Shri Jain Swetamber Khartargacch Sangh, Jaipur

Shikshan Sadhna

Sen Shitimohan · 2011/03

PDF Proofread

Front matter

ર
ગામડું જ્યાં
રતિલાલ અદાણું
૨-૮-૦
રા, ના, પાઠક
૪-૮-0
બાપુ ભાગ-૧
બાપુ ભાગ-૨
સાધના
ક્ષિતિમોહન સેન
૪–૮–૦
૧-૧૨-૦

સર્વોદય મંદિર પ્રકાશનઃ પુ-જ ૨૨, નાગરદાસ છગનલાલ રાહુ મારકમાળા : પુ-૧ શિક્ષણ સાધના વ્યાખ્યાતા આચાર્ય ક્ષિતિમોહન સેન- સંપાદક જયંતીલાલ આચાર્ય પ્રાપ્તિસ્થાન ભા૨તી સાહિત્ય સંઘ લિ. ભીમરાજ બિલ્ડિંગઃ ૪૦૫, કાલબાદેવી : મુંબઈ ૨ ફર્નાન્ડીઝ પુલ નીચે ગાંધીર અમદાવાદ ,

સવોદય મંદિર પ્રકાશન
તરવડી-
અમરેલી
પહેલી આવૃત્તિ : ૧૯૪૭
:
• સર્વાધિકાર સંપાદકને સવાધીન :
આ પુસ્તકમાંના લખાણને કોઈ પણ પ્રકારે ઉપયોગ
કરતાં પહેલાં સંપાદકની પૂર્વસંમતિ આવશ્યક છે.
R
કિંમત
૧-૧ર-૦
પ્રકાશકઃ નવનીતલાલ પ. મદ્રાસી.આદર્શ પુસ્તક ભંડાર ભદ્રઃ અમદાવાદ
સૂદ્ર તરસાઈ શનાભાઈ પટે: કી મહેન્દ્ર મુકાય; શા માટ, અમદાવાદ

ર
અ......ણુ
જે પ્રવીણ તાપસ શિક્ષણની યજ્ઞવેદીમાં પિતાના ચિરજીવનને
ઉગ કરતા આવ્યા છે,
જ્ઞાન અને શિશુ જ જેમના જીવનનું સર્જવ છે, અને
વિવાથી છે જેમને પ્રાણુ ,
જેમની પ્રેરણાથી જ અગ્ય હોવા છતાં પણ આ બેચાર
વાતે બલી શકે છે –
તે શિક્ષણના ગુરુ પ્રવીણ તપસ્વી
શ્રી કરુણાશંકર કુબેરજી ભટ્ટના
જાણેમાં આરી શકિતને આ સામાન્ય ઉપહાર

નિવેદન શિહોર નિવાસી સ્વ. શ્રી નાગરદાસ છગનલાલ શાહના પૂણ્ય સ્મરણાર્થે એક સ્મારકમાળા શરૂ કરી એ દ્રા પૂગાંધીએ સૂચ- વેલ રચનાત્મક માર્ગે પ્રજાજીવનના ઘડતરને વેગ મળે એ જાનનું સાહિત્ય પ્રગટ કરવા માટે એમના પુત્રી સ. પુપાવતી જયસુખલાલ શાહે સર્વોદય મંદિર પ્રકાશનને રૂ. ૧૦૦૦) અંકે રૂપિયા હજારની રકમ અર્પણ કરી છે. એ મુજબ “સર્વોદય મંદિર પ્રકાશન તરફથી “વ શ્રી નાગ- રદાસ છગનલાલ શાહ સ્મારકમાળા'ના પ્રથમ પુસ્તક તરીકે આચાર્ય શ્રી ક્ષિતિમોહન સેનનું શિક્ષણ સાધના' પ્રગટ કરવામાં આવે છે. એ પુસ્તકની ઉપયોગિતા વાચક સહેજે સમજશે. કસ્તૂરબાવાડી, તરવડા ૧લી ઓગષ્ટ ૪૭ રતિલાલ અદાણું ) S खरतरगच्छाय ज्ञान मान्द जयपुर

સ્વ. નાગરદાસ છગનલાલ સ્મારકમાળા : પુ. ૧
-
સ્વ. નાગરદાસ છગનલાલ શાહ-શિહેર
મૃત્યુ -
ચૈત્ર વદ ૬, સં. ૧૯૪૪
ચિત્ર સુદ ૮, સં. ૨૦૦૨
જસ

શિક્ષણ સાધના

૬
શિક્ષણાધના
ગયા હશે. જે બાબતનું પાછળથી તેમને સમરસ રહ્યું નહિ.
પાછળથી તેમણે ઘણે ઠેકાણે તપાસ કરાવરાવી પણ કયાં રે
પત્તો છે નહિ, કાળ કાળનું કામ કરવા લાગ્યા, અને
એક વાર કાળે તેમને બિલાવી લીધા !
એક વાર મારા એક મિત્રને મેં એ પ્રત વિશે વાત
કરી. તેમણે કહ્યું કે, એક વાર સવારથી તેમને ત્યાં કાંઈક
મૂકી ગયા હતા, તેમણે તપાસ કરીને તે વસ્તુ આ તે
તે હતી એ જ પ્રતા તરત જ ફરીથી લબ જોઈ ,
અને કાબુજીએ કરાવેલા સુધારા-ધારા સાથે આખું : હા
ફરી લખી નાખ્યું ત્યાર પછી તે છપાવવાને માટે છે
ઠેકાણે પૂછપરછ કરી પર કાગડની હાડમારીને અંગે કોઈ
તૈયાર ન થયું. શ્રી રણછોડજી મિસ્ત્રીને પણ વિવેક ખાતર
મેં પૂછી જ જોયું હતું, અને તેમણે તે બીજે છપાવી શકાય
તે છપાવવાની પ્રસન્નતાપૂર્વક રમતિ દર્શાવી હતી.
આમ ઘણે વખત વીતી ગયે, ત્યાં એક વાર અચાનક
આદર્શ પુસ્તક ભંડારવાળા ભાઈ નવનીત મદ્રાસી મને
મળ્યા, અને તેમણે મને કઈક આપવાનું જણાવ્યું. મેં
વ્યાખ્યાનમાળાની વાત કરી. તેમણે તે
માગી, રાને છેવટે નિરાંતે ઈ જઈને
તિક નિર્ણય કરવાની તેમણે માગણી કરી. તે બૂહ્યું.
અંતે તેમણે તે છપાવવાતું કાર્ય સ્વીકાર્યું. આ નિર્ણય
સાંભળીને મારા હર્ષ પાર ન રહ્યો; કારણ કે, એક તે સારા
શિક્ષાગુરુની પ્રસાદીરૂપે પડી રહેલી આ વસ્તુને પ્રકટ થવાને
કે , અને બીજી બાજુ અને તે વચેલું છે
તેમને આ

નિવેદન તે વગરથનું પણ આ એક સીધું નહિ તે આડકતરું મારક જ થયું. આ રીતે તે વ્યાખ્યાને પુસ્તકરૂપે આજે જનસમાજ આગળ રજૂ કરવામાં આવે છે, ગુજરાતના એક ખૂણે પ્રગ- ટેલે જ્ઞાનપ્રદીપ બ્રુહદ ગુજરાતની ચિન્મય સાધનાને ઉજાળવા ગુજરાતના એકમાં પ્રકાશિત થાય છે ! વ્હાલાં ત્યારે વિશ્વવિદ્યાલયની વાતો ચારેકોર ઊડી - રહી છે ત્યારે આચાર્યશ્રીના આ વિચાર પ્રેરક, આ હાયર અને ઉધક ચઈપડશે, ભારતીય સંસ્કૃતિની ન્યાત કેવા શિક્ષ!- સંસ્કારથી મુખરૂપે ચેત્યા કરે એ વિશે આ વ્યાખ્યાનમાં કહેવાયું છે. આમાંથી સૌ તિપિતાને દી પિતાની સાધનાથી પ્રગટાવી શકે છે, શિક્ષણ વ્યાખ્યાનમાળાને બદલે શિક્ષણ સાધના’ નામ એ રાખ્યું છે, અને એ વ્યાખ્યાનના મૂળ સૂત્રને લઈને છે તે હરકેઈ સુજ્ઞ વિચારક સમજી લેશે. મૂળમાં છપાયેલાં છેવટનાં ત્રણ વ્યાખ્યાને આમાં લીધાં નથી, કારણ કે, તે બધાં મુખ્યત્વે તાંત્રિક ગસાધના અને સાધકને લગતાં છે. જેમણે આ જ્ઞાન પ્રદીપ પ્રગટાવ્યો, જે યજમાને તે હટાવવામાં જ્ઞાન ચોર્યું, અને જેમણે તેને લાજ પ્રથમ લીધે તે બધાંયની સાધના ગુજરાતની સગી બહંદ સાધનામાં સાર્થક થાઓ, એવી તે જાતિઓના એક તસ્વરૂપને પ્રાર્થના ૨૧–ર–૪૭ હાશિવરાત્રિ, ૨૦૦૩ Arremen , round જયંતીલાલ આચાર્ય, પ્રિન્સિપાલ, ભારતી વિદ્યાલય નવાં પુસ્તકે ર- ૨૧૨ ઘુવડ એલ્યું નીરુ દેશાઈ પરિહાસ વ, નવલરામ જ, ત્રિવેદી શેષ વિવેચને વૃજરાણું સવપ્રેમરાજજી વિવાહ મંદિર ૪. ભટ્ટાચાર્ય નારાયણબાબુ નાના હતા ત્યારે છે. હરિપ્રસાદ 9. દેશાઈ રદર્શન પ્રેમ અને પૂજા ભા. ૧-૨ દર્શક અજ્ઞાતા . ૬. શાહે વિસન અનું. પલાશ બહિષ્કાર બંદૂક અને તેનું શાસ્ત્ર કેપ્ટન એડિક પ્રવાસી ભાગ ૧-૨ છે. ના. સી. ફડકે એક પુસ્તકની આત્મકથા મણીલાલ વ્યાસ રાજકારણના પાયા છે. હોડ લાસ્ટી અનુ. નીરુ દેશાઈ ૧૮ ૨-૮ ૧-૧૨ ૪-૪ આ દ શ પુસ્તક ડદ ૨ પી. ધનજીભાઈની સેડી ફેકટરી સામે, રાખડ રેડ, અમદાવાદ,

?
ભૂમિકા
તંત્રયુગ સુધી ભારતવર્ષમાં શિક્ષણને આદર્શ કે
હતો તે વિષે સામાન્યપણે જણાવવાને આ વ્યાખ્યાને
પ્રચાસ્ત્ર હતો. આ ઉપરાંત એગી તેમ જ નાથનિરંજન મતના
પ્રમાણે પણ આ સંબંધી ઘણી જાણવા જેવી વાત છે.
ઈચ્છા હતી કે હું એ મધું એક બીજી વ્યાખ્યાનમાળામાં
કડી શકીશ.
પરંતુ, આ સર્વશી રસપ્રદ ઉત્તર ભારતના કબીર
ગેરે સંતન્મને અને બંગાળના બાહ્ય વગેરે સાધકને
શિક્ષણને આદર્શ છે. આ આદશ એ હતો, તેમની
સાધનાપ્રણાલી કેવી ઉચ્ચ પ્રદાની હતી, કેવળ નિરક્ષર
હીનકુલોત્પન્ન અન્ય શાસ્ત્રાભ્યાસહીન અતિ સામાન્ય મનુષ્ય
પણ એવાં સ્વાધીન, ગંભીર, ઉદાર મહાન સત્ય કેવાં અતિ-
સહજ ભાવે ઉચા છે કે, જેની તુલનામાં પૃથ્વીના બધા ચ
પંડિતેના લેખે, શાસ્ત્ર, દર્શન વગેરે કેવળ નિષ્પક્ષ અને
તુષ્ટ થઈ જાય છે. આ બધી બાબતોને અભ્યાસ
-વાની ઘણી જરૂર છે.
રવીન્દ્રનાથ જેવા મહામનીષિ પણ માને છે કે,
આ સરમીએ( mystics)ની વાણીને પ્રકાશ, તેમનાં
કામાં રહેલું ગોલીય અદેખાઈ ઉત્પન્ન કરે તેવાં છે.
મારા ખાસ વિષય આ હતો. વખત પૂરતે હેત તે આ
વિષે કહેવાની ઈચ્છા હતી. ભગવાન જો એ સુગ આપશે
તો ભવિષ્યમાં તે વિષે પ્રયત્ન કરવાની ઈચ્છા છે. સામાન્ય

શિક્ષણ સાધના રીતે જે કાંઈ અહીં કહી શકા તેથી કરીને જે કોઈની સાધનામાં કોઈ પણ ઉપકાર થશે તે મારી જાતને હું કૃતાર્થ માનીશ, અહીં બેલારું કે તેમાં જે કાંઈ સારું હોય તે સઘ- ળાનું માન મારા પરમ શ્રદ્ધેય બંધુ શ્રી રણશ કરે કુબેરજી ભટ્ટ અને કેન્દ્રિા-કાશીપુરાવાસી કરમ- તિર્થય શ્રી શિવાભાઈ જેવા બધુજને અને ત્યાંનાં પરમ શ્રદ્ધાવાન બાળકમાળિકાને ઘટે છે. એમના પ્રેમેજ મારા જેવા મૂકને વાચાળ કર્યો છે, અરભવને સંભવ કર્યું છે ! એ પ્રેમને આજ અહી બેઠે બેઠે પણ સર્વ અંતઃકરણથી ફાગણ પૂર્ણિમા, ૧૯૯૦ શાંતિનિકેતન ક્ષિતિહન સેન

*
આચાર્ય શ્રી ક્ષિતિમોહન સેન
[ એક જરિરય]
માનવતર જાતિ અહુર કે કહે, પણ જાણે ?
માનચરિત અતિ વિપરીત ઈ છે. વિરલા જશે.”
–રજાપતિ
૧.
જથી પંદરેક વર્ષો પહેલાંની વાત છે સદ્ગત
કરુણાકર તે વખતે કેન્દ્રિા ગામમાં પ્રાચીન ઢબે
પિતાને આશ્રમ ચલાવતા હતા. ત્યાં જવાનું તેમના અતિથિ
બનવાનું મને નિમંત્રણ મળ્યું. કેસિન્દ્રા ગયા તો મા-
ચાર મળ્યા કે, બંગાળના એક વિદ્વાન ક્ષિ તબાબુ આવ્યા
છે, તેથી બધા ત્યાંથી થોડે દૂર આવેલા કાશીપુરા ગામ
ગયા છે. રાતવાસે કેન્દ્રિા મુકામે કરીને સવારમાં વહેલા
ઊઠીને કાશીપુરા તરફ કૂચ કરી, રસ્તે હેરણ નદીને કાંઠે
કઠે થઈને જતો હતો, એટલે ચાલવાની ખૂબ મઝા આવી.
આઘે ફેણાઈ માતાની ટેકરી હતી, અને છેટે છેટે તાડનાં
ઝુંડ વરતાતાં હતાં. વાતવાતમાં ખબર પડી કે, જ્યાં જ્યાં
ઝુંડ ત્યાં ત્યાં છાપરાં હોય.
ઠંડા પહોરનાં ગપ્પાં મારતા મારતા કાશીપુરા જઈ
પહોંચ્યા. કાશીપુરા ગામની પાસે જ નદીને કિનારે વૃક્ષની
ઘનઘટા હતી. પણે પિલી ટેકરી, અહીં હેરણ નદી અને આ
બાજુ ઝાડનું, જૂથ. પ્રકૃતિના આવા રમણીય દશ્યમાં અમે
પ્રવેશ કર્યો તો સામે જ માનવમંડળ જણાયું. એક રાજુ
ઉઘાડા માથાવાળા, ધીરગંભીર મુખમુદ્રાવાળા, શરીરે સ્થળ,
}

શિક્ષણ સાધના
નયનતેજે સૂવમ પરખ કરનારા પેલા બંગાળી વિદ્વાનને જોયા;
અને બીજી બાજુ આબાલવૃદ્ધ તપસ્વીમંડળને જોયું. અમારા
એકાએક પ્રવેશથી એક પળભર શાંતિને કાંઈક ,
વળી પાછું વચન ચાલ્યું.
એમ તો મુંબઈ વિશ્વવિદ્યાલયનો નાતક થયેલે; મેટી
ઈટચૂનાની પાકી ચણેલી કોલેજના પાકા પ્રાધ્યાપકોનાં, પરી-
ક્ષાના રાજમાર્ગ સીધેસીધાં લઈ જનારાં, નિયત વ્યાખ્યાન
સાંભળેલાં છે પરંતુ આ તે કાંઈક નવીન લાગ્યું! કવિવર
રવીન્દ્રનાથે લખેલા “તાર દેશ' (પત્તાને પ્રદેશ) નામના
નાટકમાં નિયસ પ્રમાણે ચાલનાર, વર્તનાર એક દળને
ઉલ્લેખ આવે છે, ત્યાં ધીરે ધીરે બહાથી એક પરદેશી
યાત્રી આવીને ઈચ્છાનું સામ્રાજય સ્થાપે છે. મારી સ્થિતિ
આથી ઊલટી ઈરછાના પ્રદેશમાં પ્રવેશ કરતા પેલા નિયમના
માનવી જેવી હતી !
પેલા બંગાળી વિદ્વાનનું પ્રવચન આગળ ચાલ્યું. તેમના
તે પ્રવચનમાં રવીન્દ્રનાથનાં બંગાળી કાવ્યોનો ઉલ્લેખ આવતો,
બાઉલેની વાતે આવતી, વેદના મંત્રોનું ઉરચારણ થતું,
કુમારસંભવના કેઈક લેકનું આવર્તન થતું, ઉપનિષદના
સૂત્રો આવતાં, કબીર, દાહૂ વગેરે ભકતસંતોની વાણીને
ઉલ્લેખ થતો, અને કઈ કઈ વાર પેટ પકડીને, કઈ કઈ
વાર મૂછમાં હસાવે એ એકાદ ટૂકે આવે. એ પ્રકારે
એમની વાણુની ધારા મૃદુગંભીર ભાવે વહેતી હતી. મારા
જેવા નવા માણસ માટે તેમની વાત પણ નવી નવી લાગી.
ઘણું સમજાતું નહિ, પરંતુ કઈ કઈ વાર પ્રાણ ભભ

આચાર્ય શ્રી ક્ષિતિહન સેન થઈ જતો, કેઈ ઋષિનાં જાણે કે બાળકો હેઈએ એ ભાવ ઉત્પન્ન થઈ જતો. તે વખતે ક્યાંથી ખબર કે, તેઓ ચેડા જ વખત પછી મારા રવીન્દ્રસાહિત્યના દીક્ષાગુરુ અને સંત સાહિત્યના શિક્ષાગુરુ થનાર છે. આ મારું તેમનું સર્વ પ્રથમ દશન. ત્યારપછી અચદાવાદમાં વિ. સં. ૧૯૮૬ની કાળી- ચૌદશને દિવસે પ્રાર્થના સમાજ મંદિરમાં “અજલિસે ફિકસુ- કાનને આશ્રયે “ગત વર્ષ અને નવું વર્ષ પર થયેલું તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયેલ. ત્યાં પહેલી જ વાર વીરા અને અાશાર શા માટે કાને પડયા [દાચ ગુજા- તમાં પણ તે પહેલી જ વાર ઉગારાયેલા હશે . “પ્રસ્થાન માસિકના તે વખતના તંત્રીએ ક્ષિતિબાબુ વિશે નીચે પ્રમાણે ધ લખી હતી : “બાબુ ક્ષિતિમોહન સેન હિંદનું જંગમ જ્ઞાન- તીર્થ છે. તેની પાચનશૈલી વિલક્ષણ રીતે સ્વૈરવિહારી છે, અને વક્તાશ્રોતાના કાક્ષાત્ વ વિના તે લખાણથી તાદશ કરી શકાય તેવી નથી. તેમના હાસ્યના ટૂચકા, દૃષ્ટાંત પણ લખાણમાં પૂરેપૂરાં ન ઊતરી શકે તેવા છે. ?? ૪ ર થ મારે તેમને બીજે માનસપરિચય. પાછળથી “પ્રસ્થાન માં અપાયેલાં તેમનાં શિક્ષણ વિષેનાં પ્રવચને અને ચીન જાપાનની યાત્રાના પ્રસંગે વાંચ્યાં. એ અરસામાં પરમધેય સત્રકરુણાશંકરની સાથે પૂર્ણ મારો પરિચય વધતો જતો હતો. ક્ષિતિબાબુને વિશે તેમને * કથાન, ૧૯૮૬, કારતક,

૨૪
શિશ્ન સાધના
સુખેથી ઘણી વાત સાંભળી, રવીન્દ્રનાથના શાંતિનિકેતનને
વિષે પણ તેમનું ભાવભર્યું વર્ણન સાંભળ્યું. શાંતિનિકેતન
જવાનાં આ પ્રમાણે ગૂઢ બીજ મારામાં રોપાયાં.
ચોક પ્રભાતે એ બીજના ફણગા ફૂટેલા જણાયા,
એકાએક શાંતિનિકેતન જવાનું નકકી કર્યું. ત્યાં ગો. શ્રી
ક્ષિતિબાબુને મળ્યો. અને તેમણે તેમની છાત્ર તરીકે કેટલીક
કેસે ટી પછી સ્વીકાર્યો.
તેમનો સમાગમ થવા લાગ્યો. અજ્ઞાતપણે કાંઈક
માણમા થવા લાગ્યું. તેમના મૌન સહવાસથી ભારે પ્રાણ
અનુપ્રાણિત થવા લાગ્યો
છે.
આજથી આશરે પાસઠેક વર્ષો પૂર્વે આચાર્ય ક્ષિતિ-
મેહન સેનનો જન્મ થયો હતો. તેમના પિતામહ પૂર્વ
બંગાળના પ્રસિદ્ધ વૈયાયિક હતા. કાશીમાં પોતાનું શેષ
જીવન ગાળવા તેઓ ગયા. પચીશ વર્ષો સુધી પોતે જીવંત
રહ્યા. પૂર્વબંગાળના વિયપુર પરગણાના પયસાગ્રામવાસી
વિખ્યાત પીતાંબર વિદ્યાભૂષણના તેઓ શિષ્ય હતા, આ
ખ્યાતિને લઈને ઘણાના આગ્રહથી તેમણે કાશીમાં અધ્યા-
પનનું કાર્ય સ્વીકાર્યું. તેમના પુત્ર શ્રી ભુવનમોહન સેન
કાશીના પ્રસિદ્ધ ચિકિત્સક થઈ ગયા. આચાર્યશ્રીના પિતૃ-
કુળમાં પ્રસિદ્ધ તૈયાયિક અને ચિકિત્સકે થઈ ગયા. ઘણા
લાંબા સમય સુધી તેમને ત્યાં પાઠશાળા ચાલતી, જ્યાં
વિદ્યાથીઓ ખાતાપીતા અને શાસ્ત્રાધ્યયન કરતા, તેમના
માતૃકુળમાં મોટા મોટા સરકારી અમલદારો થઈ ગયા-

આચાર્ય શ્રી ક્ષિતિએહન સેવ આ રીતે પૂર્વ બંગાળના વિકપુરની પ્રસિદ્ધ પંડિતપરંપરામાં તેમના વંશનું મહત્વપૂર્ણ સ્થાન છે. જગતની પ્રાચીનમાં પ્રાચીન અને આજે પણ જીવંત એવી કાશીનગરીમાં આચાર્ય સેનને જ શો હતો તે સમયના સુપ્રસિદ્ધ વિદ્વાન મહામહોપાધ્યાય છે. સંસાર શાસ્ત્રી, મહામહોપાધ્યાય ૫. કૈલાસશિરે અણિ અને મહાપાશ્ચાય . સુધાકર દ્વિવેદીના ઘણા પ્રિય વિદ્યાર્થીઓમાંના તેઓ પણ એક હતા, પોતે એક ઠેકાણે કહે છે કે, “બાલ્યકાળમાં કાશીમાં અએ પ્રાચીન યુગના ગુરુઓના વિદ્યાથીઓ હતા. મેં જોયું છે કે, છાત્રો ગુરુના પોતાના જ બાળકોની માફક રહેતા. તે વખતે ગુરુ અને શિષ્યને કે ગંભીર પ્રેમ સંબંધ અનુભવ્યું છે !” તે સમયની શિક્ષણપ્રથાનો તેમ જ ગુરુનાં અપરિસીમ સનેહ, અપરિમેય જ્ઞાન અને અટલ કર્તવ્ય- નિષ્ઠાને ખ્યાલ પણ તેમના ગુરુ ગંગાધર શાસ્ત્રીને તેમણે ઢાંકેલે એક પ્રસંગ નીચે આપું છું. “વિશ્વવિશ્રત ગગાધર શાસ્ત્રીને એકનો એક પુત્ર હું રાજ અમારા અંતરંગ મિત્ર હતું. એકાએક તે મા પડયે અને ગુજરી ગયો. અમને કોઈને ખબર નહિ. શાસ્ત્રી મહા- શયે રોજના ક્રમ પ્રમાણે ભણાવ્યું, પરંતુ, અમને કાંઈક બેચેની લાગી, જેવા અને સુંઢરાજને શોધવા જતા હતા તેવા શાસ્ત્રીજીએ અમને જોયા. અને અમને કહ્યું: “એ તો એને ઠેકાણે ગયો છે જ્યાં તમારે કંઠ પણ નહિ પહેચે.” તર- તમાં તે કંઈ ન સમજાયું, જ્યારે સમજ્યા ત્યારે મેં કહ્યું :

શિક્ષgધના ઠેકાણે જણાવે છે કે, “ઈ. સ. ૧૮૯૫માં આપણા દેશના નિરક્ષર સ્તરમાં ગુપ્ત રહેલા એની મને ભાળ મળી. આ પછી વિદ્યાનું અને પિરીઓનું સુસજિજત મંદિર છોડીને હું ધૂળયાનું જીવન વિતાવવા લાગ્યો. મારે માટે છાપેલી વાત ગૌણ બની ગઈ છે કે સાંસારિક આશ્રયની દૃષ્ટિથી પીપત્રને સાવ છોડી તે ન શકે, પરંતુ અંતરની બધી રસધારા ત્યારથી કોઈ બીજે ભાગે વહેવા લાગી, ત્યારપછી જે દવા નિરક્ષર માઉલઆઉલ ગેરેની સાથે રે હરવાફરવાનું થયું તેને જો આ મારા દુઃખની વાત વારંવાર જણાવી છે. મારા બાહ્યાંતર ની આ આપવીતી તેમને કહી તો તેમણે હસીને જણાવ્યું: “પોતાને ઢંઢ બરાબર તમારા જેવો ના હોવા છતાં એ અંતરથી અને બહારથી તેમાં એક એવું અનેય, એક નિરાળા ભાવ અમારી જાણમાં છે. આ જ છે અમારે પરકીય ભાવ, સાંસારિક દૃષ્ટિથી જેઓ રાધાના સ્વામી છે તેઓ રાધાના જીવનની બધી વ્યાકુળતા શું પૂરી શકે છે? જેમની વાંસ- નીએ તેને વ્યાકુળ કરી મૂકી છે, તેમને તે મેળવવા જ જોઈશે. બાબા, દુનિયામાં સર્વત્ર જણાશે કે ખાતાપીતાં, હાલતાં ચાલતાં સંસારના આશ્રય વિના કયાં ય નહિ ચાલે, અને છતાં ય તે અજાણ્યાની વાંસળીએ બધાંયનાં અન હા- વરાં કરી દીધાં છે. તેને મેળવ્યા વિના સંસારનું અધું કામ, અધું જીવન ફિકકું લાગે છે, ” ઈ. સ. ૧૨માં “ભારતીય સંધ્યયુગમાં માતાની ધારા” નામને કલકત્તા વિશ્વવિદ્યાલયમાં આપેલા અધર આચાર્ય શ્રી ક્ષિતિમોહન સે સુકજી વ્યાખ્યાનોની પ્રસ્તાવનામાં પિતે નીચે પ્રમાણે જણાવે છે: “બાળપણમાં કાશીમાં અનેક કંપ્રદાયના સાધુસંતોની સાથે પરિચય થયાને આજે પાંત્રીસ વર્ષો વીતી ગયાં. એ પુરાતન સાધકેાની સાધના અને વાણું એવા ઉદાર, ગંભીર અને મનોહર જણાયાં છે એટલી નાની ઉંમરમાં ૨ણ અને તેને કેડત્યારપછી લખવા વાંચવાને સમયે પણ આ વાણીના પરિચયમાં મારો ઘણે વખત પધાર થવા લાગ્યો, સાગ્યે તે વખતે કેટલાક એવા માર્ગદર્શક- ની કૃપા મળી કે જેમના જેવા છેક હ મળવા મુશ્કેલ ૧. મુંબઈમાં સાંતાક્રૂઝમાં રહેતા ભાવનગરના લાખના ગામના રહેવાસી વૃદ્ધ સાધુ બાબા હુનદાસ તે રિલેક રિબાવ્યા. તેમને કઠે ત્રણ હજારથી પણ વધારે ભજને હતાં. આડીઅવળી વાણીને તો પાર જ નહિ.” એક વાર કેઈ ઊંચા પદની સરકારી નોકરીનો સ્વીકાર કરવા માટે આચાર્ય સેન જતા હતા. એવામાં તેમને કવિ- વર રવીન્દ્રનાથ તરફથી વિશ્વભારતીમાં કાર્ય કરવા માટે આમંત્રણ થયું, આ આમંત્રણ પતે સ્વીકારી લીધું, અને ઈ. સ. ૧૯૦૮માં શાંતિનિકેતનમાં જોડાયા. ઉપર્યુક્ત પુસતકના નિવેદનમાં આગળ જતાં આચાર્ય સેત જણાવે છેઃ “શાંતિનિકેતનમાં જોડાયા છતાં મેં મારી દરેક રક્તનો ઉપયોગ મારા પ્રિય વિષયના અનુસંધ્યાનમાં ર્યો છે. લાંબા વખત સુધી મારી આ ઘેલછાની વાત કેઈને જણાવી નથી, કારણ જાણે ક્યાંથી કવિવર શ્રી રવીન્જા- નાશને તેની ગંધ આવી ગઈ. ત્યાર પછી તેઓ મને આ

શિક્ષનુરાધના
વિષયમાં લખવા માટે કહેવા લાગ્યા. શરૂમાં આ વિષય
વિષે બધાંયને જાવતાં મને ટેગ થતો…….….કબીરની
મુખ્ય વાણીના માત્ર ચાર ખંડ ઈન્ડિયન પ્રેસ તરફથી પ્રગટ
થયા. આમ દસ ખંડ વાત તો કીરનો કાઈક પરિચય
આપી શકાત. મધ્યયુગના આવા વગગ સાલનું
સંધાન મળી આવ્યું તેમની વાર મારવાના માર્ગ
અનેક રીતે સહાયક થઈ પડશે. દે તો કિરાટ છે, પરંતુ
કામ કરનાર કયાં છે? આ દિશામાં એનો સાચો અનુ-
જાગ છે?
ક
આ રીતે આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે આચાર્ય
ક્ષિતિમોહન સેનને આ કાર્યમાં પચાસ વર્ષો થયાં. અહી
ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, માત્ર પુસ્તકો પર તેઓ પિતાના
કાર્યને માટે નિર્ભર રહ્યા નથી. તેમણે ભારતમાં અનેક
તીર્થોમાં, ગુપ્ત રાનમાં, પહાડમાં. ગુફાઓમાં, રણમાં
ગામડાંઓમાં પગપાળા પર્યટન કર્યું છે. પિતાના અનુ-
સંધાનના વિષય સંતશકતો જ્યાં રહેતા હોય, જ્યાં જ્યાં
મુસાફરી કરી હોય, ઈત્યાદિ હકીક્ત મેળવીને ત્યાં ત્યાં
પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું છે. આ બધાં વર્ણને, તેમ જ બીજા
ઘણા ય ભારે વિવોની તેમને સુખેથી થતી રહેજ સરળ
વ્યાખ્યા જો કોઈ સવેલ કે એકરમેન જે પી લે તો
એક એટ જ્ઞાન ભંડાર પ્રજાને મળી શકે.
આજે પોતે શાંતિનિકેતનના વિદ્યાભવનના (સંશાધન
વિભાગના) આચાર્યું છે અને કવિવર રવીન્દ્રનાથના નિર્વાણું
+

