે કે, “આતિશીલતા' શબ્દમાં ઔદાર્યને
ભાવ તો આવી જાય છે ને તેથી ઘણું વિશેષ પણ. એને
અર્થ ભાવનાનું ઊંડાણને દૃષ્ટિની વિશાળ વ્યાપકતા એવો છે.
એમને એમણે હિંદુધર્મનાં લક્ષણ તરીકે વ્યાખ્યાનમાં
બતાવ્યાં છે. આતિશીલતા એટલે આવી ચડેલા સાધુ
અતિથિને ખાલી આશરે કે સંરક્ષણ આપવું એટલું નહિ.
હિંદુ માનસની આતિશીલતા એટલે હિંદુધર્મ સ્વીકારનારના
માનસની કેળવણી, તેનામાં જ્ઞાનોદ્વીપન–અને તે એવી
રીતે કે જેને માટે તે તૈયાર ન હોય તેવું કાંઈ પણ તેના

:
સર્વધર્મ સમભાવને પંડિત
પર જોરથી લાદ્યા વિના. આવી આતિથ્યશીલતા હિંદુધર્મનું
લક્ષણ છે.
a
એમનાં વ્યાખ્યાનો સાંભળતી વખતે નવા કરારમાંથી
આ. શબ્દો મને યાદ અાવ્યા : “મારા પિતાના ઘરમાં
અનેક ખંડે છે. આધ્યાત્મિક ઉદારતાને નવો જ અર્થ
મારા મગજમાં . કેટલીક વાર તો મને એવું કહેવા
મન થઈ આવતું, “તું તે મને હિંદુ થવા લલચાવે છે !
પરંતુ જે મુદ્દાઓ અને હિંદુ થવા લલચાવતા હતા તે જ
મુદ્દા કે દહાડે, હું ખ્રિસ્તી છું, એમ કહેવાની ગૌરવાન્વિત
હિંમત આપશે એમ મને લાગ્યું.”
હિંદુ જીવનદષ્ટિ”નો સાર આપવાનું અહીં સ્થાન
નથી. કોક દહાડે આપણું સાહિત્યમાં તે અનુપમ ગ્રંથ
આખો જ ઉતરશે એવી આશા રાખીએ.
ઈગ્લેંડનું કામ પરવારી રાધાકૃષ્ણનને અમેરિકા જવાનું
થયું. હાર્વર્ડ વિદ્યાપીઠે ફિલસૂફીનું સંમેલન ભર્યું હતું તેમાં
રાધાકૃષ્ણન જાય, એમ કલકત્તા વિદ્યાપીઠ તરફથી કહેણ
આવતાં, જુલાઈ ૧૯૨૬માં તે બરાબર અમેરિકા પહોંચ્યા.
ત્યાં પણ તેમનું આતિથ્ય અને આદરમાન ઈગ્લેંડ જેવું જ
ભવ્ય અને ઉદાર થયું. અનેક સભાઓ અને મંડળામ
તેમને વ્યાખ્યાન આપવાનાં નેતરાં ભળ્યાં. તેમાંનું ચિકાશે
વિદ્યાપીઠનું એક નોતરું નોંધપાત્ર હતું. તેના આશરા નીચે
એમણે એક વ્યાખ્યાનમાળા (“હાલ ટ્રસ્ટ”માળા) આપી;
પરંતુ તે હજી પુસ્તકાકારે છપાઈ નથી. આ વ્યાખ્યાનો
હિંદુ જીવનદષ્ટિ” જેવાં જ આકર્ષક નીવડવાં.
પણ

थी खरतरगच्छीय ज्ञान मन्दिर, जयपुर
જગતને આવતી કાલનો પુરુષ
લોકે મંત્રમુગ્ધ થઈને તે સાંભળતા એમ ત્યારનાં છાપાંમાં
ઉલ્લેખ છે.
રાધાકૃષ્ણન કશી જાતના ટાંચણ કે લખાણની મદદ
વગર સીધું વ્યાખ્યાન આપે છે. અને અંગ્રેજી તો એવું
અખલિત અને ઉત્તમ કક્ષાનું બોલે છે કે મોટા મેટા
અંગ્રેજ વિદ્વાનો પણ તેનાથી ચકિત થાય છે. અગાઉથી
ખૂબ પ્રયત્ન કરીને લખનાર પણ જેવું વ્યાખ્યાન, જેવી
ભાષા કે શૈલી ન નીપજાવી શકે, એવી
શકે, એવી ભાષા, એટલું
ઉડાણ અને એવું ઉદાત્ત વ્યાખ્યાન-વસ્તુ રાધાકૃષ્ણન, વિની
કશા ટાંચણ, સભાને પીરસે છે. સ્થિર ને સૌમ્ય મુખમુદ્રા
રાખી, શરીરના કુશા ખાસ હલનચલન વગર, તેઓ
એકસરખે પ્રવાહે પિતાની વાણું કાઢે છે. ઊભા થાય
બેસે ત્યાં સુધી તેમની વિચારધારા, અને તેથીય અદ્ભુત
તે એમની શબ્દધારા, એક ગતિએ કુવારાની માફક ઊડે
જાય છે. આ વસ્તુ રાધાકૃષ્ણનમાં જોઈને સૌ કોઈ અંજાય
છે એમાં નવાઈ નથી.
ઓકસફર્ડમાં વ્યાખ્યાનો આપ્યાં ત્યારે તે જ દિવસમાં
ત્યાંની વિદ્યાપીઠની હોડીની શરત હતી. આ શરત ત્યાંના
જીવનમાં એક ભારે હલાસની ગણાય છે. આખી વિદ્યાપીઠ
એ શરત જોવા માટે ખાલી થઈ જાય છે. રાધાકૃષ્ણનનાં
વ્યાખ્યાનનું આકર્ષણ એવું તો પ્રબળ હતું કે, તે દહાડાઓમાં
પણ ન બનવા જોગ બનતું: આ ઓરડે ઠેઠઠ ભરાઈ
જ ! શ્રી. જેકસે આભાર માનતાં આ વાતનો ઉલ્લેખ
કરીને કહ્યું, “મારી જેમ જેઓએ નદીતટે જવાનું છોડી આ

સર્વધર્મ સમભાવને ૫ડિત ન વ્યાખ્યાનમાં આવવાનું પસંદ કર્યું છે, તેમની એ પસંદગી ડહાપણભરેલી છે.” અમેરિકામાં પણ આવી જ અનુપમ અસર થઈ અમેરિકાના એક પત્રમાંથી શ્રી. મજુમદારે એક ઉતારે ટાં છે તેમાંથી થોડુંક સુચન પૂરતું અહીં ઉતારું છું ? “પ્રે. લૂઈ વ્યાખ્યાનના પ્રમુખ હતા. તેમને જે તાળીઓને આવકાર મળે તેના કરતાં કયાંય ભારે ધન્યવાદને વરસાદ વરો. તેને સ્વીકાર સૂચવતાં રાધાકૃષ્ણન પિતાની બેઠકમાંથી બે ત્રણ વાર ઉડ્યા. અને સભા પૂરી થયા પછી સોના મોંમાંથી પ્રશંસાને ગુંજારવ નીકળતો હતો. આ વ્યાખ્યાનનું આકર્ષણ રાધાકૃષ્ણનની વ્યાખ્યાન- શૈલી ને છટાદાર ભાષા છે એમ ઉપર હું કહી આવ્યો. પરંતુ એ તો એની સ્થળ બાજુ જ છે.' ખરું આકર્ષણ રાધાકૃષ્ણનનાં વ્યાખ્યાનનું ઉદાર અને ભવ્ય વસ્તુ છે. એ વસ્તુ એમના આખા જીવનકાર્યમાં અનેકવિધ રૂપે પ્રગટ થાય છે. એને માટે એમને જે કાઈ ઉપાધિ આપવી ઘટે તો હું એમને “સર્વધર્મસમભાવના પંડિત” કહી સંબધું. રાધાકૃષ્ણનના સાક્ષર જીવનનો નોંધવા જેવો પહેલો પ્રયત્ન રવીન્દ્રનાથનાં કાવ્યોનો અભ્યાસ ગણાય. એ અભ્યાસમાં એમણે જે જોયું તે જ તેમણે પોતાની ખાસ રુચિના વિષય ફિલસૂફીમાં પણ જોયું હતું, અને એને જ એમણે પિતાનું જીવન સમપ્યું લાગે છે. એમને કોઈ ગ્રંથ જુઓ, વ્યાખ્યાન કે પ્રવચન જુઓ; સર્વ જગાએ ઉદાર અને વ્યાપક સમભાવને જ આ સૂર એકસરખો પ્રગટ થાય છે; એમના અભ્યાસ, ચિંતન તથા મનનનું આ એક ૧૦૨ જગતને આવતી કાલને પુરુષ આરાધ્ય છે. રવીન્દ્રનાથની ૩૦ મી વર્ષગાંઠના ઉત્સવ પર (ડિસેમ્બર, ૧૯૩૧) કલકત્તામાં એમણે વ્યાખ્યાન આપતાં કવિવરના કાર્યનાં ત્રણ મૂળતત્વો ગણ બતાવ્યાં હતાં “(1) અધ્યાત્મ અંતિમ સત્ય છે અને તેને પામવા માટે સત્યનિષ્ઠા અને આંતર જીવનનું ઘડતર જેઈએ. (૨) કેવળ નેતિવાદ કે સંન્યાસથી સાર્થકય નથી; પરંતુ પવિત્ર અથવા પરિપૂર્ણ જીવનના વિકાસની જરૂર છે. (૩) પતિત અને દલિત સુધ્ધાં સર્વ પ્રત્યે સમભાવની પ્રત્યક્ષ ભાવના હાવી જોઈએ.” આ ત્રણ મુખ્ય તો ગણાવીને એમણે છેવટે કહ્યું, આજ જ્યારે અનેક જૂની વસ્તુઓ જવા લાગી છે ને હજારે નવી જાગવા મંડી છે, તેવા સંધિકાળમાં એક એવે હિંદી નેતા આપણને મળ્યો છે કે જે આ સાચી જીવન- દૃષ્ટિએ પર જોર દે છે, એ સંતવની વાત છે. હિંદી નેતા એટલે કવિવર તો પ્રત્યક્ષ છે; પરંતુ રાધાકૃષ્ણને ગાંધીજીને પણ ખ્યાલમાં લઈને આ છેલ્લું વાકય ઉચ્ચાયું હોય તો નવાઈ નહિ. કારણ કે, કવિવર જે સમભાવના કવિ છે તે ગાંધીજી સમભાવના પેગંબર છે, કવિએ જે ગાયું છે તેને આજના વિઘમ અને જટીલ જગતમાં પ્રત્યક્ષ કરવા મથનાર પેગંબરસમા ગાંધીજી છે. આપણું આ બેઉ મહાપુરુષોની જાણ અને કાતિ પશ્ચિમમાં થઈ તેમાં એ જ કારણ હતું કે, તેઓ પશ્ચિમની અધ્યાત્મ–ભૂખને ભાગના સંદેશ આપે છે. અને એ જ કારણે રાધાકૃષ્ણનને પણ તેઓ આવકારે છે. તે વિધાન અધ્યાપક રહ્યા; એટલે એમનું સન્માન વિદ્યાપીઠ ને વિદ્વાનોમાં થાય એ સ્વાભાવિક આ

ગ્ન
સર્વધર્મ સમભાવને પંડિત
જ હતું. આપણું અભાગ્ય છે કે, આપણા સમકાલીમાં
સમભાવને કવિ, સમભાવનો પેગંબર, અને સમભાવનો
પંડિત ત્રણે છે અને તેઓ આપણા દેશના છે.
૧૯૨૬ ના ડિસેમ્બરમાં રાધાકૃષ્ણન અમેરિકાથી ઘેર
પધાર્યા. આ વખતે એમની કદર સવિશેષ થવા લાગી.
આંધ્ર યુનિવર્સિટી આ અરસામાં સ્થપાઈ હતી, તેણે
૧૯૨૮માં રાધાકૃષ્ણનને ડી.લીટ.ની પદવી એનાયત કરી;
અને ત્યાર બાદ (૧૯૩૧-૩૬ સુધી) એમને તે વિદ્યાપીઠના
કુલનાયક તરીકે પણ નીમવામાં આવ્યા હતા. ૧૯૨૮માં
ઓકસફર્ડની બેન્ચેસ્ટર કોલેજમાં ધર્મશાસ્ત્રોના અધ્યાપકની
જગા ખાલી પડી. ઑર્ડ હેલ્વેને તે જગા માટે રાધાકૃષ્ણનનું
નામ સૂચવ્યું અને સને તે ગમ્યું. પરંતુ રાધાકૃષ્ણન તે
વખતે હિંદ છેડી નવું કામ લઈ શકે એમ નહોતું, એટલે
સફર્ડને અધિકારીઓએ તેમની નિમણુકનો સમય
લંબાવ્યો, કેમ કે તેઓ એમને છેવા માગતા નહોતા.
પરિણામે, ૧૯૨૯ના કબરમાં રાધાકૃષ્ણન પાછા વિલાયત
પહોંચ્યા.
આ વેળા તે અધ્યાપકને કામે ગયા હતા. તે ઉપરાંત
એમણે બે મહત્વની વ્યાખ્યાનમાળાઓ આપી, તેમાં “હિબર્ટ
વ્યાખ્યાનમાળા” ખાસ નોંધવી
જોઈએ. આ
ફિલસૂફી અને ધર્મની એક નામાંકિત વ્યાખ્યાનમાળા છે.
મેકસ મૂલર, બર્ગસન અને અનેક એવા પ્રખ્યાત વિદ્વાનો
આ માળાના વ્યાખ્યાતાઓ થઈ ગયા છે. તેવી માળામાં
વ્યાખ્યાન આપવાનું માન મળવું એ નાનુંસુનું ન ગણાય.
અને એ માન મેળવનાર હિંદી તરીકે રાધાકૃષ્ણન પહેલા જ
માળા

૧૦૪
જગતને આવતી કાલને પુરુષ
હતા એ તેમાં વિશેષ વાત હતી. (ત્યાર બાદ એ માન
કવિવરને પણ મળ્યું છે.) અ
વ્યાખ્યાનનો વિઘય
“તત્ત્વશુદ્ધ જીવનદષ્ટિ” હતો. અગાઉ તેમણે હિંદુ જીવનષ્ટ
સમજાવી હતી. આ વેળા તેમણે વ્યાપક અને સર્વસામાન્ય
દષ્ટિકોણથી જીવનને વિચાર્યું. આ વ્યાખ્યાનમાળા ૫ણું
પુસ્તકારે પ્રસિદ્ધ થઈ છે. આશા રાખીએ કે, કોક દહાડે
તેને પણ આપણું સાહિત્યસેવકે ગુજરાતીમાં ઉતારે એવી
આપણી ભાષા સમૃદ્ધિ વધશે. એ ગ્રંથ તત્ત્વની સૂક્ષ્મતામાં
વધારે ઊંડે ઊતરે છે. - ઉતરે નહિ તો જ નવાઈ ગણાય.
એમ કહીએ તો ચાલે છે, એ ગ્રંથ એમની ફિલસૂફીના
સારરૂપ છે. જીવન, ધર્મ અને સત્યની આત્યંતિક સમજ
શી હેઈ શકે એ એમણે આ વ્યાખ્યામાં નિરૂપ્યું છે.
અને તે કરવા સારુ, પશ્ચિમે જે વૈજ્ઞાનિક પદ્ધતિ ખીલવી છે
તેનો આશરો લેવામાં આવ્યો છે એ એની ખાસ વિશેષતા
ગણાય.
બીજું વ્યાખ્યાન તેમણે “જોવેટ વ્યાખ્યાન ટ્રસ્ટ” નું
આપ્યું. આ વ્યાખ્યાનનો વિષય “
પત્ય ને પાશ્ચાત્ય
ધર્મદાષ્ટ' હતો. આ વ્યાખ્યાન તથા તે સમયે તેમણે બીજે
સ્થળે આપેલાં પ્રવચનો એ બધાં ભેગાં એક પુસ્તકરૂપે પ્રસિદ્ધ
241 9. (East and west in Religion.) 24181-
એમની સર્વધર્મસમભાવની દષ્ટિ ઉત્તમ રીતે જોવા મળે છે.
ધર્મ એ સંસ્કૃતિ સમગ્ર સર્વશ્રેષ્ઠ વિપાક છે; તેના અંગે-
અંગમાં ઓતપ્રેત રહેનાર તત્ત્વ છે. અને એ રીતે નિહાળીએ
તે આજની સંકુચિત ધર્મદષ્ટિએ ધર્મભાવ બતાવનારી છે.
ધર્મ અને જીવન વચ્ચે વિસંવાદ નથી, પણ અભેદ હોવો

સર્વધર્મ સમભાવને પંડિત
જોઈએ; એક બીજાથી શોભે છે તે એકના વગર બીજું
કરમાઈ જઈ નિપ્રાણ થાય છે. વિજ્ઞાન પણ ધર્મવિમુખ ન
થઈ શકે; તેમ થવાથી આજ જગતમાં ઝઘડા ને દુખ
જાભ્યાં છે. વિજ્ઞાને બુદ્ધિને ચાલના આપી, પણ ધમે
મનુષ્યત્વને તેની સાથે ન ચલાવ્યું. તેથી આજના યુગનું એ
વિસંવાદજન્ય, મોટામાં મેટું ને મુખ્ય વિપકારણ નીપજયું
છે. આવાં આવાં વિધાનનું સાટ અને માર્મિક કથન આ
પુસ્તકમાં આપણને મળે છે. પશ્ચિમવાસીઓને જ તેમના મોટા
ઉપર તેમની સંસ્કૃતિની સાફસાફ વાત કરવા પ્રખર તત્વનિષ્ઠા
ને સત્યપ્રેમજોઈએ : રાધાકૃષ્ણને એ બેની માત્રા આ ગ્રંથનાં
વ્યાખ્યાનોમાં પ્રશસ્ય કોટિની બતાવી છે. આ જ અરસામાં
એમની નાનકડી “કલ્કી” પડી બહાર પડી છે, જેમાં પણ
આ જ મેટો મુદ્દો વિલક્ષણ સંસેપથી તેમણે રચી છે.
(આ પુસ્તક થોડા વખતમાં વિદ્યાપીઠ તરફથી ગુજરાતને
આપવા ધારીએ છીએ)..
૧૯૩૦ના જુલાઈમાં પિતાના અધ્યાપકપદનું કામ પૂરું
કરી રાધાકૃષ્ણન પાછા દેશ પધાર્યા. આ વખતે કલકત્તા
વિદ્યાપીઠનું એમનું અધ્યાપકપદું પૂરું થતું હતું. પરંતુ તે
વિદ્યાપીઠે એ પદે તેમની આજીવન નિમણૂક કરી એ એમની
મહત્તાની અદ્વિતીય કદર હતી. ૧૯૩૧ માં સરકારે “સરને
ઈલ્કાબ આપી, પોતાની રીતે તેમની કદર કરી. આંધ્ર વિદ્યાપીઠ
તેમને પોતાના કુલનાયક બનાવ્યા અને તે તરીકે હવે તેમને
માથે નવી જવાબદારી આવી. એક આંધ્રપુત્ર તરીકે આ માન
એમને ખાસ વહાલું લાગ્યું હશે. અહીં આગળ રાધાકૃષ્ણનની
કારકિર્દીનું એક ચંદ્ર–કલંક બતાવવું જોઈએ. આ આખી

જગતને આવતી કાલને પુરુષ
અનુપમ કારકિર્દી પરભાષા દ્વારા ઝળકે છે એ આજના
જમાનામાં કલંક જ ગણાય. રવીન્દ્રનાથે પિતાની માતૃભાષા
મારફતે કામ કર્યું –ભલે અંગ્રેજી પણ વાપર્યું. તેમ રાધાકૃષ્ણન
તેલુગુમાં લેખક છે એમ જાણમાં આવ્યું નથી. એમની વિદ્વત્તા ને
સત્યારાધનાનું ફળ એમની જ ભાષા નથી પામી એ આપણા
ઉચ્ચ શિક્ષણ પર કેવડી મોટી ટીકા છે! ગયા જમાનાને
વિદ્વાન આ દુઃખ સમજી શકતો નહિ. પરંતુ રાધાકૃષ્ણનની
ખૂબી જ એ છે કે, તે એમના અભ્યાસને જોરે પિતાને કદી
વાસી થવા દેતા નથી. એમની દૃષ્ટિમાં જે જાગૃતિ ને
દીર્ધદર્શિતા છે તે એમના વિચારોને સર્વકાલીનતા બક્ષે છે.
આજ જ્યારે સ્વભાપાની કદર જોર પર આવવા લાગી છે,
ત્યારે શ્રી રાધાકૃષ્ણનના આ વિષેના વિચારો જાણવાની સ
કાઈને ઉઠા થાય.
૪ ડિસેમ્બર, ”ર૭ના આંધ્ર વિદ્યાપીઠના પદવીદાન-સમારંભના.
વ્યાખ્યાનમાં આ સંબંધી તેમણે નીચે પ્રમાણે કહ્યું હતું તે અહીં
જોવા જેવું છે :
“મને ખબર છે કે, તેલુગુ ઉપર વધારે ધ્યાન આપવા અને
બને તો તેને પદવીના અભ્યાસની પણ પરીક્ષા અને શિક્ષણનું
માધ્યમ બનાવવા આપણે આતુર છીએ. આ અતિ ઈષ્ટ સુધારે.
ભારે સાવધાનીની સાથે કરવાનો છે. (નામ શાસ્ત્રીઆરે આ
સંબંધી આવું જ કાંઈક શેડ માસ ઉપર કહેલું તે વાચકને યાદ
હશે.) અંગ્રેજી ભાષા આંતરરાષ્ટ્રીય વેપાર અને વિચારેની. જ
ભાષા નથી, પરંતુ તે હિંદની પ્રજાને ઘડનારું એક મુખ્ય અંગ.
છે. અંગ્રેજીનો અભ્યાસ જે પૂરતા ઉચ્ચ ધોરણને ન હોય તે
નોકરીઓ ખેાળવામાં આપણા વિદ્યાર્થીઓને ગેરલાભ થવા સંભ૦.

૧૦૬.
સર્વધર્મસમભાવને પંડિત,
આપણ સરકારી વિદ્યાપીઠમાં સામાન્ય ધારો એ
જણાતો લાગે છે કે, કુલનાયકપણું પંડિત કરતાં રાજદ્વારી
પુરુષને પહેલું અપાય છે. કેટલીક વાર તે, જેમ કે આજ
મુંબઈમાં, માત્ર રાજદારી કારણે પણ માણસને આ માટી
વિદત્તાની પદવી અપાય છે. શ્રી. રાધાકૃષ્ણનની આંધ
વિદ્યાપીઠના કુલનાયકની નિમણુક એ રીતે નવી ભાત પાડનારી
ગણાય. યુક્ત પ્રાંતમાં ગંગાનાથ ઝાની નિમણુક પણ આ જ
અરસામાં થઈ હતી. સરકારે જૂની પ્રાંતસ્થ વિદ્યાપીઠથી ભિન્ન
એવી એક0 (unitary) વિદ્યાપીઠે સ્થાપવાનું રણ સ્વીકાર્યું.
હતું: આંધ વિદ્યાપીઠ એ નવી જાતની હતી. તેના કુલનાયક
થવાની સાથે રાધાકૃષ્ણન પાસે નવી જવાબદારી આવી.
અત્યાર સુધી તે અધ્યાપક હતા, તેના કામમાં જ મશગૂલ
રહેતા; હવે તેમને શિક્ષણનું તંત્ર ચલાવવાનું અને દોરવાનું
કામ આવ્યું. હિંદની અનેક વિદ્યાપીઠએમને પિતાના
પદવીદાન પ્રસંગે વ્યાખ્યાન આપવા નોતરવા લાગી. આ
વ્યાખ્યાન “સ્વાતંત્ર્ય અને સંસ્કારિતા” (Freedom and
Culture) એ નામથી પુસ્તકાકારે પ્રસિદ્ધ થયાં છે. તે
જોઈએ તો આપણને જણાય કે, રાધાકૃષ્ણનની વિદ્યાપીઠની
કલ્પના (તેનું કાર્યક્ષેત્ર, તેની ઉદારતા, રાષ્ટ્રજીવનમાં તેનું
આવશ્યક સ્થાન, વગેરે) કેટલી ભવ્ય અને ઉદાત્ત છે. એ.
:
છે; અને ગમે તેમ તોય, એ કાંઈ ઓછા મહત્ત્વની વાત નથી.
યુનિવર્સિટીના શિક્ષણના વેપારી મૂલ્યને માન આપવું પડે એવી
દશા જગતમાં એકલા હિંદની જ
(Freedom &,
Culture Pp. ૧૩-૪)
નથી. »

જગતને આવતી કાલને પુરુષ કસણુએ કસી જોતાં, ભાગ્યે જ આપણી એકે વિદ્યાપીઠ તે નામને યોગ્ય ઊતરે. આ જમાને આપણું ૧૯૩૦-૩૪ના મહાન સ્વાતંત્ર્ય- યુદ્ધનો હતે. દેશની જનતા અને ખાસ કરીને યુવકવર્ગ -સામે એક મોટી માગણ ધરવામાં આવી હતી. વિદ્યાપીઠે તે સંસ્કૃતિની પૂજારી ગણાય. એમની વૃત્તિ આ મહાન પ્રસંગે કેવી હતી એ ચર્ચવાનું આ સ્થાન નથી. પરંતુ તે. જ ગાળામાં એક વિદ્યાપીઠના અધિષ્ઠાતા તરીકે રાધકૃણન કઈ વૃત્તિવાળા હતા એ જાણવું રમૂજી થાય. એવા જિજ્ઞાસુ માટે ઉપરનાં વ્યાખ્યાન એ રીતે ખપની સામગ્રી ગણાય. એ નાનકડા પુસ્તકમાં રાધાકૃષ્ણનના રાજકીય, સામાજિક “ તથા સાંસ્કૃતિક વિચારો પણ આપણને જાણવા મળે છે. હિંદના યુવકને, પિતપતાની વિદ્યામાતા પાસેથી સમાવર્તન લેતી વખતે, સંબોધનમાં એ વ્યાખ્યાનો છે. તેમના મનમાં ઊછળી રહેલા ભાવોનું યથાતથ દિગ્દર્શન કરાવવા ઉપરાંત, આપણું સંસ્કૃતિના અભિમાની અને અર્થવાહક તરીકે, તેમને જે ચેતવણ, સાવધાની અને જવાબદારીની દીક્ષા તેઓ આપે છે, એ વાંચીને ૧૯૩૦-૩૪નાં આપણું મહાન વર્ષોની છાપ રાધાકૃષ્ણન ઉપર સ્પષ્ટ જોઈ શકાય છે. તે ગાળામાં ગાંધીજીનું નામ લેવું ને તેમનાં યશોગાન કરવાં એ જ એક ગુને ન હતો? સરકારી આંખમાં આવવા સમાન નહોતું ? પરંતુ, રાધાકૃષ્ણને વિદ્યાપીઠના યુવકોને એમનું નામ લઈને સંધ્યાના દાખલા પણ એ વ્યાખ્યાનમાં વાચક જોશે. * જેમ કે Freedom & Culture પા. ૧૦૭ જુઓ.

