Shri Jain Swetamber Khartargacch Sangh, Jaipur

Parlokgat Jivatmao Bhag-1

Upadhyay V,p, · 2011/03

PDF Proofread

Front matter

No text on this page.

પરલોકમત ઍવાત્માઓ
ભાગ ૬
॥ श्री भूतनाथाय नमः ॥
રે ગતિ કર્મની ન્યારી, ભલભલાની મતિહારી,
રાખેલ જે ત્રિપુરારિ, તો જ બાજી રહે છે.

------
નાના મકાનનું
: લેખકનાં અન્ય પુસ્તકો
1 લગન કરવા માટે લાગ ૧
નક આવૃત્તિ સુધારા-વધારા સાથે)
પતિતપાવનામ, પરલોકગત છવામાઆ ભા. ૨ રૂા. ૨-૦૦
૩
,
Y Y
*
; ૦પ
--૦૮
૫ નાસ્તા મા જ ક્રિ)
ક ગાય માતાની હૃદયસ્પર્શી અપીલ (ગુજરાતી)
હ, આ બુ–પ્રસાદ
૮ શ્રી શંભુ પદેશ
હું વિચારોની ગુપ્ત શક્તિ હવે પારી)
૧૦ મંત્રસિદ્ધિ શી રીતે?
(ભા. ૧-૨ સાથે
૧૧ જગદ્ગુરુ ભગવાન શ્રી કૃણ (.
ઉપરનાં પુસ્તક મેળવવા માટે જવાબી કાર્ડથી જણાવે
અથવા રૂબરૂ મળે. પ્રત્યેક પુસ્તકનું બુકપિટ ખર્ચ, ૧ નપસા
લખા ય મળો:-
શ્રી. વિ. પ્ર. ઉપાધ્યાય,
ભારતી કાર્યાલય,
વડનગર. (ઉ. ગુ.)
અલી,
a

नमस्तकमभ्यो विधिरपिन येभ्यः प्रभवति। પ. પં. શ્રી. મોક્ષાકર વિશ્વબંધુ ઉ “જિગર”ના ગેબીસૃષ્ટિના રોમાંચક સાહસભયી નગ્નસત્ય અનુભવે. પરલોકગત જીવાત્માઓ રસ ૧. લેખક: શ્રી. વિ. પ્ર. ઉપાધ્યાય [ ભૂ. પૂ. તંત્રી: “સભાગ” અને “ભારતી] કે ભારતી કાર્યાલચ, વડનગર. 1 મા સ્થાન : શ્રી. એચ. એમ. જોશી. શ્રી દેવશંકરગિરિજાશંકર શાસ્ત્રી અશ્વિન પધાલય પંચમુખ મારૂતિ મંદિર, સૌરાષ્ટ્ર સોસાયટી સામે, મંડીબજાર, સિદ્ધપુર, અમદાવાદ , શ્રી. વિ. પ્ર. ઉપાધ્યાય ભારતી કાર્યાલય. વડનગર, (ઉ.ગુ.) -- wain હ-

પ્રકાશક :
શ્રી હરિકૃષ્ણ મોતીલાલ જોશી
અશ્વિન ઔવધાલય,
સૌરાષ્ટ્ર સંસાયટી સામે,
અમદાવાદ ,
(સર્વાધિકાર લેખકે સુરક્ષિત રાખ્યા છે.)
કિંમત : રૂ. ૨–૦૦ ન..
આવૃત્તિ:
બીજી.
સને ૧૯૬૧
૧૦
સંવત ૨૦૧૪
શ્રી. વિષ્ણુપ્રસાદ ગિરધરલાલ મહેતા
ધી વિસનગર પ્રિન્ટરી,
ગોલવાડ, વિસનગર

સમર્પણ
જેમની પ્રેરણા અને આશીર્વાદથી આ પુસ્તક પ્રકટ થયું તે ત્યાગી,
વિરાગી અને ભક્તિર–અનુરાગી, પ્રેતાત્મવિદ્યાવિશારદ સ્વ. પૂ.પા.
પં. શ્રી, મેક્ષાકર વિશ્વબંધુના ચરણકમળમાં સપ્રેમ સાદર સમર્પિત,
શ્રી. હું, મે. જેથી
શ્રી, આર. આર. પીઠાવાલા
શ્રી. એચ, છ, ઉપાધ્યાય
શ્રી. વિ.પ્ર. ઉપાધ્યાય
ડ, જી. એસ. જોશી
શ્રી. ફિ. ' જ. પંડ્યા

|| नमः शिवाय च नमः शिवाय ॥
॥ तन्मे मनः शिवसंकल्पमस्तु ॥
समर्पणम्
विप्रस्य हृदयाभूतो भावाः शब्दनिर्झरः ।
पापं तापं च दैन्यं च सर्वेषां हरतात्सदा ।। "
यथार्थमक्तिरागेण रिरंजयिषुणा सदा ।
विनायकेन ग्रथिता माला शब्दात्मिकात्वियम् ॥ २
सदानंदस्वरूपाय शिवाय ह्मय॑ते मुदा ।
तन प्रसीदेद् भगवान् भूतनाथ उमापतिः ॥ ३
ईश्वरस्यांशभूतेन जीवेनानेन
मनसा कर्मणा वाचा यद्यत्स्यातत्तदर्पणम् ॥ ४
भारती कार्यालयः,
बडनगरम्.
वि. स. उपाध्यायः
(उ. गुजरात.)
सर्वदा ।

આશીર્વાદ સમુદ્રમાં ડૂબકી મારનાર માણસને કદાચ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થાય તે પણ સમુદ્રમાં રહેલાં અમૂલય મેતી તે ભળે જ છે. તેમ જે હેતુથી મેં પ્રતાવાહનવિદ્યા સિદ્ધ કરી એને મૂળ હેતુ સિદ્ધ ન થવા છતાં એક અગમ્ય પણ સત્ય ગેબી સૃષ્ટિનાં દર્શન રૂપી મેતી મને તેમાંથી પ્રાપ્ત થયું–એટલે કે આત્મા અથવા જીવ અમર છે એ શાસ્ત્રવચનનો મને પ્રત્યક્ષ અનુભવ થયો અને અત્યાર સુધી જે વસ્તુઓ માત્ર વાત રૂપે હતી તે ચક્ષુ અને કર્ણ દ્વારા મારા અનુભવવામાં પણ આવી. ભારતે બધા અનુભવ મેં વ્યા છે અને આ ગ્રંથ દ્વારા જનતા તે વાંચી તેમાંથી કાંઈક લાભ ઉઠાવશે એવી મારી માન્યતા હોવાથી તે બધાને મેં સંગ્રહ કર્યો છે. તેમાંના કેટલાક અનુભવે ભાઈશ્રી વિ. પ્ર. ઉપાધ્યાયે સરસ રીતે સંકલિત કરીને આ પુસ્તકના આકારમાં પ્રસિદ્ધ કર્યા છે, તે જોઈને મને ખૂબ આનંદ થ છે. તેમને આ પ્રયત્ન સફળ થાય, લેકે- પયોગી નીવડે એ સિવાય મને બીજી કઈ ઈચ્છા હોઈ શકે ? આ શુભ પ્રયત્નને મારા હાર્દિકે આશીર્વાદ છે. ભગવાનનગર, અમદાવાદ ૭. પવું }-પંડિત મોક્ષાકર વિશ્વબંધુ

અનુભવાથી જિગરને
જગતને સંદેશે
આત્મા અમર છે, પૂર્વજન્મ છે, પુનર્જન્મ
છે, પ્રેતસૃષ્ટિ છે, પરલોક છે, મરણ પછી જીવન
છે, મૃત વ્યક્તિઓ સાથે વાતચીત શક્ય છે,
જીવાત્માઓનાં જન્મ-મરણ કર્મને આધીન છે,
કર્મના નિયમ અવિચલ અને અકાળે છે,
| કર્મભોગ સિવાય જીવાત્માઓનો છૂટકારે નથી.
શાક્ત કર્મકાંડ એ ધતિંગ નથી. તનનું મરણ એ
વાસ્તવિક મરણ નથી, મનના મરણની મઝા સાચા
સંત અનુભવતા હોય છે. વાસનાક્ષય વિના મનનું
મરણ થતું નથી. વાસનારહિત થવા સંતનો સંગે
જરૂરી છે. સંત-સંગને રંગ ચઢતાં જીવાત્માનો
અંત સુધરે છે. અંત મતિ તેવી ગતિ એ શાસ્ત્રાજ્ઞા છે.
સ્વ. પં. મેલાકર વિશ્વબંધુ,

॥ ॐ भूर्भुवः स्वः
ॐ तत्सवितुर्वरेण्यं
भगो देवस्य धीमहि
धियो यो नः प्रचोदयात् ॐ ॥
Mandin
--
ભાવના જેની જેહવી, થાય પ્રાપ્તિ તેને તેવી;
સેવે જેહ ભાવના દૈવી, થાય દેવ તે સ્વયં.

લેખક અને પ્રકાશક તરફથી
૮
સને ૧૯૫૮માં “કિસ્મત' માસિક (લેમિંગ્ટન રોડ, મુંબઈ)
ના ભેટ પુસ્તક તરીકે અમારું પ્રથમ પુસ્તક “પરલેકગત
જીવાત્માઓ પ્રગટ થયું. લેકીને તે ગમ્યું તેથી પ્રતિવર્ષે ક્રમશઃ
બીજો અને ત્રીજો ભાગ પણ અમોએ પ્રસિદ્ધ કર્યા. આ સાલ પણ
જનસમાજની અભિરુચિને સતાવવા ખાતર સને ૧૯૬૧ ની દિવાળી
ઉપર સદર માસિકના તંત્રી શ્રી, ઉ. જ. પંડયા, “પરલોકગત.
જીવાત્માઓને ચે ભાગ પ્રસિદ્ધ કરી રહ્યા છે. હવે પછી
પ્રકાશિત થનારા પાંચમા ભાગનું સંકલન અમે શરૂ કર્યું છે. યોગ્ય
સમયે તે પ્રકાશિત થશે જ. દર વર્ષે પ્રકટ થતાં ૩૦૦૦ પુસ્તક
ખલાસ થઈ જવાથી અને લેકમાગ ચાલુ રહેવાથી હાલ તો ભાગ ૧ ની
બીજી આવૃત્તિ સુધારાવધારા સાથે અમે પ્રગટ કરીએ છીએ.
ગિર અને અમી” વાંચ્યા બાદ જિગરને જોવાની,
મળવાની અને એમના રહસ્યમય જીવનની હકીકત એમના મુખેથી
સાંભળવાની મનવૃત્તિ ઘણુને થતી હતી. અત્યારે તો જિગર
આપણી વચ્ચે નથી, પરંતુ “જિગર અને અમી' પછીના વાચન
તરીકે, મરણોત્તર જીવન પર પ્રકાશ ફેંકતા રહસ્યપૂર્ણ પ્રસંગેથી
ભરપૂર ઉપલેકગત જીવાત્માઓને ક્રમશઃ પ્રસિદ્ધ થયેલા અને થતા
ભાગે તે તેઓ મુક્તા જ ગયા છે. પૂ. શ્રી પિોતે નિઃસ્વાર્થપણે
પરલોકવાસી વાસનાબદ્ધ સૂક્ષ્મ જીવોના કલ્યાણ માટે વખતે વખત.

પ્રેતાવાહનના પ્રયોગ કરી. એમને સન્માર્ગે વાળી જીવસેવા કરતા હતા. પૂ. શ્રીનું સાદું, સીધું, સાત્વિક, સંયમી, નિયમિત, પપકારી, ત્યાગી અને ભક્તિરસ અનુરાગી, જીવન, અત્યારના કહેવાતા પ્રગતિવાદી’ને ખરેખર આશ્ચર્યપૂર્ણ પણ પ્રેરણાપ્રદ લાગતું હતું. જિજ્ઞાસુ મિત્રો ગેબી સૃષ્ટિ તથા પરલોકવાસીઓના પ્રયોગો વિષે હાલમાં અમને પૂછપરછ કરે છે. અમે આ પ્રયોગ લેંચેટ ઉપર યોગ્ય સમયે જ કરીએ છીએ અને વળી મરનાર પાછળ ગીતા, ગરુડપુરાણ કે શ્રીમદ્ ભાગવતનું સર્વાચન કરી સામૂહિક રીતે જીવિત અને મૃત વ્યક્તિઓના અભ્યસ્થાનને ઉપાય પણ યથા મતિ છએ છીએ. સ્વ. પૂ. પંડિત શ્રી. મોક્ષાકરજી તથા પતિ- પાવન આશ્રમના અદશ્ય જીવાત્માઓની એમાં અમને અવશ્ય સહાયતા હોય છે. આ પુસ્તકમાં અમદાવાદ–નિવાસી, ખૂબ પ્રવૃત્તિપરાયણ, ઉચ્ચ અધિકારી, અદશ્ય જગતના સારા અભ્યાસી, પ્રભુકૃપાપાત્ર અમારા એક મિત્રે મરણોત્તર જીવન ઉપર સુંદર, સચોટ અને બુદ્ધિગમ્ય અત્યાવશ્યક પ્રકાશ પાડવા ઘણી તસ્દી લીધી છે; તેથી તેમના અમે અત્યંત આભારી છીએ. ઉપરાંત, સિદ્ધપુર–નિવાસી અમારા આત્મબંધુ શ્રી. હરિકૃષ્ણ ગિરિજાશંકર ઉપાધ્યાયે પણ આત્મા, જીવાત્મા, પરમાત્મા, લોક- પરલેક સૂક્ષ્મ શરીર, અંતરિક્ષ વિભાગ અને મૃત્યુ વગેરે વિષે પિતાના અભ્યાસ અનુસાર અતિ રેચક અને પ્રેરક લખાણ આપી અમને ઉપકૃત કર્યા છે, જે બદલ અમે તેમના ઋણી છીએ. ગેબી વિદ્યાના પ્રેમી, સદાય ગુપ્ત રહેવા ઈચ્છતા પણ સતત સાચી સેવા–સાધનામાં રત એવા અમારા પરમ સ્નેહી ડોકટર

શ્રી. જોશી સાહેબ (અમદાવાદ) ની શુભ પ્રેરણા દ્વારા આ પ્રકાશન
થઈ શક્યું છે. જે વ્યક્તિઓએ આ પ્રકાશનમાં યત્કિંચિત સહયોગ
આપ્યો છે તે તમામને હૃદયપૂર્વક આભાર માની, “ર્વ શિવાઉor--
વસંતુ’- કહી, વિરમીએ છીએ.
ભારતી કાર્યાલય,
વિનીત :
શ્રી. વિ. પ્ર. ઉપાધ્યાય
શ્રી. હરિકૃષ્ણ એમ. જોશી
વડનગર,
* * *

:
મરણ પછીના જીવન પર પ્રકાશ
(લેખક શ્રી. “તન અમદાવાદ)
માણસ જો ત્યારથી એને સૌથી મોટી બીક મરણની
હોય છે. ઘણું ડા વિરલા હશે કે જેને મરણની બીક નહીં
હોય. બાળક સમજતું થાય છે ત્યારથી તે છેક વૃદ્ધાવસ્થાના છેડા
સુધી દિલમાં મરણની દહેશત રહે જ છે. એનું કારણ સુંખ્યત્વે
જુદી જુદી જાતની વાસનાઓ હોય છે. એક અતિ વૃદ્ધ માણસને
પણ જો મૃત્યુ સંબંધી પ્રશ્ન કરવામાં આવે તો એવી ઇચ્છા
એ જરૂર જણાવશે કે આટલું થાય પછી મૃત્યુ થાય તે વાં.
નથી; પણ આવી ઈચ્છાઓની પરંપરા ચાલ્યા જ કરે છે. એક
ઈચ્છા પુરી થાય તે પહેલાં બીજી જન્મી જ હોય, એટલે સતતે
મૃત્યુને પાછું ઠેયા કરવાની મનોવૃત્તિ જ હોય છે. આ પરિસ્થિતિ
માટે મૃત્યુ પરની અજ્ઞાનતા જ કહી શકાય. મનુષ્ય એમ માની
બેઠો છે કે મૃત્યુ થયું એટલે સર્વસ્વનો છેડે આવી ગયો. ઘણું :
કહે છે કે શરીર પંચભૂતમાં ભળી જાય છે, અને જીવાત્મા બીજે
જન્મી જાય છે. આવી ગેરસમજ અજ્ઞાનતાને લીધે જ ઊભી થઈ
હોય છે.
મૃત્યુ શું છે?” એ સમજવા પહેલાં તો જીવાત્મા શું છે?
શરીર શું છે? વિગેરે બાબતને સમજી લેવાની જરૂર છે. જીવાત્મા
એ ઈશ્વરને અંશ છે અને તે આત્મા, બુદ્ધિ અને મનસૂના
ત્રિગુણાત્મકના રૂપમાં હોય છે. “કારણ શરીર’ એ એનું મુખ્ય
શરીર કહી શકાય, કે જે વારંવાર બદલવું પડતું નથી. એને “કારણ

શરીર” એ માટે કહેવામાં આવે છે કે જીવાત્મા જન્મોજન્મ
સંસારમાં આવીને જે પ્રગતિ કરે છે એના કારણોને સંગ્રહ આ
શરીરમાં હોય છે અને એની ઉપર જ દરેક નવા જન્મમાં “સ્વભાવ',
“સમજણ શક્તિ” વગેરેનો પરિણામ તરીકે આધાર હોય છે. જીવાત્મા
અમર છે એમ ઘણું માને છે, તે ખરું છે. એ જીવાત્માને પોતાના
પ્રગતિકરણ માટે વારંવાર જન્મ લેવો પડે છે. ત્યારે એને જુદી
જુદી બનાવટનાં સાત શરીર ધારણ કરવાં પડે છે. દરેક શરીર
જીવાત્માને અમુક ભુવન ઉપર જ
કામ આવી શકે છે. અને
સૃષ્ટિમાં સાત ભુવનો હોવાથી એ દરેકને માટે અનુકુળ શરીરની
જરૂર પડે છે. આ વસ્તુ સમજવા માટે આપણે જોઈ શકીએ
છીએ તેવા સ્થૂળ ભુવનને દાખલ લઈશું તો સરળ થઈ પડશે.
મનુષ્યને જમીન ઉપર ફરવું હોય તો એ મોટર, આગગાડી વિગેરેને
ઉપગ કરી શકે છે; પણ એ જ મોટર અને પાણી કે હવામાં
ફરવા માટે નકામું વાહન થઈ પડે છે. પાણીને માટે એને વહાણ,
આગબોટ વગેરે જોઈએ અને હવામાં ફરવા માટે વિમાન જોઈએ.
એટલે એક મનુષ્ય પાસે જે આ ત્રણે વાહને હોય તો એ જમીન,
પાણી અને હવામાં સહેલાઈથી ફરી શકે છે. તે જ પ્રમાણે છેવા માને
સાત જુદા જુદા ભુવનો ઉપર ફરવા માટે સાત જાતનાં વાહને
(શરીર) જોઈએ, એ સામાન્ય બુદ્ધિથી સમજી શકાય એમ છે.
આ ભુવનો અવકાશમાં એકમેકની ઉપર આવેલાં છે, એમ નથી.
ખરી રીતે તે આ ભુવો અને શરીરે એ જુદાં જુદાં તત્ત્વોનો
બનાવટે છે. આ સાત ત અથવા શરીરે કે જે જીવાત્માની
ઉપાધિઓ અથવા વાહન છે તે નીચે મુજબ છે.
(૧) આત્મા (Spirit)
અમર ત (૨) બુદ્ધિ (Budhhi)
કારણુ” શરીર
(૩) મનસ્ (Mind),
t
t

૩
ક્ષણભંગુર તો
(૪) કામ (Desire )
(૫) પ્રાણુ (Vitalits)
El lui (Etheric)
(c) 240 * Physical )
જુદા જુદા ધર્મોમાં તને જુદી જુદી રીતે વર્ણવેલાં
છે. ખ્રિસ્તી ધર્મમાં એના ત્રણ વિભાગ શરીર, જીવ અને આત્મા
તરીકે કરેલ છે. વેદાન્તિઓ પાંચ કેપ અને એક આમા એમ
કહે છે. વૈદિક વાડ્મયમાં આ વિષે વિશદ વિવેચન કરેલું છે.
જરસ્તી ધર્મ મુજબ એના સાત વિભાગ પાડ્યા છે.
- હવે પ્રશ્ન થાય છે કે ભુવન શું છે? અને કયાં આવ્યાં છે?
આપણું ધૂળ ભુવન ઉપર પદાર્થની ત્રણ સ્થિતિ આપણે જાણીએ
છીએ જેવી કે નક્કર, પ્રવાહી અને વાયુમય. હવે એ દરેક સ્થિતિને
એકમાંથી બીજામાં દબાણ અને ઉષ્ણતામાં ફેરફાર કરવાથી બદલી
શકાય છે. ખરી રીતે જોતાં દરેક પદાર્થની સાત મુખ્ય સ્થિતિઓ
હાથ છે; અને એમાં પાછા સાત પેટા વિભાગ હોય છે. હવે
એમાંથી સૌથી સ્થૂળ વિભાગના છેલ્લા ત્રણ વિભાગને આપણે
નક્કર, પ્રવાહી અને વાયુ તરીકે ઓળખ્યા. અમુક વસ્તુને આપણે
આપણે સ્થૂળ ઇથિી અનુભવી ન શકીએ એટલે એની હસ્તી જ
નથી એવું ના કહેવાય. હવે દરેક પદાર્થની અમુક સ્થિતિના અણુઓ
વચ્ચે ઘણી જગ્યા હોય છે એટલે આ બધા તત્વોને માટે જુદી
જુદી જગ્યા નથી જોઈતી પણ એ બધાં એક જ જગ્યા રોકીને
એકમેકમાં ભળેલાં હોય છે. એટલે આ ભુવનો એકબીજા ઉપર
અમુક જગ્યાએ હોય છે એવું નથી, પણ એકમેકની અંદરોઅંદર જ
હોય છે. જુદી જગ્યા જેવું કાંઈ નથી. થિયોસોફીના શિક્ષણ મુજબ
સાત ભુવને નીચે મુજબ છે.

૧
(૧) મહાપરાનિવર્થિક ભુવન (ઈશ્વરી દુનિયા.)
(૨) પરાનિર્વાણિક ભુવન. (અનુપાદક ભુવન.)
(૩) નિર્વાણિક ભુવન. (આત્મિક ભુવન.)
(૪) બૌદ્ધિક ભુવન. (અંતર્તાનની દુનિયા)
(૫) માનસિક ભુવન. (અહીં “સ્વર્ગનો સમાવેશ થાય છે.)
(૬) કામભુવન.
(૭) સ્થૂળ ભુવન.
આગળ જણાવેલાં સાત શરીરે દરેક જુદા જુદા ભુવને
ઉપર ઉપયોગી હોય છે. એ ભુવનનાં તો અને એ શરીરની
બનાવટનાં તો સરખાં હોય છે. વળી દરેક ભુવનના પિટાવિભાગો
પણ હોય છે. પરંતુ અહીં ફક્ત “કામભુવન” યા “કામ” કે
શેખેળ પ્રયોગો દ્વારા સ્વર્ગસ્થ પંડિતજીએ કરી હતી, તે વિષે જ
ચર્ચા કરીશું.
પહેલાં “કામભુવન”ની વસ્તીનો વિચાર કરીએ. “કામભુવને
ઉપર ફક્ત મરણ પામ્યા પછીના જ જીવો હોય છે એમ નથી. તેઓ
ઉપરાંત આ લેકની વ્યવસ્થા માટે દેવી કારભારીઓ અથવા
દેવતાઓ, માનસિક જીવન ઉપરથી નીચે આવેલા મહાત્માઓ,
માંત્રિકોએ ઉત્પન્ન કરેલાં રૂપ, જીવિત સિદ્ધ આત્માઓ કે જેઓ
પિતાના સૂક્ષ્મ શરીરથી મરજી પ્રમાણે હરીફરી શકે છે તેઓ,
નિદ્રાધીન સ્થિતિમાં જીવતા મનુષ્યો આ લેકમાં આવે છે તેઓ,
અમુક પ્રાણીઓ કે જેઓ મરણ પછી આ લોકઉપર આવે છે
જેવા કે જીન, પરી, વનદેવતા વિગેરે વિગેરે..
કામભુવનના સાત પેટા વિભાગો છે. એમાંના બે
પૃથ્વિની સપાટીની નીચે આવેલા છે, અને તે ઘણુજ ભયંકર અને
અંધકારમય હોય છે. આ વિભાગોમાં દુષ્ટમાં દુષ્ટ મનુષ્યો જ.
મરણ પછી આવે છે. સાધારણ માણસો મરણ પછી આ વિભાગોમાં

૫ આવતા નથી. ત્રીજો વિભાગ છે તે સ્થૂળ જીવનના જેવો જ લગભગ હોય છે. તફાવત એટલે જ હોય છે કે ત્યાં સ્થળ જીવનની જરૂરિયાતો હોતી નથી. સાધારણ રીતે આ વિભાગ ઉપર ઘણું મનુ ભરણ પછી થે યા વધારે વખત રહે છે. અહીં રહેવાના વખતનો આધાર એમની વાસનાઓ ઉપર આધાર રાખે છે. અહીં, ખરાબ વાસનાઓનું શુદ્ધિકરણ ઘેડી યાતનાઓ વેઠયા પછી થાય છે કે જેથી જીવાત્મા એનાથી ઉપરના વિભાગ માટે લાયકાત મેળવે અને સુખશાંતિ મેળવી શકે. ચોથા પેટાવિભાગમાં પ્રેતાત્માની હાલત સુખમય હોય છે, પણ તે સુખના પ્રકાર વિભિન્ન હોય છે. પાંચમા પેટાવિભાગમાં ખાસ કરીને બુદ્ધિશાળી જીવાત્માઓ વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. છઠ્ઠા પેટા વિભાગમાં ધાર્મિવૃત્તિના ભક્તો વધારે પ્રમાણમાં હોય છે. સાતમા પેટા વિભાગમાં જે જીવાત્મા કે જેમણે સ્થૂળ જિંદગી દરમ્યાન બીજા મનુષ્ય ઉપર સારી રીતે સત્તા ભોગવી હોય છે એવા અનાત્મવાદીઓ હોય છે. એટલું યાદ રાખવું જોઈએ કે “કામભુવન ના ઉપલા પેટાવિભાગો ઉપર જીવાત્માઓ એકમેક પ્રત્યે સહાનુભૂતિના નિયમ પ્રમાણે ખેંચાઈ જાય છે. પૃથ્વી ઉપર જેમ કર્મના આધારે જીવાત્માઓ એકમેકના સંબંધમાં આવે છે એવું ત્યાં નથી હોતું. બીજી વસ્તુ યાદ રાખવાની કે જીવાત્મા ઉપલા પિટાવિભાગ ઉપરથી નીચલા પેટાવિભાગ ઉપર આવી શકે છે, પણ નીચલા પેટાવિભાગનો રહેવાશી જીવાત્મા ઉપલા પેટા વિભાગને જોઈ શકતો કે જઈ શકતો નથી આ પેટાવિભાગો ઉપલા અને નીચલા લખ્યા છે; પણ એ ખરેખર એકમેકની ઉપર આવ્યો છે, એમ માનવું ભૂલભરેલું છે. આ પેટા- વિભાગે પહેલાં જણાવ્યું તેમ એકમેક સાથે ભળેલા હોય છે, પણ એમની સૂક્ષ્મતામાં ફેર હોય છે. એટલે જીવાત્માની વાસના જેટલી સૂર્મ થતી જાય છે તે પ્રમાણે એ વધારે સૂમ પેટા- ભુવન એટલે ઉપલા પેટાભુવનની સ્થિતિને પામે છે. :

K કામભુવન” ઉપર જીવાભા રહેવાના સમયનો આધાર એનામાં દુર્ગુણ કેવા અને કેટલા પ્રમાણમાં છે અને એની માનસિક હાલત કેવી છે તે ઉપર આધાર રાખે છે. જીવાત્મા પોતાની બધી શકિતઓ ધીમે ધીમે પિતાની અંદર ખેંચતો જાય છે અને જેમ જેમ વાસનાઓથી મુકત થતો જાય છે, તેમ તેમ એ કાગભુવન ના એક પછી એક પેટા વિભાગો વટાવતો જાય છે. દુષ્ટ અને સ્વાથી મનોવિકારો અને ઈચ્છાઓ જેમ જેમ ઓછી થતી જાય છે તેમ તેમ એ આગળ પ્રગતિ કરતે જાય છે, અને છેવટે એ જીવાત્મા કામશરીરને પાછળ છોડીને માનસિક ભુવન ઉપર જાગૃત થાય છે. જેમ સ્થૂળ શરીર છેડીએ છીએ ત્યારે આપણે એને “મૃત્યુ” કહીએ છીએ તેમ આ જીવાત્માનું બીજું “મૃત્યુ” કહી શકાય. જીવાત્મા જેટલું ઉચ્ચ કોટિનું જીવન જીવ્યા હોય તેટલું એને “કમભુવન” ઉપર થોડું થોભવું પડે છે. સાધારણ રીતે પાંચથી પચાસ વર્ષ આ જિંદગીનાં કહી શકાય. કામભુવન” ઉપર સાધારણ માનવી કે જેનામાં ખાસ દુર્ગણે નથી એ સુખી હોય છે. “કામભુવન” ઉપર એને જીવનની જરૂરિયાત જેવી કે: ખાવું, પીવું, આશ્રિતોને નિર્વાહ ક વિગેરે જવાબદારીઓ હૈતી જ નથી એટલે ધૂળ અંદગીમાં જે જવાબદારીઓ ચિંતા ઉત્પન્ન કરે છે તે ત્યાં હોતી જ નથી, એટલે સાધારણ રીતે જીવાત્મા સુખી હોય છે. આ લેકમાં એ મરજી પ્રમાણે ફરી હરી શકે છે, અને ઘણું નવું શીખી શકે છે, કારણ કે ધૂળ જીવનમાં જે મર્યાદાઓ જેવી કે આર્થિક સ્થિતિ, એક જયાથી બીજી જગ્યાનું છેટું (અંતર) વિગેરે હોય છે, તે ત્યાં નડતી જ નથી. એટલે જીવાત્મા ગમે તેટલું છે. અને ગમે તે જગ્યાએ જ્યાં એને મઝા પડે ત્યાં મરજી પ્રમાણે જઈ શકે છે, અને જે તે જાણી શકે છે. બીજું, સૂક્ષ્મ શરીરને થાક લાગતો નથી એટલે એ મર્યાદા પણ ત્યાં ઓછી. ઘણુ જીવાત્માએ એવા પણ હોય છે કે જે માનસિક ભુવનમાં યાને સ્વર્ગમાં જ્વાને લાયક થયા હોય છે; છતાં “કામભુવન” છોડતા નથી; કારણ કે “કામભુવન' ના ઉપલા પેટા વિભાગોની હાલત ઘણી સુખમય હોય છે અને ત્યાં પ્રવૃત્તિ મરજી મુજબ થઈ શકે છે. ન જવાના ઘણાં કારણો હોય છે, જેવાં કે જીવાત્માને પ્રવૃત્તિમય જીવન પ્રિય હોય છે, યા જવામાં પોતાના કાઈ વહાલા મનુષ્યના મરણ પછી આગમનની રાહ જુએ જાય છે. કહેવાનો આશય એ છે કે ઘણું મનુ અજ્ઞાનતાથી એમ માને છે કે “કામભુવન” કામશરીરમાં રહેલ જીવાત્મા હંમેશાં દુઃખો હોય છે, પણ ત્યાં એવું નથી. સાધારણ રીતે તે એ સુખી જ હોય છે. હવે પ્રશ્ને એ થાય છે. કે સુક્ષ્મ શરીરધારી શા માટે દેખાતો નથી, અને “કામભુવન” પણ શા માટે દેખાતું નથી. “કામ” શરીર અને ભુવન, ધૂળ ઇન્દ્રિયોથી જોઈ શકાતું નથી, કારણ કે આ ઈજિ અમુક જાતનાં જ આંદોલનને ગ્રહણ કરી શકે છે. જ્યારે “કામ” શરીર અને ભુવનનાં આંદોલન એટલા બધાં સૂક્ષ્મ હોય છે કે જેને સ્થૂળ ઈન્દ્રિય ગ્રહણ કરી શકતી નથી; આ સ્થિતિ આપણી ઈન્દ્રિની મર્યાદાને લીધે છે. આંદેલને ગ્રહણ કરવા માટે લાયકાત કેળવવાની જરૂર હોય છે. જે મહેનત કરવામાં આવે તે એ લાયકાત કેળવીને મેળવી શકાય છે. સાધારણ માનવીને કોઈક વખત સૂક્ષ્મ શરીરધારી દેખાઈ જાય છે કે જેને “ભૂત જોયું કહે છે. અહીં જે જોવામાં આવે છે તે Materialised થયેલ સૂક્ષ્મ શરીર હોય છે, એટલે એ ઝાંખું દેખાય છે. સામાન્ય રીતે, જેનાર મનુષ્યના શરીરમાંથી Material (પદાર્થ) લઈને ભૂત દેખાઈ શકે છે. અથવા જે જીવાત્મા તરકીબ જાણતો હોય તો પિતાની આજુબાજુથી Material ખેંચીને દેખા દઈ શકે છે. જે મનુષ્ય 2

૮
2
Medium (વાહક) હોય છે એમને વારંવાર “ભૂત દેખાઈ
શકે છે. જ્યાં “ભૂત”નો ઉપદ્રવ થાય છે ત્યાં ઘણે ભાગ તપાસ
કરતાં માલૂમ પડશે કે કઈ Medium (વાહક) હોય છે જ કે
જેની શક્તિને ઉપયોગ કરી “ભૂત” ઉપદ્રવ પેદા કરે છે. સામાન્ય
રીતે “ભૂત” જેને કહેવામાં આવે છે એ પણ સૂક્ષ્મ શરીરધારી
કામલકનો” રહેવાસી જ હોય છે.
હવે “કામલેકના ખાસ કરીને નીચલા પેટા વિભાગે કે
જ્યાં યાતનાઓ સહન કરવી પડે છે તેમાંથી જીવાત્માઓને મુકિત
કેવી રીતે મળી શકે તેનો વિચાર કરીએ. “કામ ભુવન”માં
રહેવા માટે “કામશરીર” ની જરૂર પડે છે. એ તો આપણે
સમજ્યા. જે આ “કામશરીર’ને નાશ કરવામાં આવે તે
જીવાત્મા એમાંથી છૂટીને સ્વર્ગમાં ચાલ્યો જાય. હવે જીવાત્મા
કામલેકમાં પણ સુખ ભોગવી શકે છે; પણું તે માટે એને
ઉપરના પેટા વિભાગોમાં રહી શકે એવું શુદ્ધ સૂક્ષ્મ શરીર હોવું
જોઈએ. સૂક્ષ્મ શરીર ઉપર ખરાબ ખાસિયતનાં પડ બાઝી ગયાં
હોય છે, એની શુદ્ધિની ખાસ જરૂર હોય છે. એ માટે જીવિત
સગાંસંબંધીઓ ધાર્મિક શ્રદ્ધાદિ ક્રિયાઓ અને બંદગી કરાવે
છે. આ યિાઓથી કામશરીરના ઘટ્ટ ભાગો જદી નાશ થઈ.
જાય છે. ક્રિયા વગરની ફક્ત બંદગી યા પ્રાર્થના કર્યાથી પણ
જીવાત્માઓને મુકિત આપી શકાય છે, પણ તે માટે પ્રાર્થનાની
પાછળ એકાગ્રચિત્ત અને નિશ્ચય (will power) શકિત જોઈએ,
કારણ કે એવી પ્રાર્થનાથી એક “વિચાર રૂપ” પેદા થાય છે અને
જે જીવાત્મા માટે પ્રાર્થના કરવામાં આવી હોય ત્યાં એ “વિચાર
રૂપ” (thought form) જાય છે અને તેને મદદ કરે છે. આ
પ્રમાણે પ્રાર્થના ચાલુ થવાથી રહેવાથી જીવાત્માને ઘણું જલી
મુક્તિ આપી શકાય છે. મુકિત માટે જીવાત્માના મનની હાલત
:

W) પર પણ આધાર રહે છે. જીવાત્મા જે આ બધી વસ્તુઓ સમજતો હોય તો એ પિતાના મન ઉપર કાબુ મેળવી લે છે અને યાતના- ઓમાંથી ઝટ મુકિત મેળવી લે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ બધું લખ્યું એ ખરું છે એની ખાત્રી શી ? મુખ્યત્વે મનુષ્ય મરણ પછીની સ્થિતિથી અજ્ઞાત છે; કારણકે સામાન્ય માણસને એની અંગત ખાતરી થતી નથી, પણ આપણા જીવનમાં ઘણી એવી બાબતો આપણે માનીએ છીએ કે જેની અંગત ખાત્રી થઈ હોતી નથી. જેમ પાણીમાં સૂક્ષ્મ જીવાત હોય છે એ સામાન્ય રીતે આપણે જોઈ શકતા નથી. એ જોવા માટે ખાસ પ્રકારના કાચના સાધનની જરૂર પડે છે. તે પ્રમાણે જ સૂકમ શરીરધારીઓને જોવા માટે સૂક્ષ્મ દષ્ટિ અને સૂક્ષ્મ શ્રવણ -શક્તિની જરૂર હોય છે. એ મેળવવા માટે મહેનત કરીને લાયકાત કેળવવી પડે છે; પણ એ દરેક માટે શકય નથી, પરંતુ જેમ આપણે ઘણી વસ્તુઓ બીજાઓએ સાબિત કરી છે એ આધારે માન્ય રાખીએ છીએ; તેજ પ્રમાણે કામલેક’ નું પણ નિરીક્ષણ વિશ્વ- દષ્ટિવાળાઓએ (clairvoyance) કર્યું છે અને એવા મહાત્માઓએ જે કહ્યું છે તે ન માનવાનું કોઈ કારણ નથી અને આવા નિઃસ્વાથી મહાત્માઓને જૂઠું બેસવાનું પણ કોઈ કારણ નથી. તે છતાં હવે તો અમુક સાધન સહેલાઈથી મળી શકે છે કે જેની સહાયથી પર- લોકગત છવામાઓ સાથે વાતચીત કરી શકાય છે. વળી જે કોઈ શક્તિશાળી મીડીયમ હોય તો તેની સહાયથી જીવાત્મા Materialise (ધૂળ) થઈ શકે છે અને સામાન્ય મનુષ્ય તેને જોઈ પણ શકે છે, પણ એવા મીડીયમ ભારતમાં કોઈ નથી. ગુપ્ત હોય તો ખબર નથી; છતાં વાતચીત તે નિઃશંક થઈ શકે છે. વાતચીત કરવા માટે મુખ્યત્વે ત્રણ પાયાનું ગોળ ટેબલ, લાનેટ અને સ્વયં- લેખનને ઉપગ હાલમાં થાય છે. આ રીતે વાતચીત મુંબઈમાં ૧૨ એના જેર પ્રમાણે યાતનાઓ સહન કરાવે છે; પણ એ યાતનાઓ કર્મના ફળ રૂપે છે એમ સમજવું ભૂલભરેલું છે. “કામભુવન ના ઊંચા તબકકાઓ ઉપર જીવન જીવવા માટે જીવાત્માએ અનુકૂળ સ્થિતિ પ્રાપ્ત કરવી પડે છે અને એ સુખમય જીવન માટે જે માનસ ઘડાવું જોઈએ તેના ઘડતર માટે જે ખરાબ આદત અને વાસનાઓ સૂક્ષ્મ શરીરમાં એક ઘટ રૂપમાં સંચિત થઈ ગઈ હોય છે તેને જીવાત્માએ છોડી દેવી પડે છે અને એ યિા “યાતના રૂપે દેખાય છે. જ્યારે જીવાત્મા એ વાસનાઓને દાબી દે છે અથવા કડવા અનુભવે નિરર્થક સમજે છે અને તેને તજી દે છે કે તરત એ છવામાં યાતનામય જીવન- માંથી મુક્તિ મેળવે છે. માટે સામાન્ય માનવીએ એટલી જ કાળજી લેવાની જરૂર છે કે એમની જીવનની આદતો અને ઇરછાઓ એકદમ જોરદાર ન હોવી જોઈએ અને એ એક જાતના પ્રબળ વ્યસનમાં પરિણમવી ન જોઈએ. ટૂંકમાં, એ ઈચ્છાઓ “વાસના ન થવી જોઈએ. જો એમ થાય તો જ મરણ પછી એ વાસનાને ખંખેરી નાંખવા માટે અમુક દુઃખદાયક સ્થિતિઓમાંથી પસાર થવું પડે છે, જેથી શુદ્ધિ (Purification) થઈ જાય. દરેક મનુષ્ય મરણ પછી “કામભુવન” ઉપર વસવાટ કરવો જ પડે છે, કારણ કે દરેકને કાંઈને કાંઈ ઓછાવત્તા પ્રમાણમાં “વાસના” તે હોય છે જ. બીજે જન્મ ના લેવો પડે એને માટે મનુષ્ય એકદમ કઠણ તપશ્ચર્યાવાળું જીવન જીવે એ જુદી વાત છે. પણ બીજે જન્મ ટાળવો એ છે? –એ એક સવાલ છે; કારણ કે માનવ જાતની પ્રગતિ માટે જે શુભકર્મો સ્થૂળ જીંદગીમાં થઈ શકે છે તે બીજાં ભુવને ઉપર એટલી સારી રીતે થઈ શકતાં નથી અને એ જ કારણસર ઘણું જીવનમુક્ત આત્માઓ પોતાની મરજીથી બીજે જન્મ લે છે. ટૂંકમાં મરણ પછીની હાલતની ચિંતામાં માનવીએ વધારે પડતું સખત જીવન જીવવાની જરૂર નથી. સીધું સાદું, અને સ્વાભાવિક જીવન જીવવાથી મરણ પછીની હાલતની ૧૩ ચિંતા રહેતી નથી એ હકીકત છે; અને ઉપર જણાવ્યું તેમ મરણ પછીથી છવામાનો ઘણો ભાગ સુખમય હોય છે જ. સ્વર્ગસ્થ પંડિતજીનો અંગત પરિચય મને થયું નથી એ એક કિમનસીબી કહી શકાય છતાં એમના પ્રત્યેગે વાંચતાં લાગે છે કે એમને દિવ્યદૃષ્ટિ અને શ્રવણશકિત (Clairvoyance & Clairaudience) પ્રાપ્ત થઈ હોવી જોઈએ. આ શક્તિ મનુષ્ય જેમ જેમ -વધારે આધ્યાત્મિક પ્રગતિ કરતો જાય છે તેમ તેમ કુદરતી પ્રાપ્ત થતી જાય છે. મારા માનવા પ્રમાણે આ શક્તિ એમણે શુદ્ધ સાત્ત્વિક જીવન જીવીને અને પ્રપંચરહિત પ્રામાણિક જીવન-વ્યવહાર રાખીને પ્રાપ્ત કરી હોવી જોઈએ. જો કે આ શક્તિ યોગિક ક્રિયાઓ દ્વારા પણ પ્રાપ્ત થઈ શકે છે. એમનો અંગત પરિચય મને નહિ હોવાથી કઈ પદ્ધતિથી આ શક્તિ એમને પ્રાપ્ત થયેલ છે. તે કહી શકું તેમ નથી, --

અરણ પછીની જીવની ગતિ વિષે વિચાર
લેખક :-શ્રી હરિકૃષ્ણ છે. ઉપાધ્યાય, સિદ્ધપુર
વિદિક વાડ્મયમાં જીવન ચોર્યાશી લાખ યોનિઓમાં ભટકવું
પડે છે એમ કહેવું છે. આ નિઓ કઈ અને તેનું વર્ગીકરણ
કેવું છે તે વિષે પ્રથમ આપણે વિચારીશું.
મનુષ્યોનિ મળતા પૂર્વે જીવભાવની ઉત્પત્તિ થતાં જીવાત્માને
ગુણ અને પ્રકૃતિના સ્પન્દનથી ઉત્તરોત્તર ઉભિ જ, અંડજ
અને જરાયુજની નિઓમાંથી પસાર થવું પડે છે. ઉભિ
અથવા સ્થાવર નિની સંખ્યા વીસ લાખની છે. અંગ્રેજીમાં એને
Vegitable Kingdom કહે છે. ઉસિનિ પછી જીવ રવેદનિ.
કે જેને અંગ્રેમાં Germ Kingdom કહેવામાં આવે છે તેમાં પ્રવેશ
કરે છે. આ નિની સંખ્યા અગિયાર લાખની કહેવામાં આવે છે.
'સ્વેદજાનિમાંથી પ્રગતિ કરી જીવ અંડનિ જેને અંગ્રેજીમાં
Eggworm Kingdom કહે છે. તેમાં પ્રવેશે છે; આ યોનિની
સંખ્યા ઓગણીસ લાખની છે. આમાં નવ લાખ જળચર અને
દશ લાખ સ્થળચર અથવા ખેચર હોય છે. અંડજ પછીની જરાયુજ
Shekworm Kingdom નિની સંખ્યા ત્રીસ લાખની છે.
તેમાં ક્રમોન્નત ઉત્પત્તિ થયા બાદ જીવ મનુષ્યયોનિને પ્રાપ્ત કરે છે.

આ ચારે જાતની નિઓ ભેગનિ કહેવાય છે અને જીવ મહાપ્રાકૃત્તિક રૂપબ્દનના કારણે મોન્નત થાય છે; પરંતુ મનુષ્ય- નિ પ્રાપ્ત કર્યા પછી જીવમાં બુદ્ધિ અને અહંકારનો વિકાસ થવાથી તેનામાં સારાસારને વિચાર કરવાની જે શક્તિ હોય છે તેનાથી તે પોતાના વિકાસ કે અવરોધના કારણ રૂપ કર્મબંધન ઉત્પન્ન કરી ઊંચકે નીચ કેટિની ગતિને પ્રાપ્ત કરે છે. મનુષ્યત્વ પહેલાંની તમામ નિએમાં તે જીવને માત્ર નિત વિકાસ જ સુચવાયેલું છે; કારણ કે તેનામાં બુદ્ધિ અને અહંકારનું તત્વ વિકાસ નહિ પામેલું હોવાથી તે મહાપ્રકૃતિના અખલિત અને ઉન્નત પ્રવાહને જ આધીન રહે છે. આ ઉપરથી જીવાત્માની મૃત્યુ પછીની અને જન્મ પહેલાંની ગતિને વાંચકાને સહેજે ખ્યાલ આવી શકશે. આ શાસ્ત્રોક્ત વિવેચન ઉપરથી પરલેક અને તેમાં થતી જીવની ગતિ વિષે આપણે સમજી શકીશું કે મૃત્યુલોક સિવાયના બીજ ઘણું લક લોક છે અને તેમાં સારાં કે નરસાં કર્મ પ્રમાણે ઉચ્ચ. કે નીચ લેકમાં જીવાત્માની ગતિ થાય છે. સાધારણ રીતે દરેક પ્રાણીની ઉત્પત્તિને ક્રમ આપણે જાણીએ છીએ; તેમ છતાં એકજ રીતથી ઉત્પન્ન થતાં પ્રાણીઓના જીવન પ્રસંગે, રૂપ, રંગ અને વિકાસ એકસરખાં જોવામાં આવતા નથી. આ ભિન્નતા પાછળનાં કારણે વિચાર કરવામાં આવે તો સ્પષ્ટ જણાશે કે તે ભિન્નતા સંસ્કારજનિત અમુક અગોચર અકાર્ય નિયમને આભારી છે. આ નિયમ તે ગુણ અને પ્રકૃતિજન્ય કર્મને નિયમ હોય છે. મનુષ્યનો જન્મતાં જ તેનાં સંચિત કર્મો અને પ્રારબ્ધ કર્મોને અનુલક્ષીને વિકાસ થાય છે. આ ઉપરથી એમ સ્પષ્ટ થઈ જાય છે કે જન્મ પહેલાં જીવનું અસ્તિત્વ હતું અને તે પ્રકૃતિજન્ય ગુણ–દોષ સાથે શેપ કર્મો ભોગવવા માટે ફરી જન્મે છે. છે ૩ હવે જન્મ કોણ પામે છે તે જાણવાની ખાસ જરૂર છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં જોઈશું તો કયાંય પણ નહિ દેખાય કે જીવ મરે છે કે જન્મે છે. ગીતામાં જીવન માટે તો કવ્ય, કવિનાશી,કરમાં, નિરવ સનાતન અને પુરાણ વગેરે વિશેષણ શ્રીકૃષ્ણચંદે વાપર્યા છે. વૈદિક વાડ્મય વાગોળવાથી સમજાય છે કે જીવ તો શિવને સનાતન અંશ છે. તે જન્મતો નથી તેમ મરતે પણ નથી તથા કમ કરતો નથીએટલે તેનાં ફળ સુખ-દુઃખ ભોગવવા અનેક યોનિઓમાં તે ભ્રમણ પણ કરતો નથી. શુદ્ધ સ્વરૂપે તેનું નામ આત્મા છે અને આત્મા તે સર્વવ્યાપક હોઈ કયાં આવે કે જાય? આવો શુદ્ધ આત્મા ઈશ્વરની માયાને લીધે, અંતઃકરણમાં પિતાનું પ્રતિબિંબ જોતાં પિતાને અંત:કરણ ૫ માની લે છે અને સુખદુઃખના ભોગ જે અંતઃકરણના ધર્મ છે, તેને પોતાના માની લઈ પિતે સુખી દુઃખી થાય છે; આથી તે જીવ કહેવાય છે. કર્મને કર્તા આમ નથી; પણ અંતઃકરણ જ આત્માની ચેતન સત્તાથી ચેતનવંતું બની સ્થૂળ-સૂક્ષ્મશરીર દ્વારા બધાં કર્મ સંપા- દન કરે છે. પરમાત્માને જ શુદ્ધ સનાતન અંશ આત્મા દેહમાં આસક્તિ થવાથી અવિદ્યાને લીધે પોતાને દેહરૂપ માની લે છે. એટલે કે તેને દઢ દેહાધ્યાસ થઈ જાય છે અને છવભાવને પામી સંસાર નાટકનું એક પાત્ર બની જાય છે. છવભાવને પામેલ આત્મા જન્મ પહેલાં કે મરણ પછી પણ હયાત હોય છે. મરણ એટલે તે મહાનિકા. આખો દિવસ રમી- કૂદીને આપણે સુઈએ છીએ. આ નિત્યની નિદ્રા એટલે લધુ ભરણ! સંપૂર્ણ જીવનના ધમપછાડા પછી દરેક જીવ નિદ્રાદેવીની ગોદમાં શયન કરે છે. ટૂંકામાં મૃત્યુ એટલે વસ્ત્ર બદલવું તે..

પ્રત્યેક જીવ માટે આ પરિવર્તન સ્વાભાવિક અને મંગલમય છે. ગત જેનેનાં અનેક કર્મોને વશ બનીને જીવ ભેગાયતન દેહ ધારણ કરે છે અને પ્રોફેબ્ધ કર્મો ભોગવી, દેહ તજી એ પરલેકમાં પહોંચે છે. ત્યાં એ કર્માનુસાર નિશ્ચિત સમય સુધી રહીને પછીથી વિવિધ કર્મોથી જુદો જુદી નિઓમાં સ્વસંસ્કાર અને વાસનાનુસારે જન્મ પામે છે. આમ જીવાત્મના આવાગમનનું ચક્ર ચાલુ રહે છે. જે જીવાત્મા જ્ઞાનાગ્નિ દ્વારા પાપપુણ્યાદિ કર્મોની વાસનાને દધ કરી, તેના સંબધેથી છૂટે છે તો જ તે મુક્તિ અધિકારી બને છે. મરણ પછી જીવની વર્ગ, નરક, મનુષ્ય અને તિર્થક (-પશુ-પક્ષી) એવી ચાર ગતિ છે. પિતાનાં કરેલાં કર્માનુસાર જીવ ગમે તે એક ગતિમાં જાય છે. દેવી સંપત્તિવાળા જીવાત્માઓ દેવગતિને પામે છે. આ દેવગતિના પણ ઘણા વિભાગો છે. આસુરી સંપત્તિવાળા અસુરગતિને પામે છે. દેવલોક અને અસુરલોકના સાત ઊર્વલક અને છ અધક, વચ્ચેને મૃત્યુલેક–એમ મળી કુલ ચૌદ લેનું એક બ્રહ્માંડ થાય છે. આવાં અસંખ્ય બ્રહ્માંડ અવકાશમાં વિદ્યમાન છે. ત્રિગુણાત્મક પ્રકૃતિના કારણે જીવસૃષ્ટિ પણ સત્વગુણ, રજોગુણી અને તમે ગુણ હોય છે. સત્વગુણ છવામાં સંપૂર્ણ સુખમય દશાને પ્રાપ્ત થાય છે અને રજોગુણું તથા તમે ગુણી પ્રેતદશામાં જાય છે. જુદી જુદી વાસનાઓમાં ફસાયેલે જીવ પ્રત- સ્વરૂપે એટલે કે સુક્ષ્મ શરીર દ્વારા ઊધ્વની છેલ્લી કક્ષાથી મૃત્યુલેક સુધીના અંતરમાં ભટકતો રહે છે, જેને આપણે ભૂતાનિ કે પ્રેતાનિ કહીએ છીએ.

આજે તે પરલેકવિલા દ્વારા પરગત જીવાત્માઓ સાથે વાતચીત થઈ શકે છે. મરણ પછી જીવન છે એ હકીકત છે. પૂ. પંડિત શ્રી. મેક્ષાકરજીનો અનુભવ–આત્મા અમર છે, ઈશ્વરનું અસ્તિત્વ છે, પૂર્વજન્મ છે, પુનર્જન્મ છે, પરલેક છે, પ્રેતસૃષ્ટિ છે, જીવાત્માઓનાં જન્મ-મરણ કર્મને આધીન છે, ર્મના નિયમ અવિચલ અને અકાય છે. કર્મફળ ભેગાવ્યા વિના જીવાત્માઓને છૂટકારે નથી- અક્ષરશઃ સત્ય છે. પરલેકવિદ્યાથી આજે એટલે ફાયદો થયો છે કે સગાંવહાલાંઓને મૃત વ્યક્તિને કાયમનો વિયોગ. જણાતો નથી. “પરલેકગત જીવાત્માઓ”ના ભાગોનું પ્રકાશન જિજ્ઞાસુ જનોને ઘણે લાભ આપશે એવું માનવું છે. g !