રાચાર્ય શ્રી ક્ષિતિમોહન સેન ૨ પછી વિશ્વભારતીની મૂળ ભાવનાના સંરક્ષક છે. વર્ષો સુધી કવિવરની સાથે તેમણે પ્રજાતના પહોરમાં ઘણી વાતો કરી છે. બંગાળના મોટા મોટા સાક્ષરો તેમની કલમમાંથી રવી- ન્દ્રનાથ વિષે કાંઈક નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. કવિવરને બાઉલ વિષે વિશેષ રસ લગાડનાર, કબીર, ત્રા, રજજબ, રામાનંદ વગેરેની વાણીને રસથાળ રજૂ કરનાર આચાર્ય સેન હતા, કવિશ્રીએ પોતાના માનવધર્મનાં વ્યાખ્યાનોમાં , તેથી જ આચાર્ય સેનને “ભ્રાતીય અયુગની કવિ- તિના ભંડાર તેમ જ “અહુર” કહીને અs- નાવ્યા છે. અને આખા આચાર્ય સેનનાં મરણે અનેકવિધ છે. તે બધાં નંબવા જતાં એઠું નાનકડું પુસ્તક બની જાય. અહીં તેમની કેટલીક વિશેષતાઓ જણાવીને તેમનો પરિચય પૂરે કરીશું. સૌથી અદ્દભુત છે તેમની સ્મરણશકિત. જ્યાં જ્યાં ગયા હોય ત્યાંની બધી માહિતી તેમને હોય છે, પરિવારનાં નામે તેમને યાદ હોય છે. વર્ષો પછી મળીએ તે ચ એની એ જ તાજગીથી ધાંયનાં નામ દઈને કુશળ પૂછે છે, હું હતો ત્યારે તેમને એક ચીનના (કે જાપાનના ?) ભાઈ મળવા આવેલા. તેમની સાથે વાત કરતાં કરતાં પોતે ગુરુદેવ રવીન્દ્રનાથ સાથે એક વાર ચીન-જાપાન ગયેલા તેની વાત નીકળી. વાતવાતમાં તેમણે બધાં સ્ટેશનનાં નામ દીધા, પેલો માણસ તે આભે જ બની ગયે ! તેણે કહ્યું: મને પણ આ બધાં નામે તે યાદ નથી એક વાર દ્વારકાના એક જાણીતા ભાઈ શાંતિનિકેતન આવ્યા. તેઓ ક્ષિતિ- ૨ શિક્ષણ સાધના બાબુને મળવા આવ્યા. ક્ષિતિબાબુએ તેમને બધા સમાચાર પૂછી પોતે પીપા ભગતની શોધમાં કયાં કયાં ગયેલા, અને દ્વારકાનાં કયાં કયા સ્થળે જોયેલાં તે બધાં વર્ણવ્યાં ત્યારે પિતા ભાઈ કહેવા લાગ્યા : બાબુજી, માર્ફ કરશો. હું દ્વારકાને જ રહીશ છું; છતાં મેં આમાંનું ઘણું જોયું નથી. મને પણ આપની પાસેથી નવું જાણવાનું મળે છે.” યુરોપ જવા માટે તેમને પ્ર. સિવાં લેવી, સી. એફ. એન્ઝયૂઝ, તેમ જ ઈટાલિયન કોન્સલ જનરલ તરફથી નિમ- ત્રણ મળેલાં, પરંતુ તેમણે તે સ્વીકાર્યો નહિ. ઈટાલિયન કેન્સલની સાથે થયેલી વાતચીત વખતે તો હું પોતે પણ હાજર હતો. આચાર્યશ્રીએ કહેલું, “ભગવાનની ઈરછા હશે તે ત્યાંના સંતાન હમદર્દી બનીને તેમના જેવો થઈને આવીશ.' શાંતિનિકેતનમાં હું હતું ત્યારે રવીન્દ્રસાહિત્યને પિતે વર્ગ લેતા. તેમાં શાળાના બાળકો, કૅલેજના યુવકો, ઊગતા કવિઓ, ત્યાંના પ્રાધ્યાપકો વગેરે આવતા. બધાંયને ઉદેશીને તેઓ એવી રીતે વર્ગ ચલાવતા કે દરેકને રસ પડે, નવું જાણવાનું મળે, અને મૂળ કાવ્ય તેમની ભૂમિકાથી જ આપમેળે સ્પષ્ટ થઈ જાય. ગીરમાં ગંભીર જાતે એકદમ હળવી કરીને મનમાં ઠસાવી દેતા. એક વાર ગુરુદેવનું કોઈ ઉત્તમ કાવ્ય શીખવવાનું હતું. શિતિબબુએ ભૂમિકામાં કહ્યું: “કેટલાંક કાવ્યો સિગારેટની માફક ફ્રેક- ફેંકીને ફેંકી દેવાનાં હોય છે, કેટલાંક ગાંજાની માફક ચૂંટવાનાં હોય છે. કાવ્ય પીધા પછી તેને ન ચડે છે.” —- ર આચાર્ય શ્રી ક્ષિતિહન સેન તે દિવસે પોતે કાવ્યનું વાચન કરી વર્ગ સમાસ કર્યો, અને કયાંક ફરવા ચાલ્યા ગયા. એમનાં વિનોદ, હાસ્ય, નમ, કટાક્ષ, શ્લેષ વગેરેનાં દૃષ્ટાંતે તે પારાવાર છે. સદ્ગત કરુણાશંકરને તેઓ કહેતાઃ “તમારું આતિથ્ય એટલે થાળીમાંથી પથારી, અને પથારી- માંથી થાળી. એક વાર સવારે મારે ત્યાં આવીને મારી ખાને કહેવા લાગ્યા : મા, આજે તે રવિવાર ને ! એટલે આતવારના ઘાંયજાની માફક બધે મૂંડવા નીકળ્યો છું !” કયાંક જમવા જવાનું હોય ત્યારે ખૂબ સાવચેત રહેતા. તેમ છતાં ય પીરસનાર ખૂબ ભાવપૂર્વક આગ્રહ કરે તો ખાય, પરંતુ અતિરેક થઈ જાય તો કહે : “એ નહિ પડયું રહે • તે હું પડી રહીશ, બીજું શું?” આ કારણથી તેમને બંગાળામાં ઠાકુરદા તરીકે ઘણા પિછાને છે. તેમના તરફના પૂજ્યભાવ, પ્રેમભાવ, અને સહજભાવને લઈને તેમને આ બિરુદ મળ્યું છે. એક વાર ગુરુદેવની સાથે પિતે આગગાડીમાં સ્ટાફેરી કરી રહ્યા હતા. તેમણે જોયું તે ગુરુદેવને કોઈ કાવ્યની પ્રેરણ થતી હોય તેમ લાગ્યું; તેથી, પોતે ચૂપકીથી શૌચના કમરામાં સરકી ગયા. ગુરુદેવે કાવ્ય પૂરું કર્યું. ક્ષિતિબાબુ બહાર આવ્યા. ગુરુદેવ કહેઃ “ક્ષિતિબાબુ, તમે કયાં હતા? હમણાં જ આ કાવ્યનો પ્રસવ થયો.” ક્ષિતિબાબુએ કહ્યું : પણ ગુરુદેવ, પ્રવને સમયે ઈ પુરુષ એ છે હાજર રહી શકે છે? બને હસી પડયા. કેઈ ને કયાંક જવું હોય તો તેને તેમની પાસેથી રેલ- ૨૪ શિક્ષણ સાધના વેના ટાઈમટેબલથી માંડીને સ્થળે સ્થળની વિગતવાર માહિતી તેમ જ જુદી જુદી દૃષ્ટિથી જોવા જેવી વસ્તુઓ, પોતાને અનુભવની કેટલીક વ્યવહારિક દરવણી–એ કંઈ કંઈ જાણુ- વાનું મળે. આપણે રોજબરોજની મુઝવણે, મુશ્કેલીઓ ટળી શકે તેવાં ઘણું ચ માર્ગ સૂચન, વ્યાવહારિક ઉપાશે; આપણને તેમની પાસેથી મળી શકે. આથી ઘણચના તેઓ મિત્ર, માર્ગદર્શક અને ગુરુ સમા એકીસાથે બની શક્યા છે, આપણા દેશનું દારિદ્ય, આપણુ ગુરુશષ્યના સાચા ભાવની થતી જતી ખેટ, આપણાં વહેમ, અજ્ઞાન, સંરકાર- હીનતા, માનવમાનવના સહયોગને અભાવ, ભાષાના પ્રશ્નની એકાંગી છણાવટ, લૂખી થતી જતી માતૃભાવના, કેળવણીને નામે પ્રસરતું અજ્ઞાન, સંસારમાંથી કંટાળીને નાસી છૂટવા તલસતાં સાચાં સાધુહદયો, ભારતીય સંસ્કૃતિના . સનાતન ત–આવી આવી અનેક વાતો ઉપર તેમના અંતરનું દુઃખ, ઊંડું દર્દ, જેવાનો જેમને પ્રસંગ મળ્યો હોય તેમને જ તેમની તેને વિષેની લાગણીઓના સંપર્શની ખબર હાઈ શકે. એમને એવા પ્રગે વાતચીત કરતા સાંભળવા એ એક સૌભાગ્યની પળ ગણાય. સૌથી અંતર્ગત અને ગૂઢ છે તેમની “મનના માન- વેની વિરકુંવેદના. જ્યારે કેઈ ભકતની કે સંતની વિરહ- દવાની વાત કહેતા હોય, ગુરુદેવને કેઈ અસીમ અને સીમાના કંથી ઉત્પન્ન થતા દુઃખમય કાવ્ય કે ગાનનો પ્રસંગ નીકળ્યો હૈય, કેઈ બાઉલગાન ગાતા હોય, ત્યારે તેમની અંતરની તે ઝલક આપમેળે પ્રગટતી. તેના મહાનુ- આચાર્ય શ્રી ક્ષિતિમોહન રન ૨૪ ભાવને પાત્ર થવું એ પણ એક “જીવનની કૃતાર્થતા ગણાય, આજે તેમને યથાશક્તિ યથાર્થ પરિચય આપવાને આ નમ્ર પ્રયાસ કરતાં તેમની ચિય મૂતિ મારા આસ- લેકમાં ખડી થાય છે, આજે જ્યારે આ લખી રહ્યો છું, ત્યારે તેઓ પિતે શાંતિનિકેતનમાં વિદ્યાભવનને એક ખૂણે કાંઈક લખી કે વાંચી રહ્યા હશે, અહીં બેઠે બેઠે તેને મારા અંતરના પ્રણય પાઠવું છું. ૪ ૪–૧૦-૪૫ ગુરુવાર દાદ જયંતીલાલ આચાર્ય * “ભારતી'ના સંવત ૨૦૦૧ ના દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલ લેખ

છે
આચાર્યશ્રી સેનનાં પુસ્તક :
બંગાળી: કબીર, ભાગ. ૧-૪ (અપ્રાપ્ય)
દાદ,
ભારતની સંસ્કૃતિ,
બંગાળની સાધના,
ભારતીય મધ્યયુગમાં સાધનાની ધાર,
હિંદીઃ ભારતવર્ષમેં જાતિભેદ,
24*910: Medieval Mysticism of India,
ગુજરાતી : ચીન-જાપાનની યાત્રા,
તંત્રનું સાધનાતત્વ,
( આ જ વ્યાખ્યાનોને અંતિમ ભાગ છપાશે )

વ્યાખ્યાન પહેલું
ભારતવર્ષના લો જાણુતા હતા કે શ્રદ્ધા દ્વારા જાણવું
એ જ યથાર્થ જાણવું છે. તર્ક દ્વારા જાણુવું એક પ્રકારનું છે,
શ્રદ્ધા દ્વારા જાણવું બીજા પ્રકારનું છે. મા પિતાના સંતાનને
નેહ અને પ્રીતિ દ્વારા જે રીતે જાણી શકે છે, તે રીતે
કઈ વૈજ્ઞાનિક તેનાં અસ્થિ, ચર્મ, માંસ, રકત દ્વારા તેને
જાણી શકે નહિ. વૈજ્ઞાનિકનું જાણવું વસ્તુની યાદી જાણવા
બરાબર છે, માનું જાણવું પિતાના બાળકના હૃદયમાં પ્રવે-
શીને તેના મૂળ વ્યક્તિત્વને જાણવા બરાબર છે. માટે જ
ઈન્દ્રિયજ્ઞાન દ્વારા જાણવું તે એક રીતે બાહો સ્પર્શ માત્ર કરીને
પરિત્યાગ કરવા જેવું છે. જેમ અરેબિયન નાઈટ્સની એક
વાતમાં એક રાજા દર રાતે એક રાણી લાવી પ્રભાતે તેનું
વિસર્જન કરે છે, અને તેનો સંહાર કરે છે, તેમ જે માત્ર
જ્ઞાન દ્વારા જાણવા ચાહે છે તે અન્ય ક્ષણે રેયને મનથી
દૂર કરે છે. એટલે કે, સ્થિર અને નિત્ય કાળનું જાણવું એ
શ્રદ્ધા દ્વારા જાણવું તે જ છે.
૬૮
ભારતવર્ષમાં જ્યારે લોકો દેશદેશાંતર જોવા માટે
જતા, ત્યારે તીર્થયાત્રી બનીને જતા. હાલમાં આપણે માત્ર
ટુરિટ થઈ ગયા છીએ. એટલે કે પહેલાંના તીર્થયાત્રી
અત્યારના “ટૂરિટ છે. આ વખતે જ્યારે હું ગુજરાતમાં
આવવા નીકળે ત્યારે મનમાં તીર્થયાત્રીની શ્રદ્ધા સાથે
નીકળ્યો હતો. ગુજરાતના માનવસમાજમાં, ગુજરાતની સંસ્કારી
પ્રજામાં, તેને સમસ્ત જીવનમાં વિશ્વદેવતાનું જે એક વિશિષ્ટ

અને પૂછ્યું :
શિક્ષસાધના
રૂપ છે તે હું શ્રદ્ધાપૂર્વક જોઈશ, એ ભાવનાથી પ્રેરાઈને
અહીં આવવા નીકળ્યું હતું. આ પ્રાંતમાં જે માનવામાં
હું હફરું છું, તેઓ જે પિતાની તપસ્યાથી પિતાના
જીવનને સ્ફટિક જેવું સ્વરછ કરી રાખે તો તેમનામાં વિશ્વ
દેવતાનું જે એક વિશિષ્ટ રૂપ રહેવું છે તે વિના સાધના
સહજ ભાવે હું જોઈ શકું,
જ્યારે અમદાવાદ ગયે ત્યારે એક ખૂબ ઉઘોગી યુવકે
આપ ગુજરાતમાં શા માટે પધાર્યા છે?”
મેં કહ્યું: “હું કાંઈક જોવા માટે આવ્યો છું.” તેણે કહ્યું :
“જે જોવા આવ્યા છે તે જોયું ?” મેં કહ્યું “ જેવાનું છે.
એવું સહુજ છે કે, દેખતાં વેંત જણાઈ જાય ? જેમનામાં
વિશ્વદેવતા જેવા ચાહું છું તેમની સાધના જો સ્વરછ હોય
તે મારી સાધના પણ સ્વરછ બને. પરંતુ જો તેઓ પિતાને
દેવદર્શનને ચગ્ય ટિકની પેઠે સ્વચ્છ ન રાખે. તે મારા
પિતાના પ્રયત્નથી એ દેવતાને જેવા પડશે. હું જે જોવાની
વાત કરું છું તે કેવળ માણસોને જોવાની વાત નથી, તેમના
આમોદઆલાદ પણ નહિ. કદાચ તે પણ જેવાને લાયક
ગંભીર વસ્તુ ગણાતી હોય. એમ પણ બને કે, તેમની
ભીંતને ભેદીને તેનું દર્શન ન પણ થાય. પણ એવું બની
શકે કે, અહીં દૂર જઈને પિતાનાં ધ્યાન અને સાધના
દ્વારા તે દેવતાને પ્રત્યક્ષ કરી શકાય. અમેરિકાના કે દસ
દિવસમાં ભારતવર્ષના બાર દિવસમાં ચીન, પાંચ દિવસમાં
પાન જોઈને ખતમ કરે છે. આને તેઓ doing કહે છે.
હું એ પ્રકારનું doing કરવાને આવ્યું નથી; કારણ કે,
દેવતાને realise કર, ઉપલબ્ધ કરે તે સહેલ નથી.”

૨૯ કાખ્યાન પહેલું નાનપણુમાં એક મારા મિત્ર હતા. તેનું નામ નિતાઈ (નિત્યાનંદ). એક વાર મેં તેને પૂછયું : “નિતાઈ, તમે વિવાહ કર્યો હતોતેણે કહ્યું : “બાપુ! મેં એક જણના દેહની પાસે દેહ રાખ્યો હતો. મેં પૂછયું : “એટલે નિતા- ઈએ કહ્યું: “દેહની પાસે દેહ રાખી શકાય; પણ જે ભગ- વાનની કૃપા હેય તે જ કોઈ વાર આત્માની સાથે આત્માને રયર્શ શાચ મારી જી લગ્ન પછી બાર વર્ષ જીવી હતી. ત્યાં સુધી દેહ જે દેહ રહ્યો. તેનું મૃત્યુ થયું. તે પછી દેહના રોગની સ્મૃતિ રાખી મેં દસ વર્ષ ગાળ્યાં. એક દિવસ અકસ્માત અર્ધ દંડમાં પડદે જાણે કે સરી ગો! જોયું તો સ્થળકાળનો અંતરાય ન મળે ! પશે- મણિના સ્પર્શની જેમ સ્પશ પા ! જેટલા દિવસ તે જીવી તેટલા દિવસ સુદ ઈનિ દવે અને બધા જાણે કે એક પડદાની પેઠે હતા. તે સરી ગયું. દસ વર્ષ સુધી તે સ્મૃતિનો પડદો રહ્યો. ત્યાર પછી પોતાની સાધનાના ગળથ અથવા ભગવાનની કૃપાથી તે દિવસે તે સરી ગયો. માત્ર એક પળના પશ માં, ---તેની મૃહમયી પ્રતિમા ચિન્મયી બની ગઈ !” “તન્ય ચરિતામૃતીકાર કૃણુદાસ કવિરાજે મહાપ્રભુ શ્રી ચતઓ વિષે ત્રણ વર્ષ પૂર્વે લખ્યું છે : धर्म छाडि रागे दुहे करेह मिलन । कभु मिले शभु ना मिले देवेह घटन ॥ व्रजेर निर्मल राग सुनि भक्तगण । राग सागै मजे जे छाडि धर्मकर्म ।। (ધર્મ ત્યજીને રાગ દ્વારા મિલન કરે તો કદાચ મળે, ન પણ શિક્ષ@સાધના મળે,-એ તો દૈવની ઘટના છે. વ્રજના નિર્મળ રાગની વાત સાંભળી ભકતગણુ ધર્મકર્મ ત્યજીને આ રાગમાર્ગ દ્વારા જ પ્રભુને ભજે છે.) નિતાઈએ વળી કહ્યું: “મારું પણ તેવું જ થયું. જીવતાં જે લગ્ન ન થયું, મર્યા બાદ દસ વર્ષ સુધી જે થયું નહિ, તે એક અડધી પળમાં થયું ! ત્યારે એ તો પરલોકમાં હતી, હું આ લેકમાં હતો. અમારે અદશ્ય હાથ શુદ્ધ પ્રેમના રોગમાં કોણે મેળવ્યું તે જાણતો નથી. પરંતુ વસંતમાં સમસ્ત જગત, સમસ્ત વિશ્વ આનં- દથી પૂર્ણ થઈ ગયું. બ્રહ્માંડ વિવાહોત્સવમાં તરબોળ થઈ ગયું. એ દિવસ પછી મારા જીવનમાં સ્પર્શ મણિના સ્પર્શની પેઠે ભારે રૂપાંતર થયું. માટે જ મેં કહ્યું કે, એક જણના દેહની સાથે દેહ રાખ્યો હતો. પૃથ્વીમાં દેહની જોડે જ બધા દેહ રાખે છે; પણ સમિલનનું ભાગ્ય કેટલા જણનું હોય છે” મેં પૂછ્યું: “મૃત્યુ પછી તે શી રીતે થયું?” “આપણે આ જીવનમાં સામાન્યપણે પરસ્પર મળીએ છીએ તે પ્રોજન પૂરતાં જ. આ પ્રોજન એટલે કે સ્વા- થબુદ્ધિ એક બીજાના સાચા પરિચયમાં માટે અંતરાય છે. જ્યાં સુધી આપણું જીવન હોય છે ત્યાં સુધી આ વાર્થ- બુદ્ધિના રમંતરાયને ઓળંગી જવા માટે ઘણું કઠણ તપસ્યા- ની જરૂર રહે છે. ભગવાન જ્યારે મૃત્યુ દ્વારા તે બંધન મુકત કરે છે ત્યારે પણ આપણે એ સંસ્કારનું બંધન અંતરમાંથી સહેલાઈથી ત્યજી શકતા નથી, આપણા પ્રિય જનને શુદ્ધ પ્રેમની દૃષ્ટિથી જોઈ શક્તા નથી. તે પણ મૃત્યુ પછી આપણી દૃષ્ટિને આ સાથબુદ્ધિના, પ્રજનસિદ્ધિના, અંતરાયમાંથી મુકત કરવાને માટે ઠીક અવસર મળે છે.

39- વ્યાખ્યાન પહેલું “મૃત્યુ પછી આપણે જ્યારે તેની પાસેથી કંઈ જ આશા રાખતા નથી, ત્યારે જ આપણે બરાબર જાણી શકીએ છીએ કે પ્રેમના જગતમાં તેનું કેટલું મૂલ્ય છે. તે વેળા પર- પરની વચ્ચે જે અવશેષ રહે છે, તે છે શુદ્ધ પ્રેમનો ચોગ. આ પ્રેમાળનું મહાસૌભાગ્ય જેના જીવનમાં ઉદય પામ્યું નથી હતું, તે ક્રમશઃ પિતાના પ્રિયજનને ગુમાવ્યા કરે છે, તેને માટે બધી બાજુથી વિનાશ–દત વિન–છે. ત્યાર પછી મારા ભાવલોકમાં આત્માની નિત્ય- સંગી સહધર્મિણી થઈને, અમૃતલોકમાં નિત્ય જીવન દઈને, તેણે મને મૃત્યુંજય કર્યો. તે દિવસે મેં જાણ્યું કે શિવે કેવી રીતે મૃત્યુંજય બનીને કાલકૂટનું પાચન કર્યું હતું. આજે મેં જે અમૃતલાભ કર્યો, તેથી હવે આખા જગતનું વિષ પીવાથી પણ હું મરું નહિ. તે દિવસે જ મને યથાર્થ બાઉલની દીક્ષા મળી. ત્યાર પછી ગુરુની પાસે ગયો, પણ ગુરુનું પ્રોજન હતું નહિ.” આપણા દેશના સાધકગણ કહે છે કે જેને હું દીક્ષા આપવા ચાહું છું તે શિષ્યમાં પણ એ દેવતાને દેખી શકાય. જે મુહર્ત એ દેવતાનો અનુભવ થાય તે જ મુહૂતે મહા- દીક્ષા. ત્યાર પછી વર્ષો સુધી ગમે તેટલા વિષયો ભણે પરંતુ ભગવત્કૃપાથી કવચિત જ એવું બ્રાહ્મમુહૂર્ત આવે છે જ્યારે અંતર સ્થિત પરમાત્માને પ્રત્યક્ષ અનુભવ થાય. એ સમયે પિતાના વ્યક્તિત્વની સંકિર્ણતામાં, દેશકાળના અંતરાયમાં રૂપાંતર થાય છે. આમ થાય નહિ તે શિક્ષણ શાનું ! અત્યારે કેટલાક માને છે કે જાણે કેટલાક વિષ

શિક્ષણ સાધના
પ્રેરણા થશે તો વર્ષાકાતુના વરસાદની જેમ ગાન રેલાવીશ.”
પરણે સૂરણને આ. ગાયન શરૂ થયું. ગાયન પૂર્ણ
થવાને સમયે “કબીર કહે સુને ભાઈ સાધો એમ કહેવાને
નિયમ હતો. હવે સૂરણ તો રહ્યો વિલાસી. તેથી પૂરણના
મનમાં થયું કે, “ભાઈ સાધો એવું સંબોધન મિથ્યા ગણાશે.
તેથી, તે બોલી ઉઠો કે, એ સાધુ નથી, કબીરે તે તે
છતાં ય પિતાની રીતે ગાન સમાપ્ત કર્યું. ગાન સાંભળીને
સૂરણ લજિત અને કુંઠિત થઈ ગયો! કબીરે આ
આ જોયું અને કહ્યું:
हां साधु,
मैं कहां तुम माधु ।
जिसने तुम्हें मलिन कहाया ए मब है जूट जादु ॥
આ રીતે કબીરે સૂરણમાં પિલા વિશ્વદેવતાને સંબોધન
કર્યું. એ વિશ્વદેવતાના સંબોધનની સાથે, સાધુસમાગમના
એ બ્રાહ્મમુહૂર્તમાં, સૂરણના જીવનનુ વિલાસી આવરણ સરી
ગયું. સૂરણ પણ દીક્ષિત થયે !
પરંતુ શિષ્યમંડળ દુઃખિત થઈ ગયું. એક દિવસ
પછી તેમણે કહ્યું : “ચાલો, સૂરણને ઘેર જઈએ.” જ્યારે
સૂરણના ઘરના મુખ્ય દ્વારની પાસે બધા આવ્યા ત્યારે
શિષ્યએ કબીરને કહ્યું: “સૂરણના ઘરમાં જવાનો આ માર્ગ
છે.” કબારે કહ્યું : “ચાલો આપણે ઘરની ચારે બાજુએ
આંટે મારી આવીએ.” તેમ કરતાં તેમણે પાછળ એક નાનું
બારણું જોયું. કબીરે કહ્યું : “આપણે અહીંથી જ દાખલ
થઈએ એ રસ્તે ભંગીને જવા માટે હતો. કબીરનું
આવું વચન સાંભળીને શિષ્યોએ કહ્યું: “ગુરુદેવ! સિંહદ્વાર

:
વ્યાખ્યાન પહેલું
છોડીને આ ભંગીને માગે કેમ પેસે છે ? એ તે ઠીક ન
ગણાય!” ત્યારે કબીરે કહ્યું: “મનુષ્યના ઘરને માટે જેટલી
ઉદારતા રાખે છે તેટલી ઉદારતા તેમના જીવનને માટે કેમ
રાખતા નથી? જે માગે થઈને આ અખિલ બ્રહાડના રાજા,
તેમના જીવનના રાજા આવશે, તે જ છે તેમનું જીવનકાર,
અને ત્યાં જ છે તેમને ચા પરિચય. એટલા માટે હું
બે હતું કે, હું સૂરણ, તું સાધુ છે, આ જે તારે
માસૂલી પરિચય છે તેથી પર એક નિત્ય કાળના પરિચયનું
મને દર્શન થયું છે.”
કબીર પિતાને ત્યાં આવેલ તે વાત જાણતાં જ
સૂરણ જોડી આવ્યા. અને બધી વાત સાંભળીને બોલ્યા :
જ્યારથી આપે મને “સાધુ” કહીને સંબો ત્યારથી
મારાં પાપ બળી ગયાં છે. હવે એ જીવનમાં પુન:પ્રવેશ
થે અસંભવ છે.” પછી પૂછ્યું: “મારું જીવન જોઈને
આપને શે ખ્યાલ આવ્યા હતા?
કબીરે કહ્યું: “તમારા જીવનમાં જે વૈભવ, વિલાસ
અને અનેકવિધ કળાઓનું ઐશ્વર્ય વગેરે હતાં, તે જોઈને
મારા મનમાં દુખને માત્ર સ્પર્શ થયો હતો. જેવી રીતે
કેઈ એક પરમ રૂપવતી, ગુણવતી કન્યાની માતાને પોતાની
કન્યા વિધવા થઈ છે તે સાંભળતાં વેંત દુઃખ થાય છે, અને
તે વખતે તેને રૂપ અને ગુણનું સઘળું એશ્વર્ય વ્યર્થ બનીને
તેનાં સંબધી જનેનાં ચિત્તને દગ્ધ કરે છે, તેવી માજે
મારી સ્થિતિ છે. હું કઈ પણ પ્રકારના વૈભવ કે એશ્વર્યની
વિરુદ્ધમાં નથી. પરંતુ જ્યારે તે વૈશવ કે અશ્વ પરમા--

શિક્ષસાધના
માંથી ભ્રષ્ટ થાય છે, ત્યારે તે એશ્વર્યની વિકલતા જ આપણું
હૃદયના દુખના ભારને વધારે અસહ્યા કરી દે છે.
છે જેમ કેઈ એક નદી ઉપર સંગેમરમરનો નાનાવિધ
કળાયુક્ત અશ્વર્યયુકત સેતુ બાંધ્યું હોય, પણ જે નદીના
બને કિનારાઓ સાથે તેનું જોડાણ ન હોય તો એના પૂલને
કરતાં ગમે તે દીન સંબંધ ધરાવતે લાકડાને પૂલ વધુ
સાર્થકતા પામે છે, તેમ હું તારા આશ્વર્યવિલાસી જીવનની
નદીને વર્તમાન પરિચય પામ્યા, પરંતુ તારા અતીત કાળને
તેમાં પ્રકાશ કયાં તારું આ વર્તમાન જીવન કેમ કરીને
ભવિષ્યમાં તને ઉત્તીર્ણ કરશે ? અતીતને ભવિષ્યમાં તે કેવી
રીતે અભિવ્યક્ત કરશે? અતીત અને ભવિષ્યકાળનું જે જીત
છે તેને તારા વર્તમાન ભોગ-વિલાહ–અશ્વચે વિચ્છિન્ન કરી
નાખ્યું છે. તેને જોઈને આંખમાં આંસુ આવ્યાં તેનું કારણ કે તારા
ભૂત અને ભવિષ્યની સાથે વર્તમાને કેઈ સંબંધ ન જે,
વિધવા કન્યાનું સૌન્દર્ય જોઈને જેમ આંસુ આવે તેમ તારું
ચાલુ જીવન જોઈને મને દુઃખ થયું. માટે જ સ્થળ, કાળ
અને પાત્ર એ ત્રણેના સુસંવાદથી (harmony) મનુષ્યનું
અશ્વસ્ત્ર સાર્થક થાય છે.”
તેથી તે શિક્ષણ જ યથાર્થ શિક્ષણ ગણાય જેમાં માનવનાં
ભૂત, ભવિષ્ય અને વર્તમાન એકબીજાની સાથે ચગ્ય રીતે
ચુત થાય, જેમાં જીવનની સમસ્ત શક્તિ સમસ્ત એશ્વર્ય
સુસંગત અને સાર્થક બને, જેથી તેની અંતનિહિત સમસ્ત
સંભાવના વિકસિત, પરિક્રુટ અને નિત્યકાળના અર્થ
તરફ આગળ ધપી શકે. માનવની સ
વૃત્તિઓ, સુસ

•e વ્યાખ્યાન પહેલું સંભાવ્યતા (dormant possibility), તેને સ્થળ (biole gical) તેમ જ કાળ સાથે (spiritual)સંબંધ જે શિક્ષણ સુસંગત કરે તે જ ખરું શિક્ષણ. ભિન્ન ભિન્ન દેશકાળ પ્રમાણે ભિન્ન ભિન્ન પ્રણાલિકાઓ હોય છે. ચીન દેશમાં કાઈ નામના સ્થળે મારે એક ત્યાંના તવજ્ઞાની સાથે પૂર્વ અને પશ્ચિમના ભેદ વિષે વાત- લાપ થયો હતો મેં કહ્યું : બાબા ! તમે એક અંજીર દષ્ટા છો તો મને એક એવી ચિમચ કરોટી આપે કે જેથી હું તે ભેદ સમજી શકું.” તેમણે જણાવ્યું: “સના ભજન પછી જે અવશેષ રહે તે ખાઈને હું જીવનનિર્વાહ કરીશ.” એ થયો પ્રાચ્ય આદર્શ, “જમી રહું પછી જે અશિષ્ટ રહે તે ઉરિષ્ટ આપીને મારું ગૌરવ મેળવીશ.” એ થયો પશ્ચિમને આદર્શ ” આ જ ભેદ શિક્ષાણુમાં પણ છે. કબીરે પોતાના પુત્રના જન્મને સમયે કેટલીક લીટીઓ કહી છે તે પરથી પણ ઘણું જાણવાનું મળે છે. જેમ પ્રાચીન આ બ્રહ્મનિષ્ઠ હોવા છતાં પણ ગૃહસ્થ હતા, તેમ કબીર સંન્યાસી હોવા છતાં પણ ગૃહસ્થ હતા. હાલમાં ઘણા લોકે એ વાતને ગુપ્ત રાખવા ઈચ્છે છે, પરંતુ એ ચોગ્ય નથી. કબીરે ત્યારે વિવાહ કર્યો ત્યારે તેમના વિરા- ધીએ બેલવા લાગ્યા કે તેને પુત્ર થશે નહિ. એક વાત છે કે કેઈ ઈર્ષાળુ માણૂસે એક માત્રુસ વિષે કહ્યું કે, એ તો મુનસફ થશે નહિ, જ્યારે તે મુનસફ થયે ત્યારે કહે કે, ભલે સૂસ થયો, પણ પગાર તો નહિ જ મળે. જ્યારે કી- રને સંતાન થયું ત્યારે એક પક્ષના લોકે ખુશી થયા, બીજ ૩ શિક્ષણ સાધના આવે તે બધાને ઈશ્વર તરફ પ્રયાણ કરવા પ્રતિદિન પ્રેરી શકું એવી મારી સાધના નથી. મારા ઘરમાં જન્મતાં બાળકોને જે હું કોઈ મહાન ધયેય તરફ જવાને સહાયભૂત બની ન શકું તે મારું ઘર તેમને માટે એક કારાગાર જેવું ગણાય. જે તીર્થયાત્રી મારે ઘેર આવે તેને પરમ લલચતીર્થે લઈ જવાને બહાને નેહ, આદર અને સ્વાર્થ- બુદ્ધિ દ્વારા મારી પિતાની આજીવિકા માટે અનધનની ઈચ્છાથી જે તેને લક્ષ્યભ્રષ્ટ કરું તો તે ઘર માત્ર કારાગાર તે શું, પરંતુ તેથી યે અધમ સ્થાન બને. તેનું પ્રાયશ્ચિત્ત હજાર નામજપથી, માળાતિલકથી કે પૂજા, આચાર, નિય- મથી થઈ શકે નહિ. તેથી જ બ્રહ્મતીર્થના યાત્રાળુને માટે સંસારાશ્રમરૂપી ધર્મશાળા ખેલ નથી. વળી સંતાન માબાપની આત્મતૃપ્તિનાં જ માત્ર સાધન નથી. જેમ રાજા પોતાનાં વૈભવ અને સત્તાનું પ્રદ- શન કરવાને રાજ્ય ધ્વજ ફરકાવે છે તેમ સંતાને પિતાના વૈભવ અને અશ્વના પ્રદર્શનનાં સાધન નથી. પ્રત્યેક ઘેર બાળક સાધક હણાય છે. તેની હત્યા કરીને પુષ્ટ પશુની પૂજા થાય છે. પોતાના અશ્વર્યની સ્થાપના કરવા માબાપ બાળ કને વજદંડ તરીકે વાપરે છે. ” ત્યારે હવે જે ભારતની રીતે શિક્ષાને અર્થે કરું તે આ થાયઃ બાળકમાં જે દેવતા વસે છે તેને આવિષ્કાર કરે. સમુદ્રનું જળ જેમ આકાશમાર્ગે જઈ નદી દ્વારા પાછું સમુદ્રમાં ભળે છે, તેમ પરબ્રહ્મ પોતે માનવમાં પ્રવેશીને પાછા પરબ્રહ્મરૂપે આવિષ્કૃત થાય છે, અસીમમાંથી ઉત્પન થયાખ્યાન બીજુ થયેલી ગંગા જેમ સમસ્ત જગતનાં પાપ, તાપ અને મહિ- નતાને દૂર કરીને, સર્વત્ર નવીન પ્રાણને સંચાર કરીને, સંઋારની સેવા કરતી કરતી પાછી અસીમમાં જઈને મળે છે, તેજ પ્રત્યેક મનુષ્ય જગતનું આપમેળે કલ્યાણ કરતો હરતે અસીમને માર્ગે આગળ ધપે છે. જહુનુ મુનિએ સમસ્ત જગતની એ ગંગાને પોતાના શરીરમાં સમાવી એ જગતને માટે અપરાધ હતું તેથી તે પોતાના શરીર- માંથી તેને મુક્ત કરવી પડી. તેવી જ રીતે આપણે પશુ આપણાં સ્વાર્થનાં બંધનમાંથી સાધકને મુકતપ્રવા કર જોઈશે. દરેક બીજમાં પુરાતન વનસ્પતિની પહેલાંની પ્રાણ ધારા પુનઃ પ્રવેશ કરે છે. પરંતુ જે એ બીજ સ્વજીવનને વિદી ના કરે તે તેમાં રહેલો પ્રાણ પ્રગટી શકે નહિ, એવી જ રીતે આપણા ઘરમાં જે બાળક આવે છે તેને મુકત કરવાને પોતાના હૃદયને વિદી કરીને તેનું દ્વાર મુકત કરવું જોઈએ. પણ બીજ જે બી જાંકુરને પ્રગટવા ન દે તે તે પ્રાણહંતા ગણાય, તેમ જે નિત્યજીવનને પ્રગટવા ન & તે પણ પુત્રહંતા ગણાય, ત્યારે આ પ્રત્યેક ઘર શું પુત્રહંતાનું સ્થાન નથી? માબાપ પોતાનાં સુખ તેમ જ ઐશ્વર્યને પ્રગટ કરવાને માટે શું પુત્રઢંતા બનતાં નથી તેથી જ તે બાઉલે છેવટે કહ્યું: હું અહંતા થાઉં એ ક્ષયથી જ ગૃહસ્થ થતો નથી. હજુ મારી સાધના પૂર્ણ થઈ નથી કે, જેથી પુત્રને મુક્ત શ્કરી શકું.”