સર્વધર્મસઅભાવને પંડિત
- - -
હિંદની જનતાને સમગ્ર પ્રશ્ન મૂળે સાંસ્કૃતિક છે, અને માત્ર
એકાંગી રાષ્ટ્રવાદ જગતમાં એક પાપ જન્યું છે, હિંદ
એમાંથી બચવું જોઈએ; એનાં અભાગ્ય છે કે, હિંદનો નેતા
સત્ય અને અહિંસા આગળ બીજી સર્વ વસ્તુ તુચ્છ સમજીને
ચાલનાર છે; આ પ્રકારના આદર્શવાદ આપણી વિદ્યાપીઠમાં
સમજ- અને શ્રદ્ધાપૂર્વક કળવાવો જોઈએ; એ કેળવણીની
ઉત્તમોત્તમ સંસ્થા વિદ્યાપીઠે નહિ બને તો કેણ બનશે ?
આ જાતનો ઉદાત્ત ખ્યાલ રાખીને આપણા પ્રશ્નની તાત્વિક,
છણાવટ રાધાકૃષ્ણનનાં આ વ્યાખ્યાનમાં મળે છે. એ
વ્યાખ્યાનો અંગ્રેજીમાં છે, એટલે આજે તો ગુજરાતી વાચકને
તે અગમ્ય છે એ દુઃખ છે.
૧૯૩૫માં થી. સ્પેલિંગ નામના ગૃહસ્થ કસફર્ડમાં
‘ પૂર્વને ધર્મ અને નીતિશાસ્ત્ર” એ વિષય પર એક અધ્યાપક-.
પદ સ્થાપ્યું. અને તરત જ તે પદના પ્રથમ અધિકારી તરીકે
રાધાકૃષ્ણનને આવવા વિનંતી કરવામાં આવી. રાધાકૃષ્ણન તે
માગણી સ્વીકારી ૧૯૩૬માં ઍકસફર્ડ પહોંચ્યા. કલકત્તાના
તરવજ્ઞાનને આજીવન અધ્યાપકના કામ ઉપરાંત આ નવું કામ
એમને હવે આવ્યું. પહેલી નિમણુક પાંચ વર્ષ માટે કરી હતી.
પછી તેમાં સુધારો કરીને તેમને હવે ૧૫ વર્ષ માટે ઓકસફર્ડનું
તે અધ્યાપકપદ આપવામાં આવ્યું છે. એ અધ્યાપકપદના
કામનો પ્રારંભ કરતાં જે વ્યાખ્યાન આપ્યું તેનો જ આ:
પુરતક અનુવાદ છે. આ વ્યાખ્યાન આમ જોતાં તો સાવ
નાનકડું છે. પરંતુ જે વિહંગદષ્ટિથી આખી યુરોપીય ફિલસૂફી
ને સંસ્કૃતિનું તેમનું અવલોકન કરવામાં આવ્યું છે, અને
અંતે હિંદ શું કહેવા માગે છે, હિંદનું તત્ત્વજ્ઞાન કઈ વસ્તુને

૧૦
}
જગતને આવતી કાલનો પુરુષ
સમર્થનાર, છે તે જે સંક્ષેપથી બતાવ્યું છે એ આ વ્યાખ્યાનની
મોટી આકર્ષક વસ્તુ છે. આટલાં ચેડાં પાનાંમાં આવડા
મોટા વિસ્તારને પહોંચી વળવું એ કામ રાધાકૃષ્ણન જેવા
ઊંડા અભ્યાસી અને તત્ત્વને પામી ગયેલા પંડિત જ કરી
શકે. આજના જગતને પ્રશ્ન છે છે એ નિરૂપનાર તો
યુરોપમાં પણ ઓછી નથી પડ્યા. તે બધા અને રાધાકૃષ્ણનમાં
જે સૌથી મટે ને ધ્યાનપાત્ર ફરક હોય તો તે એ છે કે,
કેટલાય યુરોપીય સમીક્ષકે નિરાશાવાદી બનીને આ કામ કરે
છે, ત્યારે રાધાકૃષ્ણન ભારે આશાવાદી તરીકે આપણા આજના
દુઃખનો વિચાર કરે છે. બલકે, એ વિચાર તે એટલા જ
માટે ઊંડે જઈને કરે છે કે જેથી આપણું સમજ ઉઘડે,
આપણે જાગીએ, આપણું પુરુષાર્થને જાગ્રત કરીએ. તેથી
કરીને, એમનું આપણા દુઃખનું નિરૂપણ વાંચતાં આપણને
સ્કૃતિ, જેર અને પ્રેરણું મળે છે. આ વસ્તુ-નિરૂપણ કરવાની
તેમની શૈલીને આભારી છે, તેના કરતાં તેમને આશાવાદી
હૃદય અને મંગળની અમર શ્રદ્ધાને વિશેષ છે. ચારે કેર
ઝઘડતા ને ખાવા ધાતા કલહમય જગતમાં આવી આશા ને
આવી મંગળ-શ્રદ્ધા હોવી એ વિરલ કહેવાય. એક જગાએ
એમણે કહ્યું છે: “કમી વેરઝેર, વધતું જતું આંતરપ્રાંતીય
વૈમનસ્ય, તથા બેકારી અને આર્થિક અસ્થિરતા તથા હરીફાઈને
દબાણનાં દુખે, અને સુખપ્રાપ્તિની તકેની જ્ઞાનપૂર્વક ઉપેક્ષા
- આ બધાથી ભરેલા જગતમાં આપણે વસીએ છીએ એ
ખરું. આ બધું જોઈ તેનાથી અસર ન પામવું એ તો
- બુદ્ધિની જતા કે મનુષ્યની મંગળવૃત્તિમાં અશ્રદ્ધા હોય
તે જ બને. પણ, સારે નસીબે આ બે વસ્તુઓ વિરલ

સર્વધર્મ સમભાવને પડિત
દેખાય છે. એટલે, નિરાશ થવાનું કારણ નથી.” આ
નાનકડા વ્યાખ્યાન પરથી પણ વાચક આ વસ્તુ તો જોઈ
શકશે, એટલે એને વધારે વિસ્તાર કરવાની જરૂર નથી.
અને રાધાકૃષ્ણનને આ અમર
આશાવાદ, અને
માનવનિકા મૂળ તેમના ધર્મનિટ અને તત્ત્વદર્શનને આભારી
છે. આશાવાદીઓ તો અનેક મળી આવે; પરંતુ જેમની
આશા ખડકને પાયે ન નંખાઈ હોય તે આંધી આવતાં હશે
જ. રાધાકૃષ્ણનની શ્રદ્ધા અને અમર આશા તેમની ધર્મનિષા
અને તત્વદષ્ટિના અચળ ખડક પર રોપાયેલી લાગે છે. એનાં
મૂળ આત્માના અમરત્વમાં નંખાયેલાં છે. એમની ધર્મભાવના
કાલવિરોધ, પુરુવિશેષ કે ગ્રંથવિશેષ નથી; માનવ જીવાત્માને
સ્વભાવ જ ધર્મભાવના છે એવું પામી ગયેલા તે પુરુષ છે.
એક રીતે જુઓ તો, આજ આખા સુધરેલા કહેવાતા જગતને
વિચાર ધર્મવિમુખતા તરફ વળતો જાય છે. અનેક વાદ
એવાં એવાં રૂપ લઈને જન્મતા જાય છે, જે ધર્મની જગા
પચાવી પાડવાનો વાંગ ધરે છે. અને માનવહૃદય પણ
આજ એવું દુખમય થઈ ગયેલું છે કે તેને, પાતા આવી
જઈ - મંગળમૂર્તિ પ્રભુ જેવી વસ્તુ જ ક્યાં છે? ધર્મ જ
ક્યાં છે? હોય તો આવી ગેરવ્યવસ્થા હોત?—એમ જ
પ્રશ્ન થાય છે. એવી ભૂમિકામાં નિરીશ્વરવાદને જન્મવાનો
ને જમવાને કવો સુકાળ મળે એ વર્ણવવાની જરૂર નથી. .
પરંતુ, માનવહૃદય કદી શન્યતા કે નવાદ પર નિર્ભર રહી
શકતું નથી. એટલે, બીજી બાજુથી વિજ્ઞાને જે કાંઈક
ચેકસ જ્ઞાનદાન કર્યું છે તેના પરથી પશ્ચિમે પિતાની
તદષ્ટિ પણ આગળ દીવી છે. પશ્ચિમમાં બીજું કાંઈ

܀
•
૧૧૨
જાતને આવતી કાલને પુરુષ
નહિ તોય અથાક જીવનશક્તિ તો છે, એ સૌ કોઈ જોઈ
શકે છે. એટલે, ગમે તેમ છતાં, જોરથી હાથપગ હલાવીને
પિતાની જીવનશક્તિનો પરચો તેણે આપ્યો જ છે, અને
બીજી કઈ નહિ તોય જીવન વિશેની પોતાની શ્રદ્ધા તો નથી
જ જવા દીધી. આ વિજ્ઞાનવિભૂતિથી તેમને પાર્થિવ
રિદ્ધિસિદ્ધિ ઓછી નથી સાંપડી. એને આધારે તેમણે
સત્યધર્મના અનેક ને વિવિધ અવેજો ઊભા કર્યા છે. ગમે
તેવા પણ ધર્મ કે જીવનની ઉદાત્તતાની કલ્પના માનવને હોય
જ છે, એને આથી સચોટ બીજો શો પુરાવો હોઈ શકે?
પશ્ચિમના પ્રકૃતિવાદ, નાસ્તિકવાદ, અયવાદ, શંકાવાદ,
સાપેક્ષવાદ, પરિણામવાદ (pragmatism), માનવનિષ્ઠાવાદ,
આધુનિકતાવાદ (modernism)– આ બધા તેની સત્યધર્મની
શાધના પ્રકારો છે. બીજી બાજુથી અનેક પ્રકારની
સમાજદષ્ટિએ પણ ઊભી થઈ છે, જેઓ ધર્મદષ્ટિને એક યા
બીજી રીતે તુચ્છકારે છે, અવગણે છે, ચા ઈન્કારે છે.
માનવનિષ્ઠા એમ શીખવે છે કે, મનુષ્ય પોતાનું હિત સાધી
શકે છે; તેણે આ જગતમાં જીવન ગાળવાનું છે એ પ્રત્યક્ષ
વાત છે; એથી પર શું છે કે શું નહિ એ પંચાત શું કરવા
કરે? અહીંના જીવનને તમે સુઘડ, સુવ્યવસ્થિત, અને
સુખદ કરી શકો છો કે નહિ, એ મૂળ પ્રશ્ન છેતમને
મળેલાં સાધનોમાં - બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે એ સાધનથી તમે
પ્રત્યક્ષ જે જુઓ એની જ પંચાત કરો; અને એ પ્રત્યક્ષ
તે આપણું જીવન છે; એને સુખ, શાંતિપ્રદ અને આહલાદક
કરવું એ આપણો જીવનાદર્શ છે; એ પ્રમાણે આપણે
માનવપ્રાણીએ કરી શકીએ છીએ એટલી નિ હોવી

સર્વધર્મસમભાવને પંડિત ૧૧૩ જોઈએ. આ જાતની સમજ આજ સુધરેલા ને ભણેલા ગણાતા ઘણા મેટા વર્ગની છે. એમ જ કહે કે, સુધરેલા જગતનો ધર્મ આવો માનવનિછાવાદ છે. એક જમાના ને બીજા જમાનાની વચ્ચેના સંધિકાળ વખતે, આવી જાતની વાસ્તવ- બુદ્ધિ અને આટલી શ્રદ્ધા કદાચ સ્વાભાવિક ફળ જ હોય. આ વાદમાંથી જ આજની સમાજદષ્ટિના અનેક વાદે ઊભા થયા છેઃ સમાજવાદ, સામ્યવાદ, સંતતિવાદ, પ્રજાસત્તાવાદ, પાલમેન્ટ-વાદ વગેરે વાદની પાછળ રહેલી ધર્મબુદિ જે વિચારીએ, તો તે માનવનિકાવાદના રહસ્યથી આગળ જતી લાગતી નથી. એ બધા વાદમાં ભેદ હોય તો એટલો જ છે કે, તેમાંના કેટલાક, જૂના ધર્મઝનુનીઓની જેમ, કહે છે કે, એ જ રહસ્ય છે ને આગળ કાંઈ નથી યા હોય તો તે વહેમ માત્ર છે, જ્યારે કેટલાક વાદે તે બાબત પોતાને ન લગતી હેઈ, જેવી હશે તેવી ખરી એમ ગાંઠ વાળીને, એક પ્રકારના અનેયવાદ કે શંકાવાદમાં આવીને અટકે છે. પૂર્વની સ્થિતિ આ પાશ્ચાત્ય ગેટાળા આગળ કયા પ્રકારની છે ? પિતાની આધ્યાત્મદષ્ટિનું અભિમાન રાખતાં છતાં, પૂર્વ એકબળ જ ન રહી શક્યું; તેની એકતા જ પ્રશ્ન થઈ પડ્યો ! અને જીવનનું આત્યંતિક પામ્યાને દા કરનાર જીવનના સ્થળ અંગને પણ જાળવી ન શક્યું ! એવા પ્રકારના આધ્યાત્મિક દેવાળાને કાળે પશ્ચિમની પ્રજાએ એમની જીવનશકિત અજમાવતી અજમાવતી આપણાં દ્વારે અને ત્યાર બાદ ઘરમાં આવી ગઈ. પ્રત્યક્ષ જીવનવ્યવસ્થામાં આપણે હારેલા હાઈ, એમને શરણે જવા વારે આવ્યા? પૂર્વની તે રાજકત થઈ. આ પ્રકારના પશ્ચિમના આપણુ પરના

૧૧૪
• •
જગતને આવતી કાલને પુરુષ
આઘાતથી આપણે અંજાયા, પાશ્ચાત્યના જીવનનું અનુકરણ
કરવા લોભાયા, એમની શક્તિ આપણે પણ જે મેળવીએ તો
આપણું કલ્યાણ થાય એવું સીધું નિગમન સ્વીકાર્યું. આ
પ્રકારના અનુકરણયુગ પૂર્વની જાગૃતિનો પ્રથમ કાળ હતો.
જાપાનની યશસ્વિતા તે યુગની છે. પશ્ચિમનું પૂરું શિષ્યત્વ
ગ્રહણ કરી પૂર્વ પણ ગુરુ કરતાં ચડી શકે છે એ એ દેશે
દેખાડ્યું છે. પરંતુ એ યુગની ભ્રમણ ૧૯૧૪ના યુદ્ધ
ભાંગીઃ યુરેપ પિતે જ તે જોઈને સમસમી ગયું. જે
ફિલસૂફીઓ, વાદો, તથા વિજ્ઞાને ૧૯૧૪નું યુદ્ધ લાવી શકે એ
નબળા જ આધારો કહેવાય; કશુંય સધ્ધર એમાં છે એમ
શી રીતે મનાય ? આમ ગુરુને જ પોતાના જ્ઞાનની સત્યતા
વિષે શંકા થઈ છે. તે કાળે તેના ચેલા પૂર્વની સ્થિતિનો પ્રશ્ન
ઊભો થયો છે. એ પ્રશ્નનો ઉત્તર આપનાર આપણા ત્રણ સમર્થ
સમકાલીન પુરુષ, ટાગેર, ગાંધી અને રાધાકૃષ્ણન છે. એથી
જ કદાચ, ઓક્સફર્ડને અધ્યાપક શ્રી. જોડે રાધાકૃષ્ણનની
ફિલસૂફી પર જે સુંદર ગ્રંથ લખ્યો છે તેનું નામ પાડ્યું છે–
પૂર્વ પ્રત્યાઘાત.” એટલે કે, પશ્ચિમે પોતાની વિજ્ઞાનશક્તિ,
સંગઠન તથા ફિલસૂફી દ્વારા પૂર્વ પર પ્રથમ જે આઘાત
કર્યો તેને પ્રત્યાઘાત આ રાધાકૃષ્ણન છે. પશ્ચિમના આઘાતે
પૂર્વની આધ્યાત્મિકતાની ઠેકડી કર્યા જેવું કર્યું; પૂર્વે
પશ્ચિમને શરણ જઈને જાતે પણ તેમ જ કર્યું. પણ,
પૂર્વની સાચી શક્તિ હવે જાગ્રત થાય છે ને પશ્ચિમ પર
પ્રત્યાઘાતરૂપે વ્યક્ત થાય છે. એ પ્રત્યક્ષ કરાવવા આપણે
જ ઘેર આ પૌર્વાત્ય રાધાકૃષ્ણન હવે આવે છે, એ જાતના
અર્થને સૂચવતો શ્રી. જેડના એ પુસ્તકનો ધ્વનિ છે.

સર્વધર્મ સમભાવને પીડિત
રાધાકૃષ્ણનનું “તત્ત્વશુદ્ધ જીવનદષ્ટિ' પુસ્તક પૂર્વના આ
પ્રત્યાઘાતનું મૂર્તિમંત રૂપ છે. ૧૯૨૬માં તે યુરોપ ગયા ત્યારે
તેમણે હિંદુ જીવનદષ્ટિ યુરોપ આગળ રજૂ કરી. ત્યારે
તેમને બીજી વાર નોતરું મળ્યું ત્યારે તેમણે યુરોપના પર
ખુલ્લા હુમલો કર્યો, તેમના વાદને એવી ઝીણી છણાવટ કરી
કરી અધૂરા બતાવ્યા કે તેઓ જ તે કબૂલતા થયા અને
આ મંડાણ ઉપર, પિતિ જે વિશાળ હિંદુ જીવનષ્ટ ધરાવે
છે તે તત્ત્વશુદ્ધ આદર્શ જીવનદષ્ટિ છે એમ રજુ કર્યું.
કવિવર ટાગોરને એ જ વ્યાખ્યાનમાળાના વહીવટદારોએ
નેતયી ત્યારે તેમણે “માનવધર્મ” પર તેમને કેટલીક સ્પષ્ટ
વાત કરી. અને આજ ગાંધીજી જે પડકાર કરે છે તે
પણ એ જ વિશાળ વ્યાપક ધર્મને નામે નથી ?
આવો ધર્મ એક દિવ્ય વસ્તુ હોય. સામાન્ય રીતે
જેને “ધર્મ' કહેવાય છે એ આ ધર્મ નથી. એ ધર્મ તો
અનેક છે, અને એક પિોળનાં કૂતરાં બીજીમાં પેસે કે પેસવા
જાય છે તે પિળનાં જેમ ઘુરઘુરે છે ને લડે છે, તેમ આ
ધમે પોતાની પળો, વાડા ને પ્રદેશો ઉભા કરીને કરી રહ્યા
છે. પ્રત્યક્ષ જીવનનાં સુખદુખ સાથે એ ધર્મોએ અસ્પૃશ્યતા
કેળવી છે. એમનાં તંત્ર, મંત્ર અને જેમાં તે જકડાઈને
પડેલા છે; એમને જ ધર્મ માનીને ઘણા ધર્મવિમુખ થાય છે.
પરંતુ ધર્મતત્ત્વ એ હદયગુફામાં રહેલી માનવીની અવિભાજ્ય
વસ્તુ છે, આમરૂપ છે ?
આ જાતની મહાન સમાજનું
નિરૂપણ એ રાધાકૃષ્ણનનાં લખાણેનું એક મોટું આકર્ષક
અંગ છે,

જગતને આવતી કાલને પુરુષ
અર્વાચીન માનસને ધર્મતત્વ કે ઈશ્વર જેવું માનવામાં
સાથી મોટી જે મુશ્કેલી નડે છે, તે તેની વિજ્ઞાનપદ્ધતિએ ધૂળને
નિહાળવાની પડી ગયેલી ટેવ છે. બાહેંદ્રિયગમ્ય વસ્તુઓ
નિહાળી નિહાળીને એની સત્યતાની સેટી જ એ જાતની
ઘડાઈ ગઈ છે : જે પ્રયોગગમ્ય નથી, જેને હરકોઈ નિહાળી
ન શકે, એ હોય જ કેમ, એવી એને શંકા થાય છે. એટલે
ધર્માદિ ચીજે વસ્તુશન્ય વિકલ્પ માત્ર જ નથી ? –એવું એ
માને છે કે આશકે છે. અને આજે ધર્મોનું જે વિકૃતરૂપ
તે જુએ છે તે પરથી એની આસ્થા પણ ઊડી જાય છે.
વિવેકાનંદ વિષે એક વાત છે કે, તે
રામકૃષ્ણ પરમહંસ
પાસે ગયા ને પૂછયું, “તમે ઈશ્વર જોયો છે ? મને બતાવશે?”
ફિલસુફી ભણતાં ભણતાં વિવેકાનંદને છેવટે આ પૂછવાનું
સૂઝયું. રામકૃષ્ણ કહ્યું, “હા, બેટા, તને હું દેખાડીશ.”
પછી એક વાર વિવેકાનંદને એક એવો અનુભવ થયો કે
જેથી તેમની ઈશ્વરશ્રદ્ધા અચળ થઈ પ્રત્યક્ષ વસ્તુ બની.
અર્વાચીન માનસ
5 આવો જ પ્રશ્ન આજ પૂછે છે, અને
એ પ્રશ્નને સચોટ ઉત્તર રાધાકૃષ્ણન આપે છે. એ ઉત્તરનું
બધું નિરૂપણ કરવાની આ જગા નથી. પણ તેની દિશા
આ છે નિર્દેશ માત્ર અહીં શક્ય છે.
પ્રથમ તો એ કહે છે, આ વિજ્ઞાનપદ્ધતિથી જે પ્રત્યક્ષ
થવાની વાત કહે છે તે ખરેખર થાય છે ? પદાર્થવિજ્ઞાન
પૃથક્કરણ કરતાં કરતાં વિદ્યુકણે આવીને ઊભું છે. પરંતુ
,
* આનો નમૂનો જે હોય તે મારા “જપ” પુસ્તકના
પરિશિષ્ટમાં આપેલો ગાંધીજીને લેખ છે (“ઈશ્વર છે) તે જુએ.