! – ઉપદ્યાત મુ. સાક્ષરશ્રી ચુનીલાલ વર્ધમાન શાહે “જિંગર અને અમી નામનું પુસ્તક બહાર પાડેલું છે, એટલે ઘણા લેકે આજે “જિગરને . જાણે છે; કારણ કે તે અમદાવાદમાં પંડિત મોક્ષાકર વિશ્વબંધુ તરીકે પાલડી પાસે ભગવાનનગર સોસાયટીમાં હયાત હતા. એમને દેહવિલય તા. ૯-૮-૧૯૫૮ના રોજ થઈ ગયું છે. પંડિત મલાર ઉર્ફે વિધ્વંભરે પિતાની સમગ્ર જીવનનેધ લખેલી છે. એક નોટનાં ચારસે પચાસ પાનાંથી વધારે એવી દસ નોટો ભરીને તેમણે આપવીતી તદ્દન નગ્નરૂપે રજુ કરી છે. કેટલાક પ્રસંગે તો લેકિન માનવામાં પણ ન આવે એવા આલેખાયા છે, પણ જે લખ્યું છે તે સત્ય છે એમ તેમના સત્સંગથી સમજાય છે. પ્રત્યક્ષ દર્શાવી શકાય એવી આ બાબત નથી. માનવું યા ન માનવું તે હરેકની ઈચ્છા પર અવલંબે છે. સંસારના ઘણું વિષયો વિષે વિચારોમાં મતભેદો ક્યાં નથી હોતા ? આમાંની ઘણી ઘટનાઓને ઉલ્લેખ “જિંગરે પોતે જ કર્યો છે અને અમે પણ પ્રેતાત્મવિદ્યાની. સત્યતા અનુભવીને જ જગત આગળ મુકવા પ્રેરણા પામ્યા છીએ. કેઈના ન માનવાથી અમારો સત્ય અનુભવ કઈ તથ્યહીન બનવાનો નથી. આ રીતે, આ પુસ્તક પ્રકટ થવાથી જિંગની અભિલાષા પૂર્ણ થઈ એથી અમે સંતોષ સાથે આનંદ અનુભવીએ છીએ. આ પુસ્તકમાંના પ્રકાશિત પ્રસંગે વિશ્વભરનાથના કહેવાથી જ આ રીતે જગજાહેર કરવા હું તત્પર બન્યો છું. તેમાં રહેલો ભાવ, તેમનું સંયમી જીવન, તેમની નિખાલસતા તથા પ્રામાણિકતાને લેકે દાખલો લે અને પોતાનો મનુષ્યદેહ સત્કર્મોનાં ભાતાંથી સાર્થક કરે એ જ હેતુ આ પુસ્તકના પ્રકાશન પાછળ છે. ભરણ પછી જીવન છે, અને વાતચિત શક્ય છે, એ જિગરનું સ્વાનુભવપૂર્ણ કથન છે, માટે મનુષ્યોએ જીવિત અવસ્થામાં એવી, ભાવનાઓ ન સેવવી જોઈએ, બંધનકારક કર્મો ન કરવો જોઈએ, કે જેથી મરણોત્તર જીવન દુઃખદાયી નીવડે. કુદરતના કાયદાઓ અફર છે, પાપકર્મોનું ફળ દુઃખ અને સત્કર્મોનું પરિણામ સુખ હોય છે. કુળ પ્રાપ્ત કરવામાં માણસ પરતંત્ર છે. માણસ ધારે કાંઈી અને થાય કાંએવું જગતમાં બને છે. આજ નહિ કાલે, કાલ નહિ તો. બીજે, ત્રીજે કે ગમે તે જન્મ જગન્નિયંતા શ્રીહરિના કર્મફળના નિયામક જીવને સુખદુઃખાદિ પ્રસંગે આપે છે જ. આ પ્રકારની સુવ્યવસ્થા હેવાથી જ જગતનું તંત્ર ચાલી રહ્યું છે. કરેલ કર્મોને હિસાબ, જ્ઞાની કે અજ્ઞાની દરેકને આપ પડે છે. જ્ઞાની હસતાં. ભોગવે છે ત્યારે અજ્ઞાની હાયહાયના પોકારો પાડી દુઃખ સહી છુટકારો પામે છે. જિગરનું ઇંવન ખરેખર અદ્દભુત સાહસેથી અને દૈવી સહાયથી ભરપૂર છે. જોકે આ વાંચે અને નિર્મળ પ્રેમનો મહિમા સમજી શ્રીહરિ સાથે સારો સ્નેહ સાંધતા શીખે તો આ લેખનશ્રમ સાર્થક થશે તથા જિગરનો ય અંતરાત્મા પ્રસન્નતા અનુભવશે. જીવ એકલે આવ્યો છે અને એકલો જ જનાર છે. મનુષ્ય પ્રેમ, વર્તમ, – પ્રેમ, પુત્ર–મિત્ર વગેરેને પ્રેમ જન્મમરણના ચક્કરમાં પાડનારે હોવાથી જીવાત્માએ પરમકૃપાળુ પ્રભુ સાથે સીધો સંબંધ બાંધવો, જેથી સાચું શ્રેય થાય– જિગરનો લેકને આવો સંદેશ છે. આ પુસ્તકમાંની વિગતો લોકોને અનેક રીતે માર્ગદર્શક નીવડવાની અમોને ખાત્રી હોવાથી, પૂ. પંડિતજીની અનુજ્ઞાથી જ, 1 તેમનાં લખાણોનું સમારકામ કરી, તેમના તાત્પર્યને જનતા સરળ રીતે સમજી શકે તેમ, બાબતોને યથાસ્થળે છે, લેકચિને અનુરૂપ બનાવી છે. આશા છે, સુજ્ઞજનો તર્કવિતર્કથી પર બની, નીરક્ષીર- વિવેક દ્વારા આનો લાભ ઉઠાવશે જ. છે જોતજોતામાં પ્રથમ ભાગની ૩૦૦૦ પ્રતે ખપી જવાથી અને માંગ વધવાથી, એક અતિ ગુપ્ત સેવાભાવી પરમ સ્નેહીની પ્રેરણાથી આ બીજી આવૃત્તિ પ્રકટ કરી છે. પ્રથમ ભાગનો મરાઠી અનુવાદ “હિણી” માસિકમાં મે, ૬૦ થી સપ્ટેમ્બર, ૬૦ સુધી–સંપાદક – શ્રી. વસંત કાણેઃ ઠે. લક્ષ્મી રોડ, વિશ્રામધામ, કોમનવેલ્થજવળ, પુના ૨ – ફેન ૬પ૯, શ્રી. મોહનલાલ બંસીલાલ દાયમા (શેણ જિ. નાસિક) એ કરીને ગયા વર્ષે છપાવ્યો છે તે પણ મહારાષ્ટ્રમાં કપ્રિય થયો છે. મરણ પછીના જીવનથી વાકેફ રહેવા ઈચ્છનાર - દરેક ધર્મવાળાઓએ આ પુસ્તકના પ્રકટ થયેલા પાંચે ભાગે વાંચવા જરૂરી છે. રૂતિ શિવમ્ 4. ભારતી કાર્યાલય, વિનીત વડનગર, (ઉ. ગુ.) વિ. પ્ર. ઉપાધ્યાય કે

ટીપ-પેજ નં. ૮૫ “સુંદરવાળે પ્રસંગ કલ્યાણીની આગળ સમજવો.
પેજ નં. ૯૩ લીટી ચારમાં માસ્ટરજીનું નામ છોટાલાલ
જીવણલાલ (વિશ્વવંદ્ય) સમજવું.
(

– અનુક્રમ – ૮ ૧૭ ૨૦ ૩૫. ૩૯ છે , રે લેખક અને પ્રકાશક તરફથી મરણ પછીના જીવન પર પ્રકાશ મરણ પછીની જીવની ગતિ વિષે વિચાર ઉપધાત ૧ મારું મંતવ્ય ૨ મહતવની નોંધ સાવધાન ૪ ગેબસૃષ્ટિના મારા અનુભવ ૫ પીર સાહેબની સવારી ૬ એક..પાવનકારી પ્રસંગ ૭ ભૂતની ઉજાણી ૮ વિલાસ–ગુલ ૯ વસુમતી ૧૦ કલ્યાણ ૧૧. સુંદર ૧૨ મુરબ્બી...શ્રી. વિશ્વવંદ્ય ૧૩ માયાવતી ૧૪ પીર સૈયદ લાલન સાહેબ ૧૫ કવિ શ્રી. કાન્ત ૧૬ સર ઓલિવર ફેંજ ૧૭. શ્રી. તિલક મહારાજ કેટલાક અભિપ્રા •., -૪૪ ૬૫ ૭૮. ૮૫ ૧૦૪ ૧૧૨ ૧૧ ૧૨૭ ૧૩૮ W •

પરલેકગત જીવાત્માઓ
સાગ, ૧,
વિ, પ્ર. ઉપાધ્યાય

* મારું મંતવ્ય શેકસપિયરના હેન્સેટ નાટકમાં ભૂતને પ્રસંગ જ છે. શેકસપિયર જેવા એક મહાન કવિ, તત્વજ્ઞ અને સમાજસુધારકે પણ પ્રેતાત્મા સંબંધી ઘટના વર્ણવીને સારી રીતે સિદ્ધ કરી બતાવ્યું છે કે અપમૃત્યુથી મરણ બાદ વાસનાવાળા જીવ પ્રતયોનિમાં આવે છે અને એવાં હલકાં ભૂત-પ્રેત વેર પણ લે છે. શેકસપિચર કૃત મર્ડર ઓફ સીઝર’ નામના નાટકમાં ય આપશાચિક હકીક્ત સેંધાયેલી છે. વળી ભૂત અને પ્રેતોની માન્યતા તે અનાદિ કાળની છે. મહાભારતને કૌરવ–પાંડવ યુદ્ધ સમયે ભૂત-પ્રેત-પિશાચ, યક્ષ, ચુડેલ, ડાકણ, શાકિની વગેરે શું કરે છે તેનું વર્ણન છે. રામ—રાવણના યુદ્ધ સમયમાં પણ એવું વર્ણન આવે છે. બીજે પણ જ્યાં જ્યાં યુદ્ધ ખેલાય છે ત્યાં ત્યાં આ ભૂત-પ્રેતો પિતાને મનગમતા ખેલ ખેલીને આનંદપૂર્વક ઉજાણી ઉજવે છે. વળી ભગવાન શંકર તો ભૂતનાથ કહેવાય છે. શ્રી. પુપતવિરચિત શ્રી મહિમ્નઃ સ્તોત્રમાં તો રમાવાની wiદા જિલ્લા: લાઃ” કહીને પશાચિક સેનાને સ્મશાનવાસી સદાશિવની ખાસ સંબંધવાળી સમ- જાવી છે. એકાગ્રતાપ્રેમી જ્ઞાની, વિરાગી સ્મશાનવાસી ભૂતનાથ ર ભગવાન ભવાનીપતિને તે હું અત્યંત શ્રદ્ધા-ભક્તિપૂર્વક માનું છું, પૂજું છું, ભજું છું. મને નથી સમજાતું કે લોકે કઈ દષ્ટિથી પુસ્તક વાંચે છે કારણ કે મહાગુજરાતના યશસ્વી સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશી ગુજરાતનો ઈતિહાસ, નવલકથા દ્વારા રજુ કરે છે. ગુજરાતનો નાથ”. માં એ કીર્તિદેવના હાથે કાળભૈરવની આરાધના કરાવે છે. સ્મશાનમાં કાક ભટ્ટને તે સાથે લઈ જાય છે. સ્મશાનનું દશ્ય જોઈ કાક ડરે છે; છતાં કીર્તિદેવની હિંમતથી સાથે રહે છે અને બીજી વખતે કાક કાળીચૌદશની ભયંકર રાત્રે સ્મશાનભૂમિમાં જઈ કીર્તિદેવનું ફળ અને માબાપ કોણ છે તે વૈતાલ દ્વારા જાણી લાવે છે. એટલે કીર્તિદેવ મુંજાલને પુત્ર છે એમ સિદ્ધ થાય છે મને તે અજાયબી થાય છે કે આજકાલના ભણેલા-ગણેલા યુવક અને યુવતીઓ આવાં પુસ્તકની હદપારની પ્રશંસા કરે છે; છતાંય ભૂત–પ્રેતની માન્યતાને વહેમ ગણે છે! આનું કારણ મને સમજાતું નથી. હું વીસ વર્ષથી અનુભવ કરી રહ્યો છું કે ભૂત-પ્રેત બેલે છે, સારી રીતે વાત કરે છે, પોતાની દશા પણ વર્ણવે છે. લેકે પ્રશ્ન છે કે શું બધા જ મરીને ભૂત-પ્રેત થતા હશે? જવાબમાં હું જણાવું છું કે સારી કે ખોટી વાસનાને આધીન જે જે છે તે તમામને વાસના–લિંગદેહ મળે છે જ. કેટલીક મૃત વ્યક્તિઓને એવા પ્રયોગો પણ મેં કર્યો છે જેઓ આકર્ષાઈને આવ્યા નથી. તેઓ કેમ પ્રતાવાહનથી નથી આવ્યા તે હું શું જાણું? તેમના કર્માનુસાર કદાચ તેમને ક્યાંય જન્મ પણ મળ્યો હોય! તેમને કેમ જન્મ મળે અને અમારા ગુર–વડીલેને, સમાજસેવકને, દેશનેતાઓને, પૂજ્ય સંત-મહંત-મઠાધીશે–મંડળેશ્વરે કે સાધુ– સંન્યાસીઓનો જન્મ કેમ ન થયે અથવા એમની સદ્ગતિ કે. ૧ વૈકુંઠવાસ કેમ ન થયે–એ બધાને ઉત્તર હું અપ શી રીતે આપું? મને તો વાસનાવાળા સૂક્ષ્મ જીવોનો જે અનુભવ થયો છે તેની વાત હું માત્ર કરી શકું. કોઈના કપાળ, વદન કે બદનની સુંદરતા ઉપરથી માણસની સારી બેટી વાસનાઓનો અનુભવ નથી થતો. દુનિયાથી અજ્ઞાત એવો પ્રમાણિક જીવનવાળા દરિકી, દયાળુ દામોદરને દયાપાત્ર બની મુક્તિ મેળવી લે છે ત્યારે નામ-દામસામને ચાળે ચઢેલા અવનવા ટંટ કરતા સરકારી કે બીનસરકારી આધુનિક સાધુ સંત-મહંત કે સંસારીજન ચેર્યાશીના ચક્કરમાં પડેલા દેખાય છે. ભક્તિના માર્ગમાં ત્રિરાશિનો હિસાબ લાગુ પડતો નથી. તિલક, માળા, કઠીવાળા પ્રભુને ત્યાં પ્રથમ પ્રવેશે એ ધારે કાંઈ છે નહિ. ટૂંકમાં, ચેલાઓની ચાદરે ઓઢનારા, એમને અવળે રસ્તે દોરનારા, એમના મેવા-મિષ્ટાન્ન, દૂધ-ઘી આરોગી, પિતાનાં આખ્યાન, વ્યાખ્યાનકે પ્રવચનમાં વાસનાને વશ રાખવાની જ્ઞાન-ધ્યાન-વૈરાગ્યની માત્ર વાતો કરતા ધૂર્તો પ્રેતયોનિમાં જ આવે છે. હવે સ્પષ્ટ થઈ ગયું કે નિર્વાસનાવાળો કોણ છે તે કાળી કે પેળી ચામડી જોઈને કશું જ સમજાતું નથી. જ્ઞાન-વિજ્ઞાનની વાત કરનારા વિવિધ ધર્મને પંડિત, શાસ્ત્રી–બુવાઓ, કથાકારે, કહેવાતા સંત-મહાત્માઓ, લાખોને સન્માર્ગે દોરનારા, પૂજ્યતમ ગણાતા આચાર્ય અને ઉચ્ચ શ્રેણીના દેશનેતાઓને સુદ્ધાં જ્યારે મેં આ મારી અનુભૂત ગેબીસુષ્ટિમાં આવેલા જોયા છે ત્યારે મારા ઘણુ સવાલેનું સમ્યગ સમાધાન તેમનાથી થતાં સનાતની શાસ્ત્રોના સિદ્ધાન્ત પ્રત્યે મને ખૂબ ભાન ઉપર્યું છે અને પરલેકવાસી શાસ્ત્રજ્ઞ સૂક્ષ્મ શરીરીઓને ઘમંડ પણ પછી ઘટયો છે. તેઓ પણ શાસ્ત્રોના રહસ્યને સમજી, માન આપી, નવજીવન પ્રાપ્ત કરવા માટે પ્રભુપંથે પ્રયાણ કરતા રહી ઈશ્વરપ્રીત્યર્થે કર્તવ્ય બજાવી કર્મબંધનમાંથી મુક્ત થાય છે ૪ એવો ભાર સત્ય અનુભવ છે. મારા અનુભવ પ્રત્યક્ષ છે, હું તે કેને, કઈ રીતે બતાવું? જગતને એને અનુભવ ન થાય અને એથી એ ન માને તેમાં મારે શું? દરેકને મનાવવાનો મેં કાંઈ ઈજા રાખ્યો નથી. અમુક બાબત આખું જગત માને જ એવો હઠાગ્રહ પણું યોગ્ય નથી. બુદ્ધિવાદના આ યુગમાં સૌ પોતપોતાની માન્યતામાં સ્વતંત્ર છે. “જિગર અને અમી”માંની હકીકત તદ્દન કાલ્પનિક કહેનારાં પણ આજે કયાં નથી ? મારા સત્ય અનુભવો આવા અસંતપી લોકોને ગળે ઊતારવા શું હું એમને ઘૂંટણીએ પડી, ખૂબ ખુશામત કરું? મારા પરિચિત કે અપરિચિત લોકો મને દબી, કાલ્પનિક, ધૂની, પ્રપંચી, બંડલફેંક કે ગપ્પીદાસ-જે કહેવું હોય તે કહે મને એની અસર થઈ નથી, થવાની નથી. પિતાની આંતરિક સ્થિતિ પ્રમાણે પારકા માટે નિર્ણય બાંધવાની દુનિયાની જુગજૂની રીત છે એ ખૂબ જાણું છું. હવે હું પ્રેતસૃષ્ટિ વિષે આગળ કહીશ. પ્રેત પરકાયામાં પ્રવેશ કરીને એવા એવા અનર્થો કરે છે કે જગતના લેકે આ વાતને જાણી કે સમજી શક્તા નથી. મનપસંદ ચીજ ખાવા માટે કે મન- ગમતાં કપડાં કે ઘરેણુ સારુ સ્ત્રીના શરીરમાં સ્ત્રી પ્રેત અને પુના શરીરમાં પુણ્ય પ્રેત પ્રવેશ કરી પિતાની વાસના તૃપ્ત કરે છે. ઘણી વખત સ્ત્રી પ્રત પુરુષના શરીરમાં કે પુરુષ પ્રત સ્ત્રીના દેહમાં પ્રવેશ કરીને પણ પીડે છે, અને એટલી હદે હેરાન કરે છે કે કાયામાં અકથ્ય વેદના ઊપજાવે છે, પૅટરની દવાની અસર નાબૂદ કરે છે, રીબાવે છે, રડાવે છે, કકળાવે છે, કમજોર બનાવે છે, કદીક હસાવે કે લવરી પણ કરાવે છે. પ્રેતે વાત કરતાં સંકોચાતાં નથી. જે શબ્દ આપણે બોલતાં પણ અચકાઈએ અને શરમાઈએ ત્યારે પ્રત એવા અશ્લીલ શબ્દો બોલતાં સહેજ પણ શરમાતાં નથી. પ્રેત પરસ્પર લડે છે, વાદ-વિવાદ અને વિખવાદ પર આવી ર ' જાય છે. ઘણી વખત આપણું લેકે ચાર રસ્તે કે ત્રણ રસ્તામાં અમુક વસ્તુઓનો ઊતાર કરીને મૂકી આવે છે, અને પાણીનું કુંડાળું કરી તેમાં પછી પગ મૂકતા નથી. એ ઊતારમાં કોઈ દહીં, કેળું, વડાં, ઘઉંના લોટનાં દીવડાં, કાચી પાકી વસ્તુઓ, સિંદૂર અને કૂલ મૂકતા હોય છે. એ સ્થળમાં મૂકાયેલી સામાન્ય વસ્તુઓ સારુ પ્રેતો ઘણીવાર આપસમાં જ યાદવાસ્થળીનો લ્હાવો લે છે. પ્રત સાથે વાત કરવામાં મને તે ઘણી જ ગમ્મત પડતી હતી; પરંતુ જ્યારે એમની વાત સાંભળતો ત્યારે તેમની એ દશા માટે દયા આવતી. મને ઘણી વખત એમ જ થતું કે જગતની સેવા કરવા કરતાં આ પરલોકગત દુઃખી રઝળતા જીવાત્માઓ માટે થોડે પણ ભેગ અપાય તો સારું, પરંતુ તેઓ આ દશામાંથી કેવી રીતે મુક્ત થાય, સુખી કેમ થાય, અહીં ઉપદેશકોણ, કેમ કરીને આપે, તેમનાં કર્માનુસાર પ્રતિનિમાં તેમનું આયુષ્ય નિશ્ચિત હોય છે એટલે એમાંથી છૂટકારો કાણુ, કેવી રીતે કરી શકે વગેરે વિચારે પણ મને આવતા. હવે એ પ્રેતાની છાયા સંબંધમાં મને જે અનુભવ થયે તે જણાવું. છાયા એટલે આપણે તડકામાં ઊભા રહીએ તે આપણું શરીરને પડછાયે જે પડે છે તેવી જ ઓળા પે પ્રેત છાયા દેખાય છે; પણ ઘણી વખતે એ પ્રેતમાં કઈક વિશેષ શકિત ધરાવનારા હોય છે તેઓ તો વિકૃત, બનાવટી દેહ પણ ધારણ કરી શકે છે. તેઓ સ્ત્રી, પુજ્ય કે પશુના શરીરે ઝડપથી ધારણ કરવાની તાકાત પણ ધરાવતાં હોય છે. શ્રીમદ્ ભાગવતમાં ધુંધુકારીનું પ્રેત આવાં વિવિધ રૂપે બદલી શકવાનો પ્રસંગ છે જ. આવાં પ્રેતો ભારે અનર્થો કરી શકે છે. આવી શિકિત ધરાવતાં પ્રેતો જે તેમના પૂર્વજીવન સાથે કોઈને દુશ્મનાવટ હોય અને બદલે લેવા એ ઈચ્છે તે બરાબર ખબર લઈ નાંખે છે. માણસોને ખબર પણ પડતી નથી કે આ an ” અનિષ્ટ કાર્ય પ્રતનું છે. મેં આવા દાખલા તે ઘણું વાંચેલા ને સંભળેલા પરંતુ અનુભવ હમણાં જ થયે. પ્રેતને એમની દશામાં ઓળખી કાઢવાં એ પણ મુશ્કેલ કામ છે; પરંતુ જ્યારે તેઓ એકદમ અદશ્ય થાય છે ત્યારે તરત સમજાઈ જાય છે કે આ સ્ત્રી કે પુષ્ય ન હતા પણ પ્રેતાત્મા હતો. ભૂત, ચૂડેલ, બ્રહ્મરાક્ષસ, ડાકણો આવાં રૂપ પરિવર્તન કરી શકે છે. બધામાં એવી તાકાત હેતી નથી. “પરલેકગત જીવાત્માઓ” ના ભાગોમાં મારા અનુ- ભવને આલેખવા એજ હું ઉચિત ધારું છું. આપણા દેશનાં મોટાં મોટાં શહેરમાં પ્રેતાવાહન વિદ્યાનાં મંડળો છે. કલકત્તા, મદ્રાસ, લાહેર, દિલ્હી, અમૃતસર, પેશાવર, આગ્રા, અજમેર, મુંબઈ, કરાંચી, રાંચી વગેરે શહેરમાં આવી સંસ્થાઓ છે. અમદાવાદમાં ય આ વિદ્યાના રસિકે ઓછા નથી. અહીં પણ ઘણી બેઠકે પ્રેતાવાહકે કરે છે એની મને ખબર છે. એમાં ભાગ લેતો નથી. મારી પદ્ધતિ મારા મન મુજબની છે. પશ્ચિમના પ્રદેશે કરતાં તો અહીં બહુ જ ઓછાં મંડળે છે. પરદેશમાં પ્રેતસૃષ્ટિ સંબંધી સંધનાત્મક ઘણુ સાહિત્ય પ્રકટ થયેલું છે. મેં એમાંનુ અનુકરણીય મેળવી લીધું છે. તેઓને પ્રગની પદ્ધતિ, સાધન સમજી લઈ પછી હું મારી બુદ્ધિ એમાં ઊમેરી કાર્ય કરતા. મુંબઈના “કિસ્મત” નામના માસિકમાં પણ આ વિદ્યા સંબંધી અત્યંત સરસ સાહિત્ય પ્રકટ થયેલ છે. તેમાં વિજ્ઞાનની દષ્ટિએ આ વિષયને ચચી વાંચગને આહ્વાદ અને અજાયબી જેવું ઘણું બધું પીરસાય છે. હું પ્રેતસૃષ્ટિ પાછળ પડેલ હોવાથી માત્ર વાંચીને બેસી રહેતો નહિ, પરંતુ અનુભવ કરવા તૈયાર થતો. નિર્ભયતા તો મેં કેળવી જ હતી. અભય થયા સિવાય આ વિદ્યામાં આગળ વધાય નહીં એ હકીકત છે. કેટલાક વખત સુધી મેં પ્રેતાવાહન માટે બહાર અંધારી રાતે.

૭ નદીકિનારે કે શૂન્ય સ્થાનમાં જ અનુભવ લેવાનું ચાલુ રાખેલું પણ પછીથી મને થવા લાગ્યું કે આવા પ્રયોગ શું પિતાના રથાનમાં રહીને ન કરી શકાય ? કયાં સાધનો વડે આ પ્રયત્ન કરું ? જ્યારે બહાર પ્રયત્ન આદરું તે પ્રેતોથી હું ઘેરાઈ જાઉં છું અને એમને કેલાહલ અને આક્રંદથી મૂઝાઈ જવાય છે. વળી એની સાથે નિરાંતે તે વાત જ થાય નહિ! એક સાથે વાત કરું તે ત્યાં કેટલાય પંચાતિયાં પ્રેત આવી શેરબકેર કરી મૂકે ! એટલે હું એક ગેળ કાચ કપાવી લાવ્ય. બે કાચ વચ્ચે કાળી મેંશ લગાડી પ્રયોગને મેં પ્રારંભ કર્યો. તેમાં અમુક અંશે મને સફળતા પણ સાંપડી. વળી એકવાર મેં સફેદ કાચની એક બાટલીમાં પાણી ભરીને તથા ધુમાડે ભરીને પ્રયોગ કર્યો તે તેમાં ય હું ફાવ્યો. તે પછી ત્રણ પૈસાની પહોળા મોઢાવાળી એક કાળી માટલી હું લાવ્યું. તેને ઊંધી પાડી, ઉપર કાળા કાચ ગેઠવી મેં પ્રયોગ આદર્યો. એમાં મને વધારે સફળતા મળી. હવે મેં બહાર જવાનું બંધ કર્યું પ્રેતાકર્ષણમાં આવાં સાધનો ઉપયોગી છે એવો મારે અનુભવ પાકે થે. છતાં ય અંધારીઓની અગિયારશથી સુદ ૫ સુધી ઘણી વખત બહાર જતો, કારણ કે પ્રેતોની ગમ્મત મને ખૂબ પ્રિય થઈ પડી છે અને વળી અવનવા અનુભવ પણ થાય છે. પાલડી પાસે ભંગવાનનગર સોસાયટીમાં મારા રહેઠાણની ચારે બાજુ યુવેરની વાડવાળાં ખેતરે, જંગલ અને પૂર્વે તો સાબરમતીને વિશાળ પટ પથરાયેલું છે. આ સ્થળ પણ મને મારા પ્રેતાવાહન કાર્યમાં ખૂબ અનુકૂળ થઈ પડ્યું છે.

મહત્વની નેધ આખા જગતમાં મને કોઈ પણ વસ્તુ જે પ્રિય હોય તો તે “અનુભવ” છે. અનુભવ એ ભારે હિતૈપી ભોમિયો છે. હું એને મારે જીવનસાથી કહું તો પણ ચાલે. મારું અહોભાગ્ય છે કે મારા જીવન માટે આવે માર્ગદર્શક મને મળી ગયે! હું વર્ષોનાં વર્ષો સુધી જગતને બોધ આપતા કે, વર્ષોનાં વર્ષો લગી જગત-ત્યાગી સાધુ થયો, સંસ્કૃત– પ્રાકૃત–માગધી ભાષાને અભ્યાસ કરી જૈન અને બૌદ્ધધર્મનાં સંખ્યાબંધ પુસ્તકે મેં વાંચ્યાં, વેદની ચાવી ઉકેલવા માટે મહિધર ભાષ્ય, હટ ભાષ્ય, સાયણ ભાષ્ય, મિશ્ર ભાષ્ય તેમજ આર્યસમાજના ઉત્પાદક શ્રી દયાનંદ મહરિનાં ભાષ્ય જોઈ ગયે. ઋગવેદ ભાષ્ય ભૂમિકા અને સત્યાર્થ પ્રકાશ પણ મેં વાંચી લીધું. પંડિતજી શ્રી ભીમસેન શર્માએ હિન્દીમાં પ્રસિદ્ધ કરેલી અઢારે મૃતિઓ પણ મેં વાંચી. મહામહોપાધ્યાય પંડિતજી થી. જ્વાલાપ્રસાદે અઢાર પુરાણોનું કરેલું હિન્દી ભાષાન્તર પૈકી મહાભારત, વાલ્મીકી રામાયણ, શ્રીમદ્ ભાગવત, શિવપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ વગેરે પુરાણે વાંચ્યાં. અગિયાર ઉપનિષદુ તેમજ પ્રદર્શન સમુચ્ચય પણ વાંચી લીધું. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કય સ્મૃતિ વગેરેનું બીજીવાર મંથન કર્યું. ગીતા ઉપર થયેલી દશે ટીકાઓ વાંચી, શંકરાચાર્યજી કૃત બ્રહ્મસૂત્ર ઉપરનું ૭િ - ભાષ્ય, પાતંજલ યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, મીમાંસાશાસ્ત્ર પણ વાંચી લીધાં. અલંકાર સાહિત્ય, સાહિત્યદર્પણ, કાવ્યપ્રકાશ, અલંકાર ચંદ્રિકા અને રસશાસ્ત્રનું ય વાંચન મેં કરી નાખ્યું. બાઈબલના નવા જૂના બંને કરારે, કુરાન શરીફનું હિન્દી ભાષાંતર, પૂરેપનો પ્રાચીન–અર્વાચીન ઈતિહાસ પણ જોઈ વળે. ત્રણથી ઉપર નેવેલે, કાદંબરી, તિલકમંજરી, ટોય કૃત પ્રેમને દંભ, સ્ત્રી– પુજ્ય વગેરે પાંચ ગ્રંથ, શેકસપિયરનાં છત્રીસ નાટકે પૈકી હેમલેટ- વેનિસનો વેપારી વગેરે સાત નાટક વાંચ્યાં. શાકુંતલ–ઉર્વશી વગેરે નાટકો ય વાંચ્યાં. વળી વીસમી સદીમાં થયેલા ગુજરાતી સાલનાં રચેલાં શાસ્ત્રો પણ મેં જોર્ટે લીધાં. શ્રી દલપતરામ તથા કવિ ન્હાનાલાલનાં રચેલાં બધાં પુસ્તક હું વાંચી ગયો છું. આત્મનિમજન, કલાપીનો કેકારવ અને દિવાને સાગર હું ઠીકઠીક વાંચી ગયું છે. શ્રી કનૈયાલાલ મુન્શીનાં બધાં પુસ્તક મેં વાંચી કાયાં છે. ગિનીકુમારી તેમજ શ્રેયસાધક મંડળ તરફથી પ્રકાશિત પુસ્તકોની પરંપરા પણ મેં જોઈ લીધી છે અને ક્રાતિકારી પુસ્ત પણ વાંચવામાં મેં કચાશ રાખી નથી. આટલું બધું વાંચ્યું છતાં જે કાંઈ મને મારા અનુભવથી મળ્યું છે તે ઉક્ત વાચન દ્વારા મને મળ્યું નહિ. જ્યારે હું મારા જીવન પર દષ્ટિપાત કરું છું ત્યારે મને લાગે છે કે આટલા બધા વાંચનમાંની પંડિતાઈ તો મારા અનુભવના એક ખૂણામાં જ સમાઈ જાય છે. - 1 જ્યારે હું જૈન સાધુદશામાં હતો ત્યારે મારા હાથમાં પુરની લાયબ્રેરીમાંથી “લક્ષણસંદર્ભ પુસ્તક આવ્યું. હું એ લક્ષણશાસ્ત્રની અંદર કેટલું સત્ય રહેલું છે તે જાણવાની મને ઈચ્છા થઈ. જ્યારે મેં મારા પ્રબળ પુwાર્થથી વીસ હજારથી ઉપર સ્ત્રી પુનાં મસ્તક–હાથ–પગ વગેરે, વિભાગે માનવશાસ્ત્રની દષ્ટિએ જોઈ લીધા ત્યારે મારા અનુભવથી એમાંનું સત્ય જાણી લીધું. એવી જ રીતે

આત્માના અમરત્વ વિષે જ્યારે ચંદ્રાવલીના પુનર્જન્મના પ્રસંગો
મને અનુભવ થયો ત્યારે આત્મા અમર છે એ સત્ય હકીકત
સમજાઈ અને પરમાત્માના અસ્તિત્વમાં શ્રદ્ધા પણ થઈ તથા
કર્મની થિયરી-કર્મના અવિચલ અકાઢ્ય નિયમો ય
બરાબર
સમજમાં આવી ગયા.
ભારે સ્વાનુભવ હું જગતની આગળ કઈ ભાષામાં તે કેવી
રીતે રજુ કરું? વળી જગત આગળ એ બધું નગ્ન સત્ય વર્ણન
કરવાથી મને લાભ પણ શું છે? જગતને તે અર્થ અને કામ–
આ બે વસ્તુઓની જ લત લાગેલી છે. શ્રી સદ્ભુદેવની કૃપાથી એ
બંને વસ્તુઓ ઉપર મેં સંપૂર્ણ વિજય મેળવ્યું છે. મને આમા
અને પરમાત્માની જ પડી છે ત્યારે જગતને આત્મા તથા પરમાત્માની
જરૂર જ દેખાતી નથી. આ સંજોગોમાં જગત સાથે મારો મેળ
કેમ થાય ? મારા તદન સત્ય અનુભવો જગત આગળ મૂકે તેપણ
જગતનું વિપરીત લક્ષ્ય હોવાથી એનાથી એને લાભ નથી અથવા
એમ પણ કહી શકાય કે મારા સ્વાનુભવો જગતને સમજાવી સન્માર્ગે
વાળી શકે એવા નક્કર નથી. જેને જે પ્રકારે માનવું હોય તેમ માની
શકે છે, એથી કાંઈ મારે અનુભવ અસત્ય ઠરવાનો નથી કે મારાથી
એ વિખૂટા પણ પડનાર નથી.
પરમાત્માનું અસ્તિત્વ, આત્માનું અમરત્વ, પૂર્વજન્મ,
પુનર્જન્મ અને કર્મના નિયમ અનુભવમાં આવ્યા પછી હવે મારે
શું કરવાનું બાકી રહ્યું છે ? –આવો પ્રશ્ન ઘમંડમાં આવી જઈ હું
મારા મનને કરું, પરંતુ આટલું જ જાણે લીધાથી મારા તનને કે
મનને કાંઈ લાભ નથી. ભગવકૃપાથી મને એ ભાન છે કે હું પૂર્ણ
થઈ ગયે નથી. માટે તો ખરી પૂર્ણતા પ્રાપ્ત કરે જ છૂટકે છે
અને એ પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે જે હું જીવન ટકાવી, તે સંબંધી
R

૧૨ * પ્રયત્ન કરી, જીવનયુદ્ધ ખેલી રહ્યો છું. અત્યારે હું જે આનંદ અને શાન્તિ પામી રહ્યો છું એ અમદાવાદની વિશાળ વસ્તીમાંથી એકને પણ સુલભ હશે કે કેમ એમાં શંકા છે. શ્રી સદૂગુરુદેવની અનુકંપાએ મને એ નિર્વિકારી, આનંદને અખંડ અનુભવ અદ્યાપિ અપાવ્યો છે અને એ ચાલુ જ રહેશે એવી મારી માન્યતા છે. હિમાલયવાસી યોગીરાજ ગુસ્વર્યોની કૃપાદૃષ્ટિ થકી જ મને આવતી કાલની ચિતા ચિત્તા સતાવતી નથી. મોડું વહેલું મૃત્યું તો આવવાનું છે, પણ તે દેહનું હશે, દેહીનું તો નહીં જ આવો મારે દઢ ખ્યાલ બંધાય છે. રે કંઈ વેળા પડશે દેહ, તેને ભરોસે નથી ઈહિ, માટે ચેતી વેળા નેહ, શ્રીહરિથી બાંધવો. —-જગતના જીવો પણ આવી સમજ સાથે જીવન ગાળે તે * વાહવાહ થાય. પ્રેતાત્મવિદ્યા માટે મને ચંદ્રવલિના બીજા જન્મમાં પુષ્પકાન્તાએ કરેલા શરીરનાશ પછી જીજ્ઞાસા જાગી અને હું થિયોસોફીસ્ટ બને. એમાં ૧૪ વર્ષ પર્યક્ત રહી, એ સોસાયટીને અંદરબહાર બધેય અનુભવ મેં મેળવ્યો, છતાં મારી જિજ્ઞાસા પૂર્ણ ન થઈ પ્રિતયોનિ છે અને ભૂત, પ્રેત, પિશાચ, જીન, ડાકણ, શાકણ, ચુડેલ વગેરે નામે છે તે વસ્તુ પણ હોવી જોઈએ--અને છે, એ મને હવે અનુભવ પણ થશે. સને ૧૯૯૨ ની સાલ પછી હું એ પ્રેતાત્મવિદ્યા જાણવા માટે પ્રયત્ન કરવા લાગે. કોઈ પણ કાર્યની પાછળ ખંતથી પડ્યા વગર કાર્યસિદ્ધિ સાંપડતી નથી. આ પ્રતવિદ્યાની પાછળ પડતાં પહેલાં મારે મારા અંદરના ભયને દૂર કર્યા વગર છૂટકે જ ન હતો. કુદરતે મને અનુકૂળતા આપી અને હું રાત્રિના એક વાગ્યા પછી મારી ઓરડીમાંથી ચુપચાપ, કામળો ઓઢી નીકળી પડતા અને દસ મિનિટનો રસ્તો કાપ્યા પછી 1 ૧૨ સપ્તર્ષિના આરે, નદીની રેતીમાં ઘૂમતો. મને તાબે કરતાં તે હું ગાભ્યાસથી શીખ્યો હતો, એટલે અંધારી રાતે ખૂબ શાંતિ હોય ત્યારે વિચારશક્તિને ઉપયોગ કરી હું હવે એને અનુભવ કરવા લાગ્યો. મારા આ અનુભવને આજકાલનું કહેવાતું સુધરેલું જગત નહિ માને અને હું જગતને મનાવવા પણ માગતો નથી; છતાં આ સુધરેલા જગતને આ પ્રેતસૃષ્ટિના સંબંધમાં કોઈ પણ રીતે માન્યા વગર છુટકે છે જ નહિ. ન માનનારા માત્ર મેઢેથી જ કહી જાણે છેઃ “અમે પ્રેતમાં કે ભૂતમાં માનતા નથી. પરંતુ આમ કહેનારાને જ્યારે અનુભવ થાય છે ત્યારે કહે છેઃ “વાત સાચી છે.” નહિ માનનારાઓના અંતરમાં ય આ બાબત તે ખૂબ જ ખટકતી હોય છે–માત્ર અનુભવ નહિ હોવાથી તેઓ પ્રેતાત્મવિદ્યામાં રસ ધરાવતા હેતા નથી. યૂરેપ જેવા સુધરેલા દેશમાં તો આ પ્રતાવાહન કરવાની સંખ્યા–બંધ શાખાઓ છે અને એ શાખાઓના લાખો સભ્યો પણ છે. ત્યાંના મોટા તત્વો પણ આ પ્રેતવિદ્યા પાછળ છે. જાણીતા વિજ્ઞાનશાસ્ત્રી સર એલિવર લેજ જેવા મૃતાત્માઓ સાથે વાર્તાલાપ કરી શકતા અને ભૂત-પ્રેતની માન્યતાને વિજ્ઞાનની એરણ પર મૂકી વૈજ્ઞાનિક ઢબે એ સિદ્ધ કરીને બતાવી ગયા છે, અમેરિકા અને જર્મની તથા ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનવેત્તાઓ મૃત્યુ અને પુનર્જન્મને વચ્ચેની દુનિયાનું આંતર–રહસ્ય પારખી રહ્યા છે. પ્રેતાત્માઓના ફટાઓ પણ લેવાઈ રહ્યા છે. આપણું હિંદુશાસ્ત્રોમાં મૃતાત્માની પાછળ શ્રાદ્ધવિધિ વગેરેમાં મંત્રાગાદિ વડે કરવામાં આવતી ક્ષિા- એમાં શું રહસ્ય છે તે જાણવા માટે તેઓ મથી રહ્યા છે, પરંતુ આપણને આપણું પ્રાચીન ઋષિઓનાં રચેલાં શાસ્ત્રોમાં શ્રદ્ધા નથી. આત્મા, પુનર્જન્મ અને પ્રેતાદિ સંબંધમાં આપણું પ્રાચીન મહાન જ્ઞાની મહર્ષિ આચાર્યોએ જેટલું લખ્યું છે તેનો શતાંશ પણ યુરોપમાં ૧૩ નથી–એને જેટલું એમણે આ સંબંધમાં અનુભવેલું એટલું કોઈએ અનુભવ્યું નહિ હોય. જે એવું ન હોય તો મહાભારત, ભાગવત રામાયણ અને પુરાણો તથા ઉપનિષદમાં આ વિષે જે ચર્ચાયેલું છે તે શું કામ વખતે તેમાં તે આ અંગે લાંબું લખાણ છે અને સંસ્કારવિધિઓ વેદના મંત્રોથી જ ભરપૂર છે. દિક્ષાનું પૂજાવિ- ધાન, નવ ગ્રહોની સ્થાપના અને ગર્ભાધાનથી માંડીને મરણપર્યંતના સોળ સંસ્કારમાં પણ દરેક દેવની સ્તુતિ દ્વારા પ્રાર્થના કરવામાં આવેલ છે. સર્વમાન્ય થયેલ ગીતા ભાગવત-રામાયણ-મહાભારતમાં હું તે જ્યારે દૃષ્ટિપાત કરું છું, ત્યારે આત્મા–પુનર્જન્મ અને પ્રેતાદિ નિઓના વર્ણનના સંખ્યાબંધ દાખલા નજરે પડે છે. રાવણ, કુંભકર્ણ કોણ હતા ? એ બને પૂર્વજન્મમાં પ્રતાભર્ભનુ અને સૂર્યકેતુ બે સગાભાઈ હતા, પરંતુ એક શત્રુ રાજાની ૫ટ- જાળમાં ફસાયા અને બ્રાહ્મણોના શાપ વડે એ રાક્ષસીપમાં રાવણ, કુંભકર્ણ થયા એ સર્વવિદિત વાત છે. પણ વાંચે છે કોણ? ભલે આજે જગતના લેકે શ્રાદ્ધવિધિને ન માને અને સંસ્કાર -વિધિને ફગાવી દે, પરંતુ મરનારના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના તે અંગ્રેજ લેકે, જર્મન, રશિયન જાપાની, ચીન, તુક, કાબૂલી કે હિંદમાં પણ બધી જાતો હિંદુ-મુસલમાન-યહુદી-પારસી, જૈન બૌદ્ધ શીખ-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચંદ્ર એકંદરે બધા કરે છે. હિંદુ કે મરનારના શરીરને બાળી નાખ્યા પછી પણ એની પાછળ અમુક દિવસ સુધી અમુક અમુક જાતની ક્રિયાઓ કરે છે, પિ૩ વગેરે સરાવે છે અને એ ક્રિયા વખતે જે ક્રિયા કરાવનાર મંત્રોચ્ચાર કરે છે તે મંત્રોનું રહસ્ય વિચારાય તે ખબર પડે કે એ મિત્રો શું કહી રહ્યા છેઆ મંત્રો વેદમાંથી લઈને જ સંસ્કારવિધિમાં ગેહવાયેલા છે. જે મર્યા પછી કંઈ છે જે નહિ તે એ યિા પાછળ દ્રવ્ય તથા સમયને દુર્વ્યય શા માટે કરવો જોઈએ આટલી બધી 1 કડાકૂટ કરવાની શી જરૂર? મુસલમાનો પણ મરનારના શબને દફનાવ્યા પછી એની કબર પર અમુક દિવસે સુધી જઈને કુરાનના કલમા પઢે છે. કબર પર દૂધ અને ફળ વગેરેથી નવાજે છે શા માટે? આમ કરવાનું કાંઈ રહસ્ય તો હશે જ ને? મુસલમાનો તો બહુ જ સારી રીતે જીન્નાત યાને ભૂતપ્રેત વગેરેમાં માને છે; પરંતુ પંચભૂતમાંથી બનેલું શરીર પંચભૂતમાં મળી ગયું એમ માનનારાઓ પણ બચી શક્તા નથી. શરીરની વાત કરે મુકીએ, પરંતુ શરીર- મને જે ચૈતન્યમય જીવાત્મા તેની શી દશા થઈ? આનો કોઈ વિચાર કરે છે? એ શરીર નાશ પામતાંની સાથે નષ્ટ થઈ મ? એમ જ હોય તો એની પાછળ કરવામાં આવતી ક્રિયા નિરર્થક જ માનવી પડશે; પણ તેમ તો છે જ નહિ. જીવાત્મા કે ચૈતન્ય અતિ સુક્ષ્મ છે, અરૂપી છે. ચર્મચક્ષુ વડે એ જોઈ શકતો નથી; જે વસ્તુ આંખોથી ન દેખાય તે વસ્તુ છે જ નહિ એમ તો નથી કારણ કે એક પાણીના ટીપામાં કે લેહીના બુંદમાં સૂક્ષ્મદર્શક યંત્ર વડે લાખ જતુઓ હલનચલન કરતાં દેખાય છે. ત્યારે જીવ તો અતિ સૂક્ષ્મ છે–એ ચર્મચક્ષુ શી રીતે દેખાય ? હવે આ શરીરમાંથી જે જીવ નીકળી જાય તે વસ્તુતઃ છે તો ખરો જ. આ બાબતને અનુભવ કરનારાઓ તો સારી રીતે જાણી શકે છે, કે કમનુસાર એ જીવ કઈ યોનિમાંથી આવેલે અને કઈ યોનિમાં ઉત્પન્ન થયે ? કઈ ગતિમાં આવેલ. અને કઈ ગતિમાં ગયો ? હિંદુઓને વેદશાસ્ત્ર પ્રમાણે ચાર ગતિ અને ચોર્યાશી લાખ યોનિ માનેલી છે. આ જીવ પોતપોતાના કરેલા કર્માનુસાર એ નિમાં ફર્યા કરે છે, પરંતુ જ્ઞાન વડે, તપ વડે, યોગ વડે કે ભક્તિ વગેરે દ્વારા જ્યારે કર્મનાશ થાય છે ત્યારે તે મોક્ષને પ્રાપ્ત થાય છે અર્થાત જન્મમરણથી મુક્ત થાય છે. હિંદુઓ પોતાના ધર્મશાસ્ત્રના ઉક્ત કથનને માને છે.

૧પ કર્મ શું છે? કર્મની થિયરી શી છે? મોક્ષ કે મુક્તિ કેમ થાય એ વિષય સંબંધી આ લખાણું નથી, પણ આ તો પ્રેતયોનિ વિષે મારે અનુભવ છે. મનને મનાવવા હું લખતા નથી. જગતને બનાવવાની મને જરૂર નથી. પરંતુ મારી અનુભવેલી વસ્તુ કેટલે અંશે સત્ય છે તે લખું છું. મારા અનુભવ પ્રમાણે જેમ આ મનુષ્યસૃષ્ટિ છે તેમ પ્રેત- સૃષ્ટિ પણ છે અને એ સૃષ્ટિ મનુષ્યસૃષ્ટિ કરતાં વિશાળ છે. એમાં ચઢતી, ઉતરતી શ્રેણીઓ છે. ઉત્તમ, મધ્યમ, અધમ, અધમાધમ અને નીચ કેટીઓ છે. કાર્ય સાધયામિ વ દેહં પાતત્યામિ' આ મારા દઢ નિશ્ચય મને નિર્ભય અને ચિંતારહિત બનાવી પ્રેતાત્માઓના વધુ સંપર્કમાં આપ્યો. જો કે મેં પ્રેત સાથેની વાર્તાલાપની ધુનમાં તો કેટલીયે- વાર માંદગી પણ જોગવી લીધી હતી. પ્રેતયોનિમાં રહેલા જીવોની સ્થિતિના અનુભવથી હું પ્રથમ તે હેબતાઈ ગયો. તેઓને સ્કૂલ શરીર તો હોય જ નહિ, છતાં આકૃતિ ખરી! પ્રત્યેક અંગ, વસ્ત્ર, પૂર્વજ્ઞાન અને વાણી પણ ખરી એનું વર્ણન હું કેવી રીતે કરું ? વાદળાંઓથી બનતે એમનો આકાર, એ મારા પ્રાથમિક અનુભવની શરૂઆત. ઈષ્ટકૃપાથી તેમની વધુ નજીક આવતાં વાતચીત થવા લાગી. શરીર વગર પણ સ્પષ્ટ શબ્દચ્ચાર થાય; પરંતુ બહુ જ રેંસાતો અવાજ !” તે બાદ જુદા જ અનુભવ પ્રત્યક્ષ થવા લાગ્યા. એમની દશા જોઈને મને કંપારી આવવા લાગી. કેવળ દુઃખભરી દશાથી પીડાતા, કષ્ટમય રૂદન, સાથે જ અટ્ટહાસ્ય, હલકટ વસ્તુઓની યાચના, તેમની અશ્લીલ ચેષ્ટાઓ, શબ્દો તથા પરસ્પરમાં બાઝબાઝી, લડાઈ–-આ બધું જોઈ હું કમકમી ગયે હતો. સાત મહિનાઓ પછી ધીમે s ૧૬ ધીમે જુદા જુદા અનુભવો પણ મને થવા લાગ્યા અને પ્રેતેની સાથે છુંટથી વાત કરવા-લા–પ્રથમ તો એ બોલતાં જ નહિં; પરંતુ જ્યારે બેલવા લાગે ત્યારે એટકે જ નહિ. એની સાથે હું વાત કરૉ હોઉં ત્યાં તો બીજા અનેકેનું ટેળું ચારે બાજુ ઘેરી વળીને ખેંચાખેંચ કરે જાય, ગાંડાની માફક નાચે, દે, હસે, રડે અને વિચિત્ર ચેષ્ટાઓ તો હદપારની કરે! કેટલાંક તો શાંત પણ દેખાયાં. તેઓનો સ્વભાવ તો પોતાનું જ દુઃખ રડવાનો! આ પ્રેત કેવળ વાસના ભૂખ્યાં હોય છે. પોતાની વસ્તુ મેળવીને તેઓ આનંદ માને છે. સ્થૂળ શરીરના અભાવે તેઓ દેખીતી રીતે ખાદ્ય વસ્તુને ઉપયોગ કરી શકતાં નથી. એમનો રાક કેવળ વસ્તુ પરની વાસના છે. એ વસ્તુ મળે કે તેઓ તૃપ્ત થઈ જાય–ભલે તે વસ્તુ કુતરું કે કોઈ બીજું જાનવર ખાઈ જાય. મારા અનુભવ પ્રમાણે પ્રેતોના જેવું દુઃખ તો જગતમાં કેને નહિ હોય. એ વાત સૌથી નીચી કોટિનાં પ્રતોની છે. એમના પણું અનેક ભેદો છે, જેમ કે ભૂત, ચુડેલ, ડાકણ, જીન્ન, પિશાચ, યોગીની, યક્ષ, કિન્નર વળી ઉત્તરોઉત્તર ભૂમિકાઓમાં જે સૂક્ષ્મ જીવો છે તે તે અલગ. હું તો અધમ કોટિના પ્રેતાત્માઓની વાત કરી રહ્યો એમની વેદનાનો તો પાર જ નથી. આ પ્રેતો નિશાચર છે એટલે રાત્રિના વખતે જ બહાર નીકળે છે, અને દૂર-દૂર સુધી તેઓ ભટકી આવે છે. આખો દિવસ તે તેઓ પોતાનાં અમુક સ્થાને- માં જ પડ્યાં રહે છે. એમનાં રહેઠાણ વૃક્ષ, ખડે, નદી, નાળાં, કોતરે, અવાવરૂ ઘરે, ખોળ, ગટર, જાજરૂ, ગલીના દરવાજા, પોળના નાકે, પાણિયારે, સ્મશાન, કબ્રસ્તાન, ચૌટામાં પણ હોય છે. દિવસે તેઓ લેકોની અવરજવર, રીતભાત જુએ છે; પણ રાત્રિનો સમય તેમને માટે અતુકુળ હોય છે. આ પ્રત કરનારાઓને જે ડરાવે છે-કર્મરને જે હેરાન કરે છું છે, હિંમત વિનાનાને જ પવે છે, અશુદ્ધ અને અપવિત્રને જ વળગે છે, લેણદેણુવાળાને વધુ ત્રાસ આપે છે. એ વાસનાબદ્ધ છે કઈ કઈ વખતે પોતાની આકૃતિ પણે અન્યને દર્શાવી શકે છે. પૂર્વની વાસનવશ આ પ્રેતો વેર વાળવા માટે અન્યને પીડે છે તથા પોતાની વાસના તૃપ્ત કરવા તેઓ બીજાના શરીરમાં પ્રવેશ કરે છે. પોતાની કામવાસના તૃપ્ત કરવા માટે પણ તેઓ સ્ત્રી- પુરમાં પ્રવેશી તેઓને કામાંધ બનાવી અનીતિ–સેવન કરવા માટે તત્પર બનાવે છે. આ છે પ્રેતના હાલ. સાવધાન ! •. • પ્રતાત્માઓની વાત જ્યારે નીકળે છે ત્યારે સાંભળનારા કેટલાક તત્કાળ એવો પ્રશ્ન કરે છે: “અમને દેખાડે, અમને વાર્તા લાપ કરતાં શીખવો.” હું વારંવાર કહું છું: “આ પ્રેતાવાહી કરવા માટે મેં કેવાં કેવાં જોખમે ખેડ્યાં છે. રાતના એક બે વાગે સપ્તર્ષિના આરે અને નિર્જન નદીના જમલમાં જઈને મહિનાઓ સુધી હું ભટક્યો છું. મારા શરીરનું શું થશે તેની દરકાર રાખ્યા વગર, કંટાળ્યા વગર હું ફર્યો છું, ને તેથી જ ભયંક ઉપર વિર્ય મળ્યો. એટલે હું નિર્ભય બન્યો. “ઈશ્વર સર્વત્ર છે, બધું જ બ્રહ્મ છે” આમ બોલીને, માનીને પણ રાત્રે એકલા નિર્જન સ્થળે જવાતું નથી-નિર્ભયતા. સાંપડતી નથી એ હકીક્ત છે ! ભૂતપ્રેતને જોવાની ઈચ્છા રાખનારાઓ જરા એકવાર એકલા તે અરણ્યમાં જઈ આમતેમ ફરી તો આવે. કોઈ એક ઝાડનું થડ અથવા ભૂલું પડેલું કઈ ગધેડું ફરતું જોઈને તે હાય બાપરે ની બૂમો પાડે, હૃદય ધડકવા લાગે, શરીર તો પલળીને ૧૮ એનું પાણી પાણી થઈ ગયું હોય! શું આવી જ હિંમત પર ભૂત- પ્રેત જેવાતાં હશે ? કહેતાં બધાયને આવડે છે કે અમને જરા ય બીક લાગતી નથી, પરંતુ આવું બોલનારાઓનું પિોકળ બહાર પડી ગયું છે. એ મેં અનુભવ કરી લીધું છે. જે કદાચ ભયના લીધે આગલે દિવસે તાવમાં સપડાય તો ભોગ ભળ્યા પંડિતજીનો! એ ભૂતપ્રેત બતાવવા લઈ ગયેલા, તેથી જ તાવ આવ્યો. પણ આ તો તાવ આવ્યાની જ વાત થઈ પરંતુ ધારે છે ત્યાં જ ઢગલે થઈને રામ બોલી જાય તો તે પછી પંડિતજીને ગાયકવાડની હવેલીમાં લેઢાની સળીયાવાળી કાળી કેટડી અને પછી ચાલે કેસ! મારાથી અસત્ય બોલાય નહિ, ન્યાય પણ મારે બચાવ કરે નહિ. કાં તો કાળાપાણીની, નહિ તો જેલ તો ખરી ! આ ભૂત-પ્રેતોને જોવાની ઈચ્છા રાખનારાઓને હું તો ના જ પાડું છું અને વારંવાર ના પાડીશ ત્યારે તેઓ કહેશે કે આ ભૂતપ્રેતની વાત જ બેટી છે, વહેમ છે, માનસિક નબળાઈ છે! પણ હું ક્યાં તમને કરગરું છું કે તમે મારી વાત સાચી માનો. તમને તમારા ધર્મશાસ્ત્રોમાં શ્રદ્ધા હોય, તમારા પૂર્વાચાર્યો મહર્ષિ ઓના કથનમાં વિશ્વાસ હોય—અને જે નામ છે તે નામવાળી વસ્તુ માત્ર હોવી જોઈએ, ન્યાય–સત્ય સિદ્ધાંત-પ્રિય હોય અને તમને કરોડ વખત ગરજ હોય તો માનો. તમારા નહિ માનવાથી કાંઈ મારે અનુભવ અસત્ય કરવાનો નથી તેમજ મારું કાંઈ બગડવાનું નથી. હું ભારે રસ્તે અને તમે તમારા માગે. વળી આ વ્યક્તિસ્વાતંત્ર્યના જમાનામાં તમે મને રોકી શકે તેમ તો નથી જ. હું આ ભૂત- તેના પ્રયોગાકર્ષણ દ્વારા જે કઈ લેકેને પિતાને સ્વાર્થ સાધવાને સારૂ કાંઈ કહેતે હૈઉં તો જરૂર હું સરકારને ગુનેગાર છું, પરંતુ મારી ભાવના તો સર્વથા યુદ્ધ છે. જગતના લેમ આવાં કામ ન કરે કે જેથી ભૂતપ્રેત યોનિ પ્રાપ્ત થાય. હું તો ભૂત અને પ્રેતોને ૧૯ એ જ કહું છું કે તમે તમારી હલકી વાસનાના કારણે આવી દશાને પ્રાપ્ત થયા છે, તો હવે તમારા જે જીવિત સગાં સંબંધીઓ-મિત્રો છે તેમને ત્રાસ ન આપો, ખાર, વેર વગેરે તજી દે. જેમ જેલમાં ગયેલા કેદીઓ માટે નીતિધર્મને ઉપદેશ સરકાર અપાવે છે એ રીતે ભૂતપ્રેતેને સારી શિખામણ આપવાનું કામ સેવાભાવે કરૂં . આ સેવાના બદલામાં કોઈની પાસે મેં કાંઈ માગ્યું નથી, માગવાનો પણ નથી, ભૂતપ્રેતોને જોવાની ઈચ્છાવાળાઓએ મારું આ લખાણ વાંચી લેવું અને જે બહુ જ આતુરતા હોય તો પ્રથમ આત્મસંયમી બને. વર્ષ કે બે વર્ષ ખંતપૂર્વક રાત્રિના સમયમાં એક બે વાગે નિર્જન અરણ્યમાં જાઓ, પ્રથમ નિર્ભયતા કેળવો તો તમને જરૂર અનુભવ થશે કે ભૂતપ્રેત છે કે નહિ ? પરવશ પતંગે જેવી હા ! છે મનુષ્યોની દશા, આકાશમાં ઊડે છતાં દેરી હરિના હાથમાં; ઊંચે વા કેવી પ્રબળ ઈચ્છા પતંગને થતી ! પણ ફીરકીને દેર દાદર ઢીલી મૂક્ત નથી.