૧ શિક્ષબ્રસાધના આજકાલ તો બાળકમાં રહેવા દેવતાને ઓળખી તેને મુકત માગ આપવાને બદલે આપણા દરેક મંદિરમાં તેના દેહની જ પૂજા થાય છે. શંકરના શેઠિયાની પૂજા થાય છે, અને શંકરનું અપમાન કરવામાં આવે છે! દેહની પૂજી વાહનની પૂજા જેવી જ ગણાય. વાહનની પૂજા પણ અહબત્ત થવી જોઈએ, પરંતુ દેવતાને અનાદર કરીને નહિ, દેવતાના આવિષ્કાર દ્વારા દેહને અત્યાચાર દૂર થી જોઈએ જ્યાં સુધી રાજાને પરિચય ના થાય ત્યાં સુધી રાજ- પુરુષોને અત્યાચાર થાય છે. અરે, તેનાં કુતરાંબિલાડાં પણ આપણું અપમાન કરે છે! પરંતુ જેવી રાજાની પિછાન થઈ કે તરત જ બધાં સમજી જાય છે કે, આ વ્યક્તિ રાજાની પાસે બેસવાને લાયક છે. પછી તેમને અત્યાચાર ટકી શક્તા નથી. માનવમાં જેને આવિષ્કાર કરવાનો છે તે પોતે છે પરબ્રહ્મ, બાઉલનું ગાન છે: तोमार पथ देके छे मन्दिरे मस्जिदे ।। तोमार डाक शुनि साइ चलते ला पाइ । ऋइरव्ये दोडाच गुरुते मोरशिदे ॥ तोर दुवारेइ नानान ताला, पुराण कोरान तसवी माला। भेख पखइत प्रधान ज्वाला कैद मदन मरे खेदे ॥ (ભાવાર્થ : તારે માગ મંદિર અને મસજિદેએ ઢાંકી દીધો છે. હું સ્વામી, તમારો સાદ તે સાંભળું છું. પણ ચાલી શકતો નથી; કારણ કે ગુરુ અને મુરશિદ બને દુખ થયા છે. તારે બારણે અનેક તાળાં,–પુરાણુ, કુરાન, માળા, નસબી, વગેરેનાં લાગેલાં છે. ભેખ અને પક્ષાપક્ષો વ્યાખ્યાન બીજું ની એ તો મોટી જવાળા છે તેથી જ મદન ખેથી હાય- વાચ કરે છે.) એ પરબ્રહ્મને પામવાનાં જે સાધન છે તેનો ભાર આપણે એટલે બધા વધારી દીધું છે કે તેના ભારથી જ દેવતા દબાઈ ગયા છે. આ ભારને હળ કર એ શિક્ષ- નું પ્રથમ કર્તવ્ય છે. જીનની શાહી ધારાઓને મુકત કરીને તેમને સહજ માર્ગે વાળવી એ જ શિક્ષણ છે. ત્યારે હવે પ્રશ્ન ઉઠે કે, શું અંકગણિત, ઈતિહાસ, ન્યાય, વિજ્ઞાન આદિ સામાન્ય શિક્ષણની જરૂર નથી ? જરૂર છે, પરંતુ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ બધું સાધન છે, યંત્ર છે, જે યંત્ર જીવંત હોય તે યંત્રનો અર્થ છે, નહિ તે તે નિરર્થક છે. મૃતદેહને ગમે તેટલે શણગારવામાં આવે છતાં તે કોઈ રીતે માનવહૃદયને નહિ આકર્ષી શકે; ઊલટું, તેથી મૃતદેહુ વધારે બીન્સ બાતશે. કેવળ હળ કે બળદનાં સાધનથી ખેતી નહિ થઈ શકે. ખેડૂત વિના તે બધાં સાધન નકામાં છે. આ રીતે જે બાળકના જીવનમાં ચેત- ન્યનું રક્ષણ થાય તે બીજાં બધાં સાધનસામગ્રી સાર્થક બને, કલ્યાણકારી નીવડે, અને, આ સાધનો મહિમા પણ નાનોસૂનો નથી. માનવજીવનમાં નવજીવનનો પ્રાણુસંચાર થાય ત્યાં સુધી રાહુ જેવી જોઈએ. એ પ્રબોધની આશાએ જ બધાં સાધને તયાર રાખવાં જોઈએ. એક વાર એક બાઉલે બીજા બાઉલને પૂછયું : “મારા

{
શિક્ષસાધના
હૃદયમાં પ્રેમને હક થતો નથી; તે સંધ્યા, ઉપાસના,
નામ, જપ, તપ વગેરે છોડી દઉં તે શું વાંધો?” ત્યારે
તેણે જવાબ આપે: “એમ કરવાથી કંઈ લાભ નથી. એ
માર્ગે ચાલતાં ચાલતાં સાચા જીવનની રાહ જો. સંધ્યા-
પૂજા વગેરે માત્ર માર્ગ છે, મૂળ નથી; પણ માત્ર તેમ
માનવાથી તેમને તરછોડવા ઇષ્ટ નથી. નદીમાં પાણીનું પુર
આવે નહિ ત્યાં સુધી ઊંડા ખાડા નકામા છે; પણ પાણી
આવ્યું નથી એમ માનીને એ, ખાડા ધૂળથી પૂરી દઈએ
તે જ્યારે ચોમાસામાં પાણીનું એશ્વર્ય વરસશે ત્યારે તેને
ઝીલનારે આધાર કયાંથી લાવશો? આપણે પ્રવાહને મા
બંધ કરી દઈએ તે પછી જ્યારે ભગવતૃપાથી ધારા પ્રવા-
હિત થાય ત્યારે તે ધારા કયાંથી વહી શકે ? એ વખતે
પેલા નકામા ખાડાનું પણ મૂલ્ય સમજાય છે.”
આવી રીતે શાળાઓ, સંસ્થાઓ, શિક્ષણ પદ્ધતિએ
પણ જ્યાં સુધી પ્રાણસંચાર પામે ત્યાં સુધી આવશ્યક છે.
પણ તે વિના વ્યર્થ છે. જેમ ઘરમાં કદાચ આગ લાગે એ
અટકળથી પ્રથમથી જ આપણે કુદાવી રાખીએ છીએ
તેમ બાળક જન્મે તે પહેલાં તેની સાધનસામગ્રી તૈયાર
રાખવી જોઈએદેવની પધરામણી માટે સિંહાસન સજજ
રાખવું જોઈએ, પણ, યાદ રાખવું કે, દેવ વિનાનું ખાલી
સિંહાસન અર્થહીન છે. માત્ર સિંહાસનની પૂજાથી કોઈ
સાચું ભકતદય પૂર્ણ થઈ શકતું નથી.
આપણા શિક્ષણમાં આથી ઉલટું જ ચાલે છે. આપણાં
શિક્ષણુમંદિરમાં સિંહાસનના બધા પૂજકેને એ દેવતા

બાપાન બીજુ
કાચ અશક્ય રીતે પ્રવેશ કરીને તે સિંહાસને બેસી જાય,
માટે દંડધારી બનીને ચેક કરતા ઊભા રહે છે. તેમને
દેવતા હટ્ટાય તેની ચિંતા નથી, માત્ર સિંહાસનનું રક્ષણ
થવું જોઈએ ! શિવલિંગને નાશ કરવા માટે તેઓ જાણે
દાન સમા ઉભા રહે છે. સાધ્ય સાધનને ભેદ તેમના
મનમાં જણાતો નથી!
જાણવું” (to know) એ સિંહાસનની, -બાહૃા.
જગતની, દેવતાના વાહનની –વાત થઈ. “ (to become)
એ દેવતાની, આંતર જગતની વાત છે. એક બાઉલના
કહેવા પ્રમાણે રાત્ય થવું એટલે શિંગોડાની પેઠે નહિ પરંતુ
સની પેઠે થવા જેવું છે. ફણસને જેમ અંદરથી જ કાંટા
ઊગે છે, શાહુડીને જેમ અંદરથી જ સીસેળિયાં પ્રગટે છે,
માણસને જેમ તરહમાંથી બાહ્ય રોમાંચ થાય છે, તેમ
આંતર સત્ય મન વાણી કમમાં આવિષ્કાર પામવું જોઈએ.
એટલા માટે “જાણવું” એ બાહ્ય જગતનું, અને “શવું”
તે આંતર જગતનું છે. બહારના જગતનું જાણવું તે આંતર
જગતના થવાને સહાયક બનવું જોઈએ. તેથી ઊલટું થાય,
એટલે કે, ગણ પ્રધાનને દબાવી દે, સહાયક ચત્ર યંત્રીને
પીસી નાખે તે સાધનાની દુર્દશા થાય. એ દુર્દશામાંથી
મુકત થવાનું ને મુકત કરવાનું પ્રત્યેક ગુરુનું કર્તવ્ય છે.
શિક્ષણે માનવનાં સઘળાં બંધને તેવાં જોઈએ.
હાથપગની બેડીઓ તોડવાનું મંદિર એ જ શિક્ષણનું મંદિર
છે. તે મુકિતસ્થાન છે. જ્યાં હાથપગની બેડી તોડવાની
હોય ત્યાં બીજાં બંધનોને પિસવાને અવકાશ નથી. પહેલાં

શિક્ષણ સાધન યુરોપમાં નાઈટ્ર (Knights) નામના વ્રતધારી પુરુષે બતર ચહેરીને યુદ્ધમાં જતા. પિતાના રક્ષણ માટે તેઓ અસ્ત- રને વધારે ને વધારે દુઘ કરતા ગયા. છેવટે તે લોઢાનું બનાવ્યું. આ બખતરને ભાર એટલે બધો વધી ગયો કે, ક્રૂઝેડની કડાઈમાં એ બખ્તરથી જ ઘણાનો નાશ થો. કેઈ ચોદ્ધો ઊ ઊલે હડતો હોય, તેને જે શત્રુનો કેઈ માણસ પાડી નાખે તો તે પોતાના બuતરના ભારને લીધે જ ઊભું થઈ શક્તા નહિ. કઈ મદદ કરે ત્યારે ઉભે થઈ શકે. એટલે, કદાચ કઈ ચોદ્ધો શત્રુથી બચી શકે પણ પોતાના મસ્તરના ભારથી બચી શક્તો નહિ, ત્યાર પછી, નવયુગમાં (Renaissance) શરૂ થયેલી નવી યુદ્ધપ્રણાલિમાં બખ્તરને બહિષ્કાર થા. નૂતનવીર નેપોલિયન એમ માનતા કે, સાધન મોટી વાત નથી. શ૪ એટી વાત નથી, પુરુષ મોટી વાત છે. તેથી જ તે આખા સુરેપનો પરાજય કરી શકો. યુરેપના છેલ્લા યુદ્ધમાં પણ શસ્ત્રને ભાર વધી ન જાય તેની ખાગ્નિ સંભાળ રખાતી. એક પણ બીજા પક્ષને મારે છે, એટલે કે સાધનો ભાર પુરુષને મારે છે એ સત્ય યુદ્ધમાં સમજાવા લાગ્યું છે. પરંતુ શિક્ષણમાં હજુ એ વાત સમજાઈ લાગતી નથી ! કોનિલ ન્યૂમૅન શિક્ષણની બાબતમાં એક વિચાર- શીલ મનીષિ હતો. તેના સમયમાં શિક્ષણ વિષે એક ભારે કેય પૂછાત. એક માણસ બધા વિષયમાં શિક્ષણ લે તે તેનું શિક્ષણ છીછરું રહે છે. એક વિષયમાં વિશેષજ્ઞ થવાથી જ શિક્ષણ ઊંડું, ગભીર કાને છે. એ વિશેષ જ્ઞાન ન વ્યાખ્યાન બીજું દ્વારા મનુષ્ય પોતાને જીવનનિર્વાહ કરી શકે, અને નૂતન શાસ્ત્રરચના પણ કરી શકે. ધંધામાં જેમ કુંભાર કે સુથાર કે વણકર એમ એક જ ધંધો કરવાથી તે ધંધામાં કૌશલ આવે છે તેમ વિદ્યામાં પશુ કોઈ એક વિદ્યા પ્રાપ્ત કરવાથી તેમાં શઠાણ આવે છે, લેકો એમ માનતા કે, ગણિત અને તેની શાખાઓમાં કે વિજ્ઞાન અને તેની શાખાઓમાં વિશે- ષજ્ઞ થવાની જરૂર છે. પરંતુ આ પ્રમાણે વિશેષજ્ઞ થવા જતાં આત્મશાસ્ત્રમાં મનુષ્યને અનુભવ ઘણે સંકુચિત થઈ જ. મનુષ્ય માત્ર એક જેવો બની જતા. વૈયાકરણ માત્ર વ્યાકરણ જાણે, ન્યાયશાસ્ત્રી માત્ર ન્યા, જાણે. તેને જાતની બીજી વાતની ખબર પડતી નહિ. આથો પ્રશ્ન એ ઊઠયો કે, માનવબુદ્ધિને સઘળાં શાસ્ત્રોના અભ્યાસથી છીછરી રાખીને પણ સર્વતોમુખી કરવી કે તેને વિશેષર બનાવીને કુપમંડૂક જેવી કરવી ? કાર્ડિનલ ન્યૂમેને પ્રશ્ન કર્યો છે મનુષ્યને માટે શાસ્ત્ર છે કે શાઅને માટે અનુષ્ય છે માત્ર શાસ્ત્રને ગભર કરવા ખાતર અનુ- વ્યને વિશેષજ્ઞ બનાવીને ફૂપમક કરે તેના કરતાં તે સર્વ- દેશી બને, પછી ભલે તેનું જ્ઞાન જરા ઓછું ઊંડું હોય, તે ઈટ ગણાય. પણ તેમણે જણાવ્યું કે, આ બંનેને સમ- ન્વય થાય તે કોઈ ઉપાચ શોધવો ઉચિત છે. અનુષ્ય કોઈ એક શાસ્ત્રમાં વિશેષજ્ઞ થાય, અને સાથે સાથે અન્ય શાસ્ત્રાને સાધારણ પરિચય પામે. આ પ્રમાણે એક શાસ્ત્રમાં વિશેષજ્ઞ થવાથી તેને જીવનનિર્વાહ ચાલે તેમ જ તે શાસ્ત્રમાં નવી શોધ થઈ શકે, અને બીજા શાસ્ત્રના

શિક્ષસાધના
--
પરિચયથી તેની સર્વાગી પૂર્ણતા થતી જાય. આથી કાર્ડિ-
નલ ન્યૂમેને સાંપ્રદાયિક શિક્ષણશાળાને બદલે સર્વદેશીય
વિદ્યાપીઠ સ્થાપી. એ વિદ્યાપીઠની પ્રતિષ્ઠા કરતી વખતે તેણે
ઉપર પ્રમાણે પોતાને અભિપ્રાય વ્યકત કર્યો હતો.
પૅરિસ વિદ્યાપીઠના પિતા એલાર્ડ(Abelard)ને
પણ એવો જ આદર્શ હતો. તેના પહેલાં મધ્યયુગમાં
પૈસેલ્સસ નામના એક પાગલ દાર્શનિકે પણ એવી જ વાત
કરી હતી. ગ્રીક ફિલસુફ પ્લેટે પછી નિયોપ્લેટેનિક શાળાના
સમયમાં પ્લેટિનસનું પણ એ જ મંતવ્ય હતું. ઑટે
અને તેની પૂર્વના આચાર્યોએ પણ એ જ વાત કરી હતી.
યુરોપ એ વાત ભૂલી ગયે ન હેતે, પણ ઍખેલાયું તે
આદર્શને ફરીથી જાગ્રત કર્યો,
ભારતવર્ષના શિક્ષણના સાધકેને માટે પણ એ વાત
નવી નથી. ખેડૂતને ધંધે પણ એ જ રીતને છે. તે ખેતરમાં
એક સ્થળે ઊંડે ખાડો કરે છે, કૂવો કરે છે, અને બાકીની
જમીનને એકસરખી રીતે ખેડે છે. જે તે કૂ કરીને બેસી
રહે તો ન ચાલે, અને કુવા વિના એકસરખું ખેડાણ કરે
તે પણ ન ચાલે. બન્નેની જરૂર છે. તેવી રીતે શિક્ષણમાં
એક વિષયમાં વિશેષજ્ઞ થવું જોઈએ, અને બીજા વિષયોને
સામાન્ય પરિચય હોવો જોઈએ. જીવનને કાળ મર્યાદિત છે,
તેથી ઘણું રસિક વિષે જાણવાના રહી ગયા એમ દુઃખ
થાય. પણ બષા વિષયનું ડુંઘણું જ્ઞાન હોવાથી અંધતા
તો ચાલી જ
જાય. માટે સાધકોએ જીવનના જળનું પાન
કરવા એક વિષયમાં તે ઊંડે ઊતરવું જોઈએ.

વ્યાખ્યાન આપવું
તે ગભીર જળનું સ્થાન શોધવામાં ગુરુએ શિષ્યને
મદદ કરવી જોઈએ. ઘણું અનુભવને અંતે જ તે સ્થાનને
નિર્ણય કરી શકાય. માત્ર વ્યાકરણ્યની કારિકાનાં નિયમિત
પઠનથી તે થઈ શકે નહિ. શિષ્યની કયી ભૂમિમાં પાણીનાં
ઊંડાં ઝરણુ છે તે ગુરુએ શોધી કાઢવુ જોઈએ. ગુરુ માત્ર
કુપનું સ્થાન નક્કી કરે, અને શિષ્ય ગભીરતર જળને સ્પર્શ
કરે. કવચિત ગુરુનો કુપ એક હાય, અને શિષ્યને બીજે પણ
હોય. ગુરુની સાના જોઈને શિષ્ય પિતાના ક્ષેત્રમાં પણું
એવી જ ગભીરતા પ્રાપ્ત કરે. પરંતુ શિષ્ય આત્મપ્રયાસ તે
પોતે જ કરો રહ્યો. તે સમયે શિષ્ય અને તેની સાધના એ
બે જ હોય. ગુરુ સહાય કરવા જાય તે તે નિરર્થક બને,
જેમ પુરોહિત વરકન્યાના હાથ મેળવી આપ્યા પછી તેમનાં
ધર્મજીવન અને પ્રેમજીવનની શુદ્ધ સાધનામાં નિયગી
છે તેમ ગુરુ પણ શિબને ક્યાં સુધી સહાય આપે તેને
નિર્ણય જોઈએ.
*
* આ વ૬, ૬, મંગળ, ૧૯૮ર

વ્યાખ્યાન ત્રીજ } ને ચંન્દ્ર પ્રધાન બનીને જંત્રીને નષ્ટ ન કરી દે તે શ્રેત્રનાં ઘણાં પ્રયોજન છે, આ જે પુસ્તકનો સર્વસંગ્રહ, જેને આપણે પુસ્તકાલય કહીએ છીએ, એ શિક્ષણને માટે કાંઈ જેવુંતેવું સાધન છે? ખરી રીતે તો એ એક સાર્વભૌમ સર્વકાલીન નગર છે. ત્યાં પૃથ્વીના બધા દેશના બધા કાળના જ્ઞાનીઓ, કવિઓ અને નાયિઓ એક સાથે વાસ કરે છે. ત્યાં ગૌતમને અને વ્યાસને ભેગાં વસતાં કો વિવાદ થતો નથી; વેદાંતની પાસે ન્યાય સમાન ભાવે રહે છે. ત્યાં મહમૂદના કુરાનની સાથે હિંદુઓને વેદ રહે છે, ચીનના મહાન કૉન્ફયૂશિયસના ગ્રંથની સાથે ખ્રિસ્તિઓનું બાઈબલ રહે છે. કેઈની સાથે કેઈન વિરાધ નથી. કવિ વી- ન્દ્રનાથ કહે છે કે, જેમ ગામના ચોકમાંથી ગમે તે રીતે જઈ શકાય, તેમ પુસ્તકાલય પણ. ચેક જેવું છે, જ્યાંથી - ચિંતનના ગમે તે મા જઈ શકાય છે. પુસ્તકાલયને આધારે આપણે જગતના પૂર્વકાલ તરફ પહોંચી શકીએ, આ પ્રમાણે ગ્રંથને સેતુ બાંધી શકાય. માનવની આવી. ચિન્મયી મુક્તિ બીજે ક્યાં મળે ? કઈ પણ વ્યકિત જરા ચ અડચણ સિવાય તે માગે જઈ શકે છે. પરંતુ ચંત્રી જે સચેત ન રહે, ને પિતાને પ્રાણ- સ્પર્શ ગૂમાવે તે આ જ પુસ્તકાલય તેને માટે ભારરૂપ ચાચ. પુસ્તકાલયની સહાયથી જેમ ઘણા સાધકો આગળ વ્યાખ્યાન ત્રીજું ખ્યા છે, તેમ તેના ભારતળે ઘણા પીસાઈ પણ ગયા છે, જેમ બતરના ભારથી દ્ધાએ મરી ગયા છે તેમ, એક વખત ધાનના કોઠારમાંથી ધાન બહાર કાઢતાં તેમાંથી એક મરો ઊંદર નીકળે. બાળકો તે જોઈને કિલ- કિલાટ કરવા લાગ્યાં. ત્યાં એક બાઉલ ઉો હતો, તેણે રસુજથી કહ્યું: “ અરે, એને જોઈ તમે હસશો નહિં. એ કઈ જેવું તેવું પ્રાણ નથી ! અ૬, એ તે જ્ઞાનના અને શાસ્ત્રના ભાર તળે પસાઈ ગયેલો પડિત છે! મહાપ્રાણુની આશા સેવીને બિચારાએ શાસ્ત્રના ભંડારમાં પ્રવેશ કર્યો. ધીરે ધીરે શાસને પચાવી શકે છે તે ક્રમશઃ જ્ઞાન પ્રાપ્ત થાત, અને શકિતસંપન્ન પણ થઈ શકત, પણ થયું તેથી વિપરીત !? જગતમાં પણ અનેક પંડિત કારમાં પીસાઈ ગયેલા એ ઊંદર જેવા છે. અને માનવસમાજ શું બતાતુગતિકભાવે તેમને અનુસરે છે. ત્યારે માનવસમાજની ગતિ કેમ ના થાય ?' જેવું પુસ્તકાલય તેવું જ વિદ્યાલય છે. જે સાયક જીવંત હોય તો બધા વિશે પણ જીવનથી ભર્યો લાગે છે. સાધનને પ્રધાનપદ આપવાથી મૂળ રાત્ય નષ્ટ થઈ જાય છે. અલબત્ત, મારે સાધન ઉપર કશે ક્રોધ નથી, પણ ભૂલવું ન જોઈએ કે, હમેશાં સાધન ગણ છે, સાધક પ્રધાન છે. પ્રાણ દે, પ્રાણુને સંચાર કરે, પ્રાણનું રક્ષણ કરવું, –એ સાધના ઘણું કઠણ છે, એમ કરનારા ગુરુઓ પણ દુર્લભ હોય છે. જે મળે છે તે પ્રતિષ્ઠાના અને સ્ટાઇનના ગુરુ શિક્ષસાધના હોય છે. ખેતરની જમીન ગમે તેવી સારી હોય, તેમાં ખાતર ગમે તેટલું નાખે, પાણી ગમે તેટલું પાએ, પણ એ બીજ જીવંત નહિ હોય તે કશું ઊગશે નહિ. આપણું ફલલોભી કૃપણું મન સાધનાના ક્ષેત્રમાં નિશ્ચિત નકશા (charts) માગે છે. પરંતુ નિશ્ચિતતાનો (Definitism) આ આડંબર અને તેની ઉપાસના પ્રાણ અને જીવન નનું અવસાનક્ષેત્ર છે. ઈટકાઠને મૃતસ્તંભ, જીવનલીન રૂપ, જેને આપણે મહેલ કે હવેલી કહીએ છીએ, તે મિસ્ત્રીના નિશ્ચિત નકશા પ્રમાણે ભલે થતું હોય, પરંતુ જીવંત વૃક્ષ, જીવતી લતા, પ્રાણવાન ફળ, એ ચારે બાજુની જીવન શક્તિના આવાહન પ્રમાણે સુસંગતપણે જીવનમાં પરિણમે છે.” નદી કક્કી ખોદેલી નડેર કાંસુની પેઠે વહે રે ? જેઓ નદીને કાંસની પેઠે વહેવડાવવાનો પ્રયત્ન કરે છે, તેઓએ જાણવું જોઈએ કે જીવનને નકશાનો અણગમો છે, કંટાળો છે. નદી તો કાંસના પાણીને અવગણીને સ્વછંદ માણે વહે છે. ત્યારે શું જીવંત ધર્મ કે જીવંત માનવ વેદ કે શાસન વિધિનિષેધને માગે ચાલી શકે? કદી પણ એ નિયત માર્ગનું અનુસરણ કરી શકે? માટે જ શાસ્ત્રનિયત માગને અને જીવનને નિત્યનો વિરોષ છે. વસ્તુઓને, સરસામાનને ગોઠવ એ ગૃહિણપણું છે; પણ એ ગઠવણથી જે મૂળ સત્ય જકડાઈ જતું હોય તે ચાલે નહિ. સત્યની સાધનાના અધિપતિ શિવ છે, અને બધી પ્રકારની ગૃહવ્યવસ્થાની અધિષ્ઠાત્રી શક્તિ છે. પરંતુ * नकशा हुकुम घरबार चले, वृक्ष चले निज लीला ॥

વ્યાખ્યાન શીજુ શક્તિ જ્યારે શિવને પગ નીચે ચાંપે ત્યારે તે પ્રલય કરી કાલિકા મૂર્તિ બને છે અને શક્તિ જો શિવને સંહાર કરે, એટલે કે ગૃહિણીપણું જ માત્ર પ્રધાન બની જાય, તે આપણું અંતરની ઉપયોગિતાની વૃત્તિ કશું ફળ આપી શકે નહિ. હાલમાં યુરોપમાંથી આ સર્વ પ્રકારને ઉપયોગિતાવાદ આવ્યો છે. તેથી અહીં શિવ રહેશે કે નહિ એ પ્રશ્ન થાય છે. યુરોપ શાક્ત છે. શિવનો ત્યાગ કરવાથી શક્તિ કેવી પ્રલયંકરી બને છે તેને ત્યાં ધીમે ધીમે પરિચય થવા માંડે છે. હાલમાં એક દેશ બીજાને આખોને આ ગળી જવા ઈ છે છે. રાષ્ટ્રો પરસ્પર ભક્ષક બન્યાં છે. તેમનામાં એક પ્રકારનું પ્રચ્છન્નભાવે સંમિલિત નરભક્ષકત્વ (Group cannibalism) આવ્યું છે. અત્યારે યુરોપ પિતાની આ ભક્ષક- વૃત્તિથી કંટાળીને શિવને ખાળવા મથી રહ્યું છે. તે સમજતું જાય છે કે શિવ સિવાય માત્ર શક્તિની ઉપાસનાથી કલ્યાણ નથી. પણ તેને શિવ જડતા નથી ! યુરોપમાંથી આણેલો વ્યવસ્થાને, ગોઠવણ શક્તિને આ ભાવ મૂળ પ્રેરણાને એક કેરે મૂકીને પિતાને ઉપદેશ દઈ રહ્યો છે. તેથી એ પિતાનાં આધાર માટે ઈતિહાસ કે પૂર્વવૃત્તાંત્તોને શોધે છે. પરંતુ માત્ર ઈતિહાસ કે પૂર્વવૃત્તાંત્ત (Precedent) કામનાં નથી. તેમની પ્રતિષ્ઠા ભૂતકાળમાં છે. ભૂત છે પ્રાણ- હીન. જીવંત માનમાં ભૂત એ ભયને વિષય છે. કારણ કે ભૂતકાળ છે ચોક્કસ, સુદષ્ટ અને ભવિષ્યકાળ છે અનિ- શ્ચિત, અષ્ટ. ભૂતકાળમાં છે કેવળ મૃત્યુ, ભચ, નિરાશા, ૪ ૫૬ શિક્ષણ સાધન જે ભાવ છે તે કવિનું બ્રહ્મ છે. વળી એંગિવાસિષ્ઠ જ- ણાવે છે: चिदव्योम केवलमनन्तमनादि मध्ये ब्रोति भाति निजचित्तवशात्स्वयंभूः । आकारवानिव पुमानिव वस्तुतस्तु वन्ध्यातनुज इस तस्य तु नास्ति देहः ॥ (ઉત્પત્તિ પ્રકરણ, સગ ૨-૫૬ } દરેક સાધક, દરેક કલાકાર, દરેક ચિંતાશીલ મનુષ્યના હૃદ- યમાં તે અનાદિ અનંત બ્રહ્મ વિરાજમાન છે. તે પિતાની ચિન્મય શકિતથી પૂર્ણ છે. તેને આકારવાળા મનુષ્યની પેઠે દેહ નથી, જેમ વધ્યાને પુત્ર નથી તેમ. અને તે છતાં , તે દરેકના હૃદયમાં વિરાજેલ છે. આ બ્રહ્માની સૃષ્ટિ અને આ વિશ્વબ્રહ્માંડના બ્રહ્માની સૃષ્ટિ એક જ છે. ઐતરેય બ્રાહ્મણમાં છે કે આ જે વિશ્વ જગત છે તે देवानां देवशिल्पं अस्य अनुकृतिरिह लोके, છે. કાંસુ, સુવર્ણ, અને હાથીદાંતથી કારીગર અનેક પ્રકારની જે મૂતિઓ ઘડે છે, તે મહાશિપનું અનુકરણ છે. 28 એ સર્વ શિરચનામાં જ તે દેવશિ૯૫નું યથાર્થ સ્તવશાન ચાલ્યું છે. તે શિલ્પની અનુપ્રેરણામાં જ આ માનવ- * ॐ शिल्पानि शंसन्ति देवगिल्पानि । एतेषां वै शिल्पानां अनुकृतीह शिल्पं अधिगम्यते ॥ शिल्पं हास्मिनधिगम्यते य एवं वेद यदेव शिल्पानी ॥३॥ आत्मसंस्कृतिवि शिल्पानि । छन्दोमव वा एत यजमान आत्मानं सस्कृश्ते ।। (એ. બ્રા. ૬, ૫, ૧.