*
૧૧૩
સર્વધર્મ સમભાવને પંડિત
આ વિઠ્ઠ૯ણ એક શબ્દનિર્દેશ જ નથી? તેથી સુચિત
વસ્તુનું સ્વરૂપ કયાં જણાવી શકાય છે ? “આપણે ઇદિયગમ્ય
જ્ઞાન સત્યાનુરૂપ છે અને આપણી આધ્યાત્મિક ઈયિનું જ્ઞાન
નથી, એમ જે માનસશાસ્ત્ર માને છે તે વધારે પડતી ગૃહીતતા
છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ તો, આપણી નજર આગળના
જગતનો અનુભવ કે બ્રિટિશ રાજબંધારણને કે કર્તવ્યધર્મની
ફરજનો અનુભવ, એ બરાબર માસ્કસ જતાં સંત પોલને
થયેલા ક ઈટાલીના બાગમાં સંત ઑગસ્ટાઈનને થયેલા
દર્શનને મળતો છે.” અમુક અનુભવ ઘણુને થાય છે માટે
તે માનવા અને અમુક અનુભવો અમુક જ લોકને થાય છે
માટે તેમને અવગણને વિચાર પર ન લેવા, એ વિજ્ઞાનશુદ્ધ
તપદ્ધતિ નથી. અને ધર્મ કે ઈશ્વરને અનુભવ પૂરેપૂરો
અમુકને ભલે થતો હોય. પરંતુ શંકા, પ્રશ્ન, નાસ્તિકતા કે
અન્ય અનેક પ્રકારે જે વસ્તુ માનવચિત્તમાંથી ઊઠે છે એ,
ખરેખર જોતાં, એને ઈન્કારનારી છે કે એનો એકમાત્ર જે
સ્વીકારમાર્ગ છે તે સિદ્ધ કરનારી થઈ? ધર્મ કે ઈશ્વર છે એમ
કહેવામાં આવે છે ત્યારે તે નામે અમુક કા એ નામે
ગેહલું ચોકઠું છે એમ નથી સમજવાનું. અને અમુક વસ્તુ
યાત હોય એનું ખંડન કર્થે જવાથી તે વસ્તુઓ ભલે ખંડિત
થતી; પરંતુ તેવી રીતે ચિરકાળ નવાં રૂપ ધરતી આવેલી ને
ખંડિત થતી પણ આવેલી વસ્તુઓને જે વસ્તુતા અર્પે છે
તે ખંડિત નથી થતું, તેનો ઈન્કાર નથી થતો. તે વસ્તુતા શું
છે એ પેલો ખંડનકાર નથી જાણતો માટે તે નથી એમ કહેવું
કે માનવું એ તર્કશુદ્ધ કહેવાય કે ? એ તો અજ્ઞાનના એકરાર
ને જ્ઞાનની ભીખ સમાન જ ગણાય. બધું જ્ઞાન પાંચ દિયથી

જગતને આવતી કાલને પુરુષ
જ આવે છે એમ માનીને ચાલવું એ પણ અવૈજ્ઞાનિક
પૂર્વગ્રહ જ ગણાય; સત્યશોધકને એ લાંછનરૂપ છે. મનુષ્ય પાસે
આંતરંદ્રિય પણ છે, જે દ્વારા એણે અધ્યાત્મ જેયું છે; એના
પુરાવા દેશ દેશના મહાપુરુષો પાસેથી મળે છે. એ અનુભવ
મને નથી માટે હું એ ન માનું, એમ ધર્મ વગેરે બાબતમાં જ
કેમ? તે શું વિજ્ઞાનાદિની શોધોને અનુભવ આપણને છે?
સ્વામી વિવેકાનંદ કહેતા, જેમાં પ્રયોગશાળામાં પ્રયોગ કરવા
સાહિત્યસામગ્રી ને અમુક જ્ઞાન કે આવડ જોઈએ, તેમ જ
,
આ અધ્યાત્મપ્રયોગ કરવા માટે પણ જોઈએ છે. એવી
શરત જેમ ભૌતિક પ્રયોગને અમાન્ય નથી કરી શકતી, તેમ
આ આધ્યાત્મિકને પણ અમાન્ય ન ઠેરવી શકે. એ શરતનું
પાલન કરવું એ દરેક ધર્મો બતાવ્યું છે. રાધાકૃષ્ણને પણ
આવી જ જાતનો જવાબ આપે છે, અને જણાવે છે કે, આ
પ્રમાણે કરતાં ધર્મતત્ત્વ પ્રત્યક્ષાવગમ્ય થાય છે અને ધર્મવસ્તુ
એ ચક્કસ પાયા ઉપર નિર્ભર છે. સાચી નીતિ, સાચી
જીવનદષ્ટિ આ મૂળ ને અબાધિત તત્વદર્શન પરથી નિપજાવી
શકાય, નીપજવી જોઈએ. આ પ્રકારનો ધર્માનુભવ સ્વયંસિદ્ધ,
સ્વયંપ્રકાશ, અને સ્વયંવદા છે. જેને તે થયો છે તે જ તેનું
પૂર્ણ રૂપ જાણે છે. પરંતુ તે કહેવા જશે તે તેમાં તેની
માનવતાનો રંગ લાગવાને જ. અને એના અનુયાયીઓને
હાથે વળી વિશેષ રંગ લાગતે જવાનો. ગ્રંથરૂપે તે સંઘરાવા
છતાં, તેનો ચેતન વાચક જેટલું કે જેવું સમજશે તેવું જ તે
એના અર્થમાં બતાવવાનો. આમાંથી જ ધર્મસંપ્રદાયોનાં રૂપે
થડાય છે ને એમાં એમની જેટલી સત્યતા છે તેટલી છે; બાકી
એમની માનવી અપૂર્ણતા તો પ્રત્યક્ષ છે. એ અપૂર્ણતાને

અધર્મસમભાવને પંડિત ૬૧૯ ટાંકીને, ઉપર જ્યારે અભિમાન, સંકુચિતતા વગેરેના વાંધા પહેરાવવામાં આવે છે ત્યારે, હમેશ ઇતિહાસમાં જોયું છે કે, ધર્મને નામે જુલમ થયા છે ને સાચો ધર્મ બાજુએ રહી ગયો છે. આ ટીકા રાધાકૃષ્ણને પશ્ચિમ પૂરતી જ નથી કરી. પશ્ચિમ જ આત્મજડ છે ને આપણે આપણી રીતે નથી એવું કાંઈ નથી. આપણા દેશને પણ આ યુગના અજ્ઞાન અને એક પ્રકારના ખોટા અભિમાનથી તેમણે મુક્ત નથી ગો. આ બાબત એમને પુણ્ય પ્રાપ કર્યો છે તે નીચેના ઉતારાથી સમજાશે. ૧૯૭૦નું જોવેટ વ્યાખ્યાન આપતાં એક જગાએ તેમણે યુરોપીય શ્રોતાવર્ગને પૂર્વનું વર્ણન કરતાં આમ કહ્યું હતું: “અધ્યાત્મ જીવનનું વધારે પડતું આદરમાન કરીને પૂર્વે; જે પાર્થિવ પરિસ્થિતિ સાધ્યા વિના આધ્યાત્મિક અર્થ સરી જ ન શકે, એની પ્રત્યે બેદરકારી બતાવી છે. પૂર્વની આધ્યાત્મિકતા સડીને જર્જરિત અને ભ્રષ્ટ કરે એવું મડદુ બની ગઈ છે. અમારા જૂનવાણે પંક્તિ આ પ્રશ્નને એક પંડિતાઈથી જ પહોંચવા માગતા લાગે છે; એટલે તેઓ હકીકતો અને સત્યને બદલે પાઠ અને શબ્દોની પંચાતો કરે છે. અમારા આમૂલાગ્ર સુધારાવાદીઓ (radicals) માં નવીન પ્રેરણ- શક્તિ છે નહિ અને જીવંત અનુભવથી એ કારા જ રહેલા છે. એટલે તેઓ પશ્ચિમનાં હલકાં ને ઊતરતી જાતનાં અનુકરણ કરવામાં રાચે છે.” નીચે ઉતાર ૧૯૩૪માં અલ્હાબાદના પદવીદાન- પ્રવચનમાંથી છે : તથા રાજ” એમ કહેવાય છે એને અર્થ એ છે કે, રાષ્ટ્રના જેવા માણસો તેમના કરતાં તેની “ “યથા પ્રજ

જગતને આવતી કાલને પુરુષ
રાજસત્તા વધારે સારી નથી હાઈ શકતી. સમાજની સાચી
આંતરશકિત અને એને મળતું રાજતંત્ર આ બે વચ્ચે જીવંત
પરસ્પરભાવ રહે છે. સ્થિરતા અને વધારે પ્રતિનિધિત્વવાળી
રાજસત્તા વધારે ન્યાયી સમાજવ્યવસ્થા માગે છે. જે સમાજ
અસ્પૃશ્યતાનું પાપ સહી લે છે તેને, પોતે સુધરેલો છે, એમ
કહેવાને અધિકાર નથી. પ્રામાણિક, ઉદ્યમી અને શક્તિશાળી
માણસ, પિતાની બુદ્ધિ, શક્તિ તથા ચારિત્ર્યને કારણે, જે
કોઈ પદે જવાને યોગ્ય હોય, તે પદે ચડવામાં એકે આડ
એને ન હોવી જોઈએ. નાતજાત અને કામની લાગણીથી
જાહેર જીવનની ન્યાયપૂર્ણતા ન બગડવી જોઈએ. ઘરમાં ને
નિશાળે એવી ઘાતક અસર કામ કરે છે કે જેથી વિચનીચનું
અભિમાન અને કમી તિરસ્કારભાવ જેવા હીન ભાવે પિવાય
છે; આ સખતાઈપૂર્વક દૂર કરવાની જરૂર છે. . . . સૈકાથી
હિંદુ મુસલમાને ભેગા રહ્યા છીએ, છતાં એક બીજાના
ચારિત્રાદિ વિષે આપણે ભારે વિચિત્ર ખ્યાલો સેવીએ છીએ.
અને આ ખ્યાલને એવા તો આગ્રહથી આપણે સેવ્યા
કરીએ છીએ કે તેને લઈને, હાથી અને પક્ષાપક્ષીથી
લાભનારા લોકને ફાવવા લાગ મળે એવી વૃત્તિઓ આપણામાં
ઘડાય છે. . . . આપણાં ઘરોમાં, નાનાં ને કાચા મગજનાં
બાળકોમાં આ જાતના
પરસ્પર વેરભાવનું ઝેર આપણે
સીંચીએ છીએ.
પૂર્વ અને પશ્ચિમના સંબંધ વિષે એવો ખ્યાલ પ્રચલિત
છે કે, આપણે આધ્યાત્મિક છીએ અને પશ્ચિમ પાર્થિવ
જડવાદી છે; અને આ માન્યતા
પાછળ એક પ્રકારની
અભિમાનજન્ય આત્મસંતોષ-વૃત્તિ જોવામાં આવે છે.

૧૨૧ સર્વધર્મ સમભાવને પડિત આવું માનનારામાં ઘણું પુરાણપ્રિય લોક પણ હોય છે. રાધાકૃષ્ણન આ વૃત્તિને ભયંકર માને છે. ઉપર આપણે જોયું કે પ્રગતિ અને વિકાસની એ અવરોધક છે. આપણામાં એ વૃત્તિએ જડતા આણું દીધી છે. એક એવી વસ્તુ પણ જોવામાં આવે છે કે, દરેક પ્રજ કે રાષ્ટ્ર એક પ્રકારની પિતાની અમિતા વિષે માન્યતા સેવે છે. જેમ કે, જર્મની માને છે કે તે સામ્રાજ્ય કરવા ઈશ્વર તરફથી સરજાયું છે; યદીઓ માનતા કે ઈશ્વરની અમે લાડીલી પ્રજા છીએ; આજને ગેર માને છે કે, જગતનો ગુરુ-ભાર મારે શિર છે; આપણા ધાર્મિક લેકમાં એક માન્યતા છે કે, ભારત- ખંડમાં જન્મવું એ એક સૌભાગ્ય છે; ઈ. ઈ. માણસની સંકુચિત વૃત્તિના જ આ બધા આવિષ્કારે છે. જગતના ઇતિહાસમાં આવા ભાવોએ ભારે ઝઘડા અને દુઃખે જન્માવ્યાં છે. આ પ્રકારના ભાવે મુળ જ ધર્મ-વિમુખ છે. એક ગાએ પૂર્વ કે પશ્ચિમના ઉપરોક્ત મૂલગત મનાતા ભેદ વિષે વિચારતાં રાધાકૃષ્ણને કહ્યું છે, “કોઈ પણ એક જ પ્રજાના જ ખાસ હોય એવી કોઈ માનસિક કે આધ્યાત્મિક ગુણો નથી. જગતની મહાન પ્રજાઓ, આ છે તે ગુણ અમુકમાં છે કે નથી, એવા ભેદ કરતાં તે ગુણ અમુકમાં ઓછાવત્તા હશે એવા ભેદવાળી છે. એવું કાંઈ નથી કે, પશ્ચિમમાં ગૂઢવાદ કે શહીદી છે જ નહિ, અથવા પૂર્વમાં વિજ્ઞાન કે સમાજસેવાભાવ નથી. બે વચ્ચે ભેદ જો કોઈ હોય તો તે સાપેક્ષતાએ છે.” (East & West in Religion, પા.૪૫). આ ઉપરથી એમ ઘટાવવું કે, તે તો પ્રજાઓ વચ્ચે સરખામણું કરવી કે તેમની ખાસિયત વિચારવી એ દોષ

૧૨
જગતને આવતી કાલને પુરુષ
છે, તો એ બરાબર નહિ થાય. આ સરખામણ જે
મૂઢાગ્રહ કે અંધ-અભિમાન વધારવા ક વધે એ રીતે થાય,
તો તે નિંદ્ય છે, કેમ કે બ્રામક છે. આવી જાતની સરખામણીમાં
મૂઢાગ્રહ કે આત્યંતિકતા દાખવવા ગ્ય નથી. ઉપર ટાંકેલા
ઉતારા બાદ રાધાકૃષ્ણન કહે છે એમ, મૂઢાગ્રહીઓ અને
સંકુચિત રાષ્ટ્રવાદીઓ ભેદભાવ ઉભો કરવા સરખામણી કરે
છે, ત્યારે સત્યશોધક આવા ભેદ એટલા જ માટે કરે છે કે
જેથી દરેકની ખાસિયત પ્રગટ થાય.” આ માટી ને મહત્વની
મર્યાદામાં રહીને મહાન પ્રજાઓ તથા રાષ્ટ્રોનું વિવેચન
કરવામાં આવે તો વાંધો નથી, બલ્ક પ્રેરક અને પરસ્પર
લાભદાયક નીવડે. ઉદાહરણાર્થે. જેવું કે વાચક આ વ્યાખ્યાનમાં
રાધાકૃષ્ણને કરેલું છે. ઉપર હું કહી આવ્યો કે, તેમની
તત્ત્વશુદ્ધ જીવનદષ્ટિ' એ વ્યાખ્યાનમાળા પણ આવા જ
એક સમર્થ વિવેચનને ઉત્કૃષ્ટ દાખલો છે. આ વ્યાખ્યાનનો
અર્ધ ઉપર ભાગ
એ જ પિતાની હિંદુ તત્ત્વદૃષ્ટિને
સમજાવવામાં ગાળ્યો છે.
અંતમાં, આ વ્યાખ્યાનમાં જેનો ખાસ ઉલ્લેખ નથી
મળતો એવી એક વસ્તુ ટૂંકમાં બતાવીને આ નિબંધ પૂરે
કરીશું. પૂર્વ અને પશ્ચિમની ખાસિયતો વિચારતા
રાધાકૃoણને એક વાત પૂર્વ માટે ગૌરવપ્રદ એ કરી છે
કે, પૂર્વની ધાર્મિક ઉદારતા ને વિશાળ સર્વગ્રાહિતા
પશ્ચિમે શીખવા જેવી છે. “સત્ય ધર્મને સ્વયંપ્રતીતિ હોય
છે કે માનવનિ આખી એક કુટુંબ છે; એટલે તેવો ધર્મ
માનવમાત્રનું એક આધ્યાત્મિક ગોત્ર બનાવવા મથે છે.
ખંડ કે રાષ્ટ્રના વિભાગોથી એની અવધિ ન આવી શકે,

સવધર્મસમભાવને જડિત એણે આખી માનવજાતને પોતાની બાથમાં લેવી જોઈએ. આ જાતનો માનવપ્રેમ જ આપણને બીજી પ્રજાઓની માન્યતાને આદરથી જોવાનું શીખવે છે. શીખવે છે. આ બાબતમાં પૂર્વના ધર્મો પશ્ચિમના કરતાં ચડિયાતા છે. આપણા વિચારે અને ધોરણે બીજા માનવબંધુઓ પર લાદવાની એક સામાન્ય માનવીની ઈચ્છા હોય છે. આ જાતની મનોવૃત્તિ પ્રત્યે આપણને બધાને એક જાતની ગુપ્ત અને વિવશતાયુક્ત સહાનુભૂતિ હોય છે” (East & West in Religion પા. ૬૯). એ જ વ્યાખ્યાનમાં બીજે સ્થળે પૂર્વ અને પશ્ચિમની ખાસિયતોની પરસ્પર પૂરકતા બતાવી છે તે પણ સાથે સાથે જોવા જેવી છે: “ઉપનિવદની અહિંસા અને બુદ્ધિને પ્રેમ તથા કરૂણા ઇવસૃષ્ટિની સુકતમ યોનિઓને પણ પિતાની શીળી છાયામાં લે છે. પૂર્વને ધર્મોમાં સાપરાય તરફ વલણ હેય છે; પશ્ચિમના ધર્મોનું લક્ષણ ઈહ-દષ્ટિ હોય છે. પૂર્વને ધી મહાત્મા અને વીર પુરુષો પેદા કરવા ધારે છે; પશ્ચિમના ધર્મો સુખી અને સમજુ પુરુષોને. પૂર્વના ધર્મો સમાજધારણ કરતાં વ્યકિતની મુક્તિ તરફ વધારે વળે છે. પશ્ચિમ સમાજ- વ્યવસ્થા સાચવવા સારુ, ધર્મને એક પ્રકારનું પોલીસ તંત્ર બનાવી લે છે. બુદ્ધ, ઈશું, મહંમદ જેવા પૂર્વના મહાપુએ જગતને નવો પલટો આપ્યો ને તેનું આંતર પરિવર્તન સાધ્યું. તેમને જે વારસો છે તે માનવચિત્તમાં ઓતપ્રેત વણાઈ રહેલી વસ્તુ છે. સીઝર, કોમલ, નેપોલિયન આ જગતના માણસે છે. જે સાધનસામગ્રી તેમને હાથે ચડી તે લઈને. તેને વ્યવસ્થિત ને ઠીકઠાક કરવામાં તેમને સંતોષ છે. કઈ નવીન જીવનપથ તેઓ નથી શીખવતા; કે નથી તેઓ જીવનપથ

૧૨૪
જગતને આવતી કાલને પુરુષ
પર થાકેલ કે વ્યથિતહદય આભાઓને શાતા આપતા. છતાં
એમના કામની છાપ આપણું સામાજિક સંસ્થાઓ પર છે.
પશ્ચિમમાં કર્મવીરોની વાસ્તવદષ્ટિ
વાસ્તવદષ્ટિ જોવા મળે છે: પૂર્વમાં
કળાવીરની કામળતા અને સર્જકની કલ્પના દેખાય છે.
પશ્ચિમની સંસ્કૃતિને આદર્શ એણે ગ્રીક તત્ત્વજ્ઞાનમાંથી
મેળવ્યો છે કે પ્રજાજનોને નાગરિક ધર્મની તાલીમ આપવી,
જેથી તેઓ રાષ્ટ્રમાં ને રાષ્ટ્રને ખાતર પિતાની પૂર્ણ શક્તિનાં
દર્શન કરી શકે. પૂર્વમાં, આદર્શ ભાણસ એ કે જે આખા
વિશ્વને ઘર માનીને રહી શકે. આ બેઉ જાતની દષ્ટિએ
જરૂરી છે, કેમ કે અરાજક સમાજમાં કોઈ પ્રકારનું
આધ્યાત્મિક દર્શન ખીલી ન શકે.”
પૂર્વ અને પશ્ચિમમાં આવી જાતની પરસ્પર પૂરતામાં
રાધાકૃષ્ણનને એટલી બધી શ્રદ્ધા અને આશા છે કે, હિંદમાં
એ બેઉ દષ્ટિ રાજકારણને લઈને ભેગી થઈ છે તેને તે
આફતરૂપ ન માનતાં એક શુભ સાધનાને સુગ માને છે.
તેથી જ તે રાજકીય બાબતમાં હિંદ અને બ્રિટનના, સમાનતાને
ધોરણે, સુમેળના હિમાયતી છે. અને આ સમાનતા તથા
સુમેળ સાધવા ઈચ્છવા છતાં તે, આજનું યુરેપ રાષ્ટ્રકલહને
જેમ રાષ્ટ્રવાદ માને છે તેમ તે માનનાર નથી. “રાષ્ટ્રવાદનો
અર્થ એ છે કે, આપણું સની, સ્વમાનની, સચ્ચાઈની
રક્ષા કરવા આપણાથી બનતું બધું કરવું અને ઉપસ્થિત
થતા પ્રશ્નોને ઉકેલવા આપણે જે ખાસ પદ્ધતિ હોય તેને
સાચવવી. આત્મરક્ષા માટે અને જગતની પ્રગતિમાં આપણું
વિશેષ ભેટ આપવા માટે આપણે સ્વતંત્રતા ચાહીએ છીએ.
જે આપણું વ્યક્તિત્વ જ ગુમાવીએ તો આ કામ આપણે ન

સર્વધર્મસમભાવને પડિત
૧૫
કરી શકીએ.” અને આ રાષ્ટ્રીય અમિતા પણ શરીરવત
જીવંત છે. જેમ એક શરીર બીજું નથી બની શકતું,
પણ બીજાથી લાભ લઈ પુષ્ટ થઈ શકે છે, તેમ જ
રાષ્ટ્રનું પણ છે. એક રાષ્ટ્ર બીજાનું અનુકરણ ન કરી શકે.
“જેને ગ્રહણ કરીને આપણે અપનાવી આત્મસાત કરી શકીએ
તે જ આપણને ફાયદામંદ થઈ શકે છે.”
માનવજગતના પ્રશ્નો નર્યા રાજકીય, આર્થિક, કે એવા
એકદેશીય નથી હોતા; તે માનવ જીવન જેટલા જટિલ અને
બહુમુત્ર હૈાય છે. એમને એકદેશીયતાથી સમજવામાં કે તે
રીતે જ ઉકેલવા મથવામાં ભૂલ થાય છે એટલું જ નહિ,
એમની ગૂંચ વધે છે. અને આ પદ્ધતિએ ઉકેલવા જતાં
સફળતાની કસોટી બાહ્ય સિદ્ધિ પરથી વધારે પડતી અંકાય
છે. એવી સિદ્ધિ આણ આપનાર સાધનો તથા સાધનારાઓ
કદર પામે છે, અને એમ માનવ મૂલ્યાંકન જ ખોટાં ઘડાઈને
આખું સંસ્કૃતિનાવ નવી દિશાએ જાય છે. આ બાહ્યતાની
ઉપાસનાથી વિજ્ઞાનશાસ્ત્ર અને એની સિદ્ધિઓ મનુષ્ય જીવનની
આખી નિયંતા બનવા લાગે છે. એમને જીવનમાં સ્થાન નથી
એમ નથી. પરંતુ “માનવ આચારને આદર્શ શેાધવામાં
અને માનવચિત્તના ઉચ્ચ પ્રયત્નોને એક કરવામાં ધર્મ અને
ફિલસુફી ભૌતિક વિજ્ઞાનશાખાઓ કરતાં આપણને વધારે
મદદ કરે છે.” (East & West. પા. ૯૮) રાધાકૃષ્ણન
આ પરાવિદ્યાના પંડિત છે. તે દ્વારા તે આજના પ્રશ્નો પર
વિચાર કરે છે, તેમાંથી માર્ગ બતાવે છે. એમનું આ કામ
આપણા દેશમાં એટલું બધું જાણીતું નથી, કારણ કે એ
દષ્ટિ પ્રવર્તાવનારાં આંદોલનમાં એમનો હિસ્સે નહિવત્ છે ,

જગતને આવતી કાલને પુરુષ
કેમ કે એમનું કામ વિદ્યાપીઠેમાં રહ્યું છે. પરંતુ પશ્ચિમમાં
એમની આ તેજસ્વી વિદ્વત્તાથી ફાયદો થઈ શકે છે. ઓછામાં
એાછું, હિંદી તરીકેની એમની આ કદરે આપણુ દેશની
આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં કાંઈક વધારો કર્યો છે. રાધાકૃષ્ણને
પોતાના એક વ્યાખ્યાનમાં હિંદના અંગ્રેજી ઈતિહાસના ત્રણ
ભાગ પાડ્યા છે : (૧) કંપની સરકારનો યુગ, જેનો અંત
૧૮૫૭ના બળવા’એ આપ્યો. (૨) અંગ્રેજી સામ્રાજ્યનો
યુગ, જેનું મૂળ ૧૯૧૪ની યુરોપીય યાદવાસ્થળી બાદ ધણધણી
ગયું. (૩) ૧૯૧૪ બાદનો આધુનિક યુગ. ૧૮૫૭ સુધી
શસ્ત્રબળ નિર્ણાયક હતું. તે આપણું બળ અંગ્રેજોએ પરાસ્ત :
કર્યા બાદ, તેમના જ એકતંત્ર રાજ અને નવીન શિક્ષણથી
-નવાં બળ નીપજવા લાગ્યાં. આ બળને વ્યવસ્થિત કરીએ,
સંગતિ કરીએ એટલું જ નહિ, એમને એક ધ્યેય કરી
ઉચ્ચાશયી કરીએ તો જ નવીન જગતમાં છત છે. એ
આજના ત્રીજા યુગનું કામ છે. કામ શસ્ત્રબળ જેવું
સીધું કે સરળ નથી. અનેક જાતની અને અનેક લોકેની
સાત્વિક શક્તિના સંગઠિત સંચારથી એ બને એમ છે. એમ
જ કહે કે, આપણે સંસ્કૃતિની શક્તિને પુનર્જીવિત કરીને
એ કામ થઈ શકશે, એમ હવે તો સૌને સ્પષ્ટ જણાયું
છે.
આ આપણા પુનરુજજીવનમાં પોતાને સ્થાનેથી
રાધાકૃષ્ણને અદ્વિતીય ફાળો આપે છે. આપણી સંસ્કૃતિનાં
સાચાં મૂળ પારખીને તેમનું યોગ્ય સિંચન થઈ શકશે એની
વિદ્વતાપૂર્ણ પ્રતીતિ તેમણે દેખાડી છે. એ જ એમની મહત્તા
છે, એ જ એમના આખા વિદ્યોપાસક જીવનનો પરિપાક છે,
આ