- ગેબીસુષ્ટિના મારા ચિત્રવિચિત્ર પ્રારંભિક અનુભવે. જેમ જેમ પ્રતાવાહનવિદ્યા વિષેનું મારું વાચન, મનન અને અનુભવાદિ વધવા લાગ્યાં તેમ તેમ વધારે ઉત્સાહ મને થવા લાગે. હું એ પણ વિચારવા લાગે કે ઊંચી કોટિના પરલોકવાસી જીવાત્માઓ જોડે ક્યાં સાધનો વડે આકર્થી, વાર્તાલાપ કરું. રાત- દિવસ એના જ વિચારે મગજમાં રમવા લાગ્યા. મને આ વિદ્યા શીખવાડનાર કોઈ ગુરુ તો છે જ નહિ, પરંતુ જેમ કેઈ માણસ બીજાને અમુક કામ કરતાં જોઈને પોતે કામ કરવા લાગે છે તેવી જ મારી દશા હતી. મેં મારી મેળે જ જેમ બુદ્ધિમાં ર્યું તેમ આ કામ કર્યા કર્યું. આવી રીતે થોડા સમયમાં તે હું સંખ્યાબંધ પ્રેતના અનુભવમાં આવ્યો. (૧) એક પાટીદારનું પ્રેત ! , , , એક પ્રેતને મેં પૂછ્યું કે તારી આ દશા થવાનું કારણ કહીશ ? તે પ્રથમ તે બે નહીં પણ અંતે બેલવા લાગે મારી દશા જાણીને તમે શું કરો ? જુઓ, મારી સ્ત્રી બદચાલની હતી. હું પાટીદાર એટલે મને ઝનૂન ચઢી આવ્યું અને મેં એને જાનથી મારી નાખી, અને કેઈને ય આ વાતની જાણ થવા દીધી * ૨૧. .. નહિ. એ મરી ગઈ અને મારા શરીરમાં આવીને મને પડવા લાગી. ત્રણ માસ સુધી હું ખૂબ પીડા અને અંતે મર્યા પછી. આ . દશાને પામે.” મેં પૂછ્યું: “હાલમાં એ તારી સ્ત્રીનું પ્રેત ક્યાં છે? તે કહેઃ “એ મારી સાથે જ છે. તમારે જેવું છે?” –એમ કહી પોતાની પાછળ જ એણે મને એની સ્ત્રી બતાવી. એના માથાના વાળ છૂટા હતા. તે પુw એ બૈરીના વાળ ઝાલીને ખેંચવા લાગ્યો. એ સ્ત્રી તો ભયંકર ચીસે પાડે તો ય પેલે એને કારે હું તો આ દશ્ય જોઈને કમકમી ઊઠયો. પછી તો બંને બાથબાથા અને મારે મારા કરતાં ચાલ્યાં ગયાં. (૨) સારંગપુર (અમદાવાદ) ની એક બાળા. એક બાળાના પ્રેતાત્માને પૂછતાં તેની સાથે નીચે પ્રમાણે વાત થઈ. મેં તેને પૂછ્યું: “તારી આ દશા થવાનું કારણ અને તારું નામ, ઠામ બતાવ.” તે કહેઃ “મારું નામ......હતું. મારા બાપ ગુજરી ગયા હતા, મારી મા છે. મારી ઉમર ૧૬ વર્ષની છે. જાતે વાણિયા છું. સારંગપુરમાં .....પળમાં હું રહું છું. મારી પડેશમાં એક ૧૮-૨૦ વર્ષનો અમારી જ્ઞાતિનો છેક રહેતો હતો. તેની સાથે મારે નેહ- સંબંધ થતાં શરીર સંબંધ વધે. મારી બા બહાર જાય એટલે એ મને મળતો. તેનાથી હું ગર્ભવતી બની. હું હતી તો કુંવારી. ૩-૪ મહિને મારી બાએ મને ખૂબ મારી. એને વહેમ તો પડેલે જ પરંતુ પાકી ખાત્રી એને જ્યારે થઈ ત્યારે મને અંદર એરડામાં લઈ જઈ મારી પાસેથી વાત કઢાવવા માંડી. મેં એ છોકરાનું નામ આપ્યું નહીં. મારી બાએ પછી પોતાની બેનપણીને તેડાવી અને

૨૨
તે
::
મારું શરીર તપાસ્યું. પછી તો સવાર-સાંજ એ મને ઉકાળા પાવા
લાગી. એક દિવસે મને તાવ આવ્યો ને ત્રીજે દિવસે પાછે એ
ઉકાળે મારે પરાણે લેવો પડ્યો. મારા પેટમાં ખૂબ ચૂંક આવવા
લાગી, એ વેદનામાં જ હું મરી ગઈ. હું તો તમને ઓળખું છું.
”
તે પ્રથમ તો રડી અને પછી તરત જ હસવા ને ફૂદવા લાગી.
મેં તેને કહ્યુંઃ “ચાલ મારી સાથે મારી કેડીએ.”
નદીની રેતમાં મેં આ પ્રવેગ કોલે. તે મારી પાછળ
આવવા લાગી. એની છાયા જમીનથી અધર ચાલતી હતી.
ચાલતાં ચાલતાં હું તેની સાથે વાતો કરતો હતો. એરડી ઉઘાડી
હું અંદર ગયે ને મેં તેને કહ્યું કે તું આવ. તે આવી પરંતુ
અંદર આવતાં જ બહાર નાઠી ને ઓલી: “તમે તો મને અહીં
બાળી મૂકવા લાવ્યા છે. મારાથી હવે અંદર નહીં અવાય.”
હું સમજી ગયે. મારી ઓરડીમાં પૂજાસ્થાને ગાયત્રી દેવી.
અને બીજી મૂર્તિઓ હતી. તે પછી હું બહાર ઓસરીમાં ઊભો
રહ્યો ને કહ્યું કે તું મારા શરીરમાં આવ. .
તે કહેઃ “એમ તે કેવી રીતે આવું ? તમારા શરીરમાં હું
આવું તે બળી મરું !
મેં કહ્યું : “તું નાચ અને ગ.”
તે તે ખરેખર નાચવા લાગી અને ગાવા લાગી. તેની છાયા
નગ્ન રૂપે હતી. મેં એને બીજી પણ ઘણી ઘણી વાતો પૂછી. મેં
તેને કહ્યું: “તારે કાંઈ જોઈએ?
તે કહે “હું રોજ અહીં આવીશ. મારી સાથે વાત કરશે?
તે ઘણુ વખત સુધી વખતોવખત એ મારે ત્યાં આવતી.
સારંગપુરમાં ગેટની પાસે જે પીપળે છે ત્યાં જ તેણે પોતાનું
:

૨૩
રહેઠાણુ બતાવેલું. આ વાત બન્યા પછી મેં એ પિળમાં જઈને
તપાસ કરી હતી કે કઈ ૧૬ વર્ષની છોકરી મરી ગઈ છે તેનું
નામ શું? વળી તેના બાપ અને માતાની વિગત પણ પૂછતાં પૂછતાં
મળી ગઈ એ વડીલેનનું નામ મારે અત્રે ને લખવા જોઈએ.
(૩) ઓરમાન માતાનું ભૂત,
શાહીબાગ પોલીસ હેડકવાર્ટરની બાજુમાં દરિયાખાન માટે
પ્રાચીન ઘુમ્મટ છે. ત્યાં જ તો ઠીક પરંતુ ગુસ્વારના દિવસે તો
કેટલાંય સ્ત્રી-પુ ત્યાં ધૂણે છે. હિન્દુમુસલમાન, પારસી વગેરે
બધી કામની સ્ત્રીઓને મેં કલાક સુધી ધૂણતી જોઈ છે. કેટલાક
લેકે આ વસ્તુને ટૅગ માને છે; પરંતુ જેમના શરીરમાં વળગાડ
હોય છે તેમની દશા ખૂબ જ દયાજનક છે, તેઓ ઘણું દુઃખ
અનુભવે છે. ધૂણતી વખતે જોયું હોય તેમ જણાય કે ધૂણવું એ
માણસની શક્તિ બહારનું કામ છે. એમનું શરીર પરાધીન હોવાથી
તેઓને પિતાનું ભાન હેતું જ નથી.
એક વખતે ત્યાં એક અઢાર વર્ષની યુવતી ધૂણતી હતી. તે
વખતે હું ત્યાં ઊભો હતો. એ બાઈની મા અને બીજા બે પુ
પણ એની સાથે આવેલા હતા. તેઓ પણ ત્યાં જ બેઠેલા હતા.
એ બાઈ મેટ્રિક સુધી ભણેલી હતી. પ્રથમ તો એ યુવતી લગભગ
કલાક સુધી ધૂણતી જ રહી અને પછી એ નાચતી, કૂદતી, રડતી,
હસતી અને જોરજોરથી બરાડા પાડીને જેમ તેમ બેલવા લાગતી
હતી. અંતે એકદમ દોડીને ચાર પાંચ ફૂટ ઊંચા ઓટલા ઉપરથી
પછાડ ખાઈને એ પડી. અને બેભાન બની ગઈ. એને કશી ઈજા
થઈ ન હતી. દશેક મિનિટ બાદ દેશમાં આવી એણે પાણું પીધું.
મેં એ બાઈને વિષે એની માને પૂછેલું કે કેટલા વખતથી આ
આમ કરે છે.

૨૪ . : તે કહેઃ “ત્રણ મહિનાથી આમ ચાલે છે. ઘરમાં ય આમ કરે છે. અમે તે હેરાન હેરાન થઈ ગયાં છીએ. આના શરીરમાં એની ઓરમાન માતાનું ભૂત એની આ દુર્દશા કરી રહેલ છે. અમે પીરાણે પણ જઈ આવ્યા છીએ. એની પાછળ ઘણા પૈસા બરબાદ કર્યા પરંતુ હજુ કાંઈ પત્તો ખાતો નથી. આપ કાંઈ જાણો છો જાણતા હો તે બતાવો ભાઈસાહેબ.” એની માતા રડી પડી ને ઉપરનું બધું કહ્યું. વળી તેણે આગળ જણાવ્યુંઃ “અહીને મુંજાવર પુજારી છે (એટલે દરિયાખાન- ની દરગાહ પર જે રહે છે તે) તે કહે છે કે ત્રણ રાત આ બાઈને . અહીં રાખો. અમે એ વિચારમાં છીએ કે શું કરવું ? લક કહે છે કે આ ટૅગ છે; પણ આને ધતિંગ તે કેમ કહેવાય ? આ મારી ભણેલી દીકરીને ટૅગ કરવાનું કશું જ કારણ નથી. સુધરેલા લેકે તો નથી માનતા પણ એ લેકે, જે સુધરેલા ડૉકટરે દ્વારા પણ એનો આ રોગ મટાડી એની માનસિક કે શારીરિક શાંતિનો અચૂક ઉપાય અજમાવતા કેમ નથી ? આ છોકરીને વર, સસરે વગેરે પિતાને સુધરેલા ગણાવે છે. અમે પૈસા ખર્ચીએ છતાં તેઓ એમને સુધરેલા ઉપાય પણ અજમાવવાની ફરજ અદા કરી આનું દુઃખ-દર્દ મટાડતા નથી. એ બાઈ સાવધ દશામાં આવી ત્યારે મેં એને પૂછયુંઃ બેન ! તમારા શરીરમાં એ પ્રેત જ્યારે આવે છે ત્યારે તમને તે પહેલાં શું થાય છે ? : તે કહે: “એ વખતે મને કશું જ સમજાતું નથી. મારું શરીર એકદમ ભારે થઈ જાય છે, તે બાદ મને ભાન રહેતું નથી. વાત તે બેને મારી સાથે આ પ્રમાણે વાત કરેલી. આવી રીતે ૨૫ પ્રેતો દ્વારા પીડાતાં અને ત્રાસ ભોગવતાં તો મેં સેંકડોને જોયાં છે, અને હાલમાં પણ જોઈ રહ્યો છું. મને આ બધું સત્ય લાગ્યું છે; કારણ કે મને એવા સત્ય અનુભવ થયા છે. (૪) જીન્નાતને અનુભવ શામળાની પોળમાં મારા એક સ્નેહીના ભાણેજ કાળીદાસ જેની ઉમર ૨૦–૨૨ વર્ષની હતી તે લગ્ન પ્રસંગે બહારગામ ગયેલે. તે ગામની બહાર તળાવને કાંઠે એક પીપળાના ઝાડ તળે પિતાના ભાઈબંધ સાથે ફરવા ગયેલે ત્યાં એનાથી કાંઈક દુષ્કૃત્ય થઈ ગયેલું હેવાથી એના શરીરમાં એક જાતે પ્રવેશ કર્યો અને હા...હા...હા કરતો, બરાડા પાડત, બબ્બે–ચાર–ચાર માણસો ઝાલે તો પણ તે તમામને હડસેલી કાઢતો. તે મોટા મોટા ડોળા કાઢતો ને બૂમ– બરાડા પાડતો. એની આ દશાથી એના ભાઈ વગેરે ઘરના બધા ગભરાયા. બે વરસ ઉપર એ પર હતો એની બૈરી રડે ને કલ્પાંત કરે. આ લોકોએ પોતાનાથી બનતા બધા ઉપચારો કર્યા. એક ભુવાને બોલાવી લાવ્યા. તે ભુવાએ કહ્યું કે તમે મને રૂા. પ0 આપો તો હું કાઢ્યું. એ લેકે અડધા પહેલાં અને અડધા પછી આપવાને કબુલ થયા, પરંતુ મારા સ્નેહીએ એ છોકરાના ભાઈને કહ્યું કે તમે પંડિતજીને બેલાવી લાવ. તો સ્કૂલમાં હતો. એને ભાઈ મને તેડવા આવ્યો અને કહેવા લાગ્યો કે આપ જલદી મારી સાથે. ચાલો. હું ચાર વાગે ગયો. તેની સ્થિતિ જોઈ. મારે તો પ્રતિજ્ઞા હતી. હું તે તોડવા માગતો ન હતો. એ છોકરાને ૨-૩ જણ ઝાલી રહેલા હતા. એનો ચહેરે વિકરાળ હતો. તે મોટું ફાડી દરેકને બચકાં ભરતો ને તોફાન કરતો હતો. મેં કહ્યું કે હું કાંઈ કરી જાણતો નથી; પણ તમે મારા મિત્રને શાહપુરમાંથી બોલાવી લાવે. એક પૈસા ખર્ચ તમારે થશે નહિ અને એ જીન્નાતને કાઢશે ને છોકરા સાર થઈ જશે.

મેં તરત ચિઠ્ઠી લખી આપી. સાત વાગે મારા મિત્ર આવી પહોંચ્યા. એમણે તો તત્કાળ પ્રયોગ કર્યો ને તેના શરીરમાંના છન્નને કબજે કર્યો. પેલા રૂ. ૫૧૩ માંગનાર ભુવાને આ ખબર પડી. તેણે કહેવડાવ્યું કે આ છોકરે બે રાત હવે કાઢે તેમ નથી. વાણિયાભાઈ તે બીકણ પણ મેં કહ્યું કે તમે રૂ. ૨] આપ્યા છે તો ભલે પરંતુ હવે એક પાઈ આપશો નહીં. આને કશું જ થવાનું નથી. તે જ દિવસથી એ છોકરે તદ્દન સાર થઈ ગયે. શું આ ઢાંગ હતો ? મેં નજરે જોયેલી આ સત્ય હકીક્ત છે. એના શરીરમાં જીન્ન હતો. જો કેઈબરોબર પહોંચેલે કાઢનાર ન મળત તો એના દેહની હાનિ હતી. (૫) વનિતા વિશ્રામવાળી એક બ્રહ્મક્ષત્રિય બાળા વનિતા વિશ્રામમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષની એક બ્રહ્મક્ષત્રિય બાળા (મૃદુલાની બેન) એકંદમ વર્ગમાંથી નાઠી ને મારા વર્ગ આગળ આવતાં જ રસ્તામાં બેભાન બનીને પડી. લેકે ભેગા થઈ ગયા. હું સાતમા ધોરણમાં વિજ્ઞાન લઈ રહ્યો હતો. હેડમાસ્ટરે એક છોકરીને મોકલી મને બોલાવ્યું. અમે બધા ત્યાં ગયા. શ્રી સૂર્યકાન્તા દીવાન અને મેં તથા હેડમાસ્ટરે એને ઊંચકીને મહાદેવની અંદર ઓટલા પર લઈ ગયા. લેકોની ભીડ અંદર દાખલ ન થાય તે વાસ્તે બારણાં વાસ્યાં. વનિતા વિશ્રામના શિક્ષકે પણ આવી પહોંચ્યા. કઈ પાણી છાંટે તો કેઈ હાથપગ દબાવવા લાગ્યા. તે છોકરીને ૩–૪ જણું ઝાલી રહ્યા હતા છતાં તે જેર કરીને શરીર મરડી નાખતી હતી. કેઈ કહે કે હિસ્ટીરિયા છે, વાયુ છે; પણ એ બધાય ભૂલમાં હતા. એક જણ ડોકટરને બેલાવી લાવ્યા. કઈ વળી એની માતા અને બેનને બેલાવી લાવ્યા. મેં હેડમાસ્ટરને કહ્યું કે સાહેબ, આ બધા ઊંધા ઉપચારે છે. તે મારા ભણું જોઈ

. હું રે જ છે . કે જે જે કરે છે કે
દલે . અને “ ડેર તુટી જા જ. હિ! હિ! જાણી
મને મારી નાખે છે. ચિર ડિટર - પાર કરી લો. મેં
મારે કહ્યું: “કેમ રહેબ ! = શું છે? - હું
રનુકવવા ન એ ડ મારી રે સાજન
હતાં. મારે પણ આ બાબતમાં કેને કહ્યું હું જ હતું. અને
તો મારો અનુભવ સર્ચ લાગતો હતે. બે કલાક સુધી ગામ
ચાલી. કેઈ ડુંગળી સુંવાડે અને કર્ણનિયા સંપડે! મારી
નિશાળની બાજી શિક્ષિકાઓ પણ ત્યાં હતી. સાડા અગિયાર વાગ્યા
અંતે એ છોકરીમાં જે પ્રેત હતા તે જતો રહ્યો ને એ ટાણા
એની માતા, બેન સાથે ઘેર ગઈ. એની એને પોતાની માતાને મારી
બાબત વાત કરી. બીજે દિવસે એની આ મતે કરગરીને કહેવા
લાગીઃ “આપ એના માટે કાંઈક કરી આપે. એને એવું હમણું
કેટલાય દિવસથી થાય છે.”
મેં કહ્યું: “હું એ બાબતમાં કઈ પણ કરી શકું તેમ નથી,
છતાં શાહપુરમાં મારા એક સ્નેહી છે તેમને બતાવવાથી મટી જશે.”
અંતે એમજ થયું. એના શરીરમાં આવીને જે પ્રેત પડતો
હતો તે કબજે કરવામાં આવ્યો અને એજ દિનથી એ બાળ
સારી થઈ ગઈ .
મેં એજ રાતે એ પ્રેતને આકર્ષ્યા અને એ કોણ હતું તે
જાણ્ય, પીડવાનું કારણ પણ જાણી લીધું. એ વાત મેધમ રહે
એજ સારી.
(૬) ચુસ્ત વૈષ્ણવધર્મી શકુન્તલા નગીનદાસ,
અમારી આર. સી. ગર્લ્સ સ્કૂલ-ખાડીઆમાં શકુન્તલા નામે

૨૮
ચૌદ વર્ષની એક બાળા હલી. વર્ગમાં ઘણી વખત એ બેઠે બેઠે જ
બેભાન બની જતી. શિક્ષિકાઓ ભેગી થઈ એને ઝાલતી અને
ડુંગળી વગેરે સુંઘાડી ઉપચાર કરતી.
એક દિવસે એ બેભાન બની. હું, હેડમાસ્ટર અને બીજા
બધા ભેગા થઈ ગયા. મેં કહ્યું: “એ વાયુઉન્માદ નથી.” પાણી
મંગાવી મેં પ્રયોગ કર્યો. તરત જ તેને ઝાલી રાખનાર બહેનોને તે
ફાવે તેમ બોલવા લાગી. મેં કહ્યું: “બેલ તું કોણ છે?
તે બોલીઃ “હું.…..છું, જાતે જૈન છું.”
મેં કહ્યું: “તું જન છે તે તને જૈનધર્મ સંબંધી કાંઈ.
આવડે છે, બોલ જોઈએ.”
તે તો સપાટાબંધ નવતત્વની ગાથા કંઠસ્થ હોય એમ
બોલવા લાગી.
મેં કહ્યું: “તું આ બાળાના શરીરમાં શું કામ આવે છે?”
તે કહેઃ “મારે એને ભણવા જેવી નથી. હું એને મારી
સાથે રાખીશ. હું તો એની સાથે જ રહું છું.
મેં હેડમાસ્ટરને કહી બે છોકરીઓ મારફતે એનાં માબાપને
તેડાવ્યાં. તે આવ્યાં. મેં એની માતાને વાત કરી. તે કહે કે વાત
સાચી છે. એ ભયણ ગામે ગઈ હતી. ત્યાંથી એક બાઈ જેને
અમે જાણીએ છીએ તે આના શરીરમાં દાખલ થઈ છે. આપ
કોઈ ઉપાય બતાવે. આપ મારે ઘેર પધારે.
હું એમને ત્યાં ગયો. મેં મારા સ્નેહીને બોલાવી બાળા માટે
એમ કરવાનું કહ્યું. સાંજનો સમય નકકી કરવામાં આવ્યું. ફરીથી
મારા મિત્રને બોલાવી લીધા, અને યોગ્ય કરી આપ્યું.

૨. આ બાળાને જૈનધર્મનું કાંઈ પણ જ્ઞાન નહીં છતાં જ્યારે એના શરીરમાં પેલી બાઈનું પ્રેત દાખલ થાય ત્યારે એ જૈનધર્મનાં બધાં સૂત્રો જોલવા લાગતી. આનાથી વધુ સચોટ પ્રમાણ પ્રેતાત્માઓ વિષે શું જોઈએ? શ્રી નગીનદાસભાઈએ શ્રેયાધક અધિકારી વર્ગ સંબંધી ઘણી વાતો કરી અને પ્રતાવાહન વિષેનાં બે અંગ્રેજી પુસ્તકો પણ તેમણે મને આપ્યાં. મને તે લાભદાયી નીવડ્યાં. મારે તે ગેબી સૃષ્ટિ સંબંધી ઘણું જાણવાની ઈચ્છા હતી. અચાનક મુંબઈથી પ્રકટ થતું “કિસ્મત” નામનું માસિક મારા હાથમાં આવ્યું. મને તે ગમ્યું. એમાં ધર્મશાસ્ત્ર અને વિજ્ઞાનની દષ્ટિએ પ્રેતાત્મવિદ્યા વિષે લખાણ જોવામાં આવ્યું. વળી ઘણું દાખલાઓ પણ તેમાં સચિત્ર પ્રસિદ્ધ થયેલા મળી આવ્યા. આ માસિકે મને મારા સોધનકાર્યમાં ખૂબ મદદ કરી છે. હું મારી મેળે જ ગુપ્ત રીતે આ પ્રમાણે વાંચન, મનન, અને સાહસભર્યા કાર્યો દ્વારા અનુભવની દુનિયામાં મારા લક્ષ્ય ભણી આગળ વધવા લાગે. મારા માટે પ્રેત સાથે વાત કરવી એ તો પછી રમત વાત થઈ ગઈ ! જ્યારે કોઈ પણ વસ્તુ વાસ્તે તત્ર જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે તે તે વસ્તુ પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. (૭) જસલી ભંગિયણ, આજે સ્કૂલમાં રજા હતી. હું મારા સ્નેહીને ત્યાં મળવા ગયો હતો. બપોરના અગિયાર વાગ્યા હશે. એક બ્રાહ્મણની છોકરી જાજરૂ જવા ગઈ હતી. એ ગઈ ત્યારે તે તંદુરસ્ત બીનકેફ હાલતમાં હતી, પરંતુ જાજરૂ જઈને આવ્યા બાદ પોળમાં પેસતાં જ નાચવા ને કૂદવા લાગી. વાધરની માફક તે નાચે અને લહેકા કરી કરીને ગાય. પિળનાં બૈરાં ભેગાં થઈ ગયાં. હું અને મારા મિત્રો એક પાટ ઉપર ૩–૪ જણ બેઠા હતા. અમારા બધાનું ધ્યાન તે તરફ ગયું. એ છોકરીની બા બોલી કે બચુ ! આમ કેમ કરે છે?

૩૨ ચોવીસ વર્ષના એક યુવાન માણસના શરીરમાં ચાર પ્રેતો આવીને પીડતાં હતાં. માતા-પિતા અને પત્ની એ ભાઈ માટે જીવ બાળતાં. અનેક અચૂક ઉપચાર કર્યા છતાં કોઈ ફાયદો થશે નહીં. ડોકટરને બતાવ્યું એટલે કહેઃ “દવા કરો. બીજા બધા વહેમ રાખશો નહીં. ભુવા-ભોપાળામાં પિસા બગાડશે નહીં.” જેમ જેમ દવા કરવામાં આવે તેમ તેમ એ વધારે હેરાન થાય. પાંચ છ માસ સુધી આમ ચાલ્યું. ઘણા પૈસા બરબાદ કર્યા. કેટલેક ઠેકાણે ય લઈ ગયા. કેટલાક ભુવા તથા મૌલવીઓને ય બતાવ્યું પરંતુ એ ભાઈના શરીરમાંથી પ્રેતો નીકળ્યાં નહીં. એક ભુવાએ પોતાનામાં જેટલી તાકાત હતી તે બધી અંજમાવી; પણ બનતું એવું કે પ્રયોગ દ્વારા જ્યારે ભુવો પેલા શરીરસ્થ પ્રેતને બોલાવે ત્યારે એ ભૂત આવે ને બોલે. ભુએ પૂછે કે બોલ તું કોણ છે? ત્યારે તે પોતાનું ખરું નામ ન બતાવે અને બીજાનું જ બતાવે. જ્યારે બુઓ શરીરમાંથી એને નીકળી જવાનું કહે ત્યારે એ પ્રેત કહે કે હું તો ચાલ્યો જાઉં પણ બીજા ત્રણ છે તેનું કેમ ? ભુઓ કહે કે તું તે જ, બીજાઓને હું કબજે કરીશ. એ પ્રેત ચાલ્યો જાય ત્યારે ભુઓ બીજાને બોલાવે. એ પ્રેત આવે ત્યારે પહેલાએ પોતાનું જે નામ–કામ બતાવેલું. તે જ નામ-ઠામ કહે. ભુઓ કહે કે તું તે હમણું આવી ગયો, ફરી કેમ આવ્યો ? તે કહેઃ “હું તે આવ્યો જ નથી.” ભુ કહેઃ “હમણું આવ્યું તે કોણ હતું ?” તે કહેઃ “એ તે મારી બૈરી હતી. મારું નામ આપીને તમને એ છેતરી ગઈ!” આવાં જૂઠાણાંથી ભુએ અકળા, મૂઝાયે અને ભારે વિચારમાં પડ્યો. ખરી વાત તો એ હતી કે એમ ભુવામાં આવી તેફાની પ્રેતોને કબજે કરી કાઢવાની શક્તિ જ ન હતી. બાવીસ

૩૩
;
રૂપીઆ એ લઈ ગયો અને પ્રેરે તો એમને એમે જ રહ્યાં! પરિણામે
એ માણસ મરી ગયે. એ ચાર પ્રેતો સાથે પાંચ પ્રેત એ ભળ્યો
હવે મેં એ પાંચે પ્રેતોને ટોળાને એક સાથે જોયેલાં ને વાત
કરેલી. એ પાંચ એક જ કુટુંબની વ્યક્તિઓ હતી. મેં કહ્યું :
તમે આ માણસને લઈ આવ્યા તો તેની બિચારી વીસ વર્ષની
જુવાનજોધ ઔરીને વિધવા બનાવતાં તમારે જીવ કેમ ચાલે?”.
વચમાં જ એક સ્ત્રી બોલીઃ “એને પણ લઈ આવીશું.”
મેં કહ્યું: “એથી તમને શો ફાયદો ? પિોતાનાં કુકર્મો વડે
તો તમને આ દશા મળી છે છતાંય આવાં ઘોર પાપો શું કામ
કરે છે ? તમને તમારાં લાં પાપો માટે પસ્તાવો થવો જોઇએ.
મારે તમારી પાસેથી કશો જ સ્વાર્થ સાધવો નથી. હું તો તમને
તમારા ભલા માટે કહું છું. તમે તમારાં કરેલાં કર્મો ભોગવી લે
અને હવે આવાં પાપ ન કરે તો તમારી આ દશામાંથી મુક્તિ
અને અવશ્ય સુખી થશે.”
મારા મનમાં થયું કે એમનામાં કેટલી શકિત છે ને કેટલું
જ્ઞાન છે તે તો જેરા જાણું ! તેથી મેં તેમને કહ્યું: “તમે જાણી
શકે છે કે આ પ્રેતની વિધવા બાઈ અત્યારે કેવી દશામાં છે ?
તે કયાં સૂતી છે ? જમીન ઉપર કે ખાટલામાં ? જાગે છે કે ઊંઘી
ગઈ છે ?”
એમાંના એકે કહ્યું: “અમને અત્યારે એ બધી ખબર નથી.
અમે ત્યાં જઈને જોઈ આવીએ ત્યારે જ તે ખબર પડે.”
મેં કહ્યું “જાઓ, જેઈ આવો. તમારામાંથી એક જણ જુઓ.”
તે કહે: “ના, અમે બધાં જઈશું.”
મેં કહ્યું : “કયારે કેટલીવારમાં આવશે?”,

૩૪
-
તે કહેઃ “હમણું શેડી જ વારમાં.”
હું તો બેસી રહ્યો. એ અદશ્ય થઈ ગયાં. રાતના સાડા ત્રણ
થયા હતા. આ બનાવ નદીના પટ પર બને. હું વિચાર કરી
રહ્યો હતો કે આ કેવા ચિત્રવિચિત્ર અનુભવ થઈ રહ્યા છે! મારી.
આ વાત કોઈ સાચી માને ખરું? સત્ય માને પણ શી રીતે ? આ
પ્રેતાને માટે મારે શું કરવું? એમને પાપ કરતાં કેવી રીતે
અટકાવવા? અત્યાર સુધી હું જગતને ઉપદેશ આપતો હતો, હવે
તો આવાં પ્રેતને જ બોધ આપવો. એ બિચારાઓની કેવી રીતે
સદ્દગતિ થાય એ વિચારમાં હું પંદર મિનિટ ત્યાં બેસી રહ્યો.
એ પાંચે પ્રેતોનું ટોળું પાછું આવ્યું. એમાંની સ્ત્રી પ્રેત
બેલીઃ “એ બાઈ ભય ઉપર ગાદલામાં પિતાની છ માસની
છોકરીને પડખામાં લઈને સૂતી છે.”
મેં કહ્યું : “એ બિચારીની કેવી દયાજનક દશા છે ! બોલે,
તમે એ બાઈને પીડશે? સતાવશે ??”
એ બધાં આકંદન કરવા લાગ્યાં ને કુદવા લાગ્યાં! મેં કહ્યું:
“જુઓ, તમને હું કરગરીને કહું છું કે એ બાઈને જરાયે પજવશે
નહીં. એને તો શું પણ કોઈને ય પાડશે નહીં.”
સ્ત્રી પ્રેત બોલી: “તમારી પાસે એવું શું છે કે તમને બીક
લાગતી નથી અને અમારી સાથે આમ ઉઘાડા બોલાવીને વાત
કરે છે ?”
મેં કહ્યું: “મને મૃત્યુનો ભય નથી એટલે કાનો ડર લાગે?”
હું ત્યાંથી મારા ઘર ભણી ચા. એ બધા મારી પાછળ
ઘરના આગળની આંબલીના ઝાડ સુધી આવ્યા અને અદશ્ય થઈ ગયા!

પીર સાહેબની સવારી
૨૮ ડિસેમ્બરની રાતે હું બહાર ગયેલે ત્યારે સરખેજ
ભણુથી ૩૦-૪૦ માણસો જેમાં સ્ત્રીઓ પણ હતી એવું એક
ટાળું મને આવતું દેખાયું. આગળ ઢેલ–ત્રાંસાં વગાડનારા હતા.
ઢેલકી અને ત્રાંસાંને અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. જેમ તાબૂતની
આગળ ઢોલ, શરણાઈ વાજાં વગાડતા લેકે ચાલે છે તે તે
દેખાવ હતો. ત્રણ મશાલ પણ બળતી હતી. મોટાં મોટાં ત્રણ
નિશાન હતાં. મને લાગ્યું કે અત્યારે રાતના ત્રણ વાગ્યા છે અને
આ જુલૂસ આમ ક્યાં જાય છે ? અને કદી જાય તો સડક પર
થઈને જાય પરંતુ આ તો ખેતરમાં થઈને મેટી મટી યુવેરની
વાડોને ઓળંગતા ચાલ્યા આવે છે! પાલડીના દક્ષિણ વિભાગના
ઝાંપે જૂના જમાનાની પત્થરની એક મસ્જિદ છે તેની બાજુમાં
ઉભે રહ્યો અને એ આવતા સરઘસને જોઈ રહ્યો. શહેરમાં
ઘણી વખત આવી રીતે મુસલમાનો નીકળે છે પણ અત્યારે રાતના
સમયે આ શું હશે એનો મને અચંબ થયું હતું. જિજ્ઞાસા પણ
સતેજ થઈ હતી. એટલામાં એ ટોળું મારી નજીકમાં એટલે પચીસ
પગલાં છેટેથી જમીનથી પંદરેક ફૂટ ઊંચે હવામાંથી પસાર થયું.
મેં કાળી કાંબળ ઓઢેલી હતી. ત્યાં જ ઊભે ઊભે મસ્તક નમાવી
મેં સલામ કરી; કારણ કે મને ખાતરી થઈ ગયેલી કે આ સાધારણ
માણસે નથી, અને વળી તેમની રીતભાત માણસો જેવી પણ ન

૩૬
હતી. એમની ચાલ વેગવાળી હતી. લેબાન, અગરબત્તીની સુગંધ
એટલી બધી તીવ્ર હતી કે જાણે મારી પાસે જ કોઈ ધૂપ કરી
રહેલ છે ! મને એ જુલૂસની નજીકમાં જવાની ઈચ્છા થઈ. હું
પાંચ પગલાં આગળ વધ્યું. એમાંથી કેટલાકનું લક્ષ મારા ભણી
દેરાયું એમ મને લાગ્યું; કારણ કે એ પ્રેત છાયા મારા ભણ
આવીને દૂરથી પોતાના હાથ ઊંચા કરી જાણે મને ભી જવા
અથવા આવવાની મના કરતી હોય તેમ તેણે કર્યું. મેં બહુ જ
વિનમ્રભાવે પૂછ્યું : “આપ સર્વે કોણ છે એ હું જાણવા માગું છું.”
તેમણે જવાબ આપ્યો : “તુમ બડે નસીબદાર છે. ચાહ તે
બડે પીર સાહબકી સવારી છે, શાહ આલમને રોજે જ રહી છે.”
અવાજ ભારે પણ સ્પષ્ટ હતો. મેં નમીને સલામ કરતાં કહ્યું :
1 ક્યા મેં સાથમેં આ સતા હૂં ?” સામેથી જવાબ મળ્યોઃ “તુમ
હમારે સાથ ચલને કી તાકત રખતે હે તો આ પી પી છે.”
••
એમની ગતિ તો બહુ જ ઝડપી હતી અને રસ્તા વગર જ
વાડે પર થઈ સીધા જ આકાશ ભાગે જ પસાર થતા હતા. હું
જોતો રહ્યો ત્યાં તે એ બધા જ ખેતરવા પસાર કરી ગયા.
આ બધું બે મિનિટમાં જ બની ગયું. હું દિક્યૂઢ બની જોઈ જ
રહ્યો. એમની પાછળ જઈ શકવાની મારામાં શક્તિ ન હતી. કદાચ
હું દડું તો પણ મટી ગંજાવર વાડોને શી રીતે ઓળંગવી? હવે
મને ઘણું ઘણું વિચારે આવવા લાગ્યા. જેમ મેં આ જોયું તેમ
શું બીજા આ પાલડી ગામના કે અન્ય સોસાયટીના લેક એમને
નહીં જોતા હોય? ઊંઘમાં પડેલા ન જુએ પણ ભૈયા, પઠાણે,
ચેકીદારો, પગીએ કે પહેરાવાળાઓ શું આ નહીં જોતા હોય ?
આ ત્રાંસાં ને ઢોલને અવાજ શું. એમના કાને નહીં પડતો હોય ?
આજનો ભારે આ અનુભવ મારે માટે બહુ જ વિચિત્ર અજાયબી-
ભર્યો હતો. શું લેકે મારા આ અનુભવને સાચે માનશે ખરા ?

૩૭ દશ મિનિટથી વધારે હું ત્યાં જ ઊભો ઊભો જોઈ રહ્યો. ગામની ભાગોળે કૂતરા ખૂબ જોરથી ભસતા હતા. મને થયું કે શું આ દશ્ય કૂતરાઓ જોઈ શકતા હશે ? એટલામાં પાલડીની ભાગોળે નદી તરફથી આવતા મેટા રસ્તા પર બે ઘોડેસ્વાર મેં જોયા. બંને બીડી પીતા હતા; કારણ કે બીડીની ચમક દેખાતી હતી. મને લાગ્યું કે એ પેલી છે અને રોન ફરવા નીકળેલા છે. મારી ધારણા સાચી હતી. એ પોલીસ જ હતા. હું તત્કાળ ખાડામાં બેસી ગયો; કારણ કે મને લાગ્યું કે એ મને ટોકશે, મારી વાત સાચી નહીં માને અને ઉલટું મને એર સમજીને ગાયકવાડની હવેલીએ લઈ જશે. પ્રભાતમાં ખુલાસે થતાં હું છુટીશ પણ અત્યારે તો હેરાન હેરાન થઈ જઈશ. આવા વિચાર કરું છું ત્યાં તે તેઓ ધીમે ધીમે મારી નજીકમાંથી જ આગળ નીકળી ગયા. મારા મનમાં થયું કે ભૂત-પ્રેતોની તે મને બીક નથી લાગતી; પણ જીવતા જાગતા ભૂતોની બીક અવશ્ય લાગે છે. તે પછી હું મારી ઓરડીએ આવી ગયો અને આજના અજાયબીભર્યા અનુભવ ઉપર વિચાર કરતો ચાર વાગે સૂઈ ગયો. S જેમ મનુષ્ય સૃષ્ટિમાં ઉત્તમ, મધ્યમ, કનિષ્કના ભેદો છે અને વળી તેમાંય જેમ ઘણા પેટા વિભાગો છે તેમ પલેકસૃષ્ટિમાં વિચરતા સુકમ શરીરી જીવાત્માઓમાં ભૂત–પ્રેત ઉપરાંત ઉત્તમ કોટીના પીર, ઓલિયા, બ્રહ્મરાક્ષસ, જીન, બીર વગેરે દેવલોકના છેવો પણ હોય છે. ભૂલોકના નશ્વર પદાર્થો સ્ત્રી, પુત્ર, મકાન, દુકાન, સંપત્તિ, વિલાસ, નાચગાન–રાગરાગ, ખાનપાન પર પ્રીતિ– આસકિત ધરાવતાં હલકાં ભૂત-પ્રેતો કરતાં એ થી સૂક્ષ્મ જીવોને સ્વભાવ, રીતભાત, વાતચીત વગેરે ઘણું ઉન્નત અને કલ્યાણકારી હોય છે. આવા વૈી, પરોપકારપ્રેમી, ઈશ્વરનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ, ૩૮ ચારિત્ર્યશીલ પરલોકગત જીવાત્માઓ હલકી વાસનાઓને આધીન ભૂતપ્રેતોને કે તોફાની દુર્ગુણી જીન્નાતો અથવા બ્રહ્મરાક્ષસે પર શાસન પણ ચલાવી શકે છે. એમનાથી રીબાતા જીવિત મનુષ્યને શાન્તિ બક્ષી શકે છે. કેટલાક પીર–ઓલિયાઓને પરિચય પાછળથી મને થર્યો છે. એમની મારા પર ખૂબ કૃપા છે. એ બધા બહુ જ શાંત, ગંભીર અને પ્રસન્ન મુખમુદ્રાવાળા મને જણાયા છે. વાસી ટૂકડા માટે લલચાઈ જનારાં હલકાં ભૂત-પ્રેતોના સપાટામાંથી માણસોને તેઓ બચાવી લે છે અને પૂર્વનાં કણાનુબંધ હોય તે માર્ગદર્શન પણ આપે છે. સંક્ષેપમાં એજ કે મનુષ્યસૃષ્ટિની માફકે જ સૂક્ષ્મ સૃષ્ટિમાં પણ સારા-નરસાના ભેદ વિદ્યમાન છે. સત્કર્મો દ્વારા મનને સતત સારો વિકાસ થાય તોજ ઉત્તમ શ્રેણીમાં માનવની ગણત્રી થાય છે. આ નિયમ આ લેક અને પરલોક બંનેને લાગુ પડે છે. ભાગ્યશાળી એજ જીવાત્માઓ છે કે જેઓ પ્રભુના પંથે પ્રસ્થાન કરી ચૂકયા છે, કરી રહ્યા છે અને નિરંતર પરોપકારરત છે. શોધ નક્કર હોય તો તે એક છે ચકકર તણી, મોટર, સિનેમા, રેલવે, વિમાનને સ્ટીમર મહીં; ટિકિટ કદી ખરીદે નહીં, પણ જ્યાં જુઓ ત્યાં એ ફરે, જન્મ-મૃત્યુનું અજબ ચક્કર બનાવ્યું ઈશ્વરે.

.
એક અને અદભુત પાવનકારી પ્રસંગ
નવરાત્રિના દિવસો હતા. રાતના દેઢ વાગે હું ઊઠયો. મેં
મારું ધ્યાન–જપ વગેરે કાર્ય કરી લીધું. બાદ લગભગ બે વાગે
કામળો ઓઢી ચૂપચાપ હું ઝાંપા બહાર નીકળી ગયો. સામે છેડે
દૂર ટેકરાવાળું ખેતર હતું. તેમાં એક કુવો અને બે ત્રણ મોટાં
મોટાં ઝાડ હતાં. એ કુવા પાસે ઝાડની નીચે કેટલીક સ્ત્રીઓને
મેં ગરબા ગાતી જોઈ.
પ્રથમ તો મને એમજ લાગ્યું કે નવરાત્રિના દિવસો છે તેથી
સ્ત્રીઓ મોડી રાત સુધી ગરબા ગાતી હશે. મેં આજુબાજુ બધે
નજર કરી જોઈ તો એ આઠ નવ બાઈઓ સિવાય ત્યાં કોઈ હતું
નહિ. હું વિચારમાં પડ્યો કે ગરબા તો ગામમાં કે ચૌટામાં હોય
આ અરણ્યમાં ગરબા કયાંથી ?
હું તો જ્યાં ગરબા ગવાતા હતા એ ભણી જ ચાલ્યો. ખેતરને
ઊંચી વાત હતી. નદી તરફ જવાનો એ રસ્તો હતો. જગ્યા નીચા-
ણવાળી હોવાથી હું રસ્તામાં ઊભો રહું તો એ દેખાય નહિ,
તેથી ભેખડ ચડીને હું વાડ પાસે ગયે ને ઊભો રહી તેમને જેવા લાગે.
એ બાઈઓનાં કપડાં લાલ હતાં. ઘેરદાર ઘાઘરા હતા. શરીર
પર ઘરેણું ચળતાં હતાં. વચમાં દીવો મૂકેલે હતો. લગભગ
ચાળીસ કદમ છે. વાડ પાસે ઊભો ઊભો આ બધું જોતો હતો.

૪૦
એક બાઈ ગવરાવતી હતી ને બીજી બધી ઝીલતી હતી. એમનાં
શરીરને મડ અને લચક અદ્ભુત હતાં. તેમને અવાજ ઝીણી
ને મધુર હતો. અત્યાર સુધી મને જરાય વહેમ ન હતું. હું એમ જ
માની રહ્યો હતો કે આ બાઈએ નોરતને લીધે પાલડીમાંથી આ
એકાંત ખેતરમાં ગરબા ગાવા આવેલી છે. સાથે એમ પણ વિચારતો
હતા, કે આ બાઈઓ એક સરખા પોષામાં અને એક સરખા
કદની અતિ સૌંદર્યવાન હોઈ ગામની લાગતી તો નથી. હું ખૂબ
વિમાસણમાં પડી ગયો હતો તોય શેરની વાડ જ્યાં તૂટેલી હતી ત્યાં
થઈ મેં ખેતરમાં પ્રવેશ કર્યો ને તેમના ભણું ધીમે ધીમે હું ચાલવા
લાગ્યો. તે વખતે મારા શરીરમાં કંપારી છૂટી એટલે લૅક ડગલાં
ચાલી જ રહ્યો. ત્યાં તો મઘમઘતી સુગંધથી મારું મગજ તર
થઈ ગયું
હું બે ડગલાં આગળ વધે. ગઓ બંધ . બધી સ્ત્રીઓનું
ધ્યાન મારા તરફ ગયું. એક બાઈએ લાંબો હાથં કરી કહ્યું: “માનવી!
બીજો અવાજ આવ્યેઃ “આપણને જુએ છે?” ત્રીજી બોલી :
માતાનો કોઈ ભગત હશે !” એથી કહે: “એ વગર આપણને
કણ જોઈ શકે ? –બસ ચાલે.
•
*
અવાજ સ્પષ્ટ હતો, પણ બીજી પળે નહોતી ત્યાં બાદ
કે ન હતો દીવો ! હું ભારે અજાયબીમાં પ. હું કંપી
આ બધું એકદમ અદશ્ય થઈ ગયું એથી મારા આશ્ચર્ય પાર ન
રહ્યો! મારા અંતરમાં થયું કે શું આ યોગિનીઓ હતી કે અષ્ટ
દુર્ગાઓ અથવા વંતરીઓ !
જે ઠેકાણે. ગરબા ગવાતા હતા તે જગ્યાએ જઈ હું ઊભે
રહ્યું. ચારે બાજુ સૂમસામ હતું. હું એ બાઈઓનાં પગલાં એ
ખેતરની ધૂળમાં જેવા લાગે. એક પણ ચિહ્ન મને જણાયું નહિ.

I " ૪૧ -.. { ગરબો જ્યાં મૂકેલ હતા ત્યાં પણ મેં તપાસ કરી. કશી જ નિશાની હાથ ન લાગી. મને લાગ્યું કે મેં કેવી મૂર્ખતા કરી! હું આગળ શું કામ આવ્યોજે દૂર ઊભા રહી મેં જોયા કર્યું હોત તો મારું શું બગડી જાત! હું તો ત્યાં જ ભદ્રકાળી માતાનું સ્મરણ કરતો બેસી ગે. મને રડવું આવી ગયું. મને લાગ્યું કે મારા આવવાથી જ એમના રંગમાં ભંગ પડયો ! હવે શું થાય ? હું બે હાથ જોડી પ્રાર્થના સાથે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. મેં અંતરથી પ્રાર્થના કરીઃ “ઓ મા! મને તમે માફ કરજે. હું અપરાધી છું; છતાં ય તમારે બાળક છું. - કુપુત્રો થત ચર માતા = માત ? આજ હું પોતાને ધન્ય માનું છું, કે મને આપનાં દર્શન થયાં. હું બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગે. પ્રાર્થના કરવાથી મારું દિલ હળવું થયું. એ સ્ત્રીઓ બાબત હું સત્ય ન જાણી શકો એથી મને દુઃખ થતું હતું. હું અર્ધા કલાકથી વધુ ત્યાં બેઠે ને ગાયત્રી જપ કરતો રહ્યો. ગામની ભાગોળે કૂતરાં જોરશોરથી ભસતાં હતાં. મેં પ્રેતાવાહન કરવાનું માંડી વાળ્યું અને ચૂપચાપ ઘેર આવીને સૂઈ ગયે. બીજે દિવસે સવારમાં મને તાવ આવ્યો, જેથી ચાર પાંચ દિવસ સુધી હું પથારીવશ રહ્યો. જે મને તાવ ન આવ્યો હોત તો હું બીજી રાત્રે પણું જ્યાં ગરબા ગવાતા હતા ત્યાં જવાનો જ હતો. નોરતાં પુરાં થઈ ગયાં. આ વાત મેં મારા મિત્રને કહી. તે કહે: “તમે ભાગ્યશાળી છે કે યોગિનીઓનાં દર્શન થયાં! હું તો આ દશ્ય જેવાને આતુર થઈ રહ્યો છું.” હું મારે આ સત્ય અનોખો અનુભવ કોને કહું? કહેવાથી લાભ પણ શો ? ભલે દુનિયા મારા આ અનુભવને માને કે ન માને, પણ મારે તો એની નોંધ કરવી એ મારે નિયમ છે. • •

**
ભૂતની ઉજાણું!
T
ભૂતપ્રેત ઉજાણી કરે છે તેનો એક રોમાંચક અનુભવ મને
થયેલ. એક રાતે હું નદી પર ગયેલ. ચંદ્ર આથમી ગયો હતો.
અજવાળિયાની નોમ હતી; છતાં રાત્રિ અંધારી હતી, શિયાળાની
સમ હતી.
આ સમયે નવા અનુભવ લેવાનો રસિયો હું રાત્રે દોઢ વાગે
કાળી કામળી ઓઢીને નદી ભણી ચાલી નીકળ્યો. નદીની રેતીમાં
એક તાપણું બળતું હતું. પ્રથમ તો મારા મનમાં થયું કે કોઈ
માણસોએ તાપણું કર્યું છે. ૪૦-૫૦ ડગલાં દૂરથી હું ઊભો ઊભો
જોઈ રહ્યો. બે ડગલાં ચાલતો અને પાછો હું ઊભો રહેતો. એ
લેકની ચેષ્ટા બરાબર દેખાતી હતી.
ત્યાં દસ-બાર આકૃતિઓ ગેળ કુંડાળું કરીને બેઠી હતી,
પાંચ—સાત જણ એમનાથી છેટે ઉભા હતા. હવે મને બહુ સારી
રીતે દેખાવા લાગ્યું. તેઓ કાંઈક ખાતા હતા. ધારીધારીને મેં જોયું
અને ખાત્રી કરી કે તેઓ બરાબર કાંઈક ખાતા હતા, પણ શું
ખાય છે તે દેખાતું ન હતું.
હું હવે તદ્દન નજીકમાં પહોંચી ગયો હતો. એ ખાતા હતા,
હસતા હતા અને વાત કરતા હતા. એ લોકોનું ધ્યાન મારા ભણી
ગયું છે. ઊભેલી આકૃતિઓ તાપણ આગળ બેઠેલાઓ પાસે કાંઈક
માંગતી હોય તેમ લાગતું હતું...