-૦ચાખ્યાન શ્રી
લેકમાં સર્વ શિક અધિગત થાય છે. જેઓ આ શિલ૫નું
રહસ્ય જાણે છે, તેઓ તેને ચુથાર્થ અમે પણ પામે છે.
શિની સાધનાને ઉદ્દેશ જ આત્મસંસ્કૃતિ છે. શિ૯૫-
ચજ્ઞને અજમાન જે શિલ્પી છે તે આથી પોતાના આત્માને
દેસય બનાવે છે.
આપણા રોગીઓ પણ કહે છે કે આ જે બ્રહ્મની સૃષ્ટિ
- છે તે બાળકનો ખેલ છે, એક લીલા છે.
इह सरजसि मार्ग निर्विशेषो विधाता
જ્ઞાનતા સેતુરન્યત્વથ !
लरमन इव वाल: क्रीडितः पांसुपूरै-
રિદ્ધિ હિત ધા7િ 7 શ્રદ પ્રમાઈ !
એ ઉદ્દેશીન વિધાતા શિશુની જેમ અહિની રચનાનો ખેલ
કરે છે. એટલા માટે જ તત્ત્વવાદી દાર્શનિકે વિચાર કરી-
કરીને હેરાન થાય છે કે આ સૃષ્ટિ સત્ય છે કે મિથ્યા. આ
તે છે આનંદની લીલા, તેને સત્ય માને છે તે સત્ય છે,
માય સાને તે માયા છે. ખેલવામાં તમે જે હિસાબી
બુદ્ધિથી છેલશે તો ખેલ ખરો આનંદ નહિ રહે, કારણ
કે હિસાબી બુદ્ધિ, હિસાબ વિના કોઈ જ જાણતી નથી. તે
માત્ર વિચારે છેઃ પિતાના સંતાન ઉપર સહુ રાખવાથી
કેમ પસા કમાવાય, સ્ત્રીની સાથે વાત કરતાં પણ મનમાં
વિચારે છે કે એટલા સમયમાં કેટલા રૂપિયા કમાઈ શકાત.
આ જાતને મનુષ્ય જેમાં પિતે લુબ્ધ છે તે રીતે જ બધું દેખે છે.
મારે એક કરારતી મિત્ર હતો. તેણે પરફયા પછી
સ્ત્રીને પ્રથમ વાર મળતાં જ પૂછ્યું: “તું પંજા લડાવી કેશ
H

રિસાધના
“ના.
3;
છે ?” પત્નીએ કહ્યું :
કુસ્તી લડી શકે છે?
“ના.” “લાઠી ફેરવી શકે છે ? તા.” પછી મને કહેવા
લાગે : “ઠાકુરદા! એની સાથે તે કેવી રીતે વાત કરવી ?
તે વિચારતો હતો કે જગતમાં કુરતી, લાઠી સિવાય બીજું
કાંઈ જાણવા જેવું છે જ નહિ !
વિધાતાની વિશ્વસૃષ્ટ ઉદ્દેાહીન સુત આનંદની સૃષ્ટિ
છે. એ આનદ કોઈ પણ ઉદેશ દ્વારા બદ્ધ નથી. તે મુક
છે, માટે જ આ જગત આટલું સુંદર છે, આ જીન પ્રેમ
અને સૌન્દર્યથી ભરેલું છે, જે વિધાતાએ ચક્ષની માફ્રક
લેભ કરીને સૃષ્ટિ રચી હોત તો તે આટલી સુંદર ન હોત,
તે માત્ર કુત્સિત અને એશ્વર્યનાં બંધનથી બદ્ધ હેત.
જેમ વિશ્વગ્રાહે છે, તેમ આ શિક્ષણનું જીવન પણ
એક ચિન્મય સૃષ્ટિ છે. શિક્ષણના બ્રહ્માએ પણ શિશુદયમાં
વિરાજીને કાર્ય કરવાનું છે. તે પણ એક સર્જક છે. જે ગુરુ
શિશુમાં રહેલા બ્રહ્માને જાગ્રત ન કરે તે કેવળ યંત્ર દ્વારા,
પદ્ધતિ દ્વારા શિશુના જીવનમાં રહેલ શુક દાસ સંચાલિત
થાય. પરિણામે તેની મુકિત માર્ગ રુંધાય. જે ગીઓએ
સત્યને પ્રત્યક્ષ અનુભવ્યું છે તે બ્રહાને નિત્યશિશુ કહે
છે. વિશ્વ આ વિશ્વમાં એક શાશ્વત શિશુની જેમ રેલી
રહ્યો છે. તેથી કરીને જ આ વિશ્વ કોઈ ઉદેશના ભારથી
નિશ્ચિત માર્ગની જકડથી જડડાઈ ગયેલું જણાતું નથી.
જીવનના સંચાર માટે હંમેશાં કોમળતાની જરૂર છે.
બી પત્થરમાં કુરે નહિ, તેને માટે જોઈએ કોમળ કાદવ,
ખેતરમાં પત્થરો નાખવાથી શકિતનો સંચાર થાય નહિ,

વ્યાખ્યાન બીજું
તેને માટે પાણી જોઈએ. કુંભારને ઘડે ઘડતી વખતે સૂકી
માટી નથી કામ આરતી, તેને પાણીમાં પલાળીને પોચી
કરવી પડે છે. જ્યાં બારેપણ કરવાનું છે, ત્યાં કો-
ળતા આવશ્યક છે.
આ વિશ્વના મૂળમાં પણ એ કે મળતા, એ તાજગી
છે. જીવનમાં પણ સાધકના ચિત્તમાં આવી જ સુકોમ
ળતા જોઈએ. માટે જ બધા ધર્મગુરુઓ કહે છે કે શિશુના
જેવા થાઓ. શિશુ જે નજીવનને, નવજ્ઞાનને અધિકારી
છે તેવા અધિકારી થાઓ. વૃદ્ધોને પણ આવો જ ઉપદેશ
દેવામાં આવે છે. એટલા માટે આપણા ધર્માચાર્યો પણ
નૂતન જન્મ દઈને દ્વિજ કરે છે.
પણ આપણે હાલના શિક્ષણના ગુરુઓ તો શિશુઓને
વૃદ્ધ થવાનું કહે છે! માટીને ભાંગી તેની અમુક ચેકઠામાં
ઈંટ બનાવી તેને અગ્નિમાં પકવી છે, તો પછી તેમાંથી
બીજ ઊગે ખરું, વારુ? આપણા ગુરુઓ પણ બાળકેને
ચોકઠામાં નાખી શિક્ષણ પદ્ધતિની ભઠ્ઠીમાં તેમને પકવવા
માગે છે. તેમ કરવા જતાં તેમનામાં રહેલાં બીજ મળી
જાય છે. આપણા દેશમાં આવા ઘણા ય બાલવૃદ્ધો ફલાભથી
પ્રેરાઈને પરીક્ષા પાસ કરવા જાણે છે. તેમનામાં નથી કઈ
પ્રેરણાની સંભાવના, કે નથી કોઈ મહાન વાતમાં શ્રદ્ધા.
કોઈ એક પદ્ધતિના અગ્નિમાં શેકાઈને પરીક્ષાના ચોકઠામાંથી
પસાર થઈ પાકી સુંદર ઇંટ જેવા જણાય છે! બિચારા,
પેલા ઉંદરની દશા ભેગવે છે !
શિશુ જે યથાર્થ શિશુ રહે તે બ્રહ્માને સનસી
બની શકે. બાઉલનું એક ગાન છે :

શિક્ષણ સાધના
નિટુર કરવા,
तुइ कि मानुष * -मुकुल भाजवि आगुने ?
तुइ फुल फुटावि, बास छुटावि सबुर बिहुने ।।
देखना आमार परमगुरु साइ,
से जुगजुगान्ते फुटाय मुकुल
( તાર) તાજું જાણે
तोर लोभ प्रचण्ड, ताइ भरसा दण्ड,
एर आछे कोन उपाय ?
कय से मदन, शोनू निवेदन
दिल ना वेदन श्री गुरुर मने;
तार सहजधारा आपनहारा, तार वाणी शोने,
रे निठुर गरजी ॥
(અર્થ: હે નિષ્ફર ગરજવાન, શું તુ માનવ (કે માનસ)
મુકુલને દેવતામાં શેકીશ શું તું સબૂર વિહેણો થઈને
કુલ કુટાવીશ, વાસ પ્રગટાવીશ? જો તો ખરો, મારા પરમ
ગુરુ સ્વામી એક કળીને વિકસાવવાને યુગોના યુગ લે છે.
તેમને તે જરા ય ઉતાવળ નથી! તારો લેભ પ્રચંડ છે,
એટલે જ તારે દંડ (સમયના અર્થમાં તેમજ શિક્ષાના
અર્થમાં) વિના બીજો ઉપાય નથી. આનો શું ઉપાય?
મદન કહે છે. મારું આટલું નિવેદન સાંભળો.
શ્રી ગુરુના મનને દુઃખ દેશે નહિ. તેમની જે સહજ ધારા
છે, તેમાંથી પ્રગટતી જે વાણી છે, તે સાંભળીને તારી જાતને
રામપણ કર, અરે હે ગરજવાન!)
માનસ (પાઠાંતર)

-કયાખ્યાન શીજું જે અંતરના બ્રહ્મને જાગ્રત કરે, ગુલામીના બંધન- માંથી મુક્તિ આપે, તે જ ખરા ગુરુ છે. જેવી રીતે ગરુડ રવર્ગમાંથી અમૃત આણીને માતા વિનતાને દાસત્વમાંથી મુકત કયાં, તેવી રીતે ઉદંશના બંધનની ગુલામીમાંથી, ઉપગિતાની ગુલામીમાંથી, લેભની ગુલામીમાંથી આપણને મુક્ત કરનાર ગુરુ મળવા જોઈએ. આજે જે ગુરુએ માત્ર પદ્ધતિને જ પ્રધાન ગણે છે, તેઓ લોભી થઈને પિતાના ઉદેશી ધન વડે આપણી માતાને દાસત્વમાં નાખે છે, જે ચિમચી પરાવિદ્યા છે તેને ઉપયોગિતાની દાસી બનાવે છે. તેને ધન, સત્તા, સુખ, સૌભાગ્ય, વૈશવને માટે ઘરે મૂકે છે. તેથી જ જે વિદ્યા આપણને મુકિત આપનારી છે, તે અત્યારે આપણને દાસ બનાવી રહી છે. ઘરમાં આગ લાગી છે. સમુદ્રમાંથી જળ લાવીને તે હિોલવી શકાય. પણ ત્યાં ય આગ લાગી છે. કોણ હલવશે આગ? બધાંય ધનને અંત જ્ઞાન છે. એ જ્ઞાન જ જે નબદ્ધ થઈ ગયું છે, તે તેને કોણ મુક્ત કરશે? આપણે જનેતાને આપણે દાસી બનાવી, તો આપણા જેવા ઉપ- ગિતાવાદી, આપણા જેવા લેભી, આપણુ જેવા દાસ બીજા ને ગણવા? એ જનનીનાં બંધનમાંથી મુક્ત થવાની જે ઢીક્ષા દઈ શકે તે ગુરુ અને ભાવિયુગના આચાર્ય પણ તે જ ગણાય, ૪ આસો વદ ૬, સં. ૧૯૮૨, મંગળવાર, અધ્યાહન

એક
વ્યાખ્યાન શું
ગ્રીસમાં વિદ્યા વ્યકિતની ખાનગી સંપત્તિ ગણાતી..
ભારતવર્ષમાં વિદ્યા એ એક સાર્વજનિક સાધના હતી, ગ્રીસમાં
વિદ્યા મૂલ્ય આપીને ખરીદી શકાતી. કોઈ કોઈ વાર એ મૂલ્ય
એટલું મોટું થતું કે સાધારણ માણસ વિદ્યા ખરીદવાને
અશકત બનતે. અત્યારના પાંચ કે દશ હજાર રૂપિયા જેટલું
દ્રવ્ય ગુરુને આપવું પડતું. ભારતવર્ષમાં પણ ગુરુને દક્ષિણ
આપવાનો રિવાજ હતું, પરંતુ તે દક્ષિણ શિષ્યની ઈચ્છા
અને શકિત ઉપર આધાર રાખતી. દક્ષિણ એ વાસ્તવિક
રીતે મૂલ્ય નથી. વિદ્યા એ જ્ઞાનને એક યજ્ઞ છે, અને ચર્સ
દક્ષિણા વિના હોઈ શકે નહિ, એટલે કે દક્ષિણા કેવળ
શ્રદ્ધાનું એક ચિહન છે. યજ્ઞ પૂરો થતાં યજમાન પિતાની
શકિત અનુસાર એક રૂપિયે કે એક ફળ કે એકાદ વસ્ત્ર
આપે તો ય ચાલે. શિષ્યોએ સહસ્ત્ર સુવર્ણ અને સહસ
ગાયે દક્ષિણા રૂપે આપ્યાં છે. પરંતુ વિદ્યા વેચાતી નહિ.
ગ્રીસમાં વિદ્યા વેચાતી અને તેથી જ વિદ્યાવાન વ્યકિત બુદ્ધિ-
માન હોય તે તેને માટે તે વેપારનું સાધન થતી, ભારતમાં
વિદ્યા કોઈનું વ્યકિતગત વિત્ત ન હતું, પરિણામે ગુરુની પાસે
પ્રાર્થતાં જ તે મળતી.
ગ્રીસમાં ગુરુ વિદ્યાર્થી પાસે ટેલેન્સ (talents)
માગતા, આ શબ્દનો હાલમાં બુદ્ધિ એ અર્થ થાય છે,
પણ તે વખતે તે એક નાનો પિંડ હતે. હિંદમાં શિ
-

: વ્યાખ્યાન શું તરફથી પત્રતા અને અધિકારની અપેક્ષા રખાતી. પરંતુ માત્ર પૈસાને અભાવે કોઈ વિદ્યાર્થી વંચિત રહેતું નહિ. શિક્ષણના સરાય દરમિયાન પિતાને પુત્ર ઉપર લાલનપાલનનો હુક રહેતો નહિ, કારણ કે શિક્ષણના કામમાં તે સમસ્ત માનવ સમાજને માટે સાધના કરે છે, આ ગણાતું. ગમે તે વિદ્યાર્થી ગમે તે પુંજીને ત્યાં “અતિ શિક્ષણ કહે એટલે તેને ભિક્ષા મળતી. ભિક્ષાનો અર્થ અહીં યાચક- વૃત્તિ નથી, પરંતુ ગૃહસ્થના અનનમાં બ્રહ્મચારી ભાગીદાર ગણાતો, એ જાતને અર્થ છે. બીજી બાજુથી કઈ પણ કે જડબુદ્ધિ ગુડ સ્થનો અન્નભંડાર આ રીતે સાર્થક પ થતું. આ રીતે કહી વિદ્યાહન એ સાર્વજનિક તરસ્યા- ધન હતું. બધાંયને એ પ્રાણ હતું. જેમાં તેજ વાયુ વગેરે ખરીદાતા નથી, તેમ વિદ્યા પણ ગણાતી. દૈઈ પણ મૂલ્યર્થ તે અતીત હતી, તેથી જ તે અમૂલ્ય ગણાતી. ગ્રીએ તે ખરીદી શકાય તેમ હોવાથી તેને ગુપ્ત રાખી શકાત; પરંતુ હિંદમાં ગુરુઓને માટે વિદ્યાદાન કરવું નહિ એ ટે અપરાધ ગણાતો. એ અપરાધનું નામ “બ્રાઘાત' હતું, કારણ કે તેમાં અંતર્થ બ્રહ્મનો લાત થ. વેદના આરંભકાળમાં બ્રહ્મચર્ય વગેરે પૂર્ણ પણે વિકાસ પામ્યાં ન હતાં. તે વખતે ઋષિ તપસ્યા કરીને અંતરમાં પ્રેરણાાતિ અનુભવીને જેમ આકાશમાંથી વર્ષ આવે છે અને પૃથ્વીને ભીંજવે છે, તેમ કોઈ એક મહાન સત્ય. ઉચ્ચારતા. પણ જેમ વરસાદની આકાશવૃત્તિ ઉપર માત્ર આધાર ન રાખતાં લેકોએ પાછળથી કૂવા તળાવ વગેરેની.

- ૬૪ 1 શિક્ષણ સાધના ચેજના કરી, તેમ શિક્ષણમાં પણ થયું. ત્રાષિએ શિષ્યના હૃદયને સંસ્કારી કરીને સરોવર જેવું સ્વચ્છ બનાવતા. તેમાંથી જ્ઞાનકમળો ફૂટતાં. આ શિષ્યો, જ્ઞાનાથીઓ, જ્યારે ગુરુની નિકટમાં રહેવા લાગ્યા, ત્યારે બ્રહ્મચર્યાશ્રમની શરૂઆત થઈ. એ તીર્થ, એટલે કે એ જ્ઞાનતીર્થ, એક વિદ્યાયતન બન્યું. એ વિદ્યાયતનને માટે કોઈ ઇમારતની જરૂર ન હતી, એક બાઉલગાનને અર્થ છે એક જળપૂર્ણ સરોવરને ઘાટ નથી, છતાં તે તરસ છીપાવી શકે છે. બીજું એક સોનાના ઘાટવાળું સરોવર છે, પણ તેમાં જળ નથી. બાદલ કહે છે કે મને તરસ લાગવાથી સેનાના ઘાટવાળા સર- વરે ગયે પણ અંતરની પિપાસાના દાહથી તેમજ સેનાના દાહથી બળવા લાગ્યા. તાત્પર્ય એ છે કે માનતીર્થની રચના વિનાની કેવળ ખાદ્ય પ્રતિષ્ઠા જીવન દેતી નથી; ઊલટી, એ બેવડી શક્તિથી મારે છે. ત્રષિઓ જાણતા હતા કે જ્ઞાન આપણા અંતરને પ્રાણ છે. કોઈ પણ બાહ્ય વસ્તુથી તે ઉચ્ચતર છે. એવા પ્રાણને ઉપયુક્ત ભૂમિ પણ પ્રાણમય જોઈયે. તેથી તેઓ માનતા કે તેની યથાર્થ પ્રતિષ્ઠા નગરમાં કે ગામમાં નહિ, પરંતુ ઉધનમાં, ઉપવનમાં કે અરણ્યમાં થઈ શકે. જ્યાં ઈમારતના જડ ઢગ ન હોય, જ્યાં માનવસમાજના મિથ્યા , આચાર ન હોય એવા પ્રકૃતિના સૌન્દર્યની વચ્ચે, વનસ્પ- તિની સ્થિર તપસ્યા તળે, નદીને કિનારે, પંખીઓના કલરવમાં એ જ્ઞાનતીર્થની પ્રતિષ્ઠા થાય. તે વખતના રાજા મહારાજાઓ પણ પોતાના રાજમહેલ છેડીને અંતરની ૧ વ્યાખ્યાન શું તૃષા છીપાવવા ત્યાં જતા. તેઓ જાણતા હતા કે ગમે તેવા સંગેમરમરના હૌજથી એ તૃષા છીપવાની નથી. એ વખતે જેમ આજે ગીતાની પૅકેટ એડિશન છે, તેમ રાજધાનીની ક્ષુદ્ર એડિશનવાળા આશ્રમે ન હતા! પરંતુ આ પરથી એમ ન માનશે કે ગુરુઓ સમા- જની બહાર રહેતા, તેમનામાં માનવ માટે મહાભાવ ન. હતો. ગુરુઓ શિષ્યમંડળી સાથે તીર્થયાત્રા વગેરેના નિમિત્તે સમાજમાં, જનપદમાં કે નગરમાં પરિભ્રમણ કરતા અને સમાજ પણ છાત્રો સહિત ગુરુને પ્રસંગે પ્રસંગે આમંત્ર. આથી સમાજને ઉચ્ચ વાતાવો સંપર્ક રહેતો. આ રીતે ક્રમશઃ બ્રહ્મચર્ચ આશ્રમનો વિકાસ થશે. જે નદી ભાવિમાં લોકકલ્યાણ કરવાની છે, તેની પ્રથમ ઉત્પતિ પર્વતની કોઈ દુગમ તુષારભૂમિમાં જણાશે. ત્યાં પ્રથમ એક પરિપૂર્ણ હૃદ હોય છે. પછી તેમાંથી, માનસરોવરમાંથી, ગંગા, યમુના, સિધુ અને બ્રહ્મપુત્રા ચારે દિશામાં પ્રવર્તે છે. આથી સંસાર કાંઈ દુખ નથી કરતા કે શાથી નદીઓનું આ ઉત્પત્તિસ્થાન દુગમ એકાંત પ્રદેશમાં છે? જે સત્ય ઋષિઓ પ્રેરણા દ્વારા પામતા, તે શાશ્વત સત્ય મેળવવા શિષ્યો ઋષિઓની આસપાસ એક સત્યનું સરોવર રચતા. ઉપનયન સંસ્કારમાં મંત્ર છે કે તું શત: ત રહ્યાા, એટલે કે સર્વ સ્થાનેથી હવે બ્રહ્મ- ચારીઓ, જેમ સમુદ્રમાં ચારે દિશામાંથી નદીઓ આવે છે તેમ આવે. ગુરુરૂપી સમુદ્રને મળવાથી શિષ્યરૂપી સરે- તે - I ાિણસાધના વરનું જળ હમેશાં રછ અને અખૂટ રહ્યા કરે છે. રિ- શુ સત્ય કોઈ એક સ્થળનું કાળનું ન રહેતાં નિત્ય કાળ, નિત્ય દળનું બને છે. ત્યાર પછી આપણા સમાજમાં ધીરે ધીરે ચાતુર્યની વ્યવસ્થા શરૂ થવા પામી. હું હું જે કઈ કહીશ તે આ વ્યવસ્થાના બચાવ ખાતર નહિં, પણ જે મને એતિહાસિક સત્ય લાગે છે તે રજૂ કરવા ખાતર કહીશ. દરેક દેશમાં તેના પ્રજનના અને સાધનાના પ્રમાણે તેના સમાજને વિકાસ થાય છે. આપણા દેશમાં શુદ્ધ નામે વધ્યું છે. યુરોપીય પ્રજાએ અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં જઈને ત્યાંની અસલ તેને ખતમ ન કરી, પણ તેમની સાથે વાસ કે. હાલમાં યુરોપીય પ્રજા સંસ્થાની અસલ પ્રજાને નાશ કરતી નથી, કારણ કે તેમની રજૂરીથી સામ્રાજ્ય સદ્ધ થાય છે. પણ તેમની સાથે તેઓ વસતા નથી. આ પ્રાચીન જાતિઓનો નાશ ન કર્યો, પણ તેઓ તેમની સાથે વસ્યા. તે વખતે આર્યપૂર્વ દ્રાવિડ અને તેથી એ પૂર્વની કોઈ એક અતિપ્રાચીન સંસ્કૃતિ હતી. જેઓ તે સમયની સભ્યતાને સમગ્રભાવે જુવે છે તેઓને જણાય છે કે દ્રાવિડસંસ્કૃતિ સંસ્કૃતિથી ઊતરતી ન હતી, અલે, કોઈ કોઈ વિષયમાં ચઢિયાતી પણ હતી. તેટલા જ માટે આર્યોએ જાતિને બળાત્કારથી પિતાની શિક્ષણ- વ્યવસ્થામાં આણી નહિ, અને તે પતિએ અંદર આવવાની ના પણ કહેલી તે ભારતવર્ષનું એક સૌભાગ્ય છે. કારણ કે મોશ્ચયુગમાં શિવદર્શન, શાક્તદર્શન, અને યોગના જે કેટલાક વ્યાખ્યાન શું અં અસ્તિત્વમાં આવ્યા તે વેદ સમયથી પૂર્વની - તિના નિશાથી યા છે, જે એ આર્યોએ પિતાની પહેલાંની સંસ્કૃતિને નષ્ટ કરી હોત તે બુદ્ધ, જિન કે કાતિક મહાપુરુપની પ્રાપ્તિ થઈ હોત નહિ. આપણે કેવળ વચાર કરનારા અને ઉપનિષદના સત્રના દે ને જ એળવી શક્યા હોત, આપણે જોઈએ છીએ બુધે જે સત્યના પ્રચાર કર્યો છે તે વેદમાં ન હોવા છતાં ઉપનિષદ વગેરેમાં પુરે પૂરી છે. જન્માંતરવાદ, કર્મવાદ એ યજ્ઞયાગમાં નથી. આપણે જોઈએ છીએ કે યાર એક બાજુ યજ્ઞયાગ કરે છે, બીજી બાજુ ગૂઢ તત્વમાં લીન છે. આ જાતના ધર્મ- તત્વને એક ઈટાલિન પડિત (Dr. Formichi) ગતિમાન- ધર્મજ (dynamic religion) કહે છે. યાજ્ઞવલ્કયને જ્યારે આત્માની વાત, કર્મની વાત, જન્માંતરની વાત પૂછવામાં આવી ત્યારે તેમણે કહ્યું : “અહી નહિ, એકાંતમાં ચાલે. ત્યાં કહીશ.” તે વખતે તેમણે જે કહ્યું તે જાણે બુદ્ધ કોઈ - શતાદિ પૂર્વે આવીને બિરાજમાન થયા હોય એવું લાગે છે, આગોએ દાના ભાવથી કે અશક્તિને લીધે આગલી સંસ્કૃતિનો નાશ ન કર્યો એ આપણું સૌભાગ્ય છે, કારણ કે એ બનેના મિશ્રણથી અનેક પ્રકારની જ્ઞાનસંપત્તિ આપ- તે વારસામાં મળી છે. ત્યારપછી થાતુર્વર્સની વ્યવસ્થા થઈ. તેમાં શિક્ષણ- જુઓ, Doctrines of Religions, મ યુનિ સિટીના કાલા ફર્મિકીનું પુસ્તક; તેમજ Theism of Medieval India, ડે. ઈ. જે. કાર્પેન્ટરકૃત. - શિક્ષણ સાધન વ્યવસ્થા હતી. સર્વને વિદિત છે કે શુદ્રને વેદને અધિકાર ન હોવા છતાં જ્ઞાનને અધિકાર હતો. આર્યોના અહી આવ્યા પછી ઘણે લાંબે કાળે વર્ણ વ્યવસ્થા રૂઢ થવા પામી. આપણે મહાભારત, ભાગવત તેમજ હરિવંશ આદિમાં જોઈએ છીએ કે શુદ્રને પણ જ્ઞાનને સંપૂર્ણ અધિકાર હતો. તેની ઈચ્છા હોય તે ભલે વેદને માગે તે ન જાય, પણ જ્ઞાનની જરૂર તેને માટે પણ રહેતી. ભક્તિશાસ્ત્રના મહાન ગ્રંથ શાંડિલ્યસૂત્રના દ્વિતીય અધ્યાયના આતિકના ૭૮મા સૂત્રમાં સ્વપ્નેશ્વરકૃત ભાષ્યમાં નીચે પ્રમાણે છે: 31થ અનામ્ ધાનાધિકારચાત્ત तदधिकारश्चिन्त्यन्ते । निन्दितचाण्डालादियोनिपर्यन्तम- धिक्रियते संसारजिज्ञासायाः अविशेषात् ।। બ્રાહ્મણથી તે ચંડાલ સુધી સર્વને જ્ઞાનમાં સમાન અધિકાર હતો, કારણ કે સંસારની જિજ્ઞાસામાં કોઈ ભેદ નથી. ફરી વખેશ્વર કહે છે. ત્રીજોના વાઇgઢા- नाम् च ज्ञानमपि श्रुतिमूलमेव भवति । अन्यथा तदसिद्धि- સ્ત્રી શુદ્રાદિ અને ચંડાલાદિનું જ્ઞાન પણ કૃતિને આધારે છે, નહિ તો તેની અસિદ્ધિનો પ્રસંગ આવે. જે શદ્વાદિને વિદ્યાને અધિકાર ન હોય તો આપણે જોઈ શકીએ કે शूद्रादीलाम् तु भक्तिसाधनस्य तावतैषा अधिकारसिद्वौ, . અને જે શદ્વાદિને માટે જ્ઞાન મેળવવાનો કોઈ ઉપાય ન હોય, તેમને સત્યજ્ઞાનને અધિકાર ન હોય તે જગતની સમસ્ત વિદ્યા જ વિદ્યા પ્રયુmિ Titવા (૮૧, સૂત્ર, વનેશ્વરભાષ્ય), —- - - - -

વ્યાખ્યાન ચેઠું
આથી ચાતુર્વણયને હું કોઈ અંધશ્રદ્ધાથી નથી લેતા.
સનાતની કે અસનાતની બધાંયને નિરપેક્ષભાવે જોઉં છું,
ચાતુર્ય તે વખતની સમાજ વ્યવસ્થા હતી, પરંતુ એ
નિત્યકાલનું શાશ્વત સત્ય ન હતું. એ તત્કાચિત વ્યવસ્થા
હતી, કાળથી પરની વ્યવસ્થા ન હતી
* આસો વદ ૭, બુધ, ૧૯૮૨

વ્યાખ્યાન પાંચમું અાગળ મેં જણાવ્યું કે ચાતુર્વર્ય એક નિત્યકાલના સત્યને જાણવા માટેની તાત્કાલિક વ્યવસ્થા હતી, પણ તે સ્વયં નિત્ય વસ્તુ નહોતી. અહીંયાં સાધ્ય અને સાધનો વિવેક મનમાં રાખવાની જરૂર છે, નહિ તો સાધનાનો વિષ- યય થવાનો સંભવ છે. યુરોપના ઘણા સમાજતત્ત્વવિદ કહે છે કે ભારતવર્ષની ચાતુર્વર્ણ વ્યવસ્થા એક યુક્તિયુક્ત (reasonable) વ્યવસ્થા છે, માનવસમાજમાં ત્રણ પ્રલયશક્તિ છેઃ એક ધર્મ- ગુરુઓની શક્તિ (ecclesiastical power), બીજી રાજ- શકિત ( political power ), ત્રીજી ધનશકિત (financial power, આ ત્રણે શકિતઓ જે જિન ભાવે ભિન્ન સ્થાનમાંથી કાર્ય કરે તો કોઈ એક શકિત પ્રબળ બનીને જુલમ કરી શકે નહિ. આપણે જોઈએ છીએ કે યુરોપમાં કોઈ કોઈ વખતે ધર્મવ્યવસ્થા રાજ્યના હાથમાં આવી હતી. તે વખતે પ્રજાને દારુ દુખ સહન કરવું પડયું હતું, કારણ કે રાજ- શકિત અને ધર્મગુરુની શકિત એકત્ર થઈને વધારે ત્રાસ- દાયક થાય છે. પિપ ધર્મગુરુ હતા, પણ તે એક મોટા રાજા જેવું હતું. તેણે એક બાજુથી રાજશાસન કર્યું, બીજી બાજુથી ધર્મશાસન કર્યું. પરિણામે પ્રજાને અન્ને બાજુથી પીસાવાનું થયું. ૮

હયાખ્યાન પાંચમું
અત્યારે ભારતવર્ષમાં રાજાના હાથમાં રાજશકિત અને
ધનશક્તિ, એમ બને શકિત છે. પરિણામે પ્રજા પીડાચ
છે. શિક્ષણની વ્યવસ્થા પણ તેમના હાથમાં હોવાથી કેવી
દુર્વ્યવસ્થા રમાપણે જોઈએ છીએ ? યુરોપના તત્ત્વવિદ કહે
છે કે આ ત્રણ શંકિત પિતપોતાના સ્થાનમાં રહે તે કોઈ
એકત્ર પીડા કરી શકે નહિ.
આ ત્રણ ઉપરાંત જે થી શકિત છે તે છે શ્રમજીવી-
ઓની શકિત, શુદ્ધશકિત. એમ જણાય છે કે શ્વવિષ્યમાં
પૃથ્વી પર કદાચ આ શકિત સર્વોપરિ બને. પૃથ્વી પર
-ધર્મગુરુઓની શકિતની પરીક્ષાને પ્રાગ થઈ ગયો છે. બધા ચ
દેશોની સભ્યતાના પ્રારંભકાળમાં ધર્મગુરુઓએ જ શાસન
કર્યું છે. પછી ધર્મશકિત દ્વારા પીડિત પ્રજાએ વિચાર્યું કે
રાજાના હાથમાં એ શકિત આપીને તે દ્વારા શાસનને અનુ-
લવ કરો. તેના દ્વારા થયેલાં કલ્યાણ--અકલ્યાણુનો અનુભવ
પણ થઈ ગયું છે. પછી ગઈ શતાબ્દિમાં વૈશ્યક્તિને
પ્રયોગ થઈ ગયે. મૂડીદારો (Capitalists) દ્વારા પ્રજા
કેટલી પીડાય છે તેને અનુભવ થતો જાય છે. અમેરિકામાં
પ્રજાતંત્રને (Democracy) નામે સૂડીદારનું શાસન ચાલે
છે. એ લોકોને એટલે પ્રચંડ અત્યાચાર છે કે તેમની
-વિરુદ્ધ સાથું ઊંચકવાની કોઈની તાકાત નથી.
આપણે સાંભળીએ છીએ કે એક વખતે સમુદ્રમાં અષ્ટપદી
જંતુઓ હતાં. તેમના ભાગમાં આવેલું પ્રાણી તેમના દ્વારા
રહેંસાઈ જતું. તે પ્રમાણે અત્યારે મૂડીદારો અનતપદી દાનવો
જેવા છે, તેઅો પ્રત્યેક પગ પોતાના નાનપ્રાશની ચૂડમાં

હરિ
શિક્ષણ સાધના
એકીવખતે લોહી ચૂસી લે છે. કોઈ એક રાજાના જુલમની
સામે વિદ્રોહ કર સહેલું છે, પણ હાલમાં અમેરિકાના
મૂડીદારના વિદ્રોહી થવું ઘણું મુશ્કેલ છે. અત્યારે યુરોપમાં
રાષ્ટ્રશકિત કાર્યશકિત છે, પણ પડદા પાછળ રહેલી મૂડી-
દારની શકિત છે. તે ઉપરાંત તેમના હાથમાં ધર્મગુરુઓ
શકિત પણ છે. સઘળાં મંદિરો ધનશકિતથી નિયંત્રિત છે.
ક્રિશ્ચિયન ધર્મ પણ મૂડીદારોથી સંચાલિત છે. પ્રત્યેક
પ્રચારક ધર્મગુરુ મૂડીદારો પર નભે છે અને તે મૂડીદાર
પિતાના ધન વડે બધી પ્રવૃત્તિઓ ખરીદી લે છે. તેમના
હાથમાં નહિ હોય એવી એક પણ ધર્મ પ્રવૃત્તિ ત્યાં જેવા
નહિ મળે.
એક વાર આ જાતની દુવ્યવસ્થાને વિચાર ધર્મનો
બાજુથી ટોલસ્ટોયે કર્યો હતો. પરંતુ મૂડીદારોની સામે
ટકે એવું તેમના પ્રચારનું સામર્થ્ય ન હતું. કારણ કે
ટોલસ્ટેય મુખ્યત્વે હતા સત્યષ્ટ, નહિ કે પ્રચારક, છતાં ય
આજે રશિયામાં બધા મૂડીદારની વિરુદ્ધ જે પ્રચંડ પ્રતિ-
વાદ ઊઠે છે તેના આદિ ગુરુઓમાંના એક ટોલસ્ટ
હતા. કૅપિન એક રીતે પ્રતિવાદ કરે છે, ઑસ્ટેસ્કી
બીજી રીતે કરે છે, ગગોલ તેમજ ગાકિ વળી ત્રીજી રીતે
કરે છે. ટેસ્ટીય પ્રતિવાદ ધર્મ અને જ્ઞાનની દષ્ટિથી
હતો. હાલમાં જે રીતે ત્યાં પ્રગ ચાલે છે તે વિષે આપણે
સવીશે કાંઈ જાણતા નથી, પણ તેઓ હા કરે છે કે
દશકિતને પ્રયાણ કરવાને તેઓ સમય આપશે. મૂડીદાર
તેમને બદનામ કરીને તેમના કાર્યોમાં વિદને નાખવાને
મજ