*
ટિપ્પણ
[નોંધ: જે વસ્તુ પર નોંધ આપી છે તેનું પાનું તથા લીટી
આપી, તેને મેટા અક્ષરમાં જણાવી છે.]
૩–૧૦ : સેક્રેટિસ (ઈ. પૃ. ૪૬૮-૯થી ૩૯ સુધી)
જગતની મહાન વિભૂતિઓમાંની એક એને ગણાય. પ્લેટે એના
સંવાદમાં સોક્રેટિસને માટે આ વિશેઘણ વાપરે છે : “ડાહ્યામાં
ડાહ્યો, ન્યાયીમાં ન્યાયી, અને ઉત્તમમાં ઉત્તમ માણસ.” યુરોપીય
ફિલસૂફીના પિતા સમાન આ પુરુષને આજ પણ એક મહાન
સત્યાગ્રહી વાર તરીકે યાદ કરીએ છીએ. એના પિતાનો સલાટનો
ઘ કરવાને બદલે એથેન્સની શેરીઓમાં ફરવું અને જે મળે
તેમની જોડે વાતો કરવી એ એનો એકમાત્ર રોજગાર હતો. અને
આ વાત તે કેવી ? માનવ હૃદય તથા ચિત્તને આજ સુધી
મૂંઝવતી બધી ચીજે એ વાતોને વિષય હતી. કોઈ પણ વસ્તુને
રૂઢિગ્રસ્તતા અને અંધસ્વીકૃતિથી ન જ સ્વીકારાય; વસ્તુમાત્ર
છણને સ્પષ્ટ કરવી જોઈએ – આ એની વાતોની મૂલપદ્ધતિ હતી.
એ પ્રકારની અન્વેષણ પદ્ધતિને માટે આજ “સોક્રેટિસની પદ્ધતિ
જ નામ યથાર્થ રીતે મળેલું છે. આ વાતનો જ વાર એ
પિતાના જમાનાના જુવાનિયાઓનાં મનમાં મૂકતા ગયા અને તેમાંથી

૧૨૮ ટિપ્પણે યુરોપની ફિલસૂફી મૂર્તિમંત થઈ. પ્લેટનું તત્ત્વજ્ઞાન, સ્ટેઈક, એપિકચૂરિયન વગેરે જ્ઞાનસંપ્રદાયોનાં મૂળ આ મહાન તત્વ- વિવેચકના શિષ્યોમાં તેના સમયમાં જ વવાઈ ચૂક્યાં હતાં. એના અમર મરણની વાત સૌને જાણતી હોઈ, અહીં કહેવાની જરૂર નથી. સેક્રેટિસથી યુરોપીય કે ગ્રીક તત્ત્વજ્ઞાનનો પ્રારંભ થાય છે એ શબ્દશઃ બરાબર નથી. કેમ કે તેની પૂર્વે પ્રખ્યાત ફિલસૂફેની એક નામાવલી જ પડેલી છે. પણ એ બધાની ખોજ મોટે ભાગે ભૌતિક હતી. અને તેમાં જ સોક્રેટિસ ઊછર્યો, પણ તેથી પુષ્ટિ પામી તેણે તત્ત્વજ્ઞાનના વિષયને તેથી પર એવા સૂક્ષ્મ બુદ્ધિવાદી ક્ષેત્રમાં આણું મૂક્યો. અને છતાં, એની ખાસિયત એ હતી કે, તે માત્ર ગગનવિહાર નહોતો, પણ રોજિંદા પ્રશ્નો પર જ એ પ્રકાશ પાડતો કે તેથી પરિણમતી ક્રાંતિને કારણે એથેન્સના યુવાનને કહેવાતા ધર્મથી વિમુખ કરવાને બહાને, ત્યાંના તે વખતના રાજકર્તાઓએ એને ઝેર પીવાની શિક્ષા કરી પૂરો કર્યો. પોતાના જીવનમાં તે ચર્ચાઓ જ કરતો એમ કદાચ બંધાય, તો એ પણ અહીં ઉમેરવા જેવું છે કે, એથેન્સને માટે તે લડાઈઓ પણ લડેલો છે. જે ચર્ચાઓ કરતો તે પણ માનસિક ક્ષેત્રમાં લડાઈઓ જ હતી, ને તે જીવંત હોવાથી જ તેને મેત વહારવું પડ્યું. સોક્રેટિસે કઈ પુસ્તકે લખ્યાં જાણવામાં નથી પણ એના મુખ્ય શિષ્ય પ્લેટોએ લખેલા સંવાદમાં સૌકેટિસ મુખ્ય ભાગ ભજવે છે. (જુઓ પ્લેટ પર નોંધ). ૪-૧૮ : ઈ. પૂ. શું સૈકુ-ગ્રીક તત્ત્વજ્ઞાન અને જ્ઞાનદયને સમય. યુરોપીય ઇતિહાસમાં જેને “પ્રાચીન યુગ” મનાય છે તેને પ્રારંભ અહીંથી કદાચ ગણું શકાય, કેમ કે ગ્રીસ રેમની જે ગળથુથી યુરોપને અપાઈ તેનું ઘડતર આ સકાથી સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. રૉક્રેટિસ પહેલાંના ગ્રીક તત્ત્વવેત્તાઓ, નાટ્યકાર, ગણિતશાસ્ત્રીઓ, વગેરે મોટે ભાગે આ જમાનામાં થઈ ગયા. ખ્યાલ ટિપણે. ઇતિહાસ એક અવિચ્છિન્ન પ્રવાહ હૈય, અને તે છે જ, તો આવા જે તેના ભાગ પાડવામાં આવે છે તે બુદ્ધિમાં ઉતારવાની સુગમતા ખાતર જ સમજવા જોઈએ. તે ભાગેને એકરૂપ – એક- શરીર જેવા એ જ સાચી દ્રષ્ટિ છે, અને તે દ્રષ્ટિ આ વ્યાખ્યાન- માંથી કંઈક અંશે મળશે. ૪–૧૯ : મદચયુગને ઉદય એટલે કે, ઈ. સ. ૫ મા સૈકાને સુમાર, જ્યારે રામની સત્તા પડી અને ખ્રિસ્તી ધર્મને ઉદયકાળ શરૂ થયો. આ કાળ વિશે આ વ્યાખ્યાનમાં (પ્રકરણ ૩) સ્વતંત્ર ચર્ચા છે, એટલે અહીં તે વિષે વિશેષ કહેવાની જરૂર નથી. ૪-૨૦ : આજનો યુગ – પ્રાચીન, મધ્ય અને આધુનિક એમ ત્રણ યુગ પાડી બતાવીને યુરોપીય ઈતિહાસને સમજાવવામાં આવે “આજના યુગ” એટલે ૧૫ મા સદામાં કોન્ટ્રન્ટિનોપલ તુર્ક લોકોને હાથ ગયું ત્યારે, મધ્યયુગ પૂરા થયા પછી બેઠેલો યુગ. પ્રકરણ ૪થામાં આ યુગના પ્રારંભનું વિવેચન છે. પ-૪ : યુગને અંત – રાધાકૃષ્ણન અર્વાચીન યુગથી પ્રવર્તમાન કાળને જુદો પાડી બતાવે છે, તેથી ચાલુ કાળને અર્વાચીન યુગનો અંત – નવા બેસનાર યુગ વચ્ચે સંધિકાળ – તે તરીકે ઓળખાવે છે. સંધિકાળ સામાન્ય રીતે વિષમ હોય છે, તેમ આજનો કાળ છે. તે કાળ યુરોપના મહાયુદ્ધ પછી ચાલુ થયેલ છે એમ ગણાય. -૧પ : લેટે-(ઈ. પૃ. ૪ર૭-૩૪૭) ગ્રીસને મહાન તત્ત્વજ્ઞાની અને વિચારક. સોક્રેટિસને આ જગમશહૂર શિષ્ય એશિયામાં “અફલાતૂન” કહેવાય છે. એની મહત્તા ને ઉત્તમતા ઈને “અફલાતૂન” એટલે જ ઉત્તમ, સુંદર એ અર્થ આપણે ત્યાં પણ થાય છે. તે એક પૈસાદાર ખાનદાન કુટુંબને નબીરેક હતો. એટલે એને સ્વભાવ એના ગુરુ સોક્રેટિસ કરતાં કાંઈક વધા એકાંતપ્રિય હતો એમ ગણાય. એના ગ્રંથો આવા જ એકાંત- જન્ય ચિંતન અને મનનના ગ્રંથ છે.

જગતને આવતી કાલને પુરુષ કેટિસના સંબંધમાં તે ૨૦ વર્ષની ઉંમરે આવે. અને તેના મરણ સુધી (ઈ. પૃ. ૩૯૯) તે સંબંધ એણે સેવા. બાદ તે દેશદર્શન માટે પર્યટને નીકળ્યો, ને કહેવાય છે કે હિંદમાં પણ આવી ગઇ હતી. “સંવાદ ” નામથી ઓળખાતા જે અનુપમ ગ્રંશે માટે તે પ્રસિદ્ધ જ નહિ, પણ અમર થઈ ગ છે, તે અંગે તેણે આ મુસાફરીમાંથી પાછા આવ્યા બાદ (ઈ. ૫. ૩૮૭) લખ્યા. સંવાદરૂપે લખાયેલા આ ગ્રંથમાં સોટિસ મુખ્ય પાત્ર છે. સોક્રેટિસે પિતે કઈ લખ્યું નથી, પણ તેને વિષે જે મળે છે તે આ તેના પટ્ટશિષ્ય પલેટાનાં (અને નેફોનનાં લખાણોમાં મુખ્યત્વે છે. આ લખાણમાં તેનું રિપબ્લિક” મુખ્ય છે. આદર્શ રાજ્યનું કલ્પનાચિત્ર એણે એમાં દેવું છે, અને જે સેકેટિસ સંવાદમાં પાવરપે આવે છે તે પણ યથાતથ નથી, પોતાની જ ઠલ્પનાએ મલે એ પોતાને ગુરુ છે. કદાચ તેથી જ રાધાકૃષ્ણને પ્લેટને આ અક્ષરદેહને માટે “Myths' “આખ્યાયિકા એ છે ” એમ શબ્દપ્રયોગ કર્યો હશે. તેને એકાંતગગ્ય આત્મસન્મુખતા સેવીને આ ગ્રંઘો તેણે લખેલા હશે એ મનોભૂમિકાને એમણે ત્યાં ઉલ્લેખ કર્યો છે. પ્લેટોના “રિપબ્લિક” ગ્રંથનો ગુજરાતી અનુવાદ ગુજરાત વનડ્યૂલર સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયો છે. ૭-૧૦ : ટેળો–આ ટાળી એટલે યુરોપના રાષ્ટ્રસંઘ, એ વાચક તરત સમજી શકશે. ચીન, મંચૂરિયા, આબિસીનિયા, વગેરે પ્રકરણોમાં રાષ્ટ્રસંધના ડરા વગેરેને જે ફેજ થયે તે પરથી તેને માટે વપરાયેલાં “કેડી-મૂલા” વગેરે વિશેષ બંધબેસતાં લાગ્યા વગર નહિ રહે. –૧૫ઃ રાજદ્વારી રાજબંધારણને અંગેના આ વિચાર સાથે વાચકને ગાંધીજીનું સૂત્ર “યથા પ્રજા તથા રાજ’, અને આત્મશુદ્ધિ વગર વ્યક્તિની જેમ જ પ્રજા પણ ચડી નથી શકતી એ યાદ દેવડાવવા જેવું છે. જે પ્રજામાં શકિત ન હોય તે

ટિપણે
કાગળ પર પાડેલી પ્રજસત્તા કાગળ પર જ રહી જાય છે; અને
શક્તિ હૈાચ તે કાગળ પર પડે કે ન પડે તેય પ્રજ સત્તા
ભગવે છે, એ ઇતિહાસસિદ્ધ વસ્તુ છે.
–8: અર્વાચીન સંસ્કૃતિ–એટલે કે, યુરોપીય સંરકૃતિ.
તેની ગળથુથી ગ્રીસ અને રોમે મુકી છે. ડીન જ કરીને
એક અંગ્રેજ વિચારક તેના એક નિબંધમાં આ વિધેિ એમ લખે છે
કે, “જે ગ્રીસે આપણને જે વારસે આપ્યો છે તે ન હેત તે
આપણાં ઘર્મ, ફિલસુફી, વિજ્ઞાન, સાહિત્ય, શિક્ષણ કે રાજકારણ
કઈ જ ન હોત ? આપણે માત્ર જગલી દશામાં જ છે.”
૧૧-૧૬ : સેલન –(ઈ. પૃ. ૬૩૮-પ૮) પ્રાચીન એથેન્સની
જાહોજલાલીમાં જે નામાવલી સૌથી આગળ પડતી છે તેમને
સોલન એક છે. એથેન્સને એ જ ધારાશાસ્ત્રી હતો. તેનું
ઉપનામ “ડાહ્યો” હતું અને આજ સુધી તેને “ડાહ્ય” સેલન
જ કહેવાય છે. જીવનની શરૂઆતમાં તે કવિતા કરવા લાગ્યો
હતા. પણ ધીમે ધીમે તે રાજતંત્ર તરફ વળ્યો ને ત્યાં જ
એને પૂરે યેશ મળ્યો. એથેન્સને કાયદો અને રાજબંધારણું
આપનાર સેલન ગણાય છે. જે પુરતંત્ર આજ એથેન્સને નામે
ઇતિહાસપ્રસિદ્ધ થયેલું છે, તેના પાયા નાંખનાર ને ઇમારત
રચનારમાં સેલનને ગણો ઈએ.
૧૧-૧૭: હરેડેટસ–(ઈ. . પાંચમું સંકુ) પ્રખ્યાત ગ્રીક
ઇતિહાસકાર. જેને આજ ઇતિહાસ કહી શકાય એવું લખાણ કરનાર
એ દેવાથી તેને “ઇતિહાસનો પિતા' કહેવામાં આવે છે.
કાળજીપૂર્વક પિતાનું સાહિત્ય એકઠું કરવું, તેમ મળેલા બધાને
બરાબર વાળી ચાળાને શુદ્ધ કરવું, અને એ પરથી સુંદર વાત
ઘડવી, એ એના ગ્રંથમાં જોવા મળે છે. જોકે, આપણું
મહાભારતની જેમ તેમાં પણ કાવ્યરસ, અલંકાર ઇત્યાદિ ઠીક
ઠીક તેણે રેયાં છે ખરાં. ગ્રીસ અને ઇરાનનો ઇતિહાસ પ્રત્યક્ષ
લેવા તેણે લાંબી મુસાફરી કરી હતી. ગ્રીસ અને તેના ટાપુઓ

- ૧૩૨ જગતને આવતી કાલને પુરુષ તો તે બધા જ ખુંદી વળે. એરિયામાઇનરને કિનારે આખો ને જઈ વા. ઉપરાંત યુરોપ, ઓશયા અને આફ્રિકાના કેટલાય પ્રદેશમાં એ ફર્યો હતો. તે બધામાંથી ભેગી કરેલી માહિતી પરથી પોતાનો ઈતિહાસ-સંય એ લખે છે. તેથી એમાં આડ-વસ્તુઓ ઘણી આવે છે. છતાં જૂના ઇતિહાસના શોધનારાઓને આજ પણ એનું કામ કીમતી થઈ પડેલું છે. ૧૨-૧૩ : સુખની વ્યાયા વ્યવહારદક્ષ ને વાસ્તવષ્ટિ પુરુષની સુખની વ્યાખ્યા જે આપણી નીચેની લોકપ્તિ સરખાવવા જેવી છે – “પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીકરા; ત્રીજું સુખ ગુણવંતી નાર, ચું સુખ કિડીમાં જાર.” ૧૨-૮ : ઓલિંપિયાના દેવની પૂજા– “આલિંપસ” અસ પાસેના એક ડુંગરાનું નામ છે. ગ્રીસની પુરાણ-કશાઓમાં આ પર્વત દેવોના સ્વર્ગ સમાન મનાતો. ત્યાં દેવો રહે છે ને ત્યાં તેમને દરબાર પાઠ કરાય છે એ પ્રાચીન ગ્રીક લોકો માનતા. મેઘઘટાઓમાં તે બધા ઘેરાયા હોવાથી કઈ મત્ય તેમને દેખી ન શકે, એમ મનાતું. અલબત્ત એમની પૂજા થતી અને એ ગ્રીક ઘમનું મુખ્ય અંગ હતું. તે દેવોમાં ડાયેનસસ અથવા “ બૅક્સ કહેવાતે એક દેવ મા-દેવતા તરીકે મનાતે. ન્યુપિટર-ગ્રીકને ઈ–ને તે પુત્ર ગણાય છે. ગ્રીક દેવોમાં આની ગણના મોડી થવા , લાગી એમ કહેવાય છે. વીર્ય અને વનસ્પતિના દેવ તરીકે તેની આરાધના થાય છે. એકોડાઈટ–હિંદુઓમાં રતિનું જે સ્થાન છે તેવું સ્થાન ગ્રીક દેવદેવીઓમાં આ સૌન્દર્યની પ્રતિમા સમી એફોડાઈટ’નું મનાય ટિપણે ૧૩૩ પ્રથમ તે ન્યુપિટરની પુત્રી મનાતી. પણ પાછળથી તે સમુદ્રમાંથી જ મેલી મનાવા લાગી. પાછળથી તેનું નામ “વીસ” પડયું. પ્રાચીન યુરોપના કારીગરોએ એની મૂર્તિઓ કોતરવામાં ઘણી ભાવના અને કલા રેડયાં છે. ગ્રીક દંતકથાઓમાં તેને કામદેવ (ઈસ)ની માતા તરીકે વર્ણવી છે. હમઝ – તે પણ ન્યુપિટરનો પુત્ર છે. તે કળા કૌશલ્ય ને શોધખોળને દેવ મનાય છે. એટલે દેવાધિદેવ જ્યુપિટર પાસેથી ધન લાવી આપનાર પણ એ જ મનાય એ ઉઘાડું છે. પગે પાંખ બાંધેલો દેન દુત અને અગમ્ય લેકના રસ્તા જણનાર પણ આ માયાને પુત્ર ગણાય છે. આદિમીઝ ગ્રીક દેવતાઓમાં એપલે ઉ સૂર્ય એ પુરુષના તેજ અને બળનું પ્રતીક છે, તેવી રીતે એપોલોની બહેન આર્ટિમી” કે “ ડાયના” કુમારિકાઓના સૌન્દર્યની પ્રતિમા જેવી મનાય છે હરણ સાથેની આદિમીઝને કેટલીક વાર ચંદ્રમા અને તેમાંના હરણ સાથે સરખાવવામાં આવે સૂર્ય-ચંદ્રની લેડી એ ગ્રીકના ઇદ્રદેવ જ્યુપિટર ઉ ઝયુસનાં બાળકે લેખાય છે. ૧૨-૧૭ : સેફિસ્ટ લોકે– (ઈ. પૂ. ૬ઠું અને પ મું. સંકુ) “સેફિસ્ટ” ને શબ્દાર્થ થાય છે ડાહ્યો કરેલ શિક્ષક. અને, તે લોકે પ્રાચીન ગ્રીસનો શિક્ષકવર્ગ હતા. ગ્રીક નવજુવાનોને તાલીમ આપી પ્રજાસત્તાક રાજ્ય લાયક કરવાનું જવાબદારીભર્યું કામ તેઓને માથે હતું. તેઓની કાર્યપદ્ધતિ અને જ્ઞાનગેશ્રીઓ તથા ચર્ચા પરથી તેમણે ગ્રીક વિચારમાં એક ખાસ ભાત પાડી છે, ને તેથી ફિલસૂફીના ઇતિહાસમાં તેમના વર્ગને એક નામ આપી સમુદાયરૂપે તેમને વિચાર થાય છે. પણ એમાંના કેટલાકની પાછળની કાર્યપદ્ધતિ અને ચપદ્ધતિ પરથી જ “સેક્રિસ્ટ” શબ્દનો પાછલા ભાગમાં એ અર્થ થ છે ૪ છે. આ ચલાવવા ૧૩૪ હતા, આ જગતને આવતી કાલને પુરુષ કે, ખાલી શબ્દની રમત કરી દલીલબાજી કરી જણનાર, ને તેને આધારે હેવાભાસે ઉભા કરવામાં રાચનારોઃ એક ગાળ જે જ એ શબ્દ ગણાય છે. એ લોકની મુખ્ય શક્તિ પણ શાબ્દિક હતી. સોક્રેટિસ અને લેટથી પૂર્વનાં દાંત તે જનસમાજના જાણીતા. શિક્ષક હતા. આ બે સમર્વ વિચારો તેમનાથી જુદા પડતા તેમણે નવી શિક્ષણ પદ્ધતિ કરી તેની સાથે સોફિસ્ટ” લોકનું કામ કમી થતું ગયું. ૧૩-૬ઃ એને સેમેરાસ–(ઈ. પૂ. પ૦૦-૪૨૮) એશિયા- માઈનોરના એક ધનાઢય કુટુંબમાં તે જ હતો. ૨૦ વર્ષની ઉંમરે તેને તત્ત્વજ્ઞાનને ભારે રસ લાગે. એથેન્સમાં વસવાટ કરીને રહેનારા અને તે નગરીને તે દ્વારા જગમશહુર કરનારા તત્ત્વજ્ઞાનીઓમાં એ પહેલપ્રથમ હતો. પહેલપ્રથમ હતો. રોટિસ, પરિલિસ અને મુસિડિટીઝ જેવા નામાંકિત એથેન્સવાસીઓ એના શિષ્યમંડળમાં હતા. તત્વજ્ઞાનની સેવામાં પડેલાને ઘન- વંચિત થવું પડે, તેમ તેને ભાગે પણ બન્યું. તે કહેતા, તિત્ત્વજ્ઞાન પાછળ પડતાં હું આ સંસારમાં તો ખુવાર થયો છું; પણ આત્મઘનમાં હું સમૃદ્ધ બન્યો છું.” એનેસેગોરાસને યુરોપીય ફિલસૂફીના ઇતિહાસમાં એક માનપ્રદ સ્થાન મળેલું છે. તેના વખત સુધી ગ્રીક વિચારમાં પુરાણોની શૈલી પ્રાધાન્ય ભોગવતી. આ માણસે તે પદ્ધતિ છોડીને બુદ્ધિવાદી શૈલી ગ્રહણ કરી. પુરાણે શૈલી પ્રમાણે, દેવદેવીઓની દંતકથાઓની જાળમાં બંધાવાને બદલે, કુદરત અને સૃષ્ટિને બુદ્ધિથી વિચાર કરવાનો નવો રસ્તો તેણે પાડ્યો. સૂર્યચંદ્ર દેવો નથી; પણ સૂર્ય એક ધગધગતિ પથ્થર છે અને ચંદ્ર માટીના છે એમ એ કહેતા. પરિલિસની રાજકારણમાં બોલબોલા હતી ત્યાં સુધી એથેન્સના લોકે આવી જાતની નાસ્તિકતા સામે બબડતા. રહ્યા. પણ જ્યારે તેની આથમતી કળા થઈ ત્યારે તેમણે એનેકસેગોરાસને માટે ધર્મદ્રોહ બદલ દેહાંતદંડની સજા વિચારી. તે

ટિપ્પણ
વખતે પરિલિસે મિત્રના બચાવમાં પોતાની વકતૃત્વશક્તિ
વાપરીને તે શિક્ષાને બદલે દેશવટો કરાવ્યોએને સેગોરાસને
આમ એથેન્સ છોડવું પડયું જે તે શાંત ચિત્ત કર્યું. ત્યાર
પછી બે વરસે તે મરણ પામ્યા. પરંતુ એથેન્સ છોડતાં પણ તે
કત તો આમ જ કે, “મેં એન્સ નથી જોયું, એને મને
ખોળે છે.”
એની કબર પર નીચેનું વાકય લખાયું છે:
લખાયું છે: “જેનું મગજ
સત્ય માર્ગની દિવ્ય શોધ કરનારું હતું એવા એ મહાન
એનેસેગેરાસને દેહ આ કબરમાં છે.”
૧૩-૧૧ એપિકયુરી—(ઈ. પૃ. ૩૪-ર૦) સોક્રેટિસ અને
તેના અનુયાયીઓના “સોક્રેટીક” યુગ બાદ એક નવી તત્ત્વ-શાખા
શરૂ થઈ તે આ તત્ત્વજ્ઞાનીને આભારી છે. એ ગ્રીક દેવદેવીઓમાં
માનતે ખરે, પણ તેનું તત્ત્વજ્ઞાન પરમાણુવાદને મળતું અને તેનું
નીતિશાસ્ત્ર એક પ્રકારના આનંદવાદ કે સુખવાદની હિમાયત કરનારું
હતું. આ બેના મિશ્રણની ફિલસૂફી તે એથેન્સના પિતાના
બગીચામાં (૩૫ વર્ષની ઉંમરે) કાઠેલી શાળામાં શીખવતો. તેના ,
પ્રભાવથી એણે શિધ્યમંડળ પણ જમાવ્યું હતું. તેઓ એનાં
વચનનો મુખપાઠ કરતા.
એને જીવનદર્શ સુખ કે આનંદ દેવા છતાં, જીવનમાં તે
ભારે સંયમી અને વ્યવસ્થિત હતો અને તેના જીવનનો તિ પ્રચાર
કરતો. આપણા ચાવક કે લોકાયત અભિંપ્રાયને મળતું એનું
તવજ્ઞાન લાગે છે. પણ, પ્રારંભના કડક ને સંયમી જીવનવાળા
તેના પ્રણેતા ગયા બાદ, પાછળથી આ સંપ્રદાય કેવળ ભોગવાદી
થઈ પડ્યો; અને જેમ ડહાપણના ભંડાર સમા સેફિસ્ટા”
પાછળથી વિતંડાવાદીમાં ખંખ્યા, તેમ પાલના જમાનામાં
“ઍપિંડયુરિયનને અર્થ એશઆરામ અને દ્વિયારમી ભાગવાદી
જાય છે.