૪૩ મારા મનમાં તે વખતે થયું કે જે મારી પાસે ફોટા પાડવાનો કેમેરા હેત તો કેવું મજાનું ? પણ એ છે નહીં અને વળી મને ફેટે લેતાં આવડતું ય નથી. સ્થૂળ શરીર વગરનાં આ પ્રતા છતાં એમની છાયા અને સૂક્ષ્મ શરીરની ક્રિયાઓ કેટલી સ્પષ્ટ દેખાતી હતી એ હું અનુભવી રહ્યો. મને એમ થયું કે જેમ હું આ જોઈ રહ્યો છું તેમ આજુબાજુના લોકો આ નહીં જોતા હેય? ડીવાર પછી બે સ્ત્રી–પ્રેતની આકૃતિઓ તાપણ પર નાચવા લાગી. એમના માથાના વાળ ખુલ્લા, લાંબા અને છૂટા ઊડતા દેખાતા હતા. એ આકૃતિઓ ગાતી હતી; પણ બિલકુલ સમજાતું ન હતું. ભદાસી કે તેલુગુના જેવા શબ્દોચ્ચાર હતા, પણ નાચ સરસ કરતી હતી. હું એમની સામે વાત કરવા તલસી રહ્યો હતો, પણ એ તે બધાં ય નાચગાનમાં મસ્ત હતાં. એટલામાં નદીની આથમણી દિશા ભણી એક ભાંગેલે-તૂટેલે જૂના જમાનાને કુવો છે તે તરફ એ લકોએ ઝબકીને જોયું અને એકદમ કિકિયારીઓ કરતાં તેઓ નાસી ગયાં. જેમ કોઈ જીવ લઈને નાસી જાય તેમ ભારે ભયથી તેઓ ભાગી ગયાં. હું જોઈ રહ્યો. ઘણે દૂર સુધી તેઓને નાસતા હું જોઈ શકતો હતો. અંતે તેઓ દેખાતાં બંધ થઈ ગયા, પક્ષીની માફક તેમની ઝડપી ગતિ હતી. હું નદી પર એકલે ઊભો હતો. આ દૃશ્ય જે મેં જોયું તેમાં મારે કાંઈ પ્રયોગ કરવો પડ્યો ન હતો. હું બહાર નીકળું છું ત્યારે અચાનક આવા દ નજરે પડી જાય છે! હું એ બધું સાવધાન રહીને જતો રહું છું અને મનમાં ગાયત્રીમંત્ર જગ્યા કરું છું. પછીથી ત્યાંથી ધીમે ધીમે જે રસ્તે થઈને ગયેલે તે માર્ગે પાછો વળ્યો. તે રાતે કોઈ પણ પ્રયોગ કર્યા વગર જ હું ત્યાંથી ભારી ઓરડીએ ચાટ આવ્યા, વિલાસ-ગુલ એક મુસલમાન ફોજદાર છે. તેમને સરકાર તરફથી ખા. બ. ને ઈલ્કાબ મળ્યો છે. એમની સાથે મારે ગાઢ પરિચય થતાં મિત્ર જેવો સંબંધ છે. મારે માટે એમને માને છે, પ્રેમ છે. એમના દ્વારા એક...મહેલમાં…...નું મરણ કેઈ કારસ્તાનથી થયેલું એ વાત મારા જાણવામાં આવી એમણે જે હકીકત રજુ કરેલી તે તો હું લખી શકું તેમ નથી. એક રાત્રે એ... સાહેબના પ્રેતાત્માને પ્રયોગ દ્વારા બોલાવીને એ આ પ્રસંગ મને જાણવાની ઈચ્છા થઈ. મેં બે વાગે પ્રયોગ કર્યો. થોડીક જ વારમાં મારા સાધન પર એ પ્રેતાત્મા આવી ગયે. જે કે મને તે આશ્ચર્ય નથી લાગતું, પણ વાંચનારને વિસ્મય થયા વગર ન રહે, કારણ કે એ પ્રેત જ્યારે મારા સાધન પર આવ્યો ત્યારે એટલી બધી સરસ મોગરાનાં ફૂલની અને અત્તરની સુગંધ પ્રસરી ગઈ કે જેથી મારું મગજ તર થઈ ગયું. મારી આખી. એરડી ખુશબોથી મહેકી ઊઠી. એ પ્રેત છાયા બહુ જ સુંદર પિપાકમાં સજજ હતી. તેણે બહુ જ કિંમતી રેશમી ઝીણું વસ્ત્રો પહેરેલાં હતાં. ગળામાં, કાનમાં, હાથમાં

૫
૮
:
હિરાજડિત ઝગમગ-ઝગમગ કરતા અલંકારે શોભતા હતા. નાજુક
ને તેજસ્વી શરીર હું સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો. મોટી મોટી
આકર્ષક આંખ હતી અને સુંદર ચહેરા પર જરા ગમગીની નજરે
પડતી હતી.
મારા ભણી એ એકીટશે જોઈ રહ્યાં હતાં. હું પણ તેમના
ભણી જઈ રહ્યો હતો. મેં ધુપદાની પર અગરબત્તી સળગાવેલી
હતી તે સાધનની નજીક મૂકી. મેં તેમને વિનમ્રભાવે એક હાથે
સલામ કરીને કહ્યું: “મેં આપને તકલીફ આપી છે, માફ કરજે.
હું આપની સાથે વાત કરવા માગું છું. ગુજરાતીમાં બોલું કે ઉર્દુમાં
ગુજરાતીમાં બોલે તો પણ ચાલશે.” એમણે જવાબ આપે.
તે જરા હાલ્યાં અને મેં જેમ સલામ કરી હતી તેને જવાબ
પણ એમણે હાથ વડે સ..લા....મ દ્વારા આ ને બોલ્યાં :
આપ કોણ છો ?” અવાજ બહુ જ ઝીણો ને મીઠે હતો. મેં કહ્યું:
હું કેણુ એ તે તમને કહીશ જ, પણ હમણાં તો હું તમારે
ભાઈ છું.” તે જરા ખૂશ થતાં બોલ્યાં : “આંપ મારા ભાઈ
છે ?' મેં કહ્યું: “હા બહેન, તમે નવાઈ ન પામતાં હું તમારે
ભાઈ જ છું, માત્ર કહેવાનો જ ભાઈ નહીં હો– સાચે આમિક
‘ભાઈ, અર્થાત્ આત્મબંધુ.”
મારું આ કથન સાંભળી મારા સાંધન પર તેમના બંને હાથ
લાંબા થયા અને ભરાયેલા હૃદયથી તે બોલ્યાં : “એ મારા વહાલા
'ભાઈ! મેં મારી આખી જિંદગીમાં આવા મીઠા શબ્દો નંથી સાંભળ્યા!
ખારે ભાઈ! આ અભાગી બહેનને તારામાં સમાવી લે.”
આ બનાવ હું કલમ દ્વારા ચિતરી શક્તો નથી. મારું હૃદય
એ સબ્દો સાંભળીને ભરાઈ આવ્યું. મારી આંખમાંથી આંસુ વહેવા
લાગ્યાં. આ પ્રભુની પ્રભુતા, પવિત્ર પ્રેમની એ મહાતિને

.* ૪૬ પ્રકાશ ત્યાં ઝળહળી રહ્યો. મારાથી માત્ર એટલું જ બોલાયું બહેન, શાન્ત થાઓ !” તે બેલ્યાંઃ “ભાઈ! હું આ શું જોઈ રહી છું. આ જહન્નમ છે, કે બહિત ? તો જહન્નમની જેમ આગની ભઠ્ઠીમાં જલી રહી હતી. ભાઈ મને કહે, કે હું સ્વપ્ન તો નથી જઈ રહીને ?” મેં કહ્યું : “બહેન ! આ સ્વપ્ન નથી, આ તેં પરવરદિગારની મહેરબાની છે, કે જેને આપણે ભૂલી ગયા છીએ. દુનિયાના મેજ- શખમાં આપણે આપણી આત્મિક જીંદગીને ભૂલી બેઠા છીએ.” અરે, મારા ભાઈ! તમારે એક એક શબ્દ અને અમૃતથી પણ વધારે મીઠે લાગે છે. તમે મને બોલાવીને મારા પર મોટો ઉપકાર કર્યો છે. તમે મને કેવી રીતે બોલાવી? આ શહેર કયું છે અને આપણે ક્યાં છીએ? હું કોણ છું તે આપ જ છો? એના પ્રશ્નોના જવાબ મારે આપવાના હતા. એટલે મેં કહ્યું : સાંભળે બહેન! મેં તમને કદી જોયાં નથી, કે નથી તમારું નામ સાંભળ્યું; પરંતુ મરેલાઓને બેલાવીને તેની સાથે વાર્તાલાપ કરવાની વિદ્યા મેં સાથે કરી છે એટલે તમને મેં બેલાવ્યાં છે. તમે તે...હતાં. જીવંત હશો ત્યારે તો તમારું મુખ પણ કઈ જઈ શક્યું નહિ હોય! આ અમદાવાદ શહેર છે અને આ જગ્યાનું નામ ભગવાનનગર છે. એમાંની એક નાનકડી કોટડીમાં તમારે આ ભાઈ રહે છે. તમારા જેવી સંસ્કારી બહેન પ્રેત-દશામાં રહી દુઃખ ભોગવી રહી છે તે મારાથી જોઈ શકાતું નથી.” મારું આશ્વાસન સાંભળી તે બોલી: “ભાઈ આટલો પ્રેમ મારા માતપિતાએ પણ કદી મારા તરફ દેખાયો નથી. તમે તો મારા ભાઈથી યે વધારે છે..!” K 9 અને તે હિબકે હિબકે રડવા લાગી અને તેના ગળામાં જે દાગીના હતા તે તોડવા લાગી. આ વસ્તુ સક્ષમ જ હતી. એમના પ્રેતશરીરની જેમ દાગીના પણ સુક્ષ્મ જ હતા. એના લાંબા વાળ શરીર પર પથરાઈ ગયા ! બહેન! આ શું કરી રહ્યાં છે ?” મેં ઠપકે આપતાં કહ્યું. બસ, આજથી મારે આ ઘરેણાં નહિ જોઈએ. તમારા પર મેં એ ન્યોછાવર કરી દીધાં! હું નથી, હું...પણ નથી. હું તો છું એક ગરીબ ભાઈની ગરીબ બહેન!? આ શબ્દ સાંભળી મારું હૃદય આનંદના ભારથી દબાઈને ભરાઈ આવ્યું. તે દશ્યનું વર્ણન હું કોઈ પણ રીતે કરી શકો નથી. આ મારે સત્ય અનુભવ હું જાણું કે પ્રભુ જાણે. મેં એવું શું કહ્યું કે એકદમ એમનામાં આ પલટો થઈ ગયો ? આ પ્રેતાત્માની વાસને કેમ તદ્દન નાશ પામી ગઈ ? શું આ કે પૂર્વજન્મના સંસ્કારનું પરિણામ હશે? શું એ કોઈ ઉર્ધ્વગામી આત્મા હશે ? આ સામાન્ય પ્રેતાવાહનની રમતભરી ક્ષિાનું પરિણામ આવું મહાવભર્યું કેમ આવી ગયું? મારા અને એના આભામાં આટલું બધું અય શાથી થયું ? આ બધે ગુંચવાડે હવે કેણ ઉકેલે ? હું આ પ્રમાણે વિચાર કરી રહ્યું હતું ત્યારે તે પોતાનાં તમામ ઘરેણાં ખોબો ભરીને મારા પર ઉછાળી હસવા લાગ્યાં અને બોલ્યાં : “મારા પ્યારા ભાઈ! બોલ, તમે શું વિચારમાં પડી ગયા છે ? મેં મારાં આંસુ લૂછતાં લૂછતાં કહ્યું: “બહેન! શું કહું? તમારા આ વર્તનથી હું અસ્વસ્થ બની ગયું છું. તમે તો હદ કરી નાખી. હવે કહો, તમારી શું ઈચ્છા છે ? તે હસતાં હસતાં બોલ્યાં : “મારે હવે શું જોઈએ, ભાઈ ! હું નદીમાં તણાતી હતી ત્યાં મારા ભાઈએ મને ખેંચીને કિનારે ?

૪૮૫
લાવી મૂકી. બસ, જે ભાઈની ઈચ્છા એ જ બહેનની મરજી! હું
તમને એક પળ માટે પણ નથી છોડી શકતી.”
મેં કહ્યું: “બહેન! મને અત્યંત આનંદ થયો છે. હવે હું
તમને કેટલીક ભૂતકાળની વાત પૂછવા માગું છું. દિલ ખેલીને
બધું મને કહી દો.”
તે બોલ્યાં : “વહાલા બિરાદર ! શું તમને હજુ પણ શકે છે,
કે તમારી સામે હું જૂઠું બોલીશ ? નહિ નહિ, હરગીઝ નહિ.
મારા દિલની વાત તમને નહિ કહું તો કહીશ કોને ? લ્યો સાંભળો. હું
તમને મારી કર્મકથા કહી સંભળાવું છું.”
હું મારા માબાપની બહુ જ લાડકી દિકરી હતી. એમના
હાથમાં હું ફૂલની જેમ ઉછરીને મોટી થઈ. મને બચપણથી જ
કુરાને શરીફ મોઢે કરાવવામાં આવ્યું અને ફારસી તથા અંગ્રેજી પણ
વાતચીત કરવા પુરતું મેં શીખી લીધું. પંદર વરસની ઉમરે મારી
શાદી થઈ દુખ કોને કહે છે એ તો હું જાણતી જ નહોતી,
નોકર-ચાકરની પણ મારે ત્યાં ખોટ નહોતી. એક મહિને હું
મુંબઈમાં......સાથે રહી. વિલાયત પણ જઈ આવી. મારા પિતાને
ત્યાં કોઈ શરાબ પીતું નહિ, પણ..ને તો દરરોજ શરાબમાં ચકચૂર
જેતી હતી. મારા હાથે દારૂની ખાલી પીવા તેઓ ઇંતેજાર રહેતા;
પણ મને શરાબથી ખૂબ જ નફરત હતી. તેઓ મને ખરેખર ખૂબ
પાર કરતા હતા. તેઓ મને પૂછતાઃ “મેટા ખાનદાનની ઓરતે
પણ પોતાના હાથથી શરાબની પ્યાલીઓ આપે છે તો તેને
‘શે વાંધો છે ?
હું જવાબ આપતીઃ “કુરાને શરીફ્યાં આ વસ્તુને બીલકુલ
નાજાયજ અને નાપાક ગણી છે એ તમે નથી જાણતા ?
મારા દિવસે હસવા–ખેલવામાં અને ગાવા–બજાવવામાં જતા
હતા. મને સીતારનો ખૂબ શોખ હતો. મારી ગાયકી પર તો તેઓ

૪૦
ખૂશ હતા. પણ બે વરસ બાદ એમણે બીજી શાદી કરી. છ મહિના
બાદ ત્રીજી શાદી. હવે હું એ વાત નહિ કહું, કે જે મારી નજર
સામે થયા કરતી હતી. કોણ જાણે કેમ, પણ મારા દિલમાં એક
જાતને અણગમો આવી ગયો. એક જ ભાણામાં ત્રણ માણસે કેવી
રીતે તૃપ્ત થઈને જમી શકે? મારી જીંદગીને ખેલ બદલાઈ ગયો.
બધે આનંદ ઊડી ગયો. હું ઉદાસ રહેવા લાગી. જે ન થવી
જોઈએ એવી વાતો મારી નજર સામે થવા લાગી.”
આટલું બોલીને એ ડીવાર ચૂપ થઈ ગઈ. પછી જરા
શરમાતાં બોલીઃ “હું એક કિરાની મા બની......ની ખુશાલીને
પણ પાર ન રહ્યો. એમણે પાટીઓ અને જલસા ગોઠવ્યા.
એ જ વખતે એક બીજી ઘટના પણ બની ગઈ એક નોકરડીની
ખૂબસુરત છોકરી સાથે મારા પતિએ થી શાદી કરી લીધી. હું
મનમાં વિચારી રહી હતી, કે આ શું થઈ રહ્યું છે?
બીજ બે વરસ પસાર થઈ ગયાં. એક દિવસ ચેથી પત્ની
મારા બાળકને ખોળામાં લઈને રમાડી રહી હતી. તે આમતેમ
દેડત-કુદતો રમતો હતો. રમતમાં જ બાળકે ચોથી પત્નીના
નાકમાં પહેરવાનું બુલાખ (નર્થની) મુઠીમાં પકડીને ખેંચ્યું. ઝટકે
લાગવાથી એના નાકમાંથી લોહી નીકળ્યું. બપોર પછી જ્યારે તે
ઘેર આવ્યા ત્યારે નાક પર પાટો બાંધેલ જોઈ એથી પત્નીને
પૂછ્યું: “શું થયું તને ?”
મેં બનેલી હકીકત એમને કહી સંભળાવી. એમણે બાળકને
પ્યારથી ઉંચકી લઈને કહ્યું : “અરે, તું તો અત્યારથી જ તોફાન
કરવા લાગે. અને તે જોરથી હસી પડ્યા.
અમે ચારે બહેને (પત્નીઓ) એક સાથે બેસીને જમતી. મારા
મનમાં કોઈ પ્રત્યે દ્વેષભાવ નહોત; પણ મારું બુરું ચાહનાર ઓછાં

પ૦
T
નહોતાં. હું નથી કહેતી, કે કોણે શું કર્યું, પણ એક સંજે કોણ
જાણે કેમ પણ હું બેહોશ થઈ ગઈ. હકીમ અને ડેાકટરોની દોડધામ
થઈ રહી. બે કલાક પછી હું ભાનમાં આવી ત્યારે મારા પતિદેવ
મારું માથું ખોળામાં લઈને બેઠા હતા. એમણે મને પૂછ્યું:
“શું થાય છે તને ?'
*
હું એમને શું કહું ? એમના ચહેરા તરફ હું જોઈ જ રહી.
ભાઈ સાચું પૂછો તો હું કાંઈ સમજી શક્તી જ નહોતી. મને
શું થઈ રહ્યું છે તે હું પોતે પણ સમજી શકતી નહોતી. આવી
હાલતમાં ત્રણ-ચાર દિવસ નીકળી ગયા. મારી એક નિમકહલાલ
નોકરડીએ મને એક એવી વાત કહી, કે જેથી હું અવાક્ થઈ ગઈ
નોકરડીએ મને કહ્યું: “તમારા પતિને આ વાત કહેજો.” મેં કહ્યું:
ના હું એવી વાત નહિ કહું, કરશે એ ભરશે.” પણ ભાઈ શું
કહું ? મને સાચી વાત કહેનાર નોકરડી પાંચ કલાકમાં જ મરણ
પામી. મારા દુઃખનો પાર નહોતો. હું તાવમાં બેહોશ હતી.
મારા પતિદેવ મારી ખબર લેવા રોજ આવતા હતા. એક
દિવસ તેઓ મારી પાસે આવ્યા ત્યારે મેં એમને કહ્યું: “આપણા
દિકરાને સંભાળજે.” આ સાંભળી તેઓ આંખમાં આંસુ લાવીને
બોલ્યા: “વહાલી ! તું આવું ન બોલ! તને જલદી આરામ થઈ જશે.”
એમને શું શું કહ્યું એ મને બરાબર યાદ નથી, પણ
બીજે દિવસે સવારે આઠ વાગે હું મરી ગઈ. હું મરી ગઈ, છતાં
ભારે રૂહ (આત્મા) તો ત્યાં જ હતો. બધાનું રૂદન હું જોઈ તથા
સાંભળતી હતી. મારી પાયદસ્ત પર પ્રજોએ ઘણું આંસુ સાર્યા.
આ વાતને બે વરસ વીતી ગયાં. ત્યાં મારી કબર પર રહેતી
હતી. આજ એકાએક તમે મને બોલાવી અને હું તમારી પાસે
આવી. તમારી પાસે આવી. તમે પૂછવા માગો છે તે હું કહેવા

પ૧,
માગતી નથી. તમને મળીને મને આજે આરામ મળે છે. હવે
તમે મને કહે કે તમે કોણ છો ? .
મેં કહ્યું: “મારી વહાલી બહેન! હું મારી જીવનકથા તને
કહેવા તૈયાર છું, પણ મારા, જીવનપ્રસંગો કહેવા–સાંભળવામાં
ઓછામાં ઓછા ત્રણ કલાક નીકળી જશે અને હવે તો સવાર થવામાં
બહુ વાર નથી, એટલે બીજી કોઈ વખત હું સંભળાવીશ.”
આટલું કહીને મેં પ્રગ બંધ કર્યો ને સાધનને ઠેકાણે મૂકી
હું સૂઈ ગયે.
બીજા દિવસની રાત્રે દેઢ વાગે મેં પ્રગ શરૂ કર્યો. તેઓ
તરત આવી ગયાં. મને એમણે બે હાથ નમાવીને સલામ કરી અને
બોલ્યાઃ “ભાઈજાન! હું આપને જ વિચાર કરી રહી હતી. હું
હિંદુ હોત તો તમે મને તમારી પાસે રાખત, પણ હું મુસ્લિમ છું
એટલે મને અહીં રાખવા નથી માગતા?”
તમે એવું ન બોલે બહેન! હિંદુ અને મુસલમાન એ બધા
ભેદ દુનિયાના માણસોને માટે છે. મારે ને તમારે આત્મા હિંદુ
કે મુસલમાન નથી. થોડા દિવસ પહેલાં જ એક ખુદાપરસ્ત ઓલિયા
પીરસાહેબ સાથે વાત થઈ હતી. એમણે કહ્યું હતું. “માના પેટમાં
હતા ત્યાં સુધી અમે હિંદુ કે મુસલમાન નહોતા; બહાર આવ્યા
ત્યારે જ મુસ્લીમ યા હિંદુ કહેવાયા. માટે બહેન! મારા માટે તમે
એ ખ્યાલ ન રાખો.
તે બોલ્યા: “આપ કહો છો તે સત્ય જ છે. આપના આ
ઉમદા વિચાર જાણીને મને આનંદ થાય છે. શું તમે પીર-ઓલિ-
ચાઓને બોલાવીને એમની સાથે પણ વાતો કરે છે કે ?'
“હા બહેન! આજસુધી પરની પાંચ વખત મુલાકાત થઈ

પર છે, પણ હવે વધારે વખત એમને મેળવા માગું છું. મેં વિચાર કર્યો છે, કે તમારે માટે પણ કોઈપીરસાહેબની પાસે રહેવાનો પ્રબંધ કરું, જેથી તમને કોઈ જાતની તકલીફ ન થાય. ત્યાં તમે ખુદાની અંદગી કરીને તમારી સુક્ષ્મ સૃષ્ટિની આ જીંદગી વિતાવજે.” અને પછી તમે મને કયારેય નહિ મળે? તમે મને તમારી સાથે રાખવા માટે કેમ આનાકાની કરે છે ? હું તમને કઈ રીતે ભાર રૂપ નહિ બનું. હું તો ઇચ્છું છું, કે તમને એક ઘડી પણ મારાથી દૂર ન કરું.” “બહેન, તમે મારી પાસે રહે એમાં મને કોઈ જાતનો વાં નથી, પણ હું રાત-દિવસ આ ઓરડામાં છેડે જ બેસી રહું છું?” મેં મારી મુશ્કેલી રજુ કરી. બહેન બોલીઃ “ભલે તમે ગમે ત્યાં જાવ. હું તે આ ખુણામાં પડી રહીશ. મારા આવવાથી તમારી જગ્યા તે રોકવાની નથી ને!” બહેનનો અતિ આગ્રહ જોઈને મેં કહ્યું: “ભલે, તમારી એવી જ ઈચ્છા હોય તે ઘણી ખુશીથી તમે અહીં રહી શકે છે.” હવે મેં તેમને મારી જીંદગીના બનાવો સંભળાવવાનું શરૂ કર્યું. જેમ જેમ એ સાંભળતાં ગયાં તેમ તેમ તેના હૃદયમાં ઉમળકે આવતે ગયે. કેટલીક વાર તો એ રડ્યાં પણ ખરાં. મેં જ્યારે ચંદ્રાવલિએ મરતી વખતે મારા પર લખેલા કાગળ વાંચી સંભળાવ્યા ત્યારે તો એ ખૂબ જ રડવા લાગ્યાં અને ચૌદમે વર્ષે પુનર્જન્મમાં એ મને મળી એની જે આખી ઘટના બની હતી તે તથા મારા પર લખેલા ચારે પત્રો વાંચ્યા ત્યારે તો એમના કુંદનનો પાર ન રહ્યો. યારે ભાઈ!' એ મને કહેવા લાગ્યાં: “તમે કઠણ કાળજાના લાગે છે. હું ઈચ્છું છું કે તમને ભેટી પડું તમારા શરીરમાં

૫૩.
;
સમાઈ જાઉં. હવે તે એક ક્ષણભર પણ હું તમારાથી અલગ
થવા માગતી નથી.”
બહેન! તમે અને હું બેઉં ખુદામાં સમાઈ જઈએ તે શું
ટું–કે જેથી કાયમને માટે જુદાઈનો અંત આવી જાય.”
મેં
એમને સમજાવતાં આગળ ચલાવ્યું: “પણ બહેન! હજુ આપણે
કરેલાં કર્મનાં ફળ ભોગવવાનો બાકી છે. તમે જોઈ રહ્યાં છે, કે
હું તો પથ્થરદિલ આદમી છું. દુનિયાં એ વાતને નથી જાણતી
અને હું કોઈને એ સમજાવવા પણ નથી માગતો. જેવું જે કરે છે
તેવું જ ફળ તે પામે છે. આપણે પરમ કૃપાળુ પરવરદિગારના નામ
પિર કુરબાન થવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.”
એ હું કાંઈ ન સમજું. તમે મને હિંદુ બનાવી લે. બહેને કહ્યું:
મેં રમુજમાં જવાબ આપેઃ “ત્યારે તો હું મુસલમાન બની
જાઉં તો શું ખોટું ?”
એમ શા માટે ? બહેને પૂછ્યું.
“મેં તમને હમણાં જ કહ્યું: “પવિત્ર છે ઈમાન જેનો એને
કહે છે મુસલમાન,” ખેર ! જેવી તમારી ભાવના. હું તમારે માટે
એવું જ કાંઈક કરવા માગું છું. જુઓ, ડરતાં નહિ! ગભરાઈને ભાગી
ન જતાં અહીં આ રીતે જ બેસી રહેજે.”
આટલું કહીને મેં અભરાઈ ઉપરથી ગંગાજળની બાટલી ઉતારી
અને હાથમાં અંજલિ ભરી, ગાયત્રી મંત્રનો જપ શરૂ કર્યો. તેમની
છાયાતો ઊંચી–નીચી થવા લાગી, પણ પ્રગબદ્ધ હોવાથી સાધનમાંથી
તે નાશી જઈ શકે તેમ નહોતાં.
મેં એ જળને અભિમંત્રિત કરીને એમના પર છાંટયું. તેમની
છાયા પ્રથમ તો અકળાતી જણાઈ, પણ પછી તરત હસતાં હસતાં
તે બેલ્યાં : “ભાઈ ! ભાઈ એક વાર ફરી છો!” ફરીથી
૮

૫૪
*
પણ અંજલિ છાંટી તે ફરીથી બેલ્યાં તમે આ શું કર્યું ભાઈ?
શું હું હિંદુ બની ગઈ?”
બહેન!' મેં કહ્યું: “હિંદુ નહિ, પણ આ પતિતપાવની.
ગંગાજીનું જલ છે જેથી આપણા પાપ નાશ પામે છે. મારે અને
તમારે પોતપોતાનાં પાપ, દિલની બુરાઈઓ જોઈ નાખવી જોઈએ..
આ ગગાજળ અને ગાયત્રી મંત્રથી આત્માને પવિત્ર બનાવવો..
જોઈએ. જુઓ, હું તો ગંગાજળ પીઉં છું તમે પણ પીશે ?”
‘જરૂર પીશ” બહેનજીએ કહ્યું મેં એક અંજલિ પીધી અને
બીજી અંજલિ ભરીને એમની આગળ ધરી. એમણે પિતાના બેઉ.
હાથ લાંબો કર્યા, પણ છાયાશરીરનું કર્મ તો છાયા રૂપે જ થાય ને?
મને વિચાર આવ્યો, કે એમને સાધન પરથી છુટાં મૂકી દઉં અને.
પછી શું થાય છે તે જોઉં! મારું જીવન સુત્ર પાસે રાખીને હું
એમને મારા શરીરમાં આવવા સારું કર્યું. પછી જેઉં કે એ આવે
છે, કે નહિ?
આ નવો અનુભવ લેવા માટે મેં તેમને કહ્યું,
બહેન! તમે મને એક વચન આપશો ?'
એક શું, એકવીશ વચન આપવા તૈયાર છું.”
મારા શરીરમાં દશ મિનિટ દાખલ થવાની હું તમને રજા
આપું છું. પછી તરત તમે નીકળી જશેને ?' ફરીથી પૂછ્યું.
શું હજુ તમને મારામાં વિશ્વાસ નથી, ભાઈ?” એમણે કહ્યું
અને મેં એમને છુટા કર્યા. પછી મેં મારું જીવનસૂત્ર હાથમાં લીધું
અને કહ્યું: “હા, હવે આવો !”
બહેનની છાયા મારી તદ્દન પાસે આવી ગઈ અને પાછી
એકાએક દૂર હટી જઈને બેલીઃ “ભાઈ! શું થાય છે? તમારું
શરીર તો. મને ધગધગતા અંગારા જેવું લાગે છે !

પપ
મેં પ્રભુનું નામ લઈ જીવનસત્ર બાજુ પર મૂકી દીધું, એટલે
તે તરત જ મારા દેહમાં પ્રવેશ કરી ગયાં.
હવે હું હું નહોતું. મને ખબર નથી કે “મારા શરીર દ્વારા
બહેનજી મારા ઓરડામાં ક્યાં ક્યાં ફર્યા અને શું શું જોયું ?
દશ મિનિટ બાદ મેં જોયું તો મારું શરીર અંદરની ઓરડીમાં
ટેબલ પાસે પડયું હતું. મને ભાન આવતાં જ મેં જીવનસૂત્ર હાથમાં
પકડી લીધું. બહેન તો મારી ઓરડીમાં સામે જ ઊભાં હતાં.
અગરબત્તી પૂરી થઈ જવા આવી હતી. બીજી અગરબત્તી
સળગાવીને મેં પૂછ્યું:
કેમ છે ?”
“ખારે ભાઈ! તમને મળીને મને બહુ આનંદ થયો. મેં
ઓરડામાં ફરીને બધી છબીઓ જોઈ. તમારા ફેટા પણ જોયા. હું
પેલી પેટી પાસે જવા માગતી હતી, પણ હું ન જઈ શકી. એ
પેટીમાં શું છે ભાઈ? એની પાસે જતાં મને બીક કેમ લાગતી હતી ?
બારણું ઉઘાડીને હું બહાર પણ ફરી આવી. બહાર બે–ત્રણ માણસો
ઊંઘી રહ્યા હતા. મેં ઘડિયાળમાં જોયું તો પિણાચાર વાગ્યા હતા.
આપના શરીરમાંથી બહાર નીકળવાની ઈચ્છા નહોતી થતી, પણ
લાચાર હતી, કે આપે મને દસ મિનિટનો જ સમય આપ્યો હતે.”
આટલું બોલીને તે શાંત ઉભી રહી.
આ બધું મારા શરીર દ્વારા એ બહેનના પ્રેતે જે કાર્ય કર્યું
તેની મને જરા ય ખબર નથી. પછીથી તેમણે જ મને લખાવ્યું હતું
આજના અનુભવથી મને ન અનુભવ તે મળ્યો, પણ એ
મારા શરીરમાંથી ન નીકળત તે મારી શી દશા થાત...?
આવો અખતરે દરેક પ્રેતાત્મા સાથે ન કરે એ મેં દઢ
નિર્ણય કર્યો. એ તે કઈ પ્રગતિશીલ આભા હોય તો આપેલું

પ૬
વંચને પાળે અને પિતાના પર ઉપકાર કરનારના હિતને સમજી, કહ્યા
મુજબના સમયમાં શરીરને ત્યાગ કરીને બહાર આવી જાય. હેનજી
હજુ મારી સામે ઉભાં હતાં. તેણે કહ્યું
ભાઈ તમે શું વિચારી રહ્યા છે? હું સાચું જ કહું છું,
કે હવે હું તમને છોડીને કયાંય નહિ જાઉં. તમે મને એ તો ન કહ્યું
કે પેલી પેટીમાં શું છે, કે જેની પાસે જવાની મારી હિંમત
ચાલતી નહતી?”
તમે અંદર જઈને સામે પલંગ પર બેસો મેં કહ્યું: “હું
તમને પેટીનો ભેદ બતાવું છું.”
તે અંદર આવીને મારી સામે છેડેક દૂર ઉભાં રહ્યાં. મેં
અંદરથી સેવા-પૂજા અને સિદ્ધચક્ર વગેરે કાઢી બતાવ્યાં અને કહ્યું ઃ
બહેન! આને પગે લાગો.” તે જમીન પર સૂઈ જઈને સાષ્ટાંગ
પ્રણામ કરીને બે-ત્રણ વખત નમ્યાં.
મને લાગ્યું, કે આ કેટલે ઉન્નત અને ઊર્ધ્વગામી આત્મા
છે ! મેં મારા આલ્બમમાંથી કેટલીક બીએ તેમને બતાવી અને
તે કોની કોની છે તેની સમજ પણ પાડી.
પછી મેં કહ્યું: “બહેન! હવે મને થાક લાગે છે. પાંચ વાગે
ભારે ઉઠવાનું છે અને સ્કૂલમાં જવું છે. હવે તમને જવા માટે
કહું તો તમારું દિલ દુખાય, માટે અહીં રહો. તમારી ઈચ્છા હોય
તે તમારા પુત્રની ખબર કાઢી આવો!”
તે આભારવશ થઈને બોલ્યા:
ભાઈ! કોનો પુત્ર ? હવે તે તમારા સિવાય કોઈને જેવા
નથી ચાહતી! એની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. એ આંસુ
હર્ષનાં હતાં કે કરૂણાનાં, એ હજુ હું સમજી શક્યો નથી. મેં
એમને આશ્વાસન આપતાં કહ્યું.

પ૭
બહેનજી! હવે તો હું તમારી પેલી મરી ગયેલી નિમકહલાલ
નોકરડીને પણ બોલાવવા ચાહું છું.”
“વાહ વાહ!” તે બોલ્યાં : “જો, એ આવી જાય તો અમે
બેઉ અહીં સાથે જ રહીશું. ક્યારે બોલાવશે એને ?”
આવતી કાલે જ.” આટલું બોલીને બધું આટોપી લઈ
-સાધન બાજુએ મૂકી હું સૂઈ ગયો. પેલાં બહેનજી તે નાનકડી
ઓરડીમાં જ હતાં.
મેં એમનું નામ “વિલાસ” રાખ્યું.
સાંજે હું રસોઈ બનાવતો હતે. પાંચ વાગ્યા હતા. મારા
મનમાં ગઈ રાતને બનાવ ઘોળાતો હતો. વિલાસની છાયા એરડી-
માં જ હતી એમ મને લાગતું હતું, પણ એ દેખાતાં ન હતાં. વિચાર
શક્તિનું પ્રાબલ્ય બલવત્તર તે હોય છે જ. ખાઈ પીને હું સુઈ ગયે.
રાતને બાર વાગે હું ઊઠયે. પ્રથમ તો દોઢ કલાક મેં મારું
ધ્યાન–વેગ, વિચારવિરમણ કરી લીધું. તે પછી મેં પ્રેતાવાહન માટે
સાધન મૂકી ધૂપ સળગાવીને પ્રવેશ કરતાં જ એ હાજર થઈ ગયાં.
તે આજે બહુ જ આનંદમાં દેખાયાં.
મેં કહ્યું: “બહેન ! દિવસ કેમ ગયો?
ભાઈ! બહુ મઝામાં, પૂબ આરામમાં ગયે. હું તે ઓરડી-
માંથી બહાર નીકળી જ નથી.” !
પૂછ્યું: “તો બેલે, સાંજે ખાવા માટે શું બનાવ્યું હતું ?
તે હસતાં બોલ્યા: “હા ભાઈ! કાકડીના મોટા મોટા ટુકડામાં
મસાલો ભરીને શાક અને થોડીક પુરી બનાવી હતી, ખરું ને ?”
મેં
પૂછ્યું; “મેં જમતાં પહેલાં શું કર્યું હતું ?
તે બોલ્યાં : “એક પુરી અને તેના પર શોક રાખીને તમે
અલગ રાખ્યું હતું અને તમે બોલ્યા હતા કેઃ “બહેન, અહીં હૈ,
મેં
--

પ૮
ખ
તે આ તમારે માટે છે. હું એકલો કેમ ખાઉં બોલો, તમે -
બોલ્યા હતા કે નહીં ?”
મેં કહ્યું: “બહેન, બરાબર છે; પણ તમે ખાધું?
તે બોલ્યાં : “તમે તો અમારી હાલત જાણે જ છો.”
આ વાત તો સાચી જ છે, કે પ્રેતાત્માઓ ફક્ત વાસના
વડે જ વસ્તુનો ઉપયોગ કરે છે; વસ્તુ મળે તો જ તેઓ તૃપ્ત થાય ,
છે. મનુસ્મૃતિમાં જે વિસ્તારપૂર્વક લખવામાં આવેલું છે, કે અમુક
અમુક વસ્તુ વડે પિતૃઓ માટે અમુક અમુક દિવસે શ્રદ્ધાદિ કરવાથી
તેમને સંતોષ મળે છે. શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરેની ક્રિયા કાંડા
ઊતરીને સમજીએ તો તે સર્વથા સત્ય છે.
મેં કહ્યું : “બહેન! તમે તમારી પેલી બાંદીનું નામ બતાવો,
જેને તમારે માટે જીવ આપવો પડ્યો. હું હવે એને બોલાવું છું.”
તે બોલ્યાં : “ભાઈ, એનું નામ તો હતું, પણ હું એને
ગુલાબ:કહીને બોલાવતી હતી.”
મેં કહ્યું: ‘અચ્છા, હવે તમે એક બાજુ ખસી જાઓ. તે
સાધન પર આવી જાય અને હું વાત કરી લઉં પછી તમારી સાથે
મુલાકાત કરાવીશ.”
મેં સાધન પરથી એમને ખસેડ્યાં ને ગુલાબ માટે પ્રયોગ કર્યો.
પંદર મિનિટ થઈ ગઈ એટલે એક આકૃતિ સાધન પર આવી. તે
તદ્દન દયામણી દશામાં મુસલમાની લેબાસમાં જ હતી. તેણે નીચે
પાયજામે, લાંબું પહેરણુ તથા માથે ઝીણી ઓઢણી ધારણ કરેલી
હતી. તે મારા ભણું અને હું એના ભણું જોઈ રહ્યો.
અંતે મેં પૂછ્યું: “બહેન ! તમારું નામ શું ? હું તો
છું....પણ તમે કોણ છે ? મને શા માટે બોલાવી ?
મેં વાતને ન લંબાવતાં સંક્ષેપમાં જ ખુલાસે કરી દીધો :
તમારી....સાહેબ મારી સાથે છે અને એના કહેવાથી જ મેં
તમને બોલાવ્યાં છે. હું કોણ છું એ તો એ જ તમને કહેશે.”
• •

છે પટ ૮ તે તો આશ્ચર્યચકિત બની આમતેમ જોવા લાગી. તે બોલી: તદ્દન ખોટી વાત છે.” તે આગળ બોલે તે પહેલાં મેં કહ્યું : બહેન! બિલકુલ સાચી વાત છે, હું તમને ધોખામાં નથી રાખવા માગતો. જુઓ, હમણું તમારી સાહેબાને તમારી પાસે હાજર કરું છું.” મેં પ્રયોગ કર્યો કે તરત જ એ સાધન પર આવ્યાં ને પિતાની બાંદીને ભેટી પડયાં. બંને રડી પડયાં. હું એ કરૂણ વિલાપને અનુભવતો રહ્યો હતો. અન્યના પ્રશ્નોની લાંબી પરંપરા ચાલી. વિલાસે મારે કિસ્સે પણ કહી સંભળાવ્યો. પોતે અહીં આવી જે અનુભવ્યું તે પણ તેણે કહ્યું. પછી વિલાસે તેને કહ્યું: તું ભાઈને સલામ તો કર !” તેણે મૂકીને બહુ અદબ સાથે સલામ કરી કહ્યું: “બેઅદબી થઈ હોય તો માફી ચાહું છું. ત્યારે વિલાસ વચમાં જ બોલ્યા: “યારે ભાઈ! આપે મને જે રાહત આપી છે, તે માટે હું આપને આભાર માનું છું. બસ, આજથી આપ સિવાય દુનિયામાં બીજું કોઈ નથી.” આગળ બોલતાં એમને અટકાવી મેં વચમાં જ કહ્યું : બહેન! હું એ સાંભળવા નથી ચાહતો. મારે બદલે શુક્રિયા અદા કરે પરમાત્માને અને મને પોતાનો માનવાને બદલે તમે એ પરમ કૃપાળુ પરવરદિગારને માનો.” જોયું, વિલાસે બાંદીના ખભા પર બંને હાથ મૂકી કહ્યું : તેં મારા ભાઈનું દિલ ? આવું દિલ મેં કદી જોયું કે સાંભળ્યું નહોતું. હવે તું મારી બાંદી નથી અને હું તારી શેઠાણી નથી. આપણે બેઉ આ પ્યારા ભાઈની બહેનો છીએ ! જે, હું હવે પરમા- માનું નામ સ્મરણ કરતી રહીશ અને તું પણ મારા જેવી બની જા.”

• •
પછી મને તેઓ આનંદમાં આવી જઈને કહેવા લાગ્યાં:
યારે ભાઈ! આને પણ મારા જેવી બનાવી દો.”
મને આ સાંભળીને આનંદ થતો હતો, પણ અંતરમાં પૂર્વનાં
પ્રારબ્ધ કાર્યો માટે પશ્ચાત્તાપ થવાને બદલે એ પ્રારબ્ધ પર દાઝ
ચઢતી હતી, કારણ કે જેમના વડે આ અમારી બધાની દશા થઈ
રહી હતી. પરંતુ અંતરાત્મા પોકારી રહ્યો હતો કે એ વિચાર
એગ્ય નથી, આવી સમજ સાચી નથી. કર્મનો કર્તા જીવે છે ને
એ કર્મને ભોક્તા પણ પોતે જ છે. એટલામાં વિલાસે મારી
વિચારમાળા તોડી:
ભાઈ! શા વિચારમાં છે ?
બહેન! હું એ વિચારી રહ્યો છું, કે આપણું મિલનથી જે
આનંદ થઈ રહ્યો છે તે આનંદ–તે સુખ સાચું સુખ છે કે નહિ ?
મને લાગે છે, કે સાચે આનંદ તો હજુ ઘણો દૂર છે. એ શાશ્વત
આનંદ તો ત્યારે જ મળશે, કે જ્યારે આપણે બધાં પ્રભુમાં સમાઈ
જઈશું અને પછી કાયમને માટે એ આનંદમાં ડૂબી જઈશું, કે
જેનો આરંભ પણ નથી ને અંત પણ નથી.”
મારી આ ભાવના સમજવા આ બેઉ બહેને શક્તિમાન
હતી કે નહિ તે તો પ્રભુ જાણે પણ વિલાસને આત્મા ઉન્નત
લાગતો હતો!
ભાઈ, તમે તો એવી અજબગજબની વાત કરે છે, કે
જે અમારી જીંદગીમાં અમે કદિ સાંભળી નથી...!”
બહેન! હું તો જીવનયુદ્ધ ખેલી રહ્યો છું. કર્મની સામે લડી
રહ્યો છું. મારે અને તમારે મેળાપ એ પણ યુદ્ધ જ છે. ખારી
બહેનો! મારી આ વાતો તમને કદાચ પાગલપન જેવી લાગશે, પણ...

હું આગળ બોલવા જતો હતો, પણ ત્યાં તો બેઉ બહેનો
પિતાના હાથ લાંબો કરીને રડતાં રડતાં બોલી : “એ પાગલપન
નથી, પણ પ્રભુનો ગેબી અવાજ છે.”
બહેન! હવે વધારે ન સંભળા. બોલે, હવે તમે શું ઈચ્છે છે?
વિલાસે જવાબ આપે : “જે ગંગાજળ પાઈને તમે મને
પવિત્ર કરી તે આ ગુલાબને પણ પાઓ.”
મેં તરત જ શીશીમાંથી ગંગાજળની અંજલિ ભરીને તેમના
પર છાંટી. પ્રથમ તો ગુલાબ ટકવા લાગી, પણ પછી શાંત થઈ
ગઈ. મેં એમને કોઈ સારા સ્થળે રહેવા કહ્યું, પણ વિલાસ બોલી :
હું તે અહીંથી કદિ જવા માગતી નથી.”
હું પણ એ ઉન્નત આત્માના કથનને ઠેલવા લાચાર બન્યા.
કેટલીક સમજુતી આપ્યા પછી મેં તેમને સાધન પરથી ખસેડયાં;
છતાં એ તે નાની ઓરડીમાં જ રહ્યાં. એમનાથી કોઈ જગ્યા
રિકાવાની તો હતી જ નહિ. ભલે લેકેને લેના માટે અનાથાશ્રમોની .
જરૂર હશે. પણ મને તો પ્રેતામોની હવે જરૂરિયાત જણાય છે.
એમાં પૈસા ખર્ચ નથી પણ જીવનભોગ આપનારની જરૂર છે.
મેં પ્રેતાશ્રમ ખોલી દીધો છે.
બીજી રાત્રે ત્રણ વાગે હું ઊઠ, પરવાર્યો. મારા મનમાં થયું,
કે આ બંનેને જરા બહાર ફેરવી લાવું. મેં મારું જીવનસૂત્ર ઓટીમાં
બેસી પાણીને લોટે ભરી સાથે લીધે એટલે કેઈને વહેમ પડે નહિ.
હું બહાર નીકળી ઝાંપા ભણી ન જતાં સીધો નીકળી ગયો.
બંને પ્રેતાત્માઓને કહ્યું કે: “મારી પાછળ પાછળ ચાલ્યાં આવજો.”
એટલે તે બંને બહેનો મારી પાછળ આવતી હતી. સાત-આઠ
મિનિટમાં તો હું નદી ભણી નીકળી ગયો. નદીના વહેણ ભણું
વાઘરીઓએ કાંટાની વાડ કરી ટેટી, દૂધી, તરબૂચ વગેરેનાં ખેતરે

-- કરેલાં હોવાથી મને તે તરફ જવું વાજબી ન લાગવાથી આંકડાના જંગલ ભણી જઈ વાડ પાસે હું એઠો. વિલાસે મને કહ્યું : “ભાઈ ! ત્યાં જુઓ, કઈ જતું લાગે છે!” મેં કહ્યું: “બહેન ! અહીં તો સેંકડો ભૂતે કર્યા કરે છે. હું તે ગુજરાતીમાં એલતો હતો પણ બીજી જ ટાણે તેમને હિંદીમાં સમાવવા જતો હતો ત્યાં તો ગુલાબ બોલી : “હું તો ગુજરાતી બોલી પણ શકું છું અને અમે બેઉ સમજી શકીએ તો છીએ. મેં કહ્યું: “બેન ! વી ગુલાબી ઠંડી છે ! જુઓ, સામે બત્તીઓ દેખાઈ રહી છે. એની સામે કેલકે મિલ છે. પેલી બાજુ મશાન, જેને “સપ્તપિનો આરો” પણ કહે છે, તે છે. સામે ભુરા રંગની અસ્તીઓની હારમાળા છે તે નવો પુલ છે. એનું નામ છે “સરદાર પુલ.” જરા ટહેલવાની ઇચ્છા હોય તો ચક્કર લગાવી આવે, હું અહીં બેઠો છું.” વિલાસે કહ્યું: “અમે તમારા વગર નહિ જઈએ.” મેં કહ્યું: “બહેન! અછા, ન જાઓ, તો એકાદગીત તો ગાઓ.” તે જરા હસ્યાં ને બોલ્યાં: ‘તમારાથી સારું તો નહીં જ. વિલાસબહેન ગાવા લાગી. ગુલાબ પણ જરા સાથે ગાતી હતી. એ ગઝલ પણ ભાવનામય અને સુંદર વસ્તુ હતી. હું સાંભળી રહ્યો. એમને આનંદ થતો હતો; પણ મને તો આશ્ચર્ય સાથે આનંદ થતો હતો. આ મારી વાત જગત માનવાનું નથી. આ પ્રેત સાથે ફરવું, વાતો કરવી, ગાયન સાંભળવાં–આ બધી જ બાબતોની મને હવે અજાયબી લાગતી નથી. વિલાસબહેન અને ગુલાબનું મધુર ગાન સાંભળીને કેટલીક પ્રેત છાયાઓ દૂર ઊભી દેખાતી હતી. ચાર પાંચ શિયાળ છેડે છેટે જ જતાં દેખાયાં.

૬૩ ? - મેં કહ્યું: “બહેન ! જુઓ શિયાળ જાય છે.” વિલાસે કહ્યું: તો જિંદગીમાં કયારેય શિયાળ જોયું નહોતું. શિયાળનું ચિત્ર જરૂર જોયું હતું.” હું ત્યાંથી ઊઠીને ચાલ્યો, ત્યારે ચારના ટકોરા મીલમાંથી સંભળાયા. મારી ઓરડી પર હું આવી પહોંચ્યું. તે પણ મારી સાથે આવ્યાં અને પ્રયોગવાળી નાની ઓરડીમાં પેઠાં. હું જરા સૂતો. મારી દિવસ રાત્રિની ક્રિયાને હવે એ બંને પ્રેતાત્માઓ જોઈ રહ્યા હતા. મારા પર નજર રાખનાર એ અદશ્ય પહેરેગીર છે. આ બંને બહેનો મારી બંધુત્વની ભાવના પ્રત્યે ખેંચાયા જ કરે છે. હું જ્યારે સમય મળે છે ત્યારે તેમને સંભળાવવા સારુ મારા જીવન- પ્રકરણ વાંચવા લાગું છું. હું રસોઈ બનાવીને જમવા બેસું છું ત્યારે કહું છું : “આવો બહેન, મારી થાળીમાં મારી સાથે જમી લે.” એક વખત સાંજે જરા અંધારું હતું. હું ખીચડી ખાવા બેઠેલે. મારા કાળિયામાં મોટો લો વાળ હતો. મને દેખાતો હતો, પણ હું એ કાળિયો ખાવા જાઉં છું ત્યાં તો મારા હાથને ઝાપટ લાગી હોય તેમ થયું. કળિયો થાળી બહાર જમીન પર પડી ગયો અને ઝીણો અવાજ આવ્યો : “બાલ થા.” મેં તપાસ કરી તો ખરેખર લાંબા વાળ હતો. પછી રાત્રે બે વાગે મેં વિલાસને સાધન પર લીધો ત્યારે તેમણે કહ્યું: “વાળ મેં જોયો હતો.” મેં કહ્યું: “બહેન તમે તો મારા રક્ષણ–કર્તા બન્યાં.” “ભાઈ! હું તમારે માટે જાન આપવા તૈિયાર છું.” અને તેણે ઉમેર્યું: “ચંદ્રાવલી ભાભી અમને મળી જાય તો કેવું સારું ?' મારું મન કહે છે કે લીલાબહેનની જેમ હું એને ભાભી’ કહીને જ બોલાવું.” આ સાંભળીને હું રડી પડ્યો. મને રડવું આવી જ ગયું શાંત થયા બાદ મેં તેમને પૂછ્યું: “બહેન, હું રસોઈ કરવા બેસું ત્યારે તમે :

૬૪
મારા શરીરમાં પ્રવેશી જાઓ અને તમારા હાથની રસોઈમને ખવડાવો.”
તે ખૂશ થતાં હસીને બોલ્યાં : “ભાઈ! એવું તે હું દરરોજ
કરવા તૈયાર છું, પણ મારી જિંદગીમાં કદિ રસોઈ કરી જ નથી;
પણ આ ગુલાબ રાંધી જાણે છે.”
ગુલ બોલી: “મારા હાથનું પકાવેલું ખાય તે ભાઈ મુસલમાન
થઈ જાય ને ?
વિલાસે ગુલાબને તત્કાળ એક તમારો ચોડી દેતાં કહ્યું : “શું
તું હજુય મુસલમાન જ રહી છે. હવે આપણે શરીર જ કયાં છે ?
બીજે દિવસે મારા શરીરમાં ગુલાબે પ્રવેશ કરીને રસોઈ કરી.
મારા અનુભવની તો અવધી જ આવી ગઈ. જગતને જેમ
માનવું હોય તેમ માને. બીજે દિવસે શાક તે એટલું બધું સ્વાદિષ્ટ
લાગેલું કે હું પણ વિચારમાં પડી ગયેલ. વધેલું શાક પાડેશી વાસણ
માંજનાર લઈ જાય તે પણ પૂછ્યા કરે: “કાકા, આજે તો તમે
બહુ જ સુંદર શાક બનાવ્યું હતું !” પણ એ બિચારી શું જાણે કે
એ શાક બનાવનાર આ કાકા હતો કે પ્રેતાત્મા ગુલાબ ?
મારો આ નગ્ન સત્ય અનુભવ કોણ માનવાનું છે ? ન માને
તેમાં હું શું કરું? દુનિયાને ન દેખાય, ન અનુભવવામાં આવે
એમાં મારો શે દેવ ?
આ દેહ રૂપી રથ વિષે આત્મા રૂપી છે સારથી,
ઇકિય રૂપી અશ્વ છે, જેની ભયંકર છે ગતિ;
એ અશ્વને વશ રાખીને સમજુ જ રથ હાંકતા,
કાબૂ વગર તોફાની અશ્વો ખાડમાં રથ નાંખતા.