વ્યાખ્યાત પાંચમું પ્રયત્ન કરે છે. બારિઝમ, કમ્યુનિઝમ એ જાણે અપ- શબ્દ જેવા થઈ ગયા છે. જર્મનીનું યુદ્ધ બંધ થયું તેના મૂળમાં શું હતું ? જમન સિન્ચે કહ્યું કે અમે કોને માટે યુદ્ધ કરીએ છીએ? શું અમે આટલા માટે પ્રાણ આપીએ છીએ? એમ લાગે છે કે જર્મનીમાં રશિયાનું સત્ય જણાઈ ગયું છે. ઇલેંડમાં હોલસાની હડતાલ અને અન્ય દેશોમાં બીજી પ્રકારની હડ- તાલા શું સૂચવે છે? આથી એટલું જણાય છે કે ગમે તેવા અપશબ્દ વાપરવાથી ભાવિ પ્રગ અટકશાન નથી. આપણુ તંત્રશાસ્ત્રમાં જણાવ્યું છે કે સત્ય યાત્રા પારા જેવું છે. પારાનું બીજું નામ શિવસ છે. કોઈ પણ વ્યકિત તેને પિતાની મૂઠીમાં બાંધી શકે નહિ. મૂઠી જેટલી મજ- મૃત વાળો તેટલો તે પારે આંગળીઓમાંથી સરકી જાય છે. સત્યને બાંધી શકે એવું સામર્થ્ય કોનું છે ? ભવિષ્યમાં શુક્રશકિતનો પ્રયોગ થશે, પરંતુ તેથી કરીને માનવજાતિનું સંપૂર્ણ કલ્યાણ થવાનું છે એમ કેમ કહી શકાય ? જેમ પહેલાં ભિન્ન ભિન્ન પ્રયોગથી અમુક અંશે કલ્યાણ થયું હતું, તેમ આંશિક કલ્યાણ જરૂર થશે. શુકશકિતના પ્રોગથી જે કલ્યાણ-અકલ્યાણ થાય, ત્યાર- પછી જે ચાર પ્રકારની ઉપર જણાવેલી શક્તિઓનું પરસ્પર સુસામંજસ્ય સ્થાય તો કદાચ ભવિષ્યમાં પૂર્ણ કલ્યાણની આશા રખાય. તે વિષે અત્યારે તે શું કહી શકાય? ભારતવર્ષમાં એ ચારે શકિતઓનું સામંજસ્ય કરવાની સંભવિતા હતી. પરંતુ એ ચારે શકિતઓ ધર્મશકિતથી

શિક્ષણ સાધન ,
શાસિત થઈને ધર્મ અને જ્ઞાન પ્રધાન થયાં. આ પ્રધાન
થવામાં અલબત્ત કોઈ દે ન હતા. પરંતુ જ્યારથી તેને
નામે જુલમ થવા લાગ્યો ત્યારથી ભૂલનાં પગરણ થયાં.
આપણા દેશના ધર્માચાર્યો ભૂલી ગયા કે તે સમયની સામા-
જિક વ્યવસ્થા માત્ર તે કાળને ઉચિત વ્યવસ્થા હતી,
પરિણામે જે એક સેટી ભૂલ થઈ તે સ્પષ્ટ કરું.
ઘણા માણસે પૂછે છે: યુરોપમાં આપણા જાતિભેદની
પેઠે વર્ગભેદ નથી? છે, કદાચ ઘણું દુઃખદ છે. પણ ત્યાં
સમજાય છે કે એ સામાજિક વ્યવસ્થા ધર્મગત વ્યવસ્થા
નથી. મને નામે ભગવાનના મંદિરમાં જવાને બદ
સમાન છે. આપણે સામાજિક ભાવે એક હોઈ શકીએ.
આપણે ભેદ કેવળ ધર્મગત ભેદ છે. આ વાત દૃષ્ટાંતથી
સમજાવું.
જે આપણા શરીરમાં વૈષમ્ય હોય, એટલે કે જે
આપણું વાચ્ય નષ્ટ થયું હોય તે આપણે રકત ફરવાની
હુદપિંડની ક્રિયા દ્વારા તે વૈષમ્ય ધીરે ધીરે દૂર થઈને
સ્વાથ્ય પ્રગટે છે. નાડી જોઈને આપણું રક્તના ભ્રમણને
સ્વસ્થ કરવા પ્રયત્ન કરી શકીએ છીએ. વળી બીજી વાત
એ છે કે આપણા જ્ઞાનતંતુઓનું (nervous power) મૂળ
થાન જે મસ્તકમાં છે, તે સસ્તક જે સ્વસ્થ અને સમ
રહે તે વિષમતા દૂર થાય. ત્રીજી વાત છે પરિપાકશક્તિ
( digestive and eliminatire system ), cuiu! 24
ત્રણે મર્મ સ્થાને શુદ્ધ રહે ત્યાં સુધી વૈદ્ય રોગીના પ્રાણ વિષે
આશા છોડતા નથી. પરંતુ જે તેને જણાય કે રેગીન

ઋાખ્યાન પાંચમું પાકાશયમાં વિકાર થયો છે, નાડીમાં વિકાર થયે છે, અને ધનસ્થાનમાં, એટલે કે મસ્તકમાં પણ વિકાર થયો છે, તે વૈદ્ય ત્રિસન્નિપાતનાં લક્ષણેથી જીવનની આશા છોડી દે છે. માનવસમાજમાં જે અવ્યવસ્થા થાય તે તેને અંતિમ ઉપાય છે ધમની વિશુધિ. પરંતુ જે એ ધર્મ- બુદ્ધિમાં વિષમતા, ભેદબુધિ, આવે તો તેને કોણ શુદ્ધ કરી શકે? જ્યારે ધર્મ સ્વયં વિકૃત થાય ત્યારે તેને પ્રકૃતિ, સ્વસ્થ, કોણ કરી શકે? ક્રિશ્ચિયન તેમજ ચુસ્લિમ સમાજમાં જે અવ્યવસ્થા થાય તો ધમ તેને શુદ્ધ કરે છે. પરંતુ આપણા સમાજમાં અન્ય સ્થળોમાં સામ્ય હોવા છતાં ધર્મમાં જ વિષમતા છે. ત્યારે આપણને આ વિપત્તિ- માંથી ઉગારે કોણ ? आपनी कटारी मारी आपनार पाय । अहंकार करे नौका डुबालि दग्यिाय । पडे शुने सूर्ख होलि ओरे हतभागा । शिरे काल सांधात कोथाय बांधावि तागा ? (ાથ અંગદ રાવણને કહે છે: “પિતાની જ કટારી પિતાના પગમાં મારીને અને અહંકાર કરીને પિતાની જ નૌકા દરિયામાં ડુબાડી. હે હતભાગી, ભોગ તે ય સૂખ જ રહ્યો. તારા માથામાં જ સર્ષ કર્યો છે, તો હવે દેરી કયાં બાંધીશ?”) યુરોપના જાતિભેદની સાથે આપણા જાતિભેદને આ ફરક છે. બ્રહ્માના ચાર અંગોમાંથી ચાર જાતિ ઉત્પન્ન થઈ એ સુંદર કથા છે. જે કોઈ વ્યકિત સમાજના કઈ પણ

શિક્ષણ સાધના
અંગને નુકસાન કરવા માગે છે, તે બ્રહ્માના અંગને આઘાત
કરે છે, કારણ કે બ્રાહ્મણ તેમનું માથું, ક્ષત્રિય બાહુ,
વૈશ્ય જંઘા અને શુદ્ધ પગ છે. હાલમાં આપણે પગને જાણે
કે ભૂલી જ ગયા છીએ. પરંતુ યાદ રાખવું ઘટે કે પગને
બાદ કરવાથી માથું બચે નહિ. કોઈ કોઈથી નાનું મેટું
નથી. બધાં ય યથાસ્થાને સાર્થક છે. આ થઈ યુકિતસિદ્ધ
(rational) વિપત્તિ.
તે ઉપરાંત ઐતિહાસિક વિપત્તિ પણ છે, બ્રાહ્મણને
પુત્ર મુખ્યત્વે બ્રાહ્મણ થાય, ક્ષત્રિયને ક્ષત્રિય થાય, એ
જાતની જન્મગત જાતિભેદની સમાજવ્યવસ્થામાં બીજી ભૂલ
છે. પરંતુ જ્યાં જ્ઞાનને અભાવ હોય, વિચારને અભાવ
હોય, ત્યાં કોણ વિચારે કે જન્મગત જાતિ ચાલે કે નહિ?
કારણ કે માનવમાં રહેલાં જડતા અને આળસ સરળ
પંથને બળે છે. તેમણે જોયું કે પિતાની જાતિને પુત્ર
થાય તે સહેલું થાય. પરિણામે થયું એમ કે કોઈ એક
શક્તિ લઈને પુત્રે પિતાના ઘરમાં જન્મ તે લીધે, પણ
તે શક્તિ પિતાની જાતિની નહિ, તેથી તેના કુરણને માટે
ત્યાં અવકાશ રહ્યો નહિ. ભગુના પુત્ર પરશુરામ થયા. તેમણે
ક્ષત્રિય થવું ઉચિત હતું. તેમને તેમ નહિ થવા દેતાં જે
આચાર્ય બનાવવામાં આવે તો પિતે પરશુ તંત્ર ઉચ્ચારે.
વસિષ્ઠ ઉર્વશીના પુત્ર હતા. જે તેમણે પોતાના કુળના
માર્ગનું અનુસરણ કર્યું હેત તે કાલ્વેદનું સાતમું મંડળ
પ્રાપ્ત થાત નહિ. મહર્ષણ સુથારના પુત્ર હતા. જે તેમની
શક્તિમાં ભેદ ન હોત તો પુરાણ કયાંથી મળત? વ્યાસ

વ્યાખ્યાન પાંચમું ભગવાન શ્રીવરીગર્ભજાત હતા. જે તેમણે જાતિધર્મ માન્ય હોત તો અઢાર પુરાણ –-મહાભારત, ભાગવત, ગીતા વગેરે, કયાંથી મળત ? નારદ હતા દારૂ વેચનાર કલાલ કન્યા- દાસીના પુત્ર, જે તેમણે કુલમાર્ગનું અવલંબન કર્યું હેત તે ભકિતશાસ્ત્રના ગ્રંથ કયાંથી મળત? કારણ કે ભકિત- શાસ્ત્રનું મૂળ નારદ પંચરાત્ર છે. વિશ્વામિત્ર ક્ષત્રિય હતા. સંહિતા પછી બ્રાહ્મણ ગ્રંથે આવે છે, તેમાં ઐતરેય બ્રાહ્મણ પ્રખ્યાત છે. તેના રચનાર મહીદાસ હતા. તેમનાં માતા શક હતાં, જે તેમણે કુલપંથાવલંબન કર્યું હોત તો ઘણું શા આપણે ગુમાવ્યા હતા. વિશુદ્ધ કુળમાં જન્મેલ રષિઓની પાસેથી આપણે ઘણું થોડું પ્રાપ્ત કર્યું છે. તે વખતે જાતિભેદમાં સરળતા હતી. પરિણામે તેઓ ત્રાષિત્વ પ્રાપ્ત કરી શક્યા અને શાસ્ત્રની રચના પણ કરી શક્યા. સમાજે તેના તરફ વધે ઉઠાવ્યો નહિ, પરંતુ જ્યારે સમાજે એવી અડચણ કરી ત્યારે આપણે કેટલાં શા ગૂમાવ્યાં તેનો કોઈને ખ્યાલ છે? કેટલા ચ ક્ષત્રિને ઘેર કે વૈશ્ય- શુદ્રને ઘેર બ્રાહ્મણે જન્મ ધારણ કર્યા હશે, પરંતુ તેને વિકસિત નહિ થવા દઈને સાજે બ્રહ્મહત્યા કરી છે, કેટલા ય બ્રાહ્મણો કે વેશ્યને ઘેર ક્ષત્રિયોએ જન્મ ધારણ કર્યા હશે, તેમને વિકસિત નહિ થવા દઈને સમાજે ક્ષાત્ર શકિતને ઘાત કર્યો છે, તે જ પ્રમાણે વૈશ્યશકિતને કે શુદ્ર- શકિતનો ઘાત કર્યો છે. વૈ જો કે સંપૂર્ણ સ્વાર્થબુદ્ધિથી પ્રેરાઈને ઘણું વ્યવસા દ્વારા ધનવાન બની શક્યા છે, પરંતુ તેથી કરીને વૈશ્યને જે માટે આદશ, સમાજને એશ્વર્યશાળી કરવાને, તેથી તેઓ વિમુખ રહ્યા છે. જેઓ

શિક્ષણ સાધના
પિતાની તીજોરીમાં ધન રાખી મૂકે છે, તેઓ સમાજનું
કલ્યાણ કરી શકતા નથી. જયાં તેને અપચય થાય ત્યાં તે
અમાને માટે આર્થિક ઉન્નતિની શી આશા રાખી શકાય?
આશ્ચર્ય માત્ર એ છે કે આપણે સમાજ હજુ સુધી ટકી
રહ્યો છે !
આ ચાતુર્વર્યની પ્રતિષ્ઠા થયા પછી નારીઓને
સહજ અધિકાર, તેમને આત્મપતિવરજીનો અધિકાર પણ
ગ છે. પહેલાં તેમ જ પાછળથી જ્યાં સુધી આ વ્યવસ્થા.
કઠણ ન હતી, ત્યાં સુધી સ્ત્રીઓ પોતે પરણતી અને તેમને
અનુરૂપ શિક્ષણ પ્રાપ્ત કરતી. સમાજ પણ એ નારીશક્તિ દ્વારા
મળવાન છે. સ્ત્રી મોટી ઉંમરે પરણે એટલે પિતાની
જાતિમાંથી જ વર પસંદ કરે એમ ન હતું. બંગાળીમાં
એક કહેવત છેઃ ૮૮ પા પછલે જે પડે તાર બિછાના કરે
કેમ ન કરે?” એટલે કે જે વ્યકિત અકસ્માત પદખલિત
થઈ જાય, તેને માટે શું બિછાને પાથરીને નક્કી કરી શકાય
કે તેને પગ ત્યાં જ પડે જોઈએ ? કgવમુનિની પાલિતા
આશ્રમન્યા શકુંતલા પણ જ્યારે અનુરાગને વશ થઈને
આત્મપતિ વરી ત્યારે કેવળ દેવકેમે જ તેમણે સુપાત્રને
વરમાળા પહેરાવી હતી.
दिष्टया धूमाकुलितष्टिः अपि यजमानस्य पारके एक
તમાકુતિઃ તિરા ! ” એટલે કે ધૂણીથી જેમની દૃષ્ટિ ઘેરાઈ
ગઈ છે તેવા યજમાનની આહુતિ બરાબર અગ્નિમાં જ પડી
એ માટી સૌભાગ્યની વાત છે. પરંતુ આવું સૌભાગ્ય દરેક
વખતે ન પણ ઘટે! અસ્તુ!

વ્યાખ્યાન પાંચમું જેમ જેમ એ વ્યવસ્થા સુપ્રતિષ્ઠિત થતી ગઈ, તેમ તેમ સ્ત્રીની પ્રતિષ્ઠા કમ થવા લાગી, અને વિવાહની ઉંમર પણ ઘટવા લાગી. “સો મ પતિ ' ઇત્યાદિ મંત્રે સૂચવે છે કે કન્યા મોટી ઉંમરે લગ્ન કરતી અને ત્યાં સુધી શિક્ષણ પામતી. અથર્વમાં છે કે “ ત્રણ યુવતી યુવા વિ g”, બ્રહ્મચર્યથી યુવતી યુવાન પતિને મેળવે છે. પરંતુ શ્રદાચયના પાલનને માટે જે ઉમરની જરૂર છે તે ન હોય તે બ્રહાચર્ય રાખવાનો શો અર્થ? એટલે ઉંમર ઓછી થવા લાગી. ગાંધર્વ વિવાહ ચાલ્યો ગ, બ્રાહ્મવિવાહ આર્ષ હુ, પ્રાજાપત્ય પણ આર્ષ હતો. પરંતુ હાલમાં પૈશાચ અને રાક્ષસ વિવાહ જણાય છે. વિવાહનો માટે આદર્શ ચાલ્યા ગ છે, કારણ કે દ્રવ્યના બળ કર કે મિથ્યા કુળાભિમાનથી પ્રેરાઈને વિવાહ કરે એ માત્ર ટસ્યવૃત્તિ ગણાય, આ રીતે બ્રહ્મચર્યની સાધનાની અવસ્થા ગુમાવ્યાથી સાધનાહીન નારી સમાજમાં શક્તિસંચાર નહિ કરી શક- વાથી ભારરૂપ થઈ પડી. જે સમાજ અત્યાર સુધી બે અંગે ચાલતો તે હવે એકાંગી થઈ ગયે છે. બીજા અંગને હુક થ છે ! છતાં હિંદુ સમાજ હજારો વર્ષોથી વિદોને સામનો કરતે ચાલ્યો આવે છે તે પરથી સમજી શકા છે કે તેની જીવનશકિત કેટલી પ્રબળ છે ! સંસ્કૃતમાં એક વાક્ય છે કે જ જર ગઇ ત ત અર્થાત, એક ચક્રથી રથ આગળ ધપી. શકે નહિ, નાનાં નાનાં પણ ચકો તે જોઈએ જ, માર્ક- દ્વારા વિવાહ છે , શિક્ષણ સાધના ભારતમાં એકચકા નગરીની વાત આવે છે. તે નગરી હતી બકરાક્ષસના અધિકારમાં. ત્યાં જે જાય તે મુશ્કેલીમાં મૂકાતા. પાંડ પણ ત્યાં જઈને સપડાયા. ભીમે તેને મારીને પાંડવોને બચાવ્યા. આજે આપણે સમાજ પણ એકચકા સમાજ વ્યવસ્થાથી મૃત્યુરાક્ષસના કોળિયામાં સપડાયેલ છે ! ક વીર આ દુર્ગતિમાંથી આપણું રક્ષણ કરશે? ગ્રીસ વગેરે દેશોની વીરતાના મૂળમાં હતી ત્યાંની નારી પ્રેરણા. જગતમાં કોઈ પણ એવી વીરજાતિ નહિ હોય જેના મૂળમાં નારીની પ્રેરણુ ન મળે. રાજપૂતાનાનો ઈતિ- હાસ તે તેનો જવલંત દાખલો છે. વીરાચારી તાંત્રિક પડ્યું સાધનાને માટે શકિત વાંછે છે. આપણું વિશ્વતત્વ (cosmology) ના સત્ય કહે છે કે બ્રહે પિતાને પુરુષ અને પ્રકૃતિરૂપે વિભકત કર્યો ત્યાંથી સૃષ્ટિનાં મંડાણ થયાં. સમસ્ત સૃષ્ટિ શિવ અને શકિતના ચોરાથી ચાલે છે. જ્યારે શિવ શકિતથી વિયુકત થાય છે, ત્યારે સૃષ્ટિને પ્રલય થાય છે. પુરાણમાં એક વાત છે કે એક વાર સ્વર્ગ દેવતાઓના હાથમાંથી ગયું. દેવતાઓ ઘણું મથ્યા પણ તેને ઉદ્ધાર કરી શક્યા નહિ. અંતે શિવ પાસે બધા ગયા. તેમણે જો કે શકિતથી વિયુકત શિવ શવમાન હતા. પછી તેમણે શકિતને શિવ સાથે સંયુક્ત કરવાનો પ્રયત્ન કર્યો. તપસ્યા દ્વારા તેમ થયું. દેવતાઓએ પ્રથમ કામ દ્વારા શિવ- શકિતસંગ સાધવાનો મિથ્યા પ્રયત્ન કર્યો. તેમને ખબર નહિ કે શિવશકિતયોગ એ પ્રબળ અને વિશુદ્ધ સોગ પાયાન પાંચમું t છે કે જેમાં કામ આવે તે તે વખતે ભસ્મ થઈ જાય, તેથી ફામ જ્યારે ભસ્મ થયે ત્યારે દીઈ તપસ્યા દ્વારા શકિત. અને શિવનો સંગ છે. અને ત્યારે જ કુમાર સંભવ થયે! એ કુમાર હેત શકિતધર. તેથી તેણે સ્વર્ગને ઉદ્ધાર કર્યો, ભારતવર્ષના સમરત દુઃખનું કારણ એ છે કે શિવ મૃતવત શક્તિહીન દશામાં છે. તેમની શક્તિને સાધનાના સમય મળતો નથી. જેમ શિવે મૃત સતીના દેહ લઈને પ્રલય- કર તાંડવનૃત્ય કર્યું, તેમ હાલ ભારતવર્ષ માં કેટલાક શિવ કાર્ય કરવાને ચાહે તે તે કાર્ય ન થતાં થાય છે માત્ર પ્રલય? શિવશકિત વિના તાંડવ અસંભવ છે, અને શકિત રિના શિવ હલનચલન કરી શકે નહિ ! ભગવાન શંકરાચાર્ય શાકત ન હુતા, પરંતુ બ્રહ્મવીર હતા. તેથી તેમણે આનંદલહરીની પ્રથમ પંકિતમાં ગાયું. શિવ ત્યાગુ દ્ધિ અત્રતિ : પ્રવિ न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि । આજે ભારતવર્ષની શકિતને ચાતુર્વયની રક્ષાને માટે ક્રમશઃ તેનું વય કમી કરી, સાધનાહીન કરી, ધીરે ધીરે આપણે મારી નાખી છે. એ મૃત શકિતની પાસે સુમુ શિવ બેઠા છે! આવા દેશમાં કયા કલ્યાણની, કયા નવયુગની આશા રખાચ ? * આસો વદ ૮ ગુરુ, સં. ૧૯૮૨ વ્યાખ્યાન છે આજે સવારે મેં જે ચાતુર્યની વાત કહી તેની પ્રતિષ્ઠા કાયાગત હતી. કાયાગત એટલે પિતાની કાયામાંથી સંતાનરૂપે અન્ય કાયા થાય છે તે, અર્થાત્ સંતાન પિતાની કાયાથી ઉત્પન્ન થાય છે તેથી પિતાના સર્વ ધર્મનું અધિ- કારી બને છે તે. આ રીતે તે તે માતાની કાયામાંથી પણ ઉત્પન્ન થાય છે, છતાં પિતાના જ આત્માને અધિકાર, તેનું ઐશ્વર્ય, પ્રાપ્ત કરે છે એમ કેમ? ત્યારે શું પિતાનું દેહ જાત સંતાન વધારે કે આત્મજાત શિષ્ય વધારે ? દ્રોણા- ચાર્યને પુત્ર અશ્વત્થામા વધારે કે શિષ્ણ અર્જુન વધારે શ્રીકૃષ્ણને શ્રા ઉત્તરાધિકારી કેશુ? સાંવ કે અર્જુન એક છે કાયાનું સંતાન, બીજે છે આત્માનું સંતાન. કહેવાનું -તાત્પર્ય એ છે કે આપણે ચાતુર્ણ વ્યવસ્થા કાયાગત સંતાનની પરંપરા પર રચાયેલી છે. આપણા સમાજમાં જે આ કાયાગત નિષ્ઠા વિશુદ્ધ રહે તે ચાતુર્યની વિશુદ્ધિનું સંપૂર્ણ રક્ષણ થઈ શકે. પરંતુ વિષયવૃત્તિની પ્રબ- ળતા ઉપર સંતાનના જન્મની પ્રતિષ્ઠા હોવાથી મૂળ હેતુ કેટલે બધો સુબ્ધ થાય છે? કેવા મોટા મેટા ઋષિઓ, મહાત્માઓ, કે મહાપુરૂની પણ આ વિષયમાં મ્યુતિ થઈ છે? માટે જ કહું છું કે જાતિ વિશુદ્ધિમાંથી ( purity of stock) ચાતુર્યની વિગૃતિ માટે અનેક કારણો હોઈ શકે. તેથી જે વર્ણસંકરતાના ભયથી તેમણે સ્ત્રીઓના શ્વખ્યાત છેડે સમસ્ત અધિકારનો લેપ કર્યો એથી કંઈ મુશ્કેલી સંપૂર્ણ પણે ટાળી શકાય ખરી? તેથી તે કહું છું કે માનવધર્મ- સુલભ દુર્બળતાથી સ્ત્રીઓ પર નથી. છતાં ય આ વાત હું સ્ત્રીઓ પ્રત્યેના હલકા ભાવથી નથી કહેતો, કારણ કે જે- બધી ખરી માતા છે તે મારી પણ માતા છે. હું તે માત્ર જે વૈજ્ઞાનિક સત્ય છે તેની પૂર્તિ કરનાર તરીકે કહું છું. અહીં આપણે એક બીજા વિષયને પણ વિચાર કરે જરૂરી છે. ભારતવર્ષમાં એક બીજા મોટા મતવાદ સાથે આ જન્મગત જાતિભેદનો માટે વિરોધ છે. તે મતવાદ છે પુન- જન્મવાદ. બ્રાહ્મણના કે શૂદ્રના ઘરમાં જે સંતાન જન્મે છે તે પૂર્વજન્મમાં કેટકેટલી જાતિમાં જન્મ્ય હોય છે, કેટલાં ય પશુની યોનિમાં થઈને આવ્યું હોય છે અને તેને -બધો અનુભવ તેના આત્મામાં નિહિત હોય છે. ત્યારે તેની વત યાન જન્મસ્થિતિને કયા જાતિભેદથી ઓળખવી? તેના પૂર્વવતી જન્મની સવ જાતિ અને સર્વ ચેનિના અનુભવના સમસ્ત સમૂહમાંથી હાલમાં તેને કયી જાતિમાં મૂકી શકાય? તે વિરાટે જીવનનું છે અને તેના અનુભથી ચુકત છે તે તેને કઈ જાતિમાં સૂકવું ? માધ્યમિક દર્શન પ્રમાણે, ભારતવર્ષના મધ્યયુગનાં અનેક દો તેમજ સંતમત પ્રમાણે, મનુષ્યના આ જન્મ- માં જ પ્રતિક્ષણે ન જન્મ થાય છે. એક મુહૂર્તમાં તે દેવતા તે બીજાએ તે પશુ, ત્રીજામાં વળી દાનવ, એસ કઈ ક્ષણમાં વાઘ, કઈ ક્ષણમાં સર્ષ થઈને જન્મે છે, પ્રતિપળે તેના સ્વરૂપનું પરિવર્તન થાય છે. ત્યારે તેની 1. { શિક્ષણ સાધના જાતિનો નિર્ણય કરે શી રીતે ? આકારમાં પ્રહમાન થતા વાયુનું નિવાસસ્થાન કેઈ અમુક દેશ, પ્રાંત, ગામ કે ઘરમાં છે એમ જે તમે કહે તો આકાશ, નિરાલંબ વાયુભૂત, નિરાશ્રય એવા તેના સ્વરૂપના સ્થાનભેદને નિર્ણ તમે શી રીતે કરી શકે? તેથી જ મધ્યયુગના સર્વ દર્શન- શાસ્ત્રી તેમજ સાકે જણાવે છે કે જીવમાત્ર શિવ છે, પરબ્રહ્મ છે. જે સમુદ્રમાં જણાતા બધાય પરપોટા સમુદ્રમાંથી સંભૂત થયેલ છે, તેમ બધાય છે પરમેશ્વર- માંથી જન્મેલ છે. આ સિવાય બીજો કોઈ પરિચય આપ પ્રાચઃ અસંભવ છે. વાત તો સાચી છે. પરંતુ ભારતવર્ષના બધા ચ પુરાતન સમાજવ્યવસ્થાયકોને જ્યારે વ્યવસ્થા કરવાની હોય ત્યારે બીજો માર્ગ પણ કર્યો લે? માત્ર અદ્વૈત બ્રહ્મવાદ પર તેની પ્રતિષ્ઠા કરવાથી નહિ ચાલે. કોઈને કોઈ પ્રકારનો નિર્ણય, મર્યાદાનો નિર્ણય, કચેજ છૂટકો છે. અને આમ કરવા જતાં મુશ્કેલી નડવાની એ પણ ખરું ! એ આજે કહ્યું હતું તેસ ચાતુર્વણર્ય દ્વારા નારીને અધિકારનો લેપ થયો છે. તેનાં બીજાં પણ ઘણાં કારણે છે. આ તે માત્ર તેમાંનું એક છે, ભારતવર્ષમાં આ આવ્યા તે પહેલાં તેમનું કામ પશુપાલન કરવાનું હતું. તે વખતે પુરુષ તેમજ સ્ત્રી અને અધિકાર સમાન હતા. તેમનું જીવન સ્થાયી ન હતું. સમાજ પણ કઈ સ્થાનમાં આબદ્ધ ન હતે. થાનભેદ થયાં જ કરતે. ભારતવર્ષમાં આવીને તેઓ કૃષિજીવી થયા, કૃષિજીવન એટલે

વ્યાખ્યાન છે
સ્થાનબદ્ધ જીવન. આ જાતના જીવનની એક વિશિષ્ટતા છે.
ઘણા જણના સહકારથી તેનું કાર્ય સંપન્ન થાય છે. જ્યારે
એ લોકો કૃષિજીવી થયા, ત્યારે પિતા, માતા, પુત્ર, પુત્રી
અને કુટુંબનું એકેએક જણ તેમાં સહકાર આપવા લાગ્યું.
, પરિણામે અવિભકત કુટુંબની પ્રથા શરૂ થઈ. કુટુંબ જેમ
મેટું તેમ કાર્યમાં સરળતા, અનુકૂળતા વધારે. પૂર્વના
બધા ચ દેશોની સ્થિતિ એક પ્રકારની છે. ભારત, ચીન, જાપાન,
બ્રહ્મદેશ, મલાયા વગેરે ઠેકાણે જ્યાં જ્યાં કૃષિજીવી છે, ત્યાં
ત્યાં મોટું કુટુંબ હોવું એ એક સૌભાગ્યની વાત ગણુય
છે. યુરોપમાં કેટલાક સમય પહેલાં આ પદ્ધતિ પ્રચલિત
હતી અને રશિયામાં પણ હતી. યુરોપીય દેશમાં રશિયા
પ્રાચ્ય દેશ છે. કૃષિજીવી દેશમાં બહુ કુટુંબનું તત્વ, એટલે
કે અવિભકત કુટુંબની પદ્ધતિ, એ કલ્યાણ માગ છે.
પરંતુ યુરોપમાં જ્યારથી કારખાનાંને આરંભ થયો ત્યારથી
આ અખંડ કુટુંબના ટુકડા થઈને વ્યક્તિનાં ભાગલાં પડયાં.
ત્યારથી યંત્રવાદની શરૂઆત થઈ.
અમારા પૂર્વબંગાળમાં એક રિવાજ જાણવા જેવું છે. જે
વખતે શણને સંગ્રહ થાય છે ત્યારે મુસલમાને ઘરડી ચાર
પાંચ સ્ત્રીઓ સાથે વિવાહ કરે છે. મેં એક મુસલમાન
ખેડૂતને પૂછયું : “તે પણ ત્રણ ચાર વિવાહ કર્યા છે?”
તેણે કહ્યું: “મહારાજ! દરરોજ દશબાર આનાની મજૂરી
આપવાથી ખર્ચ વધારે થાય છે. ચાર પાંચ માસ પછી
કારગતી આપી દઈશ.” મેં હિસાબ કરી જે તે સમ.
જાયું કે એક એક મજૂર પાછળ મોસમમાં ૮૦ છી ૯૦

આ પ્રક- શિક્ષણસાધના રૂપિયા ખર્ચાય છે, જ્યારે ચાર પાંચ માસમાં એક એક મનુષ્ય પાછળ ૧૫ થી ૨૦ રૂપિયા ખર્ચ થાય, રની સ્ત્રીનું નામ મુસલમાન ખેડૂતોમાં “પાટબીબી” છે. ગુજરાતમાં તમારે કહેવું હોય તે “ક્ષાસબીબી કહેવાય! આ ઉપરથી સમજી શકાશે કે ખેડૂતને માટે બહુકુટુંબપણું કેટલી મહત્વની વાત છે. યંત્રવાદી યુરેપમાં પુત્ર ઉંમરે પહોંચતાં વેંત જ કુટુંબથી છૂટે થાય છે. જે મુહૂતે કન્યા લગ્ન કરે તે જ મુહૂર્ત પિતા અને સાસુથી તે જુદી થાય છે. ત્યાં જેટલા જૂદા તેટલી અનુકૂળતા છે. આપણા દેશમાં યુરોપની નકલથી સમાજની પ્રતિષ્ઠા થઈ શકવાની નથી. એમનું જીવન પ્રધાનતઃ કારખાનાં પર નિર્ભર છે. આપણે કૃષિ પર નિર્ભર છે. આપણે જે વિચા- રીએ છીએ તે સૌમાન્ય પ્રજાના દ્રષ્ટિબિંદુથી. આપણું એકાન્તવતી પરિવારમાં જે કંઈ પીડિત હોય તેની સેવા થવા પામે છે. ઇસ્પિતાલને આશરો લેવાની તેને ફરજ નથી પડતી. અનાથનું પણ તે રીતે પરિપાલન થાય છે, તેને માટે અનાથાશ્રમે ઊભા નથી કરવાં પડતાં. આપણા સમાજમાં જે પુત્ર કન્યા વગેરે મરણ પામે તે તેનાં વડીલેને યુરોપની પેઠે વૃદ્ધાશ્રમમાં મોકલવામાં નથી આવતાં. યુરોપમાં ઠેરઠેર ઇસ્પિતા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ છે; આપણે ત્યાં ઘેરઘેર તેની વ્યવસ્થા થઈ શકે તેમ છે. યુરોપિયન જ્યારે આપણને તે વિષે પૂછે ત્યારે તેમાં શરમાવાની કાંઈ જ જરૂર નથી. આપણે સમાજરચના તેને યથાર્થ રીતે સમજાવવાની

vયાત છે
છે.
જરૂર છે. કદાચ આ બાબતમાં તેમનું અનુકરણ આપણે
માટે કલ્યાણજનક ન નીવડે,
પરંતુ અત્યારે નગરવાસીજનમાં અને શિક્ષિત સમા-
જમાં એકાનવતી પરિવાર ઓછા થતા જાય છે. વૃદ્ધો
અને વિધવાઓનું શું કરવું એવા બહારથી આયાત કરેલા પ્રશ્નો
ગંભીર રીતે ખડા કરવામાં આવે છે. એકાનવતી પરિવારમાં
અનેક દોષ હશે, અને દોષ તે કોઈ પણ પ્રકારમાં હોવાના
જ-પરંતુ તેના ગુણ સરવાળે ઘણું જ છે. આવા પરિવારમાં
અનુભવાતી સ્ત્રી, બહેન, કન્યા, વગેરેની સેવાથી જે પરિચિત
હેશે તેમને અનાથાશ્રમ, ઇસ્પિતાલ કે વૃદ્ધાશ્રમમાં હૃદયહીન
યંત્રની પેઠે થતી સેવા કદિ પણ નહિ ગમે. કાકી, મામી,
ભાભી વગેરે તરફથી પિતૃહીન કે માતૃહીન અનાથ બાળક
જે સહજ માતૃત્વ, જનનીત્વ અનુભવે તે અનાથાશ્રમમાં
અનુભવી શકાય છે? પુત્રહીન વ્યકિત પોતાના પુત્ર સ્થાનીય
જ પાસેથી જે સેવા પામી શકે તે વૃદ્ધાશ્રમમાં પામી
શકે કે? એથી જ આ બધી પશ્ચિમની વ્યવસ્થા આપણે
માટે સુખકર, કલ્યાણુકર નથી. વળી જ્યાં જ્યાંથી આપણે
આપણા પ્રાચ્યધર્મથી વિમુકત થયાં છીએ, ત્યાં ત્યાં નથી
રહ્યો તે પ્રાર ભાવ તુથી અપનાવી શકયા પાશ્ચાત્ય
વ્યવસ્થા. આ બાબતોમાં આપણે સર્વશે આશ્રયહીન બની
ગચાં છીએ. સમાજવ્યવસ્થાપક આ બધા વિષયમાં
ભીર રીતે વિચારીને નવાં આશ્રયસ્થાન મેળવી ઉચિત
છે. માત્ર ત્યાંના અંધ અનુકરણથી કંઈ નહિ વળે.
• પશ્ચિમમાં સ્ત્રીઓ પુરુષની નકલ કરે છે અને બધી

શિક્ષણ સાધન રીતે તેવા થવાને પ્રયત્ન કરે છે. તેમના સામાજિક જીવનની પ્રતિષ્ઠાભૂમિ ભગ્ન થતી જાય છે. તેમની દુર્દશાના સંબં- ધમાં છેલ્લાં દશ વર્ષોથી દેશાટન કરનારા કહે છે કે તેમનું પારિવારિક જીવન (Home life) પ્રાયઃ નષ્ટ થઈ ગયું છે. ત્યાંની ચિંતનશીલ વ્યકિતઓ આશંકાયુક્ત થઈ ગઈ છે. ગૃહજીવન નષ્ટ થવાથી સ્ત્રીઓએ કર્મક્ષેત્ર ગુમાવ્યું છે. આપણે અહીં રાષ્ટ્રીય સ્વાતંત્ર્યને અભાવે પુરુનું સાધનાક્ષેત્ર સંકુચિત થઈ ગયું છે, પરંતુ સ્ત્રીઓનું સાધનાક્ષેત્ર જે ગૃહ છે તે હજી છિન્નભિન્ન થયું નથી. આટલી બાબતમાં આપણું સ્ત્રીઓ યુરોપની સ્ત્રીઓના કરતાં વધારે ભાગ્યશાળી ગણાય. અલબત્ત, જ્ઞાનની તેમજ બીજી કેટલીક દિશાઓમાં આપણે નારીસમાજ પછાત છે, છતાં ય તેમના ગૃહજીવનને વિચછેદ નથી એ આશાસ્પદ હકીકત છે. યુરોપમાં અનેક પ્રકારનાં ઐશ્વર્યા છે, પરંતુ તે બધાંયનું મૂળ સાધના- ક્ષેત્ર જે ગૃહ તે ત્યાં નહિવત્ છે. પરિણામે ઘરને અભાવે પુરુષે તેમજ સીએ પણ મજૂરો થયાં છે, ગૃહસ્થ ધર્મને બદલે કારખાનાનો ધર્મ સ્વીકારાય છે અને આમ માનવ- ધર્મ ગૂમાવીને યત્રધર્મ અને પશુધર્મ પ્રાપ્ત કર્યો છે. આ કારખાનાં ચલાવનારા મુડીવાદી છે. તે બધા સ્ત્રીઓના અધિ- કા માટે મોટાં મોટાં ભાષણ કરે છે, પણ બીજી બાજુથી હજારો સ્ત્રીઓનું રક્તશોષણ કરે છે ! પિતાની સંપત્તિને અને તેઓ મતાધિકારની વાત કરે છે. આ પ્રકારની મતા- ધિકારની હિમાયત કરનારી સ્ત્રીઓએ ભારતવર્ષમાં આવવાની શરૂઆત કરી છે. અમેરિકામાં તેમનું એક મોટું દળ છે.