જગતને આવતી કાલને પુરુષ
૧૩-૧૪: સ્ટેઈક લેક–એથેન્સમાં લગભગ ઈ. , ૩૦૦ની
આસપાસ સ્થપાયેલી ફિલસૂફી-શાખામાં માનનારા લોક. તેને
સંસ્થાપક ને નામને ફિલસૂફ (ઈ. પૃ. ૩૪-ર૬૫) હતિ. ઘધે
તે સાઇપ્રસનો વેપારી હતો. એટલે કે, તે ગ્રીસ બહારનો રહેવાસી
હતો. ઈતિહાસકારો માને છે કે, પૂવને તેના રહેઠાણની અસર
તેના તત્ત્વજ્ઞાનની ઉપર છે.
તેનું તત્ત્વજ્ઞાન એક પ્રકારના પ્રખર સમવાદ જેવું કહેવાય.
એમાંથી તે કાળમાં અપૂર્વ એવા ઉદાત્ત જીવનની દ૯પના જન્મ
પામી. સદ્ગુણ એ જ સર્વોત્તમ જીવનાદર્શ છે અને એની ઉગ્ર ને
અનન્ય સાધના કરવી એમાં જીવનનું સર્વ-સાફલ્ય છે, એ ટેઈક
લોકને મુખ્ય સિદ્ધાંત હતો, તેથી તેઓ, એક રીતે જોતાં,
ઐપિયૂરિયન લોકોથી ઉલટા જ લાગે છે. અંગ્રેજીમાં સ્ટ્રાઈકને
અર્થ પણ “ભારે સંયમી, તપસ્વી” એવો થાય છે તે આ એમના
મૂળ તત્ત્વજ્ઞાન પરથી. આવી માન્યતાવાળા લોક બુદ્ધિવાદી વિશેષ
હોય, પિતાની શક્તિ પર વિશેષ ઝૂઝનારા હેય એ સ્પષ્ટ છે. છતાં,
લૌકિક ધર્મનાં દેવદેવીની માન્યતાઓની ભાષામાં તેઓ વાત કરતા,
જોકે તેમને અર્થ પોતે પોતાને કરતા. અને એ વસ્તુને
રાધાકૃણને ઉલ્લેખ કરેલ છે.
સ્ટેઈક લોકેના કડક જીવનના અને દેહદમનના દાખલા ગ્રીસ
પછી રામાં પણ ઘણાં મળી આવે છે. કેટે, ધ્રુટસ, માર્કસ
ઓરેલિયસ સ્ટેઈક હતા.
સ્ટેઈક જીવનના દાખલા પાર વગરના ને રસિક હોય છે. તે
બધામાંથી થોડા પણ આપવાનું આ સ્થાન નથી. છતાં એક
આપવાનું મન રોકી શકાતું નથી. જે ગ્રીક તપસ્વીઓના
જીવનમાંથી કેટલેક દરજે સ્ટાઈક સંપ્રદાય જન્મ પાયો તેમાં
ડાયોજીનસને દાખલો જાણીતું છે. પાણી પીવા માટે લાકડાને
પ્યાલો અને વગડામાં રહેવા માટે એક લાકડાના ટબ સિવાય
તેની કાંઈ મિલકત નહતી. એક વાર ગામને પાદરે ફૂવા ઉપર

ટિપણે સ્ત્રીઓ પાણી ભરતી હતી, ત્યાં એક છોકરાએ આવી પાણી પીવા માગ્યું. એક બાઈએ ઘડા વડે પાણી તેના હાથમાં રેડવા માંડયું અને પિશે પિશે એ છોકરાએ પીધું. આ ઈ ડાયેનીસને લાગ્યું કે, આ છોકરા બે હાથથી પાણી પી શકે છે તો મારે વળી પ્યાલ શું કરવો છે? એમ કહી તેણે પિતાને પ્યાલો ફેકી દીધો. એક વાર મહાન સિકંદર આ ડાઇનીસના દર્શને આવ્યું ત્યારે આ અવધૂત પિતાના ટબના મોઢા આગળ તડકામાં આરામ કરતા હતા. પોતે કાંઈ સેવા કરી શકે એમ હોય તે આજ્ઞા ફરમાવવાની સિકંદરે તેને વિનંતી કરી. તેના જવાબમાં ડાયોજીનીસે કહ્યું કે, “તમે વચ્ચે ઊભા છે તેથી મારા ઉપર છાંયડો પડે છે, માટે જરા બાજુએ ખસીને સૂર્યને તડે આવવા દો એટલું બસ છે.” ૧૪-૧: પાઇથાગેરાસ–(ઈ. પૃ. ૫૮૦-પ૦૦) સેક્રેટિસની પહેલાં સે વરસે થઈ ગયેલા આ તપેરવીના જીવનની આજુબાજુ દેવતાઓને ગ્ય દંતકથાઓ વટળાઈ વળેલી છે. માઇનોરના કિનારા પાસે સામસ નામના બેટમાં એક ધનાઢચ વેપારીને ઘેર તે જ હતો. ૪૫-૫૦ વર્ષની ઉમરે તે ઇટાલીમાં રહેવા ગયે. તે વખતના સર્વે સંસ્કારી દેશે, જેવા કે પેલેસ્ટાઈન, અરબસ્તાન, મિસર, ઈરાન અને હિન્દુસ્તાનમાં તેણે ૩૦ વરસ સુધી મુસાફરી કરી અભ્યાસ કર્યો એમ કહેવાય છે. દેહના સુખદુઃખથી પર એવા આ ઋષિને પાછળથી કેટલાક સૂર્યના પુત્ર તરીકે ઓળખાવતા, અને કહે છે કે જુદાં જુદાં શહેરમાં એક વખતે તેનાં દર્શન થતાં! વર્ષો સુધી મૌન ધારણ કરી, એકાંતવાસ સેવી, અનેક કસોટીઓમાંથી પસાર થાય તેઓ જ તેના ગૂઢ શિષ્યમંડળમાં દાખલ થઈ શકતા. ગણિત અને સંગીતશાસ્ત્રની તેઓ પહેલ કરનાર ગણાતા. “ફિલોસફર” ફિલોસોફર” એ શબ્દ પાઠવ્યા- રાસે પહેલવહેલે વાપર્યો. જેના દેહની જડતા ઓગળી ગઈ હતી એવા આ ગુરુ અને તેના સંયમી શિષ્યને, સૂર્ય, ચંદ્ર અને એશિયા- ખાતેના જગતને આવતી કાલને પુરુષ ગ્રહોના ફરવાથી જે મધુરું સંગીત થતું કવિએ કહ્યું છે, તે સંભળાતું. પુનર્જનામાં યુરાપી તત્વવેત્તાઓમાં પાઇથાગોરાસ હતો અને તે કારણે તેના મંડળમાં માંસ ખાવાની તેમનાઈ હતી. તેનું મંડળ ધર્મની બાબતમાં સુધારક ગણાતું. પાછળથી આ ગુપ્ત મંડળોએ રાજકારણમાં ભાગ લેવા માંડ્યો અને લાંબે વખત ઇટાલી રાજવીવટ કર્યો. પણ પાઇથાગોરસના મરણ પછી એક વરસે ઇટાલીની પ્રાચી એમનો કડક વહીવટ સહન ન થઈ શકવાથી ઠેર ઠેર બળવો થયો અને આ ગુપ્ત મંડળને અંત આવ્યું. તે જમાનાના પ્રમાણમાં સ્ત્રીઓ વિષે પાઇથાગોરસનો ઘણે ચે અભિપ્રાય હતો. સ્ત્રીઓને તે ઉપદેશ આપતો અને શીખવતો. એની પત્ની નતે તત્વવેત્તા હતી અને એના મંડળમાં જે જાણતાં હતાં તેમાં ૧પ તે સ્ત્રીઓ હતી. ૧૪-૧: ઍકિ લેકે –રીક દેવતા, ઓફિસના નામ પરથી ચાલતા તેના એક ધર્મસંપ્રદાયના લોક (ઈ. પૂ. ૬ હું સે). પાઇથાગોરાસના અનુયાયીઓ અને આ લોટના ધર્મજીવનમાં કેટલુંક સામ્ય એ છે કે, બેફ અમુક સંયમમાં માને છે અને તેમના વિધિનિષેધોમાં એક પ્રકારની સમાન છટા જોવા મળે છે. આ લોકની માન્યતામાં કેટલાક ગૂઢ ધર્મવિધિઓ હતા; પરંતુ ગ્રીસના અનેક દેવામાં તેઓ માનતા; તેમનો સંબંધ, અને તેમનાં અર્ચનપૃજનાદિમાં કાંઈક ભેદ હતો એટલું જ. ૧૪–૨: નવલેટવાદીઓ–(ઈ. સ. ર૦૦થી પર૯) ગ્રીક તત્ત્વવેત્તાઓ ધાર્મિક માન્યતાઓ ઉપર મદાર બાંધવાને બદલે બુદ્ધિથી વિચાર કરી ફિલસૂફીના પ્રશ્નોને વિચાર કરતા. તે જમાને વહી ગયા પછી અને ખ્રિસ્તી ધર્મની બાઈબલમાં લખેલી માન્યતાઓએ તત્વજ્ઞાનનું રીતસરનું સ્વરૂપ ધારણ કરવા માંડયું– એ એના વચગાળાના વખતમાં મિસરને પ્લોટીનસ, અલેકઝાન્ડ્રિયામાં તત્વજ્ઞાન શીખ્યો હતો, તે રેમમાં આવીને વસ્યા. જે તત્ત્વ છે, આદર્શ છે, તે જ સત્ય છે અને દેહ અગર જે ટિપૂણે ઇડ વરતુઓ છે, તે સત્યને કદરૂપું બનાવી છેવટે અસત્ય બનાવી દે છે,- આવી આવી વિચારરેખાઓનું મૂળ લેટમાં માલુમ પડે છે, તે વિચારીને આગળ લઈ જનાર આ ટીનસ હતા. ઈશન અને ખ્રિસ્તી સંપ્રદાયની અસરને લીધે, દેહ એ તું છે અને આત્મા એ જ સત્ય છે એવી ભાવનાની પણ તેના શિક્ષણમાં અસર હતી. પોતાના આત્માને દેહમાં કડાવું પડયું એ વિચારે જ ટીન ને શરમ આવતી. કહે છે કે પોતાની જન્મતિથિ કોઈ દિવસ તે યાદ ન રાખત અને દેશનાં માતાપિતાનાં નામ પણ તે બોલતા નહિ. શરીરને થનું સુખ શરીરને થનું સુખ કે દુઃખ બંને માયા છે એમ તે માનતા. આત્માના ઉદ્ધાર માટે તત્વજ્ઞાનનો અભ્યાસ જરૂર આ લેકા વીકારતા. પણ છેવટે તે બુદ્ધિ તને જ વિચાર કરી શકે છે, એટલે ઈશ્વરના સ્વરૂપનો સાક્ષાત્કાર બુદિથી થવા અસંભવિત છે એમ તેઓ માનતા. એટલે તત્ત્વજ્ઞાનમાં અમુક દરજે પહોંચ્યા પછી આત્મા પરમાત્માને કઈ વૃઢ રીતે ઓળખે છે એવો તેમને મત છે. આનું નામ શૂટવાદ કહેવાય છે. પાછળથી ખ્રિસ્તી ધર્મ અને સંસ્થાના પ્રચાર વધતો ગયો તેમ તેમ તત્ત્વવેત્તાઓ બાઈબલ ઉપર આધાર રાખી ફક્ત તેમાંથી જ તાર કાઢવાને બદલે પિતાની બુદ્ધિ વડે ગ્રીક લોકોની માફક શેડ ઘણો પણ સ્વતંત્ર વિચાર કર એ સહન થઈ શકયું નહિં. અને ઈ. રા. પર૯માં રામના સમ્રાટ જસ્ટીનિયનના ફરમાનથી એથેન્સનું નવ-લેટવાદ ખવવું વિદ્યાલય બંધ થયું, બિન-ખ્રિસ્તી ફિલસુફ શીખવવાની મનાઈ થઈ, અને એ તરાઓને દેશવટે લેવો પડ્યો, ૧૪–૪: પિંડાર– (ઈ. પૂ. પ૦-૪૪૪) પ્રાચીન ગ્રીસનો મહાન કવિ. તેનાં કાવ્યોમાં ગ્રીક દેવો પ્રત્યે ભક્તિભાવ છેવામાં આવે છે. પણ જે સંગીન સલાહ માણસને જીવનમાં અનુસરવા તે આપે છે, તે “ડહાપણ અને સુખ” માટે મથવાની, અને તે કહે છે કે, આ જેમણે મેળવ્યાં તેમણે પછી દેવ થવાની શોધમાં ન પડવું.

૧૪૦ જગતને આવતી કાલને પુરુષ ૧૪–૫: પેરિકિલસ–(ઈ. પૃ. ૪૯૦-૪૨૦) આ એથેન્સને પ્રખ્યાત રાજપુરુષ ને એને સેગોરાસને શિષ્ય અને મિત્ર હતો. પ્રારંભમાં આ રાજપુરુષને ભારે સફળતા અને કાતિ મળ્યાં; પણ પાછળના ભાગમાં તેના વિરોધીઓ ફાવ્યા અને એની સત્તાની ઊતરતી કળા થઈ હતી. આમ થવામાં, ધર્મ બાબતમાં તેની બુદ્ધિવાદી દ્રષ્ટિ હતી એમ પણ એક કારણ મનાય છે. વિદ્યા, કળા ને સાહિત્યને ઉત્તેજન અને આશ્રય આપનાર તરીકેની તેની નામના પણ નોંધવા જેવી છે. પિતે તે પણ વિદ્યોપાસક હતો. એને સેગરાસ પાસેથી તેણે ખગોળ વગેરે વિદ્યાઓ મેળવી હતી. ગ્રીસના પ્રાચીન મહાપુરુમાં આ રાજપુરુષ તેની અનેકવિધ શક્તિઓ અને પ્રતિભાને લઈને નોખી જ ભાત પાડે છે. એની વકતૃત્વશક્તિ ભારે જબરી હતી. પોતાની કારકિર્દીમાં તેણે યુદ્ધો પણ ક્યાં હતાં. ૧૪-૫૪ થુસિડિટીઝ-ઈ. સ. પૂ. પાંચમા સદાના આ પ્રખ્યાત એથેન્સવાસીના જન્મ કે મરણની તારીખે ચોકસ મળતી નથી. ઈ. પૃ. ૪૭૧–૪૦૧ ની તારીખ કેટલાક આપે છે. આ પુરુષનું કાર્યક્ષેત્ર રાજકારણ હતું. સેનાપતિ તરીકે એક લડાઈમાં તેની ગફલતને કારણે તેને એથેન્સ બહાર કરવામાં આવ્યો હતો, અને એમ નિરાંત મળતાં તે પોતાને ગામ જઈ રહેવા લાગ્યા ને ત્યાં તેણે, પિતે જેમાં જાતે લડેલો તે યુદ્ધને ઈતિહાસ લખવા માંડ્યો. એ પૂરો કરવા જેટલું તે છ નહિપરંતુ જેટલો છે તે પણ તે કાળની માહિતી માટે અમૂલ્ય વારસો ગણાય એ ઉઘાડું છે. ૧૪–૨: ઐહિક માનવધર્મ (Humanism) મનુષ્યની શક્તિ પર નિષ્ઠા રાખનારી આ તવદષ્ટિ એમ બતાવે છે કે, મનુષ્યનું ઐહિક જીવન મુખ્ય વસ્તુ છે અને તેના ઘમે તથા શક્ષણ વગેરેને તપાસવાં, સંભાળવા અને ખીલવવાં એ સાચે પુરુષાર્થ અને વાસ્તવિક દિશા છે. ગૂઢવાદથી સામેની આ દ્રષ્ટિ ટિપ્પણે છે એ બતાવવાની જરૂર નથી. આ દષ્ટિ આજના જમાનામાં ભારે જોર પર આવી છે એ સૌ જાણે છે. એનાં મૂળ યુરોપમાં આટલાં જુદાં છે એ અહીં નોંધવું જોઈએ. ૧૬-૫: પુરરાજસત્તા – ગ્રીક રાજવ્યવસ્થા અને સમાજ- રચનાનું મુખ્ય વસ્તુ આ પુરરાજ્યપદ્ધતિ હતું. આજ જેમ રાષ્ટ્રને એકમ ગણાય છે તેમ ગ્રીક લોકો એક એક નગરને ગણતા અને એની આસપાસ પિતાનું વર્ચસ્વ અને સંસ્કૃતિ વણતા અને વિકસાવતા. પરિણામે, જેમ આજ સ્વતંત્ર રાષ્ટ્રોની યાદવાસ્થળી ઉપજી છે તેમ જ તે કાળમાં સ્વતંત્ર પુર-રાજ્યનું બન્યું. આ જ વસ્તુને પા. ૧૭ પર રાધાકૃષ્ણન ગ્રીક લોકે જગતને આપેલ નિષેધાત્મક બેઘ કહે છે. અને એમાંથી જ ગ્રીસનું પતન થયું અને તેના કરતાં મોટા સમુદાયને સંગડી શકનાર રામન પ્રજાનો ઉદય થયો. (જુઓ ૫. ૧૭–૧૪ અને આગળ પા. ૧૮) બુદ્ધ- કાળમાં લિચ્છવી વગેરે પ્રજાસત્તાક રાજેને મળતી આ ગ્રીક સમાજવ્યવસ્થા લાગે છે. જોકે, ગ્રીક વ્યવસ્થામાં ગુલામનું જે સ્થાન હતું તે તેનું જ અનોખું તત્ત્વ છે. ગ્રીક રાજતંત્રમાં ગુલામેને મતાધિકાર કે કાંઈ કહેતું. સંપત્તિ ઉત્પન્ન કરવાનું મરિયાતી કામ તેમને કરવાનું હતું. ૧૯-૩ : મધ્યયુગની સંસ્કૃતિ-યુરોપીય સંસ્કૃતિ અને ઈતિહાસનો ઈ. સ. પ માથી ૧પ મા સિકા સુધીનો ગાળા મધ્ય યુગ” કહેવાય છે; જે ઇતિહાસકારે તો એવા કેઈ તદ્દન અલગ પણ જતા ને નિરાળા ભાગને શાસ્ત્રગુદ્ધ નથી માનતા, કેમ કે યુરોપીય ઇતિહાસ અને સંસ્કૃતિ, એમને મન, એક અને સતત વિકસતી જીવંત વસ્તુ છે. આ યુગમાં યુરોપ પાછું પડ્યું, તે ન આવ્યા હોત તો યુરેપનું સારું હતું થાત, એમ ઘણા માને છે. અને તેથી, અંગ્રેજીમાં “મધ્યયુગીન” શબ્દ એટલે કાંઈક અવૈજ્ઞાનિક, જડ, અબુદ્ધિવાળું એમ સમય છે. આ વસ્તુ તે યુગને અન્યાય જગતને આવતી કાલને પુરુષ કરનારી છે એમ રાધાક્રુષ્ણન શરૂમાં જ કહે છે, અને પોતે તેની જે મહત્તા માને છે ને મર્યાદા પણ જુએ છે તે બતાવે છે. મધ્યયુગની વિધાચક શક્તિઓ તે આ બેઃ–પેપ અને ખ્રિસ્તી ધર્મસંસ્થા; પવિત્ર રોમન સામ્રાજ્ય.” આ બે વસ્તુઓને આ પ્રકરણમાં વ્યાખ્યાતાએ ચર્ચા છે. આ બે વસ્તુની સાચી શક્તિ ૧૧ મા સેકાના મધ્યભાગ પછી જામવા લાગી. તે પૂર્વેને કાળ મધ્યયુગને ટીકાપાત્ર કાળ છે એમ કહેવું જોઈએ. ઇતિહાસં- કારોએ એ ૫-૬ સદાને “અંધકારયુગ” નામ આપ્યું છે. આ વ્યાખ્યાનમાં એ યુગને છેડીને, રાધાકૃષ્ણને પ્રગતિના તાંતણાને જ સીધા દેરી બતાવ્યું છે, એટલે અહીં એ યુગનું વધારે વિવારણું અસ્થાને છે. ૧૯–૧૩: માર્કસ ઓરેલિયસ એટોનિનસ-: (ઈ. સ. ૧૨-૧૮૦) રોમનો એક પ્રખ્યાત સમ્રાટ અને ટેઈક-પથી તત્ત્વજ્ઞાની. તેથી એનામાં ટેઈકનું સંયમી જીવન ને રહેણીકરણ હતાં. ઈ. સ. ૧૬૧ માં તેના ડાડા મરી ગયા પછી તે રામન સામ્રાજ્યની ગાદી પર બેઠા. તેની કારકિર્દી દરમ્યાન તેને ઘણી લડાઈ લડવી પડી હતી. અંદરના શત્રુઓ પણ હતા. આ બધામાં તેની ખાનદાની ઉદારતા, અને ઉદાત્ત ક્ષમાભાવ ખાસ તરી આવે છે. પણ તે ખ્રિસ્તી ધર્મને વિરોધી હતો. પોતાના રાજ્યમાં ખ્રિસ્તીઓ સામે તેણે દમનનીતિ જ અખત્યાર કરી હતી. કેટલાક ઈતિહાસકાર- કદાચ તેઓ આજ ખ્રિસ્તી છે તે કારણે?—આને માટે એની સામે ઘસાતું લખે છે. પણ માર્કસ ખ્રિસ્તી તત્ત્વ સામે જ શુદ્ધ ભાવે હતો. તેને મન ગ્રીક-મન દેવપૂલ એક કીમતી ને જરૂરી વાત હતી. તે પૃને તે માન આપતો. આ નાં ઘર્મ તેની સામે જતો તેને લાગતો, તેથી તેની પ્રત્યે તેની રહેમદિલી નહેતી. માર્કસનું પ્રખ્યાત પુસ્તક (“મનનો') “Meditations” જગતના મહાન ગ્રંમાં ગણના પામે છે. જીવનભરનાં મનને

૧૪૪
ટિપણે
તેણે એમાં વ્યાં છે. આ મહાન રામન સમ્રાટને આપણને એ
અમર વારસો છે.
૨૦–૧૧ : જસ્ટીનિયન –(ઈ. સ. ૪૮૩-પ૬૫) રામન
સામ્રાજ્યના અંતિમ ભાગનો સૌથી મહાન બાદશાહ. લડાઈના
વિ, મહાન બાંધકામ, અને કડકાઈભરી રાજનીતિ એની
કારકિદનાં ખાસ લક્ષણ છે. તે ભારે મનસ્વી અને દઢ મનવાળો
હતો. અ-ખ્રિસ્તીઓ અને ખ્રિસ્તી ધર્મમાં સુધારાવાદીઓ પર એણે
બરાબર સેટો ચલાવ્યો હતો. અને તેની રૂએ જ તેણે
એથેન્સના અ-ખ્રિસ્તી ફિલસૂફાની શાળાઓ બંધ કરાવી તેમને
કાઢી મૂકયા હતા.
પણ આજ આખું યુરોપ આ બાદશાહને યાદ કરે છે તે
તેના એ અમરકાર્યને માટે કે, તેણે આખા રોમન કાયદાનું
સારદેહન કરાવી એક સમૂહમાં સંપાદન કરી આપીને રામના
સંરકૃતિ-ધનનો અમૂલ્ય વારસે યુરોપને આપ્યો છે, જેનાથી
યુરાપ આજ પણ માતબર છે.
૨૦-૧૪: કરંટાઈનનું. ધર્માન્તર–રામને બાદશાહ
(ઈ. સ. ૨૮૮ ? – ૩૭). ઈ. સ. ના પ્રારંભથી પ્રાચીન ગ્રીક
મન દેવપૂજને ધર્મ અને નવો આવેલો ખ્રિસ્તી ધર્મ રામન
સામ્રાજ્યમાં સામસામે આખડવા લાગ્યા. આદિ ખ્રિસ્તીઓ તેમની
શ્રદ્ધા, સહનશક્તિ, અને શુદ્ધ બલિદાનને રે માગ મુકાવતા
આવતા હતા. એમના આ સહન ને બલિદાનના ઇતિહાસ માંચક
છે. એ ઝઘડાના ઇતિહાસનો અંત સ્ટંટાઈનના સમયમાં એ
આવ્યો કે, તેણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યું. તે તેણે કઈ સાલમાં
સ્વીકાર્યો એ નથી મળતું, પણ તેના જીવનના અંતભાગમાં હશે.
એમ ઈતિહાસ પરથી લાગે છે. આ સ્વીકારને રાધાકૃષ્ણન “ખ્રિસ્તી
ધર્મની છતને જાહેર કરાર” કહીને વર્ણવે છે એ યથાયોગ્ય છે.
આ બાદશાહ રામની રાજગાદી “કરૂંટિને પલ” નામનું
નવું ગામ વસાવી ત્યાં લઈ ગયો. તેનું ખાતમુહુર્ત ખ્રિસ્તીઓને