વસુમતી
એક દિવસે વિલાસે મને કહ્યું કે નવાબ સાહેબકે જે
પ્રાઈવેટ સેક્રેટરી હૈં ઉનકી એક જવાન બીસ વર્ષ કી લડકી થી. વહ
મેટ્રિક તક પઢી હુઈ થી. ઉસકા સ્વભાવ બહુત હી અચ્છા થા,
બડી હી મિલનસાર થી, મેરે પાસ વહ હમેશાં આયા કરતી થી.
‘ઉસકા રૂપ ભી કુછ કમ ન થા, શાન્ત ઔર હસમુખી થી.. જાતિકી
વહ હિન્દુ બનિયા હોને સે પડદા તો થા હી નહીં. નવાબ સાહબકા
એક દિલજાન દસ્ત ઉસકી નજર ખૂબ ખરાબ થી. વહ ઉસે
આને જાનેકે વક્ત બડે અદબસે બુલાતા થા. વહ ભી સાફ દિલસે
-ઉસસે બાત કરતી થી. ઉસકા દિલ મેરે સાથ ખુલા હુઆ થા.
વહ મુઝે સબ કહ દેતી થી. મેને ઉસકે કહ દિયા થા કિ તું નવાબ
સાહબકે ભાઈબંધકી મીઠી મીઠી બાતમેં આકર, કહીં ફેસ મત
જાનો. ઈતના અચ્છા થા કિ વહ બ્રાહી હુઈ થી. ઉસકા શૌહર
(પતિ) વકીલ થા ઔર વહૈ હી વકાલત કરતા થા. વહ કભી કભી
-સસુરાલ જાતી થી, મગર ન માલૂમ કયા હુઆ કિ વહ દો દિનકી
બીમારીમેં મર ગઈ. ઉસકા નામ થી વસુમતી. તુમ ઉસે આજ
બુલાઓ. અગર વહ આ જાય તો હમારે પાસ સુખી હોગી. ન
જાને કૈસી હાલતમેં વહ દુઃખમાતી હોગી”
મેં આ વાત સાંભળીને કહ્યું કે બેન, આજે તે પ્રગટ કરવા

૬૬
વિચાર નથી, કાલે જરૂર હું એને બોલાવીશ. પ્રેતષ્ટિમાં જે હશે
તો આવશે.
:
બીજી રાત્રે બે વાગે સાધન મૂકી હું પ્રેતાવાહન પ્રયોગ કરવા
બેઠે. ડી વારમાં જ તે મારા સાધન ઉપર આવી લાગી. વિલાસ
વર્ણન કરેલું તેવી જ તે હતી. મેં કહ્યું : “આવો વસુમતીબેન !”
તે મારા ભણી જોઈ રહી. આશ્ચર્યચક્તિ તે થઈ હતી. તે
બોલીઃ “તમે કોણ છે ?
મેં બહુ જ મિઠાશથી કહ્યું: “એન! મૂંઝાશે નહીં. હું
તમારે ભાઈ છું. મેં તમને પ્રેતાવાહનના પ્રયોગ દ્વારા અહીં
બોલાવ્યાં છે?
તે બોલીઃ “તમે મને અથવા મારા બાપુજીને જાણે છે ?
મારા નામની તમને કેવી રીતે ખબર પડી ? શું તમે મને ઓળખો છો?”
મેં કહ્યું: “બેન! તમારા બાપુને તો હું ઓળખું છું. તમારી
ઓરમાન માનું નામ પણ હું જાણું છું. તમને મેં કદી જોયાં નથી.
તમારું નામ બતાવનાર, તમારા શહેરના એટલે રાજ્યના પાલક
નવાબ સાહેબની.......બેગમ સાહેબાને શું તમે જાણો છો?
જે વખતે હું આ કહી રહ્યો હતો તે વેળાએ વિલાસ અને
ગુલ બંને મારી પાછળના ભાગમાં ઊભાં હતાં અને આ વસુમતીને
જોઈ એને મળવા માટે ખૂબ જ ઉત્સુક થઈ રહ્યાં હતાં.
મારું કથન સાંભળી વસુમતી અજાયબ થતાં બોલીઃ શું?
મારી બેગમ સાહેબ! અત્રે? હેય નહીં.”
મેં કહ્યું: “બેન! જરા શાંત થા હું હમણાં જ તારે ભ્રમ
ભાંગી નાખું છું. મારી મરજી તારી સાથે વાત કરવાની હતી, પરંતુ.
:

૬૭
એગમ સાહેબ અને ગુલ બંને તને મળવા માટે અધીરો થઈ રહ્યાં
છે; માટે હું હવે પછીથી વાત કરીશ, તું પ્રથમ તારી બેગમને
મળી લે,” –એમ કહી મેં એને પ્રયોગના સાધન પર રાખી,
વિલાસ તથા ગુલને માટે પ્રયોગ બદલ્યો. બદલતાં કેટલીવાર, એ જ
મિનિટને ઝપાટે એ બંને સાધન પર આવી ગઈ અને વસુમતીને
ભેટી પડ્યાં. હું એ દશ્ય જોઈ રહ્યો. એ ત્રિપુટીનો ફેટે પાડી
લેવાય તો કેવું સરસ! મને કેમેરા સ્મરણમાં આવ્યું, પરંતુ એ
ક્યાં અને કેમ બને? સુક્ષ્મ શરીરીઓની છાયા શું આપણા
કેમેરાની પ્લેટ પકડી શકે ખરી ?
બેગમે તે ભેટીને વસુમતીના ગાલે ઉપર ચુંબનોનો વરસાદ
વરસાવ્ય. એ તો વારંવાર ખૂબ જોરથી ભેટી રહી હતી. વસુમતીના
આશ્ચર્યને પાર ન હતો. બેગમે કહ્યું: “વસુ! તૂ મુઝે આ મિલી
ઇસસે મુઝે બડા હી આનંદ મિલા. તૂ બાવલી જૈસી કે હો ગઈ
હૈ ? દેખ, તૂ મેરે પ્યારે ભાઈક હાથ જોડી પર પડ ઔર
નમસ્કાર કર. મેં અબ મુસલમાન નહીં રહી. મેં તે હિન્દ્ર-આર્યધમી
મૈને અપને પ્યારે ભાઈક માનવધર્મ અંગીકાર કિયા હૈ.
વસુમતી બે હાથ જોડી મને પગે લાગી. મેં એને આશીર્વાદ
આપ્યા. વસુમતીનો ઉશ્કેરાટ મટી ગયે. બેગમે બધી વાત એને
કરવા માંડી. પોતે અહીં આવી તે, ગુલની વિગત અને મારી
હિસ્ટ્રી પણ એ એને કહી ગઈ. વળી પિતાના કહેવાથી જ મારા
વહાલા ભાઈએ તને અહીં બોલાવી છે વગેરે ઘણું ઘણું એણે
એને કહ્યું.
ચૂપચાપ બેઠો હતો. ગરમીથી મને એકળામણ તો થતી જ
હતી. એમના આનંદમાં ભંગ પાડવા હું ભાગતો ન હતો; પણ
વિલાસ મારી ખૂબ પ્રશંસા કરી રહી હતી એથી એ બધું સાંભળીને
કંટાળો આવતો હતો. તે

૬૮. અથવા મને P મેં વિલાસને કહ્યું: “બેન! હવે તું આની બાબત પૂછ પૂછવા દે. વિલાસ મારું કહેવું જાણે સાંભળતી જ ન હોય તેમ વસુમતીને કહેવા લાગી “ખારી વસ મેરે જેસી નસીબદાર દુનિયામેં કઈ નહીં હૈ. પરમેશ્વરને મુઝે ઐસા ભાઈ દિયા હૈ કિ જિસકી બર- બરીમેં કાઈ નહીં હૈ. દેખ મેરે ભાઈ! દેખા હૈ કભી ઐસા પ્યારા નિઃસ્વાર્થી ભાઈ આ દશ્ય જોઈને મારાથી બેલાઈ જવાયું: “આ ભાઈઘેલી બહેન તે આનું નામ. હવે વિલાસે વસુને કહેવા માંડયુંઃ “બોલ મારી પાસે રહેવું છે કે પાછા ત્યાં જવું છે?” વસુ બેલીઃ “ના, ના બેન! હવે હું તમને છેડીને ત્યાં દુઃખની ભડભડતી ભઠ્ઠીમાં સળગવા શું કામ જાઉં? તમે મને સળગતી લ્હાયમાંથી બોલાવી, હવે હું ત્યાં પાછી જાઉં હવે તે હું તમારી સાથે જ રહીશ. તમે જ્યાં રહેશો ને રાખશે ત્યાં રહીશ. પહેલાં કરતાં તમે તે ખૂબ જ બદલાઈ ગયાં છે! હું તો કેટલીયે વખત રાત્રે મહેલમાં ગઈ પણ ત્યાં કેટલાક એવા મૂઆ છે જે મને -ત્યાં તો શાના જેવા દે! ઉલટા મારી પાછળ પડીને હેરાન હેરાન કરી નાખતા. હું તમને બહુ યાદ કરતી હતી. એક રાતે તો હું તમારી કબર ઉપર પણ ગઈ હતી. તમારી કબર પર જે છતરી છે તેના પર કેક બે બેઠા હતા. મને જોતાં જ તે બંને મારા પર તૂટી પડ્યા. તેમણે મને આખી રાત સતાવી. સવારમાં પરાણે તેમના પાસેથી છૂટી. તે પછી તે હું કદી પણ ત્યાં ગઈ જ નથી.” વિલાસે પૂછયું: “તું હાલમાં કયાં રહેતી હતી તે બોલીઃ “આપણું શહેર-બહાર આબુ તરફ જવાના જનરલ રેડ પર જે જૂની–પુરાણું વાવે છે ત્યાં હું રહેતી હતી ત્યાં બીજ

ટ
એટલા બધા હતા કે રોજ રાતે લડવાડ થાય. હું તો હેરાન હેરાન
થઈ જતી. તે મને રોજ પીડતા હતા. પેલો મુઓ તમારે પિતરાઈ
કાકે સસરો પણ ત્યાં જ છે. એણે તો મને ખૂબ દુઃખ દીધું છે.
આખી રાત તે મારી સાથે નફટાઈ ભરેલું બેલતો ને અત્યંત
પજવતો હતો.'
આ સાંભળી વિલાસ દિલગીર થઈને રડી પડી. ગુલ ઉશ્કેરાઈ
ગઈ ને બોલી: “ભાઈ ! આ વસુબેનને સતાવનાર પેલા પાપીને
ખેંચી જરા સારે સ્વાદ ચખાડે. તમે એને બોલાવો. હું એ સાલાને
સારી રીતે સ્વાદ ચખાડું. એ નીચ, કૃત, હરામી, સુવર છે મને
પણ એ લુચ્ચાએ–બદમાશે એક વાર સતાવી હતી.”
મેં કહ્યું: “બેન ! તું શાંત થા. વેર વેરથી નાશ પામતું નથી,
પણ પ્રેમથી નાશ પામે છે. કહ્યું પણ છે કે – જે વેરાનિ
संमन्तीध कुदाचन । अवेरेन च संमन्ति एस धम्मा
વન તને છે -એ બધા દયાને પાત્ર છે. એવા દુષ્ટને બોલાવવાથી
આપણને શાંતિને બદલે અશાંતિ થશે, અને અશાંતિથી સુખ પણ
નહીં મળે. અશાંતા ન કુમ? માટે એ દુર્જનને બોલાવી
અનર્થકારી પરંપરા શું કામ ઊભી કરવી ?
વિલાસ બોલી: “ગુલ! ભાઈ બરાબર કહે છે. પછી તે
મને કહેવા લાગી: “ભાઈ! અબ તુમ સે વસુકે ગંગાજળ પિલા
કર પાવન કરે, ઈસસે ઉસે શાન્તિ હોગી. અબ યહ ભી હમારે
સાથ હી રહેગી.”
શીશામાંથી મેં ગંગાજળ લીધું, અંજલી ભરી ગાયત્રી મંત્ર
હું જપવા લાગ્યો. વસુ તો કંપવા લાગી ને બોલીઃ “આ તમે
તો મને બાળી નાખવા ચાહે છે. મારે એ જળ નથી જોઈતું.”
મેં કહ્યું? એન! તું ગભરાઈશ નહીં. ગંગાજળથી તું ડરીશ
• •
t
:

૭૦.
.
હિ. એનાથી હું તને બાળવા નથી માગતો પણ તારાં પાપને
બાળવા માંગું છું. તું થિર ઊભી રહે. જે, હમણાં તને શાંતિ થશે.”
મેં એના પર મંત્રિત ગંગાજળ છાંટયું. એ તરવા લાગી.
વિલાસે એને ઝાલીને કહ્યું : “કેમ હવે બોલ.”
તે શાન્ત થઈ ગઈ. મેં ત્રણ વખત એ ગંગાજળની અંજલિ
છાંટી. પછી તે વિલાસને ભેટી પડી ને બોલી: “બહેન ! મને હવે
ઘણી શાંતિ મળી ગઈ છે..
મેં વિલાસને કહ્યું: “બેન! તમે હવે સાધન પરથી છૂટા
થાઓ. હું તમને છડું છું. વસુને અંદરની ઓરડીમાં લઈ જઈને
બધું બતાવો તથા સમજાવો. હું થાક્યો છું, સુઈ જઈશ.
મેં એમને છૂટાં કર્યા અને ત્રણે રૂમમાં દેડી ગયાં. વિલાસે
વસુને બધા ફેટા બતાવ્યા. હું સત્તર વર્ષ જૈન સાધુદશામાં રહ્યું
હતો તે માટે ફેટ બતાવી એણે એને બીજી ઘણી વાતો કરી.
વિલાસે મારાં પુસ્તકે તેને બતાવ્યાં, તથા ઈ. સ. ૧૯૧૮ની સાલથી
લખાયેલી ડાયરીઓ તેમજ મહારા જીવનના લખાયેલા દશે ભાગ
ત્યાં જે ગોઠવેલા હતા તે દેખાડતાં બોલી કે આ બધું ભાઈએ
લખ્યું છે. અમે ચાર ભાગ સાંભળ્યા છે, તેને પણ ભાઈ સંભળાવશે.
જે વખતે આ વાતો ચાલતી હતી ત્યારે હું પલંગ પર સૂતા હતા;
પરંતુ ઊંઘ આવી ન હતી. મેં એમને કહ્યું: “તમે બધા બહાર
જરા ફરી આવે, અહીં મને હવે સૂઈ જવા દ્યો.”
એ તરત બહાર ચાલ્યાં ગયાં. હું કલાક સુતા બાદ ઉઠ,
પ્રભુદર્શન, પ્રાર્થના કરી લીધી અને તે પછી પ્રભાતનાં નિત્યકમ
કરવા લાગે.
પ્રભાત પછી બપોર અને સાંજ થતાં પાછી રાત પડી. બરા-
બરે બે વાગે હું ઊઠે. સાધન મૂકીને વિલાસ, ગુલ અને વસુને

૭૨. તે પર બોલાવ્યાં. મેં વસુને પૂછ્યું: “કેમ બેન! અને ગમશે ને ? દિવસ કેવી રીતે પસાર થયો ?” તે ખૂશ થતાં બોલીઃ “આ બેનોની સાથે મને બહુ જ મજા પડી છે. દિવસ તો વાતોમાં જ ગયો, ખબર જ પડી નહીં. હું તો હવે બેનને મૂકીને કયાંય જવાની નથી. એને તો આખો દિવસ તમારી જ વાતો કર્યા કરી છે, તમે બપોરે બાર વાગે નિશાળેથી આવ્યા અને જે કરતા હતા તે બધું અમે જતાં હતાં. એકાદ કલાક તમે સૂઈ ગયા હતા. ખસની ટટ્ટી છાંટી હતી. ઠંડે પવન આવતો હતો. અમે ત્રણે તમારી બાજુમાં જ બેસી રહ્યાં હતાં. બેન તો કહે છે કે હવે હું મુસલમાન નથી, હિંદુ બની ગઈ છું મુસલમાની એક પણ ક્રિયા કરતી નથી. તમે તે બેનનું નામ પણ વિલાસ પાડ્યું છે. ભાઈ! તમે ૧૭ વર્ષ જૈનધમી સાધુદશામાં રહ્યા અમે પણ શ્રાવક જૈનધર્મ પાળનારા જ હતાં. મારા બાપુએ તમને જોયા હશે. મેં તમને કદી જોયા જ નથી.” મેં કહ્યું : “તારા જન્મ પહેલાં તો હું એ દંભી સાધુદશા છોડી ચૂકયો હતો, પછી તું કયાંથી મને જુએ? તારા બાપુજીને તથા તારા દાદાને તો હું સારી રીતે જાણું છું. એ મારા ગુરુજીના (પૂ. શ્રી વલ્લભવિજ્યજી) ખાસ ભક્ત અને સુધારક પક્ષના છે. જૈન કેળવણી મંડળમાં એમણે પાંચ હજાર રૂપીઆ આપ્યા હતા. હું મારું દંભી સાધુપણું છોડી ચૂક્યો હતો તો ય તે મને અમદાવાદમાં આવીને મળી ગયા છે અને તારી જે એક ભાભી વિધવા છે તે અત્રે અભ્યાસ કરવા રહેલાં એની તને ખબર છે?” તે બોલીઃ “હા, હવે તો એ મુંબઈમાં છે. સિનિયર થયા પછી મુંબઈમાં જ નોકરી કરે છે. રૂા. ૬) માસિક મેળવે છે. તમારા ગુરૂજીને ફેટો તો અમારે ઘેર પણ છે. એ વખતે આપનું નામ શું હતું?”

૭૨.
મેં કહ્યું: “હું એ વખતે વિમલવિજ્ય નામધારી હતા,
સાચો ભેખધારી સાધુ ન હતું. મારા જીવનવૃત્તાન્તથી વાકેફ થશે
એટલે મારી સાધુદશાની પોકળ વાત જાણવા મળશે. ખેર, આ
બધી વાતો હવે આપણે માટે સમય ગાળવા પુરતી છે. તેં ધાર્મિક
અભ્યાસ કેટલે કર્યો છે વાર?
તે બોલી : “હું મેટ્રિક સુધી અંગ્રેજી તથા ધાર્મિક અભ્યાસમાં
જૈન કોન્ફરન્સ તરફથી જે પરીક્ષા લેવાય છે તેમાં બીજે નંબરે
આવેલી અને પ્રેમચંદ રાયચંદ સ્કોલરશીપમાંથી પંચેતેર રૂપીઆનું
મેં ઇનામ મેળવેલું.”
મેં પૂછ્યું: “બેન ! જ્યારે તું આટલું ધાર્મિક જ્ઞાન ધરાવતી
હતી છતાં તને અંતે તો પ્રેતદશા પ્રાપ્ત થઈ તે આ દશા મળવાનું
કંઈ કારણુ તું જાણે છે ?”
તે બોલી : “ના, મને એ કશી ખબર પડતી નથી કે
પ્રેતદશાને કેમ પામી ?”
મેં કહ્યું : “તારું મૃત્યુ કેવી રીતે થયેલું? મરતી વખતે કશી
વસ્તુમાં તારી વાસના હતી ? જે સાચેસાચું બોલજે. જૂઠું
બોલીને પિતાના આત્માને છેતર એ મહાપાપ છે.”
વિલાસ વચમાં બોલી ઊઠી : “વહાલા ભાઈ! કયા અબ વહ
આપકે સામને જૂઠ બોલેગી?” તેણે વસુને કહ્યું: “દેખ, ભાઈ કે
સામને જરા સા ભી પડદા મત રખના.”
વસુએ કહ્યું: “હું તે કસુવાવડમાં મરી ગઈ હતી. વાસના
તમે કેને કહો છો?
મેં કહ્યું: “ જીવનમાં પ્રત્યેકને કોઈ પ્રકારની વાસના તો
હોય છે જ. કોઈને ધન-ધરેણમાં મન લાગેલું રહે છે, કઈ પુત્ર–
y

પુત્રીઓમાં આસતિ ધરાવે છે, કોઈનું મકાન કે બંગલામાં ચિત્ત
ચુંટેલું હોય છે, કોઈ જીવાત્મા પતિ કે પત્નીમાં આસકત રહે છે.
નાશવંત વસ્તુઓમાં મનનું જે ખેંચાણુ હોય છે તે વૃત્તિઓને
આભારી છે. આ દૂષિત વૃત્તિઓ એ જ વાસના. કામવાસનાના
ભૂખ્યા છે કેવા અનર્થો કરતા હોય છે તેનાથી તું અજણ તે
નહીં જ હોય. હું ધારું છું કે તું વાસના કોને કહે છે તે સમજી શકે છે.”
તે બોલીઃ “દુનિયાદારીને એ બધા જ વિચારે મારા મનમાં
અવશ્ય ઘોળાતા હતા જ. દરેક ચીજમાં મને મેહ–મમવ હતાં;
પણ ભાઈ! મને કહેતાં શરમ આવે છે.”
મેં વિલાસને કહ્યું: “એ કહેતાં સંકોચાય છે. જે એનું દિલ
દુઃખાતું હોય તો મારે એ બધું પૂછવાની કે જાણવાની જરૂર નથી.”
વિલાસે તત્કાળ વસુના ખભે હાથ મૂકી વહાલ સાથે કહેવા
લાગી: “અરી બહિન વસુ! ભાઈ સામને સચ બાત કહેતે હુએ
ઝિઝકત કર્યો હૈ? ભાઈ તે મનુષ્ય નહીં લેકિન દેવ હૈ. મેર
બારે ભાઈકે સામને પડદા રખેગી તો કેસે બનેગા ?”
મેં કહ્યું: “ભલે, મારી આગળ ન કહેવું હોય તે ને સહી
પરંતુ તું એકલી વિલાસ આગળ કહી દે, હું ઊઠી જાઉં છું.”
વિલાસ બેલીઃ “ના, ભાઈનાં; યહ તે તુમ્હારે સામને હીં
સબ કુછ કહેગી.”
વસુ જરા સ્થિર થઈને હવે કહેવા લાગી“વહાલા ભાઈ!
આ કામવાસના તો મારામાં અત્યંત હતી અને અત્યારે પણ એનાથી
ખૂબ પીડાતી હોઉં એમ લાગે છે. હું પરણ્યા પહેલાં જ જ્યારે ૧૫
વર્ષની હતી ત્યારે મારા મામાના છોકરા સાથે પ્રેમમાં પડી હતી.
અમે બને એરી છૂપીથી મળતાં હતાં. મારી સાથે શરીરસંબંધ
કરીને તે તો પછી ચાલ્યો જતો હતો પણ કેણ જાણે શાથી હું
:

તે એને માટે તરફડ્યા જ કરતી હતી. મને એના વગર જરાયે ચેન પતું ન હતું. તે વખતે મને શું થતું હતું એ મને ખબર નથી. પરણ્યા પછી તો મારા પતિ સાથે કાંઈક ડું સુખ હું અનુભવતી હતી. એ તે વકીલાત કરતા હતા, ધર્મભાવનાવાળા હતા. એ એક બે દિવસ સારુ બહાર જાય તોયે મને જરા પણ ગમતું નહિ. હું જ્યારે બધું જ સમજતી થઈ ત્યારે મને ખબર પડી કે મારી કામ વાસના સંતોષાતી નથી. ઘણી વખત તે હું એમને ઝાપટી નાખતી હતી. મને ઘણી વાર એમ પણ થતું કે જાણે બીજા બે ચાર પુ સાથે રમું. મારા ભણી ત્રણ જણ આકર્ષાતા હતા, અને હું એમના ભણું ખેંચાતી હતી. એક વાર તે હું આ વિલાસબેનને .. મળીને ઘેર જતાં સામે જે નવાબ સાહેબનો ભેટે થઈ ગયે. સાથે મારા બાપુજી પણ હતા એટલે નવાબ સાહેબે મને બોલાવી. ઊભે. ઊભે બે જ મિનિટ એમણે મારી સાથે વાત કરી હતી. તેમણે મને પૂછયું હતું કે બેગમ સાહેબને મળવા ગયાં હતાં ? મેં હા કહી હતી. તે વખતે મારા મનમાં થયેલું કે એ જે મને બોલાવે ને મારી સાથે સમાગમ કરે તો કેવું સારું ! આ સાંભળી વિલાસે નિસાસે નાખે. નીચું જોઈ રહી. ગુલ હારા ભણી. જેને મુશ્કેરાઈ મેં વસુને કહ્યું: “એના એનું જ નામ વાસના. તારામાં કઈ કર્મોના કારણે એ જાતની પ્રબળ કામવાસના હતી. આવી વાસના કાંઈ તારામાં જ હતી એમ નથી પણ ઘણું સ્ત્રીઓમાં અને પુષમાં હોય છે અને એ ભયંકર વાસનાને પોષવા માટે તેઓ ઘણે અનર્થકારી કામ કરીને પાપનાં ભારે મોટાં પોટલાં બાંધી અંતે પીડાય છે. ખેર, ભૂતકાળમાં જે બનવાનું હતું તે તો : બની ગયું, પરંતુ હવે તને એ વાસના-કૂતરી સતાવે છે? ભારે આ પ્રશ્ન સાંભળીને વિલાસ તો ઉત્તેજીત થઇને ઊભી

પ .
થઈ ગઈ અને વસુ ભણું હાથ લાંબો કરીને બોલીઃ “અબ ભી
તુઝે યહ વાસના સતાતી હો તે અપને આપકે જલા કર રાખ
કર દે. અગર તેરી અસી હી વાસના ભીતર મેં ભરી હુઈ હૈ તે
તેરા મેરે પાસ રહના નહીં હો સકતા. મેં તુઝે અપની પાસ નહીં
રખ સકતી. ભાઈ! ભાઈ! ઇસે યહૈસે જાને દો.
મેં કહ્યુંઃ બેન! તમે શાન્ત થાઓ. તમે અત્યારે વિપરીત
ઉપચાર કરે છે. એની અત્યારે દયા ખાવી જોઈએ. આપણે એને
સાચી વાત પૂછી અને એણે પોતાનું દિલ ખોલીને સૂર્ય હકીકત
કહી, હવે આપણુથી એને તિરસ્કાર થઈ શકે નહીં. તમે તો તેને
હાથ ઝાલ્ય છે. હવે પાછાં એને દુઃખના ખાડામાં ધકેલવા માગે
છે ? એ તો તેણે ભૂતકાળની વાત કરી છે. હવે એ તમારી પાસે
રહેશે તેમ તેમ એ સારું શીખશે ને સુખી થશે. મેં એને કેટલાક
પ્રશ્નો પૂછેલા, હજુ તે તેણે તેના પૂરા ઉત્તરો પણ આપ્યા નથી.”
આમ કહેતો હતો ત્યારે વસુમતી તે હિબકે હિબકે રડતી
હતી. મેં વિલાસને કહ્યું: “હું તો આવા પાપી જીવના જ હાથ
ઝાલવા માગું છું. આવાઓને પાપમાંથી મુક્ત કરવા પ્રયત્ન કર
જેદએ. પ્રભુ પતિતપાવન છે. એના ચરણના શરણમાં એને લઈ
જવી જોઈએ. તમારે એના ઉપર કેટલે બધે પ્રેમ હતો, તે શું
તમે એકદમ વિસરી ગયાં ?”
વિલાસ બોલી: “ભાઈ! મુઝે માફ કરે, મેં ભૂલી. ઈસ
અપરાધક મુઝે તમ શિક્ષા કરો.”
વસુએ વિલાસના પગે ઝાલી લીધા નેડતાં રડતાં બોલી:
તમે મને ગમે તે કરે મારી નાખો, બાળી દે પરંતુ હું હવે
તમને તજીને કયાંય જવાની નથી. તમે મારા પર દયા કરે. મને
હજુ વાસના નથી સતાવતી એમ તે હું તમારા આ દેવ જેવા
+

ભાઈ આગળ શી રીતે ખોટું બોલું? તમે જ મને જઠું ન બોલવા. માટે કહેલું છે, પરંતુ હું હવે તમારી પાસે રહીશ પછી મને છે ડર છે ? મારી વાસના વિવી કે મારવી એ તે હવે તમારા હાથની વાત છે.” મેં વસુને કહ્યું: “શાબાશ બેન! શાબાશ! તેં ઠીક ઉત્તર આપે છે.” વિલાસે રડીને તત્કાળ વસુમતીને છાતી સાથે ચાંપી દીધી. મેં કહ્યું : “બેન વિલાસ! યુવાવસ્થામાં રૂપનો ભદ, ધન મદ, વિદ્યા-બુદ્ધિનું ઘમંડ, બળ– નિગીપણાને અહંકાર વગેરે ભલ- ભલાને ચકડોળે ચઢાવી દે છે તો આ વસુ બિચારી તે શી વિસાતમાં છે ? એને એવા સંયોગે આવી મળ્યા અને કર્મોના સંસ્કારે તો પૂર્વેના હેય એટલે કર્મોના નચાવ્યા પ્રમાણે એને નાચવું પડ્યું સબુદ્ધિ હોત તો વિવેક દ્વારા એ ખાડામાં પડતી બચી જાત; પણું કર્મભગ સિવાય કઈ કઈનેય છૂટકો છે? ચાલે. હવે તમે બધાં પહેલાંની પેઠે આનંદમાં આવી જાઓ.. પછી ગંગાજળપ્રેમી વિલાસ મને કહેવા લાગીઃ “ભાઈ! તુમ એક દફે ફિરસે ઈસ પર ગંગાજલ ડાલે. ઓર પિલાઓ, જિસસે ઈસકા દિલ સાફ હો જય. મેં કહ્યું: “ભલે, હું તેમ કરું છું, પરંતુ દિલ તો સાફ ત્યારે જ થાય કે જ્યારે પોતાનાં કરેલાં પાપ માટે ખરા દિલથી પશ્ચાત્તાપ થાય.” મારા ભાઈ! હવે મને ઘણું જ પસ્તાવો થાય છે. શું તમને એમ લાગે છે કે આ દુઃખ અને ત્રાસ મને ગમતું હશે? હું તે ખરા દિલથી તમારા સૌની સમક્ષ પશ્ચાત્તાપ કરું છું. ? -- વસુ બેલી :

- કલ્યાણું મ...બાન માટે પ્રયોગ કર્યો. પંદર મિનિટ થતાં...... ને પ્રેતાત્મા સાધન પર આવી લાગે. ખરેખર તે તદ્દન નગ્ન દશામાં હતી. તેણીના લાંબા વાળ પગ સુધી લટકતા હતા. શરીર ભરાવદાર અને ચહેરે નિસ્તેજ હતો. વદન પરની ગમગીની સ્પષ્ટ દેખાઈ આવતી હતી. તે મારા ભણું જોઈ રહી. મેં કહ્યું: “બહેન! આવો. પણ આ શું? તને ભરણુ વખતે શું કફન પણ કેઈએ નથી આપ્યું?” તે બોલીઃ “કફન તે મારા બાપે બહુ જ કિંમતી રેશમી આપેલું, પણ મને કારમાં દાટયા પછી રાત્રિના સમયમાં ત્યાં રહેતા બે દરવેશએ મારી કબર બેદી તેમાંથી તે કાઢી લીધું.” તેનું આ કથન સાંભળીને હું તે બહુ જ વિચારમાં પડી ગયે. આ પ્રિતની વાતથી મને ભારે અજાયબી લાગી. પ્રેતાનિમાં. ગયા પછી સ્થળ કફન સાથે શું સંબંધ?મેં ઘણું પ્રેતને તેઓ જીવિત દશામાં જેવાં કપડાં પહેરે છે તેવી સ્થિતિમાં મરણ બાદ જોયેલાં છે ખરાં, પણ આ તો એક વિચિત્ર પ્રકારનો જ બનાવ છે. મેં વિચાર્યું કે કાં તે આને નગ્ન દશામાં રહેવું ગમતું હશે. ભારા મનમાં ઘોળાતા આ કપડાંના પ્રશ્નનો ઉકેલ કેમ થાય? મેં કહ્યું: “બહેન! તું પ્રેતની હાલતમાં હતી તો પછી જ્યારે પિલા દરવેશેએ તારી ઘોર બેદી ત્યારે તે તેમને ડરાવ્યા કેમ નહિ? તું તે તેમને સારે સ્વાદ ચખાડી શકવા માટે સમર્થ હતી.” તે બોલીઃ “એ કે જ્યારે કબર ખેડતા હતા ત્યારે કુરાન–શરીફના કલમાઓ મનમાં મનમાં ભણતા હતા; તેથી હું અને મારી સાથેના બીજા જે હતા તે દૂર ઊભા રહી જોઈ રહ્યા !” આ સાંભળી મારા મનમાં થયું કે જેમ ગાયત્રી–મંત્ર અથવા કઈ પણ દેવને મંત્ર બોલીએ તે પ્રેતો નજીક નથી આવતાં તેમ કુરાન–શરીફના કલમામાં પણ પવિત્ર પરમેશ્વરના નામના લીધે આ પ્રેત કાંઈ કરી શક્તા નથી. એ ઘરખોદુ મવાલીઓ પણ જારા ' મેં કહ્યું: “બહેન ! તું અત્યારે ભલે પ્રેતદશામાં હોય પણ તું મારી પુત્રી સમાન કે બેન જેવી છે, છતાં તારે તારી નગ્ન દશા તો જરૂર ઢાંકવી જ જોઈએ. તને શરમ ન આવે, પણ મને તારી સાથે વાત કરતાં શરમ આવે છે. મારું આ કથન સાંભળીને અંદરના ઓરડામાંથી વિલાસ એકદમ ફૂદીને અંદર આવી અને... ને ભેટી પડી, તથા પોતે ઓઢેલું માથેથી ઉતારી ની કમરે વીંટાળી દઈ મને કહ્યું: “ભાઈ! યહ નાદાન માસુમ હૈ, યહ ઈસકે હાથકી બાત નહીં હૈ.” પછી વિલાસે..બાનુને કહ્યું: ‘ભાઈ કે સલામ કર”..એ બે હાથે મૂકીને સલામ ભરી. પણ તે તો આશ્ચર્યમાં ડુબી ગઈ. એક બાજુ સામે હું શરીરધારી માણસ અને બીજી બાજુ પેતાન જેવા પ્રેતદશામાં પ્રેતોને જોઈ તે હેબતાઈ ગઈ અને બેબાકળી બની ગઈ. એટલામાં ઓરડીના બારણામાં સામે જ ગુલાબ, વસુ અને સુંદર એ ત્રણ પ્રેતાત્માઓને જોઈ તે વધારે મૂંઝાઈ. પ્રેત તો પ્રેતને પ્રેતદશામાં જોઈ શકે છે...એ એક ચીસ પાડી અને પિતાની બંને આંખોને બંને હાથથી ઢાંકી દીધી અને રડવા લાગી. મારે હવે તેની અંદરનો ગુંચવાડે જલદીથી દૂર કરવાનો હતો. મેં વિલાસને કહ્યું: એ તમને બધાને તથા મને જોઈને 0 ' I પરણેલી હતી, મારી શાદી તે એ છે ૮૦ ગભરાઈ ગઈ છે, માટે કાં તો તું સમજાવીને ખુલાસે કાર અથવા મને બોલવા દે. વિલાસ કહેવા લાગીઃ “તમે જ બોલે.” કહ્યું: ‘બેન ! મોઢા પરથી હાથ લઈ લે. મારી સામે જરા તું છે. અહીં તને કશે ય ભય નથી. મેં સુંદરનું અસલ નામ લઈને કહ્યું: “જો આ તારી..અહીં છે અને એના કહેવાથી જ મેં તેને બોલાવી છે. હું આ પ્રતાવાહન કરવાની વિદ્યા જાણું છું. તને બેલાવવાનો હેતુ તને . દુઃખી કરવાનું નથી, પણ તને સુખ થાય તેમ કરવા અમે ચાહીએ છીએ. મારું આ કથન સાંભળીને તેણે પિતાના હાથ પરથી લઈ લીધા. તેણે મારા ભણી જોયું અને પછીથી તે સુંદર ભણી જેવા લાગી. મેં પૂછ્યું: “તું આને ઓળખે છે? એ તારા સગાની પુત્રી છે. તને ખબર છે કે એ તારે શું થાય છે?” તે બોલીઃ “હા, હવે મેં તેને બરાબર ઓળખી. એ મારા... ની દિકરી છે. એ અહીં શું કામ આવી છે? તમે તે હિંદુ દેખાઓ છે.” મેં કહ્યું : “બેન! હવે તું શાંત થઈને જેમ વાત કરે છે તેમ કર. તારું કહેવું બરાબર છે. હું બ્રાહ્મણ છું. એ તારી બેન મુસલમાન છે. એ પ્રેતથી પીડાતી હતી. પ્રેત એના પર કે ત્રાસ વર્તાવતા હતા! આ જે ત્રણ બેને છે તેમની પણ એ ઓળખાણ આપશે' મેં તેને આગળ પૂછ્યું: “બોલ તે તારું નામ શું છે? તે બોલી: મારું નામ... મેં કહ્યું: “તું પરણી હતી ?” તે બોલીઃ “હું તારા... ની દિકરી એન તારાથી મેટી છે કે નાની ?” તે બોલીઃ એ મારાથી મોટી છે. “તને સોળ વર્ષ થયાં હશે ?' મેં પૂછ્યું. તે બોલીઃ “હા, સોળમું ચાલે છે.” તું ક્યાં સુધી ભણી છે? એમ પૂછતાં તે બોલીઃ “સ્કૂલમાંથી તે હું બાર વર્ષની હતી ત્યારે જ ઊડી ગઈ હતીપણ મેં ખાનગી એભ્યાસથી અંગ્રેજી સુધી તો કરે છે. -- ૮૨ • • • ૦ K 2 મેં મેં કહ્યું: “તું પરણ્યા પછી સાસરે ગઈ હતી ? આ પ્રશ્નથી તે જરા મલકાઈ ગઈ ને નીચું મેં કરીને બોલી : “હા.” મેં કહ્યું: ‘તારે પતિ શું ભણેલે છે?” તે બેલીઃ “તે તે ગયે વર્ષે ઈંટરમાં નાપાસ થયે છે.” પૂછ્યું: “તને તારે પતિ પ્રેમ કરતો હતો ?' તે બોલી: “તે તે શરીરે બહુ જ...અને...” આટલું બોલતાં એ અટકી ગઈ. મેં પૂછ્યું: “તારું મોત કેવી રીતે થયું ?” તે બોલીઃ “મને ટાઈફોડ તાવ આવ્યો; ૧૨ દિવસનો મંદવાડ ભોગવી હું મરી ગઈ.” આ પ્રેતદશામાં આવ્યા બાદ તેને દુઃખ લાગે છે કે સુખ ? મેં પૂછ્યું. “સુખ શાનું? મને તે જરા ય સુખ નથી.” તેણે કહ્યું. પૂછ્યું: “તને કોણ દુઃખ આપે છેતે કહેવા લાગીઃ “મને હેરાન કરનારા તો ઘણા છે પણ પેલી એક ડેસી મુઈ છે તે તે મને હંમેશાં અત્યંત ત્રાસ આપે છે.” મેં કહ્યું: “જે હવે તું તારી બેનને મળ અને વાત કર. એ તને બધું કહેશે. જે તારે સુખી થવું હોય તે એમની સાથે રહેજે. તેમની સાથે તને જરા પણ દુઃખ નહિ થાય, તેમજ ત્રાસ પણ કઈ નહિ આપે. આટલી વાતચીત કર્યા પછી મેં મારી નજીકમાં જ બેઠેલાં વિલાસને બોલાવીને કહ્યું: “હવે તમે સુંદર સાથે એને બધું કહો, સમજાવો. હું જરા પથારી પર સુઈ જાઉં. જે એની મરજી તમારી સાથે રહેવાની હોય તો ખુશીથી રાખજે.” એટલું કહી હું સામે પથારી પર સૂઈ ગયો. અને પડ્યો પડે તેઓની ચેષ્ટા જોતો રહ્યો. 2 સુંદર એ બાળાને ખૂબ જોરથી ભેટી પડી અને તેને બધી વાત કરી દીધી, કે મેં તને ત્રાસ પામતાં જોઈ હતી, એટલે જ અહીં તને બોલાવી છે. તે પછી સુંદરે વિલાસ, અને વસુનો પરિચય આપે; વિલાસ તેના માથા પર હાથ ફેરવતી હતી. સુંદરે પોતાની વાત કરી અને સાથે એમ પણ કહ્યું: “હવે તે મારું નામ સુંદર • • છે. હું તો અહીં આવ્યા પછી એવી આનંદમાં છું કે ન પૂછો વાત” વિલાસે ધીમે ધીમે એની આગળ મારી પણ વાત કરી અને સમ- જાવવા લાગી કે ભાઈ તારો સંતાપ જરૂર દૂર કરશે. આપણે બધાં સાથે રહીશું, આનંદમાં જીવન પસાર કરીશું. આ તારી બેને... સ્વીકાર્યો છે. તને માંસ–માટી ખાવાની મરજી થાય છે ? એ કેટલું બધું ખરાબ ! જીવતા જાનવરને મારી તેનું માંસ ખાવું એ કેટલું ઘાતકી કામ છે? માલીકે લાખો ચીજો, ફળો બનાવ્યાં છે. આપણને કોઈ મારે છે ત્યારે કેટલું દુઃખ થાય છે? ત્યારે બિચારાં મુગાં જનવરો બકરી, મરઘાં, બતક વગેરેની ગરદન પર છરે ફેરવતાં જરા પણ દયા નથી આવતી? આ તે શું વાજબી કહેવાય ?” હું સાંભળતા સાંભળતો ઊંઘી જ ગયો. 4 સવારે ચાર વાગે વિલાસે તાળી પાડીને મને જગાડ્યો. વિલાસ કહેવા લાગી: “જુઓ, હવે આ નવાં બેનને ગંગાજળ આપી પાવન કરો. હવે એ પિતે રાજીખુશીથી પોતાનું નામ બદલવા માટે કહે છે અને સુંદરની પેઠે તેને પણ..બનાવી ઘો. તેને તો અમારી સાથે જ રહેવું છે. અમને એ છોડવા જ નથી માગતી.” સાધન આગળ જઈને બેઠે, પણ એ બધાં સાધન બહાર હતાં. મેં કહ્યું: “બેન ! હવે તમને ખાતરી થઈ કે અમે તમને પ્રેતના ત્રાસમાંથી બચાવી લેવા માટે જ બોલાવેલાં હતાં, હવે શે વિચાર છે? એ બેલીઃ “ભાઈસાહેબ! મને બહુ જ આનંદ થયો છે. હવે તે હું આ બધાંની સાથે જ રહીશ. મારે પણ સુંદરની પેઠે...બનવું છે. મને...બનાવો.” મેં કહ્યું: “એમના કહેવાથી તારે માનવાનું નથી; પણ તારું અંતર માનતું હોય તો જ તારે...” આગળ બેલવા જતો હતો, પણ તરત તે કહેવા લાગી ? ભાઈ! ના, હું એમના કહેવાથી નહિ, પણ મારા ખરા દિલથી કહું છું કે મારે...થવું છે. મને પાવન કરો.” ના, મેં કહ્યું: “બેન હજુ સુધી ધર્મ સંબંધી ખુદ મને જ ન નથી. બહારથી હિંદુ, ખ્રિસ્તી, પારસી, મુસલમાન હોય, પણ આત્મામાં શ્રદ્ધા ન હોય તો ? અત્યારે તું પ્રત્યક્ષ જોઈ રહી છે, કે આ પ્રેત- દશા પહેલાં તું...તરીકે હતી. તે શરીરમાંથી તારે જીવાત્મા નીકળીને કર્મવશ પ્રેત છે. પ્રેતદશાની પણ પોતાનાં કરેલાં કર્માનુસાર સ્થિતિ બદલાશે. આ દશામાં જે બૂરી ભાવના રાખવામાં આવશે તે એથી પણ ખરાબ દશા થવાની છે, માટે કોઈના પ્રત્યે વેર, દ્વેષ, ખાર વગેરે રાખવું નહિ. એ સંબંધમાં હું કઈ વખતે તને સમજાવીશ. આ વિલાસ પણ તને ઠીક ઠીક કહેશે. પ્રભુમાં શ્રદ્ધા રાખી તેની પ્રાર્થના કરવી.” : પછી મેં શીશામાંથી ગંગાજળ લીધું અને અંજલિ ભરી ૨૧ વખત ગાયત્રી મંત્ર વડે મંત્રીને તેના પર છાંટયું. તે પ્રથમ તે જરા કંપી, પણ વિલાસ કહેવા લાગીઃ “અમને બધાને ગંગાજળ આપો.” તેથી મેં વાટકીમાં આપ્યું. એ તો ખૂશ થતાં આનંદથી કૂધ્વા લાગ્યાં. તે પછી સુંદર વિલાસને કહ્યું: “તમે ભાઈને કહે કેનું નામ પાડે.” મેં કહ્યું: “નામ સરસ છે, એ શું ખોટું છે ?” વિલાસ કહેઃ “નહિ, નામ તે બદલી જ નાખો. મેં કહ્યું: નામથી જ જે કલ્યાણ થતું હોય તો એનું નામ કલ્યાણ.” વિસુ બેલીઃ “બહુ જ સરસ.” મેં કહ્યું : “જુઓ, હવે તમે પાંચ થયાં. તમારે બધાંએ એકબીજા સાથે પ્રેમથી વર્તવાનું છે. તમે ચારે વિલાસને વડીલ તરીકે માનજે. પછી ભલે તમે બધી એન તરીકે રહે. જુઓ, તમે પ્રેતદશામાં છે. તમે બધાં પક્ષીની પેઠે હવામાં ઉડવાની શક્તિ ધરાવે છે, પરંતુ તમારે કદી પણ નીચ કેટીનાં પ્રતો સાથે ભળવું નહિ અને જે સુખી જ થવું હોય તો જેમ *

વિલાસ કહે છે અને કરે છે તેમ કરજે. તેની આજ્ઞા તમે માનજો.”
તેઓએ મારું કથન માન્ય રાખ્યું.
સુંદર કહેવા લાગીઃ “મેં આખું અમદાવાદ જોયું છે અને
અમદાવાદમાં જોવાલાયક સ્થળે પણ જોયાં છે, માટે હું એ બધાને
સાથે લઈ બધે ફેરવીને દેખાડી લાવું.” મેં કહ્યું: “ભલે, પણ તમે
રાતે જુએ તે તમને જ્યાં ત્યાં સેંકડો ભૂતો અને પ્રેતને ભેટે
થશે—માટે દિવસે નીકળો.” વિલાસે કહ્યું: “હા, એ જ ઠીક છે.”
:
ભવદરિયે ભક્તિનાવે, ચઢયે જે કંઈ વિશુદ્ધ ભાવે;
વિપત્તિ દાન તેને બીવડાવ્યું ની કદિ
'
X
X
X
અત્યુત્તમ આ મળ્યું ટાણું,
ભજન એ તો દૈવી નાણું;
જે ન વટાવ્યું જમનું થાણું,
પસ્તાવાનું રહેવાનું,
--

{
સુંદર
એકવીસ વર્ષ વીત્યાં, અમદાવાદમાં એક પૈસાપાત્ર મુસ્લિમ
યુવતિ મરણ પામી હતી. એ બાળાના પિતા હૈરા જાતિના હતા.
એ શેઠનું નામ, ઠામ હું જાણી જોઈને લખતા નથી, પરંતુ એમના
ઉપર લક્ષ્મીદેવીની મહેર છે, બંગલા છે, મોટરે છે અને સારી
સાલબી ધરાવે છે. બાળાનું નામ જાણ્યા વગર પ્રાગ પણ શી
રીતે થાય ? એ બાળાના પાયદસ્તને દિવસે ઘણું લેકે ત્યાં હાજર
હતા ત્યારે માત્ર એટલું જ બજારમાં સાંભળેલું કે શેઠ....ની,
યુવતિ દીકરી મરી ગઈ છે. આ બાળાનું નામ હું વાત વાતમાં
એક મારા અતિ પરિચિત હેરા ભાઈથી જાણી આવ્યો અને
મારા રૂમમાં રાત્રે પ્રયોગ કરવા બેઠો.
દશ મિનિટ નહિ થઈ હોય ત્યાં તો એ પ્રેતાત્મા ભારાં સાધન
ઉપર આવી ગયો. હોરા લોકો જેમ ઘરમાં પિતાનો પહેરવેશ રાખે
છે તેવો ઢીલે સુરવાલ, પહેરણ અને માથે રૂમાલ બાંધેલ હતો.
એ બાળાની અજાયબીનો પાર ન હતો. બેબાકળી બની એ આજુ-
બાજુ જુએ ને મારા ભણી જુએ-આમ ચાર પાંચ વખત એણે
કર્યું. મેં એને નામ દઈને બોલાવી કે…...એન! આ.
તે બોલીઃ “તમે મને ઓળખે છે? હું તો તમને નથી
ઓળખતી. તમે મને શું કામ બોલાવી છે?'

૮૬
:
મેં કહ્યું: “બેન! તમે જરા પણ મૂકાઓ નહી, ડેરી નીં.
હું પણ તમને ઓળખતા નથી. પરંતુ હું એટલું જાણું છું કે તમે
શેિઠનાં દીકરી છે. તમે ભરયુવાનીમાં મરણ પામ્યાં તેથી મને
ઘણું લાગી આવવાથી મેં તમને આજે અહીં ભગવાનનગર સોસાયટી
–અમદાવાદમાં મારા ઘરમાં બોલાવ્યાં છે. પ્રેતોને બોલાવવાની વિદ્યા
મને આવડે છે. તમે અત્યારે પ્રતાવાહનની વિદ્યાના બળે ખેંચાઈ
આવ્યાં છે. મારે તમારા પાસેથી કશે જ સ્વાર્થ સાધવાનો નથી.
હું તમને સતાવવા કે દુઃખી કરવા ચાહતો નથી. તમારે માટે મારી
દાનત તદ્દન સાફ છે. હું તમને મારી સગી બેન સમાન ગણું છું;
માટે મારી સાથે તમે દિલ ખોલીને વાત કરશે તો તમને જરાય
વાં નહિ આવે.”
તે બોલી: “તમે મને શું પૂછવા માંગે છે ?
મેં કહ્યું: “તમે કાંઈ ભણ્યાં છો?”
તે કહે : “હા, હું છ ધોરણ ગુજરાતી અને ત્રણ ધારણ
અંગ્રેજી ભણું અને પછી તો અમારામાં પડદાને રિવાજ એટલે
બહાર નીકળાય નહીં.”
મેં કહ્યું: ‘તમે પરણ્યાં હતાં?” તે કહેઃ “હા.
મેં કહ્યું : “તમે આ અમદાવાદ સિવાય બીજો કોઈ શહેર
જોયાં છે?”
તે કહેઃ “હા, સુરત-ભરૂચ-મુંબઈ અને પૂના.”
મેં કહ્યુંઃ “મુંબઈ અને પુના શું કામ ગયાં હતાં?
તે કહેઃ “મારા પતિની સાથે ફરવા, રહેલ કરવા, બધું
જેવા હું ગયેલી.”
મેં કહ્યું: “તમે પરણ્યા ત્યારે તમારી ઉંમર કેટલી હતી,
•
યાદ છે ?”

29
મેં કહ્યું:
તે કહે: “ચૌદ વર્ષ ઉપર હતી.”
તમારા પિતાના મરણનું કારણ શું છે તે તમે
જાણો છો ? ફક્ત મંદવાડ હતા કે બીજે કાંઈ ઉપદ્રવ હતો ?”
તે કહેવા લાગીઃ “મારા પતિની મોટીબેન ઘણું વર્ષ પહેલાં
મરી ગઈ હતી તે. મારા શરીરમાં આવીને મને પીડતી હતી. મારા
માતાપિતાને ખબર પડી ગઈ હતી કે આના શરીરને એની નણંદ
ત્રાસ આપે છે. હું વખતોવખત બેશુદ્ધ બની જતી હતી. મારા
પતિ કહેતા હતા કે આ વાત તદ્દન જૂઠી છે, વહેમ છે. છ માસથી
મારાં માબાપને ત્યાં રહેતી હતી. મારા બાપુજી મને મુંબઈથી
લઈ આવેલા. મારા માટે મહારાં માબાપે તો ઘણું ઈલાજ કર્યા,
ઘણી માનતા માની, વૈદ્ય–ડોકટરે--હકીમે ફરી વળ્યા, કેટલેક
ઠેકાણે મને લઈ ગયા પણ મને તો દિવસે દિવસે વધતું ગયું. પછી
તો મારા શરીરમાં બે ત્રણ બીજો પ્રેત આવીને મને પીડવા લાગ્યાં.”
મેં પૂછ્યું: “તે વખતે તને જે સતાવતા હતા તે હમણાં
પણ સતાવે છે ?”
એ બોલીઃ “હવે તો તેઓ મને હદપાર પજવે છે. હમણાં
પણ મને એ પીડી રહ્યાં હતાં.
મેં કહ્યું: “તારી નણંદ અત્યારે પણ તને સતાવે છે?'
તે બોલી: “એ પોતે જ અત્યારે તે પીડાય છે, પણ
ખૂબ નફફટ છે. પેલાં હલકાં પ્રેત સાથે એ નાચે છે, કૂદે છે અને
જ્યારે એ એને મારવા માંડે છે ત્યારે એ રાડ પાડે છે.”
મેં કહ્યું: “તમે રહે છે ક્યાં?
તે કહે: “સરસપુરની બાજુમાં અમારા હેરાઓનું કબ્રસ્તાન
છે ત્યાં, પરંતુ પેલા જે બે જણ છે તેઓ મને નજીકમાં રહેલી
વાવમાં બળજબળીથી ખેંચી જ ખૂબ હેરાન કરે છે..
*
*

* ૮૮ 1 મેં કહ્યું: “તારે એ ત્રાસમાંથી છૂટવું છે? જે એ દુઃખમાંથી મુક્ત થવું હોય તે તારા માટે એક એવું સરસ સ્થાન બતાવું કે ત્યાં એ તને સતાવી નહીં શકે.” તે બોલી: “ભાઈ તો મારા ગરીબ ઉપર તમારા માટે ઉપકાર. તમે જે કહેશે તે કરીશ. મારા મનમાં થયું કે વિલાસની સાથે આને મેળવી વાતચીત કરાવું ને એને કયાં રાખવી તે સલાહ લઉં. વિલાસ વગેરેને મેં તત્કાળ બોલાવ્યાં. વિલાસ અને ગુલે આવ્યાં. વિલાસ તો તેને ભેટીને ઊભી, વિલાસને જોઈ એ ચકિત થઈ ગઈ પણ વિલાસે તેની સાથે બધી વાત કરી, ખુલાસો કર્યો ને બહુ સારી રીતે પ્રેમથી એને સમજવી. વિલાસની વાત સાંભળીને એ ખુશ ખુશ થઈ અને કહેવા લાગી કે તમે મને તમારી પાસે રાખી છે. હું તમારી પાસે રહેવા તૈયાર છું. વિલાસે કહ્યું: “અમારી પાસે રહેવું હોય તે તું સનાતન- ધમી થઈ જા.” મેં વિલાસને કહ્યું: “એન! તમે આ શું કરે છે? કાઈના ઉપર આવી ફરજ લાદવી એ મને પસંદ નથી.” વિલાસ મને કહેવા લાગીઃ “ભાઈ! તુમ ઈસ વક્ત હમારે બીચમે મત આઓ. જે મેં કરના ચાહતી હૈં વહ મુઝે કરને દો. મેં ઈસે જબરદસ્તી આર્ય બનાના નહીં ચાહતી. તુમ હસે અબી બાહર ચલે જાઓ.”. આ સાંભળી મને હસવું આવ્યું. હું પ્રયોગ છોડી દઈ ત્યાંથી બહાર હવામાં ચાલ્યો આવ્યો. મારા મનમાં થયું કે વિલાસની શ્રદ્ધા અજબ છે, ગજબ છે. આવા ઉન્નત આત્માઓ શું ન કરી શકે? મારી આજ્ઞા પ્રમાણે ચાલનાર, મારા કહ્યા પ્રમાણે વર્તનાર { ૮૯ આ મારી બેન વિલાસ, તે આજે પ્રથમવાર મારા ઉપર શાસન ચલાવી રહી છે. પ્રભો! તારી કૃપા અપાર છે. આ શું બને છે અને હવે શું બનશે તે મને સમજાતું નથી. હું આ પ્રેતાવાહન- વિદ્યાને મારા આ મોન્નતિના માર્ગમાં હાનિકર–બાધક માનું છું, પ્રેતાવાહન એ અતિ સુક બાબત છે; છતાંય એનું આવું સુંદર પરિણામ આવશે એ મારા ખ્યાલમાં જ ન હતું. હે પ્રભો ! તારી માયાનો પાર કોણ પામી શકે? તારી લીલા વિચિત્ર છે. તું અમૃતને વિષ અને વિપને અમૃત બનાવી શકે છે. હે ઈશ્વર ! હું તો તારા ચરણના શરણમાં છું. મારી પૂજા–સામગ્રી આગળ આસન ઉપર બેસી હું ઉપર મુજબ પ્રભુને કરગરી રહ્યો. અડધે કલાક થઈ ગયો. વિલાસ અને એ અંદરની ઓરડીમાં વાતો કરતાં હતાં. હું એમની વાતો સાંભળવા ચાહત તે ખુશીથી સાંભળી શકત પણ મારા મનમાં એવી વૃત્તિ જ ઊઠી નહીં. એટલામાં વિલાસ તાળી પાડતી અને ખૂશ થતી મારી સામે આવી બોલી : ભાઈ, ભાઈ! ઊઠ જલદી ગંગાજલ લા. ઉભે થયે. પાણિયારામાં શીશ હતો તે લઈ પ્યાલામાં ગંગાજળ નાખી મેં નીચે મૂકયું. વિલાસ, ગુલ, વસુ અને એ બાળા મારી ઓરડીમાં ઊભાં હતા. વિલાસ આગળ ઊભી હતી. એ બાળા ગુલના ખભા ઉપર હાથ મૂકી ઉભી રહી હતી. વિલાસ મને કહેવા લાગી : “યહ ગંગાજળ નીચે કે રખ દિયા?” મેં કહ્યું: “શું કરૂં ? તે ભાગ્યું ને મેં આપ્યું.” તે કહેવા લાગીઃ “ભાઈ ! તુ અસા હો ગયા હૈ? ઇસ જલકે લે ઓર ગાયત્રી મંત્ર પદ્ધ કર અને પવિત્ર બના, ઈસ પર ડાલ ઓર પીલા દે. યહ બાળા પવિત્ર આર્યધમી બનને તૈયાર હૈ. ઇસને શુદ્ધ ધર્મ છોડ દિયા હૈ.” મેં કહ્યું: “એન! ધર્મ શુદ્ધ નથી પણ મન શુદ્ધ હોય છે.”