; -વ્યાખ્યાત છઠ્ઠું ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરની સાથે જ્યારે હું ચીન ગયો હતે ત્યારે આઠ મહેમાનોને ઊતરવાની સગવડવાળી હોંગકોંગની હોટેલમાં અમારે રહેવાનું હતું. અમને તે ખબર નહિ કે એ હોટલ વિલાસ અને અનીતિનું એક બીભત્સ નાટક હતી. ગુરુદેવે તે બધાના ચહેરા જોઈને જ કહ્યું “હું તે અહી નહિ રહી શકું. વહાણમાં પાછો જઈશ.” તે વખતે લગભગ છ રસો અમેરિકન સુસાફરેનું દળ ત્યાં ઊતર્યું હતું. આ પ્રમાણે વહાણે ભરી ભરીને દુનતિને ભાર યુરોપ– અમેરિકાથી એશિયામાં ઠાલવવામાં આવે છે. આમાંથી બચ- વાને માટે આપણી પાસે કયો ઉપાય છે? માં રૉલાં જેવા ચિંતનશીલ તત્વપરાયણ મનુષ્યની :વાત પણ તેઓ સાંભળતા નથી, કારણ કે એ બધા એશ્વર્યના દથી છકી ગયા છે. સુરેપને વિચારશીલ વર્ગ પણ આંસુ સારે છે. વ્યર્થ નારીત્વના દુઃખભારથી નારીહૃદય લગ્ન થવાને સમય આવી લાગે છે. તેમના પિષકે બધા ય નિયમોને નેવે મૂક્યા છે. પિતાના કેશને તેઓ પુરુષ જેવા રાખે છે. પુરુષોની માફક ચીફટ, સુરાપાન પણ નવી સભ્ય- તાનું અંગ મનાય છે. ત્યાંના પ્રવાસીઓ જણાવે છે કે સાયંકાળે નગરે નગરે દુનીતિને જે પ્રવાહ ઊમટે છે તે જોઈને બધાંયનાં હૃદય ઉદ્વિગ્ન રહે છે. આ માનવસભ્યતા આપણને કયાં લઈ જશે ? હાલમાં ત્યાં સહશિક્ષણની હિમાયત કરનારી હીલચાલ ચાલી રહી છે. ત્યાં વિવિધ વિષયો જાણવા એવી પ્રથા છે. -જ્યાં પાંચછ વિદ્યાર્થીઓ અને બેચાર વિદ્યાર્થિનીઓ હોય કરાશ,સાવરક ત્યાં એ છે ખર્ચે શિક્ષણ દઈ શકાય ખરું; પરંતુ સમૂહશિ- ક્ષણમાં વ્યકિતત્વનું ફ્રણ જોઈએ તેવું થઈ શકે નહિ, કારણ કે જે દ્વારા શિવનો વિકાસ થાય તે દ્વારા શકિતને થઈ શકે નહિ. તે ઉપરાંત વળી એક શિવને તેમજ અન્ય શિવનો વિકાસ પણ એક રીતે ન હોઈ શકે. અત્યારે તે માત્ર આર્થિક દૃષ્ટિ ધ્યાનમાં રાખીને જ ઘણા છાત્રોને એક જ સ્થળે શીખવવામાં આવે છે. ખરું જોતાં તે પ્રત્યેક શિષ્ય માટે ઈલાયદો જ માગ હેય. આ રીતે જોતાં સમૂહશિક્ષણ લાભદાયી ન નીવડી શકે. સહશિક્ષણ તેમજ સમૂહશિક્ષણની હિમાયત કરનાર એક બાઈ હોલેંડથી અહીં આવ્યાં હતાં. તેમને ઘણાની સાથે વાતચીત થઈ હતી. તેમની ઈચ્છા કોઈ બાઉલને જોવાની થઈ, એટલે હું તેમને ગીતગોવિંદના રચનાર જયદેવના કેબિલ્વના એક હરિદાસ નામના બાઉસ પાસે લઈ ગયે, મેં માત્ર દુભાષિયાનું કામ કર્યું. બાઉલની વાણીથી તેમને ખૂબ આનંદ થયે. બાઉલે કહ્યું : : “અમારામાં સ્ત્રી તેમજ પુરુષના અધિકાર સમાન છે, પરંતુ માર્ગ ભિન્ન છે.” ત્યારે તે બાઈએ કહ્યું : “યુરોપમાં અમે પુરુષોના તમામ અધિ- કારને દાવો કરીએ છીએ અને અમે તે મેળવીએ છીએ.” તે બાઉલે જણાવ્યું: “ ત્યારે તે તમે પુરુષની મહત્તા સ્વ- કરે છે, કારણ કે પ્રકારમંતરે તમે સ્વીકારે છે કે પુરુષની સાધના સ્ત્રીની સાધના કરતાં મોટી છે.” “પરંતુ હું તે એમ પણ કહું છું કે સ્ત્રીઓને જેવી જરૂરિયાત છે તેવી પુરુષને પણ છે. છતાં તમારા '

વ્યાખ્યાન છછું
દેશના ભાવિ વિશે મને ઘણું દુઃખ થાય છે. કારણ કે
તમારાં ભાવિ સંતાને બિચારાં માવિહેણાં બનશે. તેમને
એ પિતા હશેઃ એક તે પુરુષપિતા, બીજી સ્ત્રીપિતા, કારણ
કે શિક્ષણ દ્વારા તે લગભગ પુરુષ જેવી થઈ ગઈ છે.” આ
સાંભળીને તેમને આશ્ચર્ય થયું. તેમને સાંભળીને આનંદ
થશે કે હોલેડ જઈને તેમણે બધુ જ દ્રવ્ય ડેડવિનનિવાસી
મિસિસ બેંકિંગને પરોપકારાર્થે આપી દીધું છે. હરિદાસે
કહ્યું હતું કે મહત્તાને આધારભૂત પાયો ત્યાગ છે. આથી
સમજાશે કે યુરોપની નકલ કરવાથી આપણી સામાજિક
સમસ્યાને ઉકેલ થઈ શકે નહિ.
આ રીતે યુરોપે પિતાને સામાજિક પાયો ગૂમાવ્યો
છે. તેથી તે અત્યારે પૂર્વ તરફ નજર કરે છે. ટૂંકી દૃષ્ટિ-
વાળા યુરેપિયન લોકે ગર્વ સાથે બેપરવાઈથી ફરે છે અને
દીર્ઘ દૃષ્ટિવાળા મનીષિગણ પૂછે છે કે તમારા પૂર્વના સામાજિક
આદર્શના ગંભીર સત્ય દ્વારા અમે ઉપકૃત થઈ શકીશું કે
નહિ તે કહે. આપણા પ્રાચીન સમાજવ્યવસ્થાપની સમા-
લોચના કરીને તેમની ટીકા કરવી સહેલ છે, પરંતુ નવીન
સમાજની પુનઃરચના કરવી કપરું કાર્ય છે. આપણું ચાતુ-
વયની વ્યવસ્થાથી જે કાંઈ અન્યાય થો હતો તેને શુદ્ધ
કરવા માટે અનેક પ્રયત્નો થયા છે. તેમાં એક પ્રયત્ન છે
આપણી આશ્રમવ્યવસ્થા. તે પ્રમાણે દરેક વ્યકિતનું જીવન
ચાર આશ્રમમાં વહેંચી નાખવામાં આવ્યું છે : બ્રહ્મચર્ય,
ગાડુંથ્ય, વાનપ્રસ્થ અને સંન્યસ્ત,
આ ચાર આશ્રમમાંથી માત્ર ગાર્ડંગ્સમાં જ પ્રભેદ

શિક્ષણ સાધના છે. બીજા ત્રણમાં તે જાતિભેદ છે જ નહિ, એટલે કે માત્ર જીવનનો એ ભાગ ભેદ પર પ્રતિષ્ઠિત છે. તે ઉપરાંત લોકે એમ પણ સમજતા હતા કે બીજે આશ્રમ માત્ર તે વખત પૂરતી જ વ્યવસ્થા છે. વાનપ્રસ્થના સમયમાં સર્ષ કાંચળી ઉતારે તેમ તેઓ ગાહથ્વધર્મને ત્યાગ કરતા. તે વખતે શિખા અને સૂત્રને કાંઈ જ અર્થ રહેતે નહિ. તેથી એક આશ્રમના ભેદના વિષનો પરિપાક કરવા માટે તેઓ ત્રણ આશ્રમમાં મૃત્યુંજયની પેઠે તપશ્ચપૂર્વક સાધના કરતા. આપણા દુભ- ગ્યની વાત છે કે આપણા બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ અને સંન્યાસ, એમ ત્રણે આશ્રમ ગયા છે. રહ્યો છે માત્ર ભેદને વિષ- ભર્યો ગાઈશ્ય આશ્રમ, ગૃહી પણ જાણતા નથી કે તેમના જીવનને ઉદ્દેશ ત્રણ આશ્રમોનું પાલન કરવાનો છે. જ્યારે એ પ્રકારનું પાલન થતું ત્યારે તેના પોતાના વિષનો પરિપાક આપોઆપ થઈ જતે; કારણ કે બ્રહ્મચારી અને સંન્યાસીની સેવા કરવાથી સવે જાતિઓની ભેદબુદ્ધિ ક્ષીણ થઈ જતી. “મારો પુત્ર બીજેથી ભિક્ષા મેળવીને બ્રહ્મચર્યની સાધના કરે છે. બીજાને પુત્ર મારે ઘેરથી ભિક્ષા મેળવીને બ્રહ્મ- રચયની સાધના કરે છે,” એવી ભાવનાથી પ્રત્યેક જીવન ક્ષુદ્ર વાર્થથી વિમુક્ત રહેતું. એ વખતે તેના પુત્રે સમગ્ર સમાજના ગણાતા. આ વિશાળ આદશ દષ્ટિ સમક્ષ રહેતા હોવાથી ક્ષુદ્ર સ્વાર્થ બુદ્ધિ ક્રમશઃ ક્ષીણ થતી જતી. આ બતાવી આપે છે કે તેઓ આદર્શને મહત્વ આપતા, નહિ કે પદ્ધતિને. તેઓ જાણતા હતા કે જ્યાં જ્યાં કર્મનાં ફળની આકાંક્ષા રાખનારા લોકે હોય છે, ત્યાં ત્યાં આદર્શના વ્યાખ્યાન ૭૬ કરતાં પદ્ધતિ દ્વારા તેઓ જલદીથી ફળ મેળવવા ઈચ્છે છે. આદર્શવાઢી લેભી હોતા નથી, કારણ કે એમને મુક્તિ ગમતી હોય છે. તેથી તેઓ ફળને ત્યાગ કરે છે. પરિણામે તેમની સાધના શુદ્ધ, સત્ય અને ગંભીર હોય છે. એટલે કે પ- દગી માટે બે વાતે છે: આદર્શ અને એશ્વર્ય. આપણે તેમાંથી કયી માનીશું ? ચાતુર્વર્યમાં ગાર્ડગ્સ આશ્રમમાં રહેલી ભેદબુદ્ધિનું શુદ્ધીકરણ બાકીના ત્રણ આશ્રમોમાં તું. આ શુદ્ધીકરણને બીજો ઉપાય હતા પુનર્જન્મવાદ. વર્તમાન જીવનમાં જે શુદ્ધ હોય તે પર જીવનમાં બ્રાહ્મણ બને અને એ પ્રકારે અનંત કાળમાં પ્રાપ્ત થતા અનેક જજેમાં અનેક રીતે શુદ્ધ થવાને પ્રયત્ન કરે. બ્રહ્મચારીઓ તેમજ સંન્યાસીઓ ગૃહસ્થને ઘેર જઈને વારંવાર ભિક્ષા ગ્રહણ કરતા હોવાથી ગાઉં સ્થા અને સાધના વચ્ચે સંપૂર્ણ વિરછેદ થવા પામતે નહિ. ગાહેશ્યમાં પણ ઘણા પ્રમાણમાં સાધના પ્રવેશ પામતી અને એ સાધનામાં માનવભાવ (human interest) રહેલે હોવાથી સંસ્કૃતિ વાણીતાણાની માફક ઓતપ્રોત થઈ જતી. ‘મહાત્મા કબીર કહે છે કે જ્યાં સાધના છે ત્યાં સાંસારિતા નથી, જ્યાં સાંસારિકતા છે ત્યાં સાધના નથી, ત્યાં પૂર્ણ જીવન નથી. માત્ર તાણાથી કે વાણાથી મનુષ્યની લાજ કાચ નહિ, તાણાવાણું મળીને માનવની લાજ સચવાય. આ કારણથી જ શિક્ષાથી બ્રહ્મચારી વિચારતા કે તેઓ સમસ્ત સમાજના અંશ છે, જદ નહિ. પશ્ચિમનાં અનાથા- શ, ઈસ્પિતાલ કે વૃદ્ધાશ્રમની પેઠે તેમને શિક્ષાશ્રમ શિક્ષણ સાધનાર સમગ્ર સમગ્ર માનવસમાજથી જરા ય ભિન ન હતો. બ્રહ્મચર્ય આશ્રમ તો સમગ્ર જીવનનું અંગ હતું. તેથી જ બ્રહ્મચારીઓ સમજતા કે માનવસમાજના અંગભૂત થઈને જ-તેમણે સાધના કરવાની છે. આથી તેઓ અનંત કાળનું જ્ઞાન પ્રાપ્ત કરતા. આ જ્ઞાન એકલા ગુરુનું ન હતું, એ તે અખંડ પરંપરાથી ચાલ્યું આવતું. એનું મૂલ્ય કેને દેવું? એ તો સૌનું ધન, તેને વેચી શકે કેણી જ્ઞાન બધા ય. માનનું પરમ ધન છે. આપણે જ્યારે પિતૃતર્પણ કરીએ છીએ ત્યારે પ્રથમ તે આપણા કાયા-પિતાની પિતૃપરંપરાની પહેલાં આપણા જ્ઞાનની પિતૃપરંપરાનું સમરણ કરવામાં આવે છે. તે માટે આપણે આપણું સઘળા ત્રાષિઓનું –અંગિરા, નારદ, પુલ- ત્ય વગેરેનું, તર્પણ કરીએ છીએ ? ત્યાર પછી જેઓ વેદના અનુગામી જ્ઞાનદાતા હોય છે તેમનું સ્મરણ કરીએ છીએ. પછી ભક્તિદાતા ઋષિઓ- સનક, સનંદન, સનાતનનું સ્મરણ કરવામાં આવે છે. ત્યાર- બાદ વેદના વિરોધી, ભક્તિના વિરોધી, એટલે કે નાસ્તિકનું कपिलश्चासुरिश्चैव बोढं पञ्चशिखस्तथा।सबै ते तृप्तिमायान्तु । સમરણ થાય છે. આ રીતે પ્રથમ આત્માના પિતા, પછી દેહના પિતા, એ ક્રમ હતો. શિક્ષણના સમયમાં પણ આપણે એ વાત ભૂલવાની. નથી કે આત્માના પિતા ઉપર સઘળું જ્ઞાન પ્રતિષ્ઠિત છે અને તેથીજ કઈ સાચા ગુરુ પૈસા માગતા નથી. કે. * જુઓ, બ્રહ્મકાંડ ક્યાખ્યાન હું ભૂમિ વેચી શકે, હવા વેચી શકે નહિ. ગુરુઓ દક્ષિણા ઇરછે એ સાધારણ નિયમને વ્યતિક્રમ છે. શિષ્યો જ્ઞાનયજ્ઞ પૂર્ણ થયા પછી અથાશક્તિ દક્ષિણ આપી જતા, કારણ કે દરેકના દિલમાં એવી ઈચ્છા રહેતી કે પ્રાણ ભરીને દક્ષિણ આપીએ. આપણે એવા પંણ ગુરુઓ જોઈએ છીએ કે જેઓ કહેતા, “હે વત્સ! તું જે દક્ષિણ આપે છે તે દક્ષિણા નથી. મારી પાસેથી તેં જે સત્ય મેળવ્યું છે તે પૂર્ણ ભાવ તારામાં પ્રતિષ્ઠિત થાય એ જ મારી પણ દક્ષિણ છે. એ મને જ્યારે આપીશ? એ દક્ષિણની હું પ્રતીક્ષા કરું છું અને જ્યારે એ આપીશ ત્યારે તારી વિદ્યા પૂર્ણ થશે.” આમ છતાં કેટલાક ગુરુઓ દક્ષિણા માગતા, તે પરથી કદાચ કેઈ એમ અનુસાન કરે છે એ ગ્રીક લેકેની અસરને લીધે બન્યું હશે. કારણ કે ઍસોપોટેસિયા વગેરે સ્થળેથી જે શિલાલેખે નીકળ્યા છે તેમાં જણાય છે કે આપને વેદિક દેવતા ઈન્દ્ર, ચંદ્ર, વાયુ ઈત્યાદિના ઉપાચકે એ સર્વ દેશના અધિવાસીઓની સાથે પાસે પાસે વસતા હતા. તેમના સાધુઓ બહુ પ્રતિષ્ઠિત હતા. વળી એ પણ જાણ- વાનું મળે છે કે તે વખતના બે જુદા જુદા રાજાઓમાં મતભેદ પડેલો. તે વખતે તેનું સમાધાન કરવા માટે આર્ય- વેદિક દેવતાના ઉપાસકેને મધ્યસ્થ તરીકે નીમવામાં આવ્યા હતા. તેમની ન્યાયબુદ્ધિ અને ધર્મબુદ્ધિ ઉપર તેમને એટલો બધો વિશ્વાસ હતો કે તેમણે કહ્યું: “તમારી ન્યાયબુદ્ધિથી અમારો વિરોધ મટાડે, કારણ કે તમારા દેવતા ન્યાયપરાયણ છે.” પરસ્પર યુદ્ધ કરવા કરતાં તેમને ન્યાય સારે છે. ભાવનો શિલાલેખ બધોઈમાંથી મળે છે. } કે શિક્ષણ સાધના તક્ષશિલા, પુરુષપુર અને સમસ્ત ઉત્તર પશ્ચિમ ભાર તના પ્રદેશમાં ગ્રીક તેમજ ભારતીય સભ્યતાનું મિલન થયું હતું. ત્યાંનાં વિદ્યાલયમાં ગ્રીસની અસરથી દક્ષિણા દેવાની પ્રણાલિકા પડી હતી. તેથી જ તક્ષશિલા અને પુરુષપુરનું જ્ઞાન ભારતવર્ષમાં નિંદાને પાત્ર બન્યું હતું. પરંતુ ઘટના- ક્રમે બન્યું એમ કે આપણા મહાન વૈયાકરણ પાણિની, વાસ્ક વગેરે ત્યાંના છે. જ્યાં બે ભાષાઓ મળે ત્યાં વૈયા- કરણી થાય છે અને વૃત્તિકાર મધ્યદેશીય હોય છે. હું ગુજરાતી ભાષાનું સ્વરૂપ જાણતો નથી. ભારતવર્ષના ટીકા- કાર પતંજલિ ગેનદતીર્થના હતા, કાતંત્ર વ્યાકરણની વૃત્તિઓ રચનાર દુર્ગસિંહ, વ્યાકરણપ્રણેતા ક્રમદીશ્વર, બેપ- દેવ, ગાકાર આદિ વૈયાકરણીઓ ભારતવર્ષમાં હતા. ગ્રીકમાં કોઈ સુંદર વૈયાકરણ નથી. આ દક્ષિણાપદ્ધતિ ગ્રીકની અસ- રને લીધે હશે કે નહિ એ ચોક્કસ કહેવું મુશ્કેલ છે. પરંતુ આપણા પાપની જવાબદારી બીજા પર નહિ છોડી દેતાં હું એ વાત કહેવા માગું છું કે આપણા આદર્શ માં એથી વિરયુતિ થઈ હતી. * જે આસો વદ, ૮, ૧૯૮૨, ગુવાર, મધ્યાહ્ન - વ્યાખ્યાન સાતમું પ્રાચીન કાળમાં બ્રહ્મચારીઓને પાળવાના નિયમ મઠનિવાસી લોકોના જેવા પ્રાણહીન કે શુષ્ક નહોતા, પરંતુ આખા ય માનવસમાજને અનુલક્ષીને હતા. કપત્રમાં અને ગૃહ્યસૂત્રોમાં બ્રહ્મચર્ય સંબંધી જે નિયમ આલેખેલા છે, જેમકે સ્વચ્છતા, પહેરવેશ, હલનચલન, રીતભાત, વ્ય- વહાર, ચારિત્ર્ય ઈત્યાદિ –એ સર્વેનું યથાર્થ પરિશીલન કરવાની મારી સૌને ભલામણ છે. ઉપનયન સંસ્કારને સમયે ગુરુએ પાળવાના નિયમોને પણ એમાં સમાવેશ થાય છે. પાછળથી રચાયેલા બૌદ્ધ મઠેના વિનયમાં જે પ્રાતિમુખ્ય” ગ્રંથ છે તેમાં દર્શાવેલા વિધિનિષેધનું પ્રભવસ્થાન શ્રૌત, કલ્પ અને ગૃહ્યસૂત્રો છે. ભગવાન બુધે જે નિચમે ઘયા તેને આધાર આ સૂત્રો છે, વારંવાર મેં એકની એક વાત ઉપર ભાર મૂકે છે કે ભારતવર્ષમાં એવું કોઈ પણ કાર્ય નથી જેને સંબંધ સમસ્ત માનવજીવન સાથે બંધબેસતું ન હોય, દ્ધ સમ- ચમાં મેટી માટી સંસ્થાઓ-ઈપિતા, વિશ્વવિદ્યાલયો– જામી હતી. બૌદ્ધ સંન્યાસીઓ ગૃહસ્થજીવન ગાળતા ન હતા, એટલે તેમના અંગત જીવન સાથે કશો ય સંબંધ નહિ હોવા છતાં ચ સમસ્ત માનવજીવન સાથે ઓતપ્રોત થઈ ગયેલાં. ઈસ્પિતાલ વગેરે સ્થાપવામાં આવેલાં. જુદા જુદા દેશમાંથી વિદ્યાથીએ પણ તેમને લાભ લેવામાં આવતા. , શિક્ષણ સાધના આવી સંસ્થાઓ આપણે માટે અભિમાન લેવા જેવી હતી, છતાં એટલું તે કહેવું ઉચિત લાગે છે કે એમાં માનવ- -જીવન અને સમાજજીવન પરસ્પર સહાયકભાવે રહી શક્યાં નહિ, કારણ કે તેમાં પહેલાંને બ્રહ્મચારીનો સંબંધ રહ્યો ન હતે. બ્રહ્મચર્યને સમય એટલે માનવજીવનને અતિ કોમળ અને નાજુક સમય. આવે વખતે માતૃહીન થનારના દુઃખને પાર નથી. ખરી માતાના હાર્દિકે પ્રેમથી જે બાળક વિચિત રહ્યું હોય તેના જીવનને વિકાસ સ્વાભાવિક રીતે ભાગ્યે જ થાય છે. ત્યારે બ્રહ્મચારીઓ માતા કયાંથી પામે? આને જવાબ ગુરુના ગૃહસ્થ જીવનમાંથી મળે છે. ગુરુ૫ત્ની બ્રહ્મ- ચારીઓની માતાનું સ્થાન લેતી. નિયમ એ હતું કે આચાર્યે ગૃહસ્થજીવન ગાળવું. તે વિના આચાર્ય ન થવાય. આચાર્ય જે જ્ઞાન આપે જ્ઞાનને જીવંત, સુકોમળ અને સુંદર બનાવવાનું કામ માતૃદયવાળા પ્રેમથી આચાર્ય- પની કરતાં, સૂર્યના પ્રકાશની અને તાપની ઘણી જ જરૂર છે, પરંતુ જે રાત્રિની શીતળતા ન હોય તો જગત દગ્ધ થઈ જાય, સૂર્યના પ્રખર તાપમાં જે વનસ્પતિ ઈત્યાદિ બળી- જળીને સૂકાં થઈ જાય છે તે રાત્રિના અંધકારભરી શીતળ- તામાં જીવનને પામે છે. આટલા માટે જ જીવન પછી મૃત્યુની આવશ્યકતા છે. જીવનથી આપણે જે અંશે ગૂમા- વીએ છીએ તે અંશે મૃત્યુથી આપણે પૂર્ણતાની નિટ પહોંચતાં જઈએ છીએ. મૃત્યુ એટલે ક્ષતિ નહિ, પરંતુ

વ્યાખ્યાન સાતમું
પૂર્ણતા. જીવનમાં કે દિવસમાં જે કાંઈ ક્ષતિ, ઘસારો કે
શુષ્કતા લાગ્યાં હોય તે મૃત્યુ કે રાત્રિ દૂર કરે છે. ગુરુઓ
સૂર્યની માફક જે જ્ઞાનતિથી શિષ્યને ઉજાળતા તેને
ગુરુપત્નીઓ ચંદ્રની જેમ પ્રેમરૂપી અમીવર્ષથી સીંચતાં.
અત્યારે આપણા છાત્રો છાત્રાલયમાં શેકાય છે ! એ મરુ-
ભૂમિમાંથી કયી માતા તેમનો ઉદ્ધાર કરશે? રણમાં પણ
રાત્રિની શીતળ શાંતિ વ્યાપે છે, પરંતુ આ છાત્રાલયોરૂપી
રણમાં તે જનનીના પ્રેમની શીતળ રાત્રિનો કદિ અનુભવ
નથી !
જીવનપુષ્પના પ્રથમ મુકુલને જ જ્ઞાનની તપસ્યા માટે
હોમવામાં આવે એથી વધારે વિચિત્ર આ જગતમાં શું
હોઈ શકે? આપણે ત્યાં એવો નિયમ છે કે વૃક્ષનું પ્રથમ
ફૂલ કે ફળ દેવને અર્પવું, ગાયનું પ્રથમ દૂધ દેવને અર્પવું,
દિવસને પ્રથમ ભાગ ઈશ્વરપ્રીત્યર્થ ગાળ. આ પરથી
સમજી શકાશે કે જીવનને પ્રથમ ભાગ જે શશવ,
જ્ઞાનદેવતાની સેવામાં શાથી અર્પવામાં આવતો હતો.
ભારતવર્ષમાં જ્ઞાનદેવતાનું મહત્વભર્યું સ્થાન છે. શિશુરૂપી
પુષ્યને જ્ઞાનદેવતા માતૃસમાન છે. તેથી જ જ્ઞાનનાં અધિ-
ઠાત્રી દેવતા પુરુષ નહિ પરંતુ સ્ત્રી છે. આ આપણે માટે
સૌભાગ્યની વાત છે. પરંતુ કમનસીબે વર્તમાન સમયમાં
જ્ઞાનદેવતાની પ્રતિનિધિરૂપ મૂછવાળી માતા નજરે પડે છે
સાચી માતા ગુમાવી એ આપણું કેવું દુર્ભાગ્ય !
વળી માતાનું પણ દુર્ભાગ્ય છે કે વિદ્યા સંપાદન
કરાવવામાં પિતે પુત્રવિહોણી બની છે. આમ પુત્રહીન માતા
يم

સાર છે જે
ને
૧
શિક્ષણ સાધના
અને માતાહીન પુત્રનાં દળથી દેશની ઉન્નતિ શી રીતે
સંભવે ?
પ્રાચીન કાળમાં જ્ઞાનસાધના દરમિયાન માતા પુત્રને
કે પુત્ર માતાને ગૂમાવતાં નહિ, કારણ કે એ જીવનના
અતિશય કોમળ અને પવિત્ર સમયે જ આખા ય જીવનનું
મહાસત્ય જીવનક્ષેત્રમાં વવાતું. આપણે જાણીએ છીએ કે
બીજ ત્યાં જ વવાય જ્યાં ભૂમિ નરમ હોય, કારણ કે એવી
ભૂમિમાંથી જ અંકુર ફૂટી શકે છે. કઠણ ભૂમિમાંથી કાંઈ જ ન
ફૂટે. કઠણું ભૂમિમાં કદાચ ગેય વસ્તુને ઢગ કરી શકાય,
પણ સજીવ જ્ઞાનનું બીજ તેમાંથી અંકુરિત થઈ શકે નહિ.
એટલે કે હાલની પદ્ધતિ પ્રમાણે જ્ઞાનનો ભંડાર પુષ્ટ કરી
શકાય, પણ બીજ તે ન જ વાવી શકાય, સંચય થઈ શકે
પણ સર્જન તે ન જ સંભવે.
વળી બીજી એક મહત્વની વાત એ છે કે જીવનની
શરૂઆતમાં બાળકો અહંભાવથી (self-consciousness)
રહિત હોય છે. જ્ઞાનપ્રાપ્તિમાં અહંભાવને અભાવ એ ઘણે
સહાયક છે, કારણ કે જ્યારે અહં પકવ થવામાં હોય છે
ત્યારે એવું કઠણ બની જાય છે કે તે પર બીજું કોઈ બીજ
અંકુરિત થઈ શકતું નથી. એટલા માટે ભારતવર્ષના તમામ
સાધકે એકે અવાજે જણાવે જામીન ફ્રેન્કલીનના
જેવી આત્મપરીક્ષણ કરીને નોંધ કરવાની નીતિ વ્યવહારપક્ષે
કદાચ ઠીક ગણાતી હોય, પરંતુ આધ્યાત્મિક જીવનની દષ્ટિ-
થી, વાસ્તવિક જીવનની દૃષ્ટિથી, એ નીતિ આત્મઘાતી છે.
કારણ એ છે કે સાધનાનું જીવન આપણામાં નાળિયેરના

વ્યાખ્યાન સાતમું પાણીની જેમ (રાજાવુવત) ધીરે ધીરે સંચાર પામે છે. સત્યની સાથે શ્રદ્ધા અને ચેતનાના ડીંટાથી જીવન યુક્ત થવું જોઈએ. આમ થાય ત્યારે જ અજ્ઞાતભાવે હૃદય- ની શૂન્યતાને એ સત્ય પરિપૂર્ણ રીતે ભરી દઈ શકે. જે નાળિયેરને જિજ્ઞાસા થાય કે મારામાં જળ કેવી રીતે ભરાય છે એ મારે જવું છે અને તેમ કરવાને જે એ પિતાનું ડીંટું ભાગી નાંખીને કુતુહલ સાર્થક કરે, તે તેની જિજ્ઞાસા સંતવાય, પરંતુ તેની આત્મપરિપૂર્ણતાની ધારા નિત્યને માટે ખંડિત થઈ જાય. આ કથનને અનુરૂપ એક બૌદ્ધ વાત છે. એક રાજાના બાગમાં ઘણાં ઝાડ હતાં. તેનું પાલન કરવા માટે ઘણા માળી રાખવામાં આવ્યા હતા. તેમનું કામ એ વૃક્ષોને પાણી પાવાનું હતું. આથી માળીઓ કદાપિ કયાં ય જઈ શકતા નહિ. નજીકમાં એક વાર કે માટે ઉત્સવ હતું. ત્યાં પહોંચતાં એક દિવસ લાગે તેમ હતું. બધા માળીઓએ ત્યાં જવાનું નક્કી કર્યું, પણ પાણી પાવા- ને વ્યવસ્થા શી રીતે કરવી? એ બાગમાં વાનરે ઘણું હુતા. તેમને ઉપદ્રવ કાંઈ ઓછો ન હતે. માળીઓની નજર વાનરે તરફ વળી. તેમણે વિચાર કર્યો : “ આ બધાં માણસે જેવાં છે, તો તેમને પાણી પાવાનું કામ સોંપી દઈને આપણે જઈ શકીએ.” તેથી તેમણે વાનરના અધિપતિને બોલા- વીને કહ્યું: “તમે દરરાજ અમારા ભાગનાં ફળ બાઈ જાઓ છો, તો એકાદ દિવસ ઝાડને પાણી પાવાની સેવા જરા ન કરે?” વાનરના અધિપતિએ કહ્યું કે જો તમારો વિશ્વાસ હશે તે અમે જરૂર તેમ કરીશું. માળીએ કહ્યું : s