૧૪૪ R S જગતને આવતી કાલને પુરુષ હાથે એણે કરાવ્યું. પોતાના છોકરાના શિક્ષણનું કામ એણે ખ્રિસ્તીઓને સેપ્યું હતું. તેના ખ્રિસ્તી ધર્માતરમાં શુદ્ધ ધર્મબુદ્ધિ કે તત્ત્વદર્શન હોય તે કરતાં દક્ષ રાજપુરુષ તરીકે તેણે એ ધર્મને તે કાળમાં રાજધર્મ તરીકે લેવા યોગ્ય માન્યો હોય, એવો મત' ઇતિહાસકારામાં છે. ૨૨-૪: સંત ઑગસ્ટાઈન-(ઈ. સ. ૩૫૪-૪૩૦ ખ્રિસ્તી ધર્મ અને તત્ત્વષ્ટિ નિરૂપનારાઓમાં પ્રથમ કેટિન ગણાતો સંત મહાત્મા. ખ્રિસ્તી ધર્મના ઉદયકાળમાં તેની પર આ મહાપુરુષની પ્રતિભાની છાપ ભારેમાં ભારે પડેલી ગણાય છે. ખ્રિસ્તી ધર્મતત્ત્વની જે સમજ તેણે જીવન મથીને કાઢી દેખાડી તે લગભગ. આખા મધ્યયુગમાં અખંડ રહી અને રોમન કેથલિકે આજ પણ એને માન આપે છે. એની આત્મકથાનું નામ “આત્મનિવેદન છે. ભક્તહૃદયને તાદશ ચિતાર આપતું આ પુસ્તક જગતની ડીક અમસ આત્મકથાઓમાંનું એક ગણાય છે. ૨૨-૨૧ : સંત ટોમસ ઍકિવના –(ઈ. સ. ૧૨૭૪) ઈટાલીનો વતની આ મહાન તત્વજ્ઞાની મધ્યયુગની મહત્તા ઘડનારા મહાપુરુમાંનું એક છે. મહાન પંડિત અને ફિલસૂફ તરીકેની તેની ખ્યાતિ આજ પણ ખ્રિસ્તી ધર્મના ઇતિહાસમાં અંકાઈ ચૂકેલી છે. રાધાકૃષ્ણન મધ્યયુગને બુદ્ધિની પ્રખરતાનું પ્રમાણપત્ર આપે છે, તે આ પંડિત અને તર્કશાસ્ત્રી તથા ફિલસૂફની શક્તિને ઠીક ઠીક આભારી છે. ૨૩-૧: એરિસ્ટોટલ –(ઈ. પૂ. ૩૮૪-૩૨૨) ગ્રીક ફિલસૂફેમાં એક અગ્રગણ્ય ફિલસૂફ. ઑટેનો તે શિષ્ય હતો, અને મહાન સિકંદરને તે ગુરુ થાય. પ્લેટના મરણ બાદ તેણે સિકંદરના શિક્ષણનું કામ લીધું, અને પછી પાછો એથેન્સમાં આ ને તેની પ્રખ્યાત શાળા લીસિયમ” તેણે સ્થાપી. ઍરિસ્ટોટલે કોઈ નવી વિચારશાખા સ્થાપી એમ ન કહેવાય. : ૧૨૨- • ૧૪૫ ટિપ્પણે પણ તેની પ્રતિભા, એક રીતે જોઈએ તો, આપણE કલિકાલસર્વજ્ઞ હેમાચાર્ય જેવી હતીઃ એક પણ જ્ઞાનશાખા આ પ્રખર પ્રતિભાશાળી વિદ્વાનને હાથે શાસ્ત્ર બનવામાંથી બાકી નથી રહી એમ કહે. એણે તેના જમાના સુધીમાં એકઠા થયેલા જ્ઞાનભંડારમાં વ્યવસ્થા આણું, તેનાં શાસ્ત્ર ઘડ્યાં. તેમાં ખાસ ધ્યાન ખેંચે એવું એનું તર્કશાસ્ત્ર ગણાય. કેમ કે, લગભગ ૧૦માં સિકા સુધી યુરોપના તર્કશાસ્ત્રમાં એ પ્રમાણગ્રંથ હતા, અને વિજ્ઞાનની પ્રગતિને કારણે વધેલી ને ખીલેલી નવી તર્કશાખા બાદ કરીએ તો આજે પણ એરિસ્ટલનું તર્કશાસ્ત્ર ઓછું સ્થાન નથી પામતું. જ્ઞાનવ્યવસ્થિતિના મહાન કામથી યુરોપની ફિલસૂફી પર આ પુરુષની છાપ કાયમની રહી ગઈ છે એમ કહેવાય. ર૫-૨૧ : બે શહેરે – રામ જ્યારે શત્રુઓ આગળ ગબડવા લાગ્યું ત્યારે ભલભલા લોકોને પણ થયું કે જાણે ખડક ચો! (જુઓ પા. ૨૨) તે વખતે સંત ઓગસ્ટાઈને અચળ અમર એવું બીજું શહેર લોકોને દેખાડયું; તે ઈશ્વરનું ઘામ. પાર્થિવ લોકષ્ટિ અને પારમાર્થિક સાપરાય-દષ્ટિને બે શહેરાની ઉપમા આપી છે, એ ઉઘાડું છે. ૨૬–૧ મહાભિનિષ્ક્રમણની છાયા આવી જ જાતનું પરિણામ આપણું દેશમાં માયા-વાદ અને લીલાવાદના અર્ધદ ખ્યાલોથી કદાચ આવ્યું, એમ કેટલાક કહે છે તે પણ અહીં સરખાવવા જેવું છે. મહાવીરના જમાનાની શ્રમણ-સંસ્કૃતિની અસર પણ અહીં વિચારવા જેવી છે. ૨૭–૧ : રેમન સામ્રાજ્ય ઉત્તર યુરોપના બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના પ્રદેશ રામના સામ્રાજ્યમાં હતા તે ઈસ્વી સનના પ્રારંભકાળમાં સ્વતંત્ર થઈ ગયા. અને જર્મનીની પ્રજાઓના ધસારાને લઈને રોમન સામ્રાજ્ય પાછું હઠતું હઠતું રાજધાની કોત્સટિનોપલમાં લઈ ગયું. ટાઈન અને જજીનિયન 1 - - જગતને આવતી કાલને પુરુષ બાદશાહોએ જૂની જાહેરજલાલી પાછી મેળવવા ફાંફાં મારેલાં પણ તેમાં એમને પૂરે યશ ન મળે, કે જૂની રામન સત્તાની ધાકધમાક જરૂર તે દાખવી શક્યા. પા. ૨૭ પરની શની લીટીઓ તે કાળના આ રામન ઇતિહાસને અંગ છે, ર૭૭: પવિત્ર રોમન સામ્રાજય મૂળ રામન સામ્રાજ્ય તૂટયા પછી, પોપના આશીર્વાદથી, ૧૦મા સૈકામાં, પશ્ચિમ યુરોપમાં કાન્સ જર્મનીના પ્રદેશમાં જે રાજસત્તાને કુદય થયો તેને આ નામ અપાય છે. રોમન સામ્રાજે યુરોપમાં જે સામ્રાજયની એકછત્રતાની ખૂબીને સ્વાદ ચખાડા, ને જે તેના નાશ પછી લોકોના મનમાં રહી ગયો હતો, તેમાંથી આ પ્રકારના સામ્રાજ્યને ઉદય થી એમ ઈતિહાસકારા સમજાવે છે. આ સામ્રાજય ઈતિહાસમાં મા કા સુધી ચાલતું હતું તે છેવટે ૧૮૦૬માં ખરેખર નામશેષ થયું કે યુરોપીય સુકમાનસમાંથી આવા સામ્રાજ્યની કાંઈક વાત ૧૯૧૪ના મહાયુદ્ધ વખતે પણ જર્મન પ્રજામાં જેર પ્રેરતી હતી ખરી : ર૭-૧૧-૨: આ બધાં નામે મધ્યયુગની મુખ્ય વિભૂતિ- એનાં છે. શાર્લમેન, ઓઢો અને બાબરાસા રાજદ્વારી પુરુછે છે; હિÖબ્રાન્ડ પિપની સત્તાના પ્રતીકરૂપ ધર્મગુર છે; એવિના અને ડેન્ટે તે યુગનાં સાહિત્ય, વિદ્વત્તા અને ફિલસૂફીના પ્રતિનિધિઓ છે. શાલમેન (ઈ. સ. ૭૪૨-૮૧૪) કેન્ક લોને રા; પોતાની સંગઠનશક્તિ, બુદ્ધિબળ, યોજનાશક્તિ, અને મહેનતથી આખા યુરેપ પર પ્રભાવ પાડતા" મહાન રામન બાદશાહને પદે પહોંચ્યો હતો. મધ્યયુગને ઘડનારાઓમાં પ્રથમ અને પહેલી પંક્તિને એ ગણાય. શન્સ, જર્મની, સ્પે કાન્સ, જર્મની, સ્પેન અને ઈટલીના ઘણાખરા પ્રદેશનું સામ્રાજ્ય એણે સ્વબળથી સંપાડી, ખુદ પિપ પાસેથી “મન સમ્રાટને મુકટ મેળવ્યો હતો. (ઈ. સ. ૮૦૦) : - - ટિપણે ૧૪ અને ત્યારથી “પવિત્ર રામન સામ્રાન્યને પ્રારંભ છે એમ કરી રીલાય, ઐો-૧ (ઈ. સ. ૮૧–૯૭૩) મૂળ જર્મનીને રાજા; શાર્લમેનની પિઠે આપબળથી ઇટાલી, વગેર પ્રદેશમાં વિજય કરી તે પણ પાપ પાસેથી “રામન સમ્રાટ'પદનું માને પા. શામેન પછી એક સિકું નબળું. અને અવ્યવસ્થિત ગયા પછી આ રાજાએ પાછું “પવિત્ર રામન સામ્રાજ્ય ” સરાજ ને જીવંત દયું. એ અર્થમાં એણે તેને સ્થાપ્યું એમ પણ કહી શકાય. કેમ કે, જે રૂપમાં એણે તે ઘડયું તે જ કુપની છટા પછીનાં સકાંમાં ટકી રહી હતી. દેડરિક બાબાસા (ઈ. સ. ૧૧૨૩-૧૧૯૦) શાલન અને એટ્ટો જે પ્રભાવશાળી રોમન બાદશાહ. ઢાંના વખતથી મિન શહેનશાહત જર્મન રાજના હાથમાં આવી હતી અને તે આખા “પવિત્ર રોમન સામ્રાજ્યનું એક સ્થળ લક્ષણ જ બન્યું હતું. બાબાસાએ એ શહેનશાહત જમાવવામાં યુદ્ધ કર્યા ને વિજય મેળવ્યો. ઉપરના ત્રણ રાજપુરુ એક-સામ્રાજ્યસત્તામાં માનનારા હતા એ આટલા પરથી સ્પષ્ટ જણાશે. હિકડેબ્રાન્ડ (ઈ. સ. ૧–૧૦૮૫) એકમ સત્તાનો સુસ્ત હિમાયતી, આ પુરુષ ગ્રેગરી માના નામથી પિપપદ સુધી (ઈ.સ. ૦૭૩) પહોંચ્યા હતા. ઘર્મસત્તા અને રાજસત્તા એક થયા પછી મધ્યયુગમાં એ બે વચ્ચે શું સબંધ : કાનો હાથ ઉપર ? –એ પ્રશ્ન ભારે રસાકસીનો બન્યો હતો. અને તે એકાં સુધી ચાલેલો. હિબ્રાન્ડ માનતો કે, પોપ ઈશ્વરને પૃથ્વી પર પ્રતિનિધિ છે, તેની નીચે જ રાજતંત્ર રહેવું જોઈએ. એટલે આ રસાકસીમાં પિપના પક્ષને જબરે બનાવવા એણે બધી પિતાની શક્તિ ખરચી. તે જબરે મુત્સદ્દી, સંગઠનકાર અને ધગશવાળે માણસ હતો.

જગતને આવતી કાલને પુરુષ તેથી આ કામમાં છે. સાંજે ફાવ્યો. પણ છેવટે તેના શત્રુઓ જ વા ને અંતે તે એદલવા પી જઈને ઓ. ડેટે (ઈ. સ. ૧૨૬૫-૧૩૨૧) પ્રસિદ્ધ મહાન ઇટાલિયન કવિ. “ડિવાઈન મેરી” (દિવ્યલીલા) નામનો તેને કાવ્યગ્રંથ જળસાહિત્યમાં ન પામ્યા છે. જેને વિશે વધુ માટે જુઓ . ૨૮ માને છે કે, ૨–૧૬: પૂર્વનું રેમન સામ્રાજ્ય - હોર્સ્ટ ટાઈન દોસ્ટેટિનોપલ વસાવ્યા પછી તે શહેર પૂર્વ તરફના રેમન રાજની રાજધાની બન્યું હતું. અને ત્યાર બાદ રોમન સામ્રાજયના બે ભાગલા હતા. પૂર્વને બાદશાહ જુદો જુદો હતો અને પશ્ચિમના સામ્રાજ્યની સત્તા ધીમે ધીમે ફાસ જર્મનીના પ્રદેશ તરફ જતી ગઈ, જેનું નામ “પવિત્ર રામન સામ્રાજ્ય ઇતિહાસમાં કહેવાવા લાગ્યું. પૂર્વનું સામ્રાજ્ય તુર્દ લોક કબજે કર્યું ને તે પ્રદેશમાં પિોતાની સત્તા જમાવી, જેને અવશેષ આજનું યુરોપીય તુર્કસ્તાન છે. ર–૧૭: નવા યુગની નોબત – નવો યુગ એટલે યુરોપને પુનરુત્થાનકાળ. જે ગ્રીસરામની જ્ઞાનપાસના વચ્ચેનાં કાંમાં આડ-ટે પડી હતી તે પાછી યુરોપને આ તુ લોકના વિજય બાદ લાભી અને તેને રે નવા યુગની નોબત શરૂ થઈ. આ યુગની ચર્ચા પ્રકરનું ઢામાં છે. ર૭-૧૮: ખ્રિસ્તી ધર્મે ગ્રીક લોકના ઐહિક માનવ- ધર્મમાં (જુઓ પા. ૧૪–૯ પરની ટિપ્પણી) આ સ્પષ્ટ સુધારે કર્યો કહેવાય. એહિક દ્રષ્ટિ એકલી પૂરતી નથી, સાંપરાય દષ્ટિ પણ એટલી જ વાસ્તવ છે ને બે અન્યપૂરક છે, એ યુરેપને ખ્રિસ્તી ધર્મની ભેટ છે. પરંતુ આજે ત્યાં ગળથૂથીમાં રહેલી ગ્રીક દષ્ટિ જ જોર પર છે ? બેંક ખ્રિસ્તી ધર્મના યુરોપીચ સ્વરૂપને ઘડનારા મધ્યયુગમાં એ બે ટરિના સંમિલનરૂપ એક જીવનદૃષ્ટિ વિકસા- વવાના પ્રયત્ન રાધાકૃષ્ણન, જેનું નામ પા. ૨૮ને અંતે આપી, કિપણે ૧૪, એ જીવનદષ્ટિની ચર્ચા કરે છે. વાચક તે ભાગ પણ આની સાથે જુએ. ૩૦-૩ પુનરુત્થાન-યુગ – યુરોપના અર્વાચીન સ્વરૂપને ઘડવાને પ્રારંભ કરનારા આ યુગની શરૂઆત ઈ. સ. ૧૪પ૩ માં કસ્ટેટિનેપલ પડયું તે તારીખથી (જુઓ પા. ર૭મું) ગણાય છે. મધ્યયુગની સમાજરચના અને ધર્મવ્યવસ્થા તથા વિચારસરણીને લઈને જે ગ્રીક જ્ઞાનવિજ્ઞાન દબાઈ ગયું હતું તે આ ઐતિહાસિક બનાવથી પાછું ઊઘડયું : ગ્રીક જ્ઞાનભંડાર પાછા યુરોપને મળતા થયાં, અને તે દ્વારા ગ્રીક લોકની જે માનવધર્મ જીવનદષ્ટિ તે. પાછી જાગી. અને એમાંથી જે સંસ્કૃતિ-પ્રવાહ શરૂ થયો તે યુરોપમાં આજ સુધી ચાલ્યા કરે છે. ચોક્કસ ગણનાની રીતે જોતાં આ યુગ ૧૫ મા સૈકામાં પૂરે. થત ગણાય છે, અને તેના અનુસંધાનમાં યુરોપમાં જે ન ધર્મોદયયુગ (Reformation) જાગે તે પછીથી બેઠે. અને તે જ સમયમાં ખગોળ, ભૂગોળ, તથા વિજ્ઞાન વગેરેમાં પણ નવું શ, નવું જ્ઞાન સાંપડયું, તેથી સમાજનાં અન્ય ક્ષેત્રોમાં પણ ભારે પલટા થવા લાગ્યા. રાધાકૃષ્ણન આ સમગ્ર પરિવર્તનને પુનરુત્થાનમાં ગણે છે અને તે રીતે આ પ્રકરણમાં તેની ચર્ચા કરે છે. અને તે બરાબર છે, કેમ કે પુનરુત્થાનના ૧૫મા સિકાથી જે યુરોપની અર્વાચીન સંસ્કૃતિના પાયા નંખાયા છે એમ ગણવામાં દેશ નથી. ૩૦-૮ થી ૧૧: નવી દુનિયા – મધ્યયુગીન દુનિયાને અંત આવ્યો અને ગ્રીક જ્ઞાનવિજ્ઞાનની પુનઃપ્રાપ્તિને જેરે જે પરિવર્તન થયું તેમાંથી જન્મેલી દુનિયાને નવી દુનિયા કહી છે આ નવી દુનિયાના ઘડનારાઓમાં પ્રતિનિધિરૂપ કેટલાકનાં નામ ઉપરની લીટીઓમાં આપ્યાં છે. તેમાં કેપનિકસ અને કેલિબસ ખગોળ ભૂગોળ પલટનારા છે. લ્યુથર, કાલ્વિન ધર્મપરિવર્તક છે : તેમણે ખ્રિસ્તી ધર્મની પ્રોટેસ્ટંટ શાખાને જન્મ આપ્યો. ગેલીલિયો, ૧પ૦ જગતને આવતી કાલને પુરુષ ડાર્ટ ગણિતી છે; ખગોળ, લૌતિક વિજ્ઞાન, અને ગણિતશાસ્ત્રમાં એમણે નવી ગતિ આપી. મેડિયાવેલી અને ૮મે હૈત્રી નવીન રાજકારણના પ્રતિનિધિ છે. દરેકને ટૂંકા પરિચય હવે જોઈએ. કેનિસ (ઈ. સ. ૧૭૩ - ૧પ૪૩) એ પિવડને રહેવાસી હતા. વૈદક અને ગણિતવિદ્યા ભણ્યા બાદ ધંધા તરીકે પિતાના વતનમાં તે પાદરીનું કામ કરતો હતો. ખગોળને શેખ એને બહુ પહેલેથી હતા અને ઘણા વખતથી એને એમ લાગ્યું હતું કે, ટોલેમી કહે છે એમ પૃથ્વીની આસપાસ સૂર્ય અને ગ્રહ કરે છે એમ નહિ, પણ સૂર્ય કેન્દ્રમાં છે અને પૃથ્વી વગેરે તેની આસપાસ ફરે છે. એટલે તે સૂર્યમાળાના આ સિદ્ધાંત પાછળ લાગે અને એની એ બાબત ખાતરી થઈ એટલે તે વિદ્યાર્થીઓને આ શીખવતો, પણ તે વિષે ગ્રંથ લખવાની એની મરજી નહતી. પણ એના મિત્રોના આગ્રહને વશ થઈ એણે છેવટે લેટિનમાં પોતાનો મશહુર ગ્રંથ લખ્યો. આ ગ્રંથ ૧૫૪૩માં તેનું મરણ થયું તે જ વર્ષે બહાર પડ્યો. શરૂમાં કહ્યું કે તે વૈદક ભણેલો અને જીવનભર તેનો ઉપયોગ તેણે ગરીબો માટે કર્યો હતો અને તેમાં તેની હોશિયારી એટલી હતી કે પૈસાદાર લોક પણ તેને બોલાવતા. આ ઉપરાંત એણે જીવનમાં બીજી પણ અનેક કામોમાં રસ લીધે છે. પણ તે બધામાં એણે ખગોળની જે શેધ કરી તેનાથી પૃથ્વી વિના આપણે વિચારે જ બદલાયા; અને એ એની શોધ આજ પણ અક્ષત છે. કેલઅસ (ઈ. સ. ૧૪૫૧ – ૧૫૦૬) મૂળ જિનેવાનો વતની. અમેરિકા ધનાર તરીકે આપણે સૌ એને જાણીએ છીએ. અમેરિકાની શોધથી અને વહાણવટાની સાહસ- વૃત્તિ દાખવીને એણે યુરેપની આર્થિક પરિસ્થિતિમાં મોટી ક્રાંતિ નિપજાવી. કેપનિકસે ખાળમાં શોધ કરી, તેવી ભગળની મહાન શેવ હતી. પૃથ્વી ગોળ છે તો ઇગ્લેંડથી પશ્ચિમમાં જતાં હિંદ જરૂર મળશે એ શોધમાં છે તે નીકળેલે ૧૪૪૬ કે S આ

૧૫૧
ટિપણે
એ વાચકને ખબર હશે. તેમાંથી વચ્ચે પડેલા અમેરિકા પાસેના
ટાપુઓ તેની ઠેસે ચડ્યા. અને એ શેધથી યુરોપમાં ધનના
આવવાનું એક અખુટ સાધન જગ્યું.
માર્ટિન લ્યુથર (૧૮૮૭-૧૫૪૬) ખ્રિસ્તી ધર્મમાં બળ
rગાવીને મૂળ ધર્મમાં સુધારો દાખલ કરનાર પહેલો સુધારા-પંથી.
તે જર્મન હતા. યુનિવર્સિટીમાં એમ. એ. સુધી તેણે અભ્યાસ
કર્યો હતો. ધર્મતત્ત્વ અને તત્ત્વજ્ઞાન ના શેખના વિંઘ હતા.
એના પિતા અને વકીલ બનાવવા ઇચ્છતા; પણ તે ખ્રિસ્તી સાધુ
ઈ મઠમાં દાખલ ઘો. ત્યાં તે એક શ્રદ્ધાળુ રોમન કૅથલિક
તરીકે રહતો. વિટનબર્ગની યુનિવર્સિટીમાં ધર્મતત્ત્વના અધ્યાપક
તરીકે કામ કરવામાં તેને સારી નામના મળી હતી.
આ જાતના જીવનમાંથી પહેલી વાર એણે એક વિરોધ કર્યો તે
પિપ પાપનાં જે. માફીપત્રો લોકોને વેચતે તે સામે. અને તેની
ચચાં એટલી બધી જમી કે તેને એક એણે એક પુસ્તક પ્રસિદ્ધ
કર્યું, અને લોકે તેથી સારી પેઠે જાગ્યા. પરિણામે લ્યુથરને પિપે
ધર્મબહાર કર્યો. બહાદુરીથી ભૂયરે એ સહન કર્યું અને એમાંથી
આગળ નવી ઘર્મશાખાનો પાયો નંખાશે. પિોપની સત્તા સામે
આ બુદ્ધિવાદી વિરોધ મધ્યયુગમાં તે મહાપાપ-ધર્મદ્રોહ
જ ગણાય. પુનરુત્થાન યુગમાં એણે નવું બળ જમાવ્યું છે
યુગપલટાને લઈને.
જેન કાતિવન (૧પ૦૦-૧પ૬૪) સ્વિટઝરલેન્ડને તે હતો.
સૂથરની પેઠે તેણે ઠીક ઠીક વિદ્યાભ્યાસ કર્યો હતો. લ્યુથરની
જેમ તે પણ ધર્મ-સુધારક હતો અને પોતાના સ્વતંત્ર વિચારોને
કારણે પાપની સત્તા સામે થયે હતો. લ્યુથરના અને તેનામાં
એક ફરક એ હતો કે, હાવિન કડક સંયમી જીવનમાં માનતો
અને તેથી પ્રોટેસ્ટંટ ધર્મમાં આગળ ઉપર જે ચૂટિન શાખા
અને તેના ઉત્પાદકામાં આ કાવિન ગણી શકાય. કાત્વિને
Bતાના સુધારક મતોના પ્રતિપાદનમાં પ૩ જેટલા ગ્રંશે લેટિન