• •
વિલાસે તો મને ફરીથી સત્તાધીશ તરીકે કહ્યું : “ભાઈ! યહ
મૈ ઈસ વક્ત કુછ નહીં સુનના ચાહતી. મેં જે કહતી હૈં પહેલે
તૂ વહ કર.”
મેં કહ્યું:
: “બેન! તું આટલી ઉતાવળ ન કર. મને કેટલીક
બાબતોનો ખુલાસો કરી લેવા દે.
વિલાસ કહેવા લાગી: “સબ કુછ પીછે ખુલાસા કરના.
જલ્દી નહીં કરતી. મને સબ સુન લિયા. ઔર આવશ્યક ખુલાસા
ભી હો ગયા હૈ અબ જલ્દીસે ગંગાજલ લા.”
મેં ગંગાજળવાળો વાલે હાથમાં લઈ આસન પર બેસી
એકવીસ વખત ગાયત્રી મંત્ર વડે મંત્રીને જરા હો ને પૂછ્યું કે શું કરું?
વિલાસ બોલીઃ “શું કરું શું? આના ઉપર છાંટ અને એને
પા તથા એનું પલીત જેવું નામ બદલીને પ્રભુને ગમે એવું સુંદર :
નામ પાડ.”
વિલાસની આવી ભાવના જોઈ હું તો અંદરથી આનંદમાં
ગરકાવ થઈ રહ્યો હતો. મેં અંજલી ભરી અને તેના પર છાંટી.
તે તે ધ્રુજવા લાગી, સિસિયારી બોલાવવા લાગી. વિલાસે તેને
ઝાલી લીધી અને કહ્યું કે બેન! ઘબરા મત. એ મને કહેવા લાગી
કે ત્રણવાર છાંટ. મેં તેમ કર્યું, બાકીનું નીચે મૂક્યું.
વિલાસ તે બાળાને બોલી કે લે આ પીજા. તે પી ગઈ.
પીતી વખતે તો જેમ માંદુ માણસ કડવી દવા પીએ તેવું માં તેણે
કેર્યું; પણ પછીથી હસી પડી અને બોલી કે મને તો બહુ જ
આનંદ થયો.
વિલાસે મને કહ્યું : “બોલ ભાઈ! એનું નામ શું ?
આનું નામ તો તું પોતે જ બોલી ગઈ એજ
એનું નામ.”
મેં કહ્યું :

• •
વિકાસ બોલીઃ “હું કયાં એનું નામ બોલી છું?”
મેં કહ્યું : “કેમ ? હમણાં જ તું બોલી કે પ્રભુને ગમે એવું
સુંદર નામ પાડ, એટલે એનું નામ સુંદર.”
આ સાંભળીને વિલાસ તે તાળીઓ પાડવા લાગી ને ખૂબ
ખૂશ થતાં બોલી: “ભાઈ ! તૂને તો કમાલ કી.” પછી પેલીને
કહેવા લાગી : “દેખ, તેરા નામ આજસે સુંદર હૈ.”
વિલાસે તો પ્રભુનાં પાંચ સાત નામો એની પાસે બોલાવ્યાં
અને એક ભજન ગાયું. પછી વિલાસે મને શરબતનો એક ગ્લાસ
બનાવી આપવા કહ્યું. મેં લાસ તૈયાર કરી એમને આપો. એ
ચારે બેનોએ મળીને ડું થોડું પીધું. આ બધી ક્રિયા કેવી ?
સૂકમ. શરબત તો એમનું એમ હતું. મેં કહ્યું કે ત્યારે આ શરબત
હવે હું પી લઉં?
વિલાસ બોલીઃ “ના ખબરદાર! આ શરબત અમારું બધાનું
એંડું છે. તારે પીવાલાયક એ નથી.”
હવે મારે એ જાણવું હતું કે વિલાસે સુંદરને કેવી રીતે
સમજવી અને શું વાત કરી. તેથી મેં વિલાસને કહ્યું. વિલાસ
ગુલને બોલી કે તેને ત્રણે બહાર ફરી આવો. ગુલ, વસુ અને સુંદર
બહાર ચાલ્યાં ગયાં. પછી તો વિલાસ મને પૂછ્યા વગર જ કહેવા લાગી
ભાઈ ! મેને ઉસકા દિલ અછી તરહસે લે લિયા થા. ઈસકી
તિની છોટી સી ઉન્ન! ઈસે અલી દુનિયાકી હવા ભી બરાબર
નહીં લગી. પતિ, સાથ કુછ થોડા સંસાર સુખ ભોગા હૈ. ઉન
શૈતાન પાપીઓકે વશમેં પડી રહતી તો ન જાને વે ઉસ પર કયા કયા
જુલ્મ ગુજારતે. ઈસે અપને બાપ સિવાય કિસી પર ભી પ્રેમ નહીં
થા. ઈસકી માતા તે જબ વહ પાંચ સાલકી થી તબ મર ગઈ થી.
ઓરમાન માતા હૈ. મૈને ઉસકે અપની બાત કહી થી ઔર તુમહારે
પાસ આને સે કસી સુખી હુઈ યહ ભી સબ કહા થા.”

મેં કહ્યું: “મારો તો વિચાર એ હતો કે પીર સાહેબને
સેંપી દઉં, પણ તમે તો આ રસ્તો લીધો. ઠીક, પણ તમે આઈયાં
આ રીતે ટેળું ભેગું કરે એ મને જરા ઠીક લાગતું નથી.”
વિલાસ બોલી: “ભાઈ! તુમ્હારા કથન બરાબર હૈ, લેકિન
મેં તે તુહે યહ કહતી હૈ કિ તુમ અસી એસી મુસ્લિમ વ્યક્તિઓ કા
નામ વગેરકા પિતા લેકર ઉનકે વી બુલાઓ. આજ મુઝે બી
ખુશી હુઈ હૈ. દુખિયોંકી સેવા તો મુઝે તૂને હી સિખાઈ છે.
પ્રભુકી અપને પર પરમ કૃપા હૈ.”
મેં કહ્યું : “આજે તો જે કાંઈ થયું તે તમે જ કર્યું છે,
હું તને ધન્યવાદ આપું છું.”
તે બોલી: “ભાઈ ! દેખ, યદિ તૂ ઐસા બોલેગા તો મેં તુઝે
તમાચા માર્ગી. જા, મેં અબ તુઝસે રિસા જાતી હૈ” – એટલું
કહી જાળીમાંથી એ બહાર નાસી ગઈ. મેં ઘડિયાળમાં જોયું તે
પોણા પાંચ થયા હતા. શરીરને થાક ઉતારવા હું પથારીમાં પડ્યો.
પ્રભાતમાં સાડા છ વાગે હું જ્યારે પ્રભુના દર્શન કરતો હતો
ત્યારે એ ચારે બે ઓરડીના બારણામાં ઊભી રહી જોતી હતી.
મને આખો દિવસ વિલાસની ઉચ્ચ ભાવનાના વિચારે
આવતા રહ્યા. કયાં પ્રેતો અને કયાં આ શુભ ભાવના! નિકૃષ્ટ
પ્રતાવાહનવિદ્યાનું આવું ઉત્તમ પરિણામ !
• •
રે કઈ વેળા પડશે દેહ, નથી ભરોસે તેનો ઈહિ;
માટે ચેતી વેળા નેહ, શ્રી હરિથી બાંધવો.

મુરબી માસ્ટર સાહેબશ્રી વિશ્વવંઘ દિનાંક ૬-૬-૪૦ બુધવારની રાત્રે બરાબર બે વાગે સાધન મૂકી હું પ્રયોગ કરવા બેઠો. જેમના માટે મારે આજે પ્રયોગ કરવો હતો તે મારા મુરબ્બી, મારા પરમ સ્નેહી, ધર્મબંધુ વિશ્વવંદ્ય શ્રી જીવણલાલ છોટાલાલ માસ્ટર (વડોદરા) હતા. ગુજરાતમાં એવો કઈ સાક્ષર નહિ હોય કે જે એમનું નામ ન જાણતા હોય. એમણે ગુજરાતની કે ગુજરાતી ભાષાની જે સેવા બજાવી છે તે તો અમર છે. આજથી પાંત્રીસ વર્ષ પહેલાં જ્યારે હું ગુજરાતી ભાષા સારી રીતે જાણતો ન હતો, ત્યારે તેમનાં રચેલાં પુસ્તકો અને એમના લેખોથો જ ગુજરાતી બોલવા, સમજવા તથા લખવાને હું શક્તિમાન થયેલ. ખરેખર કહું તો એમની લખેલી “પ્રગતિ” એ જ મારા જીવનની પ્રગતિ કરી છે. જ્યારે હું “મહાકાલ” અને “યમદંડની ફાઈલે સને ૧૯૧૬–૧૭માં વાંચતો ત્યારે મારે આત્મા આનંદને આવેશથી ઉછાળા મારતો. ગુજરાતમાં ગુર્જરગિરાના ઘણું સમર્થ સાહિત્ય- શિરોમણિ સાક્ષરે ભલે થઈ ગયા હોય અને હજુ હયાત પણ હોય; પરંતુ મારે લખવું જ જોઈએ, કે મારા માટે તો શ્રી વિશ્વવંદ્યની લેખિની જાદુનું જ કામ કરી ગઈ છે. એ મારા ઉપકારી...માસ્ટરસાહેબને માટે મેં પ્રયોગ કર્યો. એમના મૃત્યુ અંગે અનેક પ્રકારની વાયકાઓ મારા સાંભળવામાં આવેલી. ૧૦-૧૨ મિનિટ નહિ થઈ હોય ત્યાં તો એ મારા સાધન પર આવી લાગ્યા. મેં તેમને જે સાદી હાલતમાં જોયા હતા તે જ સ્થિતિમાં તેઓ હતા. મેં તત્કાળ તેમને નમસ્કાર કર્યા. તે તે વિસ્મય પામી બોલ્યા: “આ શું? પંડિતજી! તમે ?” મેં કહ્યું: “હા મુરબ્બી, પધારે. મેં આપને તદ્દી આપી છે, મને માફ કરશે? તેઓ તો એકદમ બોલ્યા: “ના, ના, એમ ન કહે. તમને જેને તો મને અનહદ આનંદ થયે છે. તમે હાલમાં શું કરે છે? આ પ્રતાવાહનવિદ્યા ક્યારે શીખ્યા ? કેણે શીખવી ?” મેં કહ્યું: “બંધુશ્રી! સને ૧૯૨૦ થી હું અહીં અમદાવાદમાં શિક્ષક તરીકે કામ કરી રહ્યો છું. મેં આપના શુભ આગ્રહને વશ થઈ સાધુવેશ બદલ્યા બાદ જે ૩૪ પ્રતિજ્ઞા લીધી હતી તે તો આપ જાણો જ છે. તે પ્રમાણે જ હું મારું જીવન પસાર કરી રહ્યો છું. સર્વથા ચિંતારહિત, એકાકી જીવન હું ખૂબ શાંતિથી ગાળી રહ્યો છું. આપ જાણે તો છે જ કે ચંદ્રાવલીને પુનર્જન્મની ઘટના પછી હું થિયોસોફીસ્ટ બની ત્યાંથી પ્રેતાવાહનની કિચિંત રૂપરેખા પા. ૧૪ વર્ષમાં તો મેં પ્રેતાત્મવિદ્યા સંબંધી ઘણું જાણ્યું.” તે પછી મેં મારી આત્મિક પ્રવૃત્તિ, આજીવિકાની શિક્ષણની લાઈન સાથે ચાલુ રાખી. પ્રભુકૃપાથી મને અનુકૂળ સ્થાન મળ્યું. આઠ વર્ષ તો હું ચિનનાથ મહાદેવમાં રહ્યો. પાંચ વર્ષ પર્યન્ત વોટર વર્કસની બાજુમાં ચીનાબાગમાં હું રહ્યો. છ વર્ષથી અહીં આ ભગવાનનગરમાં છું.” ભાસ્ટર સાહેબે કહ્યું: “વાહ વાહ! શું આ સ્થળનું નામ ભગવાનનગર છે ? સુંદર નામ છે. વારૂ પછી?”

૫.
મેં કહ્યું: “મૃત્યુ પામેલા મારા આમીય જનો સાથે વાત
કરવાની મને તાલાવેલી લાગી હતી, પરંતુ જે કાર્ય જ્યારે બનવાનું
હોય છે ત્યારે જ બને છે. અહીં આવ્યા પછી આ સંબંધી જીજ્ઞાસા
મને વધુ પડતી જાગી અને એથી સાબરમતી સપ્તપિન આરે,
સ્મશાન અને નિર્જન સ્થળ અહીંથી નજીક હોવાથી હું રાત્રે ૧૨
વાગ્યા પછી રોજ જવા લાગ્યો. આમ કરવાથી મારે ભય નાશ પામ્યો
અને પછી સેંકડે પ્રેત નજરે ચવા લાગ્યાં. આમ એક સામાન્ય
અનુભવમાં આ બધું જે આપ જોઈ રહ્યા છે તેને અનુભવ થયે.
તેમણે કહ્યું: “ધન્ય છે.” મેં કહ્યુંઃ “આપની કૃપાનું જ
પરિણામ છે. તે કહેવા લાગ્યા : “નહિ, એ બધું પ્રભુની કૃપાનું જ
ફળ છે એમ બોલે અને ખરું તો તમારામાં રહેલી આત્મશ્રદ્ધા તથા
પુરૂષાર્થનું આ પરિણામ છે. અત્યારે મને જે આનંદ થઈ રહ્યો છે
તેનું હું વર્ણન કરી શકતો નથી.”
તેમણે આગળ કહ્યું: “હું જે અત્યારે આ સૂક્ષ્મ–શરીરી
પ્રેતદશામાં ન હોત અને શરીરધારી હોત તો આ તમારે તમામ
અનુભવ હું મારા હાથે લખત અને જગતને બતાવી આપત કે
આત્મશ્રદ્ધા શું નથી કરી શકતી ? પરંતુ હાલ હું અશરીરી
હોવાથી લાચાર છું.’
મેં કહ્યું: ‘બંધુશ્રી! હવે હું આપની સ્થિતિ જાણવા માગું છું.
તે બેલ્યા: “કેમ કંઈ ઉતાવળ છે? શું મને ચાલ્યા જવા
માટે કહો છો? મારી કરમકથા તે કશા ય કામની નથી. મને તો
મનમાં એમ થાય છે, કે તમારી પાસે રહીને તમારા તમામ
અનુભવો હું જાણું.”
મેં કહ્યું: “મારાં અહોભાગ્ય! આપ અત્રે રહો તે એના
જેવું એકેય નહિ. આ સાધન પરથી આપને કરું છું. આપ
:

૯૬ આ અંદરના મોટા રૂમમાં પધારે. હું આપનો આતિથ્યસત્કાર શાના વડે કરું તે બેલ્યા: “આ તમારા હૃદયના પ્રેમ વડે જે મીઠા બેલ બોલી રહ્યા છે તેના કરતાં કેાઈ ચઢિયાતી વસ્તુ હોય તો લાવો.” તેમના આ શબ્દો સાંભળી મારું હૃદય આનંદથી ભરાઈ આવ્યું. મેં પ્રયોગ છેડી દીધો અને કહ્યું: “અંદર પધારે. તેઓ અ ર આવ્યા. મેટા ઓરડામાં મારું પુજાસ્થાન હતું. તેમણે મારા સેવા- પુજાના સ્થાન ભણી જોયું. તે તો એકદમ ઘુંટણીમાં બેસી ગયા અને મસ્તક નમાવી જેમ ધ્યાનમાં બેસે તેમ તેઓ બિરાજ્યા અને રડવા લાગ્યા. તેમની આ દશા જોઈને મને પણ રડવું આવી ગયું. મારા મનમાં થયું કે આ આમા કેટલે ઉન્નત છે? નહિ તે આ ભાવના હોય નહિ? એમની વસ્તુસ્થિતિ જાણું ત્યારે જ ખબર પડે. તે મારા ભણી જોઈને કહેવા લાગ્યાઃ “પંડિતજી!' મેં તત્કાળ કહ્યુંઃ “આપ મને પંડિતજી ન કહો. હું તો આપ સેવક છું.” તે બેલ્યા: “અત્યારે તો હું જ તમારે સેવક છું. મેં મારું બધું ખોયું છેપણ તમે તો તમારા આત્માને મેળવ્યો છે. ભાઈ! દશા જોઈને તે ઘણું આશ્ચર્યમાં પડી ગયો છું. મારે આનંદ માતો નથી.” મેં કહ્યું: “આપ સ્વસ્થ થાઓ.” ઘડિયાળમાં ડા થયા હતા. મેં વિલાસ અને ગુલ સંબંધી વાત કરી. એ એકદમ એમની સામે આવ્યા. તો તે પ્રેતોને સારી રીતે જોઈ શકે. વિલાસે તેમની નિકટ આવી બે હાથ જોડી પ્રણામ ક્ય. એમણે પણ એ હાથ જોડીને પ્રણામ કર્યા અને જોઈ રહ્યા. પછી તે મને કહેવા લાગ્યાઃ આમના સંબંધમાં તો મને બધી વાત કહો. એ તમને કેવી રીતે હું તમા

ટેક
ક
:
આવીને મળ્યાં? એ ક્યારે આવ્યાં? મેં વિલાસ વગેરેનો ખુલાસે
તેમની આગળ કર્યો અને મારા અનુભવોની નોંધ સવારને પણ છે
સુધી હું તેમની આગળ વાંચી ગયો અને સમસ્ત વિગતથી તેમને
મેં વાકેફ કર્યા.
પછી મેં કહ્યું : “આપ અહીં જ આરામ કરે, હું મારા
નિત્યકર્મથી પરવારીને અને પેટના માટે કાંઈક શાક–રોટલી ઝટપટ
કરીને આપણે ખાઈપીને બેસીશું.”
તેઓ ખુબજ હસવા લાગ્યા ને બોલ્યા: “ત્યારે તો તમારા
હાથની રસોઈ પણ અમને જમવા મળશે.”
મેં બારણું ખોલ્યાં. પ્રભુદર્શન કરી શૌચ–પાણી જઈ આવ્યો
અને સ્નાન કરી સેવા-પૂજા, સ્મરણ-ધ્યાન, પાઠથી હું નિવૃત્ત થઈ
ગયો. એ મને નજરે દેખાતા ન હતા, પણ હતા તો મારી
ઓરડીમાં જ. આજે આખી ઓરડી ધુપથી સુગંધિત રાખી હતી.
મને આજે ઘણે આનંદ થયો હતો. કલાક ઊંઘ લઈને મેં મારા
પ્રેતાત્માનુભવમાં પ્રથમ પ્રકરણ પુ. શ્રી. માસ્ટરજીને સંભળાવવા
વાતે વાંચી નાખ્યાં.
બીજે દિવસે તા. 9–-૬૦ ગુરુવારે રાત્રે ૧૨ વાગે હું
માસ્ટર સાહેબની સાથે વાત કરવા બેઠો. મારી દિનચર્યા જોઈ
તેઓ ઘણા આનંદિત થઈ ગયેલા. તે મને કહેવા લાગ્યા : “ભાઈ!
હું પ્રેતદશામાં છું; છતાં આજે તમારી પાસે આવવાથી અત્યારે
સ્વર્ગના સુખનો અનુભવ કરી રહ્યો છું. આ વિલાસ-એન કેઈ
ગભ્રષ્ટ લગામ. આત્મા છે, તમે તો પ્રતાથમ બેલી દીધો છે.”
મેં કહ્યું: “આપ હવે એ આશ્રમના અધિષ્ઠાતા બનો.”
તે એલ્યા: ‘અધિષ્ઠાતા તો નહિ, પણ હું આજે બધા
તમારા પરિચિત પ્રેતાત્માઓ છે એમની ચરણરજ છું, તો આજે
આ દિવસ એજ વિચાર કરી રહ્યો છું, કે મારી આ પ્રેતદશા
?

श्री खरतरगच्छीय ज्ञान मन्दिर, जयपुर ૧૦) હું ઊભો થયો. શીશામાંથી પ્યાલામાં મેં ગંગાજળ રેડ્યું અને અંજલિ વડે બધાં પર છાંટીને પીવાં સારૂ એમની આગળ મૂકયું. બધાં શાંત પડ્યાં. મને પણ તરસ લાગી હતી તેથી મેં ઊઠીને પાણી પીધું. માસ્ટરસાહેબ તે ઊંચે જોઈ બે હાથ જોડીને બોલવા લાગ્યા : એ કૈલાસપતિ શંકર! એ ભવાનીપતિ ભગવાન ભૂતનાથ ! આ તારી વિભૂતિ મૃત્યુલેમાં ક્યાંથી ? મેં વર્ષોનાં વર્ષો લગી જગતના લોકો માટે આત્મય કરવાના ઉપાય સંબંધી ઘણું પુસ્તકો લખ્યાં, ઘણું કવિતાઓ રચી, ઘણું ઘણું બોધક વ્યાખ્યાનો આપ્યાં પણ આજે આ આત્માની પ્રભુભક્તિ અને શ્રદ્ધા જોઈ મારું અભિમાન ઊતરી ગયું છે. આજે મારાં કયા પૂર્વજન્મનાં પુણ્યનું ફળ હશે કે જેથી આવી વિભૂતિનાં દર્શન થયાં.” તે મને કહેવા લાગ્યા: “ભાઈ ! હવે તું મારા મરણના કારણને જાણવાનું જવા દે. અત્યારે મારા મનને જે શાતિ વળી છે તે માટે વિનાશક પિતાનું નામ પાછળ ભગવાનનું પૂછડુ લગાડનાર એ અધર્માચાર્યનું સ્મરણ થતાંની સાથે જ નાશ પામશે. મેં જે યોગિનીકુમારી ન લખી હોત તો કદાચ હું વિપપ્રયોગથી ન મરતાં સ્વાભાવિક મોતે સુખપૂર્વક મર્યો હોત, પણ ભાઈ! ભાવિને અન્યથા કાણ કરી શકે ?” “હવે હું આપના મરણ સંબંધી જાણવાની ઈચ્છા છોડી દઉં છું.” વિલાસ કહેવા લાગી: “ભાઈ! આ બાપુજી શું વડોદરામાં રહે છે? મેં માસ્ટરસાહેબ ભણી જોયું. તે બેલ્યા : “બેટી! મને તે નર્મદા નદીની વચ્ચે જે કબીર વડ છે ત્યાં રહેવું ગમે છે એટલે ત્યાં રહું છું. કઈ કઈ વખત વડોદરા આવું છું ત્યારે સરકાર સાથે રહેવાનું, ફરવાનું થાય છે. જીવિત મનુષ્ય સ્વપ્ન–સૃષ્ટિમાં જેમ જુએ છે, ક્રિયાદિ કરે છે એના ક

૧૦૧
જેવી જ અમારી પ્રેતોની ક્રિયા હોય છે. માત્ર શરીર નથી, બાકી
તમામ વ્યવહાર તો કરે છે. જેમ જંગલી પશુ-પક્ષીઓને કામ
કરવાનું હોતું નથી, તેમ આ પ્રેતો આખો દિવસ નવરા પડ્યા રહે
છે ને રાત પડી કે એમના માટે દિવસ ઉગ્યો.”
વચ્ચે મેં તેમને પૂછ્યું: “પ્રેતાત્મા જે ઠેકાણે દિવસે પડ્યા
રહે છે ત્યાં થઈને કઈ સ્ત્રી કે પુરૂષ પસાર થાય તો તે જોઈ શકે
છે ? ઓળખી શકે છે ?”
તે બોલ્યા: “હા, જતાં આવતાં એ બધાને જુએ છે પણ
પૂર્વાવસ્થામાં ઓળખાણ હોય તો ઓળખે અને વાસનાબદ્ધ નીચ
પ્રેતાત્મા હોય તો શરીરમાં પ્રવેશ કરે છે, બીજાના ખાધાથી પોતે
તૃપ્તિ અનુભવે છે. ઓળખાણ વગરના પણ વાસનાના ભૂખ્યા
હલકા સુક્ષ્મશરીરીઓ વળગે છે.”
મેં કહ્યું: “જે જ્ઞાનશકિત પહેલાં હતી તે તેઓમાં કાયમ
હોય છે ? તે કહે: “હા. મને તો પ્રથમ કરતાં ય વધારે એ શકિત
છે; પરંતુ શરીર વિના તે નિરર્થક છે અને એટલે જ માનવ–
તનની મહત્તા છે.”
મેં કહ્યું: “હું કબીરવડ ૩-૪ વખત જઈ આવ્યો છું. હું
આપની દૃષ્ટિએ કેમ ન પડ્યો ?”
તેઓ બોલ્યા: “હું જ્યારે ત્યાં નહિ હોઉં ત્યારે આપ ગયા
હશો અથવા હું સુપુપ્તિ અવસ્થામાં પડ્યો હોઉં તો કોણ આવ્યું,
ગયું એ કયાંથી ખબર પડે? હવે તમે આવો અને પછી જુઓ.”
મેં કહ્યું : “હવે આપની રહેવાની અરજી કયાં છે? અહીં
આપને માટે કશો વાંધો નથી.”
તે કહેવા લાગ્યા: “ભાઈ ! હું તો તમારે સમાગમ છોડવાનો
નથી. અત્રે રહેવા સારૂ ચાહું છું; છતાં હું નિત્ય રાતદિન અને
રહીશ નહિ. નર્મદાના તટે મને સુખ–આનંદ છે તે છોડવા મન નથી.”
મેં કહ્યું: “શરીર વગર શું મન હોઈ શકે ?”

૧૦૨
:
:
તે હસતા બોલ્યાઃ “શી વાત કરો છો પંડિતજી! શું અંગ
વિના વાત થાય ખરી? છતાં અમે શરીર વગરને તમારી સાથે
વાત કરીએ છીએ.”
મેં કહ્યું: ‘જંગત મારી પાસે એક પ્રશ્નને ખુલાસો માગે છે.”
તે બોલ્યા: “જગતના વિભાગ પાડી દો, એક અજ્ઞાની ગંત
અને અન્ય તત્ત્વજ્ઞ જગત. અજ્ઞાની જગત તો પિતાના શરીરનું
પણ સંપૂર્ણ જ્ઞાન ધરાવતું નથી, તો સૂક્ષ્મ શરીરની વાત જ કયાં
રહી? આધ્યાત્મિક કે તત્વજ્ઞ છેવો ગશક્તિ વડે સૂક્ષ્મ વસ્તુને
અનુભવી શકે છે. જો કે અરૂપી વસ્તુને અરૂપી તરીકે જ જુએ
અને રૂપી વસ્તુને રૂપી તરીકે; નહિ તો એ જ્ઞાન જ ખોટું જ્ઞાન
ઠરે. શાસ્ત્રકાર અને વિર્ભાગજ્ઞાન કહે છે. વાયુ, પૃથ્વીને ગુણ શું?
મેં કહ્યું: “ધ” તે બેલ્યાઃ “આકાશનો ગુણ?” મેં જ્વાબ
દીધો: “શબ્દ.” તે હસ્યા ને કહેવા લાગ્યા: “શબ્દગુણમાકાશમ
-આ વાક્યમાં કાઈનો વિરોધ નથી; પણ જગતને પૂછજો કે ગુણ
ગુણથી જુદો હોય નહિ. ત્યારે તમે આકાશન શબ્દ સાંભળ્યો છે?
શબ્દ–ગુણવાળું આકાશ છે, પણ જગત શબ્દ સાંભળ્યાનું ના જ
કહેશે. ત્યારે એ સાચાં કે ન્યાયસૂત્ર સાચું ? ભાઈ જગતને કુટાવા
દે. તમે તો પુનર્જન્મ અને આત્માની અમરતા અનુભવી છે.
જગતે કઈ સ્વાનુભવ કર્યો છે? શસ્ત્રો પોકારી પોકારીને કહે છે,
છતાં જગત નથી માનતું તેમાં તમે શું કરશો? તમારો અનુભવ
સાચે કે ગત સાચું? મને તો લાગે છે કે તમે જગતની સાથે
આ પ્રેતાનુભવની ચર્ચા ન કરે. જો કે તમારે આંતરહેતુ શુદ્ધ છે.
તમારે તે જગતમાં જેટલા બને તેટલાને આત્માની અમરતા ને
પરમાત્માના અસ્તિત્વ સારૂં સમજાવવું છે. પણ દુનિયાને તો શરીર
સિવાય આત્માની કે પરમાત્માની પડી જે નથી.
વિલાસ બોલી ઊઠી: બાપુજી! મારે જ દાખલે લે,
આત્માની અમરતાં અને પરમાત્મામાં કયાં માનતી'તી? પણું

૧૦૩
:
૧
ભાજને મને બધી વાત સમજવી દીધી.”
તે બોલ્યા: “બેટી! તારી વાત જવા દે. તું આ દુનિયાનો
જીવ નથી. તારા જેવી આત્મશ્રદ્ધાળું મેં મારા જીવનમાં કોઈ જોઈ
નથી. અરે, બીજી વાતને જવા દો, તો પણ ગંગાજલમાં તારી
અટળ શ્રધ્ધા જોઈને હું અજબ થઈ ગયો છું. મને તો તું મારા
આ ભાઈથી પણ વધારે જ્ઞાની લાગે છે !”
વિલાસે પૂછયું : “તમે અહીં રહેશે કે કબીરવડ ચાલ્યા જશે?”
તે બોલ્યા: “બેટી ! હાલમાં તે હું કબીરવડ જઈશ; પણ
અહીં તો હું હવે આવવાનો જ. તારે કબીરવડ જેવાની ઇચ્છા
હો તો ચાલ મારી સાથે.
વિલાસ મારા તરફ જોઈ રહી. મેં કહ્યું: “જવું હોય તે
ખુશીથી જા. જોવાલાયક સ્થળ છે.”
વિલાસે માસ્ટર સાહેબને કહ્યું: “આપ મને પાછા મૂકી જશે
તે બોલ્યા: “હું નહિ આવું તો શું તને એકલી મોકલીશ? ”
મેં કહ્યું : “આજે અહીં રહો, સાંજે બધાં જજે.”
તે કહે: “સારું. પણ વિલાસ કહેવા લાગીઃ “ના બાપુજી,
અત્યારે જ ચાલો. આખો દિવસ ત્યાં રહીશું ને અહીં સાંજે
પાછા આવી જઈશું.”
માસ્ટરજી કહે: “ભલે એમ કરે.”
વિલાસ, ગુલ, વસુ, સુંદર અને કલ્યાણ પાંચે તૈયાર થઈ
ગયાં. મેં માસ્ટર સાહેબને નમસ્કાર કર્યા અને કહ્યું: “આપ આ
બધાને વડેદરા થઈભરૂચ ફેરવીને કબીરવડ લઈ જે અને પછી
પાછા અહીં આવજો !
તેઓ બધાયને સાથે લઈ ઉપડ્યા ને અદશ્ય થઈ ગયાં.
એકલો એ સત્ય અનુભવ પર વિચાર કરતો રહ્યો અને બધી બીના
ડાયરીમાં ટપકાવી લેને સૂઈ ગયે.
1

આયાવતી દિનાંક ૧૧-૬-૪૦ મંગળવારની રાત્રે બાર વાગે હું પ્રભુ- પુજાના આસન પર બેસી ધ્યાન કરવા બેઠે. યોગ, વિચારવિરમણ કરી દેઢ વાગે હું ઊઠી ગયો. મારા મનમાં આજે મારી ઓરમાન માતા યા (માયાવતી) માટેનો પ્રયોગ કરવાનો વિચાર હતો. અંદરની એરડીમાં સાધન મૂકી મેં અગરબત્તી સળગાવી. બહારના વિભાગમાં મારાં અત્યંત પરિચિત વિલાસ, ગુલાબ, વસુ, સુંદર, કલ્યાણી અને કંચન–આ બધા સ્ત્રી પ્રેતાત્માઓ, પરસ્પર વાર્તાલાપ, આનંદ કરી રહ્યા હતા. મેં સર્વપ્રથમ વિલાસ બહેન સાથે કેટલીક વાતો કરી લીધી અને આજના પ્રયોગ બાબતની વાત પણ જણાવી દીધી. કલાક બે ઉપર પાંચ મિનિટ થઈ હતી. રાત્રિ શાન્ત હતી. મેં પ્રયોગ શરૂ કર્યો. પંદર મિનિટ પછી મારા સાધન પર ધ્યાન Bતામાં આવી લાગે. કાળાપાણીની સજા થયેલી ત્યારે તે ૩૦-૩૨ વર્ષની હતી; પણ હું હમણું તો એને ન ઓળખી શકું એવી એની હાલત હતી. માથે એક રૂમાલ બાંધેલો અને એક વસ્ત્ર શરીરે લપેટેલું. તે મારા ભણું જોઈ રહી. તે પણ મને ન ઓળખી શકી. આવ, તારું નામ શું છે?' મેં પૂછ્યું. મારું નામ માયાવતી છે, પણ તમે કોણ છો? 0

હું છું તારા દિકરા મોક્ષાકર.”
મારા જવાબથી તે નવાઈ પામી અને ટાંકેલું મુખ ઉઘાડીને
બોલીઃ “શું બમ્બનુભાઈ! અરે આ શું ?”
મેં કહ્યું : “ના, ગભરા મા, ડર નહિ. હું જીવતો છું. મેં
પ્રેતાત્માઓને બોલાવવાની વિદ્યા શીખી લીધી છે, એટલે તેને
બોલાવી છે. હું મારી સાથે દિલ ખોલીને વાત કર.”
હું તારી સાથે દિલ ખોલીને વાત કરું? હાય..હું કેવી રીતે
દિલ ખોલીને વાત ક...?” તે ખેંચાતે અવાજે બોલી અને રડવા
લાગી. મને પણ રડવું આવ્યું. મેં એને રડવા દીધી.
વિલાસ બારણું પાછળ સંતાઈને બેઠી અને જોવા લાગી.
એ ત્રણ-ચાર મિનિટ સુધી રડી. મેં કહ્યું: “તું છાની રહે
અને મારી સાથે વાતો કર. તે શાંત થઈ અને ધીરેથી મને પૂછ્યું:
આ કયું શહેર છે કે તું ક્યાં છે?”
હું અહીં–અમદાવાદ શહેરમાં રહું છું. આ જગ્યાનું નામ
ભગવાનનગર છે. હું અહીં શાળામાં નોકરી કરું છું અને આનંદથી
દિવસો વિતાવું છું. તારું શરીર કયારે છૂટયું?પૂછયું.
દશ-બાર વર્ષ થયાં હશે. શું તારી સાથે ચંદ્રઆભા નથી ?
“હું તમને બધું કહું છું. તમે હવે રોવાનું બંધ કરે.” આટલું
કહીને મેં એને માંડીને વાત કરી:-
“તને ક્યારે કાળાપાણીની સજા થઈ તે પછી ચાર મહીને
હું ઘેરથી નીકળ્યો. મેં પ્રાણનાથને બધી મિલ્કત સેંપી દીધી. મારા
નામે જે બંગલે હતો અને બેંકમાં રૂપિયા જમા હતા તે બધા,
ઘર છોડતાં પહેલાં જ પ્રાણનાથને આપી દેવાનું લખી આપ્યું. હું
કાશ્મીર ગયો ત્યાં મને એક મહાત્મા મળ્યા. પછી હું સાધુ બળે.
મારી શોધ કરવા માટે પ્રાણુના ઘમહેનત કરી, પણ એને

૧૦૬ સફળતા મળી નહિ. સાત વર્ષ બાદ હું સાધુવેશમાં દિકરી આવ્યો અને ઘરની ખબર મેળવી તે જાણવા મળ્યું કે ચંદ્રઆભા કાશીમાં એની ફેને ત્યાં ગઈ હતી અને ત્યાં ગંગામાં ડૂબીને મરી ગઈ મારે માટે એ સાત વર્ષ સુધી કુંવારી રહી હતી. મારે પત્તો ન લાગે, ત્યારે ચંદ્રઆભાએ જે ઘણાં હતાં તે બધા એક ડબામાં બંધ કરીને એક ચીઠી એમાં મૂકી, જેમાં લખ્યું હતું: “જે આ ઘરેણામાંથી એક પાઈ પણ ખાશે–વાપરશે તે ગાયનું માંસ ખાશે. આ ડબામાં ૨૬ હજાર રૂપિયાનું ઝવેરાત છે, જે એમને નામે ધર્માદામાં વાપરવું. ઘરની હાલત પણ સારી નહોતી. બધું છિન્નભિન્ન થઈ ગયું હતું. મોટા કાકા ગુજરી ગયા હતા. ગેપીનાથ ઉન્નાવ ચાલ્યા ગયા હતા. ચંદ્રાવલી ભરીને દક્ષિણ હિંદના સાંગલી ગામના એક જાગીરદારને ત્યાં જન્મી હતી. એનું નામ હતું પુખ્યકાન્તા, એ મને ચૌદમા વર્ષે સુરત શહેરમાં ભળી. મને એણે સાધુવેશમાં પણ ઓળખા લીધે. એ લલાધિપતિની છોકરી હતી અને એનાં લગ્ન પણ એક શ્રીમંત-પુત્ર સાથે થવાનાં હતાં. પણ મને જોઈને એણે મને કહ્યું: “હવે હું તમારા સિવાય બીજા કોઈ પુરૂને મારું શરીર સોંપીશ નહિ. હું જાણું છું, કે હું તમને મેળવી શકું તેમ નથી. મારાં માબાપ મને કુંવારી રહેવા દે તેમ નથી. આવી હાલત હોવાથી એણે સુરતમાં મને મળી હતી એને દશમા જ દિવસે તેલમાં ઝેર ઘોળીને પી લીધું. એને મરણથી મને ખૂબ દુ:ખ થયું–આઘાત પહોંચ્યો. મને સાધુ–દશાં હવે ઝેર જેવી લાગવા માંડી. એણે મને સોગંદ આપ્યા હતા : મારી પાછળ જે તમે તમારા શરીરને કઈ પણ રીતે નુકશાન પહોંચાડશે તો મને રૌરવ નર્કમાં પડેલી જોશે. આમા અમર છે” એ વાત એણે જ મને પ્રત્યક્ષ કરાવી. સાધુ- દશામાં હું તેર વર્ષ રહ્યો. ત્યારબાદ હું સાધુવેશ છેડીને થીઓસોફીસ્ટ બ. પ્રેતાત્માઓને લાવવાની વિદ્યા છે એવું મેં સાંભળ્યું હતું. મેં આ વિદ્યા હસ્તગત કરવાનો પ્રયત્ન કરવા માંડયા. વીસ વર્ષથી

૧૦૭
હું અહીં માસ્તરગીરી કરું છું અને આ વિદ્યા પણ મેં પ્રાપ્ત કરી
લીધી છે. હું અહીં એકલો હોવા છતાં ઘણે સુખી છું. મેં સાંભળ્યું
હતું, કે મનમોહન આઈ સી. એસ. થઈને વિલાયતથી આવ્યો હતો
અને અહીં ન્યાયાધીશ હ. લીલા સુખી હતી. એને બે દિકરા અને
ત્રણે દિકરી હતી. હું નથી જાણત, કે હમણું તેઓ ક્યાં છે, પણ
મારા સાંભળવામાં આવ્યું છે, કે મનમોહન ૬૦ વર્ષની વયે ગુજરી
ગયો છે અને એના મરણ પછી સાતમે જ દિવસે લીલા પણ
પરલોકવાસી થઈ છે. હવે હું તારી પાસેથી એ જાણવા માગું છું,
કે તું આંદામાન–કાળાપાણી ગઈ હતી ત્યાં તારા પર કેવાં સંકટ
પડ્યાં? તું મને બધી તાત સ્પષ્ટ કહી દે. તું મારી મા છે અને
હું તારે પુત્ર છું.”
આવા મારા શબ્દો સાંભળી એ ફરીથી રડવા અને છાતી કૂટવા
લાગી. મેં એને આશ્વાસન આપીને છાની રાખી. તે બોલવા લાગી ?
ભાઈ, હું શું કરું ? આ બધું મેં શું કર્યું? શું થઈ ગયું ?
લીલા બગીચામાં મેં આગ લગાવી દીધી, મારા બાન !
આ વહાલભર્યું સંબોધન સાંભળીને મારું હૃધ્ય ભરાઈ આવ્યું.
મારાથી રડી જવાયું, પણ પાડોશીઓ જાગી ઊઠશે એ બંને મેં
મારું મોટું મારા હાથે જ દાબી દીધું
ત્યાં વિલાસ સામે આવી ઊભા રહીને કહેવા લાગી : “ભાઈ
તમે રડે તો તમને મારા કસમ છે. ચૂપ થઈ જાઓ.”
જયા વિલાસને જોઈ નવાઈ પામીને બોલી: “આ કોણ છે?
એ પણ પ્રેતાત્મા છે. તું ગભરા નહિ. બધે ખુલાસો હું
કરીશ. પણ પહેલાં આંદામાનની વાત મને કર.”
તે નિસાસો નાખીને કહેવા લાગીઃ “બમ્બન, તું મારી વાત
ભલે થઈને ન પૂછે. એ વાત સાંભળવા જેવી નથી. હું મારી
?
3

૧૦૮
K
કર્મકથા કહીને તારા દિલને આઘાત પહોંચાડવા નથી માગતી. હું
શું મોટું લઈને તારી સામે બધી વાત કરું? મેં તને ઘણું દુઃખ
આપ્યું છે...મેં તારે સ્વર્ગ જેવો સંસાર જલાવી દીધો છે. મારા
ભાથા પર કોણ જાણે કયો સેતાન ચડી બેઠે હો, કે મેં એ
ભયંકર કૃત્ય કર્યું ! મને માફ કર, ભાઈ! હું પાપિણી છું. તું
એક વાર તારા મોઢેથી મને કહી દે: “તને માફ કરી દીધી.”
મેં યાને કહ્યું: “મા! હું તને માફ કરું છું. એમાં તારે
જરાય દોષ નહોતો. મારા ભાગ્યમાં જે હતું તે મને મળી ગયું.
મારા દિલમાં તમારા માટે જરાય હેપ નથી. તેણે કહેવા માંડ્યું ઃ
આંદામાનમાં મારું અવસાન થયું એટલે હું ત્યાંથી સીધી
દિહી આવી. મારા બંગલામાં ગઈ તો ત્યાં મારું કઈ નહોતું,
એમાં કોઈ બીજાં જ માણસ રહેતાં હતાં. એ જ રાત્રે તારા કાકાએ
(લીલાના પિતા) મને પ્રેતદશામાં ભટકતી જોઈ તે પણ એ જ
હાલતમાં છે. તે મને ઘસડીને લાલ કિલ્લાની પાછળ લઈ ગયા
અને મને ખૂબ મારી. એ મને દરરોજ મારે છે અને ત્રાસ આપે
છે. હું ત્યાં જ રહું છું. મરણ બાદ કોઈએ મારી ઉત્તરક્રિયા નથી
કરી, કેઈએ પિંડદાન પણ મને નથી આપ્યું....
મેં એને વચમાં અટકાવીને કહ્યું: “મા, હું તમારું શ્રાદ્ધ
સરાવીશ, અને પિંડદાન પણ કરીશ, કે જેથી તમારા આત્માને
શાંતિ મળે!
તે જ ઉત્તેજિત થઈને બોલીઃ “બેટા, હું આ શું સાંભળી
રહી છું? શું.. તું મારું શ્રાદ્ધ કરીશ?”
હા, મા! હા, હું તમને શાંતિ મળે એવા દરેક પ્રયાસ કરીશ”
અને મારી પાસે જ રાખીશ તમારી ઈચ્છા હશે, તે તીર્થયાત્રા
જ
પણ કરાવીશ.”

૨૦૦
મારા આવા આશ્વાસનથી તે બેલીઃ “હું તો તારી પાસે જ
રહેવા માગું છું.” આ સાંભળીને વિલાસ ઉછળીને જ્યને ભેટી પડ્યાં
અને બેલ્યાં: “પણ તમારી દિકરી જ છું ને ?'
“અરે, બલ્બન! આ કેણુ છે? જરા ઓળખાણ તો આપ.”
મેં વિલાસની ઓળખાણ આપી અને કહ્યું: “એ બહુ મેટા
ખાનદાનનાં પત્ની છે અને એમનું મૃત્યુ કારસ્તાનથી થયું છે. મેં
એમને મારા પ્રયોગથી પાસે બોલાવ્યાં ત્યારથી તે અહીં રહે છે.”
ત્યાં તે વિલાસ મને કહેવા લાગીઃ “ખારે ભાઈ! તમે
માતાજીને પણ ગંગાજળ પાઈને પવિત્ર કરે...!”
મેં ગંગાજળ વાટકામાં કાઢયું અને અંજલિ ભરી ગાયત્રી મંત્ર
જપવા લાગે. યાન પ્રેતાત્મા કંપી ઉઠે.
તું જરાય ગભરાતી કે બીતી નહિ, મા ! હમણાં થોડી જ
વારમાં શાંતિ થઈ જશે.” વિલાસે યાને કહ્યું.
યાનો આત્મા છેડીક વાર તે ઉચેની છે, પણ પછી
શાંત થઈ ગયે. વિલાસ બેલીઃ “જુઓ, મા! કેવી શાંતિ થઈ ગઈ?”
યાએ વિલાસને છાતીસરસી દાબી અને વહાલ કરતાં કહ્યું: “મારી
પણ દિકરી છે–આ ભાઈની બહેન! આજે તો તને અને ભાઈને
મળીને મને ખૂબ આનંદ અને શાંતિ મળ્યાં છે...પણ દિકરી! હું
મેટી પાપિણી છું. તારાથી ય વધારે સુંદર મારી વહુ હતી, પણ
હાય હાયે...! મેં એને ઝેર આપીને મારી નાખી !”
મેં કહ્યું: “યા, તમે એ વાત ભૂલી જાઓ. હવે તમે એ
વાત કરશે તે મારા ગળાને સેગંદ !” વિલાસે પણ ધ્યાને
ખૂબ સમજાવી.

૧૧૦
-
મેં યાને સમજાવતાં કહ્યું: ‘તમે આજથી ભૂતકાળને ભૂલી
જાઓ. તમે હંમેશાં આનંદમાં રહો અને કોઈ પ્રત્યે દ્વેપ કે વેરની
ભાવના મનમાંથી કાઢી નાખો. જે થવાનું હતું તે થઈ ગયું. મને
ચંદ્રાવલી જ્યારે બીજા જન્મમાં પુષ્પકાન્તાના રૂપે મળી, ત્યારે
મને આત્માની અમરતાનું સાચું જ્ઞાન લાધ્યું અને ધર્મ પ્રત્યેની
શ્રદ્ધા વધારે દૃઢ થઈ કર્મ પ્રમાણે માનવીને એનાં ફળ મળે છે,
એટલે હવે શેક કરવાથી કે રેવાથી શું લાભ? આ પ્રેતયોનિ
તમને મળી છે તે પણ પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે જ મળી છે.
એ ભેગવ્યા સિવાય કોઈનો છૂટકે નથી.
આ સાંભળી યા બોલીઃ “બમ્બન, તું તો બહુ જ્ઞાની થઈ
ગયો છે !”
એ પણ આપને જ પ્રતાપ છે, મા!” મેં કહ્યુંઃ “જે
ચંદ્રાવલી ભરત નહિ અને હું ઘર છોડીને જાત નહિ, તો આ જ્ઞાન
મને કયાંથી મળત? પ્રભુકૃપાથી હું ઘર છેડ્યાં પછી જરા પણ દુઃખી
થયું નથી. સત્તર વરસ સુધી તો હું સાર્ધદશામાં હતા અને માટે
મહારાજ બની બેઠો હતો, પણ તેથી મારા આત્માની ઉન્નતિ
નહોતી થઈ શકતી. આજે છેલ્લા ૨–૨૨ વર્ષથી હું ખૂબ જ સુખી
છું. મને ધનની ચિંતા નથી અને સંસારની ગડમથલ નથી.”
આ પ્રમાણે હું મારી આપવીતી કહી ગયો.
વ્યા બેલીઃ “શું તું રઈ તારે હાથે જ કરે છે?
“હા, માજી!' વિલાસ વચ્ચે બોલી ઊઠી: “ભાઈ રસોઈ
બનાવે છે, પણું દાળ-રોટી અથવા શાક-ભાખરી! પણું સ્વાદ
મજાનો હોય છે. તમે પણ એની રસોઈ જમશે તો ગળા ચાટશે.”
આ સાંભળી યા રડી અને બેલીઃ “દિકરી! એક વખત
એવો પણ હતું, કે તારો આ ભાઈબહારથી જમવા આવો ત્યારે

૧
• •
••
રસોઈ–મહારાજ ગભરાઈ જતો. આજે હાથે રસોઈ કરવી પડે
છે. અને તે પણ દિવસમાં એક જ વખત. સમયની બલિહારી છે...”
જે મા, પાછી તું પાછલી વાતો સંભારવા લાગી. કહ્યું.
અને ધ્યાએ આંખ લૂછી નાખી. “હવે નહિ રોઉં, બસ !”
મેં પ્રયોગ છોડી દીધો. વિલાસ ક્યાને અંદરના ઓરડામાં
લઈ ગઈ. એણે મારે સાધુવેશને ફેટ તથા હાલના ફેટા બતાવ્યા.
ક્યા તો જોઈ જ રહી. પ્રભુની સેવાપૂજા આગળ આવતાં વિલાસે
કહ્યું: “મા! પ્રભુને પગે લાગો!” જયા બે હાથ જોડીને પગે લાગી
અને બોલી: “ઓ ભગવાન! મુજ પાપિણીના અપરાધ ક્ષમા કરે
...!” અને તેની આંખમાં આંસુ આવી ગયાં.
હું જીયાને જોઈ રહ્યો. તેની બદલાયેલી ભાવના જોઈ મને
આનંદ થયો. જીયા અંદરના ઓરડામાં જેઈને ગુલાબ, વસું, સુંદર
અને કલ્યાણને જોઈ જ રહી. એ. બધાં તેને પગે પડ્યાં અને
મા-મા” કહીને ભેટી પડ્યાં.
મને ત્યારે ફોટો પાડવાને કેમેરા યાદ આવ્યું. આ કેવું સુંદર
મિલન હતું! સામાન્ય કેમેરામાં આ સુક્ષ્મ દેહવાળી જીવાત્માઓના
ફોટા ઝડપી શકાતા નથી, પણે વિજ્ઞાનીઓએ નવી ઢબેની, કિંમતી
કેમેરા એ માટે બનાવેલા છે. જયાએ બધાનાં નામ પૂછયાં અને
તે પછી વિલાસે બધાને ટૂંકમાં પરિચય આપ્યો. હું નિદ્રાદેવીને
ખોળે પ!