શિક્ષણ સાધના
t
“ઊંડાં મૂળવાળાં ઝાડને વધારે પાણું પાજો અને બીજાને
પ્રમાણમાં ઓછું પાજે.” આમ કામ સંપીને માળીએ
નિશ્ચિતપણે મેળામાં ગયા,
બીજે દિવસે સવારે વાનરના અધિપતિએ વાનરને
નીચે પ્રમાણે કહ્યું: “બધાં ઝાડને છેદીને જુઓ કે કેનાં
મૂળ ઊંડાં છે અને કોનાં નહિ.” વાનોને તે પછવું જ
શું? પરિણામ તમે કલ્પી શકે છે. ઝાડ તે લાંબા થઈને
સૂઈ ગયાં! વાનરોએ વિચાર્યું કે હાશ, બિચારાં ઝાડને કે
ચરસ આરામ મળ્યો છે !
રાતે માળીઓ પાછા આવીને જુએ છે તે ઝાડ બધાં
સૂતેલાં! તેમણે વાનરને બોલાવીને પૂછ્યું કે આ શું?
વાનરના અધિપતિએ કહ્યું: “અરે, અમે તે ખૂબ જ મહે-
નત કરીને ઝાડને પાણી પાયું છે. તમારો વખતમાં ઝાડ
તે બિલકુલ આરામ પામતાં નહિ, બિચારાં આખી રાત
ઊભાં રહેતાં. જુઓને, આજે બધાં કેવાં સૂતાં છે, ઘસઘસાટ
ઊંઘે છે!” માળીઓ તે આ સાંભળીને અવાક બની ગયા !
અંતે વિષાદપૂર્વક બોલ્યા: “તમે આ શું કર્યું?” ફરી પાછું
તેણે કહ્યું: “કેમ, તમે નહેતું કહ્યું કે ઊંડાં મૂળમાં વધારે
અને ટૂંકામાં ઓછું પાણી રેડશે? અરે, અમે તો ખૂબ
ચીવટ સાથે કારાબર મૂળની લંબાઈ માપી માપીને પાણી
પાયું છે, કદાચ ભૂલ થઈ ન જાય એ હેતુથી.” માળીએ
“અરે, ભલા ભાઈ, તમે તે નખેદ વાળ્યું. ”
આત્મવિશ્લેષણના અતિરેકથી કે અનર્થ થાય છે તે માટે
આ વાત એક સુંદર દૃષ્ટાંતરૂપ છે.
કહ્યું :

વ્યાખ્યાન સાતમું અત્યારે યુરોપમાં શિક્ષણની પદ્ધતિના પ્રજકો કાંઈક અંશે માનવા લાગ્યા છે કે અહંજ્ઞાન હરકોઈ જીવંત શિક્ષ- શુને માટે વિદાય છે. માટે જ બધી ધર્મસાધનામાં કહ્યું છે કે જે ધર્મજીવનને લહાવે લેવો હોય તો મને ગૌણ કરે, જીવંત જીવનને (dynamic life) પ્રધાન માને. અડંકારને ક્ષય કરો એ મુખ્ય વાત છે, પરંતુ અને સંપૂર્ણ ક્ષય થાય તે જીવન ટકે નહિ. માટે અહં રહેવું જોઈએ પરંતુ અજ્ઞાત સ્થિતિમાં રહેવું જોઈએ. આ અહંની સાધનાના વિષયાં બાઉલની એક સર- ખામણી સરસ છે. નાનાં બાળકો ગોટલામાંથી નીકળતી ગોટલીમાંથી સીટી બનાવે છે. ગોટલીને તેને બનાવવા માટે ઘસવી તો પડે જ છે, પણ ઘસતાં ઘસતાં તેમાં એક એ પડ આવે છે કે જો એ પડ ઘસાઈ જાય તો તે વાગી શકે નહિ. તેવી જ રીતે અને ક્ષય તો ઠીક છે, પરંતુ તેને આત્યંતિક ક્ષય થવાથી ધર્મજીવનનો લાભ અનુભવી શકાતા નથી. માટે કરીને અહંના વિલેપનના કરતાં તેનું પ્રાબલ્ય ઘટાડવાની જ માત્ર જરૂર છે. બૌદ્ધકાલીન બ્રહ્મચર્યની ભાવનામાં પણ અહંકારને વિનાશ કર એ મહત્વની વાત ગણાતી. પરંતુ શૈશવમાં કે કૌમારમાં આમ બનવું સહેલ નથી. બ્રહ્મચારીની અવ- સ્થામાં અને વિકાસ થયો જ હતો નથી, એટલે એ વખત ઉત્તમોત્તમ પ્રકારનાં જ્ઞાનબીજ વાવવા માટે ખૂબ અનુ- કુળ છે. જો એ સમયમાં જ જીવનમાં જ્ઞાનતિનો પ્રકાશ ઝળહળવા લાગ્યું હોય તે પાછળથી જીવનના માર્ગમાં કઈ

૧૦૪
શિક્ષણ સાધન
વસ્તુ બાધા કરી શક્તી નથી. જ્ઞાન અગ્નિની ગરજ સારે
છે, દેષમાત્રને એ ભસ્મીભૂત કરી દે છે. ગૃહસ્થજીવનમાં
આવિર્ભાવ પામતી ભેદબુદ્ધિના, અનેક પ્રકારની સંકીર્ણતા
એના વિષમાંથી મુક્ત રહેવા માટે આ મૃત્યુંજય અમૃત
બ્રહ્મચર્યાવસ્થામાં પાવાની જરૂર છે. આવી દીક્ષા પામનાર
બ્રહ્મચારીઓને દુખે અને આઘાત આનંદને વિષય થઈ
પડે છે જ્યાંસુધી અજ્ઞાનનું આવરણ દૂર ન થયું હોય ત્યાં
સુધી જ દુખ અને આઘાત વિષમ લાગે છે, પરંતુ જ્ઞાનનાં
કિરણે ઝળહળતાં વેંત માધુર્ય અને અમૃતાનંદને આસ્વાદ
અનુભવાય છે.
કદાચ સુફીઓ દ્વારા પ્રાપ્ત થયેલી બ્રાઉનીગની એક
વાતમાં આ વસ્તુનું રૂપાંતર આપણને જોવા મળે છે.
એક વૃદ્ધ પુરુષ જાત્રા કરતે કરતે થાકયા કઈ એક
દ્વાર પાસે જઈ પહોંચે. આજુબાજુ કેઈ આશ્રયસ્થાનને
અભાવે મંદિરનાં દ્વાર ખુલ્લાં હોવાથી તેણે વિચાર કર્યો કે
આજની રાત અહી ગાળીશ. રાત્રિને અધિકાર જામતે.
હતે તેણે મંદિરમાં પ્રવેશ કર્યો કે તેને ઠેકઠેકાણે,
પગમાં, માથામાં, એમ બધે વાગવા લાગ્યું. એટલામાં એક
દશબાર વર્ષની કન્યા ત્યાં બત્તી લઇને આવી પહોંચી.
પેલા યાત્રાળુએ કન્યાને પૂછ્યું: આ શું છે? મને આ
બધું શું અથડાય છે ? કન્યા હસતી હસતી બોલી :
“મંદિરના દેવતાને આપના આગમનની ખબર હોવાથી
આપને બેસવા માટે આ આસન રાખ્યું છે, સૂવા માટે
પથારી પાથરી છે, હાથપગ ધોવા માટે જળપાત્ર ભય છે,
ભૂખતરસ ટાળવાને ખાણીપીણું તૈયાર કર્યા છે, પહેરવા

- વ્યાખ્યાન સાતમું
ઓઢવાને વસ્ત્રોની આ પિટી છે. દિવસે આ બધું તૈયાર કરી
રાખેલું કે જેથી આપ રાતને સમયે આવે ત્યારે આપને
થાક દૂર થાય, તૃષા માટે અને નીરાતે આરામ લઈ શકે.
પણ આપે મંદિરમાં દીવા વગર પ્રવેશ કર્યો તેથી જ આપને
માટે આ જે સુખનાં આયોજન થયાં છે તે જ આપને
આઘાત કરનારાં નીવડયાં!” માત્ર પ્રદીપને અભાવે જે
સામગ્રી અનુકૂળતા માટે હતી તે પ્રતિકૂળ નીવડી !
શું આવું જ આપણા જીવનમાં નથી બનતું? જેને
આપણે દુખ કે આઘાત ગણીએ છીએ તે બધા જે આપણા
હાથમાં કન્યાના જે જ્ઞાનપ્રદીપ હોય તે શું તેવાં લાગે?
અરે, એનાં એજ ઉપકરણ આપણું સુખનાં સાધન બને!
માટે જ જીવનમદિરમાં પ્રવેશવાના પ્રારંભકાળમાં બ્રહ્મચારીના
હાથમાં ક્ષણે ક્ષણે ઉપગી થઈ પડે એવો મહામે
જ્ઞાનપ્રદીપ આપવામાં આવતો.
કેટલાકના મનમાં પ્રશ્ન થાય કે ભારતવર્ષમાં બાળકોને
આમ તેમના જીવનના પ્રારંભકાળમાં સાધનાના જીવનમ
કેમ પ્રવેશ કરાવવામાં આવતું હશે? તેમનાં માતા-
પિતા દયા વગરનાં હશે? આ પ્રશ્નમાં વિચારશીલ અનુ-
ને કાંઈ વજુદ નહિ લાગે. દુઃખ માત્ર ઉપર શાશ્વત
વિજય મેળવવા માટે અમૃતતત્વની દીક્ષાને કાજે પ્રસન્નવદને
રજા આપવી એમાં પ્રાચી દયા કે જીવનભર દુઃખમાં સડયા
કરે એવાં બાળપણમાં લાલનપાલન કરવા એમાં સાચી દયા?
ભારતવર્ષના વષિઓ સામાન્ય લાલનપાલનના કરતાં ચિર.
તન લાલનપાલનમાં વિશેષ માનતા.

વ્યાખ્યાન આઠમું માનવામાં વૈદિક સાહિત્યમાં યજ્ઞયાગ અને ક્રિયાકાંડના વિધિ- નિષેધ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે એ વાત સાચી છે, પરંતુ એ બધાંમાં ઓતપ્રોત જે સત્ય છે તે ગુરુ દ્વારા મનુષ્યની પાસે વ્યક્ત થવું જોઈએ એ પણ તેટલી જ સાચી વાત છે. ગુરુના ચોગથી એ સત્ય જ્યારે શિષ્ય પામે છે, ત્યારે શિષ્યના ગૃહરજીવનમાં રહેવા પામતાં ક્ષતિ, શુષ્કતા પૂરાઈ જાય છે. આ ગુરુપરંપરા એક રીતે સમસ્ત જની સ્થિતિ પવિત્ર અને શુદ્ધ રાખવાનું કાર્ય કરતી હતી, કારણ કે બાળકને ગુરુને ઘેર મોકલ એને અઈ એક અસંસ્કૃત રત્નને (uncut diamond) સંસ્કારી તેજસ્વી બનાવવા માટે ચોગ્ય સ્થાને મોકો એ હતો. જ્યાં જીવ છે ત્યાં શિવ પણ છે. પશુધર્મ અને દેવ- ધર્મ પરસ્પર સંયુક્ત છે. ગુરુઓ પશુધર્મને નિર્મળ કરીને સમાજમાં રૂપાંતર સાધતા અને તેથી જ તે વખતન સમાજ ચયાગ અને વિધિનિષેધ પરાયણ હોવા છતાં ગુરુઓ સમગ્ર સમાજનું જરા ય અધઃપતન થવા દેતા નહિ. દરેક મનુષ્ય સમાજના કલેવરનું એક અંગ છે. ગુરુ એ વ્યક્તિની વિશુદ્ધિ જાળવીને સમાજની વિશુદ્ધિ પણ સાધતા. આ રીતે જોતાં ગુરુઓની જવાબદારી નાનીસૂની ન હતી એ સમજશે. તાંત્રિકોમાં એક પ્રાચીન વૈદિક ઉપાખ્યાન આ પ્રમાણે પ્રચલિત છે. ગુરુને ઘેર ઘણા દિવસ રહેવા છતાં એક વ્યાખ્યાન આäમું શિષ્યને ગુરુએ સમાવર્તન ન આપ્યું. આ દરમિયાન બીજી અનેક શિ આવ્યા અને જયા, તેમને સમાવત’ન મળ્યું. આથી શિષ્યના મનમાં એમ થયું કે ગુરુને મારા તરફ સદ્ભાવ નથી. પરંતુ તેને પોતાને દેષ જણાચો નહિ. છેવટે અકળાઈને તેણે એક દિવસ ગુરુને કહ્યું: “ગુરુદેવ. આપ બીજાને સમાવર્તન આપે છે અને મને આપતા નથી, એમ કેમ? ” ગુરુએ કહ્યું : “ તને જ્યારે આ સંશય થયો ત્યારે તે વિશે મારે તને કાંઈ કહેવાપણું નથી. જ્યાં દર્પણ સમતલ ન હોય ત્યાં જોવાનો પ્રયત્ન કરે મિથ્યા છે. વિરૂપ જેવું તેના કરતાં ન જેવું ઇષ્ટ છે.” આ સાંભળીને તે શિષ્ય બેલ્યો: “ ત્યારે આપની અનુજ્ઞા વિના જ હું ગૃહી થઈશ.” ગુરુએ કહ્યું : “ભલે, મને કશે જ -વાંધો નથી. પરંતુ હું સમાવર્તન તે હમણાં નહિ જ આપું.” પછી તે શિષ્ય નજીકના ગામમાં જઈને કહ્યું કે હું અમુક નેત્રોત્પન્ન અમુક પ્રવર છું, મેં અમુક અમુક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, અને અમુક શાસ્ત્રોમાં હું પારંગત છું. હવે મારી ઈચ્છા ગૃહી થવાની છે. માટે મને કન્યાદાન દઈને કોઈ ગૃહસ્થજીવનમાં પ્રતિષ્ઠિ કરે.” આ સાંભળીને તે ગામના લોકોએ તેને પૂછયું: “હે વત્સ! તમે સૌમ્ય છે, દર્શનીય છે, ભદ્રગેત્રોત્પન્ન છે, મહાપ્રવર અને ઉત્તમ શાસ્ત્રમાં પારગામી છે. એ બધું જ અમને કબૂલ છે. પરંતુ ગુરુએ તમને સમાવર્તન દીધું કે કેમ તે કહે.” તેણે કહ્યું : ના.” ત્યારે લોકોએ કહ્યું : “ તમે સર્વ પ્રકારે સુલ- ક્ષણ હોવા છતાં પણ ગુરુએ ક્યારે સમાવર્તન નથી દીધું શિક્ષણ સાધના મને મારી ત્રુટિ બતાવે તો હું તે દૂર કરું.” ગુરુએ તેને પ્રેમપૂર્વક કહ્યું: “તારામાં જોઈએ તે કરતાં વધારે પ્રમાણમાં * ક્રોધનો દોષ (અતિમન્ય) છે. પરિણામે તારા ચારિત્રમાં સમતા નથી. આ ચારિત્ર્યથી જે તે સંસારમાં પડે તો એ સંસાર કલ્યાણકારી ન બને, કન્યા દુખી થાય, સંતાનનું પણ અકલ્યાણ થાય અને તેની પરંપરા ચાલે. તે જાણી- બૂજીને હું આવી અકલ્યાણની પરંપરા કેમ ઊભી કરું?” શિષ્ય કહ્યું: “તો ભલે ગુરુદેવ! આપ મને સમય આપે તે સાધના દ્વારા ક્રોધને જીતીશ.” આ પ્રમાણે ત્રણ વર્ષ સુધી કઠોર તપસ્યા કરીને તે ગુરુની પાસે આવ્યા અને પિતાની લાયકાતની પરીક્ષા લેવા વિનંતિ કરી. ગુરુએ તેને પિતાની પાસે એક માસ રહેવાનું કહ્યું. એ મુદતને અંતે શિષ્ય ગુરુને પૂછ્યું : “હવે આપ મને અમાવતનને ચગ્ય ધારે છે ?” આચાર્યે કહ્યું: “હે વત્સ! મેં ધારેલું કે તું જિતે- ન્દ્રિય થઈશ, પરંતુ તે ઊલટે મૃતેન્દ્રિય અને કિલખ થઈ ગયે છું. મારા કહેવાનો આશય એ ન હતો કે તું ક્રોધશૂન્ય થઈ જા; તારામાં ક્રોધ ભલે હોય, પણ તેના પર તારે કાબુ હોય, નહિ કે તેને તારા પર. જે તું તારા ભીતરના અગ્નિને સમૂળગે હોલવી નાખે તે પછી જ્યારે એ બ્રહ્માગ્નિની જરૂર પડે ત્યારે એ મન્યુ તું કયાંથી લાવ- વાને? મહાભારતના ભીષ્મપર્વના રુદ્રાનુવર્તન નામના પ્રકર- શુમાં કહ્યું છે કે જ્યારે ધમ અધર્મથી વીંધાય છે, ત્યારે તે અધમ બધાયની પાસે પિતાના અંતરનું એ શૂળ દૂર કરવા માટે પ્રાર્થો છે. તે સમયે જે કોઈ પ્રચંડ બનીને, ઉગ્ર થઇને તે શૂળને કાઢતો નથી તેને તે વિદ્ધ ધર્મને વ્યાખ્યાન આઠમું અભિશાપ લાગે છે. તેથી જ તેને રુદ્રાનુવર્તન કર્યું છે. “હું પિતે તે ઉત્તમ સારથી એને જ કહું કે જે સતેજ, પ્રાણવાન, વેગવાન અને આડે માર્ગે જવા ન દે, ઘેડાને આર મારીને માર્ગમાં રાખવા એમાં તે શી. બહાદુરી? એમ તો બધાં ય કરી શકે, એમાં સારથી, સારથીપણું કયાં? શિખંડી અને ભીમ વચ્ચે ભેદ ઉપરફ સિદ્ધાંત સમજવા દૃષ્ટાંત તરીકે ટાંકી શકાય. આ જ કારણથી અમન્યુ, અર્થાત, ક્રોધને અત્યંત અભાવ, પ્રશંસનીય નથી. ખરી રીતે તે જે મજુવાળો હોવા છતાં ય મન્યુજિત હોસ્ટ એજ યશસ્વી છે. તારામાં વિધાતાએ દીધેલ નિત્યકાલને મનુષ્યત્વરૂપી જે અગ્નિ છે તેને તે વિનાશ કર્યો છે. અગ્નિકુંડ વિના ગૃહ ચાલે નહિ. દરેક ગૃહથે અગ્નિકુંડની સીમામાં અગ્નિને તેજ રાખવો જોઈએ. પરંતુ તારા ઘરમાંથી તો તે અગ્નિ બૂઝાઈ ગયો? માટે હે વત્સ, હું તેને ફરીથી પ્રજવલિત કરે, 0 તે શિષ્ય વળી પાછું એક વર્ષ સુધી સાધના કરવા ચાલ્યો ગયો. પાછા આવીને તેણે પૂછ્યું: “ આચાર્યદેવ, હવે તો હું લાયક થયે હોઈશ?” ગુરુદેવે એક મહિના સુધી તેનું નિરીક્ષણ કર્યું. પછી કેઈ એક મંગળ પ્રભાતે ઉલ્લાસ સાથે તેઓ બોલ્યા : “હે વત્સ, તારું જીવન હવે એક એવા પ્રદીપ જેવું થયું છે કે જેમાં બ્રહ્મશિખા ઝળ- હળે છે અને છતાં ય તે શિખા પિતાના સ્થાનને ઓળંગીન નીકળતી નથી. તારા ઘરમાં અગ્નિ બળે છે પણ તે પિતાની ૧૧૪ શિક્ષણ સાધના વેદીની સીમ છોડતો નથી, તારા જીવનમાં એ બ્રહ્માગ્નિ- મન્યુ–પ્રતિષ્ઠિત છે, છતાં તે પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતું નથી. તારું જીવન હવે સુસંગત અને પરમ શોભા- સ્પદ બન્યું છે. હવે તું જે કન્યાનું પાણિગ્રહણ કરીશ, તેને તે સુખી કરી શકીશ અને તે તને સુખી કરી શકશે. આમ તમે અને મળીને તમારા ઘરને માનવકલ્યાણનું એક તીર્થક્ષેત્ર બનાવી શકશે. જે ઘરમાં કલ્યાણ નથી તે દુઃખ- રૂપ બને છે, માનવસમાજની સાધનાને બાધક થાય છે. ચજ્ઞવેદીના કેઈ પણ ભાગમાં રાક્ષસે જે કોઈ અપવિત્ર વસ્તુ નાખે તે આ યજ્ઞ બંધ થાય અને જ્યાં સુધી એ અપવિત્ર (અમેધ્ય) વસ્તુ લઈ લેવામાં આવે નહિ ત્યાં સુધી યજ્ઞની શરૂઆત થઈ ન શકે, આ વિશ્વ પણ જગવિધાતાની એક યજ્ઞવેદી છે, આખો માનવસમાજ તેની પ્રદીપશિખા છે. જો તેમાંની કોઈ એક વ્યકિત પિતાના જીવનને અપવિત્ર કરીને માત્ર પિતે જ અપવિત્ર છે એમ માને છે તે વ્યકિત પણ એક બાધા છે, એની અપવિત્રતાથી સમસ્ત વિશ્વ અપવિત્ર થાય છે. આમ વિચારીને આપણે આપણા અંતરને પ્રતિક્ષણ શુદ્ધ રાખવું જોઈએ, કારણકે જે મુહને જે કઈ વ્યકિત અપવિત્ર રહે તે મુહર્ત પૂરતું વિશ્વયજ્ઞ અટકી જાય છે. “આજે તારું જીવન વિશ્વયજ્ઞને વિનરૂપ નથી, આજે તારી જીવનશિખા પ્રજ્વલિત થઈને નારાયણના આ વિશ્વ- વ્યાપી યજ્ઞને સમૃદ્ધ, પ્રકાશિત કરી રહી છે. તે આજે તને મારા સંપૂર્ણ આશીર્વાદ છે, હું પોતે જ તને ગૃહસ્થ ધર્મમાં પ્રતિષ્ઠિત કરીશ.”

જ્યાખ્યાન આઠમું
આમ કહીને તે ગુરુ શિષ્યને પાસેના કેઈ એક ગામમાં
લઈ ગયા. ત્યાં જઈને લોકોને કહ્યું : આ મારે છાત્ર
અમુક ગોત્રંત્પન્ન, અમુક પ્રવર, અમુક શાસપારંગત છે,
તો તેને કન્યા દે.” ત્યાંના રહીશેએ કહ્યું : “ અમારે હવે
એ બધી હકીકત જાણવાની કઈ જ જરૂર નથી. આપ જેને
લાયક માને છે તેને અમારામાંથી કઈ પણ કન્યાદાન દેશે.
આપ જ તે કન્યાને પસંદ કરી શકે છે, કારણ કે આપ
આચાર્યું હોવાથી અમારાં પુત્રપુત્રી, પણ આપનાં જ છે.
અમે તે માત્ર જન્મદાતા પિતા છીએ, આપ તે છે
મંત્રદાતા પિતા.”
જે સ્થાનમાં, જે સમયમાં સમાજના આચાર્યો ઉપર
જણાવ્યા તેવા જાગ્રત હોય, ત્યાં યજ્ઞયાગ કે વિધિનિષેધ
બધું જ સત્યશીલ બને. તે સમયમાં ભારતીય જીવનને
આદર્શ ઘણે ઊંચો હતો અને સામાજિક જીવનની પવિ-
ત્રતા પણ સારા પ્રમાણમાં સુરક્ષિત હતી. રામાયણ, મહા-
ભાત વગેરેમાં આ પ્રકારની સાધના જોવામાં આવે છે.
પરંતુ આની સાથે સાથે જ ભારતમાં બીજી એક
વસ્તુ ક્રમશ: પરિપકવ થઈ રહી હતી. જેમ જેમ ક્રિયા
અને વિધિ વિપુલ થતાં ગયાં, શાસ્ત્રો જટિલ બનતાં ગયાં,
તેસ તેમ બધાનો તે બાબતોમાં અધિકાર છે થવા
લાગે. જેમને સત્યને માટે અધિકાર હોય છે, તેઓ
ક્રિયા કે વિધિથી પર હોય છે. તેમને તે માત્ર સત્યની
જ પિપાસા હોય છે. આવા સત્યપિપાસુ શાસ્ત્રના ભારથી
પીડાયેલા મનુષ્ય શાસ્ત્રોને બદલે જીવંત માનવની શોધ
કરવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યાઃ “અમે શાને કે

જ શિક્ષણ સાધના વિધિનિષેધને ચાહતા નથી, અમે તે એથી પર થયેલ માનવને ઝંખીએ છીએ. ” જનસમુદાયની જિજ્ઞાસા અને વ્યાકુળતા આ દિશામાં વધવા લાગી. પરિણામે મહામાન- વેને જન્મ થવા લાગ્યો. ઉપનિષદના ઋષિએ તે આજ મહામાન, કેટલા ચ મહાપુરુષે આ રીતે જાતિ કે ગોત્રના ભેદ વિના જમ્યા, ક્રમશઃ ભગવાન બુદ્ધ આવ્યા. पुरुषान्न परं किंचित् सा काप्ठा सा परा गतिः- પુરુષથી પર કાંઈ જ નથી, તેજ પરાકાષ્ઠા છે, પરમગતિ છે, એમ મનાવા લાગ્યું. આ રીતે યજ્ઞવાદ, કિયાવાદ, અને મંત્રવાદની ઉપર પુરુષવાદનું (માનવવાદનું) મંડાણ થયું. મહાભારતમાં આપણે શ્રીકૃષ્ણને અને રામાયણમાં શ્રીરામને મહામાનવ તરીકે ઓળખીએ છીએ. યજ્ઞયાગ, ક્રિયાકાંડ વગેરે ગૌણ થઈ ગયેલાં નજરે પડે છે. આ મહા- પુરુની આજુબાજુ સાધનાનું એક નવું જ વાતાવરણ રચાયું. તે જ હતું મહાશિક્ષણ. તે સમયની શિક્ષણપ્રણાલી માનવજીવનમાં પ્રાણસંચાર કરનાર હતી. ત્યાર પછીના યુગમાં જે સૌથી વધારે ઉજજવલ પુરુષ થયા તે ભગવાન બુદ્ધ. શ્રી રામચંદ્ર કેવળ ભારતના રહ્યા, જ્યારે બુધ સમસ્ત જગતના થયા. ચીન, જાપાન, જાવા, સુમાત્રા, બાલી, સિયામ, બ્રહ્મદેશ, હિલ, તિબેટ, નેપાલ, ભુતાન, સિક્રિમ, પૂર્વ તુર્કસ્તાન, સિબિરિયા અને પૂર્વ રશિયા સુધી એ મહામાનવની વાણી પહોંચી. તે ઉપરાંત અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, અને એશિયા માઈનોર સુધી પણ તેમનું વ્યકિતત્વ વિસ્તર્યું. આટલા મોટા વિસ્તારમાં તે વખતનું ભારતવર્ષ પિતાની સંસ્કૃતિને વિજયધ્વજ ફર- કાવી શકયું હતું. આમ કરવામાં તેમને નથી કરવો પડશે કઈ તપાત કે નથી વાપરવાં પડ્યાં અસ્ત્રશસ્ત્ર; આમ વ્યાખ્યાન આઠમું કરવામાં ન હતા કેઈ સામ્રાજ્ય સ્થાપવાનો હેતુ કે ન હને વાણિજ્ય વિસ્તારનો ભાવ. ઉદ્દેશ માત્ર એક જ હતે અને તે એ કે સમસ્ત માનવસમાજને એક પરમ કલ્યાણ- સાધક ભ્રાતૃત્વજારમાં સુસંગત રીતે એકત્રિત કરીને સૌનું એક- ધારું હિત સાધવું. આવા શુભ હેતુથી પ્રેરાઈને વિજ ફરકાવ એ જગતને માટે તદ્દન નવી જ વાત હતી, અને છતાં એ વિદેશયાત્રામાં સામ્રાજ્ય વિસ્તારની મૂઠ બંધ (missionary movement) તે નહતી જઆ સમ- જવા માટે આપણે આપણી શુદ્ર બુદ્ધિને ત્યાગ કરીને એક મહાન વિશાળ આદર્શની પશ્ચાદભૂમિની દષ્ટિ કેળવવી જોઈએ. આ પછી જે શૈવ, વૈષ્ણવ આદિ યુગો આવ્યા તેમાં આ મહામાનવવાદ તે રહ્યો. હાથીરવાદ, મહા- સાત્વીકાદ, માઅિકવાદ, શુન્યવાદ, નાગાર્જુનને દાર્શનિક મત, અસંગ વસુબ ધુ વગેરેને ચાગ- ચારવાદ,-એ દરેક બૌદધમતમાં માનવને સર્વશ્રેષ્ઠ માન્ય છે અને તેને સૌથી મોટો આદર્શ શિક્ષણ છે. મહાપુરુષનું જીવન એ જ શિક્ષણની પ્રણાલીમાં મહત્વને ભાગ ભજવતું. અહીં વિશેષ વિગતમાં નહિ ઊતરતાં એક મહત્વની બાબત વિષે શ કરીને આગળ ચાલીશ. જેને અને બૌધ્ધમાં મહાપુરુષવાદ હોવા છતાં જૈન ધર્મ ક્યાં કારણથી સંકુચિત થયા અને બૌદ્ધ ધર્મ કયાં કારણેથી વિશેષ પ્રચાર પામી શકે, એ એક વિચારણીય પ્રશ્ન છે. બૌદ્ધ બંગાળાના ઉપસાગરથી માંડીને સારાયે પૂર્વ એશિયાને

શિક્ષસાધના
પિતાને કર્યો, જ્યારે અરબી સમુદ્રને ઓળંગીને જૈન
બહદુ માનવસમાજને કઈ કલ્યાણમાર્ગે દોર્યું નહિ. તેના
મહાસત્વની કથાવાણી યુરોપ કે અરબસ્તાન, કે ઇરાનમાં
પહોંચી નહિ. જે દિશાથી તેની સાધનામાં રુકાવટ થઈ તે જ
દિશાથી ભારતવર્ષને આઘાત થયો છે. ભારતીય ઇતિહુસની
સમાલોચના કરનારને માટે ના વિધ્ય ગંભીરપણે વિચાર,
જે છે.
જ્યાં માનવ એ જ પ્રધાન વિષય હોય છે, ત્યાં સમગ્ર
પૃથ્વીનાં મનુષ્યો સાથે તેની મૈત્રી સહજ સંભવે છે. કારણ
એક દેશનાં વિધિ, અનુષ્ઠાન, શાસ્ત્ર, આચાર ઈત્યાદિ
બીજા દેશની પરિસ્થિતિ અનુસાર જતાં હોય. તેમાં નવાઈ
નથી. તો પણ મનુષ્ય મનુષ્ય તરીકે તે બધે જ એક છે.
બાહા ભિન્નતા વિવિધ હોવા છતાં જે આપણે અંતરના
અંતરમાં બોળીશું તે ત્યાં એક પ્રકારનું ગભીર એક્ય
જશે. આ દૃષ્ટિથી જોનારને, વિચારનારને પૃથ્વીનાં બધાં
બારણાં ખુલી જાય છે.
એક બાઉલને એક જણે પૂછયું: “તમને આખી
પૃથ્વી આટલી બધી સહજ કેવી રીતે લાગે છે તમારી
પાસે સ્વધર્મ, પરધમ, સ્વસંપ્રદાય, પરસંપ્રદાય, એવું
પિતાનું કે પારકું કેમ નથી? તમારા જ્ઞાનમાં જ જાણે કે
આખા ય વિશ્વ સાથે રોગ જણાય છે?” તે બાઉલે જણાવ્યું
અમારી નદીમાં એક વિદેશી વહાણ આવ્યું; તેને મેં
પૂછયું, “તમારો દેશ કયાં ! તમે અમારી નદીના તીર ઉપરના
છે?” તેમણે કહ્યું, “ના રે, અમે તે ઈરાનનાં છીએ.” મેં

વ્યાખ્યાન
વાત આઠેલું
પૂછયું, “ અમારી ગંગા તમારા દેશમાં છે?” તેમણે ના
પાડી એટલે મેં કુલપૂર્વક પૂછયું, ‘ત્યારે તમે અહીં
આવ્યાં શી રીતે ? તેમણે કહ્યું, “સમુદ્રમાં એક વાર પ્રવેશ
ભાભીએ કે પછી ગમે તે ઠેકાણે જઈ શકાય, કારણ કે ત્યાં
તમામ નદીના મૂળ સુલ થઈ જાય છે. તે વખતે અને
અમજાયું કે મનુષ્યને મળવાનો સહેલો માર્ગ પર–
બ્રહ્મરૂપી સમુદ્રમાં ભળવાને છે. એક નદીમાંથી બીજી
દીમાં જવા માટે નહેર ખોદવી એ અસંભવિત છે,
ૌથી સહજ સાધન માનવની સાધના છે. તમે
પરબ્રને સ્વીકાર કરો એટલે બધાં દ્વાર આપોઆપ ખુલી
જ બ્રહ્મસત્યને, બ્રહ્મજીવનને પામવું એનું જ નામ છે
પરમ મુક્તિ. આ સ્થિતિને અનુભવ કરનાર મહાપુરુષો
ત્યારે ધર્મને માનવીય (humanise! કરે ત્યારે જગત
સાથે એક ન ચાર થાય છે, અને આત્માની સાથે આ
આત્માના રોગથી કેઈ ન કુટુંબભાવ જન્મે છે.
માયાથી કાયાનો જે જન્મ એ તો બાહ્ય જન્મ છે,
આત્માની સાથે આત્માને ચગ એ જ સાચે જન્મ છે.
બાઉલે પૂછયું: “દ્વિજ થતાં પહેલાં કે પછીથી જાતિભેદ
હોય ? જવાબમાં કેઈએ કહ્યું, “દ્વિજત્વ પહેલાં જાતિ
હેચ .” પેલા બાઉલે કહ્યું, “ત્યારે મારી માટીની જાતિ
છે, કારણ કે સર્વનું આદિ કારણ માટી છે, સર્વના આદિમાં
માટી હતી, તે માટી એક છે, એટલે બધાંની જાતિ પણ
એક છે એમ ન હોય તે આત્માને આત્મા સાથે ચેડ
થયો હોય એવા બ્રહ્મદીક્ષિતને જાતિ માને છે ?”
:

સિાધના
આવી આત્મકુટુંબભાવની વિશાળ ભાદનાથી પ્રેરાઈને
જુદા જુદા દેશોમાંથી શિકાથી એ ભારતવર્ષમાં આવવા
લાગ્યા. આપણે બધાચર્યાશ્રમ સમાજ માટે હતા. અત્યારે
સમાજ ભિન્ન ભિન્ન દેશોમાં પ્રસરેલા ત્રાથી કાના
કયાં જાય? એ વખતના એ વિસ્તૃત અને ઉદાર સમાજના
સર્વ શિકાધીઓ નનન યુગના પ્રાચારી ભારતમાં
રાવવા લાગ્યા આ રીતે આપણે વિશ્વવિદ્યાલનો પ્રારંભ
થ નાલંદા. તક્ષશિલા, પપપુર વગેરે સ્થળામાં વિદ્યાનાં
મહાત્રિો ઘપાયાં, નાલંદા બોધનું સંવિધાલય હિર
છતાં બોદ્ધમતના પ્રખર વિરોધી “નિશ્ચનાત્ત પુન
સન થઈને નાલંદામાં લાંબા વખત સુધી વાત કરે
હતા . કેવી કાન એ ઉદારતા ત્યાં હિંદુઓનાં વે
દર્શને ભણાવાતાં. જગતભરના છાત્રો ત્યાં વિદ્યા મેળવત્રા
આવતા. ત્યાંની બધી જ વા કોઈ ધર્મ કે સંપ્રદાયને
અનુલક્ષીને નહિ પરંતુ માનવને કેન્દ્રમાં રાખીને જ થઈ
હતી.
જ - નાના નામ
કે જુએ, “મંગ નિકાય.” પ્રમ અંક ૮૧ ઉપર
+ આસો વદ ૯, ૧૯૮૨, શુક્રવાર, ભાન

વ્યાખ્યાન નવમું
જયારે પ્રાચીન બ્રહ્મચર્યાશ્રમને આદર્શ વિકલિત થઈ
ગયે અને બૌદ્ધોનો અધિકાર ધીરે ધીરે ઓસરતે ગો
ત્યાર કિશ્વવિદ્યાલય સ્થપાયાં. ત્યારે ભારતવર્ષની દુર્દશાના
દિવસે આવ્યા ત્યારે તેનો સૌથી વધારે પરિચય તેનાં
શિક્ષણમંદિરમાં થવા લાગ્યા. અબત્ત, વિદ્યાલયની નિસ્તે-
જવાને લીધે દુર્દશા આવી કે દુર્દશાને લીધે વિદ્યાલો
હીનપ્રભ થઈ ગયાં, એ હું ચોક્કસ કહી શકતો નથી. કદાચ
બીકુરન્નત એકબીજાને સહાયક પણ હોય.-જેમ પાને
લીધે દારિદ્ય જન્મે છે અને દાશિવને લીધે પાપબુદ્ધિ જને
અા જ્યારે ભારતવર્ષની વિદ્યાની ઉજવલ તિ
ક્ષીણ થવા લાગી ત્યારે એ વિદ્યાની સાધુનાતિ દે
દે ઠેકાણે નાની નાની પીઠમાં સળગવા લાગી જેમ
પાશુપતા દશનનું શાન હાશ્મીર થયું, જેમાં શિક્ષણનું
સ્થાન પ્રભાસ થર્યું, જે કાશી, ઉજજચિની, સિથિલા, નવ
દ્વિીપ, વિક્રમપુર, ઉત્કલ અને કેશલ વગેરે સ્થાનની માફક
દક્ષિણશાં કાંચી, કેસીન વગેરે વિદ્યાનાં ધામ થયાં, તેમ
બીન ઘણાં નાનાંમોટાં સ્થાનેમાં વિદ્યાની સાધનાતિ
છિન્નવિછિન્ને ભાવે ઝળહળતી રહી,
આ અમમાં પણ એક વાત તે જોવામાં આવતી
હતી કે શત્રો ગુરુપત્નીની ગોદમાં સાતાનું વાત્સલ્ય પામતા.