૧૫૨ જગતને આવતી કાલને પુરુષ અને ફ્રેંચમાં લખ્યા છે. મધ્યયુગના ટમસ ઐકિવના જેવી પ્રખર પંડિતાઈવાળા આ નવમતવાદી ઘર્મપુરુષ હતો. ગેલીલિયે (૧૫૬૪-૧૬૪૨) ઇટલીને વતની પ્રખ્યાત, ખગોળવેત્તા તરીકે જગમશહુર છે. દુરબીનની શોધ કરી તે દ્વારા એણે ખગોળવિદ્યામાં કીમતી પ્રગતિ સાધી. કેપનિકસની શોધું તેણે વધારે ચેકસ રીતે સાબિત કરી દેખાડી. તે પૃથ્વીની ગતિમાં માનતો. આ બે અભિપ્રાયો બાઇબલથી વિરુદ્ધ લેખાયા અને તે સારુ ધર્મસત્તાએ તેને સજા કરી કે, તેણે તે ન માનવા, ન શીખવવા, ન રજૂ કરવા. ગેલીલિયોએ આ કબૂલ રાખ્યું. પણ પછી તેને થયું કે હવે ઈ વાંધો નહિ લે, કેમ કે ધર્મસત્તાધીશેમાં એના મિત્ર હતા. એટલે એણે તે પુસ્તકાકારે છાપ્યા ને તે બદલ તેને નજરકેદની સજા થઈ તેના જમાનાને તે માટે ગણિતી હતા. તે યુનિવર્સિટીમાં ગણિત શીખવતો ત્યારે આખા યુરોપમાંથી નાના મોટા સૌ લોક વિદ્યાથીભાવે તેના વર્ગમાં આવતા. ગતિશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર, અને ખગોળશાસ્ત્ર ત્રણે ગણિત-શાખાઓમાં એણે અમર કામ કર્યું છે. મધ્યયુગમાં ધર્મસત્તા બુદ્ધિને જકડી રાખતી તેમાંથી છૂટવા માટે સહન કરનાર તરીકે પણ એની નોંધ લેવી જોઈએ. ડેકાટ (૧પ૯૬ - ૧૬૫૦) કેચે તત્વજ્ઞાની ને વિચારક તથા ગણિતી. કોલેજમાં તે દર્શનશાસ્ત્રનો વિદ્યાર્થી હતો. પણ ત્યાર બાદ તેને ગણિતમાં રસ લાગ્યા અને તેમાં એણે મહાન ફાળે આપ્યો તે બેજિક ભૂમિતિની શોધ; કે જે એક ગણિતશાખાને લઈને આજ ગણિતવિદ્યા વધી શકે છે. તત્ત્વજ્ઞાનમાં તેના બે. ગ્રંથે પ્રસિદ્ધ છે: “પદ્ધતિ–મીમાંસા” અને “મનને”. એના તત્ત્વજ્ઞાન વિષે પા. ૩૨ પર રાધાકૃષ્ણન કહે છે તે જુઓ. મકિયાવેલી: (૧૪૬૯-૧૫ર૭) ઇટાલીને એક જાણીતો રાજપુરુષ અને લેખક: ઈટાલીનાં એલચી તરીકે તેને કામ કરવાનું આવ્યું, તેમાંથી તેને યુરોપના અને રાજકારણનાં દાવપેચ અને * *

ટિપ્પણે
૧૫૩
પદ્ધતિઓ ભણવાની મળી. તે બધા અનુભવને એણે પચાવીને
ગ્રંથરૂપે આપ્યો છે.
જીવનનાં છેલ્લાં વરમાં રાજપલટાને કારણે એને ઠીક
ઠીક વેઠવું પડયું હતું અને જેલમાં પણ જવું પડેલું. અને નોકરી
શ્રી ગઈ એ પણ એક આર્થિક આપત્તિ આવી હતી:
જીવનભર કામમાં ગૂંથાયેલા આ માણસને જીવનને અંતે આમ
નવરાશ આવી તે વસમી લાગી. પણ તેનો ઉપગ તેણે પોતાના
ગ્રંથ લખવામાં કર્યો. આમાં “ઈલ પ્રિન્સિ” ગ્રંથ રાજકારણમાં
ચાણકય-નીતિના નિરૂપણ માટે આજ પણ માહુર છે. અને
આજ પણ ચાણકય-નીતિ માટે અંગ્રેજીમાં મૅડિયાવેલી પરથી
રાબૂદ બન્યો છે.
હેત્રી ૮ મે (૧૪૯૧-૨૫૪૭) ઇગ્લેન્ડને એક ભારે મનસ્વી
અને જેશીલો રાજ. તે મુત્સદ્દીગીરીમાં પણ પૂરો હતો. ઇગ્લેન્ડમાં
નો ઘમ-સુધારે દાખલ કરનાર એ હતા. પણ તેનું કારણ
કઈ રીતે ધાર્મિક નહોતું. એક પછી એક એણે એક સ્ત્રીઓ
કરી. તેમાં એક સાથે લગ્ન કરવામાં પાપને કાયદાકાનનને વાંધો
આવ્યો, તેથી તેણે પાપની સત્તા સામે થયેલા ધર્મસુધારકોને
પક્ષ કરી પોતાનું કામ સાધ્યું. જોકે, તે અગાઉ તેણે લ્યુથર
સામે એક ગ્રંથ લખેલો અને તે માટે પોપે તેને ધમ–ોસાને
ઇલકાબ આપ્યો હતોઆવાં જ ભલતાં કારણથી એણે બીજા
પણ કેટલાંક કામ કયાં, કે જે ઇતિહાસની દૃષ્ટિએ મહાન
પરિણામ નીવડયાં : જેવાં કે, ખ્રિસ્તી મઠે તેણે નાબુદ કયાં;
અને પોપની સત્તા સામે થઈને તેને ફેસલો કરી નાંખી ઇગ્લેન્ડના
રાજને એની જોહુકમીમાંથી મુક્ત કર્યું.
૩૧-૫: ત્રણ આદશે – જુઓ પા. ૯, ત્યાં પણ તે
ગણાવ્યા છે. તે જ આદર્શો પુનરુત્થાન પામ્યા અને આજના
યુરોપને તેમણે કેવી રીતનું ઘડયું એ, દરેક આદર્શ ક્રમશઃ લઈને,
આ પ્રકરણમાં ત્રણ ખડેમાં લેખકે બતાવ્યું છે.

જગતને આવતી કાલને પુરુષ
૩૨-૮: વિજ્ઞાનની ઢબ – સત્યની સૂક્ષ્મ શોધ પણ
વિજ્ઞાનની સ્થૂલ શોધની ઢબે થવી જોઈએ એ જે નવી બુદ્ધિવાદી
પદ્ધતિ નાગી છે અને આજના જગતમાં પ્રસરી છે તેને અંગે આ
ઉલ્લેખ છે. આને અંગે વિશેષ જોવા જેવું પા. ૩૬ પર છે
જુઓ. સૂક્ષ્મ તત્વદર્શનને અંગે આ પદ્ધતિ બંધબેસતી નથી ને
તેથી દેષિત છે, એવી નિષેધાત્મક પ્રતીતિનો જમાનો હવે
આવ્યા છે.
ગ્રીસની બુદ્ધિવાદી પદ્ધતિને જ રાધાકૃષ્ણને પા. ૧૬ પર
એક આધ્યાત્મિક ઊણપ કહી લાગે છે. આને અંગે પ્રકરણ
૨ જું પણ સાથે વિચારવા જેવું છે.
૩૬-છેલ્લી : સ્પિનેઝા –(૧૬૩૨-૧૬૭) યુરોપનો એક
મહાન ફિલસૂફ જતે હોલંડને યહૂદી હતા. પણ તે ઘર્મમાં
એની શ્રદ્ધા ડગવાથી તેને ધર્મ બહાર કરવામાં આવ્યો હતો.
આથી પિતાના મરણ બાદ વારસાનો ઝઘડે પડ્ય; તેમાં જીતવા
છતાં તેણે વારસાને ત્યાગ કર્યો, તેની સાથે કુટુંબ પણ છોડ્યું.
અભ્યાસ એ જ એનો શોખ હતો. નિર્વાહ માટે તે ચશ્માંના
કાચ પોલિશ કરતો. આ ધંધાથી કદાચ એનું આયુષ ટૂંકાઈને
ક્ષયથી પૂરું થયું એમ મનાય છે.
ફિલસૂફીમાં તે ડેકોર્ટને અનુયાયી હતો. ગણિતની સત્યશોધની
પદ્ધતિમાં તેને એટલી બધી શ્રદ્ધા હતી કે, પિઝાએ પિતાને
તત્ત્વજ્ઞાનનો ગ્રંથ ગણિતની જ પરિભાષા ને શૈલીમાં લખ્યાં. આ
શિલી બહુ લોકપ્રિય ન થાય એ ઉઘાડું છે.
પણ તે કહેતો,
'મુક્તિ રસ્તામાં રખડતી પડી હતી તે કોણ તેને છોડત?
જેવી વિરલ છે તેવી જ દુષ્પાપ પણ છે.” એ ફિલસૂફની મહત્તા
હેગલ નામના ફિલસૂફના એક વાક્ય પરથી કરવા
ફિલસૂફ થવું હોય તે સ્પિોઝાને અભ્યાસ કરવો જોઈએ.”
૩૪-૩ઃ લાઈબનીઝ–(૧૬૪૬–૧૭૬) જર્મનીને રહેવાસી
આ પુરુષ અનેકવિધ શક્તિ ધરાવનારે હતો. જ્ઞામાત્રને..

સમવર્ચ હતો. ટિપ્પણે એ ઉપાસક હતે. તે ગણિતી, ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રી, ઇતિહાસકાર, ફિલસૂફ, અને રાજકારણી પણ હતો. જેમાં તે પડતો તેમાં તલસ્પર્શી કામ કરતા, અને તેમાંથી જે બેજ કરતે તે એક- વાકયતા, અને સમીક્ષણને પિષક હતી. ગણિતની ચલબ્ધિ” (Differential Calculus) શાખા એણે શોધી અને એને માટે એણે જે સંજ્ઞાઓ છે તે જ આજે પણ ચાલુ છે, શક્તિસંરક્ષણને ભૌતિક સિદ્ધાંત એણે શો સૂર્યમાંથી ગરમ ગરમ પિંડરૂપે છૂટી પડીને પૃથ્વી નીપજી એ પણ એનું વિધાન છે. પરંતુ, આવી પ્રખર બુદ્ધિ ધરાવનાર આ માણસ જીવનમાં એટલે સુન્નત ન હતો. તેથી ફિલસૂફ તરીકે તે બાર નામના ન મેળવી શક્યો, એણે પોતાના જમાનામાં ચાલતી જ્ઞાનચચાંમાં બાંધવા જેવો ભાગ લીધે હો ને તેથી તેની ગણના ફિલસુફેમાં થાય છે ખરી. તેની ફિલસૂફી વિષે રાધાકૃષ્ણન વ્યાખ્યાનમાં ટુંક સમીક્ષા કરે જ છે. - (૧૭ર૪–૧૮૦૪) યુરોપની અવાચીન ફિલસૂફીમાં એક અતિ ગૌરવપદ સ્થાન ભોગવનાર આ વિચારક જમનાને હતિ. આખી જિંદગી તેણે અધ્યાપકનું કામ કર્યું.. તેની જિંદગીનું ખરું કામ તેણે પિતાની પાછલી વયમાં કહ્યું : શરૂમાં તે તે ન્યૂટનના અભ્યાસ પર મંડ્યો, ને તેમાંથી તેણે ‘નિહારિક-વાદ”ની કલ્પના કરી તે ઉપર ગ્રંથ (પપમાં) લખ્યો. તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં ત્યાર પછી તે પડ્યો અને એણે ઘમ વાંઓ ને શરૂમાં તેનાથી પ્રભાવિત પણ થયું. પરંતુ ધીમે ધીમે તેની પર મનન કરતાં કરતાં તેણે પ્રોગવાદી ફિલસુફી સામે આદર્શવાદી ફિલસૂફી ર કરી અને લેક, બર્કલે, તથા હ્યુમના કાર્યને જુદી રીતે વાળ્યું. તેનું જીવન ભારે સાદું અને પવિત્ર, હતું. જિંદગીભર તે બ્રહ્મચારી રહ્યો હતો. એની રાજની, દિનચર્યા એવી નિયમિત હતી કે તે જ્યાંર ફરવા નીકળે ત્યારે પડેશીઓ સમજતા કે વા વાગ્યા છે. અને આ સાધુચરિત ૩૮ : ૩ ૧૫૬ જગતને આવતી કાલને પુરુષ વિચારકની પવિત્રતા વિષે એક આખ્યાયિકા જાણવા જેવી છે. જે દિવસે તે મરણ પામ્યો તે દિવસે આકાશમાં એક ઘળું વાદળ એવું તો સુંદર શોભી રહ્યું હતું કે તે જેવા લોકોની મેદની જામી. મેદનીમાંથી એક સામાન્ય સિપાઈ કહે, આ તે કાન્ટને આત્મા સ્વર્ગે જય છે.” જે પ્રખ્યાત ગ્રંથથી તેણે વિચારક તરીકેની નામના મેળવી તે તેણે સતત ૧૫ વર્ષની મહેનત બાદ, ૧૭૮૧માં પૂરો કર્યો હતે. ૩૫-૧: હેગલ –(૧૭૭૨–૧૮૩૧) પ્રખ્યાત જર્મન ફિલસુફ જિંદગીભર તેણે અધ્યાપકનું કામ કર્યું. કાર્લ માકર્સ એના તત્ત્વજ્ઞાનમાં ઊછર્યો હતો અને તેમાંથી એણે પિતાની પાર્થિવ “ તવદષ્ટિ જમાવી હતી. વાદ, તેમાંથી પ્રતિવાદ, અને તે બેઉનાં સમવયમાંથી સંવાદ, એમ પ્રગતિ કે વિચાર ત્રિપદી છે એ જ્ઞાનવાદ હેગલના ગ્રંશેમાં છે; જેનો ઉપયોગ માકર્સે પોતાના સમાજવાદની ફિલસૂફીના મંડનમાં કર્યો છે. તત્ત્વજ્ઞાનમાં હેગલ બુદ્ધિપુરઃસરતા અને સત્ય વચ્ચે અનિવાર્ય સંબંધ માનતો. ૩૫-૫ : પ્રગવાદી ફિલસૂફી – ઇદ્રિયજ્ઞાન એ જ જ્ઞાનમાત્રને આધાર છે, અને સહજૂર્તિ કે એવી કઈ વસ્તુ નથી, કેમ કે મન તો રે કાગળ છે અને હઢિયે તેની પર જેવી છાપ પડે તેવું ત્યાં ચીતરાય છે. આ જાતને વાદ એક યા બીજે રૂપે -તત્ત્વજ્ઞાનમાં જોવા મળે છે. વિજ્ઞાનના વિકાસની સાથે જ્ઞાન વિષેનો આવો વાદ લેર પર આવ્યો અને તેમાંથી બુદ્ધિવાદ અને તેનાં આત્યંતિક પરિણામ જેવા શંકાવાદ અને અયવાદ જમ્યા છે. વિજ્ઞાનવાદનાં જ એ ફણગા ગણાય. ઇગ્લેન્ડની ફિલસૂફીમાં -આના અસરકારક પ્રારંભમાં લૌક, હ્યુમ, બર્કલે છે, જેમને વિષે આ ફકરામાં વાત કરેલી છે. તે ત્રણ વિષે અલગ ટિપ્પણે હવે -પંછી આવે છે તે જુઓ. ૩૫-૧૦ : જૈન લોક– (૧૬૩ર-૧૭૦૪) ઇગ્લેન્ડને પ્રયોગ- વાદી ફિલસૂફ. ૧૬૫૮માં ઓકસફર્ડની M. A. પદવી લીધા ૧૫9 ટિપણે બાદ ત્યાંની જ એક કોલેજમાં તે શિક્ષક તરીકે જોડાયા. તેણે પાદરી થવાનો વિચાર પણ કર્યો હતો, પણ ધમત્રનાં બંધને સ્વતંત્ર વિચારને રોકે એ બીકે તેમાં તે ન પડે. દાક્તર થવાને, વિચાર કરી, ઓકસફર્ડમાં દાકારી ભg, ૧૬૬૬ ના અરસામાં તે ત્યાં ધંધો કરવા લાગ્યો. તેના મિત્રે તેથી તેને ડો. લોક કહેતા; પણ તે ધંધામાં તે બહુ ન રહ્યા. બાદ તેને તેને જીવન-મિત્ર લોર્ડ શૉટિસબરી મળી ગયો, અને તેની સાથે તે રાજકારણમાં રસ લેવા મંડ્યો. એના મુખ્ય ગ્રંશે, જેને માટે તે મશહૂર છે, તે, રાજકારણનો આ ગાળો પૂરો થયા પછી ઈ. સ. ૧૬૮૯-૯૦માં પ્રસિદ્ધ થયા છે. સદાચારપરાયણ મ્યુરિટન માતાપિતાને તે પુત્ર હતો. પિતે તે યૂરિટન ન થયો, પણ માબાપની અસર એના ચારિત્ર્ય પર જીવનભર રહેલી દેખાય છે. તેણે ભારે કઈ ફિલસૂફીની શાખા ઉત્પન્ન કર્યાની પ્રતિષ્ટા નથી મેળવી; પરંતુ સત્ય અને સાધુતા પાછળ પડવાને તેને પ્રેમ અને ધગશ ઇગ્લેન્ડના ફિલસૂફેમાં તેને અનેરું સ્થાન આપે છે. પિતાની કબર પર મૂકવાને પિતે તૈયાર કરેલા લેખમાં તેણે કહ્યું છે કે, હું જેવો છું તે મેં મારાં પુસ્તકમાં પિતાને આબેહુબ ચિતર્યો છે. ૩૫-૧૬ : બિશપ બલે – (૧૬૮૪-૧૫૩) ડબ્લીન વિદ્યાપીઠમાં ભણતો હતો ત્યારે લેકના ગ્રંશે ત્યાં તેના ભણવામાં આવ્યા. તે પરથી તેની વિચાર-દિશા તે તરફ વળી. તેણે જે ગ્રંથો લખ્યા તે ઈ. સ. ૧૭૧૩ પહેલાં. ત્યાર બાદ તે બાકીની આખી જિંદગી પાદરી તરીકે કામ કરતો રહ્યો. પ્રાગવાદી હોવા છતાં બટલે ઈશ્વર-તત્ત્વમાં માનતે : બધી વસ્તુઓનું જ્ઞાન એ પરમ ચેતન-રૂપમાંથી ઉદ્દભવે છે એમ એ કહેતા. તેની પછી ડેવિડ ઘુમે આ માન્યતાનું પણ, લેકની પૃથક્કરણ-પદ્ધતિથી આગળ વધી, નિરસન કર્યું. ૩૫-૨૦ : @ામ- (૧૭૧૪–૧૭૭૬), સ્ફટલેન્ડના રહેવાસી આ તત્ત્વજ્ઞાનીએ ૨૫ વરસની ઉંમરે પિતાના તત્ત્વજ્ઞાનનો પ્રથમ ગ્રંથ t ૧૫૮. s જગતને આવતી કાલને પુરુષ લખી લોકને હેરત પમાડ્યા હતા. તે પિતાને આસ્તિક મનાવતો. પણ જે એની વિચારસરણી જુઓ તો તે પ્રમાણે આસ્તિતાને સ્થાન જ નથી રહેતું. તે પ્રમાણે તો ગણિતને જ - એક સાય કહેવું પડે એવો એને તર્ક છે. એણે ઇગ્લેન્ડને ઈતિહાસ પણ લખ્યા છે, અને તેને માટે એ વખાણ પણ પામ્યો હતો. ૩૧-૩ : પ્રત્યક્ષવાદ ( Realism)- જે આપણે જોઈ કે અનુભવી શકીએ છીએ તે રૂપે જગત છે, પણ આપણે તેને જોઈ કે અનુભવીએ છીએ માટે ને તે પૂરતું જ એ છે એમ નહિ. જે પ્રત્યક્ષ છે તે પોતાની મેળે પણ છે. આ વાદને પ્રત્યક્ષવાદ અહીં કહ્યો છે. ૩૬-૧૮: પુરુષાથવાદ (Voluntarism-બુદ્ધિવાદની સામેને આ વાદ સમજાય છે. તર્કબુદ્ધિથી સત્ય કે શુભ નિર્ણય કરવો, નહિ કે ઇચ્છાશક્તિથી કે પિતાની પુરુષાર્થ-દિશા જોઈ વિચારીને–આ વાદ તે બુદ્ધિવાદ. પુરુષાર્થવાદ એમ માને છે કે, જગતમાં અને માનવજીવનમાં ઇચ્છાશક્તિ મૂળ વસ્તુ છે અને એમાં અંતિમ સત્યતા રહેલી છે. નયાં બુદ્ધિવાદમાં ને આમાં ફરક ઉઘાડે છે. આ વાદ પણ નથી ચાલતે આવતે, ફિલસૂફીના ઇતિહાસમાં, બતાવી શકાય છે. આજ તે વધારે આગળ આવતો જાય છે, એમ અહીં કહ્યું છે. તેવું જ હવે પછી ગણવેલા બીજા વાદેનું પણ છે. ૩૮-૮: માનવહિતવાદકે પરિણામવાદ(Pragmatism) કઈ પણ જ્ઞાનવાદ કે વિચાર અને કાર્યમાં પરિણમવાને છે અને તેને પિષક હેવો જોઈએ. એ પરિણામના પ્રકારની તપાસ પરથી તેની સત્યાસત્યતા જડી શકે છે. છેવટનો નિકલ એની માનવહિત સાધવાની શક્તિમાં રહેલું છે. અમેરિકન વિચાર વિલિયમ જેમ્સ આ દ્રષ્ટિને ખીલવી છે, અને એ આ નામથી ઓળખાય r ટિvછે છે. ગુજરાતીમાં એને માટે પરિણામવાદ નામ વધારે સારું માનું છું. ૩૮-૧૯ : ચેતનવાદ (Vitalism)– અને જીવન કે ચેતન- તત્ત્વ એ જ અમૂલ સત્ય છે, બીજું બધું એનો આવિષ્કાર કે એ પરથી થતાં રૂપ છે. આ વાદ ચેતનવાદને નામે ઓળખાય છે. પુરુષ પ્રકૃતિ બે જુદાં જ, એવા આ વાદ નથી, પણ તે બે વચ્ચે તે આધાર આધેયને સંબંધ છે છે, ૮૧-૩ : જ્ઞાનપ્રકાશયુગ ૧૮ મા એકાની યુરોપીય ફિલસૂફીમાં સંસકૃતિવિકાસ તરફ જે દેશ આવ્યું તેને આ નામ અપાય છે. ગ્લડ, ફ્રાન્સ અને જર્મની ત્રણે દેશમાં એની અસર હતી, અને ત્રણે દેશના અનેક શકિતશાળી માણસને આ યુગ આભારી છે. ૧-૪ઃ જમન આદર્શવાદીએ–શન્ટનાં લખાણાની સમીક્ષામાંથી આ ફિલસુફે જાગ્યા એમ કહેવાય. તેમનાં નામ હિં, શેલિંગ, દેવલ, શનિહાર, હરબર્ટ. બધાનો સમય ૧૮ મા સિકાના ઉત્તરાર્ધથી ૧૯ માં સેકાના પૂર્વ વચ્ચેને લગભગ છે. ૩પ-૧૧ : સત પોલ– ઈ. સ. ને આદિથી ઈ. સ. ૬૪ થી ૬૭ સુધીના ગાળામાં આ પુરુષના જીવનની હકીકત મળે છે. ખ્રિસ્તી ધર્મમાં ઈશુખ્રિસ્ત પછી બીજું મહત્ત્વનું સ્થાન ભોગવનાર આ માણસ ગણાય છે, ઈશુએ સર્વોત્તમ ખ્રિસ્તી જીવન કેવું હોય એને છાંત પૃગ પાડ્યોતે પરથી ખ્રિસ્તી ધર્મ રચવાની દષ્ટિ અને સંગઠનશક્તિ આ પુરુષની છે એમ મનાય છે. તે ગમે તેમ હશે, પણ એની પ્રતિભાની છાયા ખ્રિસ્તી ધર્મ પર અચૂક અને ફાડી છે એમાં શંકા નહિ. નવા કરારમાં પત્રરૂપે લખાયેલાં જે પ્રકરણે છે તેમાં આ સંતનાં છે. જતે તે યહુદી હતો અને ભારે ધમાભિમાની યહૂદી હતા. ચદી તરીકે તેનું નામ સેલ હતું. તેને રોમન સામ્રાજ્યનું નાગરિકત્વ પણ જન્મથી હતું, તેથી તેનું મન નામ પલ પણ { છે. જગતને આવતી કાલને પુરુષ કહેવાતું. ચુસ્ત યહૂદી તરીકે જીવનના પ્રારંભમાં એ ખ્રિસ્તીઓને કટ્ટર શત્રુ હતો : તેમના દમનમાં ઊલટભેર ભાગ તેણે લીધો હતો. એક વાર દમનના કાર્ય પર દમાસ જતો હતો ત્યાં જ, એની આ બુદ્ધિએ ચમત્કારિક પલટી ખાધો : એને ઈશુખ્રિસ્તનાં માર્ગમાં દર્શન થયાં અને એ અનુભવ કે સાક્ષાત્કારમાંથી એ ખ્રિસ્તી થયે, અને હવે પછી ખ્રિસ્તી ધર્મ જમાવવા પાછળ, જૂના દમનના જ જેરથી લાગે. એને અંગે એણે ત્યારના જગતમાં જેરુસલેમથી રેમ સુધી સતત મુસાફરી કરી અને ખ્રિસ્તી ધર્મનું સ્વરૂપ પોતે જે સાક્ષાત્ અનુભવ્યું તે સમજાવ્યું. એનું મરણ પણ અનુરૂપ જ થયું. જોકે તેની ચોક્કસ હકીકત નથી મળતી, તોય લગભગ એકમત એવો છે કે, રોમના કેદખાનામાં તેને રિબાવી રિબાવીને મારવામાં આવ્યો હશે. ખ્રિસ્તી ધર્મના ઉદય વખતે, એક એવી માન્યતાએ ઘર ઘાલ્યું હતું કે, ખ્રિસ્તી થવાનો હક ચદીનો છે, ગેર-યહૂદી જે જેન્ટાઈલ લોક તે ન થઈ શકે. પોલે આ તડબુદ્ધિ તોડી અને સૌને માટે સમાન દેવળ અનિટોક શહેરમાં સ્થાપ્યું. પ૧-૮, ૯: ઇબ્રાહિમ, સફ, મૂસા – જૂના કરારમાં જેમની કથાઓ આવે છે એવા ત્રણ પિગંબર. ઇસ્વી સન પૂર્વના ચહૂદી જગતને ઘડનારાઓમાં મહાન કાર્ય કરનારા આ પેગંબરે આ પેગંબરને, પોતપોતાની રીતે યહૂદી, ખ્રિસ્તી, અને ઇસ્લામીઓ પણ માને છે. ૫-૬ : ઇસાઈયા યહૂદીઓના જૂના કરારમાં આવતા એક પેગંબર. તે ગ્રંથમાં આવતા બધા પેગંબરામાં આ વધારેમાં વધારે અસરકારી મનાય છે. પપ-ર: બુદ્ધને અષ્ટાંગ માગ . મુજબ, ચાર આર્ય. સત્યાનું યથાભૂત જ્ઞાન ન થવું એ જ દીર્ધ સંસારનું કારણ છે. એ ચાર આર્ય સત્ય બૌદ્ધધર્મને પાવે છે એમ કહી શકાય. ૧. દુઃખ: આ દુનિયામાં સર્વત્ર. ચમી

ટિપૂણે
દુઃખ છે એની જેને ખબર નથી તેની બુદ્ધિ ધર્મ તરફ વળવી
કઠણ છે. ૨. દુ:ખ સમુદ્ર: તૃષ્ણા છે એટલે દુઃખ છે; તૃષ્ણા ન
હોય તો દુ:ખ પણ ન હોય. આમ તૃષ્ણ એ દુખનું કારણ છે.
૩. દુઃખનિરોધઃ એટલે તૃષ્ણાનો નાશ કરવાથી જ દુઃખને નાશ
થઈ શકે. તૃષ્ણ તૃપ્ત કરવાથી કે સ્વર્ગાદિની પ્રાપ્તિથી કે મૃત્યુથી
દુ:ખની નિવૃત્તિ સંભવી શકતી નથી. ૪. આર્ય અષ્ટાંગિક
આ માર્ગ :
એ તૃષ્ણને નાશ
નાશ કરવાને માર્ગ. તેનાં આઠ અંગ નીચે
પ્રમાણે છે :
સમ્યક્ દષ્ટિ, સયક સંકલ્પ, સમ્યફ વાચા, સમ્યફ કર્મ,
સમ્યફ આજીવ (એટલે કે આજીવિકા), સમ્યક વ્યાયામ (એટલે કે
મોનિગ્રહ), સમ્યફ સ્મૃતિ, અને સભ્ય સમાધિ.
આ અષ્ટાંગ માર્ગને બુદ્ધ મધ્યમ માર્ગ પણ કહેતા, કેમ કે
તે એક બાજુ ભોગીનો નથી તો બીજી બાજુએ તપસ્વીને પણ
નથી, પરંતુ રોગીને માટે યોગ્ય એવો વચ્ચે છે.
આ માર્ગના વિવરણ વિષે જેમને વધારે જાણવું હોય તે
આ માળાના કસબી-કૃત “બુદ્ધચરિત” પુસ્તકને જુએ.
પ૬–૨: સાંખ્ય અને જેને શાખાઓ – સાંખ્ય આ
જડચેતન જગત કયાં તથા કેટલાં તત્ત્વોનું બનેલું છે તેની સંખ્યા
(અથવા તો બીજા અર્થમાં તેનું જ્ઞાન) વિચારે છે; તેથી તેમનું
દર્શન “સાંખ” કહેવાય છે. સાંખ્યો સઘળા જડ પદાર્થોને એક પ્રકૃતિ
તત્ત્વમાં સમાવે છે; અને સર્વ ચેતન છોને પુરુષ નામક, તત્ત્વમાં.
સાંખ્યોને મતે પુરુષ અનેક છે. તે સ્વરૂપે નિત્ય, શુદ્ધ, બુદ્ધ
અને મુક્ત છે. પરંતુ પ્રકૃતિના સાનિધ્યમાં અનાદિ કાળથી
ચાલતા આવેલા અવિવેકથી પ્રકૃતિના ઘર્મોને પુરુષમાં આરોપ
થતો. આવ્યો છે. એ અવિવેક દૂર થવો તે જ મોક્ષ છે.
સાંખ્યોને મતે આખી સંસાર વ્યવસ્થા આ પુરુષ અને પ્રકૃતિ એ
બે તોના સ્વીકારથી જ સમજાવી શકાય છે. ઈશ્વર જેવું ત્રીજું

૧૨ જગતને આવતી કાલને પુરુષ સ્વતંત્ર તત્ત્વ માનવાની તેમને જરૂર લાગતી નથી. સાંખ્ય દર્શનના મૂળ પ્રવર્તક કપિલ મુનિ કહેવાય છે. જન દર્શનને મુખ્ય પ્રવર્તક મહાવીર સ્વામી ઈ. પૂ. ૬ ઠા સામાં થઈ ગયા. એમનું દર્શન છવ અને અજીવ એવાં બે તત્વ સ્વીકારે છે. સાંખ્યદર્શનની પેઠે તેને મને પણ છે અનેક છે. પરંતુ સાંખ્ય દર્શન પુરુષને નિષ્ક્રિય માને છે; આથ, તેને કત ભોક્તા નથી માનતું. ઉપરાંત, તેનામાં વાસ્તવિક અવદ્યા અવિવેકાદિ પણ નથી માનતું. જ્યારે જૈન દર્શન અને વાસ્તવિક દતાં-ભોક્તા માને છે; અને કર્મફત બંધને પણ વાસ્તવિક માને છે. તેને મને પણ જીવોનાં કર્મોથી જ જગતની સંપૂર્ણ વ્યવસ્થા ઘટી શકતી હોઈ, ઈશ્વર જેવું સ્વતંત્ર જુદું તત્વ આવશ્યક નથી. અને એમ ઈશ્વરની બાબતમાં બેવુ બને નાસ્તિક છે. પ૬-૪: રામાનુજ - વિશિષ્ટતા પ્રવર્તક એક અદ્વિતીય દાર્શનિક અને સંતપુરુષ. તેમને “યતિરાજ” પણ કહેવામાં આવે છે. ઈ. સ. ૧૦૧માં દક્ષિણ તરફ ચેંગલપત જિલ્લામાં આવેલા શ્રીપરમ્બદુર ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ કેશવ ત્રિપાડી હતું. તે પણ અદ્વિતીય પંડિત હતા. રામાનુજે પંદર વર્ષ પિતા પાસે જ વેદાધ્યયન ક્યું હતું; ત્યાર બાદ શ્રીરંગમમાં જઈ તે મહાપૂર્ણાચાર્યના શિષ્ય બન્યા હતા. તેમની પાસે તે વેદવેદાંગ, વેદાંત વગેરે વિવિધ શાઍ શીખ્યા. તેમને બુદ્ધિપ્રભાવ, એવો હતો કે, થોડા જ વખતમાં તે આ બધાં શાસ્ત્રમાં પ્રવીણતા પ્રાપ્ત કરી શક્યા. બાળપણથી જ તેમના હૃદયમાં વિષ્ણુર્ભક્તિ જાગેલી હતી. કેટલીય વાર તે વિષ્ણુ પ્રત્યેના પ્રેમદ્રકથી બેભાન બની જતા. જ્ઞાનવૃદ્ધિ અને વયોવૃદ્ધિની સાથે સાથે જ તેમની વિષ્ણુભક્તિ પણ ગાઢતર થવા લાગી. શાસ્ત્રાધ્યયન પૂરું થતાં તેમણે મદુરા જઈ વૈષ્ણવ ધર્મની દીક્ષા લીધી. ત્યારથી માંડીને તેમણે ટિપણે બક્તિમાનો આશ્રય કરી મુક્તિતત્ત્વનો ઉપદેશ આપવો શરૂ કર્યો. પછી તે ગુરુદેવ સાથે કાંચીપુર આવ્યા અને ત્યાં વરદરાજ સ્વામીના મંદિરમાં રહી વિશિષ્ટાદ્વૈતનો પ્રચાર કરવા લાગ્યા. ત્યાં અનેક લોકોએ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. આ અરસામાં તેમણે વેદાંતસુ ઉપરનું તેમનું શ્રીભાવ્ય, ગીતાભાષ્ય વગેરે ભાષ્યગ્રંશે રચ્યા; અને શંકરાચાર્યના કેવલાતિ મતનું ખંડન કરી પોતાનો વિશિષ્ટાદ્યુત મત સ્થા. ત્યાર બાદ તેમણે વેંકટાઢિ ઉપર જઈ શેડો વખત તપસ્યા કરવામાં ગાળ્યા. પછી શ્રીરંગમમાં આવી તેમણે વૈષ્ણવધર્મને પ્રચાર કરવા માંડ્યા. અનેક લોકો તેમની પાસે દીક્ષા લેવા લાગ્યા. સામાન્ય જનસમુદાયમાં આવેલી આ ગૃતિ ત્યાંની ચાલ રાજસત્તાથી સહન ન થઈ શકી; એટલે તેણે રામાનુજનો વધ કરવાના ઉપાયે જવા માંડયા. આથી રામાનુજ ત્યાંથી નીકળી મેટમાં આવ્યા. ત્યાંને રાજ ન હતું, પણ તે રામાનુજ અસાધારણ પ્રભાવ જોઈ તેમના શિષ્ય થયે. આથી જેન આચાર્યો ઘા સુબ્ધ થયા. ત્યાર બાદ તે આચાથી અને રામાનુજ વચ્ચે નહેર વાદવિવાદ થયો; તેમાં જેનો હાય. પછી કેટલાકે તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું, અને કેટલાક દેશ છોડી ચાલ્યા ગયા. ત્યાર બાદ રામાનુજે આખા ભારતવર્ષમાં પરિભ્રમણ શરૂ કર્યું, અને દ્વારકા, પ્રયાગ, મથુરા, કાશી, હરિદ્વાર, બદરિકાશ્રમ વગેરે સર્વ સ્થળે ફરતા ફરતા તથા પોતાના મતનો પ્રચાર કરતા કરતા લાંબે વખતે તે શ્રીરામમાં પાછા આવ્યા. ત્યાં ૧૨૦ વર્ષની ઉમરે તેમણે દેહત્યાગ કર્યો.. તત્ત્વજ્ઞાનમાં સામાન્ય રીતે સ્વીકારાતાં જે ત્રણ મુખ્ય તત્ત ચિત્ (જીવ), અચિત (જડ-જગત) અને ઈશ્વર, તે ત્રણને એકમાં સમાવેશ કરી એક તવને જ મુખ્ય અથવા સત્ય માનવું એ અતિવાદનું સામાન્ય લક્ષણ છે. તે મુજબ શંકરાચાર્ય ઈશ્વર અથવા બ્રા તવને જ એકમાત્ર સત્ય માનતા હોવાથી, તથા

જગતને આવતી કાલને પુરુષ
જીવ અને જગતને પારમાર્થિક રીતે સત્ય ન માનતા હોવાથી,
તેમને વાદ વિલાત કહેવાય છે. જ્યારે રામાનુજ જીવ અને
જગતને ઈશ્વરરૂપી પરમતત્વના શરીરરૂપ માને છે, મિથ્યા નથી
માનતા. અથાત, શરીર અને આત્માની પેડ ચિત અને અચિત
પદાથે સાથે ઈશ્વરનો અમેદ પણ માને છે; તેમ જ સ્વરૂપની
વિલક્ષણતાને લીધે તે ત્રણેમાં ભેદ પણ માને છે; તથા એક જ
માટી જેમ જુદાં જુદાં ઘડા-કોડિયાં વગેરે અનેક રૂપે અવસ્થિત
થતી હોવાથી ઘડા વગેરે સાથે તેનો જેમ ભેદભેદ છે, તેમ એક
માત્ર પરમેશ્વર ચિત અને અચિત એમ અનેક રૂપે વિરાજમાન
થતા હોવાથી ચિત અને અચિત સાથે તેમનો ભેદભેદ પણ છે.
આ તેમનું વિશિષ્ટાદ્વૈત છે.
૬૮-૧: મેસિયસ – પ્રખ્યાત ચીની તત્વજ્ઞાની અને
ઉપદેશક. ઈ. પૂ. ર૮૯ માં તે મરણ પામ્યો. કેટલાક કહે છે કે તે
૮૪ વર્ષ છે, એટલે કે, તે ઈ. પૃ. ૩૭૨ માં જ હશે; અને
કેટલાક તેને ૭ વર્ષ જીવ્યે માની ઈ. પૂ. ૩૮૫ માં જ બતાવે
છે. ચીની ધમપદેશક કૉન ફૂલે (જૂશિયસ) થી મહત્ત્વમાં
બીજે નંબરે આ ગણાય છે. એનાં સુવચને આજે પણ જાણતાં
છે. તે એક શાળા ચલાવને ને ત્યાં જે જિજ્ઞાસુઓ આવે એમને
જ્ઞાન આપતા ને શંકાસમાધાન કરતો. પરંતુ તેના સમયમાં
ચીનની રાજકીય અને સામાજિક સ્થિતિ સુધારાપાત્ર છે તે જોઈ,
તેણે એક રાજવી સંન્યાસીની અનાસક્તિથી તેમાં પણ ઝંપલાવ્યું.
હિંદનાં પ્રાચીન રાઓ જેમ પિને નમતા ને તેનું સાંભળતા,
તેમ તેના વખતના ચીની રાજઓએ આ ઋષિ જેવા પુરુષને માન
આપ્યું છે અને એની સલાહ માની હતી. ચીની સંસ્કૃતિ ઘડવામાં
ભાગ લેનાર આ પુરુષ જગતના
મહાન ઉપદેરામાં એક
ગણાય છે.
૭૦–૧૦: શંકર- કેવલાદ્વૈતના પ્રસિદ્ધ આચાર્ય. તેમનો
જન્મ કયે સમયે થયો તે બાબતમાં ઘણો મતભેદ છે. પણ હવે

ટિપણે સામાન્ય રીતે સ્વીકારાતું જાય છે કે, તેમને જન્મ ઈ. સ. ૭૦૦ થી ઈ. સ. ૮૦૦ ની વચમાં ક્યાંક મૂકવો જોઈએ. શંકર મલબારના સીધાસાદા, પંડિત અને મહેનતુ નાબકી બ્રાહ્મણના કુળમાં પશ્ચિમ કિનારા તરફ કાલાદિ નામના ગામમાં જન્મ્યા હતા. તેમના પ્રાચીન ચારિત્રલેખક આનંદગિરિ તેમને ઈ. સ. પૂ. ૪૪ માં ચિદંબરમમાં જન્મેલા અને ઈ. સ. પૂ. ૧૨ માં મૃત્યુ પામેલા કહે છે. કિશોરાવસ્થામાં જ તે ગપાદના શિષ્ય શેવિંદાચાર્ય પાસે શાસ્ત્રાભ્યાસ કરવા ગયા; અને તેમની પાસે અત દર્શનના મૂળ સિદ્ધાંતો શીખ્યા. આઠ વર્ષની ઉંમરે તે બધા વેદનો રસપૂર્વક અભ્યાસ કરી ગયા હતા એમ કહેવાય છે. અતિશયોક્તિ બાદ કરીએ તોપણ તે એક અદ્ભુત બુદ્ધિશાળી યુવાન હતા એમ કહેવું જોઈએ. દુનિયાદારીના પ્રપંચો ભણવામાં આવે ત્યાર પહેલાં જ તે. સંન્યાસી થઈ ગયા. પરંતુ તે લાગણી વિનાના શુષ્ક તપસ્વી નહોતા. તેમનાં માતા મૃત્યુ પામ્યાં ત્યારે પિતે સંન્યાસી હેવા છતાં તેમણે તે તેમની શ્રાદ્ધક્રિયા, સમાજના વિધિની સામે થઈને,. કરી હતી. સંન્યાસી થયા બાદ મનુષ્ય પોતાના પૂર્વાશ્રમનાં સગાંઓ સાથે આવો સંબંધ ન રાખી શકે. પ્રથમથી જ સત્યની ત તેમનામાં અતિ તેજસ્વીપણે ઝળહળતી હતી. તેમના સમયમાં જુદા જુદા વાદીઓએ અને સંપ્રદાયોએ લોકમાં શ્રદ્ધા અને આચારની બાબતમાં સારી પેઠે મતિભ્રશ અને શિથિલતા ઉત્પન્ન કર્યા હતાં. ભક્તિમાર્થીઓ ભાવપૂર્ણ, નિષ્ક્રિય તથા વેવલી ભક્તિનો પ્રચાર કરી લોકોના વ્યવહારજીવન પ્રત્યે દુર્લક્ષ બતાવતા હતા; મીમાંસા તત્ત્વશન્ય વૈદિક ક્રિયાકલાપ ઉપર જ ભાર મૂકતા હતા અને બૌદ્ધો અધિકાર વિનાની તથા અર્થહિત તપસ્યા તથા સંન્યાસ ઉપર ભાર મૂકતા હતા. શંકરાચાર્યે જોઈ લીધું કે, આ બધી દાર્શનિક કે આચાર- વિષયક માન્યતાઓ પાછળ રહેલા સત્યને અદ્વૈત સિદ્ધાંત જ પૂરેપૂરો ન્યાય આપી શકે તેમ છે, તથા સમાજમાં જામેલી. * * * જગતને આવતી કાલને પુરુષ શિથિલતા, અને નિષ્ક્રિયતાને પણ તે જ હઠાવી શકે તેમ છે, એટલે એ યુવાન સંન્યાસીએ. તરત પિતાના ઉપનિષ, ગીતા અને બ્રહ્મસૂત્ર ઉપરના સુપ્રસિદ્ધ ભાષ્ય દ્વારા અકૅડમતનું સથાપન કર્યું અને પછી પોતે જ પગપાળા આખા દેશની મુસાફરીએ નીકળી પડયા. રસ્તામાં તેમણે લોકોના વિવિધ સાધનામાર્ગો યા; તેમાંથી જે કે તેમને મનુષ્ય જીવનને પ્રેરણા આપે તથા તેને ઉન્નતિને માગે લઈ લય તેવા લાગ્યા, તે બધા તેમણે અપનાવ્યા. અને તેથી જ તે કેવલાતના આચાર્ય વિષ્ણુ, શિવ, શક્તિ, સૂર્ય વગેરે લોકમાન્ય દેવોનાં અતિ ઉત્તમ સ્તોત્ર પણ લખ્યાં છે. બૌદ્ધાની સંઘવ્યવસ્થા ઉપરથી પણ તેમણે જોઈ લીધું કે, સંગઠન વહેમને ત્યાગ, અને સાધુસંન્યાસીઓનો સંઘ–એ બાબતે આમવર્ગની શ્રદ્ધાને નિર્મળ તથા પ્રાણવાન રાખવામાં મદદગાર થઈ પડે છે. તેથી તેમણે સંન્યાસીઓની દશ શાખાઓ સંસ્થાપિત કરી, જેમાંથી ચાર અત્યારે પણ પ્રતિષ્ટિત છે. તેમણે પ્રચલિત ધર્મનું પુનરુજીવન કરવાની સાથે જ તેનું સંશોધન પણ કર્યું. દક્ષિણ ભારતમાંથી તેમણે શાસ્તોના સ્કૂલ પૂજાવિધિનું તથા શૈ અને કાપાલિકાના ઘણિત તથા ક્રૂર ક્રિયામાગેનું જડમૂળથી નિકંદન. કાઢચું એમ કહી શકાય. તંત્રવિદ્યામાં વળેલા બૌદ્ધોને તેમની જન્મભૂમિ ભારતમાંથી જ નામશેષ કરવામાં તેમનો જ હાથ મુખ્ય છે. દેશને ચારે ખૂણે ઘૂમીને તેમણે ચાર ખૂણે ચાર પ્રસિદ્ધ મઠ સ્થાપ્યા: શૃંગરી (મસૂર), પુરી, દ્વારકા અને બદરિનાથ. તેમની યોગશક્તિ બાબત પણ અનેક આખ્યાયિકાઓ પ્રચલિત છે; તથા તેમને એક રીતે શંકરના જ અવતાર લોકોએ તે માન્યા છે. તેમના દાર્શનિક સિદ્ધાંતને સુપ્રસિદ્ધ અર્ધા શ્લોકમાં જ આ રીતે રજૂ કરવામાં આવે છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, અને જીવ બ્રહ્મા જ છે–જુદે નથી. તેમને આ સિદ્ધાંત કેવલ બ્રહ્મ સિવાય અન્ય કશાની વાસ્તવિક્તા ન સ્વીકારતા હોવાથી કેવલાદ્વૈત કહેવાય છે. તેને માયાવાદ પણ કહેવામાં આવે છે.

ટિપણે માયાવાદને સામાન્ય રીતે “મિથ્યાવાદ જેવો અર્થ સમજવામાં આવે છે. પરંતુ તે બરાબર નથી એમ શ્રી. રાધાકૃષ્ણન પા. ૮૦-૧ ઉપર કહેવા માગે છે. શ્રી. આનંદશંકરભાઈએ એ જ વસ્તુ “આપણો ધર્મ' નામના તેમના પુસ્તકમાં તેમની સરળ તથા સચોટ શૈલીમાં રજૂ કરી છે. વાચકને શ્રી. રાધાકૃષ્ણનનું કથન સમજવામાં તે ઉપગી થશે એમ માની તેને નીચે ટૂંકમાં ઉતારી છે: – માયાવાદનું એમ કહેવું નથી કે આ જગત દેખાય છે તે નથી દેખાતું; પરંતુ એનું તે વિશેષતઃ કહેવું છે કે આ જગત દેખાય છે તે, બ્રહ્મદર્શન થતાં જગતરૂપે નથી દેખાતું. ઉપરાંત એટલું સમજી લેવાનું છે કે, જગતનો આવિર્ભાવ માત્ર માયા જ નથી; પણ બની માયા છે, અને એ બ્રહ્મ વિકાર કે બહિર્ભત કાર્ય નથી, પણ માયા છે. આમ માયાવાદી જગતથી પર તત્ત્વ સ્વીકારે છે, અને એ પર તત્ત્વને જગત સાથે વસ્તુસ્થિતિમાં તેમ જ જ્ઞાનમાં ખરું જોતાં અવિશ્લેષ્ય અને તાત્વિક સંબંધ છે એમ માને છે. અર્થાત જગતથી પર હેઈજગતના અંતરમાં એ વિરાજમાન છે. પણ આ અંતરમાં હોવું તે જડની માફક બહિ:સંબંધ વડે સંભવતું નથી, માટે બ્રહ્મની સત્તાથી જ જગતની સત્તા બની રહે છે. તેથી જગત “બ્રહ્મસત્તાનિરૂપિત સત્તાવાળું છે. ૪૮–૩: એકટ – ઈ. સ. ૧૨૬૦ થી ૧૩ર૭ સુધીમાં એના જીવનની તારીખે કલ્પાય છે, કેમ કે ચેકસ મળતી નથી. તેના જમાનાને એ પ્રખર વિદ્વાન ગણાતે, અને એ રીતનું માન એને પાપને દરબાર તરફથી પણ મળ્યું હતું. પણ તેના ધર્મવિચારોને કારણે તેને સજા ફરમાવવામાં આવી હતી કે, તેનાં લખાણમાંથી અમુક ખોટે ભાગ છે તે કાઢી નાંખવે. પણ તે અગાઉ તે મરણ પામ્યા હતા. યુરોપમાં જે ગૂઢવાદીઓ થયા છે તેમાં આ પ્રારંભ ગણાય છે, *

R
જગતને આવતી કાલને પુરુષ
૮-૧: લટીનસ – (ઈ. સ. થી રહ)
નવવાદનો મુખ્ય પુરસ્કર્તા. જુઓ “નવપ્લવાદીઓ પરની
નોંધ આ અગાઉ (પા. ૧૩૮) આપી છે તે, તે પણ ચૂકવાદી
હતા.
૭૮-૨૨: રાઈઝબૂક– (ઈ. સ. ૧૨૯૭-૧૩૮૧) હોલેન્ડને
વતની, પાદરીનું કામ કરતો. ૬૦ વર્ષની ઉંમરે સાધુઓના
મઠમાં તે દાખલ થયો અને ચિંતન, મનન, તથા સમાજસેવાની
ઉત્કટ સાધનામાં પોતાનો વખત ગાળતે. યુરોપના આગળપડતા
ગૂઢવાદીઓમાં એ ગણાય છે.
P

No text on this page.

Avati Kalno Purush

Author
Maganbhai
Title
Avati Kalno Purush
File name
Avati Kalno Purush
Text
OCR done
Citation
1939
Published
2011/03
Publisher
Ahemdabad, Jain Sahitya Prakashan Samiti Gujarat Vidhapith
Language
Sanskrit
Pages
179
Library
Shri Jain Swetamber Khartargacch Sangh, Jaipur
Classification
Devotional
DLI number
443342
Barcode
4990010031411.00
Scanning centre
C-DAK, Kolkata
Digital publisher
Digital Library Of India
VMLT id
8hpaeG9wyRb
Download PDF

Avati Kalno Purush