પીર સૈયદ લાલન સાહેબ રાતના બે વાગે સાધન મૂકી પ્રતાવાહનયોગ કરવા માટે બેઠો. વિલાસ આવીને કહેવા લાગીઃ “પીર સૈયદ લાલન સાહેબને લાવો. મેં પ્રવેગ કર્યો. ડીવારમાં જ તે આવી પહોંચ્યા. એ ગોળા પર પિતાને જોઈ મારી સામું જોવા લાગ્યા. સામે જ બારણમાં વિલાસ, ગુલ, વસુ, સુંદર, કલ્યાણ તથા યા ઊભાં હતાં. એ બધાં હાથ જોડી સલામ કરી રહ્યાં. મેં પણ ઊભા થઈ સલામ કરી. અગરબત્તી સળગાવી હતી. ઓરડીમાં સુવાસ પથરાયેલી હતી. ગેળા પર લાલ સાહેબ ઊભા હતા. સફેદ અને સાદાં વસ્ત્રો, અને આકૃતિ પણ શાન્ત હતી. હું બોલું તે પહેલાં વિલાસ બેલી ઊઠી : “આપકે મને જે મેરે ભાદકી બાત કી થી, વો યે મેરે ભાઈ હૈ ! હમ સબ યહાં હી રહતે હૈ. મૈને હી ભાઈ કે કહ કર આપકે બુલાયા હૈ. તકલીફ માફ.. લાલનસાહેબ ઊંચે હાથ કરી ખૂશ થતા બોલ્યા: “હું આવ્યો તેથી મને બહુ આનંદ થયેલ છે. આમાં તકલીફ શાની? ઇન કે જૈસે મિત્રતા ઔર બાત કરન મુઝે પસંદ હૈ.” પીરસાહેબ ફ્રેમમાં લગાડેલી છબીઓ વગેરે જોઈ રહ્યા ને બોલ્યા: “ઓરડે તે ખૂબ શણગાર્યો છે. પછી તે લાંબે હાથ કરીને બોલ્યાઃ “આ કૃષ્ણની લીલાના, આ કેટલાક ધર્મની ભાવનાવાળા ફેરા છે. પણ આ કેના ૧૧૩ છે? મે કહ્યું: “આ રંગુનની ચિત્રકળા છે. બુદ્ધ ભગવાનના દેટા છે. આ અંબાજી છે, અને આ સર્વવ્યાપક છે. ઉપર વિષ્ણુ, લક્ષ્મી અને સરસ્વતી છે. “આ તે હું જાણું છું, પણ એ કેના છે ?” મેં કહ્યું: “અત્રેના ચિનાઈ કુટુંબમાં શેઠ નટવરલાલ મારા સ્નેહી છે. એ આ બધા એમના છે. મેં એાળખાણ આપી. સાતે ફેટામાં વ્યક્તિઓનાં નામ કહ્યાં. - • • જ્યારે એમની નજર બીજી બાજુ થઈ ત્યારે મેં કહ્યું : “આ મેટ ફેટ તો મારો જ છે.” હું આ સાધુદશામાં ૧૭ વર્ષ રહ્યો છું.” તે બોલ્યા: “શું તમે જૈન સાધુ હતા? હું એ બાબતે જાણવા માગું છું. મેં સંક્ષેપમાં ઘરથી કેમ નીકળે અને કેમ સાધુ થયે અને સાધુ દશામાં મેં જે અનુભવ્યું છે અને હાલમાં હું ૨૧ વર્ષથી. અત્રે શિક્ષક છું; આ બધું ટૂંકાણમાં કહી ગયે. જયા પાછળ બેઠી બેઠી રડતી હતી તે તરફ મારું ધ્યાન ન હતું. લાલનસાહેબ બોલ્યા :- આ પાછળ બેઠેલાં બહેન કેમ રડે છે?” વિલાસ પાછળ જોયું ને કહેવા લાગીઃ “સાહેબ, યહ મેરે ભાઈશ્રી જીયા હૈ (ઓરમાન ભા) ગૃહ અભી ૩ દિન સે યહાં આઈ હૈ.” લાલનસાહેબ કહેવા લાગ્યા : અબે બેટી! તૂને ઈસે મારને કે લિયે દવામૈં ઝહેર ઘેલા. તુઝે ઐસા કર્યો સૂઝા ?” હાથ જોડીને કહ્યું : “આપ અત્યારે વાત ન છેડે, અત્યારે મારી યાને પિતાનાં કરેલાં કાર્યો માટે બહુ જ પશ્ચાત્તાપ થાય છે. મેં જે આપની આગળ મારા ઘરથી નીકળવાનાં કારણ સંબંધી વાત કરી તેથી જ એ અત્યારે રડવા લાગી છે, વિલાસ યાને પિતાના સમ આપી છાના રહેવા માટે સમજાવી રહી હતી. યા બોલી, પીરસાહેબ, આપ ચાહે વસી સજા કીજીયે,. મેં સચમુચ બડી પાપિતી હું. મેરે પર ન માલૂમ ઉસ વક્ત કૌન સા સેતાન સવાર થા. મેરે જીગરમેં જે જન્મ. ઈસી વક્ત પૈદા હુઆ હે છે જબ મુજે મેરે પાપોં કી સજા હોગી તબ અચ્છા હૈગા. ૮. :

૧૧૪ ઈસકી નેકી કો પાર નહીં હૈ. ઓર મેરી બદી કા પાર નહીં હૈ. ઇસકે લિયે મને ઇતના ઇતના કિયા હૈ તો બી ઈસને મુજે અપને પાસ બુલા કર સુખી બનાનકે ચાહા હૈ! પીરસાહેબ, કયા કરું ? મેરી છાતી ફુટ જાતી હૈ.” મા, તૂ ચૂપ હો જા. મેં તો પીરસાહેબ કે સાથ બાત કરના ચાહતા હૈં ઔર તૂ ઈન ગુજરે હુએ રોદકુ રેતી હૈ ? બેટી, ચુપ રહે, મને બિના સોચે હી એસા કહ ડાલા. તેર પાપેકે ખુદાને માફ કર દિયે, નહીં તો તૂ એસે સુખમેં કહાસે આતી? દેખ તો તેરે બેટેને કૈસી અજબ શક્તિ પેદા કી હૈ કિ ઇસસે યે સબ બૈઠે હૈં ઈન્ક ઓર મુઝકો યહાં ખીંચ લિયા. ઈસકે જૈસા આદમી તો મને દશ વર્ષ પહેલે બંગાલમેં એક ગાંવમે દેખા થા! બસ ઉસકે સિવાય મને અપની સારી જિંલ્મીમેં તેરે બેટે જૈસા કોઈ નહીં દેખા.” મેં પૂછ્યું: “આપે જે બંગાલીને જે તે શું મારી પેઠે પ્રતાવાહન કરતો હતો?” તે કહેવા લાગ્યા : “ભાઈ, વાત એમ બની . કે હું અને મારી સાથે બીજા બે મારા જેવા પીર, દેશે જોવા માટે નીકળેલા. અમે આસામ જોઈ પાછા આવતા હતા ત્યારે એક ગામમાં, ગામની બહાર કોઈ સાંઈની મોટી દરગાહ છે, ત્યાં રાતના સમયમાં ઘણું લેકે ભેગા થયેલા હતા. અમે તે અમારી આ દશામાં ઊભા રહ્યા. અમને કોઈ જોઈ શકતું ન હતું. વાત એમ હતી, કે કોઈ એક લખપતિના જુવાન છોકરાને જીન વળગેલો હતો. તેને દુઃખ- મુક્ત કરવા હજાર રૂપિયા તેના માતાપિતાએ ખચી નાખ્યા હતા. અને જ્યાં જ્યાં કોઈ કહે ત્યાં ત્યાં એને લઈ જતા હતા. તે દરગાહ પર બંગાળી મુસલમાન રહેતો હતો. તે ભૂતપ્રેત ઉતારવામાં બાહોશ ગણતો હતો. તેની ખ્યાતિ દૂરદૂર સુધી પ્રસરેલી હતી. તે આ ઈમને સારી રીતે જાણતો હતો. અમે તે પાસે જ ઊભા હતા ૧૧૫ અને આ બધું જોઈ રહ્યા હતા. તે બંગાળી મુસલમાન એ છોકરામાં રહેલા છાને તાબે કરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. તે તો જીનને શીશામાં ઉતારવા માટે મહેનત કરી રહ્યો હતો. પેલે જીન જરાએ મચક આપતો ન હતો, ત્યારે તે બંગાળી મિયાં આવેશમાં આવી જઈ એક થાળીમાં પાણી ભરી કંઈક ઈભિ (મંત્ર) બલવા લા. ત્યાર પછી થોડીવારમાં તો એક બહુ જ ઘરડા પીરસાહેબ ત્યાં હાજર થઈગયા. અમે બધાને જોતા હતા, પણ અમને કોઈ જોઈ શકતું ન હતું. એ પીરે તે આવતાં જ એ બંગાળી મિયાંને કહ્યું: “હું તારું કામ કરીશ, પણ અત્રે ત્રણ પરદેશી મહેમાન આવેલા છે. એ અને હાજર છે. તેમને બોલાવીને તું પહેલાં એમની સેવા કર.” અમે એ પીરનું કથન સાંભળ્યું તેમ તે બંગાળીએ પણ સાંભળ્યું હશે, તેથી એ અમારાં નામ, ઠામ જાણ્યા વગર પોતાની ક્રિયા કરવા લાગે, અને અમને ત્રણેને એક પાણીથી ભરેલી થાળીના સાધન પર બોલાવી લીધા. અમે ખેંચાઈ ગયા. પછી અમારી સારી રીતે આગતાસ્વાગતા કરવામાં આવી. અમને ફૂલહાર આપ્યા અને એમના પીરસાહેબે પણ અમારી સાથે વાત કરી. અમે પહેલવહેલા પ્રયોગ દ્વારા પ્રેતાત્માઓને આકર્ષણ કરનાર એ બંગાળી મિયાંને જે અને તે પછી તે આજે તમને જોયા. હું જાણું છું, કે ભૂતપ્રેતને બેલાવનારા, ભૂતપ્રેત સાથે વાત કરનારા ઘણું લેકે છે, પણ તમારી પેઠે નહિ, એમની રીતે તો જુદી જ છે અને તમે તે કંઈક બહુ જ ઊંચા વિચાર ધરાવનાર છે. મેં કહ્યું: “એ બંગાળી મિયાંએ કરાના શરીરમાંથી છનને કાઢે કે નહિ, એ વાત અધૂરી રહી. એ મને કહો. તે હક્યા અને કહેવા લાગ્યા: “હા, અમે તો ત્યાં બાજુ પર થઈ ગયા અને એ મિયાંએ પીરની આગળ પેલા છોકરાને શરીરમાં રહેલા જીનને આગળ કર્યો પ બેટો જીન તે હતો બહુ જ જબરે. સીધો થાય જ નહિ. ત્યાં જે બે-ચાર-વસ્તુઓ હતી તે તેણે પછાડીને ફેંકી દીધી અને મિયાંને કહેવાથી પરે ૧૧૬ તેને ઝાલ્યો અને શિશામાં માંડ માંડ ઉતાર્યો. ત્યાં ઊભેલા માણસની પાસે શીશ ઉંચકવા કહ્યું. ૪–૫ માણસોએ. વારાફરતી એ શીશો, ઉપાડવા માટે જેર કર્યું, પણ કોઈનાથી ઉંચકાય નહીં. એ બંગાળી મિયાં શાશે ઉંચકીને બેઃ “જુઓ આ તમારે કરો ડાહંત સાજો થઈ ગયે છે. તેના શરીરમાં જે જીન હતો તે મેં આ શીશામાં બંધ કર્યો છે. અને હું જંગલમાં જઈ દાટી આવીશ.” છોકરાના બાપે પીરની દરગાહ પર બહુ જ કિંમતી ચાદર ચઢાવી તથા ગરીબેને ત્રણ દિવસ ખાવા માટે ભંડારો કરવા પિસા આયા અને એ બંગાળી મિયાંને પણ સારી રકમ આપી.” મેં કહ્યું: ‘જેમ બંગાળીએ પીર દ્વારા જનને કાઢયો તેમ કદાચ હું પણ કરી શકું; પરંતુ મેં તો સર્વથા પ્રતિજ્ઞા કરી દીધી. છે, ગમે તે થાય; પરંતુ ભારે આવાં કામ કરવાં નહીં. મારું જીવન પિસા માટે નથી. હું કેવળ મારા પિતાના અનુભવ માટે આ પ્રેતા- મવિદ્યા તરફ મૂક્યો છું. મને લેશ માત્ર પણ સ્વાર્થ સાધવાની ઈચ્છા નથી. આવા કામ માટે આપ જેવાઓને તકલીફ આપવી એ હું ઠીક ધારતો નથી. મારી તો માત્ર એ જ ઈચ્છા છે કે જે પ્રેતાત્માઓ દુઃખી દશા ભોગવતા હોય, ત્રાસ પામી રહ્યા હોય અને પિડતા હોય તેમને જે બને તે સમજાવીને સુખને માર્ગે દોરવા. એ ભૂત–પ્રેત દ્વારા કોઈપણ જાતનું કાર્ય સાધવું નહીં. મને તો આત્મામાં અને પરમાત્મામાં સંપૂર્ણ શ્રદ્ધા છે, તેમજ કર્મોના નિયમ બરાબર સમજી ચૂક્યો છું, અને મને કશી વાતની તમન્ના નથી. આપ જેવાની મારા પર કૃપા બની રહે તો બસ છે. અત્યાર સુધીમાં મારે પાંચ પીર સાહેબે સાથે વાતચીત થઈ છે. બધાએ મારી ભાવના માટે પ્રેમ દાખવ્યો છે. આ બંનેને આપ મળ્યા ને એમણે મને વાત કરી, તેથી જ મેં આપને તસ્દી આપી છે. આપ આવ્યા છો તેથી મને બહુ જ આનંદ થયો છે. મારી પાસે એવી કઈ વસ્તુ છે કે જેના વડે હું આપનું સ્વાગત કરું ?”

૧૧૭
•
તે હસવા લાગ્યા અને બોલ્યા : “ભાઈ, તારી ભાવને જાણીને
અને તારા જીવન સંબંધી બધું સાંભળીને મને ઘણો જ આનંદ થયો
છે. ખરેખર તારા પર ખુદાની મહેરબાની છે, “દેખ લે એ
બડે ઘરાકી બેટિયાં કેસે દુઃખ પા રહી થી. ઉનકે તૂને સુખી
બનાયા છે દુનિયા કે લેગ કે શરીરમૅસે ભૂત–પ્રેત નિકાલકે બદલે
યહ કામ તે હજાર ઔર લાખ દરજે અચ્છા હશે. બેલ મારા
લાયક કામ છે?' મેં કહ્યું: “મારા પર કેવળ આપની કૃપાની
જરૂર છે. મેં આ જે ભૂતપ્રેતોને માટે સેવા આદરી છે, તેમાં મને
ફતેહ મળે તેવી આશિષ આપો.” મારા મનમાં ઘણી આ વખત
વિલાસ વગેરેને માટે એવા વિચાર થઈ આવે છે, કે આ બધાં
હવે ઘણી વખત બહાર ફરવા જાય છે, ત્યારે રખેને કોઈ એમને
સતાવનાર મળી જાય!” તે વિલાસને કહેવા લાગ્યાઃ “બેટી, તુમ
બેફિકર રહના. તુમ્હારા કોઈ કુછ નહીં કરે શકતા. અગર કભી
અસા મોકા આ જાય તો તુમ ઈસ લાલન કે યાદ કરના. બસ
તુમ્હારા જ ચાહે વહાં બેફિકર હો કર રહેના.”
વિલાસ હાથ જોડીને પગે લાગી બોલીઃ “બાપુજી, આપકી
હમ પર નેક નજર રહે તો હમકે કિસકા ડર? ભાઈ તો નાહક
ચિંતા કરતા હય.” મને કહેવા લાગી: “ભાઈ, પીરસાહેબકે ગંગા-
જલ ડાલકર શરબત તે પીલા. હું ઊડ્યો ને કા પ્યાલામાં
શરબત બનાવવા લાગ્યો. પીરસાહેબ યાને કહેવા લાગ્યાઃ “યે સબ
આનંદમેં હસતે હય, મગર તેરા ચહેરા ઉદાસ ઓર ગમગીન હય!
ચિંતા છોડ દે. તુઝે તો ઈન સબસે જ્યાદા ખુશી મનાની ચાહિયે.”
યા બોલી: “આપકા કહના સચ હૈ-મગર ક્યા કરું ? એક તરફ
મેં અપની એટેકી ભલાઈએકે દેખતી હું તો મેરા છ ફટતા હૈ!
વિલાસ બેલી: “મા, તૂ રંજ મત કર, હમકે યહ અચ્છા નહીં
માલૂમ હતા.”
મેં શરબતને ત્રાસ લાલી આગળ મૂકે. કલ્યાણી એકદમ
તું

૧૧૮ • : કૂદીને વચ્ચે આવીને બોલી: “બાપુજી, મેં અપને હાથો ને આપ શરબત પીલાઉંગી.” પીરસાહેબે કલ્યાણીના શરીરે વહાલથી હાથ ફેરવ્ય ને બોલ્યા: “અચ્છા, બેટી!” કલ્યાણી બોલી : “બાપુજી, મેં ગાના ગાતી હૂં–તુમ સુનેગે ? લાલન સાહેબ કહે નાહવાહ કર્યો નહીં, જરૂર સુર્નેગા ! ગાના તે મુઝે બડા હી પસંદ હૈ. કલ્યાણી ગાવા લાગી. તેના મધુર કંઠથી અને ભાવપૂર્ણ ગાયનથી પીરસાહેબ ખૂશ- ખૂશ થઈ ગયા અને બોલ્યા: “બેટી, તું બહુ સારું ગણાય છે.” વિલાસ બોલીઃ “બાપુજી, એ તો બધું ઠીક, પણ એ આખો દિવસ અને રાત એવું તો તેફાન અને ધીંગામસ્તી કરે છે કે વાત ન પૂછો.” લાલન સાહેબે કહ્યું: “એ તો બચ્યું છે. એને ગમ્મત વિના બીજું શું હોય ?” કલ્યાણી તે બંને હાથોની ચપટી વગાડી આંખે મટમટાવી વિચિત્ર ચેષ્ટા કરવા લાગી. બધાં હસી પડ્યાં. લાલન સાહેબ બોલ્યા: “તે હવે હું જઈશ.” મેં કહ્યું: “પધારે, આવજો. કલ્યાણી કહેઃ “બાપુજી હું તમને મૂકવા આવું?” લાલન સાહેબ કહે : મૂકવા આવવાની વાત તો ઠીક, પણ તારે ફરવા આવવું હોય તે ચાલ.' એ અદશ્ય થયા. કલ્યાણ સાથે ગઈ હું, વિલાસ અને જયા સાથે આ પીર સંબંધી વાતો કરવા લાગ્યા : “આ આમાએ કેવા શાંત અને ભલા છે. એમનાથી આપણને નવું જાણવાનું મળ્યું. ચાર વાગ્યા હતા. હું પથારીમાં પડ્યો. વિલાસ કહેવા લાગી કે કલ્યાણ સાથે અમારામાંથી કોઈ સાથે ગયું હોત તો સારું. અડધો કલાક થયો હશે ત્યાં તો કહ્યાણી આવી લાગી. વિલાએ પૂછ્યું: “કયાં સુધી જઈ આવી?” તે બોલી: ઠેઠ એમની દરગાહ સુધી. પૂલ પર બે પોલીસના સિપાઈ ચાલ્યા આવતા હતા, એમના માથે ફેટ હતા. મેં ઉછાળ્યા. એકનો તે ત્યાં જ પડ, બીજાને પૂલની નીચે નદીમાં પડ્યું. તે સમજ્યા કે પવનથી ઊડી ગયો. હું જોઈ રહી ને પછી ચાલી આવી. ગુલ બોલી : તારા હાથમાં શું આવ્યું તે બોલી : “ગમ્મત–મઝા, . • • . * * કવિશ્રી ‘કાન્ત કે આજે દિનાંક ૧૦–૮–૦ ના રોજ મને મારા મુરબ્બીશ્રી એમ. આર. ભટ્ટ માટે પ્રયોગ કરવાની ઈચ્છા થઈ સાધન મૂકી, રાત્રે દેઢ વાગે મેં પ્રવેગ આદર્યો. શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ, લાઠીના દરબારથી સુરસિંહજી- કલાપી” ના એક દિલેજન દેસ્ત હતા. એ સમર્થ વિદ્વાન હતા અને ભાવનગરના મહારાજાના માનીતા તેમજ ગાયકવાડ શ્રી સયાજીરાવના એ પરમ મિત્ર હતા. શ્રી. કાન્તના વિચાર સ્વતંત્ર હતા. મને સાધુ દશાના વાડામાંથી નીકળી જવાનું કહેનાર એ પ્રથમ વ્યકિત હતા. ભાવનગરના મહારાજાના બાગમાં મારું જાહેર વ્યાખ્યાન હોવાથી તેઓ ત્યાં પધાર્યા હતા. મારા ભાષણ દરમિયાન એમણે ભાવનગરના આગેવાન શેઠ શ્રી. કુવરજી આણંદજીને પૂછ્યું: “આ તે શ્રાવકને છોક હોય તેમ લાગતું નથી.” વ્યાખ્યાન સમાપ્ત થતાં જ તેઓ મારી પાસે આવ્યા અને મને પૂછ્યું: “સાચું બોલજે, તું વાણિયે નથીને?' કહ્યું : “ના, મારું દૂધ બ્રાહ્મણ છે. તે તે નિર્ભય પણે બોલવા લાગ્યા: ‘તું આ ટોળામાં શું કામ ભરાઈ રહ્યો છે? આ વાડામાંથી નીકળી જા. તારી અંદર રહેલી સિશક્તિને તું શું કામ વેડફી રહ્યો છે ?' મને એ વાડામાંથી બહાર કાઢનાર અને મારી ખૂબ કાળજી ૧૨૦ લેનાર એ મારા મુરબ્બી માટે મને અત્યંત માને છે. પ્રયોગ કરતાની સાથે જ તેઓ તે મારા સાધન પર આવી લાગ્યા. મેં કહ્યું : મુરબ્બી, પધારે. હું ધારું છું, કે ઘણાં વર્ષ થઈ ગયાં હોવાથી કદાચ તમે મને નહિ ઓળખી શકે.” મારું કથન સાંભળી તેઓ તો મારા ભણી તાકીને જોઈ રહ્યા અને એકાએક જાણે યાદ આવ્યું હોય તેમ તેઓ બોલી ઉઠયા - કેણ, ભાઈ મોક્ષાકર? નમસ્કાર કરીને કહ્યું: “હા.” તે બેલ્યાઃ આ શું? તમે તો પીરીટ્યુઆલીઝમના મોટા પ્રોફેસર બની ગયા લાગો છો. તમે આ શું લઈ બેઠા છે? આ ક્યાંથી મેળવ્યું ?' તમે જાણે છે કે મેં તમને મરનારના જીવાત્મા સંબંધી પુનર્જન્મની વાત કરી હતી અને તામવિદ્યા જગતમાં હયાતી ધરાવે છે એ સાંભળેલી વાતને હું તે અનુભવમાં લઈ આવ્યો.” મેં જવાબ આપ્યો. હું તમને જોઈને બહુ જ ખુશ થયો છું. તમારું શરીર પણ પહેલાં કરતાં ઘણું સારું છે. આ સ્થળ કયું? અને તમે બીજી શી પ્રવૃત્તિ કરે છે ?” આ અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં ભગવાનનગર સોસાયટી છે. મારી પ્રવૃત્તિ તો તમે જાણો જ છે, કે મેં શિક્ષકની લાઈન લીધી છે. વીસ વર્ષથી હું શિક્ષક તરીકે કામ કરું છું. શરૂઆતમાં તો પાંચ વર્ષ વનિતા–વિશ્રામમાં મેં ઓનરરી કામ દર્યું. તે સમયે શેઠ. ને ત્યાં... અને...હિન્દી શીખવવા માટે બે સમયના રૂ. પચાસ મળતા હતા. સન ૧૯ર૫ થી હું આર. સી. ગર્લસરંકુલમાં જેડા છું. નિર્વાહપૂરતું લઈને હું આનંદપૂર્વક જીવત ગાળું છું. આ બધું તમારા કરેલા અંગ્રેજી શિક્ષણ-સાહિત્યના અનુવાદનું પરિણામ છે.” તમને જોઈને મને ઘણો જ આનંદ થયો છે, પણ આ પ્રેતાત્મવિદ્યા તમે કોની પાસેથી શીખ્યા એ તે પહેલાં કહો!” 6.

૧૨૨ હું હર્યો ને તેમને કહેવા લાગે: “કાંઈક અહીંનું સાહિત્ય, થોડુંક પશ્ચિમનું સાહિત્ય તથા બીજું બ્રહ્મવિદ્યામંડળ ગુપ્ત બેઠકોમાંથી જાણીને મને આ માર્ગ જડવા લાગ્યો; પણ ઘણુંખરું મેં મારી જાતે જ, ભારે સાહસ ખેડીને, આ વિદ્યા મેળવી છે.” હવે મેં તેમને પૂછવા માંડ્યું: “તમે હાલ ક્યાં છે અને કઈ દશામાં છે ?” તેમણે કહ્યું: “મારા અભિમાની સ્વભાવ તો હતો જ હું દુનિયાની જટિલતાભરી રુટ માન્યતાઓને ઠોકર મારતો. શાસ્ત્રોને હું માનતો નહિ; પરંતુ આજ તો હું આ પ્રેત–દશામાં છું; છતાં દુઃખી નથી, તેમ સંપૂર્ણ સુખી પણ નથી. હું તો ગિરિનારની પાછળ એક સુંદર અને શાંત સ્થળે મારા બે સ્નેહીઓ સાથે સમય પર કરું છું. કોઈ વખતે શહેર તરફ ફરવા નીકળી આવું છું, ત્યારે ભૂત અને પ્રેતની દશા જોઉં છું. મને તે તમારી આ મનુષ્યસૃષ્ટિ કરતાં આ પ્રેતસૃષ્ટિ અતિ વિશાળ જણાય છે. એ ભૂતો અને પ્રેતોની દશા જોઈ મને કંપારી આવે છે. મરણ પછી ભૂત- નિમાં આવ્યા બાદ અમે સમજ્યા છીએ, કે કર્મની શાસનસત્તા ભારે બળવાન છે અને જગતના તમામ જીવો કર્મના નચાવ્યા નાચે છે.” મેં તેમને કહ્યું: “હું શ્રી. વિશ્વવંદ્ય માસ્ટરસાહેબને પણ મળ્યો છું. આ સાંભળી તે એકદમ ખુશ થતાં બોલ્યા : “શું એ તમને મળ્યા ? હાલ કયાં છે ?” કહ્યું : “એમની તો મારા ઉપર અનહદ કૃપા છે અને મેં જે પતિતપાવન પ્રેતાશ્રમની સ્થાપના કરી છે તેમાં તેઓ પોતાનો અમૂલ્ય સમય આપે છે. તે તો અજાયબી પામતાં બોલ્યા: “શું? શું પ્રેતામ? આ તમે શું કહો છો ?” હા, હું સાચું કહું છું, એ આશ્રમ અહીં જ છે. પ્રેતાશ્રમ- વાસી આમાઓને આપ હમણા જ જોઈ શકશો.”, આ પ્રમાણે કહી મેં તત્કાળ તાળી વગાડી. વિલાસ વગેરે બધા જ પ્રેતાત્માઓ, જે બહાર હતા તે અંદર આવ્યા અને હાર- :

૧૨૨ - : બંધ સામે ઉભા રહ્યા. શ્રી કાનજી તે બધાને આશ્ચર્યવત જોઈ રહ્યા. તેઓ ઘણું જ ખુશ થઈ રહ્યા હતા અને સ્મિત કરી રહ્યા હતા. વિલાસે બે હાથ જોડી તેમને પ્રણામ કર્યા. બધાએ પણ નમસ્કાર કર્યા. એ પણ હાથ જોડી રહ્યા. પછી મેં તેમને વિલાસ વગેરેની ઓળખાણ આપી. મેં વિલાસ વગેરેને તેમની ઓળખાણ આપતાં કહ્યું: “મારા મુરબ્બી છે અને આપણા માસ્ટરસાહેબના ખાસ મિત્ર છે.” વિલાસે તેમને કહ્યું: “હું આપનાં દર્શન કરીને ઘણી ખુશ થઈ છું.” તે તે માથું હલાવી આનંદમાં ડોલવા લાગ્યા. માધુરીએ અંગ્રેજીમાં પૂછ્યું: “અમે ચાહીએ છીએ કે આપ અમને કાંઈક નવું શીખવવા તસ્દી લેશે. એ તો મધુરી સાથે ઈલીશમાં જ વાતો કરવા લાગ્યા. એમણે પૂછ્યું: “તમારામાં ઈલીશ કોણ કોણ જાણે છે ?” માધુરીએ પાસેના આત્માઓ ઉપર હાથ મૂકીને કહ્યું : “આ અમારાં મોટાબેન વિલાસ, કલ્યાણી, મોહિની, સુંદર, વસુમતી, મધૂરી આશ્રમવાસીઓ ઈંગ્લીશ સારી રીતે જાણે છે.” મેં તેમને પૂછ્યું: “આપની ઇચ્છિા હોય તો હું માસ્ટરસાહેબને બોલાવું ? તે તો ખુશ થતાં બેલ્યા: “બોલાવો, જરૂર લાવો.” મેં કહ્યું: “હવે તમે સાધન ઉપરથી બહાર આવી અહીં બિરાજે. મેં એમને છુટા કર્યા અને માસ્ટરસાહેબ માટે પ્રયોગ કર્યો. દશેક મિનિટમાં જ એ સાધન ઉપર આવી ગયા. તરત જ મેં તેમને સાધન ઉપરથી મુક્ત કર્યા. એમણે તે સામે શ્રી. મણિશંકરભાઈને ઉભેલા જોયા અને ઊછળીને તેઓ તેમને ભેટી પડ્યા. બેઉ જણ અંગ્રેજીમાં વાતો કરવા લાગ્યા. અને પછી કલ્યાણીના માથા ઉપર હાથ ફેરવી મણિશંકરને કહેવા લાગ્યાઃ “આ અમારા બધાયનું રમકડું છે.” કલ્યાણ બોલીઃ “લાકડાનું યા માટીનું!” બધાય પ્રેતાત્માઓ હસ્યા. સાથે હું પણ હસવા લાગ્યો. માસ્ટરસાહેબે બંને હાથ કલ્યાણીના :

૧૨૩ : ? ખભા પર મુકી હલાવતા હલાવતા બોલ્યા: “માટીનું ય નહિ અને લાકડાનું પણ નહિ; પરંતુ પ્રભુને પસંદ પડે તેવું આ ચૈતન્યમય આનંદી રમકડું છે.” શ્રી. મણિશંકરભાઈ તો જાણે ગાંડા ગાંડા થઈ ગયા. પછી સર્વે નીચે બેસી ગયા. શ્રી. વિશ્વવંદ્ય મારી બધી વાત તથા આશ્રમવાસીઓની અથ-ઈતિ વિગત અને પોતે અન્ય મિત્રો સાથે શુકલતીર્થમાં છે, એ વિસ્તારપૂર્વક લગભગ પોણા કલાક સુધી શ્રી. કાન્તને કહ્યું. હવે મણિશંકરભાઈ મારી પ્રશંસા કરવા લાગ્યા. મેં કહ્યું: “આ બધા પ્રતાપ તમારે છે. શ્રી. ભટ્ટ કહે: “શક્તિ તો બધી તમારા અંદર જ ભરેલી હતી. મેં હસીને કહ્યું: “આ ભૂત-પ્રેતોને હું બોલાવવા લાગે, તેમની સાથે વાતો કરવા લાગે, આ એક સામાન્ય બાબતને તમે શક્તિ માનો છો ? આવું કરનાર તો ઘણા પડ્યા હશે. મારે તે એવી શક્તિ જોઈએ, કે જેના વડે હુ મારા આત્માના સ્વરૂપને સમજી શકે મારાં કર્મોને ભસ્મ કરી શકું, જેથી પુનઃ આ જગતમાં ન જન્મે કે ન મ”. શ્રી વિશ્વવંદ્ય કહે: “ખરી વાત ખરી શક્તિ તો એ જ છે, તો તમે એ પણ મેળવશો. શ્રી. મણિશંકરભાઈ કહેઃ “તમે પ્રેતાશ્રમ કાઢ એ ઉત્તમ કામ કર્યું છે. હું ધારું છું કે આવો પ્રેતાશ્રમ દુનિયામાં કયાંય નહિ હોય. કદાચ દસ-પંદર પ્રેતાત્માઓ કેઈની પાસે રહેતા હોય, પણ આવી ભાવનાથી તો નહિ જ.” મેં કહ્યું: “મારી કલ્પનામાં પણ એ ન હતું, કે પ્રેતાશ્રમ થશે. માત્ર હું એટલું જ ચાહતે હતા, કે આ પ્રેતાત્માઓ સાથે વાત કરવી અને દુઃખી હોય તેમને આશ્વાસન આપવું; પણ આ તો વિલાસબેનની ભાવનાએ મને પ્રેર્યો. આશ્રમના સંસ્થાપક તે આ વિલાસબેન છે. આશ્રમનાં અધિકારી એ છે. શ્રી માસ્તર સાહેબ અને પીર સદ લાલન સાહેબની દેખરેખ નીચે એ ચાલે છે. મારા .

૧૨૪
3
:
*
જેવો એક સાધારણ માણસ પ્રેતાશ્રમ ચલાવે છે એ કોઈ માની શકે
નહિ. અને હવે તે તમે પણ માસ્ટરસાહેબની સાથે મળ્યા છે.
એ બધું ય આપને હવે સેપ્યું. તમે જો અને તમારું કામ જાણે.
વિલાસ એલી : “ભાઈ! આ તો તમારી વાત ખોટી છે. જે
તમારું કામ છે તે તમારે કર્યો જ છૂટકે. તમે પ્રેતાવાહન કર્યું ન
હોત તો આ બધા ભેગાં કયાંથી થાત? પી. ભારતરસાહબ અને
લાલન સાહેબ પણ તમારા લીધે જ મળ્યા છે ને?”
શ્રી. મણિશંકરભાઈ કહે : “એ લાલન સાહેબ કેણ છે?
ભાર સાહેબે બધી જ વાત કરી: “એ બહુ જ સારા અને શાંત
સ્વભાવના પીર છે. ભાઈએ તો ચાર-પાંચ પીરો સાથે મુલાકાત
લીધી છે. સૌરાષ્ટ્રના જોગી ગોહેલ સાહેબ પણ સારા શક્તિશાળી
જુના પીર છે. શ્રી, મણિશંકરભાઈ કહે : “અમારે ઘરની સાર્ચ
ભેટ થયે છે. એ લાલન સાહેબ આવે છે ? શ્રી. માતાબ
કહેવા લાગ્યાઃ “હા, એ ઘણી વખત અહીં આવે છે.”
મેં કહ્યું : “અત્યારે અહીં બોલાવું પણ ખાસ કારણ વગર
તેમને તકલીફ આપવી એ મને પસંદ નથી. આપ તો અહી હવે
ઘણી વખત આવશે, એટલે તે પ્રસંગે બોલાવીશ.”
વિલાસ બેલીઃ “અમારે બધાને જુનાગઢ, ગિરનાર વગેરે જેવા
સારૂ આવવા વિચાર છે ત્યારે સૈયદ લાલન સાહેબ અમારી સાથે જ હશે.
અમે એમના વગર દૂર ફરવા જતાં નથી. આપ આપનું સરનામું આપો.”
શ્રી. મણિશંકરભાઈ કહે: ‘તમે મારું સ્થળ શોધી નહિ શકે.
ગિરનારની જે પાંચમી ટૂંક કહેવાય છે તેની પૂર્વે ૧૫–૧૬ માઈલ
પર એક ઝરણું છે તથા આંબા અને રાયણનાં ઝાડની ઘેરી ઘટા
છે. એ તરફ કેઈ આવતું નથી. કદી કોઈ રખડતું આવી ચડે છે;
કારણ કે ત્યાં હિંસક જનાવની વસ્તી વધારે છે. ચારે બાજુ

૧૫. પહાડોની હારમાળા છે. કેટલીક વખત નવાબ કે નવાબના મહેમાને શિકાર માટે ત્યાં આવે છે. મને એ રમ્ય સ્થળ બહુ જ પસંદ છે. મેં પૂછ્યું: ‘આપના મિત્રવર્ય શ્રી. સુરસિંહજી આપને મળે છે?” તે હસીને કહેવા લાગ્યા : “મળે છે શું, એ રહે છે જ મારી સાથે. અમે બંને સાથે જ છીએ. એ સ્થળ એમણે જ પસંદ કર્યું છે.” તેમણે આગળ કહ્યું: “શ્રી વિલાસબેન પોતાના પતિતપાવન આશ્રમવાસીઓ સાથે ત્યાં આવે તો ઉત્તમ. જે આવવાનો દિવસ નક્કી હોય તો તે દિવસે અમે બંને ગિરનાર ઉપર પાંચમી ટૂંક સામાં આવી મળીએ.” તેમણે માસ્ટરસાહેબને કહ્યું: “આપ પણ તેમની સાથે આવો એવી મારી ઇચ્છા છે.” વિલાસે મારા તરફ જોયું એટલે મેં કહ્યું: ‘તમારે જવું હોય ત્યારે ઘણી ખુશીથી જાઓ. તેમને નકકી સમય આપવું જોઈએ.” વિલાસે કહ્યું: “અમે ગુરૂવારે સાંજે પ્રાર્થના કરીને નીકળીશું. શ્રી. માસ્ટરસાહેબને અમે લાવીશું. બે ત્રણ કલાક જુનાગઢમાં ગાળ્યા પછી દસેક વાગે ગિરનાર ઉપર અમે આવીશું.” શ્રી. માસ્ટરસાહેબ કહેવા લાગ્યાઃ “ભાઈ પંડિતજીએ તે ગાયકવાડ સયાજીરાવ અને તેમના સંબંધીઓને પણ બોલાવી વાત કરી છે. શ્રી. મણિશંકરભાઈ મારા તરફ જોઈ કહેવા લાગ્યા: ‘તમે તો કાંઈ ગજબ કામ કરી રહ્યા છો. તમે યૂરોપમાં હોત તો ખ્યાતિ મેળવી હોત. અહીં તમારી આ વિદ્યાની કોઈ કદર નહિ કરે.” મારે કોઈને આ જણાવવાની જરૂર નથી. મારે ખ્યાતિ નથી જોઈતી. હું તે મારા અનુભવને રસિયો છું અને આ જે કાંઇ પ્રેતાત્માઓની સેવા થાય તે પ્રભુના નામે સમર્પણ આપ જેવાઓની મહેરબાની અને સહકાર એ જ મારા માટે બહુ છે. જગતના લકે

મારી વાહવાહ લે તેના કરતાં આ પ્રેતાત્માને શાંતિ મળે છે
શું ઓછું છે? કલાપી–શ્રી. સુરસિંહજીને મારા પ્રણામ કહે અને
એકવાર આ પતિતપાવન આશ્રમની મુલાકાત લે તે સારું.”
શ્રી મણિશંકરભાઈ કહેવા લાગ્યા: ‘જરૂર, જરૂર, હું તેમને
તેડી લાવીશ તથા બધી વાત કરીશ. તે લૈ પ્રિતમ સંબંધી
સાંભળીને બહુ ખુશ થશે અને જાતે અહીં આવવા માટે આગ્રહ
કરશે. સારું હવે હું જઈશ.” શેડી વારે તેઓ બધા ગયા હું સુઈ ગયો.
૧
વિષયની વાતમાં વિષ્ણુ ભૂલી ગયા,
રાખની આશમાં લાખ ખેલા
દેહની ચિંતમાં દેવ કેરે રહ્યા,
મોહિની જાળમાં સર્વ મેહ્યા.
પિટની વેઠમાં રાતદિન આથડે,
શેડની ભેટ નવ ક્યાંય થાતી:
આયુ એળે ગઈ કરમ કથની રહી,
રોઈ રોઈ થઈ. આખી રાતી.

સર ઓલિવર લેજ દિનાંક પ-૯-૪ને ગુવાર રાત્રે એક વાગે સાધન મુકી હું Bતાવાહન–પ્રવેગ કરવા બેઠો. વિલાસબેને બધાં આશ્રમવાસીઓને વાડીમાં જઈ પ્રભુભજન કરવા મોકલી દીધાં, અને જરૂર જણાશે તે તમને બોલાવીશું, એમ કહી દીધું. મેં વિલાસને કહ્યું : મેહિની, માધુરી અને કલ્યાણીને અહીં બેસવા દે; કેમકે મારે આજે સર ઓલિવર લેજ (લંડનના પ્રેતાત્મવિદ્યાના ખાસ ઉપાસક) ને બોલાવવા છે.” આ સાંભળી વિલાસે મોહિની, માધુરી તથા કલ્યાણીને રોકીને મને કહેવા લાગીઃ “એમ હોય તો તમે પહેલાં શ્રી. મણિશંકર રત્નજી ભટ્ટ સાહેબને બેલાવી લે; કેમકે તેમની હાજરી વધારે સારી?” મેં કહ્યું: “આ પણ અંગ્રેજી જાણે છે, પછી શા માટે ભાઈને તકલીફ આપવી? જરૂર લાગશે તો તેમ કરીશ.” કલ્યાણી કહેવા લાગી: “સર ઓલિવર લેજને બોલાવવા માગો છો તે બધા આશ્રમવાસીઓને અહીં હાજર રહેવા દે.” વિલાસે કહ્યું: ‘ત્યારે ભલે એમ કરો. કલ્યાણ બધાને બોલાવી લાવી ને બધા ય પ્રેતાત્માઓ સામી બાજુએ બેસી ગયા. મેં પ્રયોગ શરૂ કર્યો. ચાર અગરબત્તી સળગાવી હતી. આખી ' રૂમમાં સુગંધ પ્રસરી રહી હતી. લગભગ ૨૦ મિનિટ થઈ કે એ મહાશય આવી લાગ્યા. મેં હાથ જોડીને નમસ્કાર કરી આવકાર -- ૧૨૮ || : આપ્યો. વિલાસ મારી બાજુમાં હતાં. તેમણે અંગ્રેજીમાં આવકાર આપતાં કહ્યું: “પધારે.” તેમનું વૃધ શરીર, માથામાં પડેલી ટાલ અને ધોળી દાઢીથી ઓપતું હતું. તેમના હાથમાં બાઈબલનું નાનું પુસ્તક હતું. તે બહુ જ શાંત, મૃદુ, હાસ્યથી અમારા બધા તરફ જોઈ ચારે બાજુ નજર કરી રહ્યા. મેં વિલાસને સુચના આપી : “તમે મારા વતી કહો, કે આપને તકલીફ આપી છે તો માફ કરજે.” વિલાસે અંગ્રેજીમાં તેમ કહ્યું તેઓ તો બહુ જ નમ્રતાથી માથું નમાવી બેલ્યા: “મને જરા ય તકલીફ નથી પડી.” વિલાસે મારી બહુ જ ટુંકાણમાં ઓળખ આપી અને પતિતપાવન આશ્રમની બાબત કહી. આ સાંભળી તે ખૂબ જ ખુશ થતા બેલ્યાઃ “હું આ બધું જોઈ-જાણીને ખરેખર ઘણે જ આનંદિત થયો છું.” વિલાસે મને સમજ પાડી. મેં વિલાસને કહ્યું: તમે મારા વતીથી તેમને કહો કે હું આપને આ સાધન પરથી મુક્ત કરું છું, આપ અહિં પધારો.” વિલાસે અંગ્રેજી કરીને સમજાવ્યું. મેં પ્રયોગના સાધન પરથી તેમને છોડી દીધા. પાથરેલા ગાલીચા પર તે બેઠા. મેં કહ્યું: “આપના શરીર છુટવાની બાબત મેં છાપામાં વાંચી (મૃત્યુ તા. રર-૮–૧૯૪૦) ત્યારે મને ઘણું જ લાગી આવ્યું. આ મારા વાક્યને અંગ્રેજીમાં વિલાસે કહ્યું. તેમની મુખમુદ્રા પર જરા પણ વિષાદ ન હતો. મૃદુ હાસ્ય કરતાં તે બોલ્યા : ભાઈ ! શરીર તો નાશવંત છે. તેના માટે શેક નકામો છે. પણ મારા મનની શુભેચ્છા હતી તે મારા મનમાં જ રહી ગઈ છે. જે બાબતે હું લખી રહ્યો હતો તે પણ અપૂર્ણ જ રહ્યું છે, તેથી કાંઈ મને ઝાઝું દુ:ખ નથી; પણ યૂપમાં ચાલ માનવસંહાર મને બહુ જ ખટકે છે પરંતુ તેમ થવું એ પણ જરૂરનું છે. હવે લોક આત્માને કાંઈ સમજશે અને સાથે એ પણ નક્કી છે, કે જેમાં ઈશ્વરની શ્રદ્ધા પણ વધશે. દેવનું રાજ્ય થશે ત્યારે જ માનવસંહાર, થત. અંટકશે.” :

૧૨૯ વિલાસે કહ્યું: “ફાધર ! આપે જે કહ્યું એટલે મને સમજાવી દેવા દે, પછી આપ લે.” મોહિની અને વિલાસે મને તેમની - બધી વાત સમજાવી. • • મેં કહ્યું : “હું દિલગીર છું કે ઈંગ્લીશ મને નથી આવડતું, તેથી જ આ પ્રમાણે કરવું પદે છે. આ બહેનો ન હોત તો મને આપની સાથે વાત કરવામાં મુશ્કેલી પડત.” આ વિગત મહિનીએ અંગ્રેજીમાં તેમને સમજાવી. તે બોલ્યા: “હું કયાં બધા દેશની ભાષા જાણું છું એથી કઈ હું દિલગીર થતો નથી. દિલગીર થઈને તમે તમારી ભવિષ્યની ભાવનાને પુષ્ટ કરે છે. મેં તમારા વેદ-ઉપવેદ -સ્મૃતિઓ, ગોભિલ ગૃહ્ય સૂત્ર, પારસ્કર ગૃહ્યસૂત્ર, એશ્વલાયન ગૃહ્યસૂત્ર આદિ ગ્રંથનો અભ્યાસ કર્યો છે. મોહિની ગુંચવાડામાં પડી ગઈ તેથી મેં વિલાસને કહ્યું: “હું મણિશંકરભાઈને પ્રયોગ કરી બોલાવું છું, તમે તેમની સાથે વાતો કરે.” સાવન પાસે જઈ પ્રયોગ કરવા લાગ્યો. તે મારા તરફ જોઈ રહ્યા હતા. દશ મિનિટમાં ‘કાન્ત’ આવી લાગ્યા. તેમને આત્મિક પ્રભાવ મારા પર પડતો હતો. મેં પ્રણામ કર્યા અને તેમણે તે સામે બેઠેલા થા. ઓલિવર લેજને જોયા. મેં વાત કરી કે આમ બાબત બની છે. પ્રયોગના સાધન પરથી મેં તેમને ક્ટા કર્યા. તકાળ તે સર ઓલિવર લેજની સાર્થે હસ્તધૂનન કરી વાતો કરવા લાગ્યા. મારા સંબંધમાં, આશ્રમના સંબંધમાં એ ખૂબ કહી ગયા. મોહિનીએ મને સમજ પાડી કે આમ વાત ચાલે છે. પછી મણિશંકરભાઈએ મને પૂછ્યું: “તમારે હવે શું પૂછવું છે ?” મેં કહ્યું: “આ પ્રતાવાહન સંબંધમાં જ વાત કરવી છે. મારે એમની સાથે મારા અનુભ સબંધી વાત કરવાની છે. શ્રી. મણિશંકરભાઈ કહેઃ “હું એ બધું સમજાવું છું, પણ તમે કાંઈ ૧૩૦ એમનાથી ઉતરતા નથી. એ કાંઈ તમારા કરતાં વધારે ચઢી જાય તેમ નથી. હા, એમનો અનુભવ વધારે છે તેમજ એમનાં સાધનો પણ તમારા કરતાં વધારે છે. આ ડેસે તે આપણાં શાસ્ત્રોને પ્રખર અભ્યાસી છે. આ બધું એમનાથી જાણ્યું. તમારા આ કાર્યને જોઈ એ ચકિત થઈ ગયું છે અને કહે છે: “ભાઈએ સારી શકિત કેળવી છે.” શ્રી. કાન્ત મને કહ્યુંઃ “હવે કાંઈ તમારે મને ખાસ પૂવું હોય તે પૂછે, પણ પહેલાં તમે શ્રી વિશ્વવંદ્ય છેટાલાલ માસ્ટર સાહેબને તથા દરબાર સૂરને બોલાવી લે તો જરા ગમ્મત પડે. એ લે પણ સાનાં દર્શન કરી લે અને એને પણ કાંઈ ખબર પડે, કે અમે કોણ છીએ. એ તો એમ જ માનતા હશે, કે આ વિદ્યા પૂરેપમાં જ છે; પણ અહિંયાં પડિતજી જેવા પ્રેતાવાહકે પડ્યા છે!' મેં કહ્યું: “મુરબ્બી! તમે મને ચડાવો નહિ.” હું તમને ચડાવતો નથી, ખરી વાત કહું છું. તમે તો પોતાને ગોંધી રાખવા માગે છે, પણ એને જાણવા દે, કે આ આર્યાવર્તમાં ને ગુજરાતના પાટનગરમાં પણ મારા માથાનો માનવી પ્રેતાત્રમ ચલાવે છે. મને તો લાગે છે કે અત્યારે શ્રી. સયાજીરાવ ગાયકવાડ, વિઠ્ઠલભાઈ અબ્બાસ તૈયબજી, જેગી ગોહેલ પર, પીર સૈયદ લાલન સાહેબ વગેરેને ય બોલાવો. બસ, આજે બધાને ભેગા કરે અને આ પ્રેતાત્માઓની અહીં કેન્ફરન્સ ભરે.” મેં કહ્યું: “આપ આ શું કરવા ધારે છે ?” તે કહેવા લાગ્યા : “ભાઈ મોક્ષાકર! તમે મૂંઝાઓ છો શું કામ ? તમે તમારું કામ ચાલુ રાખે, બોલાવો બધાને. મેં પ્રકાશ કરી સમય જોયો ત્યારે બેમાં પાંચ મિનિટ ઓછી હતી. તે બેલ્યાઃ “ટાઈમ શું જુઓ છો? જાઓ, સાધન ઉપર બેસે અને બેલાવા માંડે. કલ્યાણું બોલીઃ “બાપુજી, સૈયદ લાલન ૧૩૧. સાહેબને તો હું બોલાવી લાવું” એટલું કહીને તે ગુલને લઈ અદશ્ય થઈ ગઈ. શ્રી. વિશ્વવંદ્ય માટે મેં પ્રયોગ કર્યો. આઠ મિનિટમાં તે હાજર થયા. આવતાંની સાથે જ તેમણે મણિશંકરભાઈને જોયા અને ખુશ થયા. એટલામાં સૈયદ લાલન સાહેબ આવી લાગ્યા. મણિશંકરભાઈ મને કહેવા લાગ્યાઃ “તમે તમારું ધ્યાન પ્રગ કરવામાં જ રાખો. સુરસિંહજી દરબાર (કલાપી) માટે પ્રયોગ કર્યો. તેઓશ્રી પણ આવ્યા. એમને છૂટા કરીને શ્રી. સયાજીરાવ ગાયકવાડને મેં બોલાવ્યા. ૧૦ મિનિટમાં તે પણ આવી ગયા. એ બધા સર ઓલિવર લેજને મળીને હસ્તધૂનન કરતા ને વાતો કર્યે જતા હતા. ખરેખર આજે મારે રૂમ પ્રેતાત્માઓથી ભરાઈ ગયા હતા. પ્રયોગ દ્વારા શ્રી વિઠ્ઠલભાઈ પણ આવી ગયા. શ્રી. મણિશંકરભાઈ મને કહેવા લાગ્યા : “કેમ થાકી ગયા ?” • મેં કહ્યું: “ના, મેં અબ્બાસ તૈયબજી માટે પ્રયોગ કર્યો તે પણ આઠ મિનિટમાં આવી ગયા, મને આનંદ થઈ રહ્યો હતો, પણ તેઓની વાત સાંભળવાનું મન થતું હોવાથી ચિત્તવૃત્તિ છટકી જતી હતી. મણિશંકરભાઈએ કહ્યું: “ચાલે, આટલા બસ છે.” - આસન પર બેઠો. શ્રી. મણિશંકરભાઈ તે રીતસર અંગ્રેજી- માં જ ભાષણ કરવા લાગ્યાઃ “આજે આપણે માટે આ એક અપૂર્વ પ્રસંગ છે; કારણ કે ભાઈ શ્રી. મોક્ષાકરના લીધે અહીં પધારેલા સર ઓલિવર લેજના દર્શનનો લાભ આપણને મળ્યો છે. હું બધાના વતીથી ભાઈ મોક્ષાકરનો ઉપકાર માનું છું, કે તેમને લીધે આપણે બધા પ્રેતાત્માઓ અહીં એકઠા મળ્યા છીએ. આ કાંઈ નાનીસુની વાત નથી. આપણી સામે આજે આ પતિતપાવન આશ્રમ છે, કે જેમાં પ્રેતાત્માએ પિતાનું પ્રતજીવન આનંદ પૂર્વક ગાળી રહેલ છે. જગતના લેકે આ આપણી વસ્તુસ્થિતિથી સર્વથા ૧૩૨ અજ્ઞાત છે અને આ મિશ્રદ્ધાના અભાવે તેમજ સ્વાર્થમય વૃત્તિને લીધે આ અમૂલ્ય માનવજીવનમાં રહસ્યને પામી શકવાના પણ નથી. સર ઓલિવર લેજ જેવા આત્મવાદી અત્યારે લાઈમેક્ષાકરની પ્રવૃત્તિ જોઈને ચકિત થઈ ગયા છે. આપણે આ પ્રેતદશામાં આવ્યા પછી એટલું તે સારી રીતે જાણી શકયા છીએ કે આત્મા અમર છે અને પોતપોતાનાં કરેલાં કર્મોને અનુસરી એક ગતિમાંથી બીજી ગતિમાં જીવને જવાનું હોય છે. અહીં હાજર રહેલા તમે બધા પિતપોતાની સ્થિતિ સારી રીતે જાણે છે. ભાઈ મોક્ષાકરજીની ભાવના શી છે તે તમને મારે જણાવવી જોઈએ. તેમને પ્રેતાતમાઓથી કંઈ પણ સ્વાર્થ નથી. તે પોતે અંગ્રેજી નથી જાણતા તેથી તેમના વતીથી હું આપ સર્વને આભાર માનું છું. હવે તેમની જે ભાવના છે તે આપની આગળ રજુ કરું છું. આપણે હાલમાં પ્રેતદશામાં છીએ–પછી તે ઊંચી દશામાં કે નીચી દશામાં; છતાં ય આપણે બધાએ તેમની ભાવનાનુસાર વતીશું તો જીવન સુખી બનાવી શકીશું. ભાઈ મલાકરનું કથન એ છે, કે આમા અમર છે, પરમાત્મા છે અને કર્માનુસાર જીવને પુનર્જન્મ મળે છે. માટે કોઈએ કોઈની સાથે વેર ––ખાર–અદેખાઈ જરા ય રાખવાં નહિ. પિતાનાં કરેલાં કર્મ પ્રમાણે જીવને સુખ–દુઃખ મળે છે. આ અંગે તે બે મત છે જ નહિ. આપણુ પાસેથી ભાઈ મેક્ષાકર કાંઈપણ સ્વાર્થ સાધવા માંગતા નથી, તેમજ દુનિયાને આ બતાવીને લેકેની “વાહ- વાહ પણ એ ચાહતા નથી. હું અત્યારે અંગ્રેજીમાં બોલી રહ્યો હોવાથી તે સમજી શકતા નથી. જો તેઓ સમજે તે મને બોલતાં એ અટકાવે, કે આ મારી પ્રશંસા મને નીચે પાડનારી હોવાથી તમે મને શા માટે નીચે પટકે છે ? એમનું જીવન ખરેખર અજાયબી પમાડે તેવું છે. આજે જગતમાં જે કામ તેમણે કરી બતાવ્યું છે તે કઈ કરી શકશે કે કેમ એ શંકા છે. હું ચાહું છું કે સર ઓલિવર આપણને કઈક લાભ આપશે. ' ૧૩૩ અત્રે મારે ટૂંકમાં બધાની ઓળખાણ આપવી જોઈએ. મણિશંકરભાએ પ્રથમ આશ્રમવાસીઓની અને પછીથી જે આવેલા તે બધાયની ટૂંકાણર્મા ઓળખ આપી. તે બાદ સર ઓલિવર લેજ બોલવા લાગ્યાઃ બહેને અને ભાઈઓ! આજે મને જે અનુભવ થયે છે તેથી મારી અજાયબીને પાર રહેતો નથી. હું જીવિતદશામાં પોતાને એમ જ માનતો હતો, કે મારા જેવો પ્રતાવાહન કરનાર બીજો કોઈ નહિ હોય! પણ આજે આ જોઈને મને ઘણો જે આનંદ થયો છે. હું ચાહું છું કે ફરી ફરી આવી રીતે તમને બધાયને મળું અને તમારા બધાયને સમાગમમાં આવી આનંદ લઉં. મને લાગે છે કે મારી અધૂરી રહેલી વિદ્યા જ મને આ પ્રેતયોનિમાં લાવી છે. ખરું પૂછો તો ત્યાં મને જ્યાય દુઃખ નથી. મારા અધૂરા રહી ગયેલા કાર્ય માટે મને ઘણું લાગી આવે છે. આ પ્રેતયોનિમાંથી હવે કયારે ભારે છૂટકારો થશે તે હું કાંઈ જાણી શકતો નથી. અત્યારે યુરોપમાં જે માનવસંહાર ચાલી રહ્યો છે તેમાં ૯૯ ટકા તે પ્રેત- દશામાં આવે છે. તે માટે મારી પાસે કશે ઉપાય નથી. પ્રેતાત્માઓને શાંત કરવા અને શાંતિના માર્ગે દોરનારાઓની ઘણી અગત્યતા છે. તે સારૂ હું આ ભાઈને સુચના કરવા લલચાઉં છું. હું ચાહું છું કે આપણે બધા પ્રેતાત્માઓ જગતનું સારું તો ન કરી શકીએ તો કાંઈ નહિ, પણ જગતનું અહિત તો ન જ કરીએ, એમ આપણે જેિ આપણું પ્રેતાત્માને સમજાવીએ તે જરૂર આપણુ પર પ્રભુની કૃપા વરસ્યા વિના નહિ રહે. (આ સાંભળી બધાએ તાળીઓ પાડી અને હીયર, હીયરના અવાજથી મારી કોટડી ગાજી રહી). જે કે હું તમારાથી ઘણે છેટે છું; છતાં ય આજે તમે જોઈ શક્યા છે, કે આપણે કોઈ ઈશ્વરની ગુપ્ત પ્રેરણાને લીધે જ અને પરસ્પર મળી શક્યા છીએ. આમાની અમરતા માટે જે આપણને પ્રથમથી ખ્યાલ ૧૩૪- હોત તો જરૂર આપણે આ દશા કરતાં કોઈ ઊંચી કેટિએ પહોંચ્યા હોત. હું તમને બધાને મળીને બહુ જ રાજી થયો છું. સર સયાજીરાવ ગાયકવાડ તે ઈલેંડમાં મારે ત્યાં ઘણી વખત આવેલા, તેથી એમને તે હું બહુ સારી રીતે ઓળખું છું. બાકી તમે બધા તો મને આજે પહેલી વાર મળે છે, તેથી હું અત્યંત ખુશ થયો છું અને આ આશ્રમ જોઇને તો મને ઘણી જ અજાયબી લાગી છે. હું ફરીથી બધા સાથે મળવા ચાહું છું. આટલું બેલી તે એકદમ શાંત થઈને બેસી ગયા. મેં ધીમેથી માસ્ટરસાહેબને કહ્યું “હું તો કાંઈ સમજ્યો નથી. કોણ જાણે આ બંને શું બોલી ગયા? માસ્ટરસાહેબ કહેવા લાગ્યા: “હું તમને બધું ય સમજાવીશ અને કહેશો તો લખાવીને જઈશ.” વિઠ્ઠલભાઈ મારા ભણી જોઈ બોલ્યા: “ભાઈ! મને તમે બેલાવે ને હું આવ્યું ત્યારે તો આ કાઈને જોયા ન હતા. તમે પણ મને આ આશ્રમવાસીઓથી, અંધારામાં રાખ્યો?” મેં કહ્યું: “ના, વડીલ! મેં આપને અંધારામાં રાખ્યા નથી, હું જ અંધારામાં હતું. આપના આવ્યા પછી જ વિલાસબહેન આવ્યાં અને પતિતપાવન આશ્રમનું મૂળ પાયું. જે કાંઈ બન્યું છે તે આ વિલાસબહેનને પ્રતાપ છે. આ આજનો જ દાખલો લઈ લે. હું તો માત્ર તમારા બધાને સેવક છું. મેં તે આમંત્રણ આપનાર તરીકે કામ કર્યું છે. તમને બધાને મેં અહીં બોલાવ્યા તેમાં તો મેં શી મોટી કારીગરી કરી? અત્યાર સુધી સૈયદ લાલન સાહેબ નીચું ઘાલી બેઠા હતા તે બોલી ઊઠયા: “અરે બપ, તમારા જેવા જે પ્રેતોને તેડનારા દશ-પંદર નીકળી આવે તો લાખો પ્રેતાત્માઓનું કલ્યાણ થઈ જાય આ ચાલતી તમામ વાત શ્રી. મણિશંકરભાઈએ સર ઓલિવર ૧૩પ. - જેને અંગ્રેજીમાં સમજાવી દીધી છેઆ સાંભળીને બોલ્યા: “આ ભાઈ મને હું જીવતો હતો ત્યારે મળ્યા હોત તો જરૂર હું ત્યાં પ્રેતાશ્રમ ખોલી દેત; પણ અમને આ વાત ધ્યાનમાં જ આવી નહિ. અનેક પ્રેતાત્માઓને બોલાવીને હું વાતો કરતો હતો, તેમના જીવનથી વાકેફ થતો હતો. પ્રેતાત્માઓ વાતો કરીને ચાલ્યા જતા હતા. એટલું તો ખરું કે પ્રેતાત્માઓ ૧૦–૧૦ કે ૨૦–૨૦ ના ટોળામાં રહે છે અને પ્રેતદશામાં જીવન પસાર કરે છે; પણ આશ્રમ તરીકે તો કાઈ નહિ. વળી આ લાઈનમાં દેનાર પણ કોઈ નથી. આ આખા વાક્યનું ગુજરાતી કરીને “કાતે મને કહ્યું. ' આજે મારા રૂમનું વાતાવરણ કાંઈક જુદું જ હતું. વિઠ્ઠલભાઈ, ગાયકવાડ સયાજીરાવ જોડે વાત કરતા હતા. જોગી ગોહેલ પર સૈયદ લાલન સાથે વાતો કરતા હતા. સૈયદ સાહેબ શું વાત કરે છે તે ગુલ સાંભળી રહી હતી અને સયાજીરાવની વાતો અંગ્રેજીમાં ચાલતી હોવાથી બીજી બેનો ધ્યાનપૂર્વક સાંભળતી હતી. અંતે સવારના સાડાપાંચ થવા આવ્યા હતા તેથી શ્રી. મણિશંકરભાઈએ કહ્યું: “આપ આજે અહીં પધાર્યા છે તે માટે હું ભાઈ મેહસાકર વતીથી બધાનો આભાર માનું છું. આપે જે તસ્દી લીધી છે તે માટે હું આપ સર્વેનો આભાર માનું છું. હવે આપણે એ એક ખાસ દિવસ નક્કી કરીએ, કે જેથી આપણે બધા ફરીથી એકઠા મળીએ અને પ્રેતાત્માઓના શુભ માર્ગ માટે વિચારણું ચલાવીએ.” શ્રી. સયાજીરાવ બોલ્યા: “આજે તો મને પણ ઘણે આનંદ થયો છે. તે દિવસે તો ભાઈએ મને નકામા અણગમતા પ્રશ્નો પૂછેલા હતા. આ પ્રેતાશ્રમની વાત જાણીને તો હું બહુ જ ખુશ થયે છું. હું આજે બધાયને મારે ત્યાં પધારવા આગ્રહપૂર્વક વિનંતી કરું છું.” જોગી. ગોહેલ સાહેબ બોલી ઊઠ્યાઃ “આ તમે બધા આવું ૧૩૬ કાંઈક બોલે તે સમજાય પણ ખરું. ગિટપિટ–ગિટપિટ કર્યા કરે તે અમે તો કાંઈ જ ન સમજીએ.” દરબાર સુરસિંહજીએ જોગી ગોહેલ પીરસાહેબને કાઠિયાવાડી બોલીમાં જ બધું સમજાવ્યું. ગાયકવાડ સરકારની વાત બધાએ કબૂલ રાખી; પણ માસ્તર- સાહેબ બોલ્યા: “મારે તો આજે અહીં ભાઈની પાસે રોકાવું પડશે. હું દિવસે તો નહિ, પણ રાત્રે આવી પહોંચીશ.” વિલાએ પણ કહ્યું: “અમે બધા આશ્રમવાસીઓ પણ રાત્રે જ આવીશું.' મેં મણિશંકરભાઈને પૂછ્યું: “તમે બધા એક રાત શકાશે કે વધારે ?” શ્રી. સરકારે તે સ્પષ્ટ કહી નાખ્યું: “હું તે ત્યાં બધાને ત્રણ દિવસ રોકવાનો છું.' આખરે મણિશંકરભાઈએ તા. ૧૪મી સપ્ટેમ્બર ૧૯૪૦, શનિવારની રાત્રે મારે ત્યાં બધા પ્રેતાત્માઓ ભેગા થાય એ નિર્ણય રજુ કર્યો અને સર્વએ તે મંજુર રાખ્યો. વિલાસે બધાને કહ્યું: “અમે બધા આશ્રમવાસીઓ અત્યારે પ્રભાતની પ્રભુપ્રાર્થના અહીં કરીએ છીએ તેમાં સામેલ થવા આપ સર્વને મારી નમ્ર વિનંતી છે. બધા ઊભા થઈ ગયા. વિલાસબેને મને કહ્યું : “ભાઈ! પહેલા તમે પ્રાર્થના બોલે.” પ્રથમ બે લેકે ગાયા. બાદ કલ્યાણીએ અંગ્રેજી અને હિન્દીમાં પ્રાર્થના કરી. બધાએ તે ઝીલી લીધી. વિલાસે મને ધીમેથી કહ્યું: “ભાઈ! તુમ ગંગાજલ લેકર સબ પર ટે.” મેં તેમ કર્યું. પછી બધા રૂમની બહાર નીકળ્યા. ભાસ્ટરસાહેબ, શ્રી. કાન્ત, કલાપી છે અને આશ્રમવાસીઓ સિવાય