૧૨૨ ગિજુરાતા આથી કરીને વિદ્યામાં વધારે પડતી નીરસતા આવી શકતી નહિ. હું પોતે પણ બંગાળ અને કારની ચતુષ્પાડીમાં આ રીતે જ ભણો છું. ઈમારતી વિદ્યાલયોમાં જે વિદ્યા મેળવી નથી! કોઈ કોઈ વાર શીખવવામાં ગુરુ એટલા છાપા તલ્લીન થઈ જતા કે તેમને અમારી ભૂખનો ય ખ્યાલ રહેતે નહિ તે વખતે ગુરુપત્ની ગુરુને મીઠે ઠપકો આપીને અમને લઈ જતાં, અને ખવરાવ પીવરાવી કરતાં બૌદ્ધ પછી તાંત્રિક અને નાથપથી ગુરૂઓમાં શિક્ષ- ણને આદશ જોવા મળે છે. આ તાંત્રિક ગુરુ બદ્રકાળ પછી થયા એમ નથી, તે પહેલાં પણ તેઓ હતા, પરંતુ તેમની મોટી મોટી સંસ્થાઓ ન હતી. તેથી જ્યારે કૌદ્ધ સમયની સંસ્થાઓ નષ્ટ થવા આવી ત્યારે પણ આ વર્ગ નષ્ટ થએ નહિ. વાવાઝોડામાં મેટાં મોટાં વૃક્ષે પડી જાય છે, પણ નાની વનસ્પતિ રહી જાય છે ! ગૌતમીય તંત્રમાં ગુરુનાં લક્ષણે આપ્યાં છે. તે પરથી આપણને તે વખતના શિક્ષણના દર્શને ખ્યા આવશે તેમની જદી જુદી પદ્ધતિઓને આપણને આથી પરિચય ન થાય તો ય શું? એથી હું શિક્ષણનું સાચું માપ મળી શકે તેમ છે? વાસ્તવિક રીતે તે બહારની આડંબરભરી અંધતા કરતાં ખરી અંધના વધારે સારી ! તમીય તંત્રમાં ગુરુનાં લક્ષણે આ પ્રમાણે આપ્યાં છે ? सुंदर : मुमुख : स्वच्छ : सुन्लमो बहुतत्वविद ।

૬૨૨
વ્યાખ્યાન નવમું
ગુરુ સુંદર હોય, ચહેરામાં નહિ, પરંતુ અંતરમાં. તેને
વાણી મધુર હોય, પિોતે સ્વચ્છ હોય, સુલભ હોય, એટલે
કે શિષ્ય તેમની પાસે સહેલાઈથી જઈ શકે તેવા હોય,
અનેક તને તે જાણનારા હોય, નહિ કે કૂપમંડુક,
अमंशयः संशयच्छिन्निर पेक्षा गुरुमतः ।
મતઃ કg iા ત્રાજ્ઞાપાલઃ |
તેમનામાં સત્ય વિષે લવલેશ પશુ સંશય ન હો જોઈએ.
સંશયનો નાશ કરવાને સમર્થ હોવા જોઈએ. બધાને
સ્વીકાર્ય હાય, સજજન સમાજમાં પિતાનું સારી રીતે
દમન કરે તેવા હોય, મંત્રાર્થના જ્ઞાનને પાર પામેલા હાય.
વાર જ્ઞાજિa faitઃ જતઃ |
मन्चैतन्य विज्ञाता गुरुभक्त' स्वयंभुवा ॥
मुरमपि गन्तव्यं यथाम्नायविदो जनाः ॥
વાણ, મન અને કાયાથી વિષ્ણુની સેવામાં મગ્ન હોય,
મંત્રના ચૈતન્યના વિજ્ઞાતા હોય. બ્રહ્માએ આવાને ગુરુ
કહ્યા છે. જ્યાં આ પ્રકારના શાસ્ત્રવિદ ગુરુઓ હોય તે
સ્થળ અતિ દૂર હોય તે પણ ત્યાં જવું જોઈએ. જળાશય
દર છે એમ માનીને રેતી ખાઈને તરસ કે છીપાવી શકતું
નથી. શરીરને માટે પાછું જેટલું અનિવાર્ય છે, તેટલું જ
આત્માને માટે સત્યજ્ઞાન અનિવાર્ય છે.
नेऽपि स्तुत्या नसल्याश्च सेव्याश्चाभिष्टमिच्छता ,
પિતાનું કલ્યાણ ઈચ્છનારે આવા ગુરુઓની સ્તુતિ કરવી
જોઈ છે, તેમને નમન કરવું જોઈએ.
હવે શિષ્યનાં લક્ષણ જોઈએ:

શિક્ષણ સાધના
gિsઇઃ હીનઃ શારા પુઉપાર્થu
દાર !
aધાઃ પિતૃમાહિતે રતઃ |
धर्मविद्धर्मकर्ता च गुरुशुश्रूषणे रतः ।
सक्षा शास्त्रार्थतत्त्वज्ञो दृढदेहो इढाशयः ।।
हितैषी प्राणिनां नित्यं सर्वलोकार्थकर्मकृत् ।
वाङ्मनःकायबलुभिः सर्वप्राणिहिते रतः ।।
अनिन्यकर्सणस्त्यागी नित्यानुष्ठानतत्परः ।
जितेन्द्रियो जितालस्यो जितमोहो विमत्सरः ॥
શિષ્ય કુલીન, શુદ્ધાત્મા, પુરુષાર્થ પરાયણ, વેદવિદ્યામાં
કુશાળ, પિતામાતાના પ્રેમમાં મગ્ન, ધર્મને જાણનાર અને
આચરનાર, ગુરુની સેવામાં મગ્ન, શાસ્ત્રના અર્થ અને
તત્વ જાણનાર, સુદઢ શરીરવાળે, દઢ આશાળે, હમેશાં
પ્રાણી માત્રનું હિત ઈચ્છનાર, બધાંયને માટે કામ કરનાર,
વાણી, મન, તન, અને ધનથી પ્રાણી માત્રનું હિત કરવામાં
તાર, અનિત્ય કર્મનો ત્યાગ કરનાર, અનુષ્ઠાનમાં હમેશાં
તત્પર, જિતેન્દ્રિય, આળસને જિતનાર, મોહને જિતનાર ,
અને મત્સર વગરને હવે જોઈએ.
એની લાયકાતનાં લક્ષણમાં જાતિભેદને સ્થાન નથી.
સત્યશોધક વૃત્તિ હોવી જોઈએ એક વર્ષમાં સત્ય જાણે તે
બ્રાહ્મણ, બે વર્ષમાં જાણે તે ક્ષત્રિય, ત્રણ વર્ષમાં જાણે તે
વૈશ્ય અને ચાર વર્ષમાં જાણે તે શુદ્ર,
દીક્ષા અર્થ નીલતંત્રમાં આ પ્રમાણે છેઃ
दिन ज्ञानं यतो दद्यात्क्षीयते पापसञ्चयः ।।
ततो दीक्षेति ला प्रोक्ता श्रृणु देवि प्रियंवदे ॥
જેનાથી દિત્ય જ્ઞાન મળે અને પાપપુંજ ક્ષીણ થાય તેનું
નામ દીક્ષા,
1

વ્યાખ્યાન નવમું
૨૨
:
આ તંત્રમાં ગુરુનાં લક્ષણ નીચે પ્રમાણે આપ્યાં છે:
विज्ञाता मंत्रतंत्राणां कर्मकर्ता रहस्य वित् ।
રાતના aઃ શાતા નિતત્તરોત્તમાનકૂદ છે
સુર વુમુ: સુથ: પ્રાકુરિરાજ 1
स्थिरी नम्रध्द लौस्यश्च प्रेक्षको विजितेन्द्रियः ॥
आस्तिको प्रक्निश्च गुरी संत्रे च देवने ।
गुरुवात्मविशुद्धयर्थ शिष्यं व परिशोधयेत् ।
ગુરુ શિષ્યને શુદ્ધ કરે છે તે શિષ્યને માટે નહિ, પરંતુ
પિતાની આત્મપરિદ્ધિને અ. આ આત્મશુદ્ધિની સાધના
વખતના પાળવાના નિયમો નીચે પ્રમાણે છે.
અ ા ત્રવનામઃ જ્ઞામિની નિવૃત્તિ:
प्राननापी विटएनमिधाद दन्तजियाविशुद्धिः ।
पत्रारण्यं मधुरतमच ब्रामवृक्षल्य पुष्पैः
જૂના ગુજરાત રાજરાત્તિ છે
શિષ્યના હૃદયમાં જ્યારે ગુરુ સત્યનું અને વિદ્યાનું દાન કરે
ત્યારે વિદ્યાને જીવંત સમજીને ગુરુએ તેનું આવાહન કરવું
જોઈ ચે.
पूजितासि सदा विध जीवामावृजितेऽक्षरे ।
परापूजितानि जीवात्ययति स्थिमा भव ॥
ગાયત્રી તંત્રો જણાવે છે કે સત્ય બોલતાં જ કાંઈ સત્યને
સાક્ષાત્કાર થઈ જતા નથી. માટે કહ્યું છે:
अङ्गनान्नुलोचनो यस्तु झटिति प्रविशेद गृहम् ।
કરવુu aa વૃદમદપુ રહી છે
જેમ બહારથી ઘરમાં પ્રવેશ કરતાં જ શેડી વાર તે કશું જ
જણાતું નથી, તેમ સત્યનો સાક્ષાત અનુભવ તરત થતા

શિક્ષણ સાધના
નથી. તેને માટે કાળની અપેક્ષા છે, જે સાનિક છે તે જ
ખરું છે, જીવંત છે, જે અસ્વાભાવિક છે તે મિથ્યા છે,
મૃત છે.
कामशोधादिभिर्युक्तमज्ञानतिमिरावृत्तम् ।
अजीवं तञ्च चिनेयमात्मना भिन्नमुच्यते ॥
કામ અને ક્રોધવાળું, અજ્ઞાનરૂપી અંધકારથી છવાયેલું અને
નિષ્ણાણુ જ્ઞાન પરમાત્માથી ભિન્ન પ્રકારનું છે. માનવ જે
એક વાર પિતાને પ્રાણ ગુમાવે તે પછી તેના પર પાપના
ઢગના ઢગ ખડકાતા જાય છે.
अजीबाजायते पापं पुण्यं जीवात्मजायते ।
पापं वा यदि वा पुण्यनुभयोः कारणं मनः ।।
हिविधा प्रकृतिज्ञया उत्तमा चाधमा तथा ।
ટામાં રિતિવા ઉત્તમ પ્રતિ કૃતા છે
અહીં પાપ પુણયને નિર્ણય કોઈ શાસ્ત્ર કે કઈ સાંપ્રદાયિક
શુદ્ર માનદંડ પ્રમાણે નથી કરવામાં આવ્યો. જે જીવંત
છે, પરબ્રહ્મને અનુકુળ છે તે પુણ્ય; જે મૃતપ્રાય છે, પ્રતિ-
કૂળ છે તે પાપ. જે પ્રાણવાન, સત્યમય તે વિશુદ્ધ; જે પ્રાણ
હીન, મિથ્યા તે પાપ. આથી વિશાળ માનદંડ બીજો કયો
હોય ?
अनात्मस्मरणे पापं पुण्यं हि आत्मना तथा ।
અત જ પ્રવૃત્તિ ૩ન્ના ત્રવિત્ર છે
જીવનહીનની ઉપાસના તામસ ણસના થવાથી પાપયુકાર
ગણાય. જીવનના સિંહાસન પર મૃત્યુને સ્થાન આપવું એથી
બીજે ઈશ્વરદ્રોહ શે હઈ શકે?

૧૨
વ્યાખ્યાન નવમું
ब्राह्मणक्षत्रवैश्याश्च शूद्रायवरजातयः ।
स्त्रियश्च सकलास्तेषां शान्तरूपा सदाशुचिः ।।
येषां मध्ये च या काचिदागत्य गुरुसन्निधिम् ।
प्रणम्य प्रार्थयेनानं धर्मार्थकाममोक्षदन ॥
જે કેઈ સદા શુચિ રહેનાર અને શાંત ચિત્તવાળું ગુરુની
પાસે પ્રદ્યુમપૂર્વક ધમ, અર્થ, કામ અને મેક્ષ આપનાર
જ્ઞાનની પ્રાર્થના કરે, તેને ગુરુએ જ્ઞાન આપવું. જો એ ને
કરે તો તે ગુરુ કૃપણ ગણવે.
આવા જ્ઞાનદાનમાં કુપણ ગુરુ વિષે કહ્યું છેઃ
यदि न दीयते तस्य ज्ञान आनविशारदः ।
તે તથા ના ચાન્તિ ની તાત્તથી !
ब्रह्मज्ञानमयं तन्नास्ति जातिविचारणा ।
ज्ञानिने दीयते जान जानिने शमलेक्षणे ॥
જેઓ જ્ઞાનમાં વિશારદ હોય તેઓ જે પિતાનું જ્ઞાન પ્રજાને
ન આપે તે તેઓ ગાયત્રીરહિત માનવની જેમ નરકના
અધિકારી બને છે. આમાં જાતિની વિચારણાને સ્થાન નથી.
જ્ઞાનની પિપાસાવાળાને તે જ્ઞાન આપવું જ રહ્યું, આવું
જ્ઞાન માતાના ધાવણની ગરજ સારે છે. પરંતુ સાધકે સમૂ
હમાં વાસ ન કરે, કારણ
ભીડમાં સત્યની સાધના
થતી નથી.
પ્રજાજા વાહિત !
જરાક = વિજદ તર જૂનાં રિઝેન !
જ્યાં લગી ગુરુ પ્રત્યેક શિષ્યને બ્રાહ્મણ ન બનાવે ત્યાં લાગી
તેણે તેનો ત્યાગ ન કરવો. આ બ્રાહ્મણ કે હોય?

5
4.૨૮
શિક્ષણ સાધના
૧
જજીનિતિ દ ૨૪ aહ્ય પાર્વતિ |
ब्राह्मणः कथ्यते वेष मुनिभिस्तत्त्वदर्शि भिः ।।
शरीरी तत्र जीवात्मा शरीरं तस्य ब्राह्मणः ॥
જેનો દેહ ગાયત્રીથી નિર્મિત થયેલો હોય તેને બ્રાહ્મણ
કહેવાય. સ્ફટિકના મંદિરમાં જેમ દેવ સ્વયં પ્રકાશિત હેય
છે, તેમ બ્રાહ્યાણદેડવાળા માનવમાં પરમાત્મા ઢાંક્યા રહેતા
નથી. તેને જોતાં જ બ્રહ્મને સાક્ષાત્કાર થાય છે.
सदा पवित्र चिमात्मा अतः पापन लिप्यते ।
વિપ્રને આમ સદા ય પવિત્ર હોવાથી તે કદાપિ પાપવડે
મલિન થતું નથી. કામધેનુ તંત્રમાં જણાવ્યું છે કે
भावतत्वं विना देवि प्रजपेद्यदि कोटिधा ।
सर्व तल्य वृथा देवि ऊषरे वपनं यथा ॥
स्वभावेन विना देवि कथं सिद्धिर्भवेप्रिये ॥
ભાતત્વ વિના વિવિધ પ્રકારે ભલેને કરોડો જપ કરવામાં
આવે પણ વેરાન જમીનના વાવેતરની માફક તે ફળતા
જ. અંતરના ભાવ વિના સિદ્ધિ સંભવી શકતી નથી.
બલા મત્રો જગદુંવ્યાપી છે સાધકના અંતરમાં આ
વીને તે નવા પ્રાણની આકાંક્ષા રાખે છે. પ્રત્યેક બીજમાં
શાશ્વત પ્રાણવારા સુપ્ત રહેલી હોય છે, અને તેટલા માટે
જ એ બીજ ક્ષેત્રની અપેક્ષા રાખે છે તેવી રીતે મંત્રને
પ્રાણ સાધકમાં ચેતના પ્રાપ્ત કરે છે. સાધક એનું ક્ષેત્ર છે.
लक्षा निद्रातुरो मंत्रश्चेतनां प्रार्थयेत्सदा ॥
એ મંત્ર સાધકની પાસે સદા માથે છે ૮ મને ચેતના
aછે.
:

૧૨
વખ્યાન હવે
સાધક ગુરુની પાસે જ્ઞાન માટે જાય છે, પરંતુ જે
એ ગુરુ પાણી વગરના હોય તો સત્યની તૃષા કેવી રીતે
છીપે કામાખ્યાતંત્ર કહે છે, --
सर्वेषां भुवने सत्यं ज्ञानाय गुरुसेवनम् ।
ज्ञानाद मोक्षमवाप्नोति तस्माज्ज्ञानं परात्परम् ॥
अती यो ज्ञानदाने हि न अमस्तं त्यजेद गुरुम् ।
अन्नाकांक्षा निरन्नं च यथा सत्यजति प्रिये ॥
કેઈને અન્નની જરૂર હોય પરંતુ જ્યાંથી તે અન્નની
અપેક્ષા રાખતા હોય ત્યાં અન્ન જ ન હોય તે ત્યાંથી તેની
કામના ફળતી નથી, તેવી રીતે વિદ્યારી ગુરુની પાસે જ્ઞાના
જાય છે, પણ જે ગુરુમાં તે જ્ઞાન જ ન હોય તો તેણે તેવા
ગુરુને છોડી દે છે. તેથી કર્યું છે કે,-
मधुलुब्धो यथा भगः युध्यात्पुरुपान्तरं ब्रजेत् ।
જ્ઞાન—તથા ઈરાથી ગુજાવરા રંગને
જેવી રીતે મધને લેજી ભમરો એક ફુલથી જ ફૂલ
જાય છે, તેવી રીતે જ્ઞાનપિપાસુ શિષ્ય અનેક ગુરુઓની
પાસેથી જ્ઞાનસંચય કરે. કુંકાલમાલિની તંત્ર પ્રમાણે
સાચા ગુરુ એ જ ગણાય જેઓ શિષ્યને દીક્ષા આપવા માટે
જરૂરી ગણાતાં સ્થળ ઉપકરણોનો ત્યાગ કરીને આંતરચેતના-
મય ઉપચાર દ્વારા પૂજા કરવાની દીક્ષા આપે,
આ પૂજા કેવી હોય ?
गन्धं भृश्यात्मक वसाद भानपुष्पैस्ततः घरण ।
धूप बारवामक देवि तंजसा दीपमेव च
नैवेद्यममृतं दद्यात्पानीयं बरुणात्मकम् ।
अम्बर मुकुट बवाहनं च मम प्रिये !!

૧૩૦ શિક્ષણ સાધના એમાં ભૂમિરૂપી ગંધ હોય, ભાવરૂપી પુષ્પ હોય, વાયુરૂપી ધૂપ હોય, પ્રકાશરૂપી દીપ હોય, અમૃતરૂપી નિવેદ્ય હોય, આકાશરૂપી મુકુટ હોય. આવી ચિન્મય પૂજાને માટે, સત્ય- ના શિક્ષણની દીક્ષા માટે, કોઈ શુભ લગ્ન કે કેઈ શુભ તિથિની જરૂર નથી. ना शुभो विद्यते कालो नाशुभो विद्यते क्वचित् । यत्कालं ब्रह्मचिन्तायां तत्कालं सफल प्रिये ॥ दिकालनियमो नात्र स्थित्यादिनियमो न हि । स्वेच्छाचारोऽत्र नियमो महामंत्रस्य साधने । જે કામ બ્રહ્મવિચારણામય હોય તે જ સફળ છે એમાં દિશા કે કાળના કે સ્થિતિના નિયમે જરૂરી નથી. એ મહામંત્રની સાધનામાં કેવળ છાચાર જ એક નિયમ છે. નિવણતંત્રમાં મુક્તિનું આ પ્રમાણે વર્ણન છે,- ज्ञानं च निर्मलं कृत्वा वुद्धिं च निर्मलां तथा । महाभक्तियुतो भूत्वा सर्वप्राणिहिते रतः ।। तदा मुक्तिमवाप्नोति सत्यं सत्यं न संशयः॥ જેનું જ્ઞાન નિર્મળ હોય, જેની બુદ્ધિ નિર્મળ હોય, જેનું હૃદય ભક્તિયુક્ત હોય, જેની આંતરિક કામના સર્વે પ્રાણી- એનું કલ્યાણ થાય તેમાં પરાયણ હોય,–તે મુક્તિને પામે છે, તેમાં રજ પણ સંશય ફર નહિ ૪ * આ વદ, ૯, શુક્ર, ૧૯૮૨ સૂચી -------- 9 અરેબિયન નાઈટ્સ ૨૭ કસાટી, પૂર્વ અને પશ્ચિમની અહંભાવ ૧૦૦ ફરક સમજવાની આત્મવિશ્લેષણ, એક દષ્ટાંત ૧૦૧ કાઈ"ગ ૩૭ આદર્શ અને પદ્ધતિ કાકીનો આનંદ ૫૮ કામધેનું તંત્ર ૧૨૮ આનંદલહરી 23. કામાખ્યા તેત્ર ૧૯ આર્ય સંસ્કૃતિ ૬૬ કાશી ૧૨૧ આર્યો ૮૪ | કાશ્મીર ૧૧. આશ્રમવ્યવસ્થા, પરસ્પર કુટુંબ, અવિભક્ત સંબંધ ૨૧ કુમારસંભવ ૮૧ ઉદાયિની ૧૨૧ કૃષિ જીવન ૮પ ઉદારતા કૃણ ૧૧૬ ઉપકરણ ૧ ૦૧ કેળવણી, પ્રાચ્ય અને ઉપનયન ૬૫ પશ્ચિમને આદર્શ ૩૨ ઉપગિતાવાદ કમળતા ૫૮ ઉપાસના ૧૨ કમ્યુનિઝમ એકચક્ર નગરી ૮ ૦ કાલમાલિની તંત્ર ૧૯ એલાર્ડ " કિયાવાદ ૧૧૬ પ૬,૭૭ ક્રોપકીન ૬૫ પ૪, ૧ ૦૮ કબીર, એક પ્રસંગ, --નાં લક્ષણ ૧૨૨, ૧૨૫ પુત્ર જન્મ હ૭, ૯૩ – અહમા ૫૮ કલ્પસૂત્ર -દીક્ષા દાતા, ૫૫ ઐતરેય બ્રાહ્મણ امی ૧૩૨ નું કર્તવ્ય ૧ દયા, સાચી કયી ૪૫ –તપસ્યા દ્વારા ૨૮ -મુક્તિદાતા ૬૧ ટલિસ્ટોય 9 -કૃપણે ૧૨૭ ડોસ્કી –માં વિશ્વાસ ૧.૧૧ તક્ષશિલા ૯૬, ૧૨૦ -અને પદ્ધતિ પ તીર્થયાત્રી ૨૭ –અને શિષ્ય તંત્ર શાસ્ત્ર ૭૩ –પત્ની ૧૧. તાંત્રિક ૩૧ -વિરાચારી ૮૮ ૮ ૦ ગૃહ જીવન ત્રિસંન્નિપાત ૧૭૫ ગૃહ્ય સૂત્ર ગાગાલ 19 થવું ૪૫ શકિ ૧૭૨ ૧ ૦૫ ગૌતમીય તંત્ર ૧૨ ૨ દક્ષિણુ, ગુરુ ૬૨, ૯૫ ૬૨ શ્રીસ, માં વિદ્યા ૧૨૪ દીક્ષા –બાઉલની ૩૧ ચાતુર્વર્ણ ૬૬, ૬૭, ૭૦ –નો સમય ૩૧ ૮૨, ૩ ચૈતન્ય ચરિતામૃત દ્રાવિડ, સંસ્કૃતિ १६ ૨૯ ૬૭ જન્મ, બાહ્ય અને આંતરિક ૧૧૯ ધર્મ, ગતિમાન જયદેવ નવદીપ -૧૨૧ ૪૬ જાણવું, શ્રદ્ધા દ્વારા ૨૧૭ નાઈટસ, યુરોપના ૧૧૭ નાગાર્જુન ૨૧૭ –આ વાત ૪૫ નારદ 9e જાતિ, ભેદ (9૫ નારી ૭૮ - નો અધિકાર -જગત –ની વિશુદ્ધિ ૮. ૮ જિતેન્દ્રિય ૧૧૨ --પ્રેરણ જૈન અને બૌદ્ધ ૧૨૦ ૧૧૭ નાલંદા ૧૩૦ જેવું, સહજભાવે ૨૮ નિર્વાણ તંત્ર તર્ક દ્વારા 95 ર -ઉપકર વિશે . - ન્યૂમેન, કાર્ડિનલ બાળક, તારા બેન્જામિન ન - ܡܝ બોલ્ડ અને તેનું 4 ~ નિશ્ચિતતા નીલતંત્ર ૪૬ પતંજલિ . પરશુરામ 9૬ પશુપાલન ('/ પાણિની પિતા, જન્મદાના અને મંદાના ૧૧૫ પિતૃપરંપરા, તું મરણ ૮૪ પુણ્ય અને પાપ ૧૬ પુત્રવંતા 1. પુનર્જન્મવાદ પુરુપપુર પુસ્તકાલય પૂજ પસિસ ક . S નો બ્રહ્મચારી - પરબ'ના નિ જ બ્રહ્મા થાજનાં 495 ભગીર ભાગવું અને કંપ ભાવિન એ મૃત પ્રભાસ ૧૨ પ્રલયશકિત, ત્રણ પ્રાતિમુખ્ય પ્લેટો લોટિનસ '૮૨ મિકી, ડે. બાઉલ ૩૯,૪૧, ૪૩, પ૦,૯૦ -ાાન ૨. -ગાનનો અર્થ ઉ૪ --દષ્ટાંત પ૧, ૧૧૪ - ભારતીય જીવન બિટકોના અર્થ * મ છે ૧૩૪ --* -- માડામીન ૧૧૬ -પ્રજનાતીત મિલન ૩૦ . વાદ ૧૧ લાલનપાલન ૧૦પ. મહાસાન્ધીકવાદ ૧.૧૭ લેમણ ૧૭૬ મહાસ્થવરવાદ ૧૧ વસિષ અને ઉર્વશી ૭૬ મહીદાસ વિકાસ માધ્યમિક દર્શન ૮ ૨ ! વિદ્યા ૬૨, ૬૭ –-વાદ ૧૧૦ -નાં ધામ ૧૨૧ માનવજીવન વિવાહની ચર્ચા ૭૦ માનવવાદ ૧૧ વિશ્વામિત્ર મિથિલા ૧૨૧ વદિક ઉપાખ્યાન ૧૦૮ મુક્તિ ૧૩૦, ૧૧૯ વ્યાસ ૭૬ મૂડીવાદી ૭૧ શકુંતલા 19 મંત્રની સાધનાના શક્તિ પર નિયમ ૧૩૦, ૧૨૮ | શાદર્શન ૬ --વાદ ૧૧ ૬ પર થવાદ ૧૧ ૬ યાજ્ઞવય ૬૭ -અને શક્તિ ૮ ૦ યુરોપ, શાક્ત ૫૩, ૬૬, શિક્ષણ. પુરુષ અને સ્ત્રીનું ૩ર યથાર્થ ૩૬ 92, 0 ચોગવાસિક --ભારતીય ૪૦ ગાચારવાદ ૧૧ છે -માં વિધા ૪૩ યંત્રવાદ ૮૫ --માંસાધ્ય સાધન રવીન્દ્રનાથ ૫૦, ૮, ભેદ. અટ, ૪૪ રામ ૧૧૬ –માં પદ્ધતિ અને કાનુવર્તન ૧૧૩ પ્રાણસંચાર ૪૪ માં રોલાં 7 –માં વિશેષજ્ઞ થવું કે લસ એક પ્રસંગ ૨૯ સર્વતોમુખી yuo શિવ ET પપ, ૫૬ ૧૩૫ સમૂહ શિક્ષણ M શિષ્ય નાં લક્ષણ ૧૨૫ શકે, –ની સાધનામાં વિધિ સમાવર્તન ૧૧૦ નિષેધ -૦ તાંત્રિક અને ! સહ શિક્ષણ હ૩, ૮૯ નાથપંથીમાં | સાધના, શિલ્પની સ્ત્રી અને પુરુષની ૯૦ ૧૨૪ –ની લાયકાતમાં 'અહંની ૧૦ તિભેદ સાક્ષાત્કાર, સત્યનો સંતાન, દેહુજાત અને ૬૮ -શકિત અસ્મિત 10 સંરકૃતિ, ભારતીય ૧૧૬ શ્રી ની દુર્દશા શુન્યવાદ ૧૧૭ વનેશ્વર ૮ શિવદર્શન ૬૬ સ્વાસ્થ, શરીરનું શિવ માં સાધના હરિવંશ ૧૮ શંકરાચાર્ય ૮૧. શાન, મુકિતનો ભાગ પ* શાંડિલ્યસત્ર ૬૮ –ની પ્રતિષ્ઠા ૪ સગર ૫૫ –માં અધિકાર ૬૮ સમાજ, ની વિશુદ્ધિ ૫ – સાધના ૧ ૦ ૦ -વ્યવસ્થા યુરોપની –રૂપી પ્રદીપ, એક અને આપણી ૮૬ દૃષ્ટાંત ૧૦૪ -નું ભાવિ ૮૮

Shikshan Sadhna

Author
Sen Shitimohan
Title
Shikshan Sadhna
File name
Shikshan Sadhna
Text
OCR done
Citation
1947
Published
2011/03
Publisher
Mombay, Bharti Sahitya Sangh Ltd,
Language
Sanskrit
Pages
126
Library
Shri Jain Swetamber Khartargacch Sangh, Jaipur
Classification
Devotional
DLI number
443442
Barcode
4990010031419.00
Scanning centre
C-DAK, Kolkata
Digital publisher
Digital Library Of India
VMLT id
oHRkJciGPt3
Download PDF

Shikshan Sadhna