૧૩૭
બધા અદશ્ય થઈ ગયા. દરબાર સાહેબ મને કહેવા લાગ્યા: ‘તમારાં
દર્શનથી હું આજે બહુ જ આનંદ પામ્યો છું. શ્રી. મણિશંકરભાઈએ
આપની વાત છે કે મને કહેલી હતી, પણ પ્રત્યક્ષ લાભ આજે
મળે. તમે બહુ સારી શક્તિ મેળવી છે અને એથી પણ વધારે
તો તમારી ભાવનાએ હદ કરી નાંખી છે ”
મેં કહ્યું: “હું આપને લાવવા માટે ઘણા દિવસથી વિચાર
કરતો હતો, પણ આજે તો ભાઈના કહેવાથી અકસ્માત જ બોલાવવા
માટે પ્રસંગ આવી લાગ્યો.”
શ્રી. મણિશંકભાઈ કહેઃ “હવે સવાર થયું, અમે જઈશું.”
મેં કહ્યું: “પધારે.” પછી માસ્ટરસાહેબે ઈંગ્લીશમાં જે
વાતચીત થયેલી તેની તમામ નોંધ મને કરાવી દીધી. પછી તેઓ
બધા ય વડેદરે ગયા. આજના મારા અનુભવમાં કમાલ થઈ ગઈ
ઊઠને જીવ ઉદ્યોગ અદકે કરી,
જનમનાં પાપ સહુ નાંખ ધોઈ
ભક્તિ ભગવાનની પ્રાપ્તિ નિર્વાણની;
આપથી આપને તેને જોઈ
કણ તું જીવડા શું થકી આવિયો,
ભરણ પછી શી ગતિ જે વિચારી;
આદિ ને અંતમાં નહીં તે મધ્યમાં,
શું હશે કાર્ય તુજ આ વિકારી.

શ્રી તિલક મહારાજ દિનાંક ૨-૩-જા ને રવિવારના એક વાગે હું પ્રયોગ કરવા બેઠો. આશ્રમવાસીઓ પાસે બેઠેલાં હતાં. વિલાસે પૂછ્યું: “આજે કેના માટે પ્રયોગ કરે છે ? મેં કહ્યું: “આજે તો હું બાલ ગંગાધર તિલક માટે પ્રયોગ કરું છું.' બધાં પ્રેતાશ્રમવાસીઓ એક બાજુ બેસી ગયાં. હું સાધન મૂકીને અગરબત્તી સળગાવી પ્રયોગ કરવા લાગ્યો. વીસ મિનિટ થઈ, ત્યારે એ મહાશય સાધન ઉપર આવી લાગ્યા. ઉઘાડા માથે, ઉઘાડા પગે એક ધોતિયું અને શરીર ઉપર માત્ર એક પહેરણ, લાંબી ચોટલી છૂટી લટકતી હતી. ચહેરા ઉપર ગંભીરતા હતી. મારી સામે તેઓ વેધક દૃષ્ટિથી એકીટશે જોઈ રહ્યા. મેં બે હાથ જોડી નમસ્કાર કરી કહ્યુંઃ “સ્વાગત–પધારે. આપનાં દર્શનથી મને ઘણો આનંદ થયો. આપને મેં તરી આપી માટે ક્ષમા કરશો. હું આપની સાથે કઈ ભાષામાં વાત કરું? મને મરાઠી ભાષા નથી આવડતી. હિન્દી અથવા ગુજરાતીમાં હું આપની સાથે સારી રીતે વાત કરી શકીશ.” તે બોલ્યા: ‘તમે કોણ છે ?' મેં કહ્યું: “જે તમે છે તેજ હું છું. તેમણે મારા ભણ તાકીને સિમત કર્યું. મને તે વખતે ૧૩૯ : - શ્રીમદ્દ શંકરાચાર્યને શ્લેક યાદ આવ્યો. તેથી બેલી ગયો નાહં મનુષ્યો ન ચ દેવપક્ષે ન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શ4; ન બ્રહ્મચારી, ન ગૃહીવનસ્થ, ભિક્ષુ ન ચાહે નિજધરૂપ: –પરંતુ આપ મને મારી આ વાચાળતા માટે ક્ષમા કરશે. અત્યારે તો હું આ શરીરધારી જીવાત્મા છું. મારું નામ મોક્ષાકર છે. ૨૨. વર્ષથી હું શિક્ષકની લાઈનમાં જીવન પસાર કરી રહ્યો છું. અને અમદાવાદમાં. આર. સી. ગર્લ્સ સ્કૂલમાં હું અધ્યાપક છું. કેટલાંક વર્ષોથી હું આ પ્રેતામવિદ્યાની પાછળ પડેલ હતો અને પ્રભુકૃપાથી હું આ પ્રેતાવાહનવિદ્યાનો યત્કિંચિત્ અનુભવ મને થયું છે. મારું જીવન કાંઈક વિચિત્ર સંયોગોમાં મૂકાયું છે. મને આ પ્રેતાત્મવિદ્યા દ્વારા અથવા પ્રેતાત્માઓથી કોઈ પણ જાતનો સ્વાર્થ નથી. મેં અત્યારસુધીમાં સંખ્યાબંધ સ્ત્રી-પુરૂષ પ્રેતાત્માઓને બોલાવ્યાં છે, તેમની સાથે વાત કરી છે. અત્યારે આપની સામે બેઠેલા આ ૪૦-૪૧ પ્રેતાત્માઓને આપ જોઈ રહ્યા છે, એ પ્રેતાત્માઓ પતિત–પાવન આશ્રમના છે. આપની પાસેથી મને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. મને આત્મશક્તિ મળી છે, તે આપના પ્રતાપે–એટલે આપે તૈયાર કરેલા શ્રીમદ્ ભગવદ્ગીતા રહસ્ય-કર્મવેગ શાસ્ત્રનું મેં આઠ વખત મનન કર્યું છે, અને એ જ વસ્તુ હું આશ્રમવાસીઓને તેમજ મારા સહવાસમાં આવનારાઓની આગળ મૂકું છું.” મારું આ કથન સાંભળતાં જ તેઓ આશ્ચમવાસીઓ તરફ જોઈ રહ્યા. આશ્રમવાસીઓ એકદમ ઊભા થઈ ગયા અને બધાએ હાથ જોડીને માથું નમાવીને પ્રણામ કર્યા. તે ચકિત થઈને બોલ્યા: મેં તો ઘણું પ્રતાવાહન કરનારાઓને જોયા, પણ અહીં તો કંઈ જુદી જ વિચિત્રતા દેખાઈ રહી છે. તમારી વાત સાંભળી મને ઘણો આનંદ થયો છે. મારા જીવનમાં આ મારો પહેલો અનુભવ છે. હું તમારી સાથે વાત કરતાં પહેલાં આ પ્રેતાત્માઓની આપવીતીઓ જાણવા માગું છું.” ક 7 ૧૪૦ * મેં વિલાસ તરફ જે. વિલાસ આગળ આવી. મેં કહ્યું : આપને હું આ સાધન પરથી મુકત કરું છું. આપ આ આસન પર બિરાજો. આ, બહેન આપને બધી વાતો વિસ્તારથી સંભળાવશે.” મેં ઇટાલિયન ગાલીચે–આસન પાથર્યું અને સાધન પરથી તેમને મુક્ત કર્યા. તેઓ આસન પર બેસતાં પહેલાં બાજુમાં મારી સેવા- પૂજા તરફ જોઈ હાથ જોડી બેસી ગયા. વિલાસબેને મારા જીવનની બાબત સંક્ષેપમાં કહી. પછી પોતે પોતાની અને બીજા પ્રેતાત્માઓની ટૂંકમાં ઓળખાણ આપી. એક કલાક સુધી તેઓ આ બધું સાંભળી રહ્યા. તેમના ચહેરા પરના બદલાતા ભાવો હું જોઈ રહ્યો હતો. તે તો ગદ્ગદ્ કંઠે બોલ્યા: “મેં જે કાંઈ આજે જોયું અને સાંભળ્યું તેથી મને સમજાય છે, કે મારા જીવનમાં મેં જે પરિશ્રમ કર્યો હતો, તે આજ સાર્થક થયો છે. મને આજ અતિ આનંદ થઈ રહ્યો છે.” તેમણે આગળ કહ્યું: “બધુવર્ય! શું હું થોડાક દિવસ અહીં રહી શકું છું?” મેં હાથ જોડીને કહ્યું: “ઓ પૂજ્યશ્રી! મારાં અહોભાગ્ય છે, કે આપ અહીં થોડા દિવસ નહિ, કાયમ માટે રહો. હું આપનો દાસ છું.” શ્રી. તિલક મહારાજ બોલ્યા? “હું આ સ્વપ્ન જોઈ રહ્યો છું કે સત્ય ? ખરેખર, તમે તો અહીં દેવલોક બનાવી રાખ્યો છે.” ‘આ બધું વિલાસબેનની શુભ ભાવનાનું પરિણામ છે. મેં જવાબ આપેઃ “મને તો સ્વને ય ખ્યાલ નહોતો, કે પ્રેતાવાહનના પ્રયોગોનું આવું ઉપકારક પરિણામ આવશે. તમે મને આજ સુધી કેમ ન બોલાવ્યો ? ઠીક, હું જાણું છું કે દરેક કાર્ય જ્યારે થવાનું હોય છે ત્યારે જ થાય છે. મોસમ વગર તો આંબા પણ પાકતા નથી. સમય પૂરે થયા વગર તો માતા બાળકને જન્મ પણ નથી આપી શકતી. કાળ ભગવાન સહુથી વધુ બળવાન છે.”

૧૪૧
ત્યારબાદ વિલાસ, તિલક મહારાજને કહેવા લાગી: ‘ભાઈએ
તે વિજ્ઞાનવત્તા ઓલિવર લેજને પણ બોલાવ્યા હતા.'
તેમણે ભાઈ તરફ જોઈને કહ્યું: ‘તમે ખરેખર ધન્યવાદને પાત્ર છે.”
હું તમને પૂછી શકું કે આપ હમણું કયાં હતા ?' મેં પૂછ્યું.
હું આ મૃત્યુલોકમાં પ્રેતાવસ્થામાં જ છું. રામેશ્વરની પાસે
એક તુચ્છસ્થળ છે ત્યાં હું હતો. મને કેટલાય પ્રતાવાહન કરનારા-
એ બોલાવ્યો હતો અને મારે ત્યાં જવું પડ્યું હતું, પરંતુ ત્યાં
માત્ર આ દુનિયાના જ પ્રશ્નોની ચર્ચા થઈ હતી. થોડાક રાજદ્વારી
સવાલે પણ ચર્ચાયા હતા, પણ એમની પાસે મેં બીજી કોઈ ખાસ
વાત ન જોઈ. તેઓ પ્રેતાવાહનવિદ્યા જાણતા હોવા છતાં એમનામાં
ધર્મશ્રદ્ધાને અભાવ હતો. હું ઈચ્છું છું, કે તમે આવી વાતો
પૂછશે નહિ.”
તિલક મહારાજના આ કથનના જવાબમાં મેં એમને દુનિયા-
દારીના પ્રશ્નો ન પૂછવાની મારી પ્રતિજ્ઞા વાંચી સંભળાવી અને ઉમેર્યું:
હું મારા અનુભવ અનધિકારી જગત સામે મૂકવા નથી
માગતો. દુનિયાની અને દયા આવે છે, પણ એને આપવા માટે
મારી પાસે કઈ નથી; કારણ કે દુનિયા તો અર્થ અને કામની
પાછળ જ ગાંડી બની છે. મને પડી છે આ મોન્નતિની. હું આપને
દુન્યવી પ્રશ્ન નથી પૂછવાનો.”
મારી આ સ્પષ્ટ વાત સાંભળીને તેઓ બોલી ઉઠ્યાઃ “તમારી
આ શુભ મંગલકારી ભાવના માટે હું ધન્યવાદ આપું છું.”
એ પણ આપની કર્મયોગી ગીતા–રહસ્યના વાચનનું જ
પરિણામ છે, તિલક મહારાજ!” મેં હાથ જોડીને કહ્યું,
જ્યારેથી મને આત્માના અમરત્વ અને પરમાત્માના અસ્તિત્વ
ત્વમાં સંપૂર્ણ શ્રદ્ધા બેઠી તથા કર્મની શાસનસત્તાના નિયમો સમજી

4
૧ર
શ, ત્યારથી પુનર્જન્મ અને પરલેકના વિચારો પાછળ હું મારું
જીવન ખચી રહ્યો છું. ગત સાથેનો માટે વ્યવહાર માત્ર નિર્વાહ
પૂરતો જ રહે છે. સંસારની માયા મને અસર કરી શકતી નથી,
એટલે પરમકૃપાળુ પરમેશ્વરને મારી પ્રાર્થના છે, કે હવે આપ અહીં
રહેશે તો મારી પરિસ્થતિ આપને સમજાઈ જશે. મારી ભૂલ થાય
ત્યાં આપે તે સુધારવી જોઇશે.”
આ સાંભળીને તિલક મહારાજ ફરીથી મારી પ્રશંસા કરવા
જતા હતા, ત્યાં મેં હાથ જોડીને કહ્યું: “કૃપા કરીને મને આકાશે
ચડાવવાનો પ્રયાસ ન કરે. હું બેઠે છું ત્યાં જ રહેવા દે, હજુ હું
સંપૂર્ણ વિતરાગી નથી બની શક્યો. ઠીક, હવે ચાર વાગી ગયા છે.
કાલે રાતે વિશ્વવંદ્ય માસ્ટરસાહેબ અને સયાજીરાવ ગાયકવાડને
બોલાવી આપની સાથે એમની મુલાકાત કરાવીશ.”
સયાજીરાવ મહારાજા પણ આપની પાસે આવી ગયા છે કે
શું ?” એમણે આશ્ચર્ય પામીને પૂછ્યું.
મેં મારી પ્રેતાત્માનુભવની અનુક્રમણિકા વાંચી બતાવી, ત્યારે
તેઓ વધારે વિસ્મય પામ્યા. બાદ મારું શરીર થાક્યું હોવાથી મેં
સુવાની ઈરછા બતાવી. તિલક મહારાજ આશ્રમવાસીઓ સાથે
સાબરમતીના કિનારે ફરવા ચાલ્યા ગયા.
બીજે દિવસે, સેમવારની રાત્રે તેઓ બધા ભારે ત્યાં આવી
પહોંચ્યા. પ્રથમ તો મેં પ્રાર્થના કરી. પછી બધા પ્રેતાશ્રમવાસીઓએ
પ્રાર્થના કરી. શ્રી. લોકમાન્ય પણ આંખ મીંચી ધ્યાનમગ્ન બની
બેસી ગયા. કલ્યાણું કમલાપતિ-અષ્ટક અને ગિરજાપતિ-અષ્ટક
સંસ્કૃતમાં બેલવા લાગી, ત્યારે તેઓ પણ બધાની સાથે બેલતા
હતા. પ્રાર્થના પુરી થયા પછી મને વિલાસે કહ્યું
ભાઈ આજે તે લોકમાન્ય આખો દિવસ અમારી વાતચીત
૯

૧૪૩ કરવામાં જ વિતાવ્યો. મેં મારી આખી જીવનકથા એમને કહી દીધી. અને કલ્યાણી,હિની, ઉજ્જવલા સાથે પણ એમણે ઘણું વાત કરી.” તિલકજીએ મને કહ્યું: “બંધુથી, હું તમને કયા શબ્દોમાં ધન્યવાદ આપું અને કયા શબ્દોમાં તમારે ઉપકાર માનું? આ બધાં આશ્રમવાસીઓની ભાવના જેને, તમારી જીવનચર્યા. અને સ્વાર્થ ત્યાગની કઠિન તપશ્ચર્યાની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયું છું. તમે તો ખરેખર હદ કરી નાંખી છે. જે કાર્ય તમે અહીં એકલા અને ગુપપ કર્યા કરે છે, એ જ કામ તમે યુરોપ-અમેરિકામાં કર્યું હોત, તો વિજ્ઞાનવાદીઓના શિરોમણિ તરીકે તમે પ્રસિદ્ધ થઈ ગયા હોત.” તિલક મહારાજના આ શબ્દો સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયાં. મેં કહ્યું: “આપ મારી પ્રશંસા ન કરે. મેં જે કર્યું છે, તે આપના જેવા ઉન્નત આમાઓની પ્રેરણાથી જ કર્યું છે. મેં વિલાસબહેન પાસેથી સાંભળ્યું છે, કે તમે તમારી આ કામગીરીને જગતસમક્ષ મુકવા માગતા નથી. તમને જગતની કીર્તિ અને “વાહ-વાહ'ની અભિલાષા ભલે ન હો, પણ હું ઈચ્છું છું, કે તમે આ પ્રેતાત્મવાદની યોગવિદ્યાને જગત સામે રાખીને કહો, કે ભારતનાં વેદાદિ શાસ્ત્રો સાચાં છે. શ્રીકૃષ્ણ તથા શ્રીરામની અવતાર– લીલા સંપૂર્ણ સત્ય છે અને પરલેક તથા પુનર્જન્મ પણ સત્ય જ છે. તમે જગતને જણાવી દે, કે જે વાતોને આજે તમે નથી ભાનતા, પણ તમારા ભૌતિક શરીરને નાશ થતાં જ તમારે એ માનવી પડશે–પુનર્જન્મ અને પ્રેતસૃષ્ટિનો અનુભવ કરવો જ પડશે. ઘણું અફસોસની વાત છે, કે ભારતવર્ષના પ્રાચીન મહર્ષિઓએ સાચું કહું તો સર્વજ્ઞોએ--પરલેક, પુનર્જન્મ અને કર્મબંધન તથા મેલનો ઉપાય બતાવનારા હજારે ગ્રંથની રચના કરી છે અને એ જ શાસ્ત્રોને આધારે પાશ્ચાત્ય લેકે આજે મોટા વૈજ્ઞાનિક ૧૪૪ બની બેઠા છે-જ્યારે જેના એ શાસ્ત્ર–ગ્રંથ છે, એના સંતાને આજે નાસ્તિક બનતાં જાય છે. કેટલા દુઃખ અને ખેદની એ વાત છે? તિલક મહારાજ તે પોતાની ઓજસ્વિની વાણીમાં, જેમ પોતે જીવંત અવસ્થામાં પ્રવચન કરતા હતા તેવી જ શૈલીથી મારી અને પ્રેતાશ્રમવાસીઓ સમક્ષ મારા એરડાને ગજવી રહ્યા હતા ! જે હું તેમને વચ્ચે રોકીને પ્રશ્ન કરત નહિ, તે કોણ જાણે કયાં- સુધી તેઓ છેલ્લે જ જાત! મેં હાથ જોડીને વિનંતી કરતાં કહ્યું : આપ કહી રહ્યા છો એ સર્વથા સત્ય છે, પણ નગારાંના અવાજમાં તૂતીનો અવાજ સાંભળે છે કેણુ? મારી આ નગ્નસત્ય હાલતને અનુભવ હું જગતને શી રીતે કરવું ? મેં એટલી શકિત નથી મેળવી, કે જગતને હું આ બધું પ્રત્યક્ષ બતાવી શકું. હા, આપ આપની શક્તિને પરિચય જગતને કરાવી શકો છો; પરંતુ પૂજ્યશ્રી, મને મારી ધૃષ્ટતા માટે ક્ષમા કરજે, પણ આજના જગતને આમા કે પરમાત્મા કોઇની પડી નથી. ધર્મ કે મોક્ષ સાથે એને લેવા-દેવા નથી. એમને તો પડી છે માત્ર અર્થ અને કામવાસનાની. મહારાજ ! દવા રોગની થઈ શકે છે–દવા સાધ્યની થઈ શકે છે–અસાધ્યની નહિ! કંસરાજ અને હિરણ્યકશ્યપે પરમા- ભાના ચમત્કારને પ્રત્યક્ષ જેવા છતાંય એના તરફ ધ્યાન ન આપ્યું, તો એનું પરિણામ કેવું આવ્યું? મને તે આજે આજના જગતમાં જે જીવાત્માઓ જીવી રહ્યા છે એના મોટા ભાગમાં કંસ- રાજને રાક્ષસી અંશ જ દેવાય છે. હું જગતને શું સમજાવવાને હતો? એમનાં કર્મો જ એમને સમજાવશે. જોકે સાથે વાદવિવાદ કરવા માટે મારી પાસે સમય નથી. મને તે મારા આત્માની પડી છે. હું જગતની સેવા કરવા કટિબદ્ધ થયો હતો અને વર્ષો સુધી સેવા કરી પણ ખરી; પણ એનું પરિણામ શું આવ્યું? ભલાઈને બદલે મને બુરાઈજ મળી. જગતને એમાં સ્વાર્થ નહોતો, તો પણ

૧૪૫
એને બદલો મને કેવો મળ્યો? મારી ભાવનાનું ફળ તે મને જરૂર
મળશે જ. મેં જે કર્યું છે તે કોઈના ભલા માટે જ કર્યું છે અને
આજે પણ પ્રેતાત્માઓની સેવા કરવામાં જ સમય પસાર કરું છું.
એમાં પણ ભારે કોઈ સ્વાર્થ નથી–આપને પણ એને પ્રત્યક્ષ
અનુભવ થયો હશે.”
ત્યારબાદ તિલક મહારાજ આશ્રમવાસીઓ સાથે બે–ચાર
કલાક માટે બહાર ફરવા ચાલ્યા ગયા. હું રાતે નવ વાગે સુઈ ગયેલ
અને મધરાત પછી મારી આંખ ઊઘડી ગઈ અને જોઉં છું તો
બધાં આશ્રમવાસીઓ બેઠાં હતાં. શ્રી. લેકમાન્ય પણ સેવા-પૂજાની
પટી પાસે, મૃગચર્મ પર બેઠા હતા. મેં વિલાસને પૂછ્યું: ‘તમને
આળ્યાને કેટલીવાર થઈ?”
પાએક કલાક થયો હશે તેમણે જવાબ આપે. ઘડિયાળમાં
સાડાબાર વાગ્યા હતા. હું વિલાસબહેન પાસે જ ઊભો હતો.
શ્રી. લોકમાન્યને, કોણ જાણે શાથી, પણ મારા પ્રત્યે આનંદને
ઉછાળો આવ્યો અને તેઓએ મને ભેટવા પોતાના બેઉ હાથ લાંબા
કર્યા અને મારા શરીરમાં દાખલ થઈ ગયા. હવે મારા શરીરને
કબજો તિલક મહારાજના હાથમાં હતો. બધાં ગભરાઈ ગયાં. કલ્યાણી
અને મોહિની તો પીર લાલન સાહેબને બોલાવવા દોડી ગઈ. આ
બીના વિલાસે મને પાછળથી લખાવેલી.
મારા શરીરમાં આવેલા લોકમાન્યને વિલાસે પૂછ્યું: ‘આપે
આ શું કર્યું? આપ ભાઈના શરીરમાંથી નીકળી જાઓ.”
મારા શરીરમાંથી તેઓ બેલ્યાઃ “કેમ? શું તમે જ ભાઈને
શરીરનો ઈરે રાખ્યો છે? મારે પણ એ નાનો ભાઈ નથી?

૧૪૬ આપની વાત સાચી છે, પણ બધા આશ્રમવાસીઓની એ પ્રતિજ્ઞા છે, કે અમારે તેના શરીરમાં પ્રવેશ ન કરવો. આપ અમારી સાથે રહીને શિસ્તનો આ રીતે ભંગ કરી રહ્યા છે. આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ ભાઈને શરીરમાંથી બહાર નીકળી જાઓ. આપને ગંગાજીના સોગંદ છે. આપના આવા વર્તનથી અમારાં બધાંનાં દિલ દુભાયાં છે. કૃપા કરીને. આપ બહાર આવી જાઓ.” *** એટલામાં પીર સૈયદ લાલન સાહેબ આવી પહોંચ્યા. વિલાસ- બહેને પીરસાહેબને બધી વાત કરી: “લોકમાન્ય તિલક મહારાજ ગઈ કાલના અહીં પધાર્યા છે. ભાઈ તરફ અત્યંત પ્રેમ ઉભરાઈ જવાને કારણે તેઓ એમના શરીરમાં પ્રવેશી ગયા છે. ભાઈ નિદ્રામાંથી ઊડ્યા અને હજુ તે સાવધ થાય અને જીવનસુત્ર હાથમાં ત્યે તે પહેલાં જ “હાશય એમના શરીરમાં દાખલ થઈ ગયા.” મારા શરીરમાં રહેલા તિલક મહારાજ પીરસાહેબ સામે જોઈ રહ્યા. લાલન સાહેબે કહ્યું : “જનાબ, હવે આપ બહાર નીકળી જએ. શરીરમાં દાખલ થયા વગર પણ આપ એમને પ્રેમ કરી શકે છે. ચાલ, મોડું ન કરે, જલદી બહાર આવી જાઓ.” તિલકે મહારાજ તરત મારા શરીરમાંથી બહાર નીકળી ગયા– અને પીરસાહેબની બાજુમાં ઊભા રહ્યા. હજુ મારું શરીર ભારે લાગતું હતું, મગજ ધૂમી રહ્યું હતું. હું આળસ મરડીને સ્વસ્થ થયે, એટલે પીરસાહેબે મને કહ્યું ‘તમે નીચે બેસી જાઓ અને પાણીઆરા પાસે જઈ થોડુંક પાણી પી .

૧૭ ૧ મેં પાણી પીધું અને બંડીના ગજવામાંથી જીવનસૂત્ર લઈ આસન પર આવ્યું. વિલાસે પૂછયું : “ભાઈ, શું થયું હતું ?” કાંઈ નહિ.” ભાઈએ જવાબ આપ્યો: “મને લાગે છે, તિલક મહારાજને મારા પ્રત્યે વધારે લાગણી થઈ આવતાં તેઓ મારા શરીરમાં આવી ગયા. મેં અંદરની ઓરડીમાં જઈ હાથ–પગ ધેયા અને પંચિયું બદલીને આસન પર આવ્યા. ત્રણેક અગરબત્તી સળગાવી. મારું શરીર હજુ પણ ભારે લાગતું હતું, કારણ કે એમણે મને ખૂબ જ હચમચાવી નાખ્યો હતો. હલકી કોટિનાં ભૂતો જેના શરીરમાં પ્રવેશી જતાં હશે તેની કેવી હાલત થતી હશે, તેનો મને એક–એ પ્રસંગેથી ખ્યાલ આવી ગયો હતો. મેં લાલન સાહેબ સાથે, લેકમાન્ય તિલક મહારાજની ઓળખાણ કરાવી. કલ્યાણી. લાલન સાહેબના ખોળામાં બેઠી બેઠી એમની દાઢી પસવારતી હતી. તે અંગ્રેજીમાં લોકમાન્યને કહેવા લાગી: “ હવે ભાઈને શરીરમાં દાખલ ન થતા. લોકમાન્ય હસી • પડયા અને બોલ્યા: “મને ખબર નહોતી કે તમને બધાને દુઃખ થશે. મેં તમારા ભાઈને કાંઈ કર્યું નથી, માત્ર પ્રેમાવેશમાં એમને ભેટી પડયો હતો.” મેં કહ્યું: “હું માસ્ટરસાહેબને બોલાવવા માટે પ્રયોગ કરું છું.” મેં લેબ મૂકીને પ્રવેગ શરૂ કર્યો. થોડીક જ મિનિટમાં વિશ્વવંદ્યજી આવી પહોંચ્યા. મેં એમને તરત સાધન પરથી મુક્ત કર્યા અને સામે બેઠેલા લોકમાન્ય તિલક મહારાજ તરફ હાથ બતાવીને કહ્યું : તેઓશ્રી ગઈ કાલના પધાર્યા છે. તેઓ બેઉ એકબીજાને ઓળખી ગયા. તિલક મહારાજે કહ્યું: “આપના અવસાનના સમાચાર મેં દુઃખી હૃદયે “કસરીમાં ફેટા સાથે છાખ્યા હતા. ચાલ, આજે આપણે બીજા અવતારમાં પણ ઘણા સમય પછી મળીએ છીએ.”

૧૪૮
મેં આ વાકય જેમ બેલાયું હતું તેમ જ લખ્યું છે. શ્રી.
વિશ્વવંઘજી સાથે એમને ઘણી ચર્ચા થઈ. ત્યારબાદ ગાયકવાડ
સરકાર, પીર લાલન સાહેબ, કવિશ્રી કાન્ત, કલાપીજી, વિલાસબહેન
વગેરે ઉત્તમ કટિના પ્રેતના નિર્ણય અનુસાર શ્રી. તિલક મહારાજને
પતિતપાવન આશ્રમના કુલપતિ નીમવામાં આવ્યા. આજે પણ
આ આશ્રમમાં પરલોકગત વાસનાબદ્ધ જીવાત્માઓ ઉત્તમ જીવન
ગાળી રહ્યા છે.
આ આશ્રમ કેવી રીતે ચલાવવામાં આવે છે ? એના નિયમો
કેવા હોય છે? પ્રેતાત્માઓને કેવી પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવે છે
અને તે કેવી રીતે પાળવામાં આવે છે ? આ બધા પ્રશ્નો સહેજે
ઉપસ્થિત થાય છે. આનો જ્વાબ “પરલેકગત જીવાત્માઓના બીજા
ભાગમાં રજુ કરવાની ઈચ્છા છે. પ્રભુકૃપા હશે, તો એ પ્રકાશન
પણ બહુ થોડા સમયમાં પ્રગટ થશે. શિવાર્પણમસ્તુ.
સમાસ
* *

કેટલાક અભિપ્રા.
22
પૂ. પંડિતજી શ્રી. મેક્ષાકર વિશ્વબંધુના પ્રેતાત્માનુભવના
પ્રસંગે તમો (થી. વિ. પ્ર. ઉપાધ્યાય) “પરલોકગત જીવાત્માઓ
નામના પુસ્તક રૂપે ક્રમશઃ પ્રસિદ્ધ કરે છે તે જાણી ઘણો જ
આનંદ કે. ભગવતી અંબિકા તમને સહાય થાઓ.
સારંગપુર, દેલખાના,
ઔદિચ્ચેનીવાડી પાસે, (સી), લક્ષ્મીબેન લ. સ્વામી
અમદાવાદ
પરલોકગત વાતમાઓ”નું આપનું પુસ્તક આધુનિક યુગમાં
વાચકવર્ગને ભારે આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવું છે; વળી હાલના
નાસ્તિકતા તરફ ઢળ. જમાનામાં એક નવું જ માર્ગદર્શન કરાવશે.
આમાં કપોળકલ્પિત વાર્તાઓ અથવા અતિશયોક્તિવાળી હકીકતો
નથી; પણ શ્રીમાન ૫. મોહતકર વિશ્વબંધુએ પ્રત્યક્ષ જોએલી,
અનુભવેલી અને કાળજીપૂર્વક નોંધેલી હકીકતને સારાંશ છે. વળી
તે આપણું શાસ્ત્રીય સિદ્ધાંતોને સ્વાનુભવની એરણે ચકાસી અત્યારના
વૈજ્ઞાનિક જગતને, પરલેકવિદ્યાની સિદ્ધિની અજાયબ ભેટ આપવાનો
પ્રશંસનીય આવશ્યક પ્રયાસ છે. પ્રયોગર્તા, લેખક, પ્રકાશક
ધિન્યવાદને પાત્ર છે.
અશ્વિને વધાલય,
હ, મે, જોશી,
અમદાવાદ

ત પૂ. પંડિત શ્રી. મોક્ષાકર વિશ્વબંધુના નિકટમાં રહી તમોએ. ઘણે સમય અવનવો પ્રેતાત્માનુભવ મેળવ્યો અને છેલ્લા પાંચ. વર્ષથી તેમના સત્ય સ્વાનુભવોને પુસ્તક આકારે પ્રકટ કરવાને જે ધગશ અને ધીરજથી કાર્યરત હતા તે આજે ફળીભૂત જોતાં અમને ઘણેજ આનંદ થાય છે. “જિગર અને અમીના વાચન બાદ પરલોકગત જીવાત્માઓ”નું વાચન વાચકવર્ગને અવનવા ભાવોમાં તરબળ કરી કર્મમર્મ સમજાવી રહસ્યભરી જન્મ-મરણની ઘટમાળના સર્જક પ્રભુ તરફ વાળી શકશે એ નિઃશંક છે. શકિતપીઠ, રમાનાથ એમ. શાસ્ત્રીજી મુડેટી. (સાબરકાંઠા) ગમંત્ર તંત્ર કર્મકાંડ વિશારદ. અગમ્ય પ્રેતસૃષ્ટિ હજુ લગી સામાન્ય જનતાને સમસ્યાના રૂપમાં જ બકે અગમ અગોચર, રહસ્યમય લાગે છે. મરણેત્તર સ્થિતિ પર પણ સંદિધતા પ્રવર્તે છે. આ પરિસ્થિતિમાં “પરલેકગત જીવાત્માઓ” વિશે પં. શ્રી. મોક્ષાકર વિશ્વબંધુએ જે કડીબંધ સ્વાનુભવરસિક સાહિત્યનો પુરસ્કાર કર્યો છે એ આ વિષય પર અજબ પ્રકાશ પાડે છે. વાચકોને આ વિદ્યા પ્રત્યે અભિરુચિ પ્રેરશે. આવી શાસ્ત્રીય ચર્ચા આપણું સાહિત્યમાં પ્રથમ વાર થાય છે. આવી અદ્ભુત સેવા માટે લેખકશ્રીને મારા ધન્યવાદ. પ્રકાશ આર્સ કોલેજ, વસંતલાલ જી. ઉપાશ્ચાય રીલીફરેડ, એમ એ.. અમદાવાદ ૧, પ્રીન્સીપાલ : પ્રકારે આ કોલેજ, R પરલોકગત જીવાત્માઓ”નું પ્રકાશન વાચકવૃન્દને ભૂત- પ્રેતના બહાનાથી ગભરાવી નાખવા માટે નથી, પરંતુ સાચી કે ખોટી વાસનાથી ઘેરાયેલા માનવને વાયુતત્ત્વપ્રધાન પ્રેતયોનિ પ્રાપ્ત થાય છે એ દર્શાવવા સારુ છે. શાસ્ત્રોક્ત માર્ગે ચાલી વાસનામુક્ત ** થયા સિવાય મરણ પછી સદ્ગતિ સાંપડતી નથી, એવા આર્ય સિદ્ધાતો આ પુસ્તક રજુ કરે છે. પુનર્જન્મ છે, પરલોક છે, પ્રેતયોનિ છે, વાસનાનુસાર જીવાત્માને સુખદુઃખ સાંપડે છે, કર્મના નિયમો અકાર્ય છે-આવા ઉદ્દેશના પ્રચારક શ્રી. વિ. પ્ર. ઉપાધ્યાય (સંપાદક “સન્માર્ગની આ કૃતિ આવકારપાત્ર છે. શ્રી જયકૃષ્ણલાલ મહારાજા તા. ૫-૮-૫૮ - - . • • પરલોકગત છવામાઓ વાંચીને અનહદ આનંદ થયો. આ પુસ્તક શાસ્ત્રને. ખૂબ જ પૂરક બની રહેશે. પ્રેતાત્માનો અર્થ દેવતાઓથી નીચી અને મનુષ્યથી ઊંચી કોટિના આત્માઓ થાય છે. આ પુરતકમાં પં. શ્રી. મોક્ષાકર વિશ્વબંધુના અનુભવો ચોગાત્મક પ્રયોગો સરખા છે અને તેનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતમાં પણ છે. આ પુસ્તકનું એક જ વખતનું વાચન, જીવન મરણબાદ કેવી સ્થિતિ થશે, તેવું વિચારવાનો અવકાશ મેળવવાની ફરજ પાડશે. પુનર્જન્મને પ્રમાણભૂત બનાવનાર આ પુરત શ્રી. વિનાયકરાયભાઈએ લખીને આસ્તિકને વધુ શ્રધ્ધાળુ અને નાસ્તિકને આસ્તિકતા તરફ વાળનાર દીવાદાંડીની ગરજ સારી છે. આ પુસ્તકનો અભ્યાસી જે શ્રધ્ધાળુ હશે તો જીવનને દિવ્ય અને મૃત્યુને મધુર બનાવવાનો પ્રયાસ કરશે.. નારાયણનગર, અમદાવાદ ૭ (સહી) શંભુ મહારાજ તા. ૨૬-૮-૫૮ of પરલોકગત જીવાત્માઓના ૧ થી ૪ ભાગ વાંચ્યા. ખૂબ આશ્ચર્ય થયું. તર્ક-વિતર્ક પણ થયા; પરંતુ જ્યારે મારા મરણ t" પામેલા સગા સાથે સંપર્ક સાધી લેખકે જે સંદેશાઓ મેળવ્યા, અપાવ્યા તેથી ખરેખર આ વિદ્યા પ્રત્યે માન ઉપજ્યુ, શંકા જતી રહી અને નક્કી થઈ ગયું કે “ઈશ શક્તિનું અસ્તિત્વ છે, આત્મા અમર છે, પૂર્વજન્મ અને પુનર્જન્મ છે, પરલોક છે, પ્રેતસૃષ્ટિ છે, મરણ પછી જીવન છે એટલે વાતચીત શક્ય છે. શ્રાદ્ધાદિ ક્રિયાઓથી મરનારને શાંતિ મળે છે, જીવાત્માઓનો જન્મ-મરણ–પ્રવાહ કર્મને આધીન છે, કર્મના નિયમે અવિચલ અને અકાય છે, કર્મભોગ સિવાય જીવાત્માઓનો છુટકારો નથી, શાક્ત કર્મકાંડ એ ધતિંગ નથી.” આવાં પુસ્તકોનું પ્રકાશન લોકોને વાસ્તવિક પ્રામાણિક છંવન જીવવાની જરૂર ખ્યાલ આપે છે. લેખક, પ્રકાશકને ઘણા ઘણા પ્રણામ. મુ. પો. ગાંગડ, તા. ધોળકા. પ્રવીણચંદ્ર શં. શુકલ તા. ૨૫-૯-૬૧ 'S પરલોકગત જીવાત્માઓ સંબંધી રામાયણ, મહાભારત, ગીતા, ભાગવતાદિ આર્ય ગ્રંથોમાં ઘણું લખાયેલું છે. અત્યારના અણુયુગમાં આ ગેબીસૃષ્ટિ વિષે સંશોધનાત્મક રીતે પૂ. પા. પં. શ્રી. મોક્ષાકરજી (જિગર)ની અનુભૂત વાસ્તવિક વિગત રજુ કરી વહેમી લોકમાનસને નો પ્રકાશ આપી, જીવાત્માઓની ઉન્નતિ જેનાથી થાય છે તેવા અસરકારક સદુપદેશ સાથેની રોચક સામગ્રી શ્રી. વિ. . ઉપાધ્યાયજી કૃત “પરલોકગત જીવાત્માઓ” ભાગ ૧-૨-૩-૪ માં જોતાં ઘણા આનંદ થયો. લોકોને દુષ્કર્મોમાંથી છોડાવવા સારુ ઉકત પુસ્તકોનું વાચન ખૂબ સહાયક નીવડશે એવું મારું માનવું છે. શ્રીમદ્ ભાગવત– કથાકાર શ્રી. વિ. પ્ર. ઉપાધ્યાયજનો આ દિશામાં થયેલો લેખન–. પ્રયાસ ખરેખર સફળ છે. પ્રભુ તેમને નવી શકિત બક્ષી વડનગર, નટવરલાલ મગનલાલ પટેલ તા. ૨૯-૨-૬૧ ધારાસભ્ય. ર.

} , શ્રી. વિ. પ્ર. ઉપાધ્યાય લિખિત “પરલોકગત જીવાત્માઓ કે સભી હિસ્સે પઢે. પઢકર બહુત દિલચસ્પી હુઈ ઉન્હોને બયાન કી હુઈ હોંકી કારવાઈ સૂની. અપની અપની કરી હુઈ કારવાઈકા * કુલ કૈસા ભૂગતને પડેગા વોહ ઉહને ઠીક તરસે બતાયા હય. ઈસ્લામ ધર્મગ્રંથ ભી ઐબીસૃષ્ટિકી ઈન બાત કા સમર્થન કરતે હૈ. હમારે યહાં ભી મૃત કી શાંતિ ઓર ઉન્નતિ નિમિત્ત દાન, ભજન, ભજનાદિ ધર્મકાર્ય હેતે હી હૈ. ઉમ્મીદ હૈ કિ બડી કઠિનતાસે તૈયાર કિયે હુએ થે હિસ્સે પહનેવાલે કે દિલ બહલાકર તારીફ હાંસિલ કરેગા હી. કાઝીવાડે, (સહી) મુનીર બી. કાઝી.. લંડનગર, (ઉ.ગુ.). AN OPINION. l' have thoroughly read the four parts of Parlokgat Jivatmao” edited by Shree V. P, Upadhyaya and it has given me glimpses of life after death. The reading is very interesting and leads one to know how should live his life what great bearing the karm has on one's future the iminortality of soul and existance of a super human power to which we all must bow down 1. It : is a great work of reverend late Shree Vishvabandhoo Mokshakar which one who thinks of betterment of his soul, should read. We are indebted to Shree V. P. Upadhyaya who has shown this work the light of the day. Infectious Diseases Hospital, , Sd S. 61, Joshi, Outside Jamalpur Gate, Chief Medical Officer, . MB.B.S.; DTM, AHMEDABAD, , સાહિત્યપ્રેમી ગુજરાતી જનતા જોગ- “જિગર અને અમી” પછી શું વાંચશો? મહાગુજરાતના જાણતા યશસ્વી લેખક . ર. શ્રી. ચુ. વ. શાહ દ્વારા રચાયેલી જિગર અને અમી? ભાગ ૧-૨-૩ માંના મુખ્ય પાત્ર પ્રેતાત્મવિદ્યાવિશારદ સ્વાનુભવ પં. શ્રી, મેક્ષાકર વિશ્વબંધુ ઉફે “જિગરના વીસ વર્ષોના સંગ્રહિત રોમાંચક સાહસભર્યા સત્ય ઘટનાત્મક મરણેત્તર જીવનના વૈવિધ્યપૂર્ણ, બેઘપ્રદ, અને ખા, અદ્ભુત અને અવનવા, રસિક પ્રસંગો વાંચવા સારુ ખરીદ – (૧) પરેલેકગત જીવાત્માઓ ભાગ ૧-૨-૩-૪ દરેકની કિંમત રૂા. ૨) (પટેજ રજીસ્ટર્ડ બુક પિષ્ટના દર ન. પૈ. વધુ) શ્રી. વિ. પ્ર. ઉપાધ્યાય દ્વારા લખાયેલાં આ પુસ્તકે વાંચવાથી ખાત્રી થાય છે કે ઈશ્વરનું અસ્તિત્વ છે, આત્મા અમર છે, પૂર્વજન્મ છે, પુનર્જન્મ છે, પરલેક છે, પ્રેત- જુષ્ટિ છે, મરણ પછી જીવન છે એટલે વાતચીત શકય છે, શ્રાધાક્રિયાદિથી મરનારને શાંતિ મળે છે, જીવાત્માઓને જન્મ-મરણ-પ્રવાહ કર્મને આધીન છે, કેમના નિયમ અવિચલ અને અકાય છે. કમલેગ સિવાય જીવાત્માઓને છુટકારો નથી, શાસ્ત્રોત કર્મકાંડ એ ધતિંગ નથી. ગાંધીગલી, વિસનગર, શ્રી દેવશંકર ના મહેતા તા. ૩૧-૧૦-૬૧-

અનુભત-રતવર્ધક-ઔષધિ અને ખોરાક
નબળાં, પાતળાં બળાં અને અશક્ત બનતાં બાળકોનાં
શરીરને ઉત્તર પિપણ આપે છે. અનેક વર્ષોના અનુભવે આ અવ્યર્થ
ઔષધિ તૈયાર કરવામાં આવી છે. આનાથી ઘણાં બાળકને અને
સ્ત્રી–પુરુષોના શરીરમાં લોહી વધ્યાના પુરાવા છે. યોગ્ય રીતે સેવન
કરવામાં આવે તો એક માસમાં જ બેથી ત્રણ રતલ રક્ત ચેકસ
વધી શકે છે. દુર્બળ દેહવાળાઓએ આને ખાસ ઉપયોગ કરો
જોઈએ. એક અધેળની બાટલીના રૂ. ૩) પિસ્ટેજ સાથે. વિ. પી.
થી મોકલવામાં આવતું નથી.
મળવાનું ઠેકાણું:-
અશ્વિન ઔષધાલય
સૌરાષ્ટ્ર સંસાયટી સામે,
અમદાવાદ ૭,
છે . કાર્ઘિ ર વૃતમ્ II વેજી
જન્મપત્રિકા, ફળાદેશ તેમજ તે અંગેનાં તમામ
કામકાજ માટે મળે યા લખે :-
શ્રી સીતારામ શાસ્ત્રી
કે, પંચમુખી હનુમાન, મંડી બજાર,
મુ. સિદ્ધપુર, (ઉ. ગુ.)

No text on this page.

Parlokgat Jivatmao Bhag-1

Author
Upadhyay V,p,
Title
Parlokgat Jivatmao Bhag-1
File name
Parlokgat Jivatmao Bhag-1
Text
OCR done
Citation
1960
Published
2011/03
Publisher
Ahemdabad, Harikrishan Motilal Joshi Sorashtra Society
Language
Sanskrit
Pages
188
Library
Shri Jain Swetamber Khartargacch Sangh, Jaipur
Classification
Devotional
DLI number
443331
Barcode
4990010031410.00
Scanning centre
C-DAK, Kolkata
Digital publisher
Digital Library Of India
VMLT id
KYVpr2zdmgJ
Download PDF

Parlokgat Jivatmao Bhag